હીન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો

 

કરસનદાસ મુળજી

હીન્દુનાં પુરાણ ઈત્યાદી શાસ્ત્રોમાં કહેલું છે કે કળીયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઉભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હીન્દુશાસ્ત્ર પ્રમાણે કળીયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચુક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હીન્દુઓમાં ઉભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હીન્દુશાસ્ત્ર ઉપરથી સીધ્ધ થાય છે. હવે મહારાજોનો મુળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવીને દીને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળીયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચુકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળીયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદી પંથો ઉભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઉભો થયો. એ સઘળાં પંથો, કળીયુગમાં ઉભા થયા માટે હીન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!

જદુનાથજી મહારાજ કહે છે કે કોટના દરવાજા આગળથી કોઈ વાલ્કેશ્વર જવા નીકળે અને કોઈ ભાયખાલા. તેમ સઘળા વેદ અને પુરાણના મુળ રસ્તા આગળ થઈને જુદા જુદા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. આ કેવી ઠગાઈની વાત છે, એક ધર્મમાંથી દસ–પન્દર આડા રસ્તા નીકળવા જોઈએ નહીં. ધર્મનો અને નીતીનો માર્ગ એક જ હોવો જોઈએ. વાલ્કેશ્વર જવાનો સીધો માર્ગ મુકીને ભાયખાલાનો આડો માર્ગ પકડવાની જરુર શી? દરેક પંથવાળાએ એકબીજાને પાખંડી બતાવ્યા છે અને એકબીજાની ધુળ ઝાટકી છે, તો તેમ કરવાની જરુર શી? પણ અમે આગળ જણાવ્યું છે કે જે હથીયારથી મહારાજ પોતાનો બચાવ કરવા બહાર પડ્યા છે, તે હથીયાર મહારાજને આડે આવીને નડશે. મહારાજ હીન્દુશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે, ત્યારે એનાથી એમ નહીં કહેવાય કે હીન્દુશાસ્ત્રનું ફલાણું વચન ખોટું છે! કળીયુગમાં પાખંડી મતો ઉભા થશે, એ વચન મજકુર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે બીજા કેટલાય પંથોની જેમ મહારાજનો પંથ કળીયુગમાં ઉભો થયો, માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હીન્દુશાસ્ત્રથી સીધ્ધ થાય છે.

મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોળા લોકોને ઠગવાનો છે તે અસલ વેદપુરાણ વગેરેના ગ્રંથોથી ઉપર જણાવ્યા પ્રમાણે સાબીત થાય છે. એટલું જ નહીં; પણ મહારાજોનાં બનાવેલાં પુસ્તકો ઉપરથી પણ સાબીત થાય છે કે મહારાજોએ કંઈ જ નહીં; પણ નવું પાખંડ અને તરકટ ઉભું કર્યું છે. જુઓ બ્રહ્મ સમ્બન્ધ બાબત મુળ શ્લોક ઉપર લમ્બાવીને ગોકુળનાથજીએ કેવી ટીકા કરી છે :

અર્થ– ‘તે માટે પોતે ભોગવે તે પહેલાં પોતાની પરણેલી બાયડી પણ (ગોસાંઈજી મહારાજને) સોંપવી અને પોતાનાં બેટા–બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવે તે પહેલાં (ગોસાંઈજી મહારાજને) અપર્ણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’

અરરરર! આ કેવું પાખંડ, આ કેવો ઢોંગ અને આ કેવી ઠગાઈ!! અમે જદુનાથજી મહારાજને પુછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃતીમાં લખ્યું છે કે મહારાજને અને ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી. પોતાની સ્ત્રી જ નહીં; પણ પોતાની બેટી અથવા દીકરીને પણ સોંપવી! અરરરર!!! આ લખતાં અમારી કલમ ચાલતી નથી. અમને અતીશય કંટાળો અને ધ્રુજારી છુટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓની આંખમાં ધુળ છાંટીને ધર્મને બહાને તેઓની કાચી કુંવારી વહુદીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને ઠગાઈ કઈ? વલ્લભાચાર્ય સીવાય કળીયુગમાં બીજાં ઘણા પાખંડો અને ઘણા પંથો ઉભાં થયા છે; પણ મહારાજોના પંથ જેવી નફટાઈ, ખંધાઈ, બુરાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બીજા કોઈ પણ પંથવાળાએ કરી નથી. અમે જ્યારે આવા કઠણ શબ્દ વાપરીએ છીએ ત્યારે અમારા ભોળા હીન્દુમીત્રોને અમારી ઉપર ગુસ્સો આવે છે, અને તે ગુસ્સાને લીધે અમારે ઘણું શોષવું પડ્યું છે અને પડે છે; પણ જ્યા ભોળા લોકોની આંખમાં ઘુળ છાંટીને તેમની વહુદીકરીને ભોગવવાનું મહારાજો પોતાનાં પુસ્તકોમાં લખે છે અને તે પ્રમાણે તેઓ ભોગવે છે ત્યારે અમારા પેટમાં મોટા ભડકા ઉઠે છે. અમારી કલમ એકદમ તપીને ગરમ થઈ જાય છે. અમારા ભોળા હીન્દુમીત્રો ઉપર અને તેઓની વીચારશક્તી ઉપર અફસોસ કરવો પડે છે.

જદુનાથજી મહારાજે ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનીયું કાઢવા માંડ્યું છે તેને અમે પુછીએ છીએ કે તમે કેવી રીતે ધર્મનો વધારો કરવા માગો છો? તમારા વડીલોએ ભોળા લોકોની આંખમાં ધુળ છાંટીને આંધળા કર્યા છે તેઓને દેખતા કરવા માગો છો કે ધર્મનું ખોટું અભીમાન ધરીને ભોળા લોકોને વધારે ઠગવા માગો છો? જદુનાથજી મહારાજ! તમે જો ધર્મનો વધારો, ફેલાવો કરવા માગતા હો તો તમે પોતે સારું આચરણ પકડીને તમારા બીજા મહારાજોને ઉપદેશ કરો, ધર્મગુરુઓ પોતે જ જ્યાં સુધી વ્યભીચારના સમુદ્રમાં ડુબેલા માલુમ પડશે ત્યાં સુધી તેઓથી ધર્મનો બોધ થઈ શકવાનો નથી. ગોકુળનાથજીએ ઉપર જણાવેલી ટીકા કરીને તમારા વૈષ્ણવ માર્ગને મોટો ડાઘ લગાડ્યો છે તે પ્રથમ કાઢી નાખો. એ ટીકા કરનાર ઉપર ધીક્કાર નાખો, તે ટીકા પ્રમાણે મહારાજો ચાલીને પોતાના સેવકની વહુ–દીકરીઓને બગાડે છે તેથી હાથ ઉઠાવો અને રસમંડળી જેવી અનીતીનો એકદમ નાશ કરો. જ્યાં સુધી તમે તેમ કરશો નહીં ત્યાં સુધી તમારાથી ધર્મનો ઉપદેશ અને સ્વધર્મનો વધારો થઈ શકવાનો નથી, તે સત્ય જાણી લેજો.

–કરસનદાસ મુળજી

(‘સત્ય પ્રકાશ’, તા. 21 ઓક્ટોબર, 1860)

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ પાંચમી પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 12થી 15 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–06–2018

 

 

20 Comments

 1. Reblogged this on and commented:
  શ્રીગોવિંદ ભાઈ, સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર અને શ્રી કરશનદાસ ભાઈને તથા આપને ધન્યવાદ !
  સ્ત્રીને ભોગવ્યા વગર મારાજશ્રીને સોંપવા વિષે મેં ઘણાં વર્ષો પહેલાં એક પુસ્તક વાંચેલું. પુસ્તકનું નામ અને લેખકનું નામ યાદ રહ્યું નથી. જો ભૂલતોના હોઊં તો મારા કોલેજ્કાળ દરમિયાન આ પુસ્તક વાંચેલું અને કદાચ આ દિવસો દરમિયાન અમદાવાદની હવેલીના મારાજના શયન ખંડમાંથી સોનાની બ્રા પણ મળી આવેલી. ખેર ! ધરમને નામે આવા પાખડીઓને અંધ શ્રધ્ધળુઓ પોષી રહ્યા છે.

  Liked by 3 people

 2. વહાલા અરવીન્દભાઈ,
  ‘હીન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
  –ગો. મારુ

  Liked by 1 person

 3. શ્રી કરસનદાસ મુળજી લખે છે:

  “હીન્દુનાં પુરાણ ઈત્યાદી શાસ્ત્રોમાં કહેલું છે કે કળીયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઉભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે.”

  આવું જ મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં લખેલ છે:

  “ઍ શ્રદ્ધાળુઑ, આ ગ્રન્થવાળા ઑ ના ઘણા ખરા વિદ્દાનો (ધર્મગુરૂઓ) અને સન્યાસીઓ (બાબાઓ, પીરો) ની પરિસ્થિતિ ઍ છે કે તેઓ લોકોની સંપતિ ખોટી રીતે ખાય છે અને તેમને અલ્લાહ ના સત્ય માર્ગે થી રોકે છે. (૯:૩૪).

  આજની આ ઍકવીસ મી સદી માં આ બધું ધતિન્ગ ધર્મ ના નામે થઈ રહ્યું છે — બિલ્કુલ જેવી રીતે ઉપર પ્રમાણે કહેવામાં આવેલ છે. આ બધા ધતિન્ગો લગભગ દરેક ધર્મ માં, અને ઍટેલે સુધી કે પ્રગતિશીલ દેશો યુરોપ, ઉત્તર અમેરિકા માં પણ થઈ રહ્યા છે.

  Liked by 3 people

 4. મિત્રો,
  આજનો આ લેખ છાપવા માટે ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન. તમે પણ કરસનદાસ જેટલિ જ હિંમત બતાવી છે. આ અે જ કરસનદાસ મૂળજી છે જેમનું ૧૮૬૦ના સમયના વરસોમાં ‘ સત્યપ્રકાશ‘ ચોપાનીયું મુબઇમાં પ્રસિઘ્ઘ થતું હતું. તેમણે હિન્દુ ઘર્મના વૈષ્ણવ પંથમાં ચાલતી ગેરરીતીઓ માટે લેખો લખેલાં. તે વખતના જદુનાથ મહારાજે કરસનદાસ ઉપર મુંબઇની હાય કોર્ટમાં રુપિયા પચાસ હજારનો ‘ ડીફેમેશન‘ નો દાવો માંડેલો. સાથે સાથે કરસનદાસની જીંદગીને , કુટુંબને નર્ક બનાવી દેવાની ચાલો ચાલેલા. તે વખતના પચાસ હજાર અેટલે આજના ચાર થી પાંચ કરોડ રુપીયા થાય. આ કેસ તે વખતે ‘ મહારાજ લાયબલ કેસ‘ તરીકે જાણીતો થયો હતો.
  ફરી પાછો ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન આપું છું કે તેમણે ૨૦૧૮ના વરસમાં લોકોની આંખ ખોલતો આ લેખ છાપ્યો. હવે આ કેસ અને તેના લેખક કરસનદાસ મૂળજીનું જીવન કવન સંપૂર્ણ જાણવું હોય તો દરેક વાચકને સજેશન આપું છું. ગમે ત્યાંથી આ પુસ્તક…નવલકથા…સત્યકથા… મેળવીને વાંચવાની ભલામણ કરું છું. તમે વાંચજો ને તમે જ નક્કિ કરજો કે કરસનદાસ મૂળજી કેવા સત્યવાદી, સત્યશોઘક હતાં ને તે સત્યને લોકો સુઘી પહોંચાડવા પોતાની અને પોતાના કુટુંબની શહીદી નોતરી હતી. આજે પણ પરિસ્થિતિ કદાચ જેવી તેવી ના હોય છતાં પ્રતિબિંબ જેવું તો કાંઇક હશે જ.
  પૂસ્તક : મહારાજ. ( ઘર્મની રક્ષા કાજે અઘર્મના આચરણ સામે ફૂંકાતા શંખની નવલકથા)
  લેખક : સૌરભ શાહ.
  પ્રકાશક : આર. આર. શેઠ અેન્ડ કંપની પ્રા. લિ.
  વિક્રેતા : આર.આર. શેઠ અેન્ડ કું લિ.
  ૧૧ઈ પ્રિન્સેસ સ્ટરીટ , અર્થબાગ, મુંબઇ ૪૦૦ ૦૦૨
  ફોન : ( ૦૨૨) ૨૨૦૧૩૪૪૧
  Web: http://www.rrsheth.com
  E.mail: sales@ rrsheth.com
  પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર , ૨૦૧૩.
  કિંમત: રુપીયા : ૩૨૫.૦૦
  જીવનમા વાંચવા મળ્યુ નહિ હોય તેવી સત્ય ઘટનાને નવલકથાના રુપમાં સૌરભ શાહે હિન્દુઓ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. કુલ ૪૨૪ પાના કદાચ અેક મહાન પુસ્તક કેમ ના બને તેનો મને સંશય છે. જરુરથી વાંચો અને આજે આપણે ક્યાં છીઅે અને કયા માર્ગ ઉપર …ફાંટા ઉપર છે તેનો અહેસાસ કરો.
  કરસનદાસ મૂળજીને લાખો પ્રણામ. તેમણે પોતાની જાત અને પોતાનું કુટુંબ ફના કરી દીઘું હતું… વૈષ્ણવોની આંખ ખોલવા માટે… સાચો રસ્તો બતાવવા માટે. સત્યશોઘકે હંમેશા બલીદાન આપવાની તૈયારી કરીને જ પગલાં ભરવા રહ્યા.
  અમૃત હઝારી.

  Liked by 3 people

 5. To Shri Qasim Abbas:
  You write: “આ બધા ધતિન્ગો લગભગ દરેક ધર્મ માં, અને ઍટેલે સુધી કે પ્રગતિશીલ દેશો યુરોપ, ઉત્તર અમેરિકા માં પણ થઈ રહ્યા છે.”
  You may or may not be right. But, I request you to please think a little more:
  1. No other religious head in any other religion has openly preached or supported this kind of evil, just as our Hindus have done. Have you got such examples from others?
  2. The size of this serious evil, its duration and continuation for several centuries until now— all these are much bigger in our Hindu society.
  3. And if others are bad, does it make us good?

  For everybody’s information: Our well known journalist Shri Saurabh Shah has written a good documentary novel on this subject:
  Its title is “Maharaj”. Published by R. R. Sheth & Co. in Mumbai in 2013.
  Thanks. —-Subodh Shah —

  Liked by 3 people

  1. Shreeman Subodh Shah,

   Greetings,

   My thoughts ““આ બધા ધતિન્ગો લગભગ દરેક ધર્મ માં, અને ઍટેલે સુધી કે પ્રગતિશીલ દેશો યુરોપ, ઉત્તર અમેરિકા માં પણ થઈ રહ્યા છે.” are supported by Shreemaan Sanat Parikh also who writes: “This is prevalent in all religions.”

   Also supported by Shreeman vkvora Atheist Rationalist, who writes: “કરસનદાસ મુળજીનો આ લેખ તો બધા ધર્મને લાગુ પડે છે.”

   Here are further proofs.

   In Canada’s newspaper, advertisement “Jesus is Lord” appeared about invitation to attend Church and mentioned about Miracles of Jesus Christ, giving examples of miracles as under:

   After the prayer:

    A sister received car in gift
    Knee surgery got cancelled
    A brother promoted to the post of Supervisor
    Lord added 10 years to life of a dying woman

   Too many miracles to mention here.

   (So many other so called “miracles” have been mentioned in advertisement.)

   I have exposed this DHATING by writing in Urdu newspaper of Canada.

   I can send you scan copy of ad. on your e-mail address.

   In Muslim religion, similar things are announced by DHATING peers, babas, mullas, molvis etc.,in USA and Canada, and I have exposed them by writing in Urdu newspapers of Canada.
   Here are Gujarati translation from my published Urdu write-ups exposing these DHATING guys:

   મસ્જદમાં ડોનેશન (ફાળો) આપો અને જન્નત (સ્વર્ગ) માં ઘર બનાવો” જેવા લાગણીશીલ નારાઓ (પોકારો) એ કમર્શીયલ મોલવી (ધંધાર્થી ધર્મગુરુ) ઓ લગાવે છે, જેમને પોતાને ખબર નથી કે તેમનું પોતાનું સ્થાન જહન્નમ (નર્ક) માં હશે કે જન્નત (સ્વર્ગ)માં. ડોનેશન (ફાળો) ઓકાવવા માટે મસ્જીદને જન્નત બુક કરાવવાની એજન્સી બનાવી દેવામાં આવેલ છે.

   .સુપર મારકેટ ની વસ્તુઓ જેમ મસ્જીદના મુસલ્લા (નમાઝ પઢવાની જગ્યા), ઈંટો, દીવાલો, મીનારાઓ વગેરે વેચાઉ માલ ની જેમ મસ્જીદમાં વેચવામાં આવે છે અને લીલામ કરવામાં આવે છે. સુપર મારકેટ ની વસ્તુઓ ની જાહેરાત જેવી એક જાહેરાતનું ચોપાનિયું એક કમર્શીયલ મોલવી (ધંધાર્થી ધર્મગુરુ) તરફ્થી આ પ્રમાણે છે:

   “મસ્જીદ ની ઈંટો પોતાના સ્વર્ગવાસી સગાસંબધીઓ માટે ખરીદો”.
   “અનંતકાળ પુણ્ય મેળવો.”
   “Available now. Don’t miss out. While quantities last.”

   (લેખકની નોંધ: મુસલ્લા (નમાઝની જગ્યા), ઈંટો વગેરે ના વેચાણનો અર્થ એ થાય છે કે ખરીદનારને એવા ઉઠાં ભણાવવામાં આવે છે કે આ વસ્તુઓની કીંમત ચુકવ્યા પછી તેના પર નમાઝ પઢવાવાળાઓનું પુણ્ય ખરીદનારાઓ ને પણ મળશે. “ખરીદ” નો અર્થ કેવળ પૈસા ચુકાવવાનો જ હોય છે, “માલ ની ડીલીવરી” નહીં.)

   મારા તાજેતરના કરાચી,પાકિસ્તાન ના પ્રવાસમાં મને ઇસ્લામ ધર્મના નામ હેઠળ અલીફ લયલા અને લયલા મજનુ ના મનઘડત કીસ્સાઓના ઉર્દુ ભાષાના પુસ્તકો જોવા મળેલ. આ પુસ્તકો પાકીસ્તાનની પોતાને ઈસ્લામી સંસ્થા કહેવડાવતી એક સંસ્થા તરફ્થી હજારોની સંખ્યામાં પ્રગટ થઈ રહ્યા છે અને તેમની વેબસાઈટ પર પણ રાખવામાં આવેલ છે. આ પુસ્તકોમાં એવા એવા મનઘડત અને કાલ્પનિક બનાવોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે તેને વાંચીને વાંચનાર વિચારવા માટે મજબુર થઈ જાય છે કે શું ઈસ્લામ ધર્મની આવી પણ તસ્વીર હોય શકે છે?

   ઈસ્લામ ધર્મના નામ હેઠળ પ્રગટ થયેલા ઉર્દુ ભાષાના આવા પુસ્તકોના અમુક નામો આ પ્રમાણે છે:
   (આ ઉર્દુ પુસ્તકોના કવર પેજની ફોટોકોપીઓ પણ આ લેખની સાથે છે.)

   રહસ્મય કુતરો, ભયાનક બલા (આપત્તિ), સાપ જેવો જીન્ન, જીન્નાતોનો બાદશાહ, કાળો વીંછી, રહસ્યમય ભિખારી, રહસ્યમય ખજાનો, મડદું બોલી ઉઠ્યું વગેરે, વગેરે………
   એક મનઘડત ઉર્દુ પુસ્તકમાં એક ઉદાહરણમાં લખવામાં આવેલ છે કે એક કહેવાતી ઈસ્લામી સંસ્થાના અમીર (વડા), જે હજી જીવતા છે, તેમના વાળની બરકત (આશીર્વાદ, વરદાન) થકી મ્રુત્યુ બીછાને પડેલો એક દર્દી બીમારીમાંથી ઉભો થઈ ગયો અને પાછો નિરોગી થઈ ગયો!!! (ઉલ્લેખ – હવાલો: ઉર્દુ પુસ્તક “શરહ શજરાહ કી બહારેં” – પ્રુષ્ઠ ૧૭૧).

   What more proof should I give you about Christianity and Islam???

   Liked by 2 people

   1. Shree Quasim Bhai: Thanks. All religions have miracles, I entirely agree with you. No question about that at all. But:
    My comments above are not about miracles— it is about THIS kind of EVIL PRACTICE where a woman is offered to a male priest by a devotee as a token of his worship. I am not aware of such practice in any other religions. I refer only to the current article.

    I do highly appreciate your progressive views about many such topics in Abhivyakti.
    Thanks. –Subodh Shah –USA.

    Liked by 2 people

 6. કરસનદાસ મુળજીનો આ લેખ તો બધા ધર્મને લાગુ પડે છે. 
  કરસનદાસે પોતાના વાળા બાબત લખેલ છે પણ 
  રામાયણ મહાભારતની કપોળ કલ્પીત કથાઓમાં 
  આવું ઠેર ઠેર જોવા મળશે.

  ત્રણ ચાર સો વરસ અગાઉ કરસનદાસની હીંમત ને 
  દાદ આપવી જોઈએ. એમણે કોઈ ગીતડાં કે પ્રભાતીયા ગાઈ 
  ઈશ્વરને યાદ કરેલ નથી પણ દંભને ખુલ્લો પાડી વીરોધ કરેલ છે.

  દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી
  ઈત્યાદી પંથો ઉભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઉભો થયો. 
  આ બધા પંથના અનુયાયીઓની જેમ અન્ય પંથમાં 
  પણ એ જ ડીંડવાણુ આજ સુધી ચાલુ છે.

  Liked by 3 people

 7. કરસનદાસ મૂળજી છે જેમનું ૧૮૬૦ના સમયના વરસોમાં ‘ સત્યપ્રકાશ‘ ચોપાનીયું મુબઇમાં પ્રસિઘ્ઘ થતું હતું. તેમણે હિન્દુ ઘર્મના વૈષ્ણવ પંથમાં ચાલતી ગેરરીતીઓ માટે લેખો લખેલાં. તે વખતના જદુનાથ મહારાજે કરસનદાસ ઉપર મુંબઇની હાય કોર્ટમાં રુપિયા પચાસ હજારનો ‘ ડીફેમેશન‘ નો દાવો માંડેલો. સાથે સાથે કરસનદાસની જીંદગીને , કુટુંબને નર્ક બનાવી દેવાની ચાલો ચાલેલા. તે વખતના પચાસ હજાર અેટલે આજના ચાર થી પાંચ કરોડ રુપીયા થાય. આ કેસ તે વખતે ‘ મહારાજ લાયબલ કેસ‘ તરીકે જાણીતો થયો હતો.
  govind bhai many thx for bringing out karsandas mulaji – eye opening article– and correcting and awakening society. still we can’t believe such heinous act happens in these days too.

  Liked by 2 people

 8. સત્યુગમાં તો દેવો પણ સીધા નહોતા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાધુ વેશે અનસુયાને નિર્વસ્ત્ર કરવા ગયા હતા. ઇન્દ્ર તો લ’પટશિરોમણિ હતો. યયાતિ વગેરેની યાદી લાંબી છે.
  ગોકુળનાથજીઅે તો લાંછનની ચિંતા કાઢી નાંખી બધી ભક્તાણીઅોને સમાનતા બક્ષી.

  Liked by 1 person

 9. At least and at last Christianity seems to be modernizing. Recently H. H. Pope demoted an archbishop for having sexually assaulted a teenage boy years ago. Can we expect a similar action in Hinduism?

  Liked by 1 person

 10. મિત્રો,
  ૧૮૬૦ની આસપાસના સમયમાં કરસનદાસ મુળજીઅે જે સમાજ સુઘારાની ચળવળ ઉપાડેલી તેની વાત વાંચી, સમજી અને વિચારોમાં વણીને ૧૫૮ વરસો પછી પણ ચર્ચાને ચોરે ચર્ચીઅે છીઅે. વૈષ્ણવપંથની આ સામાજીક ત્રૃતિને વગોવીઅે છીઅે.
  પરંતુ ઓક્ટોબર ૨, ૧૮૬૯ના દિવસે સુદામાપુરી, પોરબંદરમાં જન્મેલા મોહનલાલ કરમચંદ ગાંઘી, જે પછીથી ભારતના ‘ ફાઘર ઓફ નેશન‘ બનેલાં તેમનાં વિચારો, આ વૈષણવપંથી હિન્દુઓને માટેના, તેમણે તેમની આત્મકથા…‘ મારા સત્યના પ્રયોગો…આત્મકથા‘મા પ્રકરણ.૧૦, ‘ ઘર્મની ઝાંખી‘ માં લખ્યા છે. તેઓ જ્યારે ૧૬ વરસની ઉમરના હતાં ત્યારે તેમણે જે જોયેલું અને તેમના મગજ ઉપર જે અસર ઉપજેલી તે જે શબ્દોમાં લખેલું તે અહિં ઉતારું છું.( આ સમય જ્યારનાં તેમની ઇમ્પરેશનના છે તે સમય ૧૮૮૫નો હતો….ટૂંકમાં કરસનદાસ મુળજીની ચળવળનો જ સમય હતો. હવે ગાંઘીજીના શબ્દો……..
  ઘર્મની ઝાંખી : પ્રકરણ : ૧૦.
  છ કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુઘી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ઘર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇઅે તે ન મળ્યું અેમ કહેવાય. અેમ છતાં વાતાવરણમાંથી કઇંક ને કઇંક તો મળ્યાં જ કર્યું. અીં ઘર્મનોઅઉદાર અર્થ કરવો જોઇઅે. ઘર્મ અેટલે આત્મભાન, આત્મજ્ઞાન.

  મારો જન્મ વૈષણવ સંપ્રદાયમાં, અેટલે હવેલીઅે જવાનું વખતો વખત બને. પણ તેને વિષે શ્રઘ્ઘા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિષે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કઇં જ ન મળ્યું.

  પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. ………..(Information( રંભાબાઇ તે દાઇનું માન હતું.)………….

  મિત્રોને વિનંતિ કે ગાંઘિજીની આત્મકથાનું આ પ્રકરણ જરુરથી વાંચજો.
  કરસનદાસે જે લખેલું છે તેને માટે આ પુર્તિ છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 11. સ્નેહી શ્રી કાસીમભાઇ અબ્બાસ,
  આજના લેખમા…કરસનદાસ મુળજી તો નવી પરણેલી સ્ત્રીને પહેલી રાત પંથના ગુરુજી સાથે વિતાવવા મોકલવાનો ઉપદેશ કે ઘમકીની વાત છે. અને પંથના ફોલોઅર્સ તે પાળતા હતાં.( અંઘશ્રઘ્ઘા )…વર પોતાની પરણેતરને ગુરુજીને ચરણે પહેલી રાતે જાતે મોકલતાં હતાં…ઘણા લાબાં સમય સુઘી આ અનિષ્ટ ચાલુ રહેલું અને કદાચ…….????????
  કરસનદાસની સત્યકથાની સૌરભ શાહની બુકમાંના ( મહારાજ ) આ મહારાજને જે રોગો થયેલાં તેનો પણ ઉલ્લેખ છે…..

  અમૃત હઝારી.

  Liked by 2 people

  1. ‘હીન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s