આ ઉપગ્રહ–યન્ત્ર છોડવાનો મન્ત્ર કયો?
10
અનુબોધ–નીષ્કર્ષ
–ડૉ. બી. એ. પરીખ
વીરોધાભાસી હકીકતો
આજના ભારત દેશની પ્રજામાં અદ્યતન વીજ્ઞાન અને ટૅકનોલૉજીના ઉપયોગ દૃઢ રીતે વ્યાપેલાં છે. ઉચ્ચ કેળવણી, વીજ્ઞાન તેમ જ ટૅકનોલૉજીનો અદ્ ભુત વીકાસ અને જીવનમાં અનીવાર્ય સ્થાનની સાથે મન્ત્ર–યન્ત્ર તેમ જ તન્ત્રનો પણ એટલો જ ઉપયોગ થાય છે. આપણા વર્તન વ્યવહાર તેમ જ વીચાર, ચીન્તન, માનસીકતા સાથે અનીવાર્યપણે મન્ત્ર–તન્ત્ર બાધા, પાઠ, પુજા, સ્વામી, બાબા સંકળાયેલા છે. આ વીરોધાભાસી હકીકતો આપણા જીવનમાં સહઅસ્તીત્ત્વ ધરાવે છે. એ વખાણવા જેવી કે નીન્દવા જેવી બાબતો કહેવાય? તે વીશે નીર્ણય કરવામાં તમારી વીવેકબુદ્ધીથી વીચારો.
આપણે એક બાજુ માનીએ છીએ કે કાળો જાદુ, તન્ત્ર અને તન્ત્રવીદ્યા વગેરે તો પ્રાચીન, આદીમ સમયની પેદાશ છે અને આજ દીન સુધી આદીવાસી સાવ ગ્રામીણ પ્રજાઓમાં જ તેનો પ્રભાવ હતો; પરન્તુ આ માન્યતા ભુલ ભરેલી છે. શહેરી, શીક્ષીત આધુનીક કહેવાતા સમાજમાં પણ લોકો હજી મન્ત્ર–યન્ત્ર–તન્ત્રમાં જ્યોતીષ, વાસ્તુમાં વીશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તેનો આશ્રય લે છે એ કઈ છાની અપવાદરુપ ઘટનાઓ નથી.
રોજ વર્તમાનપત્રોમાં, સામયીકોમાં, ચોપાનીયાં દ્વારા તેમ જ ટેલીવીઝન ઉપર જોરદાર જાહેરાતો થાય છે. જ્યોતીષીઓની ખાસ ચૅનલો ચાલે છે. ટી.વી. ઉપર જાત જાતનાં તાન્ત્રીક યન્ત્રો, માદળીયાંની, યન્ત્રોની જોરશોરથી જાહેરાતો થાય છે. કમ્પ્યુટરમાં સર્ચ એન્જીનો ખોલતાં તેમાં સંખ્યાબન્ધ વેબસાઈટ અને ફાઈલ્સ મન્ત્ર, યન્ત્ર, તન્ત્ર, કાળો જાદુ, વશીકરણ ઉપર જોવા મળે છે. વળી, મન્ત્રશાસ્ત્ર, વશીકરણ, તન્ત્રવીદ્યા ઉપર અંગ્રેજી, હીન્દીમાં ઢગલાબન્ધ પુસ્તકો લખાયાં છે. હીન્દુ, ઈસ્લામ, બૌદ્ધ ધર્મમાં વીશીષ્ટ મન્ત્ર, તન્ત્ર વીશે અલગ પુસ્તકો મળે છે. દરેક લેખક કાળા જાદુની, મુઠ મારવી કે ભુત ભગાડવું કે વશીકરણ કરવાની પોતાની ખાસ વીશીષ્ટ તૈયાર કરેલી રીત, તે માટેનું તન્ત્ર અને મન્ત્રોનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે. અને એકસો એક ટકા સફળતાની ખાતરી આપે છે. આ મન્ત્ર–તન્ત્ર, વશીકરણનો આશ્રય લેનાર વ્યક્તીને એવો પ્રશ્ન થતો હશે કે, મારા એક જ કાર્ય કે એક જ મુશ્કેલી નીવારણ માટે આટલા બધા અલગ અલગ મન્ત્રો, તન્ત્રો ઉપાયો? અને તે વળી, દરેક પોતાની સફળતાની ખાતરી આપે?
એવું બનતું જ નથી….
તપાસ કરશો તો જણાશે કે વશીકરણ તન્ત્રવીદ્યાથી પ્રેમી–પ્રેમીકાને વશ કરી શકાતાં જ નથી, યન્ત્રના ઉપયોગથી ધન્ધામાં બરકત આવે એવું બનતું જ નથી. લીમ્બુ–મરચાં બાંધવાથી કે ઘોડાની નાળ બારણે જડવાથી અનીષ્ઠ, તત્ત્વો, આપત્તીઓ દુર રહે છે એવું બનતું જ નથી. રોજને રોજ ગીતા, રામાયણ, ભાગવત, પારાયણ કે હનુમાન ચાલીસા, મહામૃત્યુંજય પાઠ, કુરાન, બાઈબલના પાઠ કરવાથી આપત્તીઓ ટળે છે એવું બનતું જ નથી. અભીમન્ત્રીત જળ કે દોરા–ધાગા, માદળીયાં બાંધવાથી રોગ મટતા હોય, પ્રેતાત્માને દુર રાખી શકાતા હોય તો હૉસ્પીટલમાં શા માટે જવું પડે? વ્યક્તીને આપત્તી કે માંદગી જ કેમ આવે? મન્ત્ર–તન્ત્રથી શાન્તી, સલામતી મળતાં હોય તો ભારત દેશમાં અશાન્તી, બીનસલામતી, વીખવાદ, આતંકવાદ કેમ? મન્ત્ર–તન્ત્રથી દુશ્મનને પીડા આપી શકાતી હોય, તેનું નીકન્દન નીકળી શકતું હોય તો આપણા દેશની ચારેય દીશાઓમાં દુશ્મનો, શત્રુઓ જ છે. એમ કેમ?
આ પુસ્તક લખવાને અન્તે પણ આ તમામ પ્રશ્નો તો ઉભા જ રહે છે.
(આ લેખમાળા સમાપ્ત. ઈ.બુક તૈયાર થયેથી તેની જાહેરાત કરવામાં આવશે.)
–ડૉ. બી. એ. પરીખ
ડૉ. બી. એ. પરીખની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ છેલ્લો લેખ, પુસ્તકનાં પાન 46થી 47 ઉપરથી, લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક :
ડૉ. બી.એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 ઈ–મેઈલ : bhanuprasadparikh@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પુસ્તક સૌજન્ય અને પ્રુફવાચન સૌજન્ય :
ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 25/06/2018
Too good
Mukund
LikeLiked by 2 people
એ……..વુ……….બ…….ન…….તુ……..જ………..ન………થી.
LikeLiked by 1 person
ડોકટર પરીખ સાહેબ, તથા શ્રી ગોવિંદભાઈ મારું,
આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપ ગામોગામ સભા ભરાવીને આમ જનતાને આપની દરેક વાત લોકોના ગળે ઉતરે એવું ભાષણ આપશો. હું આપની સાથે ૧૦૦%સહમત છું. પણ આજ દિન લગી લોકો જૂની માન્યતાઓ છોડવા તૈયાર નથી. લોકો પત્થર એટલા દેવ પૂજે છે. આનો કોઈ ઈલાજ ખરો.? જૈન સાધુ સંતો તથા બીજા હિંદુ ધર્મના સાધુ સંતો ભાવિકોને રક્ષા પોટલી આપે છે. તે હાથ ઉપર બાંધવાની હોય છે. એનાથી શું ફાયદો થાય છે એ કહી ન શકાય. ખુબજ લખવા બેસું તો આ બ્લોગ અપૂરતો પડશે. આપના લેખથી કેટલા ટકા લોકો માનશે એ પણ શંકાનો વિષય છે. જય જીનેન્દ્ર
LikeLiked by 2 people
great effort to bring home – that M-T-Yantra use is Futile- time wasting and keeping you in dark. its great small book awaiting as e-book at least to spread awareness on social media to few …ass sarobahen ask– for lectures its not work of writer or govind bhai- but i say with this awarenes “Tipe Tipe sarovar Bharay” slowly slowly social change will come- now immediately but in distance future work of Govindbhai’s Blog will be appreciated.
LikeLiked by 2 people
વહાલા મહેન્દ્રભાઈ,
ડૉ. પરીખસાહેબના આ પુસ્તકની ઈ.બુક તૈયાર થઈ જાય કે તરત તેની જાહેરાત કરવામાં આવશે.
ધન્યવાદ.
LikeLiked by 1 person
“મહેબૂબા આપકે કદમો મેં” (પ્રેમિકા તમારા ચરણો માં) જેવા લોભામણા વાક્યો જાહેરાતો માં જોવા મળે છે. આ જાહેરાતો ઢોન્ગી બાબાઓ તરફથી વર્તમાનપત્રો ઉપરાંત ઉત્તર અમેરીકા ની ટેલીવીઝન ચેનલો માં પણ જોવા મળે છે. આ ઢોન્ગી બાબાઓ માં મુસ્લિમો પણ અપવાદ રૂપ નથી. પાકિસ્તાન ના વર્તમાનપત્રો માં પણ ઍવી જાહેરાતો નો તોટો નથી.
અને ઍ વાત પણ સત્ય છે કે ભણેલા ગણેલા લોકો પણ આવી જાહેરાતો માં ફસાય જાય છે. આ રીતે આવા ધતિન્ગ અને ઢોન્ગી બાબાઓ ને ઘી કેળા હોય છે.
LikeLiked by 2 people
I don’t know where to start. The whole World is full of ‘Thugs’ who take advantage of the vulnerable people in the name of Religion.
It is very scary, indeed. They emotionally and financially backmail those who have lost trust in themselves.
But why? Do they not have ‘conscious?’
I would have been a victim of this dangerous system myself but fortunately my Will Power is very strong and as I said earlier, I have been brought up with a firm foundation on how to solve life-problems.
Simply put we must trust our instincts to follow our desires. Anything is possible if our mind is focused on a positive direction.
I tell my anecdote to inspire the youth so they start to ‘believe in themselves.’
We should not leave any room for Tantra, Yantra and Mantra !
This Blog is a good start for us all.
Thank you for reading my comments!
With my best wishes…
LikeLiked by 2 people
મંત્ર, તંત્ર અને પ્રભુ કે ઈશ્વર દર્શન માટે લોકો જુદા જુદા ઉપાય કરે છે.
કોઈ મંદીરમાં તો કોઈક મસ્જીદમાં જાય.
આપણો દેશ સ્વતંત્ર થયો અને રાજેંદ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતી હતા.
પછી અબ્દુલ કલામ અને હાલે રામ નાથ કોવીદ છે.
દર બે ચાર દીવસ જશે અને સમાચાર આવશે કે
આ મસ્જીદ કે મંદીરની મુલાકાત રાષ્ટ્રપતી કે વડાપ્રધાને લીધી.
બીજા દેશમાં એટલે કે ઈંડોનેશીયા, મલેશીયા, આરબદેશ કે
યુરોપમાં જાય તો પણ મંદીર મસ્જીદની મુલાકાતના ફોટા જરુર જોવા મળે.
જમ્મુ કાશ્મીરના સચીવાલય કે મંત્રાલયમાં મસ્જીદ છે.
લોકો મંત્રો કે જાપ કરે છે પણ શાંતી મળતી નથી અને
કાશ્મીરમાં રોજે રોજ શહીદ કે આતંકવાદીના મૃત્યુ સમાચાર આવે છે.
હાલના દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદીતો આ મંદીર અને મસ્જીદની
મુલાકાતમાં નીષ્ણાંત થઈ ગયા છે.
ભૃષ્ટાચાર અને ગરીબાઈમાં થોડોક ઘટાળો થાય તો
મંત્ર, તંત્ર, મંદીર મસ્જીદ મુલાકાત ઓછી થાય…
વેદ ઉપનીષદ રામાયણ મહાભારતમાં મંત્ર તંત્રનો ઉલ્લેખ છે
એટલે ત્યારથી ભૃષ્ટાચાર અને ગરીબાઈ છે.
LikeLiked by 2 people
ગોવીંન્દભાઈ મારુ, ઉત્તમભાઈ ગજ્જર, પરીખ સાહેબ તથા
અન્ય પોસ્ટ અને કોમેન્ટ લખનાર સૌ આ
ભૃષ્ટાચાર અને ગરીબાઈ ઓછી કરવામાં પોતાનો
સમય આપી જે ફાળો આપે છે એ સફળ તો થશે જ.
LikeLiked by 2 people
After all I feel that my labor and time in reading and writing and publishing. .bring results. All opinions and comments are positive and they are convinced that there is very much wrong and cheating, , deception and self deception through Religion, Mantra-Yantra-Tantra
I request people not only to read but talk and discuss about such issues among friends and social meetings. Thanks to Govind bhai , Uttam bhai and others. Those interested can communicate with me on Email.
B.A.Parikh
LikeLiked by 2 people
ઘણાં ભણેલા લોકો એમ માને છે કે ધાગાદોરા બાંધવામાં ભલે ફાયદો થતો ન હોય પણ તેમાં આપણને શું નુકશાન?. નુકશાન એ કે આપણી વીચાર કરવાની શક્તી નબળી પડી જાય. આપણે ચોખ્ખી રીતે વીચારી ન શકીએ અને તેથી આત્મવીશ્વાસ ગુમાવી બેસીએ. જીવનમાં આવતા કોઈ પણ પ્રશ્ન ઉપર સાચો નીર્ણય લેવામાં ગોથાં ખાઈ જવાય એ ઈચ્છવાયોગ્ય છે?
LikeLiked by 3 people
It is a good article. I fully agree with author and all reader’s opinion.
Thanks for this good article.
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people