નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ ભારતમાં પેદા થશે?

–ડૉ. અરવીંદ અરહંત

ભારતીય સમાજ નીત્શે, બર્ટાન્ડ રસેલ, કાર્લ માર્કસ્, કૉપરનીક્સ, ગેલીલીયો, હ્યુમ, ચાર્લસ્ ડાર્વીન, આઈન્સટાઈન, ચાર્લસ્ ડીક્નસ્ અને હીચીન્સ પેદા કરી શકે છે? અથવા પોતાની આવનારી પેઢીને નીર્મલબાબા, રામરહીમ, આસારામ જેવા સાધુ–બાવાના ચરણે ધરીને ગુલામીની ઉંડી ખાઈમાં ગર્ત કરતો રહેશે? આ પ્રશ્નનો ઉત્તર ભારતીય સમાજ કેવા પ્રકારની સભ્યતા અપનાવે છે તેના પર છે.

અંગ્રેજોના સમ્પર્કમાં આવવાથી યુરોપીય સાહીત્ય, સંસ્કૃતી અને દર્શનશાસ્ત્રના દરવાજા ભારતીયો માટે ખુલ્યાં ત્યારે રાજારામ મોહન રાય અને સ્વામી વીવેકાનન્દે ખુબ જ શરમ અને દુ:ખ અનુભવેલું. એટલું જ નહીં ત્યારે જ તેઓને થયું કે આપણો ભારતીય સમાજ કેવો છે? તેના પરીણામ સ્વરુપે સતીપ્રથા જેવી સામાજીક કુપ્રથા સામે આંદોલનની જ્વાળા સળગી ઉઠી હતી. ત્યારબાદ ઘણા સમયે રવીનદ્રનાથ ટાગોર અને મુન્સી પ્રેમચન્દના સાહીત્ય અને સૌંદર્યશાસ્ત્રએ અન્ધવીશ્વાસને લલકાર્યું હતું. યુરોપના આ જ્ઞાનના બીજ જ્યોતીબા ફુલે, મોહનદાસ ગાંધી અને ડૉ. બી. આર આંબેડકરના બુલન્દ અવાજ થકી ભારતને નવપલ્લવીત કરતાં રહ્યાં. આજે આપણે જે કાંઈ પણ સુધારા જોઈ રહ્યા છીએ એનો સીધે સીધો સ્રોત યુરોપની પુન:જાગરણ ચળવળ અને સામાજીક ક્રાંતી સાથે જોડાયેલો છે.

આ દરમીયાન ભારતીય પંડીતો શું કરી રહ્યા હતા? આ બદલાવ પર માટી નાખવા માટે નવા નવા મીથક, જુઠ, અલૌકીક કથાઓ અને અફવાઓ ઉભી કરવામાં આવી. ઘ્યાન, સમાધી અને અધ્યાત્મના નામે લોકોને છેતરીને ઘર્મનું અફીણ પીવડાવવામાં આવ્યું. પરીણામ તમારી સામે છે ટૅકનોલૉજી અને વીજ્ઞાનના ક્ષેત્રમાં આપણે ઘણા પાછળ રહી ગયા. દુનીયાના દેશોએ બીજી પૃથ્વીની શોધ કરી દીધી છે જ્યારે આપણે હજુ પણ મુળભુત જરુરીયાતો પુરી પાડવા માટે અશક્તીમાન છીએ..

ભારતમાં હરીશંકર પરસાઈ જેવા આલોચક, ડૉ. નરેન્દ્ર દાભોલકર જેવા રૅશનાલીસ્ટ અને પ્રાચીન ચાર્વાક જેવા તાર્કીક ભૌતીકવાદીની પરમ્પરા બની જ નથી શકતી; કારણ કે દરેક પેઢીમાં આસારામ, નીર્મલબાબા અને રામરહીમ જેવા સાધુબાવા–બાપુઓ ઉભા થઈ જાય છે અને બુધ્ધ, ચાર્વાક અને લોકાયતની ક્રાંતી પર ધુળ નાંખે છે. યુરોપ આ બાબતમાં ભાગ્યશાળી રહ્યું;  કારણ કે ત્યાં શરુઆતથી જ ભૌતીકવાદી અને તાર્કીક નાસ્તીકોની સમૃદ્ધ અને લાંબી પરમ્પરા રહી છે. એના પરીણામ સ્વરુપે યુરોપમાં પુન:જાગરણ અને વીજ્ઞાનવાદની સાથે આધુનીકતા આવી જેનો લાભ ભારતને પણ મળ્યો; પરન્તુ તેનો સ્વીકાર કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ. વીજ્ઞાન, ટૅકનોલૉજી, શીક્ષા, ચીકીત્સા, શાસન–પ્રશાસન, લોકતન્ત્ર, સભ્યતા, ભાષા, નૈતીકતા દરેક ચીજ આપણે યુરોપ પાસેથી શીખ્યા; છતાં પણ આ બાબતનો સ્વીકાર કરાવાની આપણામાં નૈતીક હીમ્મત નથી. સ્વીકારવાની વાત તો દુર પણ વીજ્ઞાન અને ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને આજે આપણે વીજ્ઞાન અને સભ્યતાનો વીરોધ કરીએ છીએ.

બાળકોને જે ચીકીત્સા, શીક્ષા અને સુવીધાને સહારે પેદા કરીને ઉછેર કરવામાં આવે છે એના વીરોધની સાથે બાળકોને આજે વીજ્ઞાનની વીરુદ્ધ ઉભા કરવામાં આવે છે. બચપણથી જ બાળકોને પુજાપાઠ, યજ્ઞ, કથાઓ એમના દીલો–દીમાગ પર બેસાડી દેવામાં આવે છે. એટલા માટે જ આપણે કાંઈક મૌલીક શોધખોળ કરી શકતા નથી અને આપણે યુરોપના આજ્ઞાપાલક બનીને રહી જઈએ છીએ.

ભારતીય સમાજની દુર્ભાગ્યતા છે કે આવા લોકો બહુ ઓછા થયા અને થયા તો પણ સામાન્ય નાગરીક સાથે એનો ઘરોબો અને સમ્બન્ધ વીકસવા દીધો નહીં. ભારતીય સમાજનો સામાન્ય નાગરીક એટલો બધો અન્ધવીશ્વાસુ અને અજ્ઞાની છે કે એને બુઘ્ઘી, જ્ઞાન અને નવી સોચથી ડર લાગે છે. જુના અન્ધવીશ્વાસ અને કર્મકાંડના ખોળામાં લપેટાઈ રહીને ભવીષ્યને અતીતની રાખમાં દબાવી રાખવી એ એની વીશેષતા છે.

યુરોપનો બુધ્ધીજીવી વર્ગ બહુ પહેલાં જ બાબાઓ, ગુરુઓ અને ઘાર્મીક પ્રવચનોના ચકકરમાંથી મુક્ત થઈ ચુકયો છે.

શું આ પરીસ્થીતીને બદલી શકાય?

શું આને રોકી ના શકાય?

શું ભવીષ્યને બદલી શકાય છે?

જરુર બદલાવ આવી શકે છે. જો આપણે આપણા બાળકો અને સ્ત્રીઓને આવા કહેવાતા ધાર્મીક સાધુ–બાવાઓ, યોગીઓ, કથાકારોની અલૌકીક વાતોથી દુર રાખીએ તો આપણે પણ આવનારી બે પેઢી સુધીમાં ભારતમાં સભ્યતા, નૈતીકતા, સંસ્કૃતી અને સાચા લોકતંત્રની સાથે વીજ્ઞાનની દીશામાં ખુબ ઉપર ઉઠી શકીશું; પરન્તુ આ દેશનું દુર્ભાગ્ય જ કહો કે આવા નવા વીચારની હત્યા કરનારા કેટલાક બાબાઓ, સાધુઓ, કથાકારો અને યોગીઓ જેવા રજીસ્ટર્ડ ભગવાન એટલા બઘા ધુર્ત અને હોશીયાર થઈ ગયા છે કે ક્રાંતીના નામ પર અન્ધવીશ્વાસ જ શીખવાડે છે. ઝેરને દવા બનાવીને પીવડાવે છે અને આ દેશના ભોળા લોકો આ ઝેરીલા ખોરાકને પેઢી દર પેઢી આગળ વઘારતા રહે છે..

તો જાગો.. સાધુ–બાબાઓ, બાપુઓ, ગુરુઓ, કથાકારોના ઘાર્મીક પ્રવચનોના ચકકરમાંથી મુક્ત થશું તો જ ભારતમાં નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ પેદા કરી શકીશું.

 –ડૉ. અરવીંદ અરહંત

લેખક સંપર્ક :

ડૉ. અરવીંદ અરહંત, મદદનીશ પ્રાધ્યાપક, કૃષી અર્થશાસ્ત્ર વીભાગ, કૃષી મહાવીદ્યાલય, નવસારી કૃષી વીશ્વવીદ્યાલય, વઘઈ. જીલ્લો : ડાંગ (ગુજરાત) સેલફોન : 94282 00197 –મેઈલ : aprathod@nau.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  20/07/2018

22 Comments

 1. ખુબ જ સુંદર લેખ. હાર્દીક આભાર ડૉ. અરવીંદ અરહંત અને ગોવીન્દભાઈ.
  શરમજનક વાત તો એ છે કે અહીં પરદેશમાં વસતાં આપણા લોકો પણ આવા ધુર્ત-ચાલાક લોકોની જાળમાં ફસાઈ જાય છે, અને સમાજનું ઘોર નુકસાન કરે છે. ધર્મના અંચળા હેઠળ થતી છેતરપીંડી લોકો જોઈ શકતા નથી એ જોઈને આશ્ચર્ય સહીત દુખ થાય છે.

  Liked by 1 person

 2. શરમ આવે છે?
  વીજ્ઞાન અને એનો લાભ લઈને શરમ કેમ છુપાવવી એ શોધ ચાલુ છે.
  અમારા શાસ્ત્રો, વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારતમાં તો પુષ્પક વીમાન, મદનીયાનું માથું બાળક ઉપર લગાડવાનું તો અમને વરસોથી યુગોથી ખબર છે…
  પૃથ્વી ગોળ નથી અને સુર્ય તો બે છે. દીવસે આપણને દેખાય તે એક અને બીજા માટે બીજો.
  જ્યાં રાષ્ટ્રપતી ગુરુના ચરણ ધોઈ અમૃતપાન કરે, અબ્દુલ કલામ જેવા ચુંટણીનું ફોર્મ ભરતા પહેલાં અજમેર શરીફની મુલાકાત લે, પ્રતીભા પટેલ શીરડીના સાઈબાબાની નીયમીત મુલાકાત લે, વડા પ્રધાન તો રોજે રોજ મંદીરોની મુલાકાત લે અને હમણાં જ રાષ્ટ્રપતીએ મંદીર મુલાકાતમાં પંડા કે પુજારીઓને દાન દક્ષીણા ન આપી તો આખા મંદીરનું અભીષેક કરેલ અથવા કરશે.
  હજી તો વેદ વીદ્યાપીઠ ની ચર્ચા ચાલુ છે.
  ગ્રીન કે લાલ કપડાંવાળા બે જણાં નાના બાળકને ઉપાડી જતા હતા આવી અફવા/ મેસેજ મોબાઈલ ઉપર ફરે અને બે કલાકમાં બે જણાંને ઝનુની ટોળું રંગીન કપડાંવાળાને પકડી મોતને ઘાટ ઉતારી દે.
  સતી પ્રથા, ખાપ પંચાયત અને ઝનુની ટોળાનો ન્યાય એ તો અમારો હક્ક છે.
  વીધવા ફરી લગ્ન કરે તો એને મોક્ષ ન મળે અને દુનીયામાં નહીં હોય એવો કાયદો દેશમાં વીડો રીમેરેજ એક્ટ વીધવા પુનઃલગ્ન કાયદો આપણાં દેશમાં બન્યો… શરમ શેની?

  Liked by 3 people

  1. વહાલા ખાનસાહેબ,
   મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ ભારતમાં પેદા થશે?’ને ‘ફેસબુક’ના ‘अपना adda’ પેજ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Liked by 1 person

  1. વહાલા અતુલભાઈ,
   ‘નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ ભારતમાં પેદા થશે?’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   –ગો. મારુ

   Liked by 1 person

 3. શું આને રોકી ના શકાય?

  શું ભવીષ્યને બદલી શકાય છે?
  જી બદલાય વિના બીજો કોઈ માર્ગ છે જ નહિ આજ નહિ તો કાલે બદલાવ તો સ્વીકારેજ છૂટકો છે. પરિવર્તન સંસાર નો નિયમ છે. બાબાઓ કે મોટા પ્રવચનકારો કથાકારો ઘસાઈ ગયેલી એક ઈ એક રેકર્ડ નવા નવા રૂપ માં રજુ કરી ને આવી રહેલા બદલાવ ની ગતિ ને ધીમી કરી શકે પણ ટકાવી નહિ શકે. જ્યાંથી શરૂઆત થઇ હોય ત્યાં થી આગળજ જવાય પાછળ હતા ત્યાં લઇ જવા મથવા વારા ની મેહનત કોઈ અંશે સફળ હશે પણ ખુબ ધીમી છતાં મક્કમ ગતિ એ સમાજ બદલાવ ને સ્વિકારીજ રહ્યો છે.
  રેશનલ વિચારો ની ધારા પણ વેગ પકડીજ રહી છે એ પણ નોંધનીય છે

  Liked by 1 person

 4. ભારતમાં કશું બદલાવાનું નથી. આપણા જેવા બુદ્ધીજીવીઓ અને વિચારકો માત્ર અરણ્યરૂદન કર્યા કરવાના. આપણી ગળથુથીમાં જ આ અંધવિશ્વાસ પાવામાં આવે છે. હું , મારા ઘરમાં, મારી પત્નીને પણ આ બધું સમજાવી નથી શકતો. અને સમજાવવા જઉં ત્યારે કકળાટ થાય છે. હવે , પંચાવન વર્ષના લગ્નજીવન પછી અને ૮૦ એ પહોંચવા આવ્યા હોઇએ ત્યારે બધુ સમજવા છતાં ચુપ રહેવામાં જ સાર લાગે છે.ભારતમાં ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વત કદી નાબુદ થવાના નથી.-એક હજાર ‘મોદી’ આવે તો યે કશું સુધરવાનું નથી.
  નવીન બેન્કર (હ્યુસ્ટન)

  Liked by 1 person

 5. વીજ્ઞાન, ટૅકનોલૉજી, શીક્ષા, ચીકીત્સા, શાસન–પ્રશાસન, લોકતન્ત્ર, સભ્યતા, ભાષા, નૈતીકતા દરેક ચીજ આપણે યુરોપ પાસેથી શીખ્યા; છતાં પણ આ બાબતનો સ્વીકાર કરાવાની આપણામાં નૈતીક હીમ્મત નથી એમ તમે લખો છો. તો અમેરિકા વાલા આપણા કમ્પ્યુટર ઇન્જીનીયરોને સારા મનમાં રાખે છે. એમાં ખોટો શું? I Love my India.

  Liked by 1 person

  1. वैज्ञानिक रिसर्च या इनोवेशन या मौलिक खोज एक विशेष मानसिकता में होती है। पश्चिम में उन्होंने धर्म की गुलामी को नकार दिया और एक नास्तिक और भौतिकवादी अर्थ की विज्ञानदृष्टि पर आधारित समाज का निर्माण किया है। उसी दृष्टि ने जीवन जगत और पदार्थ के हर आयाम पर प्रश्न और सन्देह उठाना सिखाया है जिससे आविष्कार होते हैं।
   भारत में जो बच्चे ये मानते हैं कि कृष्ण ने घोड़े के रथ पर बैठकर एटोमिक मिसाइल चलाई या हनुमान ने छलांग लगाकर सूर्य निगल लिया वे सिर्फ अच्छे आज्ञा पालक बन सकते हैं। तकनीक का कुल जमा अर्थ होता है विज्ञान का आज्ञा पालन। वे विज्ञान को वैज्ञानिक ढंग से चुनौती देते हुए स्थापित विज्ञान का विकल्प या नया अविष्कार नहीं सोच सकते।
   अभी ग्रेविटी को निरस्त करने का विचार चल रहा है। ये विचार वो ही संस्कृति दे सकती है जिसने ग्रेविटी को खोजा हो। जो संस्कृति धर्माज्ञाओं की गुलामी सिखाती है वो संस्कृति कभी विज्ञान को जन्म नहीं दे सकती। ज्यादा से ज्यादा वो विज्ञान के बाबू पैदा कर सकती है जो “सबसे सस्ता या सबसे छोटा या बड़ा” बनाते रहते हैं लेकिन वे “दुनिया का पहला” कुछ भी न बना सकेंगे।
   भारतीय धर्म प्रेमी दूसरे अविष्कार करते हैं जैसे कि स्वर्ग नर्क के बीच लटक रहे पितरों को ब्राह्मण भोज के जरिये खीर पूरी कुरियर करना। जीवन भर स्त्री और मजदूर का शोषण करके और कन्या भ्रूण हत्या करते हुए भी सात कन्याओं को भोजन करवाकर स्वर्ग में अपनी सीट रिजर्व करना – इस तरह के अविष्कार करने में भारतीय सबसे आगे हैं। उनका लोहा दुनिया मानती है।
   इस देश में विज्ञान लाना है तो एक नया और वैज्ञानिक धर्म उससे पहले लाना होगा।

   Liked by 2 people

 6. ” સાધુ–બાબાઓ, બાપુઓ, ગુરુઓ, કથાકારોના ઘાર્મીક પ્રવચનોના ચકકરમાંથી મુક્ત થશું તો જ ભારતમાં નૉબેલ પારીતોષીક પ્રાપ્ત કરનારા વીરલાઓ પેદા કરી શકીશું.”

  આજના ઍકવીસમી સદી ના વાતાવરણને જોતા ઍમ જ લાગે છે કે હિન્દુઓ અને મુસ્લિમો ક્યારે પણ નહીં જાગે અને સાધુ–બાબાઓ, બાપુઓ, ગુરુઓ, કથાકારો, પીરો, અને મુલ્લા મોલવીઓ ના ચક્કર માં ફસેલા રહેશે, અને આપણે આવા બ્લોગો પર ચર્ચા કરતા રહેશું. અંધશ્રદ્ધાળુઑને જગાવવા માટે ઍક મોટી ક્રાંતિ ની જરૂરત છે.

  Liked by 2 people

 7. આવો આપણે સૌ એક મોટી ક્રાંતિ માટે કમર કસીએ.
  રેશનલ વિચારો વહેચતા રહીએ.સંગઠિત થઇ માન્યતાઓ,પરંપરાઓ અને અંધશ્રદ્ધાને વખોડતા જઇએ.
  ભગવાન એક હંબગ તૂત છે,એવું કહેવાની હિંમત રાખીએ.
  લેખ સરસ છે.બ્લોગ સરસ છે.લેખક અને બ્લોગરને ધન્યવાદ.
  @રોહિત દરજી,”કર્મ “,હિંમતનગર
  મો.94267 27698

  Liked by 2 people

 8. Thanks for this thought provoking article. First I would like to know. ….are we crazy and craving for the Nobel prize? Or we are mad about the improvement of our culture? Social texture? Indians are orthodox even today. To be a Nobel prize winner one should be most dedicated lifetime student. Indian social texture is ,except one to five percent dedicated students. And as it is well said in the article Indians are blind followers of Taksadhus. Science and technology has put the world at it’s best of the best knowledge and Indians are crazy for Kathakars. Other point is Scholars in India were not recognize by European countries and people. One example of Gandhiji is the proof. There are several other reasons to consider. Why crave for the Nobel prize? Why not uplift our scholarship to the height where the world will be forced to recognize scholars from India.

  Liked by 1 person

 9. There has been a lot of controversy over Bob Dylan being awarded the Nobel Prize in Literature this year (2016). While the Nobel citation says he deserved it “for having created new poetic expressions within the great American song tradition”, critics think otherwise. The Nobel frenzy is still consuming the world (read Social Media); meanwhile let us take a look at all the Nobel Prize winners who were Indian or shared strong links with our country.

  Indian Citizens Who Won The Nobel Prize
  Rabindranath Tagore – The Nobel Prize in Literature 1913

  The celebrated Indian poet, musician, and painter, Rabindranath Tagore was awarded the Nobel Prize in Literature for “his profoundly sensitive, fresh and beautiful verse”. Also called the Bard of Bengal and Gurudev, Tagore was one of the greatest literary figures of India. He composed the national anthems of India and Bangladesh and the national anthem of Sri Lanka is believed to have been inspired from his poetry. Tagore’s songs, poetry, novels, and essays are now cult classics.

  CV Raman – The Nobel Prize in Physics 1930

  Sir Chandrasekhara Venkata Raman, or CV Raman as he was better known, won the Nobel Prize for Physics in 1930 “for his work on the scattering of light and for the discovery of the effect named after him”. His discovery of what is now known as the “Raman Effect” – the phenomenon of change in wavelength in light rays that are deflected – is a path breaking milestone in the understanding of physics.

  Mother Teresa – The Nobel Peace Prize 1979

  Born in the Republic of Macedonia, Mother Teresa moved to India at the age of 19. She spent the rest of her life here as a Roman Catholic nun and as a missionary serving the “poorest of the poor”. Her humanitarian work led her to establish the Missionaries of Charity. Her reputation as the messiah of the poor and the dying brought in aid from all parts of the world and earned her the Nobel Peace Prize in 1979. She was canonized by the Roman Church in 2016, 19 years after her death.

  Amartya Sen – The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 1998

  In 1998, Amartya Sen was awarded the Nobel Prize in Economic Sciences “for his contributions to welfare economics”. Born in Manikganj (British India) Sen studied economics and went on to teach the subject in many reputed institutions in both the US and the United Kingdom. His research papers on economics and social justice, theories of famines, and welfare economics earned him much recognition and many awards including the Nobel Memorial Prize in 1998.

  Kailash Satyarthi – The Nobel Peace Prize 2014

  Kailash Satyarthi from Madhya Pradesh was awarded the Nobel Peace Prize in 2014 for his “struggle against the suppression of children and young people and for the right of all children to education”. This children’s rights and education activist has dedicated his life away from the spotlight, battling corporates for their use of child labour. He has also brought children’s right of education to the spotlight through his work with UNESCO. He shared this Nobel Peace Prize, 2014 with Malala Yousafzai of Pakistan.

  Indian-born Nobel Laureates

  Har Gobind Khorana – The Nobel Prize in Physiology or Medicine 1968

  Indian-born American biochemist, Har Gobind Khorana was awarded the Nobel Prize for Physiology or Medicine in 1968 along with Marshall W. Nirenberg and Robert W. Holley “for their interpretation of the genetic code and its function in protein synthesis”. The trio’s research established the fact that nucleotides present in nucleic acids (acting as the carrier of a cell’s genetic code) control the process of synthesis of proteins by the cells.

  Subrahmanyan Chandrasekhar – The Nobel Prize in Physics 1983

  The Nobel Prize in Physics 1983 was awarded to Subrahmanyan Chandrasekhar for “his theoretical studies of the physical processes of importance to the structure and evolution of the stars”. Nephew of another Nobel Laureate, Sir CV Raman, Subrahmanyan Chandrasekhar was born in India but eventually moved to the US. His discoveries led to the establishment of the physical process involved in the evolution of stars. He also determined the upper limit of a white dwarf’s mass; this is referred to as Chandrasekhar limit.

  Venkatraman Ramakrishnan – The Nobel Prize in Chemistry 2009

  Indian-born American-British structural biologist Venkatraman Ramakrishnan was awarded the Nobel Prize in Chemistry 2009 along with Thomas A. Steitz and Ada E. Yonath, “for studies of the structure and function of the ribosome”. He is currently President of the Royal Society (of London).

  Nobel Laureates With Indian Links

  Ronald Ross – The Nobel Prize for Physiology or Medicine 1902

  Sir Ronald Ross was born in Almora, part of British India and worked with the Indian Medical Service for a quarter century. Sir Ross enabled us to combat and conquer malaria (which was quite fatal at the time) with his discovery that proved the transmission of the malarial parasite by mosquitoes.

  Rudyard Kipling – The Nobel Prize in Literature 1907

  Rudyard Kipling, the well-known poet and writer was born in Bombay (British India). His love of the country where he was born is rather legendary and he is believed to have based a number of his works such as The Jungle Book on his experiences in India. He was awarded the Nobel Prize in Literature in 1907.

  14th Dalai Lama – The Nobel Peace Prize

  Tenzin Gyatso, the 14th and current Dalai Lama, was awarded the Nobel Peace Prize in 1989 for “the struggle of the liberation of Tibet and the efforts for a peaceful resolution”. The Dalai Lama has become the face of peace and harmony, the world over while at the same time standing up for his convictions about the Tibet issue.

  V. S. Naipaul – The Nobel Prize in Literature 2001

  Sir VS Naipaul was the son of Hindu Indians who had immigrated to Trinidad. With over 30 books to his credit Naipaul was awarded the Nobel Prize for Literature in 2001 “for having united perceptive narrative and incorruptible scrutiny in works that compel us to see the presence of suppressed histories”.

  Summary
  Article NameNobel Prize Winners From India
  Author: Sujatha
  Descriptionlet us take a look at all the Nobel Prize winners who were Indian or shared strong links with our country

  Liked by 1 person

  1. Mr. RKPRODUCE. Yes our India has The Nobel Prize winners. અમને આપના ભારતના નોબેલ પ્રાઈસ વિનરને માટે હૃદયપૂર્વક માં છે. તમે અમારા મનની વાત લખી છે. ધન્યવાદ. dr. અરીહંત લેખમાં કદાચ ભૂલથી આપના Nobel Prize winners ને શરત ચૂકથી ભૂલી ગયા હશે. જય જીનેન્દ્ર

   Like

  2. The national anthem of Bangladesh was written by Rabindranath Tagore ? In reality West Pakistan was created after or around 1947….India’s independence from British. Indira Gandhi liberated West Pakistan and gave name Bangladesh. When Tagore was alive it was India only. “Vande Matram” was written as India’s National Anthem first. The history of ” Jan Gan Man…” is very interesting. Interested may consult the details in Wikipedia…..Thanks.

   Liked by 1 person

 10. A good article, many thanks and congratulations to the author ,Dr. Arvind Arhant and publisher Govindbhai Maru. Why only talk of Nobel prize, which is a very poor record of numbers you can count on your fingers, from the second and soon tobe the largest country by population in the world. What about in the field of sports? how many medals India bagged over these many years. We are good only in talking and bragging and poor in results.I hardly find a friend who is rationalist and think like this except people on this blog. As Qasimbhai rightly said, we are in abject minority and will take perhaps several hundred years for the mass to be awakened and think rationally and scientifically.

  Liked by 1 person

 11. ડૉ. અરવીંદભાઈ અરહંતનો લેખ ગમ્યો, સાથે સાથે ટિપ્પણીઓ પણ!
  વિજ્ઞાનિક અભિગમ ધરાવનારા, રેશનાલીસ્ટ્સ બુધ્ધીજીવીઓ બહુ જૂજ છે અને એની સામે બુધ્ધીબુઠ્ઠાઓના ટોળાંના ટોળાં છે. કપરું ચડાણ છે પણ બીજો કોઈ માર્ગ નથી.
  તુષારભાઈ ભટ્ટ્ની ટિપ્પણીમાં દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીનો ઉલ્લેખ આવ્યો.
  સચ્ચિદાનંદજી એક પ્રખર જ્ઞાતા છે જેમણે ધર્મને સમય અને ઈતિહાસની પરીપાટી પર મૂકીને, વિજ્ઞાનની કસોટીએ ચકાસીને, પૂરાવા સહિત, નહીં કે દંતકથાઓના દાખલાઓ આપીને સાચા અર્થમાં સમજાવ્યો છે. તેઓ માને છે કે ધર્મ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે હોવો જોઈએ, મોક્ષ માટે નહીં. સ્વામીજી એક મહાન ધર્મશાસ્ત્રી, આધૂનિક ધર્મસુધારક, તેમજ સામાજીક સ્પષ્ટ વક્તા અને કાર્યકરતા છે. આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને બીજા બધા કહેવાતા ધર્મના ધૂરંધરોની જેમ એ સામાજીક પશ્નોના ઉત્તર આપવામાં પીછે હઠ નથી કરતા, પરંતુ મક્કમતાથી છાતી કાઢીને સમાજ અને વ્યક્તીઓની વિરુધ્ધ જઈ જવાબ આપે છે. સચ્ચિદાનંદજી સાચું કહેવામાં ક્દી અચકાતા નથી. એમની વાતો અર્થસભર અને સચોટ હોય છે.
  એમના ઘણાં પુસ્તકો વસાવીને વાંચ્યા. ૧૯૯૧માં દંતાલી જઈને મળ્યો. જેવા એમના પુસ્તકો એવુ એમનું વ્યક્તિત્વ, કાચ જેવું પૂરેપૂરું પારદર્શક. એક અલ્પજ્ઞાની ની થોડી વાતો – ચર્ચા-વિચારણા એક જ્ઞાતા સાથે થઈ. વાતો કરતા મેં સ્વામીજીને પૂછ્યું – “આપને લાગે છે કે આ પુસ્તકોથી આપણા સમાજમાં, લોકોની વિચાર ધારામાં ફેર પડશે? અને પડશે તો ક્યારે? અને કેટલો પડશે? ” એમણે હસતા હસતા જવાબ આપ્યો “મારે તો આશાવાદી રહેવું પડેને!” પછી કહ્યું – “ના, ના, જરૂર પડશે, થોડો સમય લાગશે.” મેં કહ્યું – “આ પુસ્તકો વાંચનાર વર્ગ કેટલો? અને વાંચીને વિચારનાર, તેમજ આચરનાર કેટલાં? કોઈ ઉંચા સ્તરે, મોટા પાયા પર, આપના વિચારો વિશાળ જનસમુદાય સુધી પહોંચે, એવુ કાંઈક, ગમે તે રીતે થવું જોઈએ.” એમણે કહ્યું – “ભાઈ, ટોળા તો હું પણ ઉભા કરી શકું, પણ મનને એ ગમતુ નથી.” વર્ષો પહેલાની આ વાત છે. આજે તેઓ કેવું વિચારે છે એની ખબર નથી.
  જીવનના પૂર્વાર્ધના વર્ષોમાં ઘણું બધું કરવું હોય છે અને થોડુંઘણું આપણે કરી શક્યા હોય છે. ઉતરાર્ધમાં સરવૈયું કાઢતાં બહુ ફેર પડ્યો હોય એવું નથી લાગતું. પરંતુ બે ચાર પેઢીએ કાંઈક તો થશેને! આશાવાદી તો રહીએ…!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s