…કેદારનાથજી…
ભારતભુમીમાં જ ફરીફરીને ઈશ્વરના અવતારો કેમ થતા આવ્યા છે? પાપ વધી જાય એટલે ઈશ્વર અવતાર લે છે એવું મોટા મોટા ગ્રંથોમાં લખેલું છે. તો ભારતભુમીમાં જ ફરીફરીને પાપની વૃધ્ધી કેમ થતી હોય છે? અને ફરીફરીને ઈશ્વરના અવતાર આ ભુમીમાં થયા છતાંય આપણી પ્રજા આજે પણ આવી અવનત સ્થીતીમાં કેમ હોય?
જ્ઞાનથી ભરેલા આપણા બહુમુલ્ય ગ્રંથો, આપણી પ્રાચીન ઉચ્ચ સંસ્કૃતી, મહાન પુરુષોની અખંડ પરમ્પરા, એ બધું આપણા ભાગમાં આવેલું હોવા છતાં આજે આપણી આટલી ઘોર અવનતી કેમ થઈ છે? આજે આપણે આપણા જુના ધર્મ પ્રમાણે વર્તતા નથી એમ માનીએ તો પણ હજાર વર્ષ પહેલાં કે તે પહેલાંય આપણે આપણા ધર્મ પ્રમાણે વર્તતા હતા ત્યારે પણ દરેક પરદેશી આક્રમણ સામે ઘણે પ્રસંગે આપણે હાર જ કેમ ખાવી પડી હતી? પરદેશથી આવેલા કેવળ પેટભરા કે લુંટારુઓ પણ હીન્દુસ્તાનમાં સત્તાધીશ અને સમ્રાટ બન્યાનું ઈતીહાસ પરથી જણાઈ આવે છે. આપણે પરસ્પર લડવામાં શુર; પરન્તુ પરદેશી લોકો આગળ ગુલામ અને દીનહીન ગણાતા આવ્યા એનાં કારણો શાં?
દુનીયાના બીજા લોકો કરતાં આપણે વધારે ધાર્મીક અને સુસંસ્કૃત છીએ, તત્ત્વજ્ઞાનનો વીકાસ આપણા દેશમાં સૌથી વધારે થયો છે એમ આપણે સમજીએ છીએ. આ બધી બાબતો ખરી માનીએ, તો બીજા દેશોના લોકો કરતાં આપણે વ્યવહારમાં વધારે અપ્રામાણીક અને સ્વાર્થી કેમ? આપણા દેશબાંધવોને લુંટીને, તેમને નીચોવીને, તેમનું શોષણ કરીને પોતે સુખી થવાની સમાજઘાતક વૃત્તી આપણામાં મોટા ભાગે સર્વત્ર દેખાય છે, તે કેમ?
પુનર્જન્મ અને પરલોક પર શ્રદ્ધા રાખનારા, મોક્ષ, ઈશ્વર વગેરે વીશે આસ્તીક બુદ્ધી ધરાવનારા આપણે પ્રત્યક્ષ ચાલુ જીવનમાં સત્ય છોડીને કેમ વર્તીએ છીએ? ધર્મ વીશે અભીમાન રાખનારા આપણામાં રાષ્ટ્રપ્રેમ અને બંધુપ્રેમનો આટલો અભાવ કેમ જણાઈ આવે છે? રાષ્ટ્ર વીશેના કર્તવ્યની આપણી ઉદાસીનતા રાષ્ટ્રદ્રોહ, પંગુતા, ભીરુતા વગેરે દોષો અને દુર્ગુણમાં કેમ પરીણમે છે? આપણું રાષ્ટ્રીય, સામાજીક, આર્થીક અને કૌટુમ્બીક જીવન બધી બાજુએથી છીન્નભીન્ન થવાનાં શાં કારણો હશે? શરીર અને બુદ્ધીના સામર્થ્યે અને માનસીક પવીત્રતા વીશે આપણી આવી દીનદશા કેમ?
આજ આ ભારતવર્ષમાં લાખો નહીં; પણ કરોડો લોકો એવા છે કે જેમને ખાવાનું પુરું અન્ન મળતું નથી, પહેરવાને પુરતાં વસ્ત્ર નથી, રહેવાને ઘર કે ઝુંપડા નથી. કરોડો બાળકો આજે દુધ વગર જીવન કાઢે છે, જેમ તેમ જીવે છે અને મોટા થાય છે; સૌથી દુ:ખની વાત તો એ કે મહેનત–મજુરી કરવાને તૈયાર એવા હજારો લોકોને કામ મળતું ન હોવાથી ભુખમરો વેઠવો પડે છે. મનુષ્ય–આકારે કેવળ જીવ જ તેમનામાં ટકી રહ્યો છે! આ સ્થીતી દેશમાં વધતી ચાલી છે. આ ઉદ્વેગજનક સ્થીતી છે. આ સ્થીતીમાંયે બંધુદ્રોહી અને દેશદ્રોહી અથવા કોઈ પણ પાપ કરવા માટે પાછું ન જોનારા લાખોપતી કરોડપતી બને છે. કાળાં બજાર કરનારા, લાંચરુશ્વત લેનારા અને આપનારા, માલમાં સેળભેળ કરનારા, યોગ્ય કર ભરવામાં ચોરી કરનારા ધન સાથે માન–પ્રતીષ્ઠા પણ મેળવે છે! આ બધી બાબતોનાં કારણો અને તેના પ્રશ્નોના ઉત્તરો આપણે શોધી કાઢવા જોઈએ.
આપણી ઉન્નતી, ઉદ્ધાર, ગતી, મુક્તી, સાર્થકતા, દીવ્યજીવન કે શુદ્ધજીવન ગમે તે કહો, એ બધું માનવધર્મથી જ પ્રાપ્ત થવું શક્ય છે. તે માટે આપણે શુદ્ધી, સદ્ ગુણ અને પુરુષાર્થ વધારવા જોઈએ. આ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરના અવતારની રાહ જોતા રહેવાની જરુર જણાશે નહીં.
– કેદારનાથજી
લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ અંતીમ પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 16થી 18 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 27–07–2018
“સદ્ ગુણ અને પુરુષાર્થ વીના ઉધ્ધાર કે મુક્તી શક્ય નથી.”
આ ઍકવીસમી સદી માં “નાણા વીના ઉધ્ધાર કે મુક્તી શક્ય નથી.”
કારણ?
૧. પહેલે પૈસા ફીર ભગવાન (ઍક જૂનું ફીલ્મી ગાયન)
૨. જર દેખી મુનીવર ચળે (ઍક ગુજરાતી કહેવત)
૩. પૈસો મારો પરમેશ્વર ને હુ પૈસાનો દાસ (ઍક ગુજરાતી કહેવત)
LikeLiked by 2 people
Good thoughts.
No any so called God will save us from out such vanity. The very root behind this is connected with our religion. We are believing that what we are today is the result of our past. Without coming out from the deep valley of blind faith, it is not possible to get social,economic and political freedom.
LikeLiked by 2 people
‘અભીવ્યકતી’ બ્લોગની આ પોસ્ટમાં બે વીરોધભાષ સ્પષ્ટ દેખાય છે. આપણો, દેશ, ધર્મ, તત્વજ્ઞાન, એમ બધી રીતે આગળ આપણે સમજીએ અને અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, ગરીબાઈમાં આગળ?
લોકો બીજાના ભલાને બદલે ભૃષ્ટાચાર કરી પોતાના દેશવાસીઓનું શોષણ કરે પછી ગરીબ તવંગર બન્ને વર્ગ ગદ્દારી કરે એ પુરી શક્યતા છે.
ભૃષ્ટાચારનો મતલબ થાય છે લોકોને શોષણ કરવામાં રસ છે અને વેદ, ઉપનીષદમાં ઠેર ઠેર ક્ષત્રીય, બ્રાહ્મણ શબ્દના ઉપયોગ અમુક વર્ગમાં અભીમાન ઉભી કરી બધાને પોતાનો વર્ગ ઉભો કરી જાતપાતમાં માને છે.
ગુરુપુર્ણીમાં દીવસની આ પોસ્ટમાં આપણા ગુરુઓએ જે ઠગાઈ કરી લોકોને આત્મા, કર્મમાં ધકેલી દીધેલ છે અને હવે તો કર્મ ભોગવે છુટકો.
રામાયણ મહાભારત રચનાર ગુરુઓએ નુક્શાન કરેલ છે….
LikeLiked by 3 people
To make our next generation stronger logical and rational we have to change our selves. We have to fight with wrong things which our Previous generation has created on the basis of their past (without considering the real reason or logic behind it). I have stopped taking any advise or taking so called blessings from Pa.Pu.Dha.Dhu.sss, They are totally fraud.
One most important aspect on which these so called papudhadhus taking advantage of is
chhokra nathi thata .. aa chhokra nathi thata ene mate nu most important reason aaj ni generation nu body nu PH level che je 7 hovu joie ena badle 3.5 to 4 chhe. means acidic. and acidic body is not able to be fertile. anne loko aa reason na solutions na badle bapuo papuo pase jay che ne tyathi j badho khel sharu thay che. e loko aava abudh loko no pfaydo uthave pachhi paisa padave. aa paisa thi politics and khandha loko jode mali ne public ni halat kharaba kare.aa chakkar chalya j kare che.
Loko ne mobile ma forwarded msg forward karva sivay kya kai navo vichar ave che (more than 90% loko ne).
aa badhi j babat interlink che je lekh ma lakhyu che ema jo amuk vaat alag padti hoy to maaf karjo.
LikeLike
PIYUSHKUMAR BORAD, તમે લખેલ કોમેન્ટ યથા યોગ્ય છે. એમાં હું સહમત છું પણ આપણા દેશમાં પરંપરાગત રૂઢીમા માણનારા લોકો કદાપી તમારી વાતનો સ્વીકાર કરશે નહિ. કોમેન્ટ લખનારા દરેકને સવાલ છે કે તમે જો ખરેખર રેશનાલીસ્ટ હો તો આપના દેશમાં ક્રાંતિ લાવો. જૈનો નવકાર જાપ આત્મ શુદ્ધિ માટે કરે છે. હિંદુ પણ રામ, શંકર ભગવાનને પૂજે છે. મુસ્લિમ લોકો નમાજ પઢે છે. આ બધા આત્મ શુદ્ધિ માટે કરે છે. એમાં લાભની અપેક્ષા રાખતા નથી . જૈનો તીર્થત્રા માં જાય છે.હિંદુ લોકો તીરૂપતી બાલાજી જાય છે. લોકો શિરડી સાઈબાબા ના દર્શના કરવા જાય છે. લાખોમાં લોકો જાય છે. પંઢરપુર તથા દેહુથી ચાલતા ચાલતાલાખો ભક્તો જ્ઞાનબા તુકારામ બોલતા જાય છે. આ બધા લીઓ શ્રદ્ધાપૂર્વક જાય છે. શ્રદ્ધા પરમ દુલ્લહા આ વીર નહાવીર સ્વામીનું વચન છે. એટલે શ્રદ્ધા અતિ દુર્લભ છે. આવા કાર્યમાં હું સહમત છું. ઢોંગી બાબા, દોરા ધાગા વાળા બાબાબોની હું નફરત કરું છું.
ટુકમાં લખવાનું કે રેશનાલીસ્ટ હો તો આપના દેશમાં ક્રાંતિ લાવો. મારી ભુલ ચૂક હોય તો ક્ષમા કરો. .- જય જીનેન્દ્ર
LikeLike
ALL WORDS ARE VERY SUPER. I LIKE YOUR POSITIVE ALTITUDE.
LikeLiked by 2 people
Everry word of Kedar Nath ji is worth pondering- and learn to learn manav Dharma
LikeLiked by 2 people
પૂજ્યશ્રી કેદારનાથજીઅે સો ટચના સોનાના સાચા સવાલો પુછયા છે. તેમણે કબુલ કરી લીઘું છે કે તેમની પાસે જવાબો નથી. મારે કહેવું છે કે ભારતની મહાભારતથી કે રામાયણ કે ગીતા…કે તેની અગાઉથી પરિસ્થિતિ આવી જ હતી અને છે. વર્ણવ્યવસ્થા અને તેનો સમાજમાં મનગમતો ઉપયોગ…પોતાની રીતે કરનાર સ્વાર્થી લોકો જવાબદાર હતાં અને આજે પણ છે. ઘર્મને નામે માનવલોહી ચૂસનારાઓ પેદા થયેલાં અને આજે પણ થાય છે. માનવતાના બણગા ફૂંકનારા અમાનવીય કામો કરીને પૈસાવાળા થાય છે. પેલી વાત યાદ આવે છે કે…‘ ગરીબોની સેવા કરતો સેવક ક્યારે લક્ષાઘિપતી બની જાય છે તે તેને પણ સમજ પડતી નથી.‘. પોલીટીશીયનો આજના જમાનાનાં સૌથી મોટા સમાજના દુ:શ્મનો છે. ભગવાનોના નામે ચરી ખાનારાઓની સંખ્યા ખૂબ ખૂબ મોટી હોવી જોઇઅે…તો જ ઘેંટાના ટોળા જન્મે. માંસ ખાનારા વેસ્ટર્નરો માનવતાની બાબતે વઘુ સારા હોવાનું દેખાય છે….પૂજ્યશ્રી કેદારનાથજીના સવાલો આંખ ઉઘાડનારા છે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
ક્યારે આપણે અને આપનો દેશ સદ્ ગુણ અને પુરુષાર્થ વીના ઉદ્ધાર કે મુક્તી શક્ય નથી આ સ્વીકારીને એવું માનવામા આપણાલોકો ક્યારે તૈય્યાર થાશે? પુરુષાર્થ અને પ્રારબ્ધ સાથે સંકળાયેલા છે. મહમદ જો ડુંગરાપર નાં જઈ શકે તો ડુંગર તેની પાસે આવવાની અપેક્ષા નકામી છે. પુરુષાર્થ તો કરવોજ પડે. કોઈ લાખ કરે ચતુંરાઈરે કરમકા ભેદ મીટે નાં રે ભાઈ. કરમ હી બળવાન નહિ માનવ બળવાન. .પૂજ્યશ્રી કેદારનાથજીના સવાલો આંખ ઉઘાડનારા છે.ધન્યવાદ.
LikeLiked by 1 person
લેખના અંતે લખાયેલ આ સાર સૌ સમજે,એટલે ભયો…ભયો…
” આપણી ઉન્નતી, ઉદ્ધાર, ગતી, મુક્તી, સાર્થકતા, દીવ્યજીવન કે શુદ્ધજીવન ગમે તે કહો, એ બધું માનવધર્મથી જ પ્રાપ્ત થવું શક્ય છે. તે માટે આપણે શુદ્ધી, સદ્ ગુણ અને પુરુષાર્થ વધારવા જોઈએ. આ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા ઉદ્ધાર માટે પરમેશ્વરના અવતારની રાહ જોતા રહેવાની જરુર જણાશે નહીં.”
જોકે, ગતી,મૂક્તિ હંબગ છે.માનવતા મહાન છે.
વિચારો મારી સુધી પહોંચાડનાર ગોવિંદભાઇ મારુ અને લેખક ,તેમજ તાર્કિક ટીપ્પણી કરનાર પણ યશસ્વી છે.
@ રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર મો.94267 27698
LikeLiked by 1 person
If a deeply religious and spiritual person of the calibre of Kedarnathji has had all these questions about all these man made religions and various incarnation of God, past, present and future, then what about people like us who are skeptics and rationalists?
Kedarnathji was a highly evolved spiritualist,but most of all he was Humanist, and Kishorlal Mashroowala took him as his spiritual guru. Even though Kishorlalbhai was a staunch Swaminarayani, as part of family tradition and nurture, he came under deep influence of Kedarnathji,as a seeker of truth and ultimately realized according to his biography by Narhari Parikh.
Kedarnathji never wrote a book, but his followers collected excerpts from his various talks and question, answer sessions, and that book is available as ” Vivek and Sadhna ”
Different kind of article, thanks to all concerned and also to various learned commentators.
LikeLiked by 1 person