જીવનદાન (Donate Life)
લોકોને જીવવા યોગ્ય અને બહેતર વીશ્વ બનાવવાના દૃઢ નીર્ધાર સાથે ડીસેમ્બર 4, 2014ના રોજ સુરતમાં ‘ડોનેટ લાઈફ’ની સ્થાપના કરવામાં આવી છે. આ બીન નફાકારક સ્વૈચ્છીક સંસ્થાના મુખ્ય બે હેતુઓ જોઈએ :
(1) કેડેવર ઓર્ગન ડોનેશન(બ્રેઈન–ડેડ વ્યક્તીના અંગદાન)ની આખી પ્રક્રીયાને સરળતાથી સમજાવીને ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવી.
(2) ભારતભરમાં કીડની અને યકૃત જેવા અંગોના દરદીઓની નીષ્ફળતાની સંખ્યા અને ‘અંગદાન–દાતા’ઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઓછો કરી, વધુમાં વધુ દરદીઓને નવજીવન અપાવવું.
ભારતમાં 20 લાખથી વધુ દર્દીઓ કીડનીની બીમારીથી પીડાય છે અને તેઓ કીડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં દર વર્ષે 2 લાખ દર્દીઓનો ઉમેરો થાય છે. એની સામે વર્ષ દરમીયાન 4,000 કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ પૈકી માત્ર 1 ટકો જ કેડેવેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. હૃદય, લીવર, સ્વાદુપીંડ અને નેત્ર સમ્બન્ધીત રોગોની સંખ્યા પણ આઘાતજનક છે. દર વર્ષે પાંચ લાખ લોકો ‘અંગદાન’ના અભાવે મૃત્યુ પામે છે. આ ચીન્તાજનક પરીસ્થીતીમાંથી વધુમાં વધુ દરદીઓની જીન્દગી બચાવીને નવજીવન બક્ષવાના દૃઢ નીર્ધાર સાથે ‘ડોનેટ લાઈફ’ના સ્થાપક શ્રી. નીલેશ માંડલેવાલાએ 2005થી આ ઉમદા કાર્ય માટે જીવન સમર્પીત કર્યું છે. પાંચ આંગળીઓ ભેગી મળીને જે કામ કરી શકે છે તે એક આંગળી કરી શકતી નથી. તે સુત્રને ધ્યાનમાં રાખીને તેઓએ ‘ડોનેટ લાઈફ’ના સ્થાપક ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોના સહયોગ, સહકાર અને ટીમવર્કથી માનવતાનું આ શ્રેષ્ઠ કાર્ય શરુ કરી, તેઓએ સફળતાના અનેક શીખરો સર કર્યા છે.
સુરત અને સમગ્ર દક્ષીણ ગુજરાતમાંથી 05 ઓગસ્ટ, 2018 સુધીમાં ‘ડોનેટ લાઈફ’, સુરતે બ્રેઈન–ડેડ વ્યક્તીઓના પરીવારજનોને ‘અંગદાન’ અંગે માર્ગદર્શન અને તેનું મહત્ત્વ સમજાવી, ‘અંગદાન’ મેળવીને, ‘ડોનેટ લાઈફે’ અત્યાર સુધીમાં 18 (અઢાર) હૃદયના દાન કરાવ્યા છે. તેમાંથી મુમ્બઈની વીવીધ હૉસ્પીટલોમાં 13 હૃદય (ઈન્ટર નેશનલ રજીસ્ટ્રેશનને કારણે સુરતના બે દીલ મુમ્બઈમાં ટ્રાન્સપ્લાન્ટ થઈને યુએઈ તથા યુક્રેઈનની દીકરીઓમાં ધબકે છે), અમદાવાદની કેર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ(CIMS)માં 3 હૃદય, ચેન્નઈની હૉસ્પીટલમાં 1 હૃદય અને ઈન્દોરની હૉસ્પીટલમાં 1 હૃદય પ્રત્યારોપણ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.ભારતભરમાં અને વૈશ્વીકસ્તરે 624 (છસ્સો ચોવીસ) દરદીઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
ઈન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદમાં જે કેડેવરીક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી પચાસ ટકાથી વધુ અંગદાન ‘ડોનેટ લાઈફ’, સુરતે કરાવ્યા છે. મુમ્બઈની ફોર્ટીસ હૉસ્પીટલમાં થયેલ ટ્રાન્સપ્લાન્ટના 20% હૃદય–પ્રત્યારોપણ ‘ડોનેટ લાઈફ’ સુરતે સાકાર કર્યાં છે. સત્તાવાર રીતે આ આંકડાઓ જોઈએ તો ગુજરાત રાજ્યમાં સુરત જેવી નહીં; પણ સુરતના આંકડાઓની નજીકની કામગીરી અન્ય કોઈ શહેર કે મહાનગર કરી શક્યું નથી.
હેલીકોપ્ટર દ્વારા હૃદયનું પરીવહન
ગુજરાતભરમાં પહેલી વખત સુરત શહેરમાં 18 (અઢાર) વખત હૉસ્પીટલથી ઍરપોર્ટ સુધીના માર્ગનો ‘ગ્રીન કૉરીડોર’ રચવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસે તે અંગે ખાસ જાહેરનામું પણ પ્રસીદ્ધ કર્યું છે. પશ્ચીમ ભારતમાં સૌ પ્રથમ વખત ‘ડોનેટ લાઈફ’ દ્વારા સુરતથી આંતરરાજ્ય કક્ષાએ હૃદય–વહન કરીને મુમ્બઈની હૉસ્પીટલોમાં સફળ પ્રત્યારોપણ કરવાની પહેલ કરી હતી.
ગુજરાત રાજ્યમાં હાડકાઓનું દાન મેળવવામાં પણ ‘ડોનેટ લાઈફ’, સુરતને સૌ પ્રથમ સફળતા મળી છે.
ટ્રાફીક સીગ્નલ પર ‘અંગદાન’ ઝુમ્બેશ
‘ડોનેટ લાઈફ’ની પ્રસંશનીય કામગીરીથી પ્રેરાયને બ્રીટીશ ડેપ્યુટી હાઈ કમીશ્નર જ્યોફ વેઈને સુરત શહેરને ગુજરાતનું ઓર્ગન ડોનેશનનું કેપીટલ ગણાવ્યું હતું.
અંગદાતાના સ્વજનોના સન્માન પ્રસંગે મહામહીમ રાષ્ટ્રપતી શ્રી. રામનાથ કોવીંદ, મહામહીમ રાજ્યપાલ શ્રી. ઓમ પ્રકાશ કોહલી, મુખ્યમન્ત્રી શ્રી. વીજય રુપાણી, ‘ડોનેટ લાઈફ’ના સ્થાપક શ્રી. નીલેશ માંડલેવાલા અને અંગદાતાના સ્વજનો
‘ડોનેટ લાઈફ’ સુરત મારફત છેલ્લા એક વર્ષમાં બ્રેઈન–ડેડ વ્યક્તીઓના અંગોનું દાન મેળવ્યું હતું, તેમના સ્વજનોનું સન્માન તા. 29 મે, 2018ના રોજ સુરતમાં મહામહીમ રાષ્ટ્રપતી શ્રી. રામનાથ કોવીંદે કર્યું હતું. આ સમારોહમાં ગુજરાતના મહામહીમ રાજ્યપાલ શ્રી. ઓમ પ્રકાશ કોહલી તેમ જ મુખ્યમન્ત્રી શ્રી. વીજય રુપાણી પણ ઉપસ્થીત રહ્યા હતા. આ સર્વ મહાનુભવોએ અંગદાતાના સ્વજનોની તથા ‘ડોનેટ લાઈફ’ સુરતની પ્રસંશા કરીને સર્વને બીરદાવ્યા હતા. ‘અંગદાતા’ મૃતકના ગરીબ બાળકોના શીક્ષણની ચીંતાય ‘ડોનેટ લાઈફ’ કરે છે તેની ખાસ નોંધ લઈને સમાજના વધુને વધુ લોકોને આ કાર્યમાં તન–મન–ધનથી સહભાગી થવા તેઓએ અપીલ પણ કરી હતી.
‘ડોનેટ લાઈફ’ સુરત શહેર અને દક્ષીણ ગુજરાતમાં ‘અંગદાન’ અંગે જાગૃતી ફેલાવવા શાળા/ કોલેજોના કાર્યક્રમો, જ્ઞાતીના મેળાવડાઓ, જાહેર કાર્યક્રમો, જાહેર પ્રદર્શનો, શેરી નાટકો, વૉક ફોર ઓર્ગન ડોનેશન, પતંગ ઉત્સવ યોજીને તેમ જ સુરતના ટ્રાફીક સીગ્નલ પર ‘ડોનેટ લાઈફ’ના પદાધીકારીઓ અને સ્વયંસેવકો પહોંચી જઈને સર્વને માર્ગદર્શન આપે છે.
સુરતની ‘ડોનેટ લાઈફ’ સંસ્થા ચૅરીટી કમીશ્નરશ્રી, સુરતમાં નોંધણી નં. E–7652થી નોંધાયેલી સંસ્થા છે. આ સંસ્થાને મળેલું દાન ‘આવકવેરા અધીનીયમ 1961’ની કલમ : 80 (જી) (5) હેઠળ કરમુક્ત છે.
‘ડોનેટ લાઈફ’, સંસ્થાના પદાધીકારીઓ અને સ્વયંસેવકો
‘ડોનેટ લાઈફે’ તા. 6–12 ઓગસ્ટ, 2018 દરમીયાન‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે આણંદ શહેર તેમ જ આજુબાજુના વીસ્તારોમાં ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવા દીવસમાં બે વખત સેમીનારો અને કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. 10 ઓગસ્ટ, 2018ની સવારે 10.00 કલાકે આણંદના ચારુ સેટ કૅમ્પસ, ચાંગા–388 421 ખાતે યોજાનાર સેમીનારમાં ‘અંગદાન’ અંગેના લેખો અને પ્રેરણાદાયી સાચા કીસ્સાઓની સચીત્ર અને રુપકડી ‘ઈ.બુક’ ‘અંગદાનથી નવજીવન’નો લોકાર્પણ થશે. લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ પરથી, તે ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે.
ધર્મ, જ્ઞાતી–જાતી, ઉચ્ચતા–શુદ્રતા, અમીર–ગરીબના ભેદભાવ ત્યજીને લોકો ‘અંગદાન’ કરશે તો પ્રત્યારોપણની રાહ જોતા દરદીઓને નવજીવન અને નવી રોશની પ્રાપ્ત થશે. ‘ડોનેટ લાઈફ’ સંસ્થા, આઈ.ડી.બી.આઈ. બેંક સામે, કાસા નગર, કતારગામ, સુરત–395 004 સેલફોન : +91 75730 11101/ 75730 11103 સરનામે સમ્પર્ક કરી, અથવા વેબસાઈટ : http://www.donatelife.org.in/ ની મુલાકાત લઈને વધુને વધુ ‘અંગદાન’ કરવા સૌને વીનન્તી છે.
–ગોવીન્દ મારુ
લેખક–સમ્પર્ક : ગોવીન્દ મારુ, 405, સરગમ કો – ઓ હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, પોસ્ટ : એરુ એગ્રીકલ્ચર કોલેજ – 396 450. વીજલપોર. જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેઈલ : govindmaru@gmail.com
‘ડોનેટ લાઈફ’, સુરતના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા સાથે થયેલ વાર્તાલાપમાંથી, ‘ડોનેટ લાઈફ’, સંસ્થા અને તેના પ્રમુખશ્રીના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 06–08–2018
જેની શરુઆત સબળ તેનું જીવન સબળ…. (હાલે આપણે અંતની વાત નથી કરતાં… કહેવતને પુરી કરવા માટે.)
જીવનદાનની વાતો અને તેનાં અંકોની માહિતિ મેળવી. આનંદ થયો. મારા અેક મિત્રને હૃદયદાન મળેલું છે. તેઓ વિરજીનીયામાં રહે છે.
૧. ભારત જેવા વઘુ વસ્તી ઘરાવતાં દેશમાં વસ્તીના પ્રમાણમાં મરણના આંકડાઓનો હિસાબ કદાચ ભારત પાસે નથી. મરણનાં કેટલાં ટકા શરીરો અંગ દાન વિના ચાલી જાય છે ? આ ગણત્રી કરીને કેમ કરીને વઘુ ને વઘુ અંગદાન કરનારા બનાવી શકાય તે કાર્ય હાથપર લેવું જોઇઅે.
૨. દરેક હોસ્પીટલોમાં આવતાં દર્દીઓને સમજ આપીને દાનવીર બનાવવા જોઇઅે.
૩. ગુજરાત સરકારે વઘુ મદદ કરીને દરેક મોટા શહેરોમાં લોકસમજ અને હોસ્પીટલોમાં પ્રત્યારોપણની સગવડો ઉભી કરવી જોઇઅે.
લોકસેવકો, સ્વયંસેવકોની મોટા પાયે જરુરત બની છે.
સુંદર કર્મ છે. વઘુ ને વઘુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
અેક વાત યાદ આવી…..
દરરોજ રેલ મુસાફરી કરનારાઓ અને રસ્તા ઉપર કાર અેક્સીડન્ટમાં જાન ગુમાવનારા યુવાનોના અ.ગો સૌથી વઘુ ‘ અંગદાન‘ માટે યોગ્ય હોય છે….યુવાન હોય છે. અ.ગદાન આપનાર અને લેનારના ક્રોમોસોમ્સ કે જે કોઇ ટેસ્ટ મેળવવાના હોય તે કરીને જીવનદાન પૂર્ણ કરી શકાય. અંગદાન લેનારની બઘી જ રીક્વાયરમેંટની હોસ્પીટલને માહિતિ હોય જ છે. ફક્ત આપનાર તેની સાથે મેચ થાય છે કે નહિ તેજ તપાસવાનું બાકી હોય છે. અેક મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
This is a most welcome venture, and Surat has been a leader in this endeavor is very appropriate. Surat has been a torch bearer in social awakening for past 175 or more years, and now a leader in organ donation movement in western India, at least.
Wish a great success to this cause and hope that more and more people start thinking about the importance of organ donation.
Hearty congratulations to Naresh Mandlewala and this organization of Donate Life.
Many thanks to Govindbhai for this publicity and putting on this blog.
LikeLiked by 1 person
નમસ્તે ગોવિંદભાઇ,
અંગદાન એ વસ્ત્ર,અન્નદાન જેટલુ જ મહત્વનું છે. આપણે ત્યાં મોડે મોડેય જાગૃતિ આવી એ આનંદની વાત છે. એના અનુસંધાનમાં એક કહેવત કહુ? વડીલો કહેતા કે ‘પહેલા મળે ફાંટમાં ને પછી મળે વાણીયાના હાટમાં’ મતલબ ખેડુતના ખેતરમાં મોસમ સમયે અનાજ કઠોળ, આકભાજી બધુ ઢગલાબંધ હોય. જો સચવાય નહિ તો બાકીના સમયમાં વાણીયાની દુકાને લેવા જાવું પડે. એમ કુદરત આપણને દાંત, આંખ, કાન બધું એક વખત મફત આપે. આપણે જો સાચવીએ નહિ તો બીજી વખત ડોક્ટરની કલીનીકમાં કે લેબોરેટરીમાથી મળે પણ મફત નહિ. એટલે અંગદાનથી કોઇની જીંદગી સહ્ય બનતી હોય તો એનાથી આગળ વધીને કોઇ પુણ્યનું કામ નથી.
LikeLiked by 1 person
બહુ સુંદર અને આજના જમાનાના ‘પુણ્યકાર્ય’ બતાવતો superb લેખ..
કેટલાયે ટ્રેડ યુનિયનો કે પછી અનામતના ઝંડા લઈને ફરતાં અને માઈલો લાંબી કુચ કરતાં, રસ્તાઓ જામ કરતાં સરઘવાળાઓ જો આવી ઝુંબેશનો ફેલાવો કરે તો સમાજમાં કેટલી બધી જાગૃતિ આવે… પણ, બિલાડીને ગળે ઘંટ કોણ બાંધવા જવાના, અને જાય તો જનારાના અંગોની કોઈ ગેરંટી ખરી..!!??
LikeLiked by 1 person
અંગદાન મહાદાન
અંગદાન જીવનદાન.
શ્રેષ્ઠ માહિતી દર સોમવારે મળી.
આભાર.
મિડિયાકર્મી ગોવિંદભાઇ મારુની આહ્લેકને સલામ.
@ રોહિત દરજી ‘ કર્મ ‘ ,હિંમતનગર
LikeLiked by 1 person
Best initiatives
LikeLiked by 1 person
Reblogged this on and commented:
શ્રી ગોવિંદભાઈ ! ખૂબજ સુંદર લેખ અન્યોને પ્રેરણા મળે તેવો લેખ. મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર અને ધન્યવાદ !
LikeLike
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘જીવનદાન’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike
સચિત્ર ચિંતન કરવા જેવો લેખ. લેખક અને સંપાદક ને ધન્યવાદ.
LikeLiked by 1 person