‘અભીવ્યક્તી’ બ્લૉગ પર નીયમીત, સચોટ અને મુદ્દાસર પ્રતીભાવ લખનારા વડીલમીત્ર શ્રી. અમૃતભાઈ હઝારીએ પોતાના અન્તરના ઉમળકાથી ‘અભીવ્યક્તી’ની 11મી વર્ષગાંઠ નીમીત્તે આ લેખ લખીને મોકલ્યો છે. આપ સૌ સમક્ષ તે મુકતાં હર્ષ અને આનન્દ અનુભવું છું. ‘અભીવ્યક્તી’ના દુરસુદુર વસેલા સર્વ શુભેચ્છકમીત્રો, લેખકમીત્રો, વાચકમીત્રો, પ્રતીભાવકમીત્રો તથા આ લેખના લેખક અમૃતભાઈનો હું અંત:કરણથી આભાર માનું છું.
– ગોવીન્દ મારુ
‘અભીવ્યક્તી’ની હરણફાળ
–અમૃત હઝારી
‘અભીવ્યક્તી’ બ્લૉગ 10 વરસની હરણફાળ ભરીને 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે ‘અભીવ્યક્તી’ના વાચકોને, ચર્ચામાં ભાગ લઈને પોતાના વીચારોની લહાણી કરનાર પ્રતીભાવકોને, લેખક ભાઈ–બહેનોને અને બ્લૉગના સમ્પાદક ગોવીન્દભાઈ મારુને હાર્દીક અભીનન્દન.
સમાજોન્નતીના આ મહાયજ્ઞને વીરોધીઓની જાળમાંથી છોડાવીને પોતાનું તપ જારી રાખી, સમાજસેવા ચાલુ રાખવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સૌ ભાગીદારોને ફરી એકવાર હાર્દીક અભીનન્દન.
માણસ જ્યારથી જનમ્યો અને કુદરતમાં, વાતાવરણમાં બનતી ઘટનાઓ સમજી ના શક્યો ત્યારથી જ સમાજમાં, શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા જન્મી ચુક્યાં છે. કુદરતે(કોઈ કદાચ કહેશે કે ભગવાને, અલ્લાએ, જીસસે) બીજા સૌ જીવોથી જુદી ચૈતન્યશક્તી સ્વરુપે મગજ આપીને માણસને ઉપકૃત કરેલો છે. (બીજા જીવોમાં હું પ્રાણી અને વનસ્પતી, બન્નેને સમાવું છું.)
માણસ જ્યારે માનવ બને છે ત્યારે તેની વીચારવાની રીતો, તેની આસપાસ બનતી ઘટનાઓને સમજવાની શક્તી અને તે નવી વીચારધારાને પોતાના જીવનમાં ઉતારીને વર્તનમાં રોપવાનું કર્મ, અન્ધશ્રદ્ધાની નાગચુડમાંથી મુક્તી અપાવે છે. અન્ધશ્રદ્ધાને સમજાવતા એક સન્તે કહેલું : ‘Absolute proof of blind belief is destructiveness.’ મહાન ચીંતક એરીસ્ટોટલે સુન્દર વાત કહી હતી : ‘Educating the mind without educating the heart is no education at all.’ આપણી જુની પેઢીની વીચારધારાને પકડીને જીવનારાઓ માટે, આજના ડીજીટલ વીજ્ઞાનના જમાનામાં કહેવાયું છે : ‘You cannot reach for anything new if your hands are still full with yesterday’s junk.’ આલબર્ટ આઈનસ્ટાઈને આંખ ખોલનારી વાત કરી હતી : ‘Blind belief in authority is the greatest enemy of TRUTH.’ અને એક વીચારક કહે છે કે : ‘Blind faith is belief without true understanding, perception or discrimination.’
પરદેશી વીચારકોના વીચારો જાણ્યા. ભારતે પણ યુગોથી આવા સન્તો આપણને આપ્યા છે કે જેઓેએ સમાજ સુધારા માટે, સચ્ચાઈની સોડમાં જવાના રસ્તાઓ બતાવ્યા છે. ઘણી વેળાએ ‘શેઠની શીખામણ ઝાંપા સુઘી’ જેવી ઘટના બને છે. માટે જ મહાવરો બન્યો છે : ‘સ્મશાનવૈરાગ્ય’. તેને સમજાવવા જુદા સ્વરુપે કોઈએ કહ્યું છે કે : ‘ઉમ્મરલાયક તો આપમેળે થઈ જવાય; પણ લાયક થવામાં ઘણીવાર આખી જીન્દગી ટુંકી પડે છે.’ માટે જ કહેવાયું છે કે ભારતમાં 2018ની સાલમાં પણ ‘લોકોને અન્ધશ્રદ્ધામાં વધુ શ્રદ્ધા બની રહે છે.’ અખા ભગત કે કબીરજી તેમના ભક્તોને અન્ધશ્રદ્ધામાંથી મુક્તી અપાવવા જીવન જીવી ગયાં.
પરન્તુ, સ્નેહીશ્રી ગોવીન્દભાઈએ ‘અભીવ્યક્તી’ને જન્મ આપીને, તેની પ્રતીબદ્ધતા સાથે માવજત કરીને, તેને પોષણ આપતા સ્વયંસેવકોને ભેગા કરીને, તેમના પોતાના જેવા વીચારોવાળા અને કદાચ થોડા જુદા વીચારોવાળા સૈનીકોને ભેગા કરીને એક રૅશનલ બીડું ઝડપ્યું છે. વીજ્ઞાનની હરણફાળ અને તેનાં નવાંનવાં સંશોધનો દ્વારા મળતાં લાભો મેળવીને, સમાજનો સારો એવો ભાગ, ગોવીન્દભાઈના આ ભગીરથ પ્રયત્નના પ્રતાપે અન્ધશ્રદ્ધા મુક્ત થતો જાય છે; જે કરોળીયાની જાળ બંધાતી દેખાડે છે. ‘અભીવ્યક્તી’ આવવાની રાહ જોતાં વાચકો ચર્ચાને ચોરે ભેગા થવા માંડે છે. સત્ય તો એ છે કે : દરેક વીચારકને પોતપોતાનાં વીચારો હોવાનાં જ; છતાં પણ આ બ્લૉગ તેમના વીચારોને વધુ ઉજ્જવલ, સંવર્ધીત બનાવવામાં મદદરુપ થાય છે.
આપણા સમાજમાં ચાલતી બદીઓ, અન્ધશ્રદ્ધાઓ, જુનવાણી વહેવારો, સામાજીક દુષણો વગેરેને દુર કરવાની હામ ભીડનાર સુરતની ‘સત્યશોધક સભા’ જેવી સંસ્થાઓને સમ્પુર્ણ સહકાર આપવા ઉપર ભાર આપવો જરુરી છે. નવપલ્લવીત બાળકોને તેમની પ્રાથમીક અને હાયર સેકન્ડરી સ્કુલમાં જ્ઞાન આપીને અન્ધશ્રદ્ધાની નાગચુડમાંથી છોડાવવાનું મુખ્ય કર્મ સરકારે હાથ ઉપર લેવું જરુરી સમજું છું; પણ જ્યારે સરકાર ચલાવનારા મીનીસ્ટરો જ અન્ધશ્રદ્ધાના ભક્ત બનીને સામાન્ય પ્રજાને ખોટે રસ્તે દોરે ત્યારે કહેવું જ પડે કે : ‘ઘરનો માલીક પોતે જ જો ચોર હોય તો બાળકોને ચોરીથી દુર રહેવાનું કેવી રીતે શીખવી શકાય?’
સ્નેહીશ્રી ગોવીન્દભાઈનો આ યજ્ઞ હમ્મેશાં ચાલતો રહે, પ્રકાશ પાથરતો રહે અને પોતાનાં કર્મધર્મને પરીપુર્ણ કરે તેવી હાર્દીક શુભેચ્છા. અમે સૌ આ યજ્ઞમાં તમારી સાથે જ છીએ. સફળતા આ યજ્ઞની છે.
–અમૃત હઝારી
લેખક–સમ્પર્ક :
અમૃત હઝારી, ન્યુ જર્સી, અમેરીકા. ઈ.મેલ : hazariamrut@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પોસ્ટ કર્યા તારીખ : 17/08/2018
Beautifully true writing…
LikeLiked by 1 person
હું શ્રી. હજારી સાથે સમ્પુર્ણ સમ્મત છું. શ્રી. ગોવીન્દભાઈને ખુબ ખુબ અભીનન્દન.
LikeLiked by 1 person
શ્રીમાન ગોવીન્દભાઈનો ઝળહળતો અને સદાયે ચમકતો આ અભીવ્યક્તી નો યજ્ઞ સફળતા થી ચાલતો રહે, પ્રકાશ પાથરતો રહે અને પોતાનાં મીશન ને પરીપુર્ણ કરે તેવી હાર્દીક શુભેચ્છા સાથે..
LikeLiked by 1 person
અમ્રુત હજારીનો વિશ્વાસ પરિપૂર્ણ થાય અને ગોવિંદભાઈનું અંધશ્રદ્ધાળુઓમાં જાગ્રુતિ લાવવાના અભિયાનને સફળતા મળે એ માટે અંતરની શુભકામના.
LikeLiked by 1 person
Abhivyakti na sampadak Govindbhai temaj badha lekhako temaj vachako ne abhivyakti na 10 varas purna karva badal abhinandan ane aa andhshradhdha nabudi prayatna sadaye chalto rahe tevi apeksha.
Biju amrut bhai lakhe chhe te school ma thij andhshraddha nabudi thai te jaruri chhe pan tena mate china jevi rational government joiye jyare aapne tyato ekdam viprit babat e chhe ke sarkar ma vethela adhikario ane netaoj andhshradhdha ne protshahan aape chhe.
LikeLiked by 1 person
Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
ભાઈશ્રી ગોવિંદભાઈ અને અમૃતભાઈ બન્ને મારા અત્મીયમિત્ર છે. અંધવિશ્વાસ અને સમાજ સુધારણા માટે પ્રગટ થતા દરેક આર્ટિકલ અંગે અમૃતભાઈની અભ્યાસપૂર્ણ ટિપ્પણી હોય જ છે. આજે મારા સિનિયર બલોગર મિત્ર ગોવિંદભાઈને હાર્દિક શુભેચ્છા સાથે મિત્ર અમૃતભાઈનો અભિનંદન પત્ર રિબ્લોગ કરું છું.
LikeLiked by 1 person
આદરણીય વડીલ પ્રવીણકાંતજી,
આપના બ્લૉગ ‘પ્રવીણ શાસ્ત્રી અને મીત્રોની વીવીધ વાતો’ પર આદરણીય શ્રી. અમૃતભાઈ હઝારીનો લેખ ‘અભીવ્યક્તી’ની હરણફાળ’ને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ તેમ જ હાર્દીક શુભેચ્છા પાઠવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
..ગોવીન્દ મારુ
LikeLiked by 1 person
અભિનદન ગીવિંદ ભાઈ
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઈ,
તમારા આભારને થોડાક ખંચકાટ સાથે સ્વીકારવા પડે છે. કેમકે તમે દશ વર્ષથી સખત મહેનત કરીને “અભિવ્યક્તિ”ને શિખર પર પહોંચાડ્યું છે. અમારા જેવા રાઈટરો તો એ શિખરના પગથિયા સમાન છે. પહેલી નજરે ઝટ ખ્યાલ ન આવે એવી વાત એ છે કે જેમ મારી જે કાંઈ થોડી ઘણી પ્રગતિ થઈ શકી છે તેમાં મારી પત્નીનો અદ્રશ્ય ફાળો બહું મોટો છે. તેમ તમારા શ્રીમતીજી મણિબેનનો પણ તમારી પ્રગતિમાં બહુ મોટો ફાળો છે. કેમકે આપણે સતત આપણી પ્રવૃત્તિમાં ગળાડૂબ રહીએ છીએ. આપણી એ અતિ વ્યસ્તતાને સહેજ પણ બોર થયા વિના એ લોકો ચલાવી લે છે તે પણ એક પ્રકારનો અદ્રશ્ય સહકાર છે. આપણે બન્ને એ રીતે નસીબદાર છીએ કે પત્ની અને બાળકો આપણને મનગમતું કામ કરવા દે છે. અંતમા એટલું કહીશ કે તમે “અભિવ્યક્તિ”નું “બીગબજાર” ન ઊભું કર્યું હોત તો દેશ વિદેશોમાં અમારી આટલી પ્રસિદ્ધિ ન થઈ શકી હોત. એટલે “અભિવ્યક્તિ”ને આટલા વર્ષોમાં જે જબરજસ્ત સફળતા મળી છે તે માટે ખરા અભિનંદનના અધિકારી તમે છો. અમારી દશા તો કાવડિયા જેવી ગણાય. અમે ખભે સાહિત્યની કાવડ ભેરવી શિરડી જવા નીકળી પડ્યા છીએ. ખરું મહત્વ તો શિરડીના સાંઈબાબાનું છે. “અભિવ્યક્તિ”ના અગિયારમાં વર્ષના પ્રવેશને હું (દેશવિદેશના તમારા સેંકડો વાચકોની જેમ જ) અંતરના ઉમળકાથી વધાવું છું. અમારા બન્નેના દિલી અભિનંદન સ્વીકારશો.
અંતમા બીજી એક ખાસ શુભેચ્છા પાઠવું કે હવે પછી સત્યશોધક સભા દ્વારા આયોજીત “રમણ પાઠક સુવર્ણચંદ્રક” તમને મળે. અમારી દ્રષ્ટિએ એ એવોર્ડ હવે પછી તમને મળશે જ.. પણ એવોર્ડ તમને મળશે તો પણ મારા દિલની વાત કહું કે એવોર્ડવાળા મોડા પડેલા કહેવાશે. કેમકે સમગ્ર દેશમાં રેશનાલિઝમનો જ બ્લોગ ચલાવીને માત્ર રેશનાલિઝમનો જ પ્રચાર કરતો હોય એવો એકમાત્ર બ્લોગ “અભિવ્યક્તિ” છે. આ અંધશ્રદ્ધાળુ દેશમાં સત્યનો આવો પ્રચાર કરનારા રમણ પાઠક પછી તમે છો. તમને ફરી ફરી અભિનંદન.
–દિનેશ પાંચાલ (નવસારી)
LikeLiked by 1 person
સરસ લેખ. આનાથી ભાઈશ્રી ગોવીન્દભાઈને વધુ પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. હાર્દીક આભાર શ્રી. અમૃત હઝારીનો.
LikeLiked by 1 person
It is a very beautiful article for us. My heartily congratulation to you.
I am very thankful to you.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
ગોવિંદભાઇ એવા છે વ્યક્તિ,
એમનો બ્લોગ છે અભિવ્યક્તિ,
રેશનાલીઝમની કરે એ ભક્તિ,
સેવા કરવા કાયમ રહે શક્તિ,
અર્પે ‘રોહિત’ આ પ્રેરણાપંક્તિ.
ઉપરાંત, અમૃત હજારીજીને અભિનંદન.
@ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર
LikeLiked by 1 person
My hearty congratulations to Abhivyakti and Govindbhai;
And best wishes for a long and happy life.
— Subodh Shah
LikeLiked by 1 person
ભાઈ શ્રી ગોવિંદ મારું ને ‘અભિવ્યક્તિ’ ના દસ વર્ષ પુરા કરી ૧૧માં વર્ષમાં પદાર્પણ કરવા માટે ખુબ, ખુબ અભિનંદન.
આ ભાગીરથ કાર્ય માટે એમણે સમય, મહેનત અને આર્થિક કુરબાની આપી એ માટે એમનો આભાર. સમાજમાં ફેલાયેલ અંધવિશ્વાષને દૂર કરવાના એમના તથા એમના મિત્રો સહયોગીઓના અથાક પ્રયત્નો ને વધુ સફળતા મળે એવી ઈચ્છા.
અંધવિશ્વાશને દૂર કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો થઇ રહ્યા છે. દુનિયાના અન્ય દેશોમાં આ પ્રયત્નોએ ગતિ પકડી અને એમના ફળ પણ દેખાઈ રહ્યા છે. કમનસીબે ભારતમાં પ.પૂ.ધ.ધૂ અને પીરોની સંખ્યા ઘટવાના બદલે વધી રહી છે. વાસ્તવિકવાદ અને માનવતાવાદીઓને એક પછી એક ગોળીએ દેવાઈ રહ્યા છે. સરકારો પણ અંધવિશ્વાશને પ્રોત્સાહિત કરી રહી છે. સરકારોના સાથ સહકાર વિના સફળતા સહેલાઈથી નહીં મળે.
ગોવિંદ મારુ ભાઈને એટલુંજ કહેવાનું કે ધ શો મસ્ટ ગો ઓન.
ફિરોજ ખાન
ટોરોન્ટો, કેનેડા.
LikeLiked by 1 person
गोविंदभाईनी पीठ थाबडुं छुं.
राज्यनो शिक्षणमंत्री भूवा धूणावतो होय अने तेनुं
जाहेर सन्मान करतो होय ते माहोलमां रेशनल विचारो
वहेंचवानुं काम जबरी हिम्मत मांगी ले छे.
साथे प्रतिबद्धता अने चोक्कसाई विना आ काम न
थई शके. जे काम शिक्षणतंत्रे, शाणा-कोलेजोऐ, युनिवर्सिटीओऐ करवानुं होय; ते काम एकला हाथे
गोविंदभाईऐ हाथ घरेल छे. खूब खूब अभिनंदन.
LikeLiked by 1 person
ખુબ ખુબ અભિનંદન અભિવ્યક્તિ બ્લોગ બનાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
LikeLiked by 1 person
સમાજોન્નતીના આ મહાયજ્ઞને વીરોધીઓની જાળમાંથી છોડાવીને પોતાનું તપ જારી રાખી, સમાજસેવા ચાલુ રાખવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સૌ ભાગીદારોને ફરી એકવાર હાર્દીક અભીનન્દન.
શ્રી અમૃતભાઈ ના આ અને બીજા કથનો સાથે હું મારો સુર પુરાવું છું. વ્યક્તિઓના વિચારોની અભિવ્યક્તિ માટે
અભિવ્યક્તિ બ્લોગ એક ઉત્તમ માધ્યમ બન્યું છે.
LikeLiked by 1 person
ખુબ ખુબ ધન્યવાદ
આ વિવિધતા સભર web site આનંદનો રસથાળ લાવે છે,
મા ગુજરાતીના ચરણોમાં આળોટવાની મઝા લૂંટી શકાય છે,
આપનું Hard work મારો દિવસ ઝગમગતો કરે છે
આપનું લાંબું આયુષય અને સારી તંદુરસ્તી ઈચછુ છુ
LikeLiked by 1 person
અભીવ્યક્તીની આ કાર્યવાહી માટે ગોવીન્દભાઈ મારુ અને એમની ટીમને ખુબ ખુબ હાર્દીક અભીનંદન…
જેમને પોતાના રેશનલ વીચારો લખીને ભાવ પ્રતીભાવ વ્યકત કરવા હોય એમને માટે આ પ્લેટફોર્મ છે અને વીદ્ધવાનોએ એનો પુરેપુરો લાભ લીધેલ છે.
આ પ્રવૃતીમાં હજી નવા નવા અને યુવાનો જોડાય અને પોતાનો મત વ્યક્ત કરે એ જરુરી છે.
LikeLiked by 2 people
ભાઈ શ્રી ગોવિંદ મારું ને ‘અભિવ્યક્તિ’ ના દસ વર્ષ પુરા કરી ૧૧માં વર્ષમાં પદાર્પણ કરવા માટે ખુબ, ખુબ અભિનંદન.
શ્રીમાન ગોવીન્દભાઈનો ઝળહળતો અને સદાયે ચમકતો આ અભીવ્યક્તી નો યજ્ઞ સફળતા થી ચાલતો રહે, પ્રકાશ પાથરતો રહે અને પોતાનાં મીશન ને પરીપુર્ણ કરે તેવી હાર્દીક શુભેચ્છા સાથે..
LikeLiked by 2 people
we also give our Ahuti in this Yagna: “સ્નેહીશ્રી ગોવીન્દભાઈનો આ યજ્ઞ હમ્મેશાં ચાલતો રહે, પ્રકાશ પાથરતો રહે અને પોતાનાં કર્મધર્મને પરીપુર્ણ કરે તેવી હાર્દીક શુભેચ્છા. અમે સૌ આ યજ્ઞમાં તમારી સાથે જ છીએ. સફળતા આ યજ્ઞની છે.”
LikeLiked by 2 people
Hearty congratulations Goovindbhai on successful completion of ten years of ” Abhiwyakti” blog, with an earnest wish that it be read and followed by more and more people in the future over many, many years.
My compliments and congratulation to Amrut Hazari also for writing such a congratulatory note on completion ten years.
LikeLiked by 2 people
અભિનંદન… ગોવિંદભાઇ, આ જાગૃતિ વધારે ફેલાય ને લોકો વિચારતા થાય. એવી આશા. એ માટે પાકા ઘડા પર કાંઠા ભલે ન ચડે પણ આપણા બાળકોને સ્કુલથી આ શરુઆત, આ સમજ આપવામાં આવે તો એ બાળકો મોટા થઇને આગલી પેઢીને આ અંધશ્રધ્ધા છોડવા દબાણ કરી શકશે. જેને કોઇ ન પંહોેચે એને એના બાળકો જ પહોંચે.
LikeLiked by 2 people
‘અભિવ્યક્તિ’ને દસ વર્ષ પુરા કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરવા માટે ગોવિંદભાઈને હાર્દિક અભિનંદન. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની જડતા ભરેલ નીંદરમાં રાચી રહેલ “શિક્ષિત” જનતાને જગાડવાનું કામ આપે ઉત્તમ રીતે ચાલુ રાખ્યું છે તે માટે આપનો આભાર માન્યા વગર રહી શકતો નથી.
આપનો
કેપ્ટન નરેન્દ્ર
LikeLiked by 1 person
મારાં જીવનમાં અભિવ્યક્તિ નાં લખાણોનો સિંહ ફાળો છે. માનસિક અકળામણમાંથી મુક્તિ અપાવી છે આ તેજસ્વી વિચારોએ. દિલ થી આભાર.
LikeLiked by 1 person
‘અભીવ્યક્તી’ એટલે લેખકના વીચારોની વહેંચણી, વાચકમીત્રોનો ધરવ અને પ્રતીભાવકમીત્રોના મુલ્યવાન પ્રતીભાવોની ‘અભીવ્યક્તી.’ બસ, ‘અભીવ્યક્તી’ની ઉજાણી અને ઉજવણી. ‘અભીવ્યક્તી’ નામ સાર્થક થયું.
લેખકમીત્રો, વાચકમીત્રો, પ્રતીભાવકમીત્રો, મારી અર્ધાંગીની મણીબહેન, માનનીય ઉત્તમભાઈ ગજ્જર, માનનીય રમેશભાઈ સવાણી સાહેબ અને નામી/અનામી અનેક મીત્રોના સાથ–સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યા પ્રતીસાદ અને સહકારથી જ આ શક્ય બન્યું.
‘અભીવ્યક્તી’ના 11મા વર્ષમાં પ્રવેશ ટાણે વડીલ શ્રી. અમૃતભાઈ હજારીનો ‘અભીવ્યક્તી’ની હરણફાળ’ લેખ પ્રસીદ્ધ થતાં એક જ દીવસમાં 1264 વ્યુઅર્સ પ્રાપ્ત થયા અને ‘અભીવ્યક્તી’ બ્લૉગનો એક દીવસમાં 1067 વ્યુઅર્સનો રેકર્ડ બ્રેક થયો. આ લખાય છે ત્યારે 2010 વ્યુઅર્સ પ્રાપ્ત થયા છે અને એક દીવસ હજુ બાકી છે.
25 પ્રતીભાવકોએ મન મુકીને ‘અભીવ્યક્તી’ને ‘અભીનન્દન’ અને ‘આશીર્વાદ’ આપ્યા. રૅશનલવીચારોનો વધુ પ્રચાર અને પ્રસાર કરવા માટે મને જાણે મીનરલ્સ અને વીટામીન્સ મળ્યાં!
હું પુરી પ્રતીબદ્ધતાથી આપ સૌની અપેક્ષા પુરી કરવા વીનમ્ર કોશીશ કરીશ. સૌએ એમનું હૃદય ઠાલવીને પ્રતીભાવો આપ્યા છે, તે માટે તે સૌનો હું અંત:કરણથી આભાર માનું છું.
–ગોવીન્દ મારુ
2018-08-19 7.50 PM
LikeLiked by 1 person
Great work done by Govindbhai with enthusiasm, alone & with good articles . Good wishes to continue with same zeal.
LikeLiked by 2 people
શ્રી અમૃતભાઇઅે તો મા૨ા જ મનની વાત લખી.
LikeLiked by 2 people
हजी नवा नवा जोडाय, गुजरातना बधा जील्ला अने तालुका मथकना प्राथमीक शीक्षणना शीक्षको आमा जोडाय ए जरुरी छे.
दरेक शाळामां हवे टाईप अने कोंम्प्युटर नी सगवड थयी गयी छे.
बस उपडे अने क्यां केटला वागे पहोंचशे ए खबर पडे छे. आंगळीओथी अमुक बटन मोबाईल उपर लखवा अने सामे आखुं चीत्र….
LikeLiked by 2 people