ગીતાના (અધ્યાય 3/શ્લોક 12)માં ટૅક્સ ભરવાની ફરજ, (4/6)માં લગ્નપ્રથાની જરુર, (4/33-34)માં કેળવણી, (2/50)માં વ્યવસાયધર્મ, (12/15)માં પડોશીધર્મ એમ વ્યક્તી અને સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે; અને માટે સમાજના હીતમાં જ વ્યક્તીનું હીત રહેલું છે એ હકીકત ગીતા સમઝાવે છે.
7
આપણે અને સમાજ
–વીક્રમ દલાલ
બધાં પ્રાણીઓમાં સૌથી વધારે બુદ્ધી હોવા છતાં અન્તે તો માણસ એક પ્રાણી છે તેથી પ્રાણીઓની માફક તેનામાં પણ ‘સ્વકેન્દ્રીતા’ હોય છે. આ તેનું ‘ખરાબ’ નહીં પણ કુદરતી લક્ષણ છે. કોઈપણ સમાજવ્યવસ્થા સૈદ્ધાન્તીક રીતે ગમે તેટલી ઉમદા હોય તો પણ; જો તેમાં કુદરતની અવગણના થતી હોય તો તેવી સમાજવ્યવસ્થા હીંસા આચરીને બળજબરીથી થોડાં વર્ષો સુધી લાદી શકાય; પણ અહીંસાથી કદીએ સ્થાપી શકાય નહીં. સામ્યવાદ, ગાંધીવાદ અને સર્વોદયના વીચારમાં માનવીના આ કુદરતી લક્ષણની અવગણના થાય છે તેથી હીંસાથી સ્થપાયેલો સામ્યવાદ ટકી ન શક્યો અને અહીંસાને વરેલો ગાંધીવાદ કે સર્વોદય સ્થપાઈ જ ન શક્યો. સમાજમાં ‘ગાંધીજીઓ’ હમ્મેશાં અતીઅલ્પ સંખ્યામાં જ હોય(7/3). સમાજના ઉત્કર્ષની ચીંતા કરતા સૌએ આ કડવી વાસ્તવીકતા સ્વીકારવા સીવાય છુટકો નથી.
જીવનની મોટાભાગની પ્રવૃત્તીઓ માટે બીજાની જરુર રહે છે માટે માણસે સમુહમાં રહેવું પડે છે. જરાક ઉંડાણથી વીચારતા સમજાય છે કે આપણે માત્ર કુટુમ્બના સભ્યો, સગાઓ, પડોશીઓ અને મીત્રો સાથે જ નહીં; પરન્તુ આડકતરી રીતે દુનીયાની તમામ વ્યક્તીઓ સાથે સંકળાયેલા છીએ અને તેથી કહેવાયું છે કે, ‘વીશ્વ એક કુટુમ્બ છે’(4/35). આ જ વીચારને કારણે વીનોબાજીએ ‘જય હીન્દ’ને બદલે ‘જય જગત’ની તથા ‘સર્વોદય’ની વાત કરી છે. ‘ફુલરડોમ’થી દુનીયાભરમાં જાણીતા થયેલા સ્ટ્રક્ચરલ એન્જીનીયર બકમીનીસ્ટર ફુલર કહે છે કે પૃથ્વી એક અન્તરીક્ષ યાન છે અને આપણે સૌ તેના યાત્રીઓ છીએ.
અણસમજને કારણે બાળકો, યુવાનો અને મુઢ વ્યક્તીઓને આ ‘એકત્વની ભાવના’ સમજાતી નથી. ભૌતીક જગતનાં ઘણાં કામો પૈસાના જોરે થઈ શકતાં હોઈને મોટાભાગના ધનીકોને – ખાસ કરીને તાજા તાલેવાનોને – આ પરસ્પરાવલમ્બન સમજાતું નથી અથવા સ્વીકાર્ય નથી. વીપુલતામાં રાચતા ધનીકો અને સત્તાધીશોના જીવનની સૌથી મોટી ઉણપ એ છે કે તેઓ સતત ખુશામતીયાઓ કે આશ્રીતોથી ધેરાયેલા રહેતા હોઈને તેમને તાળીમીત્રો ઘણા હોય છે; પરન્તુ આ પાયાની ભુલ તરફ તેમનું ધ્યાન દોરે તેવા સાચામીત્રો મોટેભાગે હોતા નથી. વણસુધરેલી ભુલ સમય જતાં વકરી જઈને દુ:ખ ઉત્પન્ન કરે છે.
રાજકારણીઓ અને સામ્પ્રદાયીક વડાઓ પણ સ્વાર્થને કારણે આ સત્ય તરફ આંખ આડા કાન કરે છે. તેમનું સ્થાન અને મહત્ત્વ પોતાના અનુયાયીઓના સંખ્યાબળ ઉપર આધાર રાખે છે. સંખ્યા ન ઘટવા દેવાનો તથા શક્ય હોય તેટલો તેમાં વધારો કરવાનો સરળ (પણ માનવજાત માટે હાનીકારક) ઉપાય માનવીઓને ઘેટાની માફક વાડામાં પુરી રાખવાનો છે. વાડાને ટકાવવા માટે તેઓ પ્રાણીસહજ ભય અને લાલચનો ઉપયોગ કરે છે. લશ્કરમાં ચાલતા ભ્રષ્ટાચારના ઘણા કીસ્સા બહાર આવતા હોવા છતાં દેશની સરહદને ટકાવી રાખવાની નોકરી કરતા પગારદાર સૈનીકોને દરેક દેશ પોતાના પનોતા પુત્રો તરીકે બીરદાવે છે. એક બાજુ પોતાના દેશના પ્રજાજનોને લુંટતા ભ્રષ્ટાચારી રાજકારણીઓ જ દેશભક્તીના નામે ‘જય જય ગરવી ગુજરાત’, ‘જગતના સર્વ દેશોમાં અમારો દેશ સારો છે’, ‘મેરા ભારત મહાન’, ‘સારે જહાં સે અચ્છા..’ અને ‘ભારતમાતા કી જય’ જેવા નારા લગાવીને વાડાને ટકાવવા માટે ફના થઈ જવા માટે ભોળી પ્રજાને ભરમાવે છે તો બીજી બાજુ ધર્મના ઓઠા હેઠળ સામ્પ્રદાયીક વડાઓ ‘તમે ગમે તે દેશમાં રહેતા હો; પરન્તુ છેવટે તો તમે જગતના સૌથી શ્રેષ્ઠ ફલાણા ધર્મના છો એ ન ભુલશો’ તેવો ઉપદેશ આપીને પોતાનો વાડો અકબંધ રાખવાનો પ્રયત્ન કરે છે. દુનીયાભરના રાજકારણીઓ અને સામ્પ્રદાયીક વડાઓએ ઉભા કરેલા કાલ્પનીક ભયે વ્યક્તીઓ વચ્ચે અને પ્રજાઓ વચ્ચે અવીશ્વાસની ખાઈ પેદા કરી છે. રાજકારણ અને સમ્પ્રદાયે ઉભા કરેલા વાડામાં પુરાયેલા ભારત અને પાકીસ્તાનના અણસમજુ નાગરીકો પરસ્પરના અવીશ્વાસને કારણે જ નફરતની આગમાં શેકાય છે એ હકીકત આ વીચારને પુષ્ટી આપે છે.
માનવી માનવી વચ્ચે ભેદ ઉભો કરવો એ ખરેખર તો ‘પ્રકૃતી’(ઈશ્વર)ની અવગણના કરવા બરાબર છે(6/31, 6/32, 13/29, 16/18) માટે જ તો બધા સંતો વાડા દુર કરવાનું કહે છે. કુદરતની દરેક ઘટના રાજકારણ અને સમ્પ્રદાયથી પર હોઈને કુદરતને સમજવાની કોશીશ કરતા વીજ્ઞાનીઓમાં તો વાડાનું મહત્ત્વ કદીએ સ્વીકારાયું જ નથી(13/31, 18/20).
સમાજ – આપણી સહીયારી જવાબદારી
જે બાબત આપણને સીધી જ સ્પર્શતી જણાતી નથી તે માટે ‘એમાં આપણે શું?’ એ બહુ સામાન્ય ઉદ્ગાર છે. દા.ત. લગભગ રોજ આપઘાત, દહેજ, અકસ્માત કે છેતરપીંડીના સમાચાર છાપામાં વાંચીએ ત્યારે મનમાં થાય છે, ‘એમાં આપણે શું?’ પરન્તુ, સમાજનાં મુલ્યોની અસર વ્યક્તીગત જીવન ઉપર પણ પડે જ છે. સ્પષ્ટ છે કે આપણે જેવા જીવનની અપેક્ષા રાખીએ તેને અનુકુળ સામાજીક વાતાવરણ ન હોય તો રચવું જરુરી છે. આ માટે જેમ ઘર ટકાવવા માટે આપણે પ્રવૃત્તી કરીએ છીએ તેવી જ રીતે સમાજ ટકાવવા માટે પણ દરેકે પ્રવૃત્તી કરવી જરુરી છે.
વ્યક્તી અને સમાજ એકબીજા સાથે અતુટ રીતે સંકળાયેલાં છે એ હકીકત ગીતા અનેક રીતે સમજાવે છે. સમાજ માટે ગીતા ‘દેવ’ શબ્દ વાપરે છે(3/11). સમાજના હીત ખાતર આદરેલા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તી માટે ‘યજ્ઞ’ શબ્દ વપરાય છે. સ્વાભાવીક રીતે જ સમાજના દરેક સભ્યએ યજ્ઞમાં પોતાનો ફાળો આપવો જોઈએ. ફાળા માટે ‘આહુતી’ શબ્દ વપરાયો છે. જો આદર્શ સમાજની કલ્પના કરીએ તો સરકારે કે મ્યુનીસીપાલીટીએ સમાજ(દેવ)ના હીત ખાતર ઉપાડેલું દરેક કામ એ ‘યજ્ઞ’ છે અને તે માટે આપણે આપવાનો થતો ફાળો(ટૅક્ષ) એ ‘આહુતી’ છે. ફાળો(ટૅક્ષ) ન આપનારને ગીતા ચોર ગણે છે(3/12). કૃષ્ણ અર્જુનને યજ્ઞ માટે કાર્ય કરવાની સલાહ આપે છે(3/9). વળી, દુનીયાભરમાં ચાલતા ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવા તમામ પ્રકારના નેતાઓને તેમની જવાબદારીનું ભાન કરાવે છે(3/21–23).
લગ્નપ્રથા – સંતાનના ઉછેર માટે સમાજે સોંપેલી જવાબદારી
પ્રાણીઓમાં પીતા, ભાઈ કે પુત્ર જેવાં સગાઈના બંધનો હોતાં નથી; કારણ કે વંશવેલો વધારવા માટે પ્રકૃતીને ફક્ત નર અને માદાની જરુર પડે છે – લગ્નની નહીં. પ્રાણીની માફક માત્ર વૃત્તીથી જીવતા પાષાણયુગના આદીમાનવોમાં પણ લગ્નપ્રથા હોવાનો સમ્ભવ નથી. જો સમાજને વ્યવસ્થીત રાખવો હોય તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે સંતાનનો ઉછેર કોણ કરે? સ્વાભાવીક છે કે સંતાનના જન્મ માટે જે સ્ત્રી અને પુરુષ કારણભુત હોય તે બન્નેની સહીયારી જવાબદારી ગણાય. જો સ્ત્રી અનેક પુરુષો સાથે સંકળાયેલી રહેતી હોય તો બાળકના ઉછેર માટે પીતાની જવાબદારી નક્કી થઈ ન શકે અને તેથી બાળકનું હીત જોખમાય અને તેના પરીણામે સમાજમાં ભારે અવ્યવસ્થા ઉભી થાય. યાદ રહે કે માવતરના છુટાછેડાને કારણે કે અન્ય કારણસર વીખુટા પડી જવાથી સૌથી વધારે નુકસાન તો નીર્દોષ બાળકને જ થતું હોય છે. આવાં બાળકોને કારણે સમાજમાં કેવી ગમ્ભીર સમસ્યાઓ ઉભી થતી હોય છે તે જાણવા માટે એક નજર અમેરીકા તરફ નાખવા જેવી છે. આવી અંધાધુંધી અટકાવવા માટે દરેક સમાજે લગ્નપ્રથા સ્થાપી છે.
લગ્નની વીધી એ બે વ્યક્તીઓ એકબીજાની ઓથે રહીને હવે પછીનું જીવન કેવી રીતે જીવશે તેની સમજુતી માત્ર છે. સુર્યોદય, સુર્યાસ્ત અને વરસાદના જેવી એ કુદરતી ઘટના નથી તેથી લગ્નની વીધી કરવામાત્રથી તે આપોઆપ કાયમ માટે ટકી રહેતું નથી – તેને ટકાવવું પડે છે. વળી, બાળકના જન્મ માટે તે જરુરી નથી. મહાભારતની કથા પ્રમાણે કુંતીના પાંડુ સાથે લગ્ન થયાં તે પહેલાં જ કર્ણ જન્મ્યો હતો તે બતાવે છે કે માનવીએ બનાવેલા નીયમોનો ભંગ થઈ શકે છે; પરન્તુ કુદરતના નીયમનો ભંગ થઈ શકતો નથી. છેવટે તો પ્રકૃતી જ સર્વોપરી છે(4/6).
કેળવણી – સમાજના વીકાસ માટે જરુરી
‘જેના વડે પ્રશ્નોનું નીરાકરણ થાય તેને ‘વીદ્યા’ કહેવાય’. માણસજાતે મેળવેલું જ્ઞાન ‘વડીલોપાર્જીત’ છે તેથી ખરેખર તો તેનો લાભ સમાજની પ્રત્યેક વ્યક્તીને મળવો જોઈએ. આમ છતાં આપણા દેશની ભુતકાળની ભુલભરેલી જન્મજાત વર્ણવ્યવસ્થાને કારણે સમાજના ઘણા મોટા ભાગને અભણ રાખવામાં આવ્યો. પુર્વજોએ કરેલા આ ‘પાપ’(ભુલ)નું પ્રાયશ્ચીત આપણે અનામત બેઠકો મારફત કરવું પડે છે. યુરોપીયન સમાજે વર્ણવ્યવસ્થાની ભુલ ન કરી તેથી ત્યાં નીરક્ષરતાનું પ્રમાણ ઓછું છે.
લોકશાહીમાં ‘જેવી પ્રજા તેવી સરકાર’ હોય. અભણ હોવાને કારણે ગુંચવાયેલા રહેતા મતદારોને ભય અને લાલચથી વશ કરીને તેમના મતોથી ચુંટાઈ આવેલાની સરકાર કેવી હોય છે એનો આપણને અનુભવ છે. અનુભવ કહે છે કે જેમાં રાજકારણ પ્રવેશે તેમાં ગુણવત્તાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. કેળવણીના ક્ષેત્રમાં રાજકારણનો પ્રવેશ એ ચીંતાનો વીષય છે. વીદ્યા એ વહેંચવાની વસ્તુ છે – વેચવાની નહીં(4/33). તે ખરીદી શકાતી નથી; પણ યોગ્ય વ્યક્તી(ગુરુ) પાસેથી તેની કૃપા(સમ્મતી)થી મેળવવાની હોય છે(4/34). કૃપા મેળવવા માટે નમ્ર હોવું જરુરી છે. ઘમંડીઓ કદી કશું શીખી શકતા નથી.
પડોશી – સમાજે આપેલો પહેલો સગો
માણસને બીજાની મદદ લેવી પડતી હોય છે. અગાઉથી નક્કી હોય તેવા પ્રસંગે સગાંઓ, મીત્રો અને હાથ નીચેના માણસોની મદદ મળી શકે; પરન્તુ જ્યારે મદદની એકાએક જરુર પડે ત્યારે તો પડોશી જ કામમાં આવી શકે છે તેથી કહેવાય છે કે પહેલો સગો પડોશી. સગા અને પડોશીની બાબતમાં પસંદગીને અવકાશ નથી એ કડવી હકીકત છે.
દરેક માણસ મહાન થઈ શકતો નથી; પરન્તુ સજ્જન તો થઈ જ શકે છે. સારો પડોશી કેવો હોય? તે ગમે ત્યારે બીજાના ઘરમાં દાખલ થઈ જતો નથી, પોતાના ઘરનો કચરો કે એંઠવાડ બીજાના ઘર આગળ નાંખતો નથી કે પકડેલા ઉન્દરને બીજાના ઘર આગળ છોડતો નથી, ઘરમાંથી કોઈને બોલાવવા માટે હોર્ન વગાડતો નથી, તેના રેડીઓ કે ટીવીનો અવાજ ધીમો હોય છે, રાત્રે 10 પછી ફટાકડા ફોડતો નથી. ટુંકમાં, સારો પડોશી બીજાને ખલેલ પહોંચાડતો નથી. કૃષ્ણ કહે છે, ‘જેનાથી લોક ઉદ્ વેગ પામતા નથી તે મને પ્રીય છે’(12/15). આપણે ભુલવું ન જોઈએ કે જેમ આપણે સારા પડોશીની ઈચ્છા રાખીએ છીએ તેમ આપણા પડોશી પણ તેવી જ ઈચ્છા રાખતા હોય છે.
વ્યવસાય – સમાજનું પરસ્પરાવલમ્બન
વ્યક્તી અને સમાજ વચ્ચેનો સમ્બન્ધ હૃદય અને મગજ વચ્ચેના સમ્બન્ધની માફક પરસ્પરાવલમ્બનનો છે. અનેક પ્રવૃત્તીઓને કારણે આવતું પરસ્પરાવલમ્બન એ માનવ જીવનની અનીવાર્ય હકીકત છે. માનવીનો વ્યવસાય એવો હોવો જોઈએ કે નાણાંના બદલામાં ક્યાંતો તે કોઈ સેવા આપતો હોય, ચીજવસ્તુ બનાવતો હોય અથવા બનાવવામાં મદદ કરતો હોય. બીજી રીતે કહીએ તો તેની પ્રવૃત્તીઓથી પોતે તેમ જ સમાજ – બન્નેનું હીત જળવાય. આ ઘોરણ અનુસાર અસત્ય, હીંસા, જુગાર, કામ અને દામની ચોરી, લુંટફાટ કે છેતરપીંડી જેવી પ્રવૃત્તીઓ અસમાજીક છે અને માટે ત્યાજ્ય છે.
સમાજની મોટાભાગની વ્યક્તીઓ ‘મજુર’ છે. મજુરને કામની ગુણવત્તા સાથે નહીં; પરન્તુ તેના મળતર સાથે જ સમ્બન્ધ હોય છે. ‘વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો’. જીવન તરફના આવા મજુરીયા અભીગમને કારણે જીવન એક ઢસરડો બની જાય છે. બધાંને બધું જ સારું જોઈએ છે ખરું; પરન્તુ કોઈ પોતે પોતાનું કામ સારી રીતે કરવા માંગતો નથી. પરીણામે કોઈને કશું જ સારું મળતું નથી. પ્રધાનથી માંડીને તે ભીખારી સુધીના સૌ કોઈ બીજાને સુધારી નાંખવા મથે છે; પરન્તુ કોઈ પોતાની જાતને સુધારવા માંગતો નથી. દરેક એમ માને છે કે પોતે પૈસામાં પુરો નથી, અને અક્કલમાં અધુરો નથી.
યોગ કરવા માટે જંગલમાં ઝાડ નીચે બેસીને કે અંગોને મચડી નાંખવાની જરુર નથી. ગીતા કહે છે કે તમારે ભાગે આવેલું કામ સારી રીતે કરવું એ જ યોગ છે(2/50). પ્રસન્ન સમાજ ઉભો કરવાની આ એકમાત્ર રીત છે.
ધર્મ – સમાજને ટકાવવાની સમજણ
ધર્મ અને ધર્મના આભાસ જેવા સમ્પ્રદાય વચ્ચેનો ભેદ પારખી લેવો જરુરી છે. ધર્મ એટલે જેનું પાલન કરવાથી સમસ્ત માનવસમાજ ટકે અને પુષ્ટી પામે તે. ‘આખું વીશ્વ એક કુટુમ્બ છે’ તેવી સમજણ આપીને ધર્મ માણસમાત્રને એકબીજા સાથે જોડે છે જ્યારે સમ્પ્રદાય તો પડોશી સાથેના વર્ષો જુના સમ્બન્ધમાં પણ ફાચર મારે છે. ધર્મ સત્ય આધારીત હોય છે જ્યારે સમ્પ્રદાય માન્યતા આધારીત હોય છે. કટ્ટરતા, વાડાબંધી, જુઠ, હીંસા અને વ્યક્તીપુજા એ સામ્પ્રદાયીકતાનાં લક્ષણો છે. સમ્પ્રદાય કહે છે, ‘મારા એટલા સારા’ જ્યારે ધર્મ કહે છે, ‘સારા એટલા મારા’.
ધાર્મીક માણસની ઓળખ પહેરવેશથી કે બીજી કોઈ બાહ્ય નીશાનીઓથી થતી નથી. તે બને તેટલી વધારે વ્યક્તીઓ સુધી પહોંચવાની ઈચ્છા રાખે; પણ ઝંખના નહીં. તે સાધનશુદ્ધીમાં માને છે તથા સમગ્ર માનવજાતનું કલ્યાણ ઈચ્છે છે. ઉપાસના માટે તેને મન કોઈ ચોક્ક્સ સ્થળનું મહત્ત્વ હોતું નથી. ચોઘડીયા, મુહુર્ત વગેરેમાં તે માનતો નથી. તેની વાતમાં શંકા કરવાની છુટ હોય છે. ભુલ જણાય ત્યારે સુધારો કરવા તે સદા તૈયાર હોય છે. તે ભય કે લાલચ નહીં પણ સમજણ આપે છે. તે સ્વધર્મનું પાલન કરે છે તેથી અળખામણા થવાનું જોખમ ખેડીને પણ પોતાની માન્યતા પ્રમાણે વર્તે છે. તેનું જીવન ખંડીત હોતું નથી. તેની પ્રત્યેક પ્રવૃત્તી ‘ધાર્મીક’ હોય છે. વીજ્ઞાનીઓ સાચા અર્થમાં ધાર્મીક માણસો હોય છે.
–વીક્રમ દલાલ
દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા ‘રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ’ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 27થી 32 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક :
શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 સેલફોન : 94273 25820 ઈ–મેઈલ : inkabhai@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 31–08–2018
Gita advocates varnvyavashtha (Four fold caste system). is it not against nature and human value ?
LikeLiked by 2 people
આ પુસ્તીકા નથી ગીતા ઉપરની ટીકા કે નથી ગીતા ઉપરનું ભાશ્ય. ગીતાના બધા જ શ્લોકો મને સમઝાયા નથી, અથવા મને સ્વીકાર્ય નથી. તેથી તે છોડીને જે શ્લોક અથવા શ્લોક-ખન્ડ મને સ્વીકાર્ય છે તેટલાનો આધાર લીધો છે. (પુસ્તીકાની પ્રસ્તાવનામાંથી)
LikeLiked by 2 people
A thought provoking relevant article.
B.A.Parikh
LikeLiked by 2 people
best condense thoughts by vikram bhai on Gita on all aspects of society – with reference to Gita Adhyay and sloka…
all best..”ધર્મ કહે છે, ‘સારા એટલા મારા’.”
LikeLiked by 2 people
Excellently expressed REALITY with clarity. The Article is worth reading and clarifying lot of REAL LIFE issues. Thanks Govind Maru Saheb for bringing it on BLOG. Thanks to Vikram Dalal the writer.
LikeLiked by 2 people
Very nice article. Congratulations!
Everything here boils down to meaning of language— how you interpret Sanskrit texts.
Our very talented writer Shri Vikrambhai has interpreted the Shlokas in the Geeta with a great and good purpose in mind (Society’s interest) — So, I am happy to call them both great.
Thanks for the ideas. –Subodh Shah — USA.
LikeLiked by 2 people
સરસ લેખ.
ભગવદ ગીતાના શ્લોકોનું અર્થઘટન સરસ કર્યું છે. દુનિયાના અન્ય ધર્મોના ગ્રંથોમાં થોડે ઘણે અંશે આજ પાયાની વાતો કરાઈ છે.
એક ઉદાહરણ આપું છું.
ગીતા કહે છે, ‘વસુદૈવ કુટુંમ્બક્મ’ મતલબ આખું જગત મારું કુટુંબ છે. કોઈ પરાયું નથી.
કુરાન: સૌથી પહેલો સાગો તમારો પાડોશી. એક બીજાના પાડોશીઓ એક બીજાના સગાઓ છે.
બાઇબલ: લવ ધાઈ નેબર. પાડોશીને પ્રેમ કરો.
આ બધામાં વિશ્વ બંધુતા, વિશ્વ પ્રેમની ભાવના છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જયારે એક વ્યક્તિ કે સમૂહ પોતે બીજા કરતાં ચડિયાતો છે અથવા મારો ધર્મ બીજાં કરતાં ચડિયાતો છે માં માનવા લાગે છે.
ભગવાન સહુને સંમતિ આપે.
ફિરોજ ખાન,
ટોરંટો, કેનેડા.
LikeLiked by 2 people
💯 % agree with you.
LikeLiked by 2 people
લેખના પહેલા ૯૯ ટકા ઉત્કૃષ્ટ છે.
છેલ્લું વાક્ય “વીજ્ઞાનીઓ સાચા અર્થમાં ધાર્મીક માણસો હોય છે.” તે પગમાં વાગેલા કાંટાની જેમ ખૂંચે છે. વિજ્ઞાનીઓ પ્રત્યે આટલી બધી શ્રદ્ધા અનુચિત છે. આઇન્સ્ટાઇને ૧૯૦૫ માં તેમનું સમીકરણ પ્રસિદ્ધ કર્યું. ૩૪ વર્ષો સુધી તેનો સદુપયોગ કરવાનું ના સૂઝ્યું. ૧૯૩૯ માં અમેરિકન પ્રેસિડેન્ટને પત્ર લખીને અણુંબોંબ બનાવવાનું સૂચન કર્યું, બીજા ત્રણ પત્રો લખી આગ્રહ કર્યો. અણુંબોંબ બનાવવામાં રિચાર્ડ ફેયમાન, રોબર્ટ ઓપનહાઇમાર, નીલ બોહર, એન્રીકો ફર્મી વગેરે અત્યંત મહાન નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોએ તેમાં સહયોગ આપ્યો. કોઈને પણ શાંતિમય ઉપયોગ કરવાનો વિચાર પણ ના આવ્યો. છેક ૧૯૫૫ માં પહેલું અણુવિદ્યુત મથક બંધાયું.
હકીકત રજુ કરી છે, નિર્ણય પ્રત્યેક વાંચકનો પોતપોતાનો છે.
LikeLiked by 3 people
સત્તા આગળ શાણપણ નકામું હોય છે. માનવતાની દૃશ્ટીએ જાપાન ઉપર અણુબોમ્બ ન ઝીંકવાની વીગ્નાનીઓની અને પ્રબુદ્ધ જનોની સલાહને* રાજકારણે ઠુકરાવી દીધી હતી તે શાણપણની લાચારીનો તથા રાજકારણીઓની સ્વાર્થવૃત્તીનો સજ્જડ પુરાવો છે. અણુબોમ્બ ઝીંકવાનો નીર્ણય લીધો રાજકારણે અને વગોવાયું બીચારું વીગ્નાન.
LikeLiked by 2 people
ઈ.સ. ૧૯0૫થી ઈ.સ. ૧૯૪૫ સુધીના ૪0 વરસ દરમ્યાન અણુશક્તિનો શાંતિમય ઉપયોગ કરવાની દરખાસ્ત કોઈ પણ વિજ્ઞાનીએ કરી હોય તો તેની માહિતી રજુ કરી શકશો? તે સૂચનનો અમલ કરવામાં કયો રાજકારણી આડો આવેલો?
આપણી બધી ખામીઓ માટે રાજકારણીઓને દોષ દેવાનું ખુબ સગવડિયું છે. પણ તે અતાર્કિક (irrational) છે. રાજકારણીઓ હોય કે વિજ્ઞાનીઓ હોય, બધા આપણામાંથી જ આવે છે અને આપણા જેટલા જ સારા કે ખરાબ હોય છે.
હું ગઈ કાલ મોડી રાત સુધી બહારગામ હતો તેથી આ લખવામાં મોડું થયું છે.
LikeLike
જાપાન ઉપર અણુંબોંબ ન નાખવા માટે પ્રેસીડેન્ટ ટ્રુમેનને કરેલી આજીજી
MANIFESTO
“ … There lies before us, if we choose, continual progress in happiness, knowledge and wisdom. Shall we, instead, choose death because we cannot forget our quarrels? We appeal as human beings to human beings: Remember your humanity and forget the rest.”
Bertrand Russell : Max Born : Percy Bridgman Leopold Infeld Frederic Joliot-Curie : Herman Muller : Cecil Powell : Linus Pauling : Joseph Rotblat Hidei Yukawa : Albert Einstein
LikeLiked by 1 person
બહુ સુંદર લેખ.. ખરી વાત છે તમારી, ‘હીંસાથી સ્થપાયેલો સામ્યવાદ ટકી ન શક્યો અને અહીંસાને વરેલો ગાંધીવાદ કે સર્વોદય સ્થપાઈ જ ન શક્યો.’ ગમે તેટલા ધમપછાડા કરો, પણ, કુદરતની અવગણના કરવાથી દરેક વ્યવસ્થાનું સંતુલન ખોરવાઈ જાય છે. રાજકારણીઓ માત્ર અને માત્ર સત્ત્તા અને પૈસા પાછળજ ધ્યાન લગાવે છે, તેમાં સામાન્ય જનતાની સેવા તો શું નોંધ સુધ્ધા ભુલાઈ જાય છે અને તેમાંથીજ સમાજમાં અસંતોષ અને વર્ગ વિગ્રહ જામે છે અને પછી સમાજદ્રોહી તત્વો લાભ લઈ જાય છે..
LikeLiked by 2 people
બહુ સરસ રીતે પોતાના વિચારો રજુ કરાયા છે,
આટલા બધા હોશિયાર માણસો હોવા છતાં આપણા દેશમાં આટલી
બધી અરાજકતા – સામાજિક અસમાનતા કેમ હશે ?
LikeLiked by 2 people
Khub saras lekh varamvar vanchva game evo aabhar Govindbhai ane vikramdalal banne no dilthi khub aabhar.
LikeLiked by 2 people
हालना कोलेजना वीध्यार्थीओ हमेंशा पुस्तकनी नवी आवृत्ती मांगता होय छे.
एटले वीध्यापीठ जेम सीलेबस बदलावे एम नवी एडीशन आवे अने बीचारी जुनी रद्दीमां जाय.
बस एवुं ज गीता, बाइबल अने कुरान बाबत समजवुं.
हींदुओ पत्थर पुजामां मानता एटले ईश्लामनो उदय थयो.
पछी चार चासणी वधु जनुनी बनी गया अने छेवटे जापान उपर कोई ज कारण वगर बे अणु परमाणु बोंम्ब जींकवामां आव्या.
समजी लो के बस एम ज आ गीता बाईबल उपर अणु परमाणु बोंम्ब जींकवामां आवे तो प्रगृत्ती जापान जेवी थाय.
बे चार दसका पहेलां रंगीन फोटा ए कल्पनानी बहार वात हती अने
हवे टचुकडो मोबाईल मारा मोढा जेवुं थोबडुं बीजे क्यां होय तो शोधी काढे.
पाणीनी सपाटी थी उंचाई, अक्षांश रेखांश, टेंपरेचर, वाहननी झडप, आखी दुनीयानी बेन्क आंगळीना टेरवे.
कच्छना गोधरा नामना गामडांने बदले बेन्क माथाकुट करी जे टीटी करे ऐ पहोंचे दाहोदना गोधरामां.
पछी बे महीना रहीने हीसाब मळे.
सवारना कच्छना हाजापर नामना गाममां कोल बुक करुं अने सांजना
साउदी अरेबीयामां हज पार माटे फोन लागे. हाजापरमां चोथे दीवसे फोन लागे.
अने हवे … जावा दो.. दशरथ पुत्र राम मने मळी जाय तो बतीना थांभले त्रण दीवस लटकावी राखुं.
वीक्रम भाई दलाले बहु ज मेहनत करी पोस्ट तैयार करेल छे अने ब्लोग ना एडमीन, पोस्टने लेखांकन,
वगेरे माटे सौए जेहमत करेल छे.
बे वता त्रण बरोबर टाबरीयो छ लखे तो रीत ना मार्कस, सारा अक्षरना अने बे वता त्रण लख्याना साठ टका तो जरुर मळे.
दस ग्रेसना उमेरी टाबरीयाने खुश करवा हजी बीजा दस आपीए तो एंसी टका थई जाय.
बस वीस वरस नी राह जुओ. वेद, क्षत्रीय, ब्राह्मण अने पत्थरनी मुर्तीओना जे हाल थशे… अहा.. अह्हाहाहा…. एंसी टका जरुर मळशे…
छेवटे पुस्तकनी नवी आवृत्ती हाथमां आववी जोईए. जे नेट उपर पीडीएफ मोडमां तो जरुर मळशे…
LikeLiked by 2 people