6 વર્ષની રીવ્યાની 4 વ્યક્તીઓમાં હયાત

શાળામાં યોજાયેલ નાટકમાં 6 વર્ષની રીવ્યાનીએ એવી કઈ શ્રેષ્ઠ ભુમીકા અદા કરી હતી કે દર્શકોની પ્રશંસા અને પ્રથમ પુરસ્કાર તેને પ્રાપ્ત થયો. તેણે જે કહ્યું હતું તે તા. 27 એપ્રીલ, 2018નો રોજ કેવી રીતે સત્ય સાબીત થઈ ગયું. મહારાષ્ટ્રના એક આદીવાસી વીસ્તારના ગામમાં રહેતા રીવ્યાનીના ગ્રામીણ માતા–પીતાની ખુશી જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

6 વર્ષની રીવ્યાની 4 વ્યક્તીઓમાં હયાત

– દેવેન્દ્ર પટેલ

એનું નામ રીવ્યાની.

માત્ર છ જ વર્ષની ઉમ્મરે રીવ્યાની એવી અસાધારણ વ્યક્તીઓમાં સામેલ થઈ ગઈ જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.

2017ના વર્ષની આ વાત છે. રીવ્યાનીની શાળામાં નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્પર્ધામાં નાનકડી રીવ્યાનીએ એક એવી ભુમીકા અદા કરી કે જેને લોકો યાદ કરી ગયા. રીવ્યાનીએ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તીનો રોલ અદા કર્યો જે છેવટે ‘અંગદાન’ માટે પ્રેરણાદાયી શબ્દો ઉચ્ચારે છે. રીવ્યાનીને તેની આ શ્રેષ્ઠ ભુમીકા માટે દર્શકોની પ્રશંસા અને પ્રથમ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. રીવ્યાનીએ એ નાટકમાં ‘અંગદાન’ માટે જે કહ્યું હતું તે તા. 27 એપ્રીલ, 2018નો રોજ સત્ય સાબીત થઈ ગયું. એક માર્ગ અકસ્માતમાં ઘવાયેલી રીવ્યાનીને ડૉક્ટરોએ બ્રેઈન–ડેડ જાહેર કરી દીધી.

વાત એમ છે કે રીવ્યાનીના પીતા રાધેશ્યામ રહાંગડાલે મહારાષ્ટ્રના ગોંદીયા જીલ્લાના દેઓરી ગામમાં પોલીસ વીભાગમાં એક સામાન્ય નોકરી કરે છે. રીવ્યાની તેના કાકા–કાકી સાથે બીજા એક ગામ ગઈ હતી. તેમની સાથે 18મી એપ્રીલે પોતાના ગામ દેઓરી પરત આવી રહી હતી. રસ્તામાં તરસ લાગતાં રીવ્યાની પાણી પીવા ઉતરી રહી હતી એ દરમીયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક મોટરસાઈકલે તેને ટક્કર મારી દીધી. મોટરસાઈકલ સવારની ટક્કરથી તેના કાકા–કાકી સહીત તે ગમ્ભીર રીતે ઈજાગ્રસ્ત થઈ નીચે પડી ગઈ. વૃદ્ધ કાકા, કાકી પણ પડી ગયાં. એ સડક પરથી પસાર થતા લોકો ઉભા રહી તેના ફોટા પાડતા રહ્યાં અને વીડીયો ઉતારતા રહ્યાં; પરન્તુ કોઈ એને મદદ કરતું નહોતું. કેટલાકે તેને મદદ કરવાને બદલે લોહીના ખાબોચીયામાં તરફડતી રીવ્યાનીનો વીડીયો ક્લીપ્સને સોશીયલ મીડીયા પર મુકવાનો અમાનવીય રોમાંચ માણ્યો.

ખેર !

છેવટે મોડે મોડે એક વ્યક્તીને દયા આવતાં તેણે રીવ્યાની સહીત તેનાં કાકા–કાકીને હોસ્પીટલે ખસેડ્યા. રીવ્યાની બેહોશ હતી, તેને તથા તેના કાકા–કાકીને ગોંદીયા હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરે રીવ્યાનીને નાગપુરની મોટી હૉસ્પીટલમાં રીફર કરી. તા. 19 એપ્રીલની રાત્રે 2:30 વાગે રીવ્યાનીને નાગપુરની હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી. અહીં રીવ્યાનીને જ્યાં જ્યાં વાગ્યું હતું તેની પર શસ્ત્રક્રીયાઓ કરવામાં આવી; પરન્તુ તેની નાડી ધીમી પડતી ગઈ. તે બ્રેઈન–ડેડ થઈ ગઈ. ડૉક્ટરોએ તેને તપાસી પરન્તુ તેને ફરીથી જીવીત કરવાનું અશક્ય હતું.

ડૉક્ટરોએ રીવ્યાનીના પીતા રાધેશ્યામને કહ્યું, ‘રીવ્યાની હવે બ્રેઈન–ડેડ છે તે કોમામાં છે. રીવ્યાનીના જીવનને લાંબું ખેંચવાનો કોઈ અર્થ નથી. રીવ્યાની બેભાન હતી; પણ તેનું હૃદય ધબકતું હતું. તબીબોની દૃષ્ટીએ તેને વેન્ટીલેટર પર રાખી ‘જીવતી લાશ’ની જેમ લાંબો સમય ‘જીવીત’ રાખી શકાય પણ તે બ્રેઈન–ડેડ હોઈ તે ફરી કદી ભાનમાં આવશે નહીં.’

આ સ્થીતીમાં ઈશ્વરની પુજા, અર્ચના, બાધાઓ, બાબાઓ અને દરગાહોની કૃપાઓ થાય તે તમામનો સહારો પણ લેવામાં આવ્યો; પરન્તુ રીવ્યાની કોમામાંથી બહાર ના આવી. ડૉક્ટરોએ કહ્યું : ‘હવે કોઈ કાળે રીવ્યાની કોમામાંથી બહાર નહીં આવે?’

રીવ્યાનીના પીતાએ ડૉક્ટરોની વાત શાંતીથી સાંભળી લીધા બાદ થોડીવાર વીચારીને કહ્યું : ‘મારી દીકરી બ્રેઈન–ડેડ જ હોય તો હું તેનું ‘અંગદાન’ કરવા માંગુ છું.’

સામાન્ય રીતે લોકો ‘અંગદાન’ કરવા તૈયાર થતા હોતા નથી; પરન્તુ મહારાષ્ટ્રના એક આદીવાસી વીસ્તારના ગામમાં રહેતા એક વ્યક્તીના દીલમાં પુત્રીના ‘અંગદાન’નો વીચાર પ્રગટ્યો. ડૉક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. એક નાનકડી દીકરીના શરીરના કેટલાંક અંગોનું દાન એક ગ્રામીણ પીતા કરવા તૈયાર હતા.

રીવ્યાની બ્રેઈન–ડેડ છે તે નક્કી થઈ જતાં તેના પીતાએ ડૉક્ટરોને કહ્યું : ‘મારી દીકરીના જે જે અંગ, અવયવો બીજા કોઈને કામ આવે એવા હોય તેવા અવયવો કાઢી, જરુરીયાતમંદ દરદીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી, તેમને જીવીત રાખો.’

એ વખતે રાધેશ્યામની પત્ની આરતી પણ ત્યાં જ ઉભી હતી. રાધેશ્યામની ઉમ્મર 34 વર્ષની અને રીવ્યાનીની માતા આરતીની ઉમ્મર 28 વર્ષની. રાધેશ્યામે આરતી સામે જોયું. આરતી આખરે તો રીવ્યાનીની માતા હતી. દીકરી પર માનો અધીકાર પહેલો હોય છે. આરતી પુત્રીના ‘અંગદાન’ માટે તૈયાર થઈ ગઈ તે બોલી : ‘મેં કેટલાયે લોકોને બીમારીથી પીડાતા જોયાં છે. મારી દીકરીના ‘અંગદાન’થી તેઓે સાજા થઈ જતાં હોય તો તેની મને ખુશી થશે.’

ઔપચારીકતાઓ પુરી કર્યા બાદ ફરી એક વાર બ્રેઈન–ડેડ રીવ્યાનીને હૉસ્પીટલના ઑપરેશન થીયેટરમાં લઈ જવામાં આવી. નીષ્ણાત ડૉક્ટરોએ રીવ્યાનીના શરીરમાંથી બે કીડનીઓ, લીવર, હૃદય અને આંખો હાર્વેસ્ટ કરી લીધા(બહાર કાઢી લીધા). રીવ્યાનીના હૃદયને થાણાની ફોર્ટીસ હૉસ્પીટલમાં મોકલી દેવાયું, જ્યાં સાડા ત્રણ વર્ષની એક બાળકીના દેહમાં પ્રત્યારોપીત કરી દેવાયું. તેના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ન્યુએરા હૉસ્પીટલમાં 40 વર્ષની એક વ્યક્તીના શરીરમાં કરવામાં આવ્યું. તેની કીડનીઓને નાગપુરની ઓરેંજ સીટી હૉસ્પીટલમાં 15 વર્ષની છોકરીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં. રીવ્યાનીની આંખો નાગપુરની મહાત્મા આઈ હૉસ્પીટલની આઈ બેન્કમાં દાનમાં આપી દેવામાં આવી.

નાનકડા બાળકો દ્વારા ‘અંગદાન’ જેટલું અસામાન્ય છે તેટલું જ અપ્રત્યાશીત છે કે નાનકડી બાળકીના ચાર અંગોને હાર્વેસ્ટ કરવામાં આવ્યા.

રીવ્યાની તો બ્રેઈન–ડેડ હતી; પરન્તુ ખરાં અભીનન્દનના અધીકારી તો તેના માતા–પીતા છે. રીવ્યાનીના પીતાને અંગદાનની પ્રેરણા ક્યાંથી મળી? હકીકતમાં તેઓ પહેલેથી જ નકામી પરમ્પરાઓને તોડવાનો અભીગમ ધરાવે છે. તેઓ જે સમુદાયમાંથી આવે છે જેમાં દુલ્હા–દુલ્હન પર અલગ અલગ સગાઈ કરવાની પરમ્પરા છે. રાધેશ્યામ તેને પૈસાની અને સમયની બરબાદી સમજે છે. તેથી તેમણે શાદી માટે એક જ સગાઈ પર ભાર મુક્યો. એ પછી એમના સમુદાયના યુવકો પણ એક જ સગાઈની પરમ્પરાને અનુસર્યા. રાધેશ્યામ કહે છે : ‘મારી દીકરીના અંગોનું દાન કરતી વખતે મારા મનમાં આ એક જ વીચાર હતો?’

રાધેશ્યામ અને આરતી જેવા માતા–પીતા મળવાં મુશ્કેલ છે. ૩૩ વર્ષની વયના રાધેશ્યામની બસ એક જ ઈચ્છા છે કે જે નાનકડી બાળકીના શરીરમાં રીવ્યાનીનું હૃદય પ્રત્યારોપીત કર્યું છે તેના માતા–પીતા તેમની દીકરીના નીયમીત જન્મદીન ઉપરાંત તા. 5મી મેના રોજ રીવ્યાનીની યાદમાં તેમની દીકરીનો પણ જન્મદીવસ મનાવે. રીવ્યાનીનો જન્મ તા. 5મી મેના રોજ થયો હતો.

આજે રીવ્યાની હયાત નથી; પરન્તુ ‘અંગદાન’ના કારણે તે ચાર વ્યક્તીઓમાં જીવીત છે.

(સ્રોત અને સૌજન્ય : અભયકુમાર અભય’– પંજાબ કેસરી)

– દેવેન્દ્ર પટેલ

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની કૉલમ કભી કભી’ (20 ઓગસ્ટ, 2018)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. દેવેન્દ્ર પટેલ, વેબસાઈટ : http://devendrapatel.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–09–2018

13 Comments

  1. રીવ્યાની અંગદાન થકી જીવીત છે.તેના અવયવો બીજા ચાર શરીરમાં પ્રત્યાર્પિત થવાથી રીવ્યાનીના માતા પિતા માટે એ ચાર જિંદગી સાથે લાગણીના સેતુ બન્યા છે,તેમાં એમને ચાર રીવ્યાની મળી છે.
    ખૈર,રીવ્યાનીનો અકસ્માત દુઃખદ છે,પરંતુ રીવ્યાની ના માતા પિતાની અંગદાન કરવાની હિંમતને સો સો સલામ આપવી પડે.
    અંગદાન સીરીઝના આજના લેખ માટે મૂળ લેખક અને દેવેન્દ્ર પટેલને ધન્યવાદ.
    અંગદાન વિષે આ બ્લોગમાં શરુ કરેલ જાગૃતિના અભિયાન માટે ગોવિંદભાઇ મારુને દિલેરી શાબાશી આપવી પડે.
    @ રોહિત દરજી ” કર્મ ”
    હિંમતનગર મો.9426727698

    Liked by 2 people

  2. Hats off to this family and Rivyani. I have experienced myself as a pediatrician how difficult and heart wrenching is to ask parents of brain dead child about organ donation and convince them, while in this case the parents came forward themselves which is indeed commendable.
    Also shame on those people who wear busy clipping videos of a small child who was severly injured in road accident, instead of helping her. And what about the person who cause this accident? did he run away or stayed to help? Shame and more shame!

    Liked by 1 person

  3. I really appreciate Rivyani and her parents for donating organs to other needy people.

    Thanks so much for this article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  4. માતા પિતા ને અને રીવ્યાની ને લાખ પ્રણામ , અને મદદ કરવાને બદલે વીડીયો ઉતારનારા ને અનેક ફટકાર…

    Liked by 1 person

  5. બહુ કરુણ પણ પ્રેરણા દાયી કથા,
    આવી ઉત્તમ વિચાર સરણી ધરાવતા માબાપો સમાજની મુલયવાન સંપત્તિ છે
    Hats Off

    Liked by 2 people

  6. Hats of to parents for understanding usefulness of organ donation. Now slowly people are accepting this it is good for future.

    Liked by 1 person

  7. ગોવિંદભાઇ મારુની પ્રેરણાથી એક રેશનાલીઝમનું વોટ્સએપ ગૃપ બનાવેલ છે.Our Rationalism
    આપ સૌની સાથે આ બ્લોગ ઉપર મારી કોમેન્ટ્સ દ્વારા હું જોડાયેલ છું.
    વોટ્સએપ ગૃપમાં જોડાવા આવકારુ છું.
    વોટ્સએપ નં.94267 27698 ઉપર આપનો વોટ્સએપ નં.મોકલવા વિનંતી છે.આભાર.
    @ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

    Liked by 1 person

  8. Hats off to Rivyani and her parents. This is the real life and humanity at its best. Educative example. Let this article be published in all the Gujarati magazines. Let this article be a lesson in the school book for primary and middle school students.

    Liked by 1 person

  9. Rivyani’s excellent performance at the drama in her school will take such a tragic turn is heart breaking for all the readers. We must congratulate Rivyani’s poor parents for taking a bold step even while they were under terrific stress. It is shocking to learn that few idiots instead of helping victims to rush them for urgent medical help were otherwise busy in capturing tragedy in their mobile. This reminds me of an incident in which one youth on his motorbike was knocked down by a truck on highway on outskirts of Lohardaga (Jharkhand), and was lying unconscious on middle of the road, the accident had taken place before few minutes of my reaching there. There werer few vehicles. in front of us. I asked my driver to go to the spot of accident but onlookers advised me to keep away. I not only quickly reached there, few people helped the youth to lift and put him in the middle seat of my bolero vehicle and we rushed to the nearest hospital. I was surprised to see the arrogant approach of the hospital staff who were more busy looking for paper formalities and asking my identity etc. I had to virtually fight with them to get the youth rush for emergency treatment. Police also reached there in about 15 minutes. They asked me silly questions as how the accident took place etc. I had to raise my voice saying that I have helped a man who was lying on the road unconscious and have brought him to this hospital. Is this not enough for you to know. I must say that the inefficient police wasted almost an hour of their time and my time. Attitude and Approch of the police in such sensitive matter also is shocking, of course there are exceptions every wherei
    I also request Govindbhai Maru to share me the contact details of parents of Rivyani to honour them in a public program.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s