શ્રાદ્ધ કરી, કાગડા બચાવવા એ કુતર્ક છે

કાગડાનો વંશ ટકાવવા માટે શ્રાદ્ધમાં કાગડાને ખીર નાખવી જોઈએ, અને તેની પાછળ સાયન્સ છે; તેવું પરમ્પરાવાદીઓ કહે છે. કાગડા તો કુદરતના સફાઈ કામદાર છે; તેને ખીર નાખવી તે તેની સ્વાભાવીક ભોજનની ટેવ વીરુધ્ધનું કામ છે. કાગડા ખીર ખાય તેથી પીતૃઓને સન્તોષ થાય છે, એ મગજમાં બેસતું નથી. પીતૃઓને ભાવતા ભોજન તૈયાર કરી ખાવાથી આપણને સન્તોષ થાય. કાગડાને ખીર ન નાંખવામાં આવે તો પીતૃઓ નારાજ થઈ જાય, હેરાન કરે? આપણને જન્મ આપ્યો હોય, પાળ્યા હોય, પોષ્યા હોય એ પીતૃઓ હેરાન કરે ખરાં?

શ્રાદ્ધ કરી, કાગડા બચાવવા એ કુતર્ક છે

–ભુપેન્દ્રસીંહ રાઓલ

‘અંગદાન’ અંગેની લેખમાળા સમાપ્ત થયેથી ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર સોમવારે આજની વીડીયો–પોસ્ટની જેમ વહેમ અને અન્ધશ્રદ્ધા અંગેના વીડીયો–પોસ્ટ મુકવાનો વીચાર છે. આ અંગે વાચકમીત્રોને અભીપ્રાય આપવા વીનન્તી છે.

–ગોવીન્દ મારુ

વક્તા/બ્લોગર સમ્પર્ક :  

શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com ના સૌજન્યથી સાભાર

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 28–09–2018

11 Comments

 1. Daily Good નામે એક બ્લોગ છે. એમાં મોટા ભાગે તો નીબંધના રુપમાં હોય છે, પણ કોઈ કોઈ વાર વીડીઓ મુકવામાં આવે છે અને સાથે સાથે એને લખાણમાં પણ મુકવામાં આવે છે. જેણે માત્ર સાંભળવું હોય તે સાંભળે, જેમણે વાંચવું હોય તે વાંચે. જો એ પ્રમાણે થઈ શકતું હોય તો કદાચ જેમને વાંચવાથી વધુ સારી રીતે સમજમાં આવી શકે તેમ હોય તેમને સરળતા રહેશે. પણ કદાચ એમાં વધુ કામ રહેશે.

  Liked by 1 person

 2. રેશનલ વીડિયો મૂકવાની શરૂઆત માટે અભિનંદન.

  કાગડા સમક્ષ ખીર અને મરેલો ઉંદર મૂકવામાં આવે તો ઉંદરની પસંદગી કરશે. તે તેના માટે કુદરતી ફૂડ છે; આટલું માનવજાત સમજે તો ઉદ્ધાર થઈ જાય.

  Liked by 1 person

 3. It’s better to feed ” PITRUS” whatever they like when they are living. Don’t expect them to come as crows in after life to eat their foods of choice. It’s better feed other hungry people.
  Perhaps this tradition of Shradh was started by Brahmines or religious gurus.

  Liked by 1 person

 4. एक बार गुरु रामानंद ने कबीर से कहा कि हे कबीर! आज श्राद्ध का दिन है और पितरो के लिये खीर बनानी है. आप जाइये, पितरो की खीर के लिये दूध ले आइये….

  कबीर उस समय 9 वर्ष के ही थे. कबीर दूध का बरतन लेकर चल पडे… चलते चलते आगे एक गाय मरी हुई पडी मिली.
  कबीर ने आस पास से घास को उखाड कर, गाय के पास डाल दिया और वही पर बैठ गये!
  दूध का बरतन भी पास ही रख लिया…

  काफी देर हो गयी, कबीर लौटे नहीं, तो गुरु रामानंद ने सोचा पितरो को छिकाने का टाइम हो गया है कबीर अभी तक नही आया तो रामानंद जी खुद चल पडे दूध लेने…

  चले जा रहे थे तो आगे देखा कि कबीर एक मरी हुई गाय के पास बरतन रखे बैठे है!

  गुरु रामानंद बोले, अरे कबीर तू दूध लेने नही गया?

  कबीर बोले: स्वामीजी, ये गाय पहले घास खायेगी तभी तो दुध देगी!

  रामानंद बोले: अरे ये गाय तो मरी हुई है, ये घास कैसे खायेगी?

  कबीर बोले: स्वामी जी, ये गाय तो आज मरी है… जब आज मरी गाय घास नही खा सकती!

  …तो आपके 100 साल पहले मरे हुए पितर खीर कैसे खायेगे?!

  यह सुनते ही रामानन्दजी
  मौन हो गये!
  उन्हें अपनी भूल का ऐहसास हुआ!

  ***
  *माटी का एक नाग बना के*,
  *पुजे लोग लुगाया*
  *जिंदा नाग जब घर में निकले*
  *ले लाठी धमकाया*।।

  *जिंदा बाप कोई न पुजे*
  *मरे बाद पुजवाया*।
  *मुठ्ठीभर चावल ले के*
  *कौवे को बाप बनाया*।।

  *यह दुनिया कितनी बावरी हैं*
  *जो पत्थर पूजे जाय*
  *घर की चकिया कोई न पूजे*
  *जिसका पीसा खाय*।।

  ~ संत कबीर

  Like

 5. દાદા ભગવાન ના શ્રાધ વિશેના શબ્દો …
  ”તે પૂનમને દહાડેથી દૂધપાક જમવાનો મળે, તે પંદરેય દહાડા દૂધપાક જમવાનો મળે. કારણ કે આજે મારે ત્યાં, કાલે તમારે ત્યાં અને લોકને માફક આવી ગયું કે, ‘હશે, ત્યારે, વારાફરતી ખાવાનું છેને ! છેતરાવાનું નહીં અને પછી વાસ નાખવાની કાગડાને.’ તે આ શોધખોળ કરેલી. તેનાથી પિત્ત બધું શમાઈ જાય. તે એટલા માટે આ લોકોએ આ વ્યવસ્થા કાઢેલી. એટલે આપણા લોક તે ઘડીએ શું કહેતા હતા કે સોળ સરાદ પછી જો જીવતો રહ્યો, જીવ્યો તો નવરાત્રિમાં આવ્યો !”

  Like

 6. પિતૃઓ ખીર ખાવા આવે ત્યારે તેમના હાલના શરીરો નિર્જીવ ના થઇ જાય? ખીર ખાઈને પાછા જાય એટલે સજીવ થઈ જાય?

  Liked by 1 person

 7. કાગડા અને ખીર બાબતે આપની વાત ફક્ત “સમય-સંગત” છે. કેમ કે હાલના સમયમાં જેમ વિવાદોને ઉકસાવવા, લોકોની માન્યતાઓની સળી કરવી, કુતર્કો વકરાવવા વિ. કુ-કાર્યોથી જેમ ટીઆરપી વધે છે તેમ આવા વિવાદીત, મેળ-માથા વગરના અને ‘હું અધિક હોંશિયાર’ એવા મિથ્યાત્વથી પોષાયેલા લખાણોથી બ્લોગની વાચક-સંખ્યા પણ વધે છે. લોકોની દુખતી રગ દબાવી વાચક-સંખ્યા વધારવામાં આપ સફળ રહ્યો હો તો અભિનંદન….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s