પાખંડ (એપીસોડ–1)

બહુજન સમાજના જન–માનસમાં ફેલાયેલા વહેમ–અન્ધશ્રદ્ધા અને કુરીવાજોને નાબુદ કરવા તેમ જ વૈજ્ઞાનીક અભીગમના પ્રચાર–પ્રસાર માટે હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન, ગોધરાવીડીયોશ્રેણીનું નીર્માણ કાર્ય હાથ ધર્યું છે. [………………………..]

પાખંડ (એપીસોડ1)

સુરતના કાળુભાઈ પટેલ અને રતનજી પટેલ બન્ને પાડોશી ધર્મ સરસ રીતે બજાવતાં હતાં. મધુબહેનના શરીરમાં ધુણતાં અમેચરબાપુના પવને રતનજી પટેલ દ્વારા કાળુભાઈ પટેલને મારવાનું કાવતરું કરવાનો ખુલાસો કર્યો. કહેવાતા અમેચરબાપુના પવનને કારણે બન્ને પાડોશીઓ વચ્ચે શું થાય છે? ધુણવાનો ધન્ધો કરતાં મધુબહેનના અને નીર્મળાબહેનના પાખંડનો પર્દાફાશ સુરતની ‘સત્યશોધક સભા’ના સભ્યો એ કર્યો તે સત્યઘટના અને પાલનપુરના તબીબી અભીપ્રાયનો વીડીયો–પોસ્ટ પાખંડ (એપીસોડ1) પ્રસ્તુત છે :

સૌજન્ય :હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશનગોધરા

ભાવાંજલી

હૃદયસ્થ અરવીન્દભાઈ

માનનીય અરવીન્દભાઈ અડાલજા, જામનગરમાં જનમ્યા, મોટા થયા અને ભણ્યા. બેંક મેનેજર તરીકે નીવૃત્ત થઈ બીજી ઈનીંગ શરુ કરી; પરન્તુ કેન્સરની બીમારીને કારણે જીવનસાથી કલ્પનાબહેને તેઓનો સાથ છોડ્યો. તે જ સમયથી તેઓ એકાંકી જીવન વ્યતીત કરતા હતાં. વાંચવા–લખવાના તેઓ ભારે શોખીન હતાં. ‘અરવીન્દ અડાલજાનો બ્લૉગ’ (https://arvindadalja.wordpress.com/) બનાવીને વીવીધ વીષય ઉપર તેઓના વીચારોના આદાન–પ્રદાન કરી, નીવૃત્ત જીવનનો આનન્દ માણી રહ્યાં હતાં. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતાં. નાદુરસ્ત શરીરને કારણે લખી–વીચારી શકતા નહોતા. જેથી દૈનીક પેપરોના લેખકોના લેખો તેઓના બ્લૉગ પર પોસ્ટ કરતા હતાં. એ જ રીતે ‘અભીવ્યક્તી’ બ્લૉગના લેખોને પણ તેમના બ્લૉગ પર રીબ્લૉગીંગ કરતા હતાં. તા. 20/10/2018ના રોજ અરવીન્દભાઈ આપણને અલવીદા કરી ગયા છે. ‘અરવીન્દ અડાલજાનો બ્લૉગ’ના વાચકમીત્રો અને ‘ફેસબુક’ના મીત્રોને એક વીચારકમીત્રની ખોટ સાલશે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

પોસ્ટ કર્યા તારીખ : 22–10–2018

 

12 Comments

  1. સુંદર પ્રયાસ. વઘુ ને વઘુ આવા પ્રયાસો જરુરથી મદદરુપ થશે. મારી સુરત સત્ય સભાને વિનંતિ છે કે પોલીટીશીયનોમાં જો આવા કોઇ હોય તો તેમને ખુલ્લા પાડો.
    સફળ પ્રયાસ.
    સફળતા ઇચ્છું છું.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. સ્વર્ગવાસી અરવિંદભાઇ અડાલજાને માટે , તેમના પરિવારના સભ્યોને શાંતિ મળે તે માટે પ્રાર્થના.
    અમૃત હઝારી અને ફેમીલી.

    Liked by 1 person

  3. આદરણીય ગોવિંદભાઈ,
    અંધશ્રદ્ધા નાબૂદીના આ કાર્યમાં અમારો સાથ આપવા બદલ આપનો આભાર…
    -‘પાખંડ’ પ્રોડક્શન ટીમ, પાલનપુર
    જયેશ વાગડોદા
    નયન ચત્રારીયા
    ભાવેશ બેલદાર

    Liked by 3 people

  4. અરવિંદ ભાઈના અવસાનના સમાચાર જાણી બહુ દુઃખ થયું. એમને ‘સૂર સાધના’ પર શ્રદ્દ્ધાંજલિ ….

    Liked by 1 person

  5. અરવિંદ ભાઈના અવસાનના સમાચાર જાણી બહુ દુઃખ થયું. એમને ‘ શ્રદ્દ્ધાંજલિ

    Liked by 1 person

  6. વહેમ, અન્ધશ્રદ્ધા, કુરીવાજો, આન્ધળુ અનુકરણ, કુરીવાજો વગેરે ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઉત્તર અમેરિકામાં પણ ફેલાયેલા છે.

    સુરતની સત્યશોધક સભા થકી આ સુંદર પ્રયાસ ખરેખર દાદ આપવા લાયક છે, પરંતુ આવા અન્ય પ્રયાસો થકી આ પાખન્ડોને સદા માટે ક્યારે નાબૂદ કરી શકાશે?

    Liked by 3 people

  7. શ્રી ગોવીન્દભાઈ મારુ, 
    અરવીન્દ ભાઈ અડાલજાના અવસાન સમાચાર જાણે દુઃખ લાગેલ છે. અરવીન્દભાઈ એ પોતાના પરીચયમાં લખેલ છે કે…   મારી દીકરીએ મને કાન પક્ડી કોમ્પ્યુટર વાપરતા ધરાર શિખવ્યુ અને પરિણામે આજે મારો ઘણો સમય તેના થકી પસાર કરી રહ્યો છું આજે આ બ્લોગ પણ તેનું જ પરિણામ છે….
    લી. વીકેવોરા….

    Liked by 1 person

  8. First of all let me convey my heartfelt condolences to you Govindbhai and to the family on sad demise of Arvindbhai Adalajaa.This is a significant loss to the small Gujarati Rationalist community. May his family get the strength to bear his loss.
    Saw this video, it is a new experiment and a new venture. It is a good beginning but the video is bit too long. I am still in favour of a nicely written article.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s