આત્મા કોઈએ જોયો નથી અને પરમાત્મા સૌને જોઈ રહ્યા છે

નરોડાનો સામુહીક આત્મહત્યા કાંડ વીચીત્રતાથી ભરેલો છે. આત્મા કોઈએ જોયો નથી. ભુતપુર્વ પ્રેમીકાએ મોત વહાલું કર્યું હતું અને પછી પોતાના  પ્રેમી અને તેના પરીવારની પાછળ તેનો આત્મા પડ્યો હતો. જેના મનમાં જે વાત આવી તે કરે છે; પરન્તુ દરેક વાત અન્ધશ્રદ્ધાથી છલકાયેલી જોવા મળે છે. એક બ્રાહ્મણ પરીવાર પાસે ગાયત્રી મન્ત્ર જેવું અનોખું શસ્ત્ર છે કે દત્તબાવની જેવો અકસીર ઈલાજ હોવા છતાં આત્માની બીકે જાન આપી દે એ કેવું?[…………………..]

આત્મા કોઈએ જોયો નથી અને પરમાત્મા સૌને જોઈ રહ્યા છે

ભગવાન! વતી કામ કરતી પાખંડીઓની દુકાનો

નરોડાના સામુહીક આપઘાતકાંડ પાછળ ‘આત્મા’ને જવાબદાર ગણાવાતાં આશ્ચર્ય!

આત્માની વાતો કરનારા, ભુતની વાતો કરનારા, ભગવાન સાથે વાતો કરનારા, ભગવાનને પુછીને લોકોની સમસ્યાઓનું સમાધાન કરનારાઓ વગેરે છેતરપીંડી કરનારા હોય છે. આ લોકો પાસે સાયકોલોજીની કોઈ ડીગ્રી નથી હોતી; પણ માણસોના નબળા મન પર કેવી રીતે કાબુ મેળવવો તેના તે પાક્કા જાણકાર હોય છે.

માણસ અનેક સમસ્યાઓથી પીડાતો હોય છે તે તો ઠીક; પણ પોતાનું ધાર્યું કરવા તેમ જ રાતોરાત પૈસાદાર થવા મથતો હોય છે. આપણા મનમાં કેટલાક ‘વહેમ’ નાખનારાઓ સામે વાંધો છે. વહેમ મનમાં પોષાયા કરે છે અને પછી વહેમને દુર કરવાની દવા આપતા ઢોંગી બાવાઓ પોતાનું બેલેન્સ વધાર્યા કરે છે.

આપણે પરમાત્માના ગુણગાન ગાતા હોઈ શક્તીશાળી છીએ તેથી કોઈ આત્મા આપણું બગાડી શકે નહીં. આત્મા એ વહેમ છે અને ડરપોક હોવાની નીશાની છે. જીવનમાં કેટલાક ફટકા ખાધા પછી માણસ સમજી જાય છે કે નંગ–બંગ–વાસ્તુ–જ્યોતીષ–તાન્ત્રીકવીધી વગેરે બકવાસ સમાન છે.

સમય સારો કે ખરાબ નથી હોતો પણ મન નબળું હોય છે. કુદરતી મારની કોઈ દવા નથી. સમય–સંજોગને આધીન રહેવાની આપણે સૌએ ટેવ પાડવાની જરુર છે.

જો બેચાર સમસ્યાઓ આવે તો શાંતીથી તેનું નીરાકરણ કરવાના બદલે તે તેના ગ્રહોની વક્રીચાલ સમજે છે. આ ગ્રહોની વક્રીચાલ તેને બાવાઓની દુકાન સુધી ખેંચી જાય છે. આ બાવાઓ ભલે સાયકોલોજીસ્ટ નથી હોતા; છતાં તે પોતાને ત્યાં આવનારનો ચહેરો ઓળખી જાય છે.

પોતાને પૈસાની પડી નથી એમ બાવો કહેતો જાય છે અને પૈસા પડાવતો જાય છે. પાંચ ગુરુવાર ભરવાથી સમસ્યા દુર થશે એમ કહેતો બાવો અસરગ્રસ્તના કુટુમ્બની જાણકારી મેળવી કુટુમ્બની યુવાન સ્ત્રીઓ પર ડોળો નાખીને સમયની રાહ જોતો હોય છે.

આ સ્થીતીમાંથી બહાર નીકળવા પાયાના શીક્ષણને બદલવાની જરુર છે. પાયામાંથી આપણા સન્તાનોને ભીરુ–ડરપોક બનાવાય છે. સફળતાને વરેલા માનવીઓની કથાઓ સમ્ભળાવવાના બદલે તેને મુર્તીઓ સમક્ષ પગે લગાવવામાં આવે છે. પોતાનું સન્તાન વહેલું ઉઠીને પુજન કરે છે, મન્દીર જાય છે, વડીલોને પગે લાગે તો તેને હોંશીયાર–ચબરાક–આદર આપનાર તરીકે ઓળખવામાં આવે છે. જે સન્તાન મન્દીર જવાનો વીરોધ કરે ત્યારે તેણે સોટીનો સ્વાદ ચાખવો પડે છે.

કુદરત એક વીચીત્ર કારીગર છે. જે લોકો સાવ ‘ગગા’ જેવા છે તેમની પાસે અઢળક સમ્પત્તી છે અને જે લોકો ભણેલા અને તેજસ્વી છે તે તેમના ઘેર નોકરી કરતા હોય છે. સામાન્ય પ્રજા આ સ્થીતી જાણવા મથે છે; પણ જ્યારે તેનો જવાબ નથી મળતો ત્યારે તે સાધુ–બાવાના શરણે જાય છે.

વેપાર–ધન્ધામાં આવતી ઈન્કમટેક્ષની નોટીસને પણ મુશ્કેલી સમજતા લોકો સાધુ બાવાને કહે છે કે ગમે તે કરો; પણ આ જીએસટીમાંથી છોડાઓ!!  કાળોજાદુ, મુઠવીદ્યા, કાળીવીદ્યા વગેરે છેતરપીંડી કરતા જાહેર કારખાના છે.

દર અઠવાડીએે ક્યાંક તો કથાકારોની કથા ચાલતી હોય છે. આ કથાકારોની વાણીનો લાભ લાખો લોકો ઉઠાવે છે; છતાં સમાજમાં સામાજીક દુષણો પ્રજાને છોડતા નથી.

આપણા કેટલાક રીત–રીવાજો લોકોને અન્ધશ્રદ્ધા તરફ દોરી જાય છે તે હકીકત છે. પોતાના સન્તાનોને શ્રધ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેની ‘પાતળી રેખા’ બતાવવી જોઈએ.

નરોડાનો સામુહીક આત્મહત્યા કાંડ વીચીત્રતાથી ભરેલો છે. આત્મા કોઈએ જોયો નથી. ભુતપુર્વ પ્રેમીકાએ મોત વહાલું કર્યું હતું અને પછી પોતાના  પ્રેમી અને તેના પરીવારની પાછળ તેનો આત્મા પડ્યો હતો. જેના મનમાં જે વાત આવી તે કરે છે; પરન્તુ દરેક વાત અન્ધશ્રદ્ધાથી છલકાયેલી જોવા મળે છે. એક બ્રાહ્મણ પરીવાર પાસે ગાયત્રી મન્ત્ર જેવું અનોખું શસ્ત્ર છે કે દત્તબાવની જેવો અકસીર ઈલાજ હોવા છતાં આત્માની બીકે જાન આપી દે એ કેવું?

કહે છે કે પરમાત્મા બધું ઉપરથી જુવે છે. જો આ વાત સાચી હોય તો ઢોંગી બાવા–સાધુઓ શા માટે મનમાની કર્યા કરે છે? તમારા મનમાં ‘વહેમ’ ઘુસાડનાર અને તેની દવા પણ બતાવનાર કોઈ હોય તો ચેતતા રહેજો. આવા લોકો સાથે લટકતી સલામના પણ સમ્બન્ધો ના રાખશો. આ લોકોની વાક્પટુતામાં ભલભલા સપડાઈ જાય છે.

તમે પોતે પણ આવા ચમત્કાર બતાવનારાઓમાં ના સપડાશો અને તમારા કોઈ સગા–સમ્બન્ધી કે મીત્રો પણ ના ફસાય તેનું ધ્યાન રાખજો. આવો છેતરપીંડીનો અડ્ડો ચલાવનારામાં અનેક લોકો ફસાયેલા છે.

અજ્ઞાત

ગુજરાત સમાચાર, દૈનીક સુરતની તા. 19 સપ્ટેમ્બર, 2018ની ‘શતદલ’ પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર પ્રસંગપટમાંથી, લેખકના અને ગુજરાત સમાચારના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26–09–2018

5 Comments

  1. જીવનમાં જે લોકો સફળતાની ચાવી માટે દોરાધાગા કરતા
    પાંખડીઓ ના ચરણો ધુએ છે તેમને કોઈ દિવસ સુખશાતા મળવાની શક્યતા નથી તેમનું જીવન કાયમને માટે ડહોળાઈ જ રહેવાનું ને જીદગી જીવાવાની તેની ઈચ્છા
    આમજ પુરી થતી હોય છે.

    Liked by 1 person

  2. According my view it’s a pitiable situation , & perhaps it will take years unless the “paakhandi” bawas are driven out or stopped in spreading ignorrent beliefs.

    Liked by 1 person

  3. As said since birth we are made to believe in all these things- so deeply ingrained Sanskara are difficult to drive out–however now through social media new awareness is getting spread but as said may take years – unless like china- Russia– by rule these people are banned.

    Liked by 1 person

  4. હિન્દુઓ જેને આત્મા કહે છે તેને વેસ્ટર્ન વર્લડ ‘ SOUL‘ કહે છે. That is… ” Immortal spirit” આત્મા અમર છે. આત્માને કોઇઅે જોયો નથી. અનુભવ્યો નથી. તેના હોવા માટેની કોઇ સચોટ સાબિતિ નથી. હિન્દુ ઘાર્મિક લખાણોમાં તેનો ઉલ્લેખ વિશાળ છે. તેના હોવા માટે જુદા જુદા દાખલાઓ આપીને પોતાના મનને સાચુ સાબિત કરવાના પ્રયત્નો પણ થતાં હોય છે.શરીર મરે છે પણ આત્મા મરતો નથી. ચર્ચા કરવા માટે મને ગમતું નથી. હું મારા વિચારોમાં સુખી છું.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s