–ભુપેન્દ્રસીંહ રાઓલ
‘અભીવ્યક્તી’ બ્લૉગ વાંચી ઘણા મને કહે છે કે તમે હીન્દુ ધર્મની ટીકા જ કેમ લખો છો? અન્ય ધર્મો વીશે કેમ નથી લખતાં? તમને ડર લાગે છે?
મીત્રો, ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રોમાં મુસ્લીમ બીરાદરોની સંખ્યા ઘણી સારી અને સન્માનજનક છે. ઈસ્લામ ધર્મમાં વ્યાપ્ત વહેમો–અન્ધશ્રદ્ધાઓ અંગે મુસ્લીમ બીરાદરો ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર અવારનાર પ્રતીભાવો લખે જ છે. દરેકે પોતાની થાળી ઉપરથી માખીઓ ઉડાડવાની હોય… અર્થાત્ દરેકે પોતાના ધર્મની ફીકર કરવાની હોય, કાળેક્રમે તેમાં પ્રવેશેલી કુરીતીઓને નીવારવી જોઈએ.
જે ધર્મમાં સડો છે, અન્ધશ્રદ્ધાઓ છે, રુઢ થયેલી ગલત પરમ્પરાઓ છે તેને નીવારી ને તે ધર્મ સારી રીતે ખીલી, માનવહીતાર્થે પ્રવૃત્ત બને એવું તમે ઈચ્છો છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રાઓલની ‘રૅશનલ–સભા’ના તર્કબદ્ધ વીચારો માણવા માટે આપને નીમન્ત્રણ છે..
આ ‘રૅશનલ સભા’ અંગે આપના પ્રતીભાવની અપેક્ષા છે.
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
વક્તા–સમ્પર્ક :
રૅશનાલીસ્ટ ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન : +1 732 406 6937 ઈ.મેઈલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com
‘www.youtube.com’માં પ્રગટ થયેલ એમની ‘રૅશનલ સભા’ (21, ઓક્ટોબર, 2018)માંથી.. શ્રી. રાઓલજીના અને ‘યુટ્યુબ.કોમ’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
પોસ્ટ કર્યા તારીખ : 29–10–2018
નમસ્તે બાપુ, તમારી તલવાર જેવી તીખી વાણી માણી. રીરિવાજોને પણ સમય થતા કાટ લાગે છે ને કાટવાળા વાસણમાં રસોઇ કરીએ તો શું થાય?એક સમયમાં આદર્શ ને જરુરી લાગતા રિવાજો સમય જતા એની જરુરિયાત નષ્ટ થતા બેહુદી લાગે છે. એક સમયે શતપુત્ર ભવ એ આશીર્વાદ લાગતા. આજે? હા, આપણા ગુરુઓને સવાલકરનારા અવિવેકી ગણાયા છેને સજાપણ પામ્યા છે. એથી આજે પણ ઘરમાં વડીલોને સવાલ કરતા કે સાચી વાતનો વિરોધ કરનાર દિકરો કે દિકરી ઉધ્ધત ગણાય છે. એ પણ સત્ય છે કે આવા રિવાજોનું સમર્થન કરનારાને પોતાની આજીવિકાની ચિંતા હોય છે. આપણા દેશમાં ઘર્મના નામે કેટલા મંદિરો, યજ્ઞો, ચાલે છે?શ્રાધ્ધ, સરવણા ને કથા, કિર્તન જેની આજીવિકા છે એલોકો આવી માન્યતા નું ખંડન થવા દેશે? દેશ તો ઠીક પણ પરદેશમાં ય રોજ નવા મંદિરનું નિર્માણ થાય છે. ટેક્સ વિનાની આવક. જે દેશમાં આટલી ભકિત ને ભક્ત હોય ત્યા ગરીબી, અન્યાય ને શોષણ કેવી રીતે હોય? આમ તો સ્વામી સચ્ચિદાનંદે કહ્યુ છે એમ ભણેલા અભણ વધારે છે.
LikeLiked by 1 person
બીજાનો દોશ બતાવવામાં ગેરસમઝ થવાનો પુરો સમ્ભવ છે માટે તેમાં પડવા જેવું નથી.
LikeLiked by 1 person
બીજા ના દોષ વિષે જો સો ટકા દસ્તાવેજી સાબિતી આપવામાં આવે તો, ઍ સત્ય અને વાસ્તવિકતા હશે.
LikeLiked by 1 person
શ્રી ભૂપેંદ્રસિંહભાઈના વિચારોથી તો પરિચિત છું જ. પણ એમણે હવે પોતાની યૂ-ટ્યૂબ ચૅનલ શરૂ કરી છે તે જાણીને આનંદ થયો. ખરેખર તો ધર્મ વિશે જાણ્યા વિના ટીકા થઈ જ ન શકે. એટલે જે લોકોને એમ ખોટું લાગતું હોય કે શ્રી ભૂપેંદ્રસિંહભાઈ હિંદુ ધર્મની જ ટીકા કરે છે તેમણે સમજવું જોઈએ કે એમણે ધર્મ હિન્દુ ધર્મ વિશે વાંચ્યું/જોયું/જાણ્યું હશે ત્યારે જ બોલી શકતા હશે. બીજા ધર્મો વિશે વાંચ્યું હોય તેવા હિન્દુઓ કેટલા? માત્ર કોઈ ગાળો ભાંડતા હોય તે રિપીટ કરવાથી તો આપણે મૂર્ખતાની જ લહાણી કરતા હોઈએ છીએ. ગાળો ઉધાર લીધેલી ન હોય અને ઓરીજિનલ હોય તે માટે પણ વાંચવું પડે.
LikeLiked by 1 person
Very true ! We have to look at our selves only ¬ towards others.
LikeLiked by 1 person
શ્રી ભૂપેંદ્રસિંહભાઈ ની વાત સાચી છે. અંગ્રેજી માં ઍક કહેવત છે “પહેલા પોતાનું ઘર સાફ કરો, પછી બીજા નું ઘર જુઓ.”
તેમ છતાં બીજા ધર્મો માં પણ અંધ્ધશ્રધા ના ભન્ડાર ભરેલા છે તે વાંચકો ની જાણ માટે તેની થોડી ઘણી વિગતો જો અભીવ્યક્તી માં આપવામાં આવે, તો વાંચકો ઍ જાણી શકે કે આવા ધતીન્ગો દરેક ધર્મ માં થઈ રહ્યા છે. ઍટલે કે “દુનિયા માં ચારે તરફ પોલમ પોલ છે.”
કેવળ ઍક ધર્મમાંની અંધ્ધશ્રધા વિષે વારંવાર લખવાથી ઍ ધર્મમાં તત્કાળીક સુધારો આવી જશે ઍવી આશા રાખી શકાય કે?
LikeLike
બહુ જ સુંદર આલોચના સમજવા જેવી જરુરી અને આચરણમાં મુકવા જેવી પરંતુ આપણા હિંદુ ધર્મ માં સદીઓથી રાજામહારાજાઓથી માંડીને પરમ સાધુઓ , ચિંતકો વગેરે વગેરે થઇ ગયા જેમણે સચોટ શિખામણો દાખલાઓ આપી ને આ અંધશ્રધ્ધાઓથી સમાજને જાગૃત કરવાના અનેક પ્રયત્નો કરવા છતાં કેમ હજી લોકોમાં સુઝબુઝ આવતી નથી અભણ તો શું ભણેલાઓ પણ તેની પાછળ દોડે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે ભણેલા ને સમજુઓ પણ આવા ધતિંગો કરતા હોય છે મને એમ લાગે છે કે મનુષ્યના સ્વભાવમાં જ કે જેને ડીએનએ કહેવાય છે તેમાં જ આ જડાયેલું છે ગમ્મે તેટલા પ્રયત્નો છતાંય માનવજાતની ઉત્પતિથી માંડીને આજ સુધી આ રોગ કાઢ્યો નિકળતો જ નથી …ૐ શાંતિ ૐ॥.
LikeLiked by 1 person
DNA has nothing to do with wrong practices and mistaken beliefs.
People stick to their own customs and beliefs because of their personal psychological needs. Education,argument and preaching do not affect me if I need emotional support and assurance in distress.
Beliefs formed in early childhood are hard to change because most people stick to custom and culture in which they are raised. —Thanks. — Subodh Shah
LikeLiked by 1 person
સરસ વાત કરી. દાખલાઓ પણ અેવા કે મનમાં બેસી જ જાય…સત્ય સમજાવી દે….પણ કોને ? જેને સમજવું હોય તેને. પોતાની જાતની અંદર ઝાંકો….પોતાની નબળાઇઓને ૉળખો. તેને સુઘારવાના પ્રયત્નો કરો. જ્ઞાન મેળવીને પોતાની જાતને સુઘારો પછી બીજાને સુઘારવા જોઓ. આપણા આજના કથાકારો, સ્વામીજીઓ, સીન્સીયરલી અને ઓનેસ્ટીથી પોતાના દુર્ગુણો અને સદ્ ગુણોને ઓળખે અને પછી લોકોને ભેગા કરીને ઉપદેશો આપે.પોતાના નીગેટીવ ગુણોને તપાસીને સુઘારે. પારકાને સલાહ…ઉપદેશ આપવાનો ખોટો બીઝનેસ બંઘ કરે. ” You can not reach for anything new if your hands are still full with yesterday’s junk.” AND ” Nothing changes, until you change, everything changes, once you change.”
શીર્ફ ખ્વાહીસો સે નહી ગીરતે ફૂલ ઝોલીમેં, કર્મ કી શાખ કો હીલાના હોગા.
કબ તક કોસતે રહોગે અંઘેરે કો, અપને હિસ્સેકા દીયા જલાના હોગા.
સલાહકાર બનવું ઇઝી છે….સલાહ પાળવું અતિ મુશ્કેલ છે.
પોતાની અંદર ઝાંકવાની વાતે આ દલપતરામને સામા ઘરી દીઘા……
શાંભળી શિયાળ બોલ્યુ, દાખે દલપતરામ,
અન્યનું તો અેક વાંકું, આપના અઢાર છે.
સવાલ કરનારની વાત….સવાલ નહિ સાંભળનારની વાત…..કેવી વિચિત્ર ! સવાલ અને જવાબ તો જ્ઞાનની પરબો છે.
સરમુખત્યારશાહિની નહિ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વિનોબાજીએ એટલે જ કહેલું કે “એક પણ ઘર્મ આજના જમાનામાં ચાલે તેમ નથી. ધર્મોએ માનવહત્યાઓ કરાવી છે. હવે માત્ર માનવધર્મ હોવો જોઈએ.”
આપણે પોતાની થાળી ઉપરની માંખો ઉડાડવી જોઈએ-તે વ્યવહારિક છે; કેમકે બીજાના ઘર્મની ગમે તેટલી સાચી ટીકા કરશો તો પણ તે સ્વીકારાશે નહી. ઉપરાંત બે જૂથો વચ્ચે દુર્ભાવના ફેલાવવાની કોશિશ લેખાશે અને પોલીસ જેલમાં મૂકી શકે. તેથી સર્વ પ્રથમ આપણા ઘરની જ સફાઈ કરીએ તેમાં જ રેશનાલિટી છે.
રેશનલ સભાના કથાકારને ધન્યવાદ.
LikeLiked by 1 person
1. Great article, Bhupendraji ! Congratulations !
2. Any talk about ancient religions becomes a dispute about interpretation of old scriptures.
If I don’t know Arabic, it is wrong for me to debate the meaning of the Kuran. So, let everyone talk about what he knows.
3. વિનોબાજીએ એટલે જ કહેલું કે “એક પણ ઘર્મ આજના જમાનામાં ચાલે તેમ નથી. ધર્મોએ માનવહત્યાઓ કરાવી છે. હવે માત્ર માનવધર્મ હોવો જોઈએ.” Vinobaji knew many languages. Let us pay attention.
Thanks. — Subodh Shah
LikeLiked by 1 person
Raol સાહેબ,
ગુડ મોર્નિંગ, તમારા બ્લોગ હું વાંચું છું બહું મજા આવે છે અને તમારી રેશનલ સભામાં બોલવાની જે બહું સરસ છે અને મને તેમ જ મારા મિત્રોને સંભાળવું બહું ગમે છે.
રેશનલ સભા અપ્રતિમ હોય છે મારે બહું બધું કેવું છે, લખવું છે સાહેબ પણ એ બધાના બસ ની વાત નથી તમે જે કંઈ પણ લખો, કહો છો, દમદાર, अर्थ સભર હોય છે બસ सर બીજું શું કહું, लाजवाब ધન્યવાદ
सर, ખુશ રહો સુખી રહો स्वस्थ रहो,
જય विज्ञान.
LikeLiked by 1 person
સત્ય તો ઍ છે કે અંધશ્રધ્ધા નું મુળ છે “બાપદાદા”. ઍટલે કે જે ક્રીયાકર્મો બાપદાદાઑ કરતા હતા તેજ ક્રીયાકર્મો આજે તેની પેઢી કરી રહી છે.
આ વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં ત્રણ જગ્યાઍ કહેવામાં આવેલ છે, જેનો ભવાર્થ ઍ છે કે “જ્યારે તેમને કહેવામાં આવે છે કે ઍ બાબતોનું અનુસરણ કરો, જે તમારા પરમેશ્વર તરફથી છે, તો તેઓ કહે છે કે, નહીં, અમે તો ઍ બાબતોનું અનુસરણ કરીશું, જે અમારા બાપદાદાઑ કરતા હતા. શું તેમના બાપદાદાઑઍ બુદ્ધિનો જરા પણ ઉપયોગ ન કર્યો હોય અને સત્ય માર્ગદર્શન ન પામ્યા હોય, તો શું તેઓ આંધણુ અનુકરણ કર્યે જશે?”
આમાં દોષ કોનો?
LikeLiked by 1 person