એક એક કહે માહારો પંથ

માનવસમાજને કોણ વીભાજીત કરે છે, કોણ લડાવે છે અને લોહીભુખ્યો બનાવે છે? હમ્મેશાં કોણ અધર્મ આચારે છે, અન્યાય કરે છે અને શોષણ કરે છે? તે માટે શહીદ ભગત સીંહની વેદના શી હતી? હીન્દુ માનવતા કે મુસ્લીમ માનવતા, ખ્રીસ્તી પ્રેમ કે હીન્દુ પ્રેમ કોણે ઉભા કર્યા? આવો આ અંગે વીનોબાજી, કીશોરલાલ મશરુવાળા, કેદારનાથજી અને બર્ટ્રાન્ડ રસેલના વીચારો માણીએ…

2

એક એક કહે માહારો પંથ

–રચના નાગરીક

ધર્મમાં ઘુસી ગયેલા સડા સામે લડત ચલાવનારાઓ કહે છે : (1) ધર્મને દોષ દેવો તે ખોટું છે. ધર્મ સામે લડવાની જરુર નથી, ધર્મમાં જે ખોટાં તત્ત્વો ઘુસી ગયાં છે તેની સામે લડવાની જરુર છે. (2) શ્રદ્ધા જરુરી છે, શંકા નહીં. (3) મુલ્યો ધર્મો આપે છે. મુલ્યો વીના માણસ હીટલર જેવો થઈ જાય છે.

માણસને ‘ધર્મ’ શબ્દનો મોહ છુટતો નથી. ‘ધર્મ’ એટલે નીતીનીયમો, ‘ધર્મ’ એટલે માનવધર્મ. આવું વીચારીએ તો ‘સંગઠીત ધર્મ પ્રત્યેનો મોહ છોડી દેવો જોઈએ.

માનવસમાજ સંગઠીત ધર્મોને કારણે વીભાજીત થઈ ગયો છે. ધર્મોએ માનવજાતને લડાવી છે, લોહીભુખી બનાવી છે. સંગઠીત ધર્મોએ હમ્મેશાં અધર્મ આચાર્યો છે, અન્યાય કર્યો છે, શોષણ કર્યું છે અને જુલમીઓનું સાધન બન્યો છે. માનવજાત પહેરવેશ, ખોરાક, રહેઠાણની બાબતમાં સામાજીક–ભૌગોલીક આવશ્યક્તા મુજબ વર્તવાને બદલે સંગઠીત ધર્મોના ફરમાન મુજબ વર્તે છે તેથી સુગ ઉભી થાય છે, ઝઘડા થાય છે, લોહી વહે છે. સંગઠીત ધર્મો માણસને ચોકઠાબધ્ધ કરે છે, સંકુચીત બનાવે છે, ઝનુની બનાવે છે, વીવેકશક્તી છીનવી લે છે. સંગઠીત ધર્મો માણસને માણસ તરીકે નહીં; પરન્તુ પોતાના ‘સાધન’ તરીકે જુએ છે. ધાર્મીક માણસ સંગઠીત ધર્મના ફરમાન મુજબ જીવશે અને સમાજહીત, માનવતા ભુલશે. સંગઠીત ધર્મો અન્ધશ્રદ્ધાને પોષે છે, પ્રગતીનો વીરોધ કરે છે, ખોટાં શાસ્ત્રવચનોનો સ્વીકાર કરે છે, ધર્માન્ધતા ઉભી કરે છે અને સ્થાપીત હીતોને મદદ કરે છે. શહીદ ભગત સીંહની વેદના જોઈએ : ‘આ ધર્મોએ હીન્દુસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીના કટ્ટર દુશ્મન છે. તાજેતરનાં લાહોરનાં રમખાણો જુઓ, કેવી રીતે મુસલમાનોએ નીર્દોષ શીખો અને હીન્દુઓને માર્યા છે અને શીખોએ પણ વળતા હુમલામાં કંઈ બાકી રાખ્યું નથી. આ માર–કાપ એટલા માટે નહોતી થઈ કે ફલાણો માણસ દોષી છે; પણ એટલા માટે થઈ કે ફલાણો માણસ હીન્દુ છે, શીખ છે કે મુસલમાન છે. કોઈ વ્યક્તીની મુસલમાનો દ્વારા હત્યા થવામાં તેનું હીન્દુ કે શીખ હોવું જ બસ હતું, તો એવી રીતે કોઈ વ્યક્તીનો જાન લેવા માટે તેનું મુસલમાન હોવું એ જ પર્યાપ્ત તર્ક હતો.’ બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે ‘જેટલું લોહી ધર્મને નામે રેડાયું છે તેટલું બીજા કોઈ કારણે રેડાયું નથી.’

શ્રદ્ધામાંથી કટ્ટરતા આવે છે. શ્રદ્ધામાંથી અન્ધશ્રદ્ધાનો વડલો મજબુત બને છે. શ્રદ્ધાની ભુમીમાં અજ્ઞાનનાં બીજ તરત ઉગી નીકળે છે. વીજ્ઞાને ‘શંકા’ને અન્તે એનેસ્થેસીયા શોધ્યો ત્યારે ખ્રીસ્તી પાદરીઓ કહેલ કે માંદો માણસ જે પીડા ભોગવે છે તે તેના પાપના કારણે છે. આ પીડા દુર કરવી તે ઈશ્વરના ન્યાયમાં દખલગીરી ગણાય! શંકાને કારણે વીજ્ઞાન આટલું વીકસ્યું છે, જ્યારે શ્રદ્ધાને કારણે આપણું મોઢું વીજ્ઞાનને બદલે મોક્ષ, સ્વર્ગ, કર્મકાંડ, મન્દીરો, આશ્રમો, યાત્રાઓ, કથાઓ, સામૈયાંઓ, બાપુઓ, શાસ્ત્રીઓ, પ્રગટબ્રહ્મસ્વરુપો તરફ છે. શંકા, સંશય જરુરી નથી, શ્રદ્ધા જરુરી છે – આ સીદ્ધાન્ત સ્વીકારે તો સંગઠીત ધર્મોએ ધર્મગ્રન્થોનાં બધાં જ પાનાં લખાઈ ગયાં છે તેમ માનવું પડે. શ્રદ્ધા માણસને અવળે રસ્તે દોરી જાય છે, જ્યારે શંકા માણસને સ્ખલનમાંથી બચાવે છે. બળાત્કાર, શોષણ, અત્યાચાર કર્યા પછી રામનામ ભજવાથી મુક્તી મળે છે તેવી શ્રદ્ધા રાખનારાઓ સમાજમાં ઓછા નથી.

કેદારનાથજીએ એક ભાવીકને કહ્યું હતું : ‘ધર્મગ્રન્થોમાં વર્ણવેલા મહીમા અને સામર્થ્ય પર જેમ મને વીશ્વાસ નથી તેમ તમને પણ નથી. એક અત્યન્ત દુરાચારી માણસ છે. તેણે ક્રુરતા આચરી છે, દગો દીધો છે, બળાત્કાર કર્યા છે. આવા માણસ પાસે હું એક વાર નહીં, હજાર વાર તમારી સમક્ષ રામનામ લેવડાવું. એક વાર નામ લેવાથી પાપોનો રાશી બળી જાય અને તે માણસ નીષ્પાપ થાય છે, તો હજાર વાર નામ લીધા પછી તે ઘણો શુદ્ધ થઈ જાય. તો આવી રીતે તમારી સમક્ષ નીષ્પાપ થયેલા મનુષ્યને, ગ્રન્થોના હીસાબ પ્રમાણે જોતાં, હજાર ગણા પવીત્ર થયેલાને તમે તમારા કુટુમ્બમાં આશ્રય આપવા, કેવળ તેને નોકર તરીકે રાખવા તૈયાર થશો કે? તમારા પરીવાને તેના પર વીશ્વાસ રાખવા કહેશો કે? ગ્રન્થોની આવી વાતો અને હીસાબો પર મારો વીશ્વાસ ન હોવાથી હું તો તે માણસને ઘરમાં ન રાખી શકું; પરન્તુ તમારી નામમહીમા પર શ્રદ્ધા હોવાથી એવા માણસને તમારા ઘરમાં સ્થાન આપશો ને? ધર્મગ્રન્થમાં કહ્યા કરતાં વધારે પ્રાયશ્ચીત તેણે કર્યા બાદ તેને ઘરમાં રાખશો ને? તમે ના કહેશો. બીજા કોઈ તૈયાર નહીં થાય. એક વાર રામનામ લેવાથી મનુષ્ય પવીત્ર થાય છે એવો તમારો વીશ્વાસ છે. તો તે પ્રમાણે પ્રત્યક્ષ વર્તવાનો પ્રસંગ આવતાં તમને તે વીશે શંકા શું કામ આવવી જોઈએ? ખેર, એકન્દરે, વર્તનની બાબત તપાસતાં ગ્રન્થોની વાત પર આપણો કોઈનો વીશ્વાસ નથી.

સંગઠીત ધર્મો મુલ્યોનો પ્રચાર કરે છે; પરન્તુ સાથે સાથે આ મુલ્યોને મુળમાંથી ઉખેડી ફેંકી દે તેવાં પરીબળોનું પણ પોષણ કરે છે. સંગઠીત ધર્મોએ બ્રુનોને અને તસલીમાને સજા કરી છે. સંગઠીત ધર્મનાં મુલ્યો રુપાળાં છે; પરન્તુ તે ખતરનાક હોય છે. સંગઠીત ધર્મોની માનવતા હીન્દુ માનવતા કે મુસ્લીમ માનવતા હોય છે. સંગઠીત ધર્મોનો પ્રેમ પણ ખ્રીસ્તી પ્રેમ કે હીન્દુ પ્રેમ હોય છે. મુલ્યો મહત્ત્વનાં છે, સંગઠીત ધર્મનું હાડપીંજર મહત્ત્વનું નથી. ધર્મમાં જે કંઈ સારા આદેશ છે તે મુળ તો નાગરીકશાસ્ત્રના નીયમો છે. નીતીનીયમો છે. અનુકમ્પા, પ્રેમ, સદાચાર, સત્ય, કરુણા અહીંસા, વગેરે ગુણો માનવસમાજ માટે જરુરી છે; પરન્તુ આ બધા ગુણોને વીકૃત કરનાર તો સંગઠીત ધર્મો છે. પ્રેમ–કરુણાની વાતો કરનાર અસ્પૃશ્યતા પાળે છે કેમ કે સંગઠીત ધર્મોએ આવું વીકૃત વર્તન માન્ય ગણ્યું છે! ધર્માન્ધ માણસ હીટલર કરતાંય ખતરનાક હોય છે. 1948માં હરીજનો ભજન ગાતાં ગાતાં સ્વામીનારાયણના મન્દીરમાં પ્રવેશ કરવા ગયા ત્યારે મન્દીરના મહન્ત યજ્ઞપુરુષદાસજીએ તેઓને અટકાવ્યા. કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવી લીધો હતો. મન્દીરપ્રવેશના કાયદામાં મન્દીર શબ્દની જે વ્યાખ્યા કરી છે તેમાં સ્વામીનારાયણ મન્દીરોનો સમાવેશ થતો નથી. તેથી બીન સત્સંગીઓએ તેમાં પ્રવેશ કરવો નહીં તેવો હુકમ હતો. મન્દીરના પ્રવેશ દ્વાર પાસે આ હુકમ મુજબ પાટીયું મારી દેવામાં આવ્યું. સંગઠીત ધર્મો હમ્મેશાં આવાં ‘પાટીયાં’ મારતા રહે છે.

વીનોબાજી કહે છે :‘જેને આપણે ધર્મગ્રન્થો કહીએ છીએ, તે પુરેપુરા ધર્મવીચારથી ભરેલા છે એવું નથી. આપણે એમ નહીં કહી શકીએ કે મહાભારતમાં જે કંઈ લખ્યું છે, તે બધો જ ધર્મ–વીચાર છે. એ જ હાલત મનુસ્મૃતી, કુરાન, બાઈબલ અને બીજા બધા જ ગ્રન્થોની છે. વાસ્તવમાં આપણી વૃત્તી સાર ગ્રહણ કરી લેવાની હોવી જોઈએ. કોઈ પણ ગ્રન્થને પ્રમાણ માનીને ચાલવાની વાત જ ખોટી છે. ઠેકેઠકાણે ચર્ચ, મસ્જીદ, મન્દીર છે. આ બધા ધર્મો અહીંસા, શાંતી, પ્રેમ વગેરેમાં માનનારા છે તેમ છતાં સમાજમાં શાંતી સ્થાપવાના કામમાં આ બધી ધર્મસંસ્થાઓની કોઈ અસર પડતી નથી. બે મુસ્લીમ દેશો વચ્ચે કે બે ખ્રીસ્તી રાષ્ટ્રો વચ્ચે લડાઈ શરુ થાય ત્યારે ધર્મસંસ્થાને કોઈ પુછતું નથી. સમાજના વ્યવહારમાં આ ધર્મસંસ્થાઓની કોઈ અસર જણાતી નથી. એનોય વાંધો નહીં; પરન્તુ આજે તો આ ધર્મસંસ્થાઓની સમાજ ઉપર ઘણી જ ખરાબ અસર થઈ રહી છે. ખાસ કરીને શ્રદ્ધાળુ લોકો ઉપર આ ધર્મસંસ્થાઓની ખરાબ અસર થઈ રહી છે. શ્રદ્ધાળુઓએ એમ માની લીધું છે કે ધર્મનું જે કોઈ કાર્ય છે તે બધું ધર્મસંસ્થાના પુરોહીતો કરે છે. ધર્મની, આચરણની, ચીન્તન–મનની જવાબદારી ગુરુઓ, મુલ્લાંઓ, પાદરીઓ ઉપર નાખી દઈને શ્રદ્ધાળુઓ મુક્ત થઈ જાય છે. પછી એ ગુરુઓ કહે કે ભસ્મ ચોપડો તો ભસ્મ ચોપડે છે! મારું માનવું છે કે વીજ્ઞાનયુગમાં મજહબને અને સમ્પ્રદાયોને કોઈ સ્થાન નથી. ધર્મ પચાસ ન હોઈ શકે. માનવ માટે એક જ ધર્મ હોઈ શકે. અને તે છે માનવધર્મ.’

આ સત્ય અખાએ સરસ રીતે રજુ કર્યું છે :

એક મુરખને એહેવી ટેવ,

પથ્થર એટલા પુજે દેવ;

પાણી દેખી કરે સ્નાન,

તુલસી દેખી તોડે પાન.

અખા એહ મોહોટો ઉતપાત,

ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

સંગઠીત ધર્મોએ માણસના મગજને બહેરું બનાવી દીધું છે, એના કાન ફોડી નાખ્યા છે, એની ચેતના છીનવી લીધી છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે : ‘જો માનવજાત સમ્પુર્ણ રૅશનલ બની જાય તો એક જ દીવસમાં વીશ્વની તમામ સમસ્યાઓ ઉકલી જાય.’ પરન્તુ દરેક માણસ રૅશનલ બની શકે નહીં. સામાન્ય માણસ માટે ધર્મ, ઈશ્વર,નસીબ વગેરેના કાલ્પનીક આધાર વગર જીવવાનું શક્ય નથી. આવા કાલ્પનીક આધાર વગર જીવવા માટે પ્રબળ વીચારશક્તીની અને ઘણી હીમમતની જરુર પડે છે, જે બધામાં વીકસી શકે નહીં. તો શું કરવું? ઉપાય શો? કીશોરલાલ મશરુવાળાએ ઉપાય સુચવ્યો છે, જે મનમાં કોતરી રાખવા જેવો છે. તેઓ કહે છે, સમાજને ઉંચે ચડાવવા માટેના નીચેના સીદ્ધાન્તો સ્વીકારવા જોઈએ :

  • પરમેશ્વર સીવાયના બીજા બધા ઈશ્વરનો, દેવોનો વીરોધ, બાપુઓ, ગુરુઓ, શાસ્ત્રીઓનો વીરોધ, અવતારનો વીરોધ, મુર્તીપુજાનો વીરોધ, મન્દીરસ્થાપનાનો વીરોધ.
  • કોઈ પણ શાસ્ત્ર, તે વેદ, ગીતા, કુરાન કે બાઈબલ ઈશ્વરપ્રણીત છે તેમ માનવું નહીં. વીવેકબુદ્ધી ના કહે તે વચનને સ્વીકારવું નહીં.
  • કોઈ મનુષ્યને પરમેશ્વર કે પયગમ્બરની કોટીમાં મુકવો નહીં. કોઈ મહાપુરુષ ભુલ કરે જ નહીં તેવું માનવું નહીં. તેથી તેનું એકેએક ચરીત્ર શુદ્ધ, દીવ્ય, શ્રવણકીર્તન યોગ્ય જ છે એમ સમજવું નહીં. મહાન પુરુષોએ સમાજહીત વીરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવા નહીં, તે એમની ઉણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું.

આંખો ખોલીએ. ઉંઘમાંથી જાગીએ. ચારેય બાજુ શું ચાલે? બાપુઓ, શાસ્ત્રીઓ, યોગીઓ સંગઠીત ધર્મોના નામે પોતાની જાગીર ઉભી કરી રહ્યા છે, નવા પ્રકારની સામન્તશાહી સ્થાપી રહ્યા છે. અવતારવાદની વાત ચાલે છે. સામાજીક, આર્થીક સમસ્યાઓ અવતારવાદની થીયરીને પરીણામે દુર થઈ જશે તેવું શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. મુર્તીપુજાની આદત ઉભી કરવામાં આવી રહી છે. જરુર લાગે ત્યારે વંચીતો, દલીતો તરફ થોડાં કંકુછાંટણાં કરવામાં આવે છે.

        આ બાપુઓ, શાસ્ત્રીઓ મહર્ષી દયાનન્દજીની વીચારસરણી ઉપર હથોડા મારી રહ્યા છે. લોકોની સમજણનો સ્તર ઘણો નીચો કરી દીધો છે આ પંથવાળાઓએ. લોકોને બાપુઓમાં, શાસ્ત્રીઓમાં ‘કૃષ્ણ’ દેખાય છે? આવા ઢોંગીઓને અખો બરાબર ઓળખતો હતો :

એક એક મહારો પંથ,

જ્યમ ગુણકાએ ધાર્યો કંથ;

વીત્ત હતું તાંહાં લગે રહી,

ખુટ્યે દ્રવ્યે અળગી થઈ.

 –રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના તા. 01 મે, 1995ના અંકમાંથી, લેખીકાના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક–3, પુસ્તીકાનાં પાન 29થી 33 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02–11–2018

21 Comments

  1. સરસ. સુંદર વાતો લખેલી, વાંચી. દરેક વાત સાથે સહમત છું.
    વાંચીને ભૂલી જનાર માટે કહેવાય કે તેણે ‘શ્મશાનવૈરાગ્ય‘ લીઘો છે. અને આવા શ્મશાનવૈરાગીઓ અેટલાં બઘા છે કે ભારત કદાપિ સાચા રસ્તે ચાલી નહિ શકે.
    ઘર્મો અને ઘર્માંઘ લોકો ભારતના સૌથી મોટા દુશ્મનો છે.તેઓ અગણિત સંખ્યામાં છે. પોલીટીશીયનો તેમના રાહબરો છે…….સૌથી મોટા ઘર્માંઘો છે…..સ્વાર્થી ઓ છે. મત મેળવવા બઘા ઘંઘા કરનારાઓ છે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. *પથ્થર માં ભગવાન છે એ સમજાવામાં*
    *” ધર્મ “સફળ રહ્યો,પણ માણસ માં ભગવાન છે* *એ સમજાવામાં* *”ધર્મ” આજે પણ અસફળ છે*?

    Liked by 1 person

  3. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે : ‘જો માનવજાત સમ્પુર્ણ રૅશનલ બની જાય તો એક જ દીવસમાં વીશ્વની તમામ સમસ્યાઓ ઉકલી જાય.’ ખૂબ સુંદર વાત પણ તેની શરુઆત દરેકે પોતાનાથી કરવી જોઇએ અને બીજામા દોષ દર્શન જોવાનુ બંધ કરી સગુણાત્મક પરીવર્તનથી આ શક્ય કરી શકાય.

    Liked by 1 person

  4. Aldous Huxley had written that religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so.

    Like

  5. ‘એક એક કહે મહારો પંથ’ શિર્ષક હેઠળ રચના નાગરિકનો લેખ ઘણો જ હ્રદયસ્પર્શી છે. માનવધર્મનું મહત્વ જેમ જેમ સમજાતું જશે તેમ તેમ અવગુણોનો નાશ થતો જશે.

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      ‘એક એક કહે માહારો પંથ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

  6. માનવજાતિને અને ઈશ્વર (જો હોય તો) બન્નેને બધા જ ધર્મોની ચુંગાલમાંથી છોડાવવાની જરૂર છે.

    Liked by 1 person

  7. Khub saras article. Parantu manas samajik bandhano ane rojindi jawabdari oni vacche kya aatlu badhu goodh vichari shake.? Aa riti rivajo ke kupratha saikao thi chalti aavi chhe… ena mudiya kabirwad na mudiya thi pan unda vyapt chhe. Dharmabhiru manas ragasiya gada ni jem saman na vahen sathe vahi ne potanu aaykhu aamaj puru kare xhhe. Ane ey ema khush che. Karan ke kuwa ma na dedka ey bahar ni duniya vishe koi khabar hoti nathi.

    Liked by 1 person

  8. અખા એહ મોહોટો ઉતપાત,

    ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

    આજે સમાજમાં વધુ અખાઓ ની જરૂર છે. લોકોને કવિતાઓના ચાબખા લગાવી એમની આંખ ઉઘાડવાનું કાર્ય પણ એક અગત્યનું કામ છે જે અખો કરી ગયો .

    Liked by 1 person

  9. First of all, I like to convey my congratulations to the author ms. Rachana Nagrik for this very strong clearly written article and expressing thoughts, there in boldly without any sort of fear or inhibition. I agree with her thoughts and have nothing more to add but would make a few suggestions.
    Interested readers may look into a few books by Kishorlal Mashroowala such as ” Samoolee kranti” a small book but full of new ideas, even though he was believer in God, the ideas he expressed about ” dharma” will put him in the category of any modern rationalist. Another one is “jeevan Shobhna”.
    Kedarnathji never wrote any thing but Ramnik Modi edited various talks and discussions, he had with small group of his ‘followers’and published as a book called “Vivek and Sadhna”
    I wish all the best and on this occasion of Diwali,wish her a very happy and healthy Diwali and a very happy, productive new year of Vikram.
    Wish to see more and more such articles from her pen on this blog.
    Lastly many thanks to Govindbhai, and wish him and his family happy Diwali and new year.
    Happy Diwali to all the rationalist readers of this blog, with good wishes for a very happy new year too!

    Liked by 1 person

  10. એક મુરખને એવી ટેવ,
    ૩૩ કરોડ ઍના દેવ,
    પાપોના પોટલા ઍની શાન,
    પછી કરે ગંગામાં સ્નાન.

    ઍકંદરે દરેક ધર્મ સદકાર્યોનો આદેશ આપે છે, પરંતુ મનુષ્ય ધર્મ ના આદેશની વિરૂધ્ધ ચાલે છે, અને તેનો ફાયદો પાખન્ડી ધર્મગુરૂઓ ઉપાડે છે.

    No religion is greater than truth.

    કોઈ ધર્મ સત્ય કરતા મહાન નથી. તે માટે મનુષ્યને સુધરવાની જરૂરત છે, ન કે ધર્મ નો દોષ કાઢવાની

    Liked by 1 person

    1. વહાલા વડીલ વલીભાઈભાઈ,
      ‘એક એક કહે માહારો પંથ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

  11. લેખિકા, ગોવિંદભાઈજી, અને મારા જેવા રેશનાલીઝમ ના નવાંગતુક સુધી આ લેખ પહોંચાડનારા તમામ મિત્રો નો ધન્યવાદ.

    Liked by 1 person

Leave a comment