માનવઘર્મ અને માનવમન્દીર

પુજા, પાઠ, ક્રીયા, કર્મકાંડ એ સાચો ઘર્મ છે? મનુષ્યના અને દરેક જીવાત્માના જીવન માટે ઉત્તમઘર્મ કયો? આ દુનીયાને ‘અમાનવતાવાદી’ કોણે બનાવી? આપના મન અને હૃદયમાં આ અંગે સવાલો ઉઠશે. આ સવાલોના જવાબ શોઘવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલકાત લેવા નીમન્ત્રણ છે.

માનવઘર્મ અને માનવમન્દીર

–અમૃત હઝારી

તે વહેલી સવારે કલ્પનાનન્દજી મહારાજ પોતાના મોર્નીંગવૉક દરમીયાન માણેકચોકમાં આવ્યા ત્યારે તેમણે એક તરતનું જન્મેલું હોય તેવા બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. બાળકને ગરમ શાલમાં વીટાળેલું હતું. કલ્પનાનન્દજીએ આજુબાજુ કોઈ હોય તો તેને શોઘવાની કોશીશ કરી જોઈ; પરન્તુ કોઈ મળ્યું નહીં. કલ્પનાનન્દજી તે બાળકને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને માણેકચોકમાંથી મળેલું હોવાથી માણેકલાલ નામકરણ કરીને બાળકને મોટું કરવા લાગ્યા. માણેકચોકમાં મળેલા આ દીકરા માણેકલાલને તેમણે ભણાવી ગણાવીને એક માનવતાવાદી પુરુષ બનાવ્યો. કૉલેજમાંથી પોષ્ટગ્રેજ્યુએટ થયો અને વઘુ અભ્યાસાર્થે અમેરીકાના ન્યુજર્સી રાજ્યમાં મોકલ્યો. હ્યુમન સાયકોલોજીના વીષયમાં માણેકલાલે પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. માણેકલાલ સમાજને માનવતાવાદના પાઠો ઉપર આખ્યાન પણ આપતાં. તેમના પાઠો, ભારતના હીન્દુઓ, મુસ્લીમો, ખ્રીસ્તીઓ, બૌદ્ધો, જૈનો અને બીજા યુવાનો, વડીલો, સ્ત્રીઓ, એક સાથે બેસીને સામ્ભળતા અને પછી ખુલ્લા મને ચર્ચા કરતાં હતા. પોતાના પ્રાથમીક સમ્બોઘનમાં માણેકલાલે સભાજનોને પોતાના નામકરણનો ઈતીહાસ કહેતાં કહેલું કે, ‘હું કલ્પનાનન્દજી મહારાજને મળ્યો હતો. તેઓએ મારું નામ માણેકલાલ પાડ્યું હતું. જો કોઈ મુસલમાનને મળ્યો હોત તો કદાચ હું અકબર બન્યો હોત, અને તે જ પ્રમાણે જો કોઈ ઈસાઈને મળ્યો હોત તો હું કદાચ જ્યોર્જ બન્યો હોત…! અને એટલે જ હું હીન્દુ નથી કે મુસલમાન નથી કે ખ્રીસ્તી નથી, હું એક માનવતાવાદી માનવ છું. મારો ઘર્મ– માનવઘર્મ છે. ઘર્મોના વાડાઓએ આ દુનીયાને ‘અમાનવતાવાદી’ દુનીયા બનાવી દીઘી છે. આપણો ઘર્મ માનવઘર્મ છે.

સભામાંથી એક વડીલે સવાલ પુછવાની પરવાનગી માંગી. સભાજનોની મંજુરી લઈને માણેકલાલે પરવાનગી આપી. વડીલે કહ્યુ, ‘મીત્રો, થોડા સમય પહેલાં મેં એક મન્દીરના બાંઘકામની શરુઆત થતી જોઈ. વઘુ માહીતી મેળવતાં ખબર પડી કે સો દોઢસોથી વઘુ એકરના જમીનના પ્લોટ ઉપર આ મન્દીરનું બાંઘકામ જુદા જુદા ફેઈઝમાં થઈ રહ્યું છે. આરસપહાણના ઈટાલીયન મોંઘા પત્થરો વાપરીને દેલવાડાના ડેરાઓમાં છે તેવી ઝીણી ઝીણી બારીક કોતરણીવાળું આ મન્દીર બનશે. ન્યુજર્સી અને અમેરીકામાં આવા મન્દીરો હશે. બેજોડ, એવું આ મન્દીર લાખોમાં એક જેવું હશે. કેટલાએ લાખો ડોલરોનો ખર્ચ થશે.

આપણા માણેકલાલના માનવતાવાદના પાઠોએ તો મને શીખવ્યું છે કે માનવઘર્મ જ મનુષ્યના અને દરેક જીવાત્માના જીવનને માટે છે; પછી તે પ્રાણી હોય કે વનસ્પતી હોય ઉત્તમઘર્મ છે. પુજા, પાઠ, ક્રીયા, કર્મ, સાચો ઘર્મ નથી. આ વાતે મને વીચારવન્ત બનાવ્યો. મને થયું જો આ કલાકારીગરીથી સજાવેલાં મન્દીરની બાંઘણી પાછળ કરવામાં આવતો કરોડો ડોલરને બીજા કોઈ માનવતાના કામમાં વાપરવામાં આવ્યો હોય તો? આ મન અને હૃદયમાં ઉઠેલા સવાલે મને જવાબ શોઘવા માટે મજબુર કર્યો. એક જવાબ મનમાં ઉગ્યો. તે જવાબ વીશે આજે મારે આ સભાના મારા મીત્રવૃંદ સાથે વીચાર વીનીમય કરવો છે. મારા માનવતાવાદી મનનો જવાબ આ પ્રમાણે છે :

આ કરોડો ડૉલરોને એક આઘુનીક હૉસ્પીટલ બનાવી માનવતાના કાર્યોમાં ઉપયોગ આ પ્રમાણે થઈ શકે :

1. જરુરીયાતમન્દ ગરીબો જેમની પાસે મેડીકલ ઈન્સ્યોરન્સ નથી તેમને ઓછી ફી લઈને સારવાર આપી શકાય.

2. આ સારવાર મેળવનાર થકી, જે સન્તના નામે અને જે ઘર્મને નામે હૉસ્પીટલ ચાલતી હોય, તે સન્ત અને ઘર્મનો વીશ્વવીજય થઈને રહે.

3. અહીં સારવાર લેવા આવનારના સગાઓને માટે રહવા–જમવાની સુવીધા પણ મન્દીરમાં આવતાં દાનમાં વઘારો કરે.

4. રોજગાર વાંચ્છુઓને આ હૉસ્પીટલ રોજગારી આપી શકે તે પણ એક માનવતાવાદી કર્મ જ થયેલું ગણાય.

5. જે ડૉક્ટરો, નર્સ, ફાર્માસીષ્ટને અને સ્વયંસેવકોને માનવ સેવા આપવી હોય તેમને પણ તક મળે.

6. એક બેસ્ટ આર્ટના મ્યુઝીયમરુપ મન્દીર કરતાં આ હૉસ્પીટલ ગુરુઓના સન્દેશાઓને માનવસેવામાં વાપરીને જગપ્રસીઘ્ઘ કરવામાં વઘુ ફળ આપનાર પુરવાર થઈ શકે.

7. મન્દીરો બાંઘીને. એક બીજાની હરીફાઈ, શાનો વીજય અપાવશે?

મીત્રો, મારા નાના મગજમાં આજે આટલાં જ વીચારો આવે છે; પરન્તુ મને એનો આનન્દ છે કે આપણી આ સભામાં મારા મીત્રો સાથે મળીને એક ચર્ચાચોરો બનાવીને પોતપોતાના વીચારો રજુ કરશે જેથી કરીને ‘માનવતાવાદ’ને પગલે માનવતાના કાર્યોને ઉત્તેજન મળશે જ.

માણેકલાલે વાતનો દૌર પોતાના હાથમાં લીઘો અને સૌને પોતાના વીચારો આપવા વીનન્તી કરી. હૉસ્પીટલ પણ એક માનવમન્દીર જ છે.

–અમૃત હઝારી

લેખક–સમ્પર્ક : શ્રી. અમૃત શ્રી હઝારી, 

ન્યુ જર્સી, અમેરીકાઈ.મેલ : hazariamrut@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 30/11/2018

29 Comments

  1. સ્નેહી શ્રી ગોવિંદભાઇ,
    આભાર. મારા વિચારોને આપણા મિત્રમંડળમાં મુકવા માટે. આજ વિચારો ભારત માટે પણ અેટલાં જ ઉપયોગી છે. કદાચ વઘુ.
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. Khub saras lekh darek manushyo jo aa samje to pruthvi parna badhaj mandiro, masjodo, churcho no nash kare; pan jo manav kharekhar manavdharm apnave to. nahito pachhi asharam, રામપાલ, रामरहीम, nityanand paktaj rahese.

      Liked by 1 person

      1. સ્નેહીશ્રી પીઅેમ.પટેલ,
        આભાર. તમારા સાથથી માનવતાવાદના વિચારોને પ્રોત્સાહન મળશે.
        અમૃત હઝારી.

        Liked by 1 person

    1. આદરણીય વલીભાઈ,
      ‘માનવઘર્મ અને માનવમન્દીર’ લેખને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

      1. સ્નેહીશ્રી વલીભાઇ,
        આભાર આ આર્ટીકલને રીબ્લોગ કરવા માટે અને માનવઘર્મના વિચારોને પાંખો આપવા માટે.
        અમૃત હઝારી.

        Liked by 1 person

  2. લેખ માહિતી પૂર્વક અને અનુકરણ કરવા જેવો છે. પણ કેટલા લોકો માનવ ધર્મ એટલે શું એ અંતરમાં ઉતારશે તે મહત્વનું છે. નામમાત્ર માટે લોકો મંદિર બનાવરાવે છે. માનવ ધર્મ નાં નામે મીંડું ! વધારે શું લખવું. જે સાત સંદેશ ઉપર લખ્યા છે એ ખરખર મનનીય છે. મેં પેલા પણ લખ્યું હતું કે મંદિરમાં દર્શન કર્યા પછી બહાર ગરીબને એક દમડી પણ દેવાની દાનત નથી એવા મહાનુભાવોને શું કહેવું. માફ કરજો કોઈનું દિલ મારા લખવાથી દુભાઈ ગયું હોયતો. જય જીનેન્દ્ર

    Liked by 1 person

    1. આભાર, ચીમનભાઇ,
      માનવઘર્મને પ્રસારવા માટેના તમારા વિચારો માટે.
      અમૃત હઝારી.

      Liked by 1 person

    1. સ્નેહીશ્રી વિક્રમભાઇ,
      તમારી વાત પણ અેટલી જ સાચી છે. નોલેજ આપવું પણ અેટલુંજ મહત્વનું અને મહાન માનવઘર્મનું કર્મ છે.
      આભાર.
      અમૃત હઝારી.

      Liked by 1 person

  3. માણેકલાલ સકિય થયા એનો આનંદ. હું મંદિરની ચર્ચામાં નહિ ઉતરું. એ ભાવનાની સાથે જોડાયલો એક સાંસ્કૃતિક “ધંધો” છે. અને એ ફરજીઆત નથી જ, સ્વૈચ્છિક છે.
    અમૃતભાઈએ આવકાર્ય વાત કરી છે.
    જરૂરિયાતમંદો માટે ચેરિટી હોસ્પિટલ કે મેડિકલ સેન્ટર્સની.
    અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જેમની પાસે સારવારને માટે આર્થિક જોગવાઈ અને મેડિકલ ઈન્સ્યુરન્સ છે એમને કશી તકલીફ નથી. જેમની પાસે નથી એની જવાબદારી સરકાર નિભાવે છે. જલસા જ છે. એક નાનું ક્લિનિક ખોલવું હોય તો એમાં અપાર મેડિકલ-લિગલ-ઈન્સ્યુરન્સના કોમપ્લિકેશન્સ છે એનો શ્રી અમૃતભાઈને પૂરેપૂરો ખ્યાલ છે. હોસ્પિટલ કે દવાખાનું શરૂ કરવાનું કામ મંદિર ખોલવા જેટલું સરળ નથી જ. મંદિરો પ્રસાદ આપી શકે પણ અધિકાર વગર કાયદેસર એસ્પિરિનની બે ટેબ્લેટ પણ આપી ન શકે.
    મારા દીકરા દીકરી અને ગ્રાન્ડચિલ્ડ્રસ હાઈસ્કુલમાં હતાં ત્યારે હોસ્પીટલમાં વોલેન્ટિયર સેવા આપી હતી. આજે પણ સશક્ત વયસ્કો અને વિદ્યાર્થીઓ દરેક હોસ્પીટલમાં સેવા આપે જ છે. તો માનવ ધર્મ એ છે કે. કે તમે આર્થિકદાન આપી શકતા ન હો તો માનવસેવામાં સમયદાન દાન કરો. અંગતરીતે શ્રીઅમૃતભાઈની આ જાતની સેવાનો મને પરિચય છે અને એઓ નર્સિંગહોમમાં એકલા અટૂલા વય્સ્કોને પ્રેમથી હૂંફ આપી રહ્યા છે. એક ઉત્તમ માનવ ધર્મ બજાવી રહ્યા છે. હું એમને એક મૂક કર્મવીર ગણું છું. એઓ ધન્યવાદને પાત્ર છે. સલામ અમૃતભાઈ.
    મંદિરમાં દાન અને સેવા આપવાને બદલે આજુ બાજુની હોસ્પિટલમાં દાન અને સેવા આપો. અંગદાન કરી શકો એમ હો તો એ કરો. હું જોબ કરતો હતો ત્યારે વર્ષમાં એક બે વખત બ્લડ ડોનેશનકેમ્પ થતો. એ માનવ સેવા છે. તમારી આજુબાજુ તમારા જ સ્નેહીઓને જૂઓ, કોની કઈ રીતે સેવા કરી શકો છો તે વિચારો. જ્યારે સ્નેહીઓ માટે કાંઈ કરતાં હો તો “દાન” શબ્દ કદીયે ન વાપરો. એને સેવા ન ગણો. એ માત્ર સાથ અને સહકાર છે. આપો અને ભૂલી જાવ.
    અમેરિકા, ઈંગ્લેન્ડ કરતાં ખરેખર જરૂરિયાત ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં છે. ત્યાં ભલે મોટી હોસ્પીટલ નહી તો પણ નાના સારવાર કેન્દ્ર થવા જોઈએ.

    Liked by 2 people

    1. સ્નેહીશ્રી પ્રવિણભાઇ,
      તમારી વાત સાથે સહમત છું. માનવઘર્મ….માનવજીવનના કોઇપણ જરુરીઆતવાળી બાજુ માટેનું હોય. તમારા વિચારો દરેક વાચકને માટે જાણે કે તેમના પોતાના ના હોય ! તેવું લાગશે. જેમને માનવ ઘર્મ જ પાળવો હશે તેમને પોતાની આજુબાજુ કોઇ ને કોઇ મોકો મળી જ રહેશે. આભાર.
      અમૃત હઝારી.

      Liked by 1 person

      1. માણેકલાલને સક્રિય રાખજો. દૂર જવાની જરૂર નથી. આપણા પોતાનાના જીવનને પણ ગુપ્ત રીતે મદદગાર થઈ શકીયે કે એના જીવનના દુઃખ દૂર કરવામાં સહાયભૂત થઈ શકીયે તો એ માનવ ધર્મ જ છે.

        Liked by 1 person

  4. માનવધર્મ જ ઉત્તમ. રીલાયન્સની ઓઈલ ઈન્ડસ્ટ્રી જેમ સ્વામીનારાયણ સંપ્રદાયની મંદિરનિર્માણ ઈન્ડસ્ટ્રી ચાલે છે. તમે ગુજરાતના કોઈપણ ગામડામાં જાવ; ઓછામાં ઓછા 4-6 મંદિર જોવા મળશે; પરંતુ તે ગામમાં એક સ્વચ્છ બાલમંદિર જોવા નહી મળે. આપણી દ્દષ્ટિને લકવો થઈ ગયો છે. મંદિરનિર્માણની મંજૂરી ત્યારે જ મળવી જોઈએ જ્યારે સમાજને ગુણવત્તાવાળું શિક્ષણ મળતું હોય, ગુણવત્તાવાળી આરોગ્યસેવા મળતી હોય, નાગરિકોને પૂરતી સુરક્ષા મળતી હોય. શિક્ષણ/આરોગ્યસેવા/સુરક્ષા નાગરિકોને વિના મૂલ્યે મળવી જોઈએ. જયાં સુધી આ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મંદિરનિર્માણ પાછળ ખર્ચ કરવો તે બેવકૂફી છે, મૂર્ખતા છે, સામાજિક પાપ છે.
    બીજું, મંદિરનિર્માણ/કથાકારો/બાપૂઓ/બાબાઓ/પ્રગટબ્રહ્મસ્વરુપોના કારણે માણસ રોબોટમાં પરિવર્તિત થઈ જાય છે. ભક્ત બની જાય છે. હત્યાઓ કરવા લાગે છે. ગૌરી લંકેશની હત્યામાં તેને ધર્મનો વિજય દેખાય છે‼️ ખેડૂતોની આત્મહત્યાનું નિવારણ કરવાને બદલે ‘મંદિર વહી બનાયેંગે’ ને અગ્રિમતા આપે છે. મંદિર એટલે ભોળા લોકોની વિવેકશક્તિની હત્યા કરવાનું કતલખાનું છે; માણસ જેટલો મંદિરથી દૂર રહે અને માનવવાદથી જેટલો નજીક રહે તેટલો તે સુખીસુખી થઈ જાય.

    અમૃત હઝારી/ગોવિંદભાઈને ધન્યવાદ.

    -રમેશ સવાણી

    Liked by 2 people

  5. Amrut bhai,
    has written awakening article on Manav Dharma – creating character of maneklal and asking him unique question with 7 scope of hospital.Further keeping this thread open for all of us to discuss.
    Pravinbhai has given his practical and candid view with Amrut bhai’s present volunteering work = “Karmaveer”–not using word Seva but ” માત્ર સાથ અને સહકાર છે”
    vikram bhai says Basic–Education which is also very important to create real Manavata vadi generation and keep on spreading this message.
    we all rationalist will see temples as shear waste of money and human resources, and their ambassadors–call then as swami- maharaj- guruji- baba-mahant- kathakar-but under democracy -freedom we will not able to stop their activities as they have blind- ignorant mass power- so we as real Manavata vadi- group can make people aware and create slowly social awareness to contribute by TAN_MAN and DHAN to manavtavadi Activities which is liked by individual like 1. Medical Help in small or big way-2. medical counselling (SMALL SARVAR KENDRA), 3. Education 4. Yoga 5. exercise 6. Swachata/Hygiene 7. Self Defense for ladies 8. Main area of our interest is Andha Shraddha Nirmulan which can cover many of above and more- like organ donation, to believe in Self and Science.
    This is my Humble submission.

    Like

  6. Amrutbhai,
    very thoughtful article with thread to discuss various opinion of group for Manva Dharma. We all agree that Temples are now Shear waste of money- as ample sanskrutik kendras are established in land and out of land (Foreign).
    so sure health centers are really important, along with education, yoga- exercise- self defense- and specially creating scientific aptitude, using now social media- films – print media.
    however its silent fight between powerful lobby of all religious giants and we well wisher of humanity as religion and not as religious lobbies.sure slowly in few generation time our seed will become VatVriksha.
    thx to you and Govind Bhai .

    Liked by 1 person

    1. સ્નેહીશ્રી ઠાકર,
      આભાર. તમારા વિચારોમાં પણ હ્યુમાનીટી…માનવતાને ઉત્તમકર્મ બતાવીને આપે મારા વિચારોને સમર્થન આપ્યુ છે. હાં, ઘણા અેવા પાસાઓ માનવજીવનના છે જ્યાં માનવસેવાની તાતી જરુરત છે.
      અમુત હઝારી.

      Liked by 1 person

  7. Dear Amrutbhai,
    Very nice thought and article about Manav Dharma (Humanism ). this is as if taken out of my heart. Enough of temples,mosques, gurudwaras etc. and now is the time to use the resources for the upliftment of needy. As Pravinbhai wrote earlier hospital is a lofty idea, because in this country if you have insurance then you get all necessary medical care, and if you on the state or federal aid then still much better than people with insurance.
    May be the money spent on building the temples will be put to a good use in following ways.
    Just a few examples,
    Nutritious school meal programs in schools in poor villages and interior areas.
    Roofs and walls for many schools in interior areas.
    Libraries
    Dispensaries, if not with doctor, then at least with trained nurse and midwives
    Soup kitchen like concept for needy and helpless
    Shelter for homeless or at least night bed.
    Many thanks for sharing your thoughts which have been in my mind for a long time, too much of mandirs, now is the time to come out of this in 21st century and usr the resources of society for some other societal needs.
    Thank you Govindbhai for publishing this kind of article.

    Liked by 1 person

    1. સ્નેહીશ્રી રમેશભાઇ,
      મારા વિચારોને તમે પાંખ આપી છે. તેને માટે બીજા દરવાજઓ ખોલી આપ્યા છે. જ્યાં જ્યાં , ખાસ કરીને આપણી માતૃભૂમિના સંદર્ભમાં, નજર ઠરશે ત્યાં ત્યાં માનવઘર્મ માટે કોઇ ને કોઇ કામ મળશે જ. આભાર.
      અમુત હઝારી.

      Liked by 1 person

    2. સ્નેહીશ્રી દિનેશભાઇ, આભાર.
      તમારા વિચારો પણ અમલમાં મૂકીને અેક ઉત્તમ માનવસેવા કરી શકાય અેવાં છે. ખાસ કરીને આપણી માતૃભૂમીના સંદર્ભમાં. જ્યાં જ્યાં નજર ઠરશે ત્યાં અેક માનવકર્મ આપણી રાહ જોઇને ઊભુ હશે.
      ાાઆભાર.
      અમૃત હઝારી.

      Liked by 1 person

  8. ગોવિંદભાઈ, સરસ અને નૂતન વિચારણીય લેખ.

    Liked by 1 person

  9. ભાખરાનાંગલ ડેમ કે પછી રશિયાના સહયોગથી બનેલા લોખંડના કારખાના વખતે નેહરુએ આ બધાંને “ભારતનાં યાત્રાધામો (તીર્થો)” કે એવું કશું નામાભીધાન કરેલું !! આજે નેહરુની આ વાત ખાસ યાદ કરવા જેવી છે.

    મંદીરોમાં કેટલુંક સત્સંગને લગતું હકારાત્મક કામ થતું હોય છે ને ત્યાં પણ “માનવતાધર્મના આચરણોની ભાવના” પોષાતી હોય છે પરંતુ મંદીરોના આશરે ભાવાત્મક કે પછી સામાજીક દુષણોનું પ્રમાણ પેલાં હકારાત્મક પરીણામોને ભુંસી નાખે છે.

    સામાન્ય માનવી મંદીરોમાં કશુંક તો હકારાત્મક મેળવે જ છે પણ એ બધું વ્યક્તીગત બાબતો પર આધારીત હોય છે…..બાકી તો દેશનાં માલદાર મંદીરો ?!! જવા દો વાત જ કરવા જેવી નથી.

    AMRUT HAZARIજીનો અને શ્રી ગો.મા.નો આભાર.

    Liked by 1 person

    1. સ્નેહીશ્રી જુગલકિશોરજી,
      આભાર. સરસ તમે રેફરન્સ આપીને માનવઘર્મના વિષયને પોષણ આપ્યુ છે.
      ઉત્તરાવસ્થા કે સિનિયર ઉમરે માનવઘર્મમાં રસ લઇને લોકસેવા કરવી તે પણ ઉત્તમ માનવઘર્મ જ બને છે. રવિશંકર મહારાજે કહેલું કે ‘ ઘરેડમાં ચાલે તે ઘરડો‘. સિનિયર થવું અેટલે જીવનનાં અનુભવોને સાથે લઇને જ્ઞાની બનીને સમાજસેવા કરવા બહાર પડવું. મેં મારી ડીક્શનરીમાંથી ઘડપણ અને ઘરડો શબ્દ છેકી નાંખ્યો છે.
      વાત વાતમાં થોડું વઘારે લખાઇ ગયું છે. માફી માંી લઉ છું.
      આભાર.
      અમુત હઝારી.

      Liked by 1 person

  10. જેટલી હરીફાઈ મંદીરો અને મસ્જીદો બાંધવામાં થઈ રહી છે, તેટલી બીજા કોઈ ધર્મ માં નથી. અંધશ્રધાળુઓ સ્વર્ગ (જન્નત) માં જવાની લાલચે આંખ બંધ કરીને આ માટે ફાળો આપે છે, અને પાખન્ડીઑ તેમને સ્વર્ગ ની લાલચ આપે છે. કદાચ આ અંધશ્રધાળુઓને થોડીક સમજ આવે કે માનવતા કરતા કોઈ મોટો ધર્મ નથી.

    No religion is grater than humanity.

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં બે જગ્યાઍ માનવતાની સહાય ને પ્રથમ તથા પરમેશ્વરની ઉપાસના ને તે પછી સ્થાન આપવામાં આવેલ છે.

    Liked by 1 person

  11. સ્નેહી કાસીમભાઇ,
    યાદ આવે છે…મહમદ રફી સાહેબ, તેમનાગીતો, ભજનો,માટે….ભક્તિ ગીતો માટે….જેટલાં પણ ભજનો કે ભક્તિ ગીતો ગાયા..દરેકને .અમર કરી દીઘા…..
    તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા,
    ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા……
    અમૃત હઝારી.

    Liked by 1 person

  12. અતી સુન્દર વિચાર વાળો લેખ. મન્દીર , મસ્જિદ , ચર્ચ , બાંધવામા હરીફાઈ ન થવી જોઈએ. માનવો માટે હોસ્પીટલ અને નિશાળોની વધારે જરુરીયાત છે.

    Liked by 1 person

Leave a comment