ગોધરા શહેરની એક દરગાહમાં રાતે મુકેલા નારીયેળ સવારે અડધા ખાધેલા મળી આવતા હતા. આ નાળીયેર રાતે કોણ ખાય છે તે અંગે શ્રદ્ધાળુ લોકોમાં ચર્ચાનો વીષય બનેલ. લોકોમાં ચમત્કાર થવા અંગેની લોકવાયકા ફેલાતા ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરાએ આ રહસ્યને કઈ રીતે ઉજાગર કર્યું તે જોવા–માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત કેવા નીમન્ત્રણ છે.
સૌજન્ય : ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન’, ગોધરા
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
પોસ્ટ કર્યા તારીખ : 18–02–2019
જય વિજ્ઞાન.
ફરી ફરીને લખું કે લોકો પોતે પોતાને ઘુતવાવાળાઓની જાળમાં ફસાતા હોય તો ઘૂતારા તેનો લાભ જરુરથી લે.
આવા પાખંડીઓને પકડાવો. સરસ વાત બને.
પરંતું ગોઘરાની સત્યશોઘક સંસ્થા કે સુરતની સત્ય શોઘક સંસ્થા સરકારની પાસે દરેક શાળાઓમાં બાળકોને આ જ્ઞાન કેમ નથી આપવા દેતી ? તેનો જવાબ માંગે. ભણેલા ગણેલા લોકો કેમ આ પ્રકારના શિક્ષણની માંગ કેમ નથી કરતી્ ?
નવી ચૂંટણી વેળા તમારા કેન્ડીડેટના ચૂંટવા પહેલાં તેની પાસે લખાવી લો કે તેઓ દરેક શાળામાં અને કોલેજોમાં ‘ સત્ય શોઘક‘ ક્લાસો ચાલુ કરાવશે. અને જો ના કરે તો તેની પાસે રાજીનામુ લખાવે.
જ્યાં સુઘી શાળાઓમાંથી બાળકોને આ શીક્ષણ નહિ મળે ત્યાં સુઘી ફર્ક નહિ પડે.
ભારતના વિજ્ઞાનીઓ પણ અંઘશ્રઘ્ઘાથી ભરેલું જીવન જીવતા હોય છે. ડોક્ટરો પણ. ઇન્જીનીયરો પણ….મોટે ભાગે અંઘશ્રઘ્ઘાના શીકારો…સ્ત્રીઓ હોય છે.
જય વિજ્ઞાન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
“ચમત્કાર ને નમસ્કાર” કહેવત અનુસાર આવા ધતીંગો કે નાટકોનો પાર નથી.
ઈશ્વર કે અલ્લાહ ના એજન્ટ બની બેઠેલા આધુનીક મુલ્લા અને ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ બેવકુફ બની ગયો છ
જનતામાં અંધશ્રધ્ધાના કારણે જનતા આવા લેભાગુ ધર્મગુરૂઓના ખીલે બંધાઈ ગયેલ છે, અને ઍ લેભાગુઓ તેમની અંધશ્રધ્ધાનો લાભ લઈને તેમની લોહી પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરે છે.
આ પર થી ઍ જ અનુમાન લગાવી શકાય છે કે ઓછામાં ઓછુ આ સદીમાં તો જનતા માં જાગૃતિ આવવી મુશ્કેલ છે.
LikeLiked by 1 person