‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

ઈન્ટરનેટની દુનીયાના જાણકારો રૅશનાલીસ્ટ ગોવીન્દભાઈ મારુથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુ છેલ્લાં અગીયાર વર્ષથી ‘અભીવ્યક્તી’ બ્લૉગનું સંચાલન કરે છે. રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરીને ‘સત્યશોધક સભા’ ગૌરવ અનુભવે છે. [……………….]

‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી
‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

                        –પ્રા. સુર્યકાન્ત શાહ,
મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

ઈન્ટરનેટની દુનીયાના જાણકાર રૅશનાલીસ્ટો ગોવીન્દભાઈથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુના ‘અભીવ્યક્તી’ http://govindmaru.com બ્લૉગ દ્વારા રૅશનાલીઝમનો જાણે ધોધ વહે છે. આ બ્લૉગમાં તેઓ છેલ્લાં અગીયાર વર્ષથી રૅશનલ વીચારધારા શ્રેણીનું સંચાલન કરે છે. આ શ્રેણી એના નામ પ્રમાણે સમાજવીરોધી રુઢી–વહેમ વગેરેનો વીરોધ કરે છે, અને માનવને આનન્દ આપનાર ‘રૅશનાલીઝમ’નો પ્રચાર કરે છે. આ માટે તેઓ નીવૃત્તી પછી રોજના છ કલાક આપે છે. અત્યાર સુધી 46 જેટલા દેશોના સાડા પાંચ લાખ લોકોએ આ બ્લૉગની મુલાકાત લીધી છે.

રૅશનાલીઝમ પરની 28 ‘ઈ–બુક્સ’નું એમણે પ્રકાશન કર્યું છે. એમની આ પ્રવૃત્તીઓને સુરતના ધોળકીયા ફાઉન્ડેશને ‘વીશીષ્ટ સન્માન’થી બીરદાવી છે. આ ઉપરાંત એઓશ્રી નવસારીના ‘ચર્ચાપત્રી મંડળ’ તેમ જ ‘વીજ્ઞાન મંચ’ના સ્થાપક પદાધીકારી છે. તેઓશ્રીએ રૅશનાલીઝમનો પ્રચાર કરતી કૃતી ગુજરાતના ‘દુરદર્શન’ કેન્દ્ર પર રજુ કરી છે. ન્યુ યોર્ક, અમેરીકાના રેડીયો સ્ટેશન ‘રેડીયો દીલ’ પર રૅશનાલીઝમ અંગે વાર્તાલાપ આપ્યો છે. આવા રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ અર્પણ કરીને સત્યશોધક સભા ગૌરવ અનુભવે છે.

કાર્યક્રમ

તારીખ : 17/03/2019ને સવારે 10.30 કલાકે
પ્રમુખ : સીદ્ધાર્થ દેગામી
અતીથીવીશેષ : રમેશભાઈ સવાણી
સ્થળ : લોક સમર્પણ બ્લડ બેંક
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીની સામે
સુરત

–પ્રા. સુર્યકાન્ત શાહ, મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

લેખકસમ્પર્ક : Prof. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat–395009. Mobile : 98793 65173 eMail : suryasshah@yahoo.co.in

તા. 15 ફેબ્રુઆરી, 2019ના ‘સત્યાન્વેષણ’ માસીકમાંથી, મુખ્ય સમ્પાદકશ્રીના અને સત્યાન્વેષણના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 01–03–2019

25 Comments

 1. Salute to Marubhai for his devotion and dedication to educate people against blind faith, unrealistic and outdated rituals and spreading awareness.
  I congratulate him for getting this coveted prize.
  I am also happy that we are friends.
  Firoz Khan
  Sr. Editor
  Hindi Abroad weekly
  Toronto, Canada.

  Liked by 1 person

 2. અંધશ્રદ્ધા વિરુદ્ધ કલમ દ્રારા લડત ચલાવવા માટે આપ નું બહુમાન કરવામાં આવી રહયું છે, તે માટે હાર્દિક અભિનંદન.

  Liked by 1 person

 3. હાર્દિક અભિનંદન..ગોવિંદભાઇ, તમને.
  પ્રોફેસર સ્વ.રમણ પાઠકનું નામ જે સુવર્ણચંન્દ્રક સાથે એકાત્મતા સાઘીને જીવંત હોય તે સુવર્ણચંન્દ્રક અમારા પોતાના ગોવિંદભાઇને તેમના અથાગ પ્રયત્નો માટે….. ‘અંઘશ્રઘ્ઘા‘ને સમા‘જમાંથી દૂર કરવાના પ્રયત્નો માટે, પ્રદાન કરવામાં આવે તેનાથી રુડા સમાચાર અમારે માટે કયાં હોઇ શકે ?
  ગોવિંદભાઇ,
  તમે તમારા આ મહાભારત કામ માટે હાર્દિક અભિનંદન.
  આ કર્મ તમે હંમેશા કરતાં રહો, અને તે કર્મ તરફથી તેને માટે શક્તિ પ્રાપ્તિ થયા કરે તેવી શુભેચ્છાઓ…મારા અને મારા કુટુંબીજનો તરફથી.
  મણીબેનનો સાથ અને સહકાર તમારે માટે પોષણના રુપે મળતા રહેતા હતાં અને રહેતા રહે તેવી શુભેચ્છાઓ.
  લી. હિના અને અમૃત હઝારી.

  Liked by 1 person

 4. અભિનંદન .આનંદ થયો. આપની આ જીવન યાત્રા અને રેશનાલિસ્ટ વિચારધારા બહોળી રીતે ફેલાય તેવી મારી અભિલાષા ……

  Liked by 2 people

 5. હૃદયસ્થ રમણભાઈ પાઠકના જીવન અને કવનથી ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ સુવીખ્યાત છે. ‘સત્યશોધક સભા’, સુરતે આ ચન્દ્રક માટે મારી પસન્દગી કરી છે. હું માનું છું કે મને મળેલું આ બહુમાન, મારા ‘અભીવ્યક્તી બ્લૉગ’ અને ‘મણી મારુ પ્રકાશન’ના લેખકમીત્રો, વાચકમીત્રો અને પ્રતીભાવકમીત્રોને મળેલું બહુમાન છે.
  ધન્યવાદ…
  –ગોવીન્દ અને મણી મારુ

  Like

 6. Dear Govindbhai,
  Hearty congratulations !
  Recognition for your dedication and great work has been long overdue. —Subodh Shah –USA.

  Liked by 1 person

 7. હાર્દિક અભિનંદન ગોવિંદ ભાઈ આપના અભિવ્યક્તિ બ્લોગ દ્વારા ઘણા લોકો ને રેશનાલિઝમ ની વિચારધારા ની માહિતી મળી છે ને તર્કબદ્ધ રીતે વિચારતા થયા ખૂબ ખૂબ અભિનંદન

  Liked by 1 person

 8. Congratulations
  I am very happy to read this good news,
  You are doing wonderful job,
  I am sure slowly & steadily-it will make difference
  In society

  Liked by 1 person

 9. ખુબ જ આનંદ અને સંતોષના સમાચાર છે ! ગોવીંદભાઈના સન્માનથી નેટજગતના તેમના વાચકો સાચ્ચે જ આનંદ માણશે…એમને અભીનંદન સાથે સંસ્થાને પણ ધન્યવાદ.

  Liked by 1 person

 10. `નમસ્તે, ગોવિંદભાઇ, અભિનંદન…
  તમે ખરેખર અભિનંદનને પાત્ર છો. કારણ કે કિનારે રહીને મગરને પડકારવો ને પાણીમાં રહીને એની સામે લડવું એ જ ખરી હિંમત છે. જે સમાજમાં રહીને એની ભુલો બતાવવી કે અંધશ્રધ્ધાને પડકારવી એ સહેલુ નથી. પોતાની માન્યતા ને વળગી રહીને સમાજસુધારા કરનાર લોકો જાનનું જોખમ ખેડે છે જે સરહદ પર ખેલાતા સંગ્રાંમ જેટલુુ જ બિહામણુ હોય છે. માત્ર એના હથિયાર પ્રચ્છન હોય છે. `

  Liked by 1 person

 11. અભિનંદન, ગોવિંદભાઈ ! આપના બધા જ લેખો હું વાંચું છું અને ઘણી વખત મારા દોસ્તોને ફોરવર્ડ પણ કરૂં છું. આપ ઉમદા સમાજસેવા કરી રહ્યા છો.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Liked by 1 person

  1. ગોવિંદભાઇની રેશનાલિઝમને ઢંઢોળવાની અથાક મહેનતને વધાવવાના આ અણમોલ એવાડૅ માટે લાખેણા અભિનંદન….
   @ રોહિત દરજી”કર્મ”
   હિંમતનગર

   Liked by 1 person

 12. Desai Dipak
  To: govindmaru@yahoo.co.in
  1 Mar at 7:16 am

  Congratulations Govindbhai for the RamanBhraman Gold medal. You deserve it for such a long Rationalist journey. I am proud that I had been associated for a short period with you in Vignan Munch, Navsari and for a long journey with you in The GAU & now Nvsari Agricultural University.

  Thanks Manibehen for giving such a free long time to serve Rationalism & social activities.

  Thanks again.

  Dr. Dipak Thakorbhai Desai

  Like

 13. રમણભ્રમણ સુવર્ણ ચંદ્રક માટે શ્રી ગોવિંદભાઈ મારુની જે પસંદગી થઈ છે તે માટે તો સૌ પ્રથમ પસંદગીકારોને યોગ્ય પસંદગી માટે હાર્દિક અભિનંદન. રેશનાલીઝમ અભિયાન દ્વારા જાગ્રુતિ આણવા માટે ગોવિંદભાઈની નિસ્વાર્થ સેવા ખરેખર અજોડ અને પ્રસંશનીય છે.

  Liked by 1 person

 14. Congratulations ,Govindbhai. Glad to know that you are selected for Ramanbhai’s
  Gold medal. May God give you many more healthy years ,so that you can continue
  your blog

  Liked by 1 person

 15. Dear Govindbhai,
  Heartily congratulations for being felicitated by ‘RAMAN BHRAMAN GOLD MEDAL’
  Your tiredless efforts for spreading ‘RATIONAL THOUGHTS` in society is really appreciated.
  Hope that many more feathers of appreciation will be added to your crown.
  Devendra shah, surat

  Liked by 1 person

 16. I hearty congratulation to you for your honest and good work. I always enjoy your articles and line of thinking.

  Please continue your good work. Thanks so much to you for your input.

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s