–વીક્રમ દલાલ
પ્રાણી માત્રને જીવવા માટે હવા(ઑક્સીજન) અને પાણીની જરુર પડે છે. વૃક્ષો પોતાનો ખોરાક પ્રાણીઓએ ઉચ્છવાસમાં કાઢેલા હવામાં રહેલા કાર્બનડાયૉક્સાઈડ અને મુળ મારફત જમીનમાંથી ચુસેલા પાણીમાંથી સુર્યઉર્જાની મદદથી પાંદડામાં બનાવે છે. આ પ્રક્રીયામાં ઑક્સીજન છુટો પડે છે તેથી હવામાં ઑક્સીજનનું પ્રમાણ જળવાઈ રહે છે. વળી, દરીયાના પાણીની બાષ્પથી બનેલા વાદળામાંથી પાણીને વરસાદ રુપે જમીન ઉપર પાડવામાં પણ વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે. આમ, જો પૃથ્વી વૃક્ષો વગરની થઈ જાય તો આપણે ઑક્સીજન વગર ગુંગળાઈ જઈએ તથા પાણી વગર તરસે મરી જઈએ.
વળી, સુર્યમાંથી મળતી ઉર્જા વૃક્ષો દ્વારા ઝીલાઈને લાકડાના સ્વરુપે સંઘરાય છે. સવાર, બપોર, સાંજ અને ઋતુઓને કારણે વધતીઓછી અને વાદળાને કારણે અનીયમીત માત્રામાં મળતી સુર્યઉર્જાને આપણે ઈચ્છીએ ત્યારે (રાત્રે પણ) વાપરી શકાય તેવા સ્વરુપમાં સંઘરવાનું કામ માત્ર વૃક્ષો જ કરી શકે તેમ છે એટલું જ નહીં; પરન્તુ વીજ્ઞાનીઓએ આજ દીન સુધી યોજેલી બધી જ કરામતો કરતા તે વધારે કામયાબ સાબીત થઈ છે. આ ઘટનાઓની માહીતી શીક્ષકો અને પાઠ્યપુસ્તકો દ્વારા વીદ્યાર્થીને મળવા છતાં બાળપણમાં મળેલા ધાર્મીકતાના અધકચરા અને વીકૃત ખયાલને કારણે આપણે દર વર્ષે હોળીના દીવસે હજારો કીલોગ્રામ લાકડાં બાળી નાખીને પગ ઉપર કુહાડો મારીએ છીએ.
પર્યાવરણની જાળવણી અંગે દુનીયાભરમાં આટલી બધી રોકકળ થતી હોય છે. તેમ છતાં આપણા પેટનું પાણી હાલતું નથી. કારણ કે ગીતાના શ્લોકોની જેમ આપણે વીજ્ઞાનને પણ ગોખી નાંખીએ છીએ; પરન્તુ તેણે આપેલી સમઝણ અનુસાર વર્તતા નથી. સમજ્યા વગર માત્ર પરીક્ષા પાસ કરવા માટે ગોખી નાંખેલા વીજ્ઞાનના જવાબો એ પચ્યા વગરના ખોરાકની માફક ફોગટ જાય છે.
ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને લાંચીયા સરકારી અધીકારીઓને કારણે વૃક્ષો બચાવવા અને વધારવા માટે આપણે આપેલા ટૅક્સના પૈસે ચાલતી જંગલસંરક્ષણ અને વૃક્ષારોપણ જેવી સરકારી યોજનાઓને નીષ્ફળ જાય છે. આ સરકારી યોજનાઓને નીષ્ફળ થતી અટકાવવી એ વ્યક્તીગત રીતે શક્ય નથી; પરન્તુ હોળી ન પ્રકટાવીને જીવનપોષક વૃક્ષોને બચાવવાનો શક્ય હોય તેટલો પ્રયત્ન કરવો તે તો આપણાં જ હાથમાં છે. આ માટે કાયદાની નહીં; પરન્તુ સમઝણની જરુર છે. 100 રુપીયાની નોટ બાળી નાંખવાથી એટલો ફુગાવો ઘટે છે જ્યારે 100 રુપીયાની કીંમતનું લાકડું બાળી નાંખવાથી વાતાવરણમાંથી પ્રાણપોષક ઑક્સીજન ઘટે છે. જેથી હોળીના લાકડા ખરીદવા માટેના ફાળામાં પૈસા આપવા એ ધાર્મીકતાનું નહીં; પણ અણસમઝનું – પણ જો તમારી પાસે ઉપર જણાવેલી માહીતી હોય તો –અન્ધશ્રદ્ધાનું લક્ષણ છે.
વીજ્ઞાન ભણાવતા શીક્ષકો અને પ્રૉફેસરો પોતાના વીદ્યાર્થીઓને, તથા સમજુ માવતરો પોતાના સન્તાનોને અને સમાજની ચીન્તા કરતા હોય તેવા જાગ્રત ધર્મગુરુઓ સમાજને જો હોળી ન પ્રકટાવવા માટે સમઝણ આપે તો આવતી પેઢી ઉપર બહુ મોટો ઉપકાર થશે.
–વીક્રમ દલાલ
લેખક–સમ્પર્ક :
શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ–380 058 સેલફોન : 94273 25820 ઈ–મેઈલ : inkabhai@gmail.com
રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે આપણા ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રો માટે લખેલ છે. તેઓના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18–03–2019
હોળી એટલે પાગલોની ટોળી, આગનો ભડકો જોવાનો તહેવાર ભારતના પાગલો જ ઉજવી શકે. એકબાજુ આગથી ડરવાનું ને બીજીબાજુ હોળીના ભડકા ફરતે ફરવાનું !!!! પ્રાકૃતિક ઉર્જાનો બિનજરુરી ઉપયોગ કરવાનો. લેખક અને બ્લોગરને અભિનંદન.
હોળીનો તહેવાર મનાવવામાંથી
હું મુક્ત છું.
@ રોહિત દરજી “કર્મ”, હિંમતનગર
LikeLiked by 1 person
Excellent suggestion.
LikeLiked by 1 person
હોળીનો તહેવાર વંશ પરંપરાગત ચાલ્યો આવે છે. કહેવાય છે કે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા કીટાણુઓ ગરમીથી નાશ પામે છે. હોળીનું મહત્વ જાણવા માટે ગુગલામા સર્ચ કરવાથી હકીકત માલૂમ પડશે. મરેલ માણસને દાહ દેવા માટે લાકડા ઘણાજ વપરાય છે. વિક્રમભાઈ, અમે તમારા લેખ સાથે સંપૂર્ણ સહમત છીએ. કોઈ નેતા મરે તો ચંદનના. લાકડા વપરાય છે. આમ કરવાથી શું એનો આત્મા સ્વર્ગમાં જાશે? આપણે સહુ મળીને લાકડા કારણ વગર ક્યાંય ન વાપરવા એવી ક્રાંતિ લાવીએ તો જગ જીત્યા. અમારા જૈન ગુરુદેવ સમજાવીને કહે છે કે અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. વિક્રમભાઈ, ફરી એકવાર લખું છું ચાલો ન્યૂઝ પેપરમાં આપણો લેખ પ્રસિદ્ધ કરો. એમાં અમારો પૂરેપૂરો સહકાર્ય છે.- સરોજબેન તથા ચીમનભાઈ ના જયજીનેન્દ્ર
LikeLiked by 1 person
છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવી એટલે રાષ્ટ્રીય મિલકત નો વેડફાટ, કુદરતી તત્વો નું નુકશાન અને હવા મા પ્રદૂષણ સિવાય કશુ જ નથી.
LikeLiked by 1 person
વિક્રમભાઇ દલાલે અેક અતિ મહત્વનો પ્રશ્ન જાગૃત કર્યો છે. તેમને અભિનંદન.
ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯ના અેક વક્તવ્યમાં મેં જે વાતો સિનીયરોને કરી હતી તે નાના સ્વરુપે ,વિક્રમભાઇના લેખના સપોર્ટમાં લખું છું.
વૃક્ષોને આપણા સાચા દેવ તરીકે પુજવા રહ્યા. તેમનું રક્ષણ કરવું રહ્યું. તેમનો વિકાસ કરવો રહ્યો, કારણ કે સંપુર્ણ પ્રાણિ જગતનો બઘો જ કચરો…આ વૃક્ષો પોતે વાપરીને પ્રાણિ જગતને ખોરાક પુરો પાડે છે. જીવવા માટે અતિ આવશ્યક ઓક્ષીજન આપે છે. જમીનમાં ગયેલો પ્રાણિઓનો શારિરિક કચરો જે જમીનમાં જાય છે તેને વાપરીને ‘વેજીટેબલ‘ ખોરાક બનાવીને શક્તિ પુરી પાડે છે. ઉચ્છવાસમાં નીકળેલા કાર્બન ડાયોક્સાઇડને પોતે સ્વસીને જીવન જીવે છે અને વળતર રુપે ઓક્ષીજન પ્રાણિ જીવનને આપે છે. આ કર્મને કોઇ પણ ‘બુઘ્ઘિ‘ વાળા માનવીઓઅે રેકગનીઝેશન કર્યુ છે ? મારા વિચારો પ્રમાણે મંદિરોમાં બેસાડેલા પત્થરીઆ દેવોને દૂર કરી દરેક વૃક્ષને ‘ દેવ‘ તરીકે પૂજો. તેઓ આપણા જીવનદાતા છે….સાચા અર્થમાં જીવનદાતા છે ! પેલા પત્થરીઆ કહેવાતા દેવો માણસના પ્રેમના વળતરમાં શું આપે છે ? ઝીરો. બીજું……….
મેં ‘ આત્મા‘ ને જોયો છે અનુભવ્યો છે. અને આજે, અત્યારે પણ અનુભવી રહ્યો છું.
પુસ્તકીયા જ્ઞાનમાં કહેવાયેલો ‘ આત્મા ‘ મેં કદાપી જોયો નથી…અનુભવ્યો નથી. કોઇઅે જોયો નથી. ફક્ત આભાશી ‘ આત્મા ‘ ની વાતો જ હવામાં મંડરાતો રહે છે.
તો….મેં જોયેલો અને અનુભવ્યો છે તે આત્મા…‘પાણી ‘ છે.
પ્રાણિ….પ્રાણ….પાણી.
પૃથ્વિ ઉપર જીવની ઉત્પત્તી પાણીમાં થયેલી તે વિજ્ઞાન કહે છે. પાણી વિના ‘ જીવ ‘….પ્રાણિ કે વનસ્પતિ….જીવતા નથી.
આજના વિજ્ઞાનની પ્રગતિ…બીજા ગ્રહો ઉપર જઇને ત્યાં જીવન જીવવાની શક્યતાઓ શોઘવાની બની રહી છે. અને તે અભ્યાસને માટે પહેલું પગલું છે…….તે ગ્રહ ઉપર પાણી છે કે નહિ ? તે જાણવાની.
મેં પાણીને ‘ આત્મા ‘ ના સ્વરુપે જોયો છે……અને અનુભવ્યો છે.
પુસ્તકીઆ ‘ આત્મા ‘ ને ….ભૂલો અને સાચા સ્વરુપે આપણને જીવન પુરુ પાડતા ‘ આત્મા ‘…‘ પાણી ‘ ને પુજો…તેને સંગ્રહો….તેને ગંદુ ના કરો…..
છેલ્લે…….
૨૦૧૯ના વરસ સુઘીમાં ‘ નાસા‘ અે અવકાસયાનો કુલ ૬ વખત ઉતાર્યા છે. ભારતીય જ્યોતિષોને પુછવું રહ્યું કે આ નાસાના વિજ્ઞાન્િકોને ‘ મંગળ‘ નડશે ? તેમને નુકશાન કરશે ?
ચંન્દ્ર ઉપર માણસ ચાલી આવ્યો છે. જ્યોતીષો કહેશે કે ચંન્દ્ર ઉપર ચાલનારના શરીર ઉપર ચંન્દ્ર શું અસર કરશે ?
જ્ઞાનથી જીવો…વિજ્ઞાનથી દિલો દિમાગને મજબુત બનાવો…..
સોમનાથના મંદિરને ૧૮ વખત લુટી ગયા…પરંતું તેમાં સ્થપાયેલા દેવે પોતાની રક્ષા નહિ કરી…કે તેમના પુજારીઓઅે પણ શિહદી નહિ વ્હોરી…….
આભાર.
વૃક્ષો આપણા સાચા દેવો છે …જીવતાં જાગતા…ફળ આપનારા દેવો છે. અને પાણિ આપણો આત્મા છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વહેલા મોડા આપણા સહુની આંખ ખુલે તો સારું
Nice scientific article.
LikeLiked by 1 person
આપણે પ્રજા તરીકે કેટલા મૂર્ખ છીએ, એ જાણી ને આઘાત લાગે છે. ધન્યવાદ વિક્રમભાઈજી.
LikeLiked by 1 person
Both. In the name of maintaining centruries old religious rituals and lack of scientufic thinking most people do not dare to express themselves. Moreover, it is the mob phobia that also is a reason who without applying any mind take part causing environmental degradation.
LikeLiked by 1 person
Human Beings depend heavily on Trees and Plant life. Holi is a Spring Festival: the onset of Colourful New life in Nature. I would like to urge people to embrace it by spreading Love and deleting Hatered from their hearts.
If I am not wrong, Krishna celebrated this Festival to show the Love for Nature. How can we forget this message?
I believe Rituals have lost its place in today’s Faith, we need to bring Change.
So here we go.
Stop burning trees, destroy the hatered instead. Simple!
Did I say that right?
Have a Colourful Day!
With kind regards…
LikeLike