મુકી હીરો ઉપાડે પાહાણ

ગુઢવાદ એટલે શું? સાચા દીલથી પ્રાર્થના કરવાથી, માત્ર શુભ વીચારો કરવાથી ધાર્યું પરીણામ મેળવી શકાય? આત્મીક સ્પન્દનો એટલે શું? અધ્યાત્મવાદીઓ લોકોને ગેરમાર્ગે દોરી તેઓની વીચારશક્તીને કુંઠીત કરે છે?

આવો, ગુઢવાદીઓનું રહસ્ય સમજીએ.

 8

મુકી હીરો ઉપાડે પાહાણ

–રચના નાગરીક

ગુઢવાદ, જ્ઞાન વીરુદ્ધનું કાવતરું છે. ગુઢવાદ માણસને વીચારહીન બનાવે છે. ગુઢવાદમાં વાસ્તવીકતાનો ઈનકાર કરવામાં આવે છે. ગુઢવાદ એટલે ભ્રમની યાત્રા. ગુઢવાદ એટલે કલ્પનાઓનું સરોવર. ગુઢવાદ એટલે લાગણીઓ અને શ્રદ્ધાઓની હોડી. ગુઢવાદ માણસને અવળી દીશાએ લઈ જાય છે.

સાચા દીલથી પ્રાર્થના કરવાથી, માત્ર શુભ વીચારો કરવાથી ધાર્યું પરીણામ મેળવી શકાય? હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તી કહે છે : ‘જો કોઈ અત્યન્ત શ્રદ્ધાપુર્વક રામ, કૃષ્ણ, જીસસ, બુદ્ધ, મહાવીર, મહમ્મદ, અલ્લાહ જેવા કોઈ પણ શ્રદ્ધાજનીત નામનું સ્મરણ કરે તો વનસ્પતી, પશુ, પક્ષી વગેરે ઉપર તેનો પ્રભાવ પાડી શકે. કારણ કે સમ્વેદના ઉત્પન્ન કરવાની જે આત્મીક સ્પન્દનો ઉત્પન્ન થાય છે તેમાં છે!’

આત્મીક સ્પન્દનો એટલે શું? ગુઢવાદ! મુખ્ય ન્યાયમુર્તીના પદ સુધી પહોંચનાર વ્યક્તી આવા ગુઢવાદમાં માને એ દર્શાવે છે કે આપણું શીક્ષણ ઘણું જ કાચું છે અને જાહેર સેવાઓમાં પોલમ્પોલ ચાલે છે! સેક્યુલર બન્ધારણના આદર્શોને, ભાવનાઓને એક બાજુએ મુકીને કોઈ ન્યાયમુર્તી ગુઢવાદનું પ્રદુષણ ફેલાવી શકે નહીં. હાઈકોર્ટના અને સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોને બંધારણીય મુલ્યો કરતાં બાપુઓના, શાસ્ત્રીઓના, પ્રગટબ્રહ્મસ્વરુપોના સંકુચીત વીચારો ઉંચા લાગે તે માનસીક બીમારી કહેવાય.

ગુનેગાર માણસને આત્મીક સ્પન્દનો દ્વારા પવીત્ર કરી શકાય? ચોરી, વીશ્વાસઘાત, દગો, ક્રુરતા વગેરે અનેક ગુનામાં જેલમાં ગયેલા ગુનેગારને, આત્મીક સ્પન્દનોથી પવીત્ર કરીને કોઈ ન્યાયમુર્તી પોતાના ઘરમાં તેને નોકર તરીકે રાખવા તૈયાર થાય? આત્મીક સ્પન્દનો વીશ્વાસ અપાવી શકતાં નથી. વ્યક્તીમાં સત્ય, સંવેદનશીલતા, પ્રામાણીકતા, સરળતા, ઉદારતા, કર્તવ્યનીષ્ઠા વગેરે સદ્ગુણો હોય તો જ તેની ઉપર વીશ્વાસ મુકી શકાય. આમ વીશ્વાસ રાખવાની બાબતમાં આત્મીક સ્પન્દનો જરા પણ ઉપયોગી થતાં નથી.

ચમત્કાર પાછળ થોડો અંશ શ્રદ્ધાનો અને ઘણો મોટો ભાગ પોતાની મોટાઈ દર્શાવવાનો હોય છે. લોકોની કામના, સ્વાર્થ, અતૃપ્તી, પુરુષાર્થહીનતા, અજ્ઞાન, ભોળપણ, ભક્તીની ખોટી કલ્પના, સાધુ – મહાત્મા – પ્રગટબ્રહ્મસ્વરુપ કહેવડાવનારાનો દમ્ભ, અને ગુરુપણાને લઈને મળતો પ્રતીષ્ઠાનો લોભ; આ બધાં તત્ત્વો ચમત્કાર પાછળ હોય છે. આ બધાં કારણોસર સમ્પ્રદાયો બને છે, અને ચાલે છે. ચમત્કાર તેને ગતી આપે છે. કારણ સીવાય કાર્ય બનતું નથી. કારણ શોધવાનું કોઈને સુઝતું નથી. ગુઢ લાગતા બનાવને ‘ઈશ્વરી ઘટના’ કે ‘ચમત્કાર’ કહીને પોતાનું મહત્ત્વ અને લોકોનું ભોળપણ વધારવાનું સુઝે છે. પરીણામે રાજા રામમોહન રૉય અને કરસનદાસ મુળજીના જમાના કરતાં આજે લોકોનું અજ્ઞાન વધ્યું છે અને દૃઢ થયું છે. દયાનનદજીકહ્યું છે : રામનામ બોલવાથી ફેર પડતો હોય તો સાકર, સાકર બોલવાથી મોં ગળ્યું જરુર થાય!

ગણપતીજીની મુર્તી દુધ પીએ તો રાવણની મુર્તી શું દારુ પીએ? ઈશ્વર, કોઈ સાધીકાના એક પગમાં ઝાંઝર પહેરાવે અને બીજા પગનું ઝાંઝર ભુલી જાય ખરો? ગાંડપણ બે પ્રકારના હોય છે. એક કુદરતી ખામીને કારણે મળેલું ગાંડપણ અને બીજું જાતે સ્વીકારેલ ગાંડપણ. જાતે સ્વીકારેલ ગાંડપણ વધારે ખતરનાક હોય છે. આ પ્રકારના ગાંડપણમાં માણસ દેખતો હોવા છતાં આંધળો હોય તેવો વ્યવહાર કરે છે અને પોતાની વીવેકબુદ્ધી સાથે અસ્પૃશ્યતા પાળે છે. ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’નું પ્રથમ કક્ષાનું ઈનામ મેળવનાર ગુણવંત શાહે ઝાંઝરવાળાં સાધીકા વીશે લખ્યું હતું : ‘આ બહેન એટલાં બધા પ્રામાણીક છે કે ઝાંઝરના ચમત્કાર પ્રત્યે શંકા કરવાનું મન નથી થતું; બલકે માનવાનું મન થાય છે!’

અભણ લોકો અજ્ઞાન હોય તે સમજી શકાય; પરન્તુ ન્યાયાધીશો, કુલપતીઓ, સચીવો, લેખકો, કવીઓ, શીક્ષણશાસ્ત્રીઓ, તબીબો, વકીલો, વૈજ્ઞાનીકો શા માટે બાપુઓ, શાસ્ત્રીઓ, પ્રગટબ્રહ્મસ્વરુપો પાછળ ફરે છે? રમણ પાઠક કહે છે : ‘‘માણસને રહસ્યમય વાતો માની લેવામાં જેટલી મજા આવે છે, એટલી મજા સાદા, સરળ સત્યો સ્વીકારી લેવામાં આવતી નથી. આમ ગુઢવાદ લોકો માટે એક મહત્ત્વનું મનોરંજન છે. વળી અલૌકીક બાબતોમાં માનવાથી, એવી ચર્ચા, ગોષ્ઠીમાં પ્રવૃત્ત થવાથી માણસને પોતાના અહંનું ઉર્ધવીકરણ થતું અનુભવાય છે, જે એને સુખદ લાગે છે. પાણી હાઈડ્રોજનના બે અને ઓક્સીજનના એક પરમાણુનું બનેલું છે. એવી નકરી વૈજ્ઞાનીક હકીકત જાણ્યા બાદ એમાંથી કશું ચર્ચાયોગ્ય પ્રાપ્ત થતું નથી. પરીણામે એથી ખાસ આનન્દ કે અહમ્ સંતોષાતો નથી. જ્યારે ગુઢવાદના કપોળ કલ્પીત સીદ્ધાન્તોની અનન્તકાળ સુધી જાતજાતની ચર્ચા કરી શકાય અને વીવીધ તર્ક–કોકડાં કાઢી શકાય. મજા જ મજા. ગુઢવાદીઓ ચેતનાની, દીવ્ય જીવનની, આત્મજ્ઞાનની, પરમ ચૈતન્યની વાતો કરે છે. ફીફાં ખાંડે છે. દરેકનું સત્ય ભીન્ન હોય છે. વાસ્તવમાં એક જ પદાર્થના ચોક્કસ પાસા અંગે બે કે વધુ જુદાં જુદાં સત્યો હોઈ શકે નહીં, કાં તો એમાંનું એક સાચું અથવા બધાં જ ખોટાં હોય. એ તર્કશાસ્ત્રનો નીયમ છે; પરન્તુ ગુઢવાદીઓને સત્યમાં નહીં, અસત્યમાં જ રસ હોય છે!’’

લોકશીક્ષણ અને ચારીત્ર્યઘડતર સાથે જોડાયેલા લોકો ચમત્કારો અને અગમ્ય શક્તીની વાત કરે ત્યારે ચક્કર આવી જાય છે. મન્ત્રશક્તીથી સાત દીવસમાં અણફળાઉ આંબાને કેરી આવે એવી વાત લોકજાગૃતીનો, જ્ઞાનપ્રચારનો દાવો કરનારાં સામયીકોમાં પ્રગટ થાય તે શરમજનક કહેવાય. આવી ચમત્કારવાળી વાત પ્રગટ કર્યા પછી પણ ‘જ્યાં સુધી અસામાજીક કે અનૈતીક ન હોય ત્યાં સુધી તેને અટકાવવાનું યોગ્ય નથી’ એમ પુર્વ મુખ્ય ન્યાયમુર્તી કક્ષાની વ્યક્તી કહે ત્યારે ફરીયાદ કોને કરવી તે સમજાતું નથી.

ચમત્કાર માત્ર અસામાજીક અને અનૈતીક છે. જે માણસ ચમત્કાર કરે છે તે ઠગ હોય છે. જે લોકો ચમત્કારમાં શ્રદ્ધા ધરાવે તે કાં તો ભોળા હોય છે. કાં લાલચુ હોય છે, કાં ભ્રમ કે વીભ્રમનો ભોગ બનેલાં હોય છે. ચમત્કાર માત્ર વાહીયાત કહેવાય કેમ કે તેમાં તથ્ય હોતું નથી. આધ્યાત્મીક અનુભુતીઓને વૈજ્ઞાનીક આવરણ ચડાવવાની એક ફેશન ઉભી થઈ છે. તેમાં વીમલાતાઈ ઠકાર મુખ્ય છે. કેટલાક સર્વોદયવાદીઓ, વીનોબાવાદીઓ પણ કામ કરે છે. આ લોકો વીજ્ઞાનને ખોટી રીતે સાંકળે છે. પાંડુરંગ શાસ્ત્રીએ બાયોલૉજીના હવાલા આપીને કહેલ કે સાત પેઢી સુધી દરેક ઉંદરની પુંછડી કાપેલ છતાં નવી પેઢીમાં, પુંછડીવાળા ઉંદર થતા હતા! જન્મગત ગુણો બદલી શકાતા નથી. વર્ણવ્યવસ્થા જન્મગત હોવાથી દલીતો, ઉંદરની પુંછડીની પેઠે, પોતાના જન્મગત ગુણો ધરાવે છે તેથી શુદ્ર માટે નીયત થયા હોય તે સીવાયના, એટલે કે બ્રાહ્મણ કરી શકે તેવાં કામો શુદ્ર કરી શકે નહીં! આને કહેવાય વીજ્ઞાનનો દુરુપયોગ! આને કહેવાય અસામાજીકતા અને અનૈતીકતા.

બીજો ચમત્કાર જોઈએ : એક જ જાતના બે છોડને એક જ પ્રકારના ખાતરવાળાં બે કુંડામાં રોપી એકસરખી રીતે બન્નેને પાણી આપી માવજત કરી; પરન્તુ તેમાંના ફક્ત એક છોડને જ હાથ ફેરવી પ્રેમ કર્યો બીજાને નહીં, તો પરીણામ એ આવ્યું કે પ્રેમ કરાયેલ છોડની વૃદ્ધી બીજા છોડ કરતાં સ્પષ્ટ રીતે વધુ સારી થઈ! મારી નજર સામે અમેરીકામાં આ બન્યું, તેમ પુર્વ ન્યાયમુર્તી કહે છે. ચમત્કારમાં ચમત્કાર એ હોય છે કે તે ‘નજર સામે’ જ બને છે! વળી નજીક કરતાં ‘દુર’ અમેરીકા વગેરે સ્થળે બને છે! પ્રેમ કરવાથી છોડની વૃદ્ધી વધુ ન થાય કે તીરસ્કાર કરવાથી છોડની વૃદ્ધી અટકે નહીં. દુષ્કાળ પડે ત્યારે ખેડુત પોતાના પાકને ગમેં તેટલો ચાહતો હોય છતાં સુકાઈ જાય છે. આંબાને ગમે તેટલો પ્રેમ કરીએ તો રણમાં ન ઉગે. ગમે તેટલી શક્તીશાળી મન્ત્રશક્તી કામે લાગે તો પણ સાત દીવસમાં કેરી ન આવે. મન્ત્રશક્તીથી, નામસ્મરણથી, પ્રેમથી ભૌતીક બંધારણ બદલી શકાય નહીં. અગમનીગમના વાધા પહેરાવી સત્યને ઢાંકવાની આ અસામાજીક પ્રવૃત્તી જ કહેવાય. સત્યને બદલે ભ્રમ તરફ, અસત્ય તરફ લોકોને હાંકી જવાની પ્રવૃત્તી અનૈતીક જ કહેવાય.

હીન્દુને રામનાં દર્શન થાય, ખ્રીસ્તીને જીસસની અનુભુતી થાય; પણ રામની ન થાય, યુવાન વીધવા સ્ત્રીને મુર્છામાં તેના પતીના જ દર્શન થાય. કોઈ વ્યક્તીની જેવી માનસીક સ્થીતી, જેવી ધાર્મીક ભુમીકા, જેવા સંસકાર અને ઉછેર, જેવી આશાઓ અને સંઘર્ષો, જેવું રટણ તેવી જ તેને અનુભુતી થાય. કુતરાને જો અનુભુતીની શક્તી હોય તો તેને રામ કે જીસસને બદલે પોતાના પ્રભુ તરીકે ડાઘીયા કુતરાની જ અનુભુતી થાય! આમાં કંઈ આધ્યાત્મીક કે દીવ્ય નથી. કોઈ ચમત્કાર નથી. ચમત્કારની વાતો કરનારા મનોરોગી હોય છે. આવા મનોરોગીઓ પોતાની વાતોને વૈજ્ઞાનીકતાના વાધા પહેરાવીને લોકોનાં માનસ પ્રદુષીત કરે છે. ઔદ્યોગીક પ્રદુષણ કરતાં માનસપ્રદુષણ વધુ ખતરનાક નીવડે છે. દીવ્ય અનુભુતી, મન્ત્રશક્તીનો પ્રભાવ વગેરે વાતો કરનારા સાધુઓ, બાપુઓ, શાસ્ત્રીઓ, કથાકારો ઘણું પ્રદુષણ ફેલાવે છે. પરીણામે લોકો આ લોકની સમસ્યાઓને ઉકેલવાના બદલે કાલ્પનીક પરલોકને સુધારવા હઠાગ્રહી બને છે. વાસ્તવીકતાથી વીમુખ, પુરુષાર્થહીન, આળસુ, ડરપોક અને સ્વાર્થી બની જાય છે. દેશ આખો આમાં ફસાયો છે.

અગમ્યશક્તી કે ચમત્કારમાંથી કોઈ નક્કર પરીણામ હજુ સુધી હાંસલ થયું નથી. ઉલટાનું આવી બાબતો પાછળ અબજો માનવકલાક વેડફાય છે. મન્દીર, મસ્જીદ–દેવળના નીર્માણ પાછળ પરીશ્રમની કમાણી વેડફાય છે. પુજાવીધી વગેરેના નામે પાદરી, મુલ્લા, બ્રાહ્મણો, બાપુઓ, શાસ્ત્રીઓ તગડા બને છે. આ બધા પરોપજીવીઓ, લોકો જ્ઞાન તરફ ન ખેંચાય તે માટે તેમને શ્રદ્ધાના જાળામાં ગુંચવી દે છે. શ્રદ્ધાને લીધે ગરજુ, નીરાધાર લોકોને કંઈક માનસીક આધાર મળે છે અને પરોપજીવીઓને ધન અને પ્રતીષ્ઠા મળે છે. આ પરોપજીવીઓ, અધ્યાત્મવાદીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. લોકોની વીચારશક્તીને કુંઠીત કરી રહ્યા છે. આ બધું અનૈતીક, અસામાજીક ન કહેવાય? ‘અતીન્દ્રીય અનુભવો થાય છે’, એમ કહેવામાં સંકોચ થાય એટલે વીદ્વાન સર્જકો કહે છે કે ‘અતીન્દ્રીય અનુભવો થાય છે તે વીજ્ઞાને સ્વીકાર્યું છે! વાત અગમ્યની કરવાની; પણ વીજ્ઞાનનો સાથ લેવાનો! વળી વીદ્વાનો દલીલ કરે છે કે ‘જ્ઞાનને સીમા છે’ ભલે સીમા હોય; પણ એથી અનલીમીટેડ ઈરૅશનાલીટીના સમુદ્રમાં કુદકો મારવા માટેનું કારણ થોડું મળે?

અખાએ અજ્ઞાનીઓની આ રીતે ‘રીમાન્ડ’ લીધેલી :

જાંહા જોઈએ તાંહાં કુડેકુડ,
સાહામા – સાહામી બેઠા ઘુડ.
કોઈ આવી વાત સુરજની કરે,
તે આગળ જઈ ચાંચ જ ધરે.
અમારે હજાર વર્ષ અન્ધારે ગયાં,
તમે આવા ડાહ્યા ક્યાંહાંથી થયા?
અખા મોહોટાની એહેવી જાણ,
મુકી હીરો ઉપાડે પાહાણ.

 –રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના જુલાઈ, 2001ના અંકમાંથી અંકમાંથી, લેખીકાના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક–8, પુસ્તીકાનાં પાન 54થી 58 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ 19–04–2019

15 Comments

  1. રચના, ખૂબ જ સરસ અેનાલીસીસવાળી બની છે. સાચા નાગરીક કેવી રીતે બનાવવા ? ઘણા સવાલો આ લેખમાં આપણને સોલ્વ કરવા માટે મળ્યા છે. આ પહેલાં રમેશભાઇ ઓઝાનો લેખ વાંચેલો અને મેં અેક સજેશન કરેલું કે આપણા બઘા કથાકારો તેમના શ્રઘ્ઘાળું શ્રોતાજનોને વર્ણવ્યવસ્થાથી દૂર થવાના પાઠ ભણાવે. અને તેઓ જો આ પાઠો શીખવે તો પછી તેમની શી હાલત થાય ? હકિકતમાં દરેક માણસ પોતાની જાતને છેતરીને જ જીવતો હોય છે. હાં દરેક માણસ પોતાની જાતને છેતરીને જ જીવતો હોય છે. આ વાંચનાર દરેક પોતાની જાતને ન્યુટરલ રહીને પૂછી જૂઅે…. દરેક ખોટું કરવાવાળાને પહેલેથીજ ખબર હોય છે કે સત્ય શું છે. અને તો જ તે ખોટું કરવું કેવી રીતે તેનું સચોટ પ્લાનીંગ કરી શકે છે. રચનાબેનનો આર્ટીકલ ખૂબ જ સરસ છે. ન્યાયાઘીશો ? અને બીજા ભણેલા ? ગણેલાં ? બઘા અંઘશ્રઘ્ઘાના કુવાના દેડકાં. સ્વામી સચ્ચીદાનંદજીઅે હાલમાં જ કહેલું કે હવે તો ભારતમાં માણસોની વચ્ચે પણ ‘ ભગવાનો ‘ પેદા થઇ રહ્યા છે અને તેઓમાં બે ચારને તો હું ઓળખું છું. રમણભાઇ કે બીજા…વરસો પુરાણા સમાજ સુઘારકો સમજાવી સમજાવીને ગયા…પરંતું અંઘશ્રઘ્ઘાઘારીઓના પરસન્ટેજ મોટા થતાં જાય છે. દરેક વિચારકે પોતાની જાતને સુઘારીને સમાજસેવાનું કર્મ કર્યાનો સંતોષ માની લેવો. મોરારીદાસ હરિયાણીને કોણ સમજાવી શકે ? કે કૃષ્ણ પહેલાં થયેલાં રામના સમયમાં ઘોબી કોના કપડાં ઘોવા જન્મેલો હતો? કે તે તેની વાઇફને ટોણા મારે અને રામ ગુઢવેશમાં તે સાંભળી જાય અને પ્રગનંન્ટ સીતાને ઘર બહાર કાઢી મૂકે ? ત્યારના સમયમાં તો કદાચ હરણના ચામડાના કપડાં પહેરતા હોવા જોઇઅે….અેક સાદી બુઘ્ઘિગમ્ય વાત છે. પુરી અે અંઘેરી ને ગંડું રાજા…ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  2. Gandabhai Vallabhbhai Patel
    to me

    Thank you very much Govindbhai.

    રચનાબેનનો લેખ ખુબ ગમ્યો. મારી કૉમેન્ટ મેં મુકી, પણ કંપ્યુટરે એ લેવાની ના પાડી, લખવામાં થોડો વધુ સમય નીકળી ગયો હતો તેથી. ફરીથી તમને મોકલું છું.

    મને લાગે છે કે પાંડુરંગ શાસ્ત્રીની કહેવાતી વૈજ્ઞાનીક દલીલ સાવ અવૈજ્ઞાનીક જ નહીં બાલીશ છે. એને માનનારા પાંડુરંગ શાસ્ત્રી કરતાં પણ વધુ મુઢ હોવા જોઈએ. એમની દલીલ જ પુરવાર કરે છે કે કૃત્રીમ રીતે, અવૈજ્ઞઆનીક રીતે કરેલા – અકુદરતી ફેરફાર કુદરત સ્વીકારતી નથી. આથી જ તમે સીક્કો મારેલા કહેવાતા દલીતને ત્યાં પણ પેદા થતો માણસ સામાન્ય એના જેવો જ પાંડુરંગ શાસ્ત્રી જેવો જ માણસ હોય છે, દલીતનો સીક્કો લાગેલો હોતો નથી. અને પાંડુરંગ શાસ્ત્રીને ત્યાં બ્રાહ્મણનો સીક્કો લાગેલો માણસ પેદા થતો નથી.

    ગોવીન્દભાઈ તમે સમાજની સુંદર સેવા બજાવો છો. હાર્દીક આભાર.

    Best Regards
    Gandabhai Vallabhbhai Patel
    Wellington New Zealand
    My blog: http://gandabhaivallabh.wordpress.com

    Liked by 2 people

  3. લેખ માં તેનું સત્ય: “મન્દીર, મસ્જીદ–દેવળના નીર્માણ પાછળ પરીશ્રમની કમાણી વેડફાય છે. પુજાવીધી વગેરેના નામે પાદરી, મુલ્લા, બ્રાહ્મણો, બાપુઓ, શાસ્ત્રીઓ તગડા બને છે.”

    આનું કારણ છે: “ચમત્કાર ને નમસ્કાર”. આ તુત હિન્દૂ , મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મ માં અને સુધારેલા દેશો જેવા કે અમેરિકા અને કેનેડા માં પણ જોવામાં આવેલ છે . જ્યાં સુધી પ્રજા માં જાગૃતિ નહીં આવે , ત્યાં સુધી આવા ધતીંગો ચાલતા રહેશે .

    Liked by 2 people

  4. गीतामां स्पष्ट लखेल छे के आत्मा अकल्पनीय, अशोचनीय, अवर्णनीय, वगेरे, वगेरे,  छे अने छंता गीता अने एने लगता बधा धर्म ग्रंथो आत्मा आत्मा रट्या करे छे.

    एवी रीते अंग्रेजी, हींन्दी, गुजरातीमां स्पष्ट खबर के रीत नथी ए गुढवाद…

    हवे बधा धर्म मां गुढवाद होय तो पछी हींन्दु, बौध, जैन, शीख, ईश्लाम, ख्रीस्तीनो आत्मा केवो होय ए बीजा धोरणना टाबरीया पासेथी शीखी लेवुं जोईए.

    અમારે હજાર વર્ષ અન્ધારે ગયાં,
    તમે આવા ડાહ્યા ક્યાંહાંથી થયા?

    Liked by 3 people

  5. धर्म निस्tthaयां मुढा ; यूयं सर्वे , केवलं छद्मधारीणाम् दुस्टानां छलम् द्रस्त्वा युष्माभीहि धर्ममधर्मं न ज्ञातम्/ दुस्बुद्ध्यया ब्गग्वद गीता न पठिता /केवलं प्रपञ्चdrasti धृत्वा विदुषां धर्म उपेक्षां मा कुरुत .
    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः // इति मन्त्रस्य कोपि रहस्यं न वर्तते परन्तु यूयं अत्रापि पिस्तपेषणं bhवन्तः करिष्यन्ति .
    इश्वर
    पुरोहित

    Like

  6. લેખ ખૂબ જ વિચાર પ્રેરક લેખ. રચના નાગરિક અને ગોવિંદ મારુને ધન્યવાદ.

    Liked by 1 person

  7. Good one. Not only Bapu and Baba, but all our daily newspapers are responsible for spreading lots of non-scientific stuff. Our daily newspapers can help to build strong scientific beliefs/thoughts by not publishing such unwanted/unhealthy ‘Miracles’. But who cares.

    Liked by 1 person

Leave a comment