‘રૅશનલ જીવનયાત્રા’ની ‘લેખમાળા’ અને ‘ઈ.બુક્સ’

દેશ–વીદેશના નીવડેલા રૅશનાલીસ્ટોના જીવન અને કવનમાંથી યુવાપેઢી પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી રૅશનાલીસ્ટ ભાઈ/બહેનની રૅશનલ જીવનયાત્રા નામે લેખમાળા અને તેની ‘ઈ.બુક્સ’ પ્રગટ કરવા માટે તેર ‘મુદ્દાઓ’ [………………]

રૅશનલ જીવનયાત્રાની
લેખમાળા’ અને ‘ઈ.બુક્સ

દેશ–વીદેશના નીવડેલા રૅશનાલીસ્ટોના જીવન અને કવનમાંથી આપણી  યુવાપેઢી પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત કરે તેવા હેતુથી ‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકે રમણભ્રમણ સુવર્ણચન્દ્રકથી સન્માનીત થયા બાદ, પોતાના પ્રતીભાવમાં રૅશનલ જીવનયાત્રા નામે એક ‘લેખમાળા’ પ્રગટ કરવાનો સંકલ્પ લીધો છે. આ ‘લેખમાળા’ની રંગીન ‘ઈ.બુક્સ’ પણ પ્રગટ કરવામાં આવશે. આ પ્રકારની રૅશનલ પહેલ કરવા માટે દરેક રૅશનાલીસ્ટ ભાઈ/બહેન પાસેથી ગદ્યલેખ મંગાવવામાં આવે છે. આ ગદ્યલેખમાં નીચે નીર્દેશ કરવામાં આવેલ ‘મુદ્દાઓ’ પૈકી આપને લગત મુદ્દાઓને આવરી લેવાના રહેશે. મુદ્દાઓના ક્રમમાં આપને અનુકુળ લાગે તે રીતે ફેરફાર કરી શકાશે. જે મુદ્દાઓ આપને લાગુ પડતા ન હોય તે મુદ્દાઓ અંગે લખવું આવશ્યક નથી.

ગદ્યલેખ યુનીકોડ(શ્રુતી ફોન્ટ)માં ટાઈપ કરી/કરાવી તેની વર્ડ અને પીડીએફ (બન્ને ડૉક્યુમેન્ટ્સ), રૅશનાલીસ્ટનો રંગીન ફોટો, પુરેપુરું સરનામું, સમ્પર્ક માટે ફોન/સેલફોન નમ્બર, ઈ.મેઈલ/વેબસાઈટ(હોય તો) સહીત તારીખ : 31મે, 2019 સુધીમાં govindmaru@gmail.com આઈડી પર ઈ.મેઈલ દ્વારા મોકલવા સર્વ રૅશનાલીસ્ટોને વીનન્તી છે.

મુદ્દાઓ

1

તમે શરુઆતમાં કઈ કઈ ધાર્મીક પ્રવૃત્તીઓ કરતા? કયા પ્રકારના કર્મકાંડો કરતા?

2

ધાર્મીક ક્રીયાકાંડો વ્યર્થ છે? એવું ક્યારે લાગ્યું? શામાટે લાગ્યું?

3

રૅશનલ વીચાર પ્રત્યે કઈ રીતે આકર્ષાયા? શા માટે જોડાયા?

4

કયા પુસ્તકે/કઈ વ્યક્તીએ/‘અભીવ્યક્તી’ બ્લૉગે/ રૅશનાલીસ્ટ/હ્યુમેનીસ્ટ થવામાં તમને મદદ કરી? તમે ડૉ. અબ્રાહમ કૌવુર/પેરીયાર રામાસ્વામી/પ્રેમાનન્દ/કેદારનાથજી/શહીદ ભગતસીંહ/પ્રા. રમણ પાઠક/પ્રા. શ્યામ માનવ/બર્ટ્રાન્ડ રસેલ કે એ સીવાયના કોઈને વાંચ્યા છે?  એમની કઈ બાબત તમને સ્પર્શી ગઈ?

5

એવી કઈ બાબત/ઘટના ન બની હોત તો તમે ધાર્મીક હોત?

6

તમે રૅશનલ વીચારોના પ્રચાર/પ્રસાર માટે શું યોગદાન આપ્યું? કઈ કઈ પ્રવૃત્તી કરી?

7

તમારા ગમતા લેખકો/પુસ્તકો કયા કયા? ગમવાનું શું કારણ?

  8

તમારી રૅશનલ પ્રવૃત્તીને/તમારી રૅશનલ અભીવ્યક્તીને રુંધવાના પ્રયત્નો થયા છે? આવા પ્રયત્નો કરનાર કોણ હતા?

  9

નાસ્તીકતા કરતાં રૅશનાલીઝમ શ્રેષ્ઠ છે, એવું તમે માનો છો? શામાટે? [રાક્ષસો દેવો સામે લડતા, તે નાસ્તીક હતા; પણ રૅશનલ ન હતા.]

 10

રૅશનાલીઝમના પ્રચાર/પ્રસાર માટે રૅશનાલીસ્ટનું જીવન કેવું હોવું જોઈએ?

[રેશનાલીઝમનો પ્રચાર/પ્રસાર કરનારનું જીવન સરળ/પારદર્શક/પ્રમાણીક અને નીતીમય/સંવેદનશીલ હોવું જોઈએ. બોલે કંઈ અને કરે કંઈ, એવું ન ચાલે. દારુ/વ્યભીચાર વગેરેમાં ગળાડુબ માણસ નાસ્તીક હોઈ શકે; રૅશનલ નહીં.]

 11

સામાજીક/રાજકીય/આર્થીક અન્યાય સામે અવાજ ઉઠાવવો તે દરેક રૅશનાલીસ્ટની સામાજીક ફરજ છે? તમે શું માનો છો?

 12

ગુજરાતમાં રૅશનલ પ્રવૃત્તીને વેગ મળે તે માટે કયા કયા પગલાં ભરવાની જરુર છે?

 13

રૅશનાલીઝમ માટે સોશીયલ મીડીયાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?

ગદ્યલેખ સ્વીકારવાનો આખરી નીર્ણય ‘સમ્પાદક સમીતી’નો રહેશે.

ગોવીન્દ મારુ
સમ્પાદક
‘અભીવ્યક્તી’ બ્લૉગ

રમેશ સવાણી
સલાહકાર
‘અભીવ્યક્તી’ બ્લૉગ

7 Comments

  1. આપ રેશનલ જીવનયાત્રા લેખમાળા શરૂ કરી રહ્યા છો.ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો.આના પર થી વાચકો ને પણ ખબર પડશે કે પોતે કેટલા રેશનલ છે.રેશનાલીસ્ટ ના કર્તવ્યો શું છે.આનાથી રેશનાલિષમ અને રેશનાલીસ્ટ ના જીવન અને કાર્યો વિશે જાણવા મળશે.ખૂબ જ સરસ

    Liked by 2 people

  2. Share option માંથી share કરી શકાતું નથી અને વોટ્સએપ નો ઓપ્શન નથી પણ બ્રાઉઝર માંથી લિંક share કરી શકાય છે

    Liked by 2 people

    1. વહાલા પંકજભાઈ,
      આપના સુચનનું સ્વાગત છે. આભાર.
      ‘Share option’માં ‘WhatsApp’નું બટન હમણાં એક્ટીવ કર્યું છે. આ ઓપ્શનનો લાભ લઈ, ‘WhatsApp’ પર શેર કરવા વીનન્તી છે.
      ફરીથી આભાર.

      Liked by 1 person

  3. आ प्रश्र्नोतरीनी वीगतो पुरी करवाथी रेशनल वीचारसरणी ने वेग मळशे. जेमके राक्षशो ए हींसानो आसरो लीधेल. दारु, व्यभीचार नो खुलासो के अंगत जीवन रहेणी करणी अने दंभ, आर्थीक अन्याय सामे अवाज, सरकारी कर्मचारीओ होद्दा उपर रही जाणे अजाणे अन्याय के अत्याचार करे, जेमके सुपरीम कोर्टना न्यायाधीश, अमेरीकानो प्रेसीडन्ट, अशोक चक्र सन्मानीत हेमंत करकरे, वगेरे वगेरे ना मुद्दाओ बाबत सामान्य माणस ज्यारे लखवानुं शीखी जशे त्यारे रेशनल वीचारसरणीने जरुर वेग मळशे…

    Liked by 2 people

  4. નમસ્તે મારુ સાહેબ, બહું સરસ કાર્ય કરો છો ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન

    Liked by 1 person

Leave a comment