પર્યાવરણની બધી સમસ્યાઓનો ઉકેલ અથર્વેદમાં છે? આજના જગતની ઉપાધીઓ અને મુશ્કેલીઓ પશ્ચીમની સંસ્કૃતીના કારણે છે? આધુનીક જીવનશૈલી માનવજીવન માટે ઘાતક છે? ભારતીય સંસ્કૃતીને સત્ય સંસ્કૃતી કહી શકાય? યુરોપ અને અમેરીકાને વગોવનાર લોકો તક મળે તો પરદેશ જવા અને પરદેશમાં જઈ સ્થાયી થવા માટે તલપાપડ શા માટે થાય છે? પ્રાચીન ભારતીય સમાજે કેટલીક અદભુત સીદ્ધીઓ મેળવીને દુનીયાને આપી છે તેની પુરી જાણકારી બડાઈખોરોને હોતી નથી અને ખોટાં બણગાં ફુંકીને તેઓ આ સાચી સીદ્ધીઓને ઢાંકી નથી દેતા?
પ્રાચીન ભારતીય સમાજે અદભુત સીદ્ધીઓ આપી છે?
–નગીનદાસ સંઘવી
એક જમાનાની મુલ્કમશહુર અને યુનીવર્સીટીઓમાં અગ્રગણ્ય મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી(વડોદરા)એ પર્યાવરણ વીશે યોજેલા સેમીનારમાં અન્ય યુનીવર્સીટીઓના પ્રાધ્યાપકોએ રજુ કરેલાં પેપરો અને દર્શાવેલા વીચારો આપણી બૌદ્ધીક દરીદ્રતાનું દર્શન કરાવે છે. પર્યાવરણની બધી સમસ્યાઓનો ઉકેલ અથર્વેદમાં અપાયો છે. આજના જગતની ઉપાધીઓ અને મુશ્કેલીઓ પશ્ચીમની સંસ્કૃતીના કારણે છે અને આધુનીક જીવનશૈલી માનવજીવન માટે ઘાતક છે તેવા મતલબની વાતો આ પેપરોમાં રજુ થઈ છે.
પશ્ચીમી સંસ્કૃતી આ બધા રોગનું મુળ હોય તો પશ્ચીમના દેશોમાં રહેવાસીઓ આપણા કરતાં વધારે સશક્ત, વધારે સમૃદ્ધ અને વધારે ચેતનવંતા કેવી રીતે હોઈ શકે? પશ્ચીમના લોકોએ પોતાની સંસ્કૃતી આપણા પર ઠોકી બેસાડી નથી, પણ આપણે સ્વેચ્છાએ સ્વીકારી છે. યુરોપ અને અમેરીકાને વગોવનાર લોકો તક મળે તો પરદેશ જવા અને પરદેશમાં જઈ સ્થાયી થવા માટે તલપાપડ શા માટે થાય છે?
વેદમાં બધું જ જ્ઞાન છે અને આધુનીક વીજ્ઞાન અને વૈજ્ઞાનીક શોધખોળ અને સાધનો આપણે ત્યાં પ્રાચીન કાળમાં વપરાતાં હતાં. વીમાન હોય કે અણુશસ્ત્રો હોય, તીરકામઠાંથી લડનારા અને પગપાળા મુસાફરી કરનારા ભારતના પુર્વજો હતા. આવી વાહીયાત વાતો આપણી યુનીવર્સીટીઓના માન્ય પ્રાધ્યાપકો કરે ત્યારે આપણે આપણી જાતની દયા ખાવી પડે. આપણી યુનીવર્સીટીઓ જ્ઞાનના કબ્રસ્તાન જેવી બની ગઈ છે અને આવા પ્રાધ્યાપકો માટે બુદ્ધીના બળદનું વીશેષણ જ યોગ્ય થઈ પડે. તેમની આ મુર્ખતા પણ તેમની પોતાની નથી. આ મુર્ખાઈ પણ ઉછીની લેવામાં આવી છે.
19મી સદીની અધવચ્ચે વેદગ્રંથોના પ્રકાંડ અભ્યાસી, પણ આધુનીક વીજ્ઞાનથી તદ્દન અપરીચીત સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદમાં બધું જ જ્ઞાન છે તેવા વીચારનો જોરશોરથી પ્રચાર કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ હીન્દુ સમાજની જાગૃતી અને સંગઠન માટે અદભુત કાર્યો કરેલાં છે. સમાજસુધારણા માટે અને હીન્દુ ધર્મમાં પ્રવેશેલાં દુષણો માટે તેમણે જબરદસ્ત ઝુમ્બેશ ચલાવેલી.
સયાજીરાવ યુનીવર્સીટીના સેમીનારમાં રજુ થયેલાં પેપરો જ્ઞાનવીકૃતી છે અને કાગના પીછે વાઘ ઉભો કરવાની પ્રક્રીયા છે. આવું ઓછા વધતા અંશે દરેક દેશમાં બનતું હોય છે, પણ આપણા દેશમાં વધારે પ્રમાણમાં બને છે. એક તો નીર્બળ માણસ અને પછાત પડી ગયેલો સમાજ પોતાના ભુતકાળને ચગાવીને આકાશગામી બનાવી દે છે અને બીજું કે આપણે ભારતવાસીઓ આપણી પીઠ થાબડવામાં શુરાંપુરાં છીએ. ભારતીય સંસ્કૃતી દુનીયાની શ્રેષ્ઠ સંસ્કૃતી છે તેવું સર્ટીફીકેટ આપણી જાતે લખીને જાતને આપવામાં આપણને કશી શરમ કે સંકોચ નડતા નથી. પ્રાચીન ભારતીય સમાજે કેટલીક અદભુત સીદ્ધીઓ મેળવીને દુનીયાને આપી છે તેની પુરી જાણકારી આવા બડાઈખોરોને હોતી નથી અને ખોટાં બણગાં ફુંકીને તેઓ આ સાચી સીદ્ધીઓને ઢાંકી દેતા હોય છે. ગણીતશાસ્ત્રમાં અંકલેખન અને શુન્યનો ઉપયોગ ભારતમાં સૌથી પહેલાં શરુ થયો તેવું માનવામાં આવે છે. આ શોધ કેટલી ઉપયોગી છે તે જાણવું હોય તેણે રોમન આંકડાઓનો અભ્યાસ કરવો. ભારતની અંકલેખન પદ્ધતી આરબોએ અપનાવી અને આરબો પાસેથી યુરોપને શીખવા મળી. આ બધા આંકડાઓ આજે પણ અરબી આંકડાઓ જ કહેવાય છે. આવું જ મોટું કામ વ્યાકરણશાસ્ત્રમાં થયું. પાણીનીનું વ્યાકરણ (અષ્ટાધ્યાયી) જગતનું શ્રેષ્ઠ અને એકમાત્ર વૈજ્ઞાનીક વ્યાકરણ છે. માનવીનાં ગળાં અને મોઢાંમાંથી વીવીધ પ્રકારના અવાજ કેવી રીતે નીકળે છે અને બોલવામાં કેવા સંકળાઈ જાય છે તે પાણીનીએ દર્શાવ્યું છે. પાણીનીનો ગ્રંથ જોયા પછી યુરોપીય વીદ્વાનોને ઉચ્ચારશાસ્ત્રનું મહત્ત્વ સમજાયું અને ભાષાઓના અભ્યાસ લીંગ્વીસ્ટીક શાસ્ત્ર ઘડાયું. દુનીયાનાં તમામ મકાનો પાયાથી છત સુધી નીચેથી ઉપર સુધી બંધાય છે, પણ ઔરંગાબાદમાં ઈલોરાનું શીવમન્દીર છતથી પાયા સુધી ઉપરથી નીચે સુધી બંધાયું છે, કારણ કે તે મન્દીર એક ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે અને ઈજનેરી શાસ્ત્રનો અદભુત નમુનો ગણાય છે.
ધાતુઓની–ખાસ કરીને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું ભારતમાં સૌથી પહેલાં શરુ થયાનું કહેવાય છે. બીમારી બેવકુફી (પ્રજ્ઞાદોષ) છે તેવું ચરકનું વાક્ય બધી બીમારી માટે સાચું નથી, પણ ઘણી બીમારી આપણે ખાવાપીવાની, ઉંઘ, આરામ, શ્રમની સમતુલા જાળવતા નથી તેથી થાય છે તેવું આધુનીક તબીબી શાસ્ત્ર સ્વીકારે છે અને દર્દીને લાઈફસ્ટાઈલ બદલવાનો જે ઉપદેશ ચરકે આપ્યો છે તેવી સલાહ આપે છે.
પણ આપણે પ્રાચીન મીસ્ર જેવા પ્રચંડ બાંધકામ અથવા પુતળાં બનાવ્યાં નથી. ચીને કાગળની શોધ કરી પછી સદીઓ સુધી આપણે અંધારામાં રહ્યા. આપણે સૌથી પહેલી સાકર બનાવી અને રોમમાં મોકલી. યુરોપની બધી ભાષાઓમાં શુગર ‘સર્કરા’નું અપભ્રંશ છે. ગ્રીસ–રોમમાં ગળપણ માટે મધ વપરાતું સેલ્યુક્સ લખે છે. ‘ભારતવાસીઓ પાસે રાતા પથ્થરના ગાંગડા હોય છે, તેને દાંતની વચ્ચે દબાવો તો તેમાંથી મધ નીકળે છે.’
ભારતીય સંસ્કૃતીને સત્ય સંસ્કૃતી કહી શકાય નહીં, પણ આપણી સંસ્કૃતીમાં જે સત્ય છે તે ઉજાગર કરવું જોઈએ.
–નગીનદાસ સંઘવી
‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 24 માર્ચ, 2019ની ‘રસરંગ’ પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર ‘પરીક્રમા’માંથી, લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક : શ્રી. નગીનદાસ સંઘવી, eMail: nagingujarat@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 26–04–2019
‘ ભારતીય સંસ્કૃતીને સત્ય સંસ્કૃતી કહી શકાય નહીં, પણ આપણી સંસ્કૃતીમાં જે સત્ય છે તે ઉજાગર કરવું જોઈએ.’
સરસ મનન
LikeLiked by 2 people
I fully agree with the author. We should honestly try to accept the facts of life and learn. It is a very good analysis of our culture.
Thanks so much for this article.
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people
નમસ્તે સંઘવીસાહેબ, મારી સમજણ પ્રમાણે જ્યારે બહારના લોકો આપણી ખુબી કે ખામી વખાણે કે વખોડે ત્યારે જ આપણને સત્યનું ભાન થાય છે. જેમ કે યોગ હજારો વરસોથી હતો. પણ આપણને એનું મહત્વ કે જ્ઞાન હતું? પણ જેવું યોગમાંથી ‘યોગા’ થયુ એટલે આપણે કુદી પડ્યા કે આ તો અમારા ધર્મનો વારસો! એવો આપણો સાથિયો. આપણુ< પ્રવિત્ર ચિન્હ. હિટલરે એને વગોવીને યહુદી પ્રજાના ધિક્કારનું પ્રતિક બનાવી દીધુ ત્યા સુધી આપણને ભાન જ નઆવ્યુ. આપણી પ્રાચીન અઔષધિઓ કે જડીબુટી જેને પુરાણી કે નકામી માનીને અવગણીએ છીએ પણ જેવું વેસ્ટન દેશમાથી સાચુખોટુ સંશોધન થશે ને એની ઉપયોગી સાબિત થશે એટલે 'આતો અમારુ, અમારા અમુક ગ્રંથમાં હતું, અમારા બાપદાદા તો ખેતરે ય વિમાનમાં જતા. અમારા બાબા તો નજરથી જ ડુંગરા ડોલાવી નાખે, હાથમાંથી નદી વહાવે.આવા બણગા ફુંકીએ. ખરીવાત એ છે કે હતાશ લોકો બીજુ તો શું આશ્ર્વાસન લે? જેમ સફળ કે નિષ્ફળ ઘરડા લોકો કયારેક નિસાસા નાખે કે ભાઇ,અમે તમારા કરતા દસ ચોમાસા વધારે જોયા છે.અમારોય જમાનો હતો. આજે એક દેશ તરીકે આપણે વેસ્ટન દેશોને કહીએ કે તમારી શોધો તો અમારા પુૃર્વજોની નકલ જ છે!!!!
LikeLiked by 1 person
Very nice article ખરી વાત ખબર નથી હોતી અને ખોટી બડાઈ માર્યા કરતા હોય છે.
LikeLiked by 1 person
I request the readers to read the whole book. I request the enlightened readers like Pankaj Vaghela and others to have patience to read the whole book before passing comments. I request those who are interested to be in touch with me either by phone or email. Mob: +91 99241 25201. E.mail: bhanuprasadparikh@gmail.com.
Keep your interest alive. Be open minded.
Thank you.
-Bhanuprasad Parikh
LikeLike
I liked and the views under Chapter 11 – from Rationalist No Ghantnaad. regarding Shraddha and Andhshraddha.
LikeLike