વીજ્ઞાનનો ઉદભવ, વીજ્ઞાન અને વૈજ્ઞાનીક પદ્ધતી

ધર્મ તેમ જ ફીલસુફીનું બંધીયાર વાતાવરણ બધાને બન્ધબેસતું કે સાચું લાગતું? નીતી માનવસુખની વીરોધી બની ગઈ છે? ધર્મ અનુસાર પ્રવર્તમાન માન્યતાથી વીરુદ્ધ બળવાખોર વીવાદકોએ રચેલો મત શું કાલ્પનીક તુક્કો હતો? આ વીશ્વમાં સૌથી પહેલું વીજ્ઞાન કયું? વીજ્ઞાન, વૈજ્ઞાનીક પદ્ધતી શું છે અને આ પદ્ધતી દ્વારા સમસ્યાઓ, પ્રશ્નો વીશે કેવી રીતે તપાસ કરી જવાબો મેળવી શકાય?

આધુનીક વૈજ્ઞાનીક પદ્ધતીનો પીતા
ફ્રાન્સીસ બૅકન (1561-1626)

2

વીજ્ઞાનનો ઉદભવ, વીજ્ઞાન અને વૈજ્ઞાનીક પદ્ધતી

–ડૉ. બી. એ. પરીખ

(‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ પુસ્તકના પ્રથમ પ્રકરણ https://govindmaru.com/2019/04/29/dr-parikh-8/ ના અનુસન્ધાનમાં..)

અલબત્ત, ધર્મ તેમ જ ફીલસુફીના બંધીયાર વાતાવરણમાં પણ એકલદોકલ એવા માણસો મળી આવ્યા છે, જેઓને પ્રવર્તમાન, પરમ્પરાગત, ધાર્મીક માન્યતાઓ, ઉકેલો, માહીતી બંધબેસતા સાચા લાગતા નહીં. જેમ કે દરેક ધર્મમાં એક પરમ્પરાગત, સજજડ માન્યતા હતી કે આ બ્રહ્માંડમાં પૃથ્વી કેન્દ્રસ્થાને છે અને સુર્ય, તમામ ગ્રહો વગેરે તેની આસપાસ ફરે છે. વર્ષોથી ચાલી આવતી આ પૃથ્વી કેન્દ્રીત માન્યતા બ્રહ્માંડની ગતી–વીધી વીશેનો નીયમ સાચો નથી. વાસ્તવીક, આનુભવીક પરીસ્થીતી કંઈક જુદી જ છે, એવી શંકા કરનારા, હીમ્મતવાળા વીદ્વાનો પ્રગટ્યા તેમણે પોતાનો મત રજુ કર્યો તો તેમને ધર્મના કસ્ટોડીયન ધર્માચાર્યો તરફથી દંડ, શીક્ષા, જેલવાસ મળ્યાં. સાચી, વાસ્તવીક વાત; પરન્તુ ધર્મ અનુસાર પ્રવર્તમાન માન્યતાથી વીરુદ્ધ કહેવા માટે.

હીમ્મતબાજ વીદ્વાનોએ ઉઠાવેલો મુદ્દો શંકા સાચી હતી. ધર્મમાં આમેજ ઉકેલો ખોટા અસંગત હતા, આ બળવાખોર વીવાદકોએ રચેલો મત કોઈ કાલ્પનીક તુક્કો ન હતો, તેમના વાસ્તવીક અનુભવ ઉપર આધારીત અને તે પણ સાચો યા ખોટો છે તેનું પરીક્ષણ કર્યા પછી સાચો સાબીત થયેલો ઉકેલ હતો.

આમ જ્ઞાનપ્રાપ્તી સમસ્યા ઉકેલ માટે આ એક નવીન, બળવાખોર વીચારધારા, વીચાર પદ્ધતી પ્રગટી, પન્દરમી સદીમાં પ્રગટેલી ધર્મ ફીલસુફીથી અલગ પડતી આ વીચારપદ્ધતીથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને વીજ્ઞાન (Science) નામ આપવામાં આવ્યું. આ રીતે વીચારવાની, શોધ–તપાસ કરવાની પદ્ધતી તે વૈજ્ઞાનીક પદ્ધતી (Scientific Method) કહેવાય અને અન્ધકાર–અજ્ઞાનમાંથી પ્રકાશ–જ્ઞાન તરફનો નવજાગૃતીના યુગનો આરમ્ભ થયો.

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક પદ્ધતી

આગળ કહ્યું તેમ બ્રહ્માંડમાં પૃથ્વી કેન્દ્રસ્થાને છે એ ધર્મસ્થાપીત નીયમનો વીરોધ કરી આ બ્રહ્માંડ સુર્યકેન્દ્રી છે એમ કહેનાર તે કોપરનીક્સ, જોહાનીઝ કેપલર અને પછી ગેલીલીયો ગેલેલી (Galileo Galilei 1564–1692). ગેલીલીયો આમ તો કેથોલીક ધર્મના વડા પોપનો પાકો અનુચર, અનુયાયી હતો; છતાં આ ગેલીલીયોએ પરમ્પરાગત ધર્મ, બાઈબલ સમર્થીત માન્યતાનો વીરોધ કરવાની પ્રગટ હીમ્મત બતાવી. આવું ધર્મવીરુદ્ધ અધર્મયુક્ત કથન કરવા માટે ગેલીલીયોને પોપે સજા પણ કરી હતી.

ગેલીલીયોનું સુર્યકેન્દ્રી સીદ્ધાંત વીશેનું કથન એ ધર્મશાસ્ત્રો, બાઈબલ વગેરેમાં કરાયેલા કથન જેવું કાલ્પનીક શ્રદ્ધાયુક્ત માન્યતા ન હતી; પરન્તુ ગેલીલીયોએ દુર આકાશના ગ્રહો, સુર્ય–ચન્દ્રની ગતીના નીરીક્ષણ, અભ્યાસ માટે ટેલીસ્કોપ નામનું યન્ત્ર શોધ્યું હતું અને તેણે સુર્ય–પૃથ્વી વગેરેની ગતીઓનું વારંવાર, જુદા જુદા સમયે કરેલ નીરીક્ષણ ઉપરાંત મેળવેલી માહીતી વીશે પુરતી જાંચ–તપાસ ચકાસણી કર્યા પછી ‘પૃથ્વી સુર્યની આસપાસ’ પરીભ્રમણ કરે છે, તે સીદ્ધાંત જાહેર કર્યો હતો.

ગેલીલીયોની આ તપાસ પદ્ધતી કંઈ જડ ધાર્મીક ઈશ્વરી આદેશ ન હતો તેમ જ કોઈ કાલ્પનીક ચીન્તન, મનન કે અંગત શ્રદ્ધાનું પરીણામ પણ ન હતું. ગેલીલીયોનું કથન એ ચકાસેલું, પરીક્ષણ પામેલું, હકીકતમાં અસ્તીત્વ ધરાવતું વાસ્તવીક સત્ય હતું. ગેલીલીયોની આ સમસ્યાનો ઉકેલ કે શંકા નીવારણ માટેની આ વીધીસરની તપાસ પદ્ધતીના વ્યાવહારીક વીનીયોગ માટે તેને વીજ્ઞાનનો પીતા (Father of Science) કહેવામાં આવે છે.

આ વીજ્ઞાન, વૈજ્ઞાનીક પદ્ધતી શું છે અને આ પદ્ધતી દ્વારા સમસ્યાઓ, પ્રશ્નો વીશે કેવી રીતે તપાસ કરી જવાબો મેળવી શકાય તે પ્રથમ સમજીશું; પછી આ શોધ પદ્ધતીઓ દ્વારા પશ્ચીમમાં કેવી રીતે જ્ઞાનના જુદાં જુદાં ક્ષેત્રોમાં સીદ્ધાંતો શોધાયા તેનો આછો ખ્યાલ આપીશું. પછી આ વીજ્ઞાન પદ્ધતીનો, વૈજ્ઞાનીક રીતે હકીકતો તપાસવાનો અભીગમ ભારતમાં સમકાલીન સમયમાં હતો ખરો? ભારતમાં ખરેખર વીજ્ઞાન, વૈજ્ઞાનીક રીતે શોધ, તપાસ કરવાનો, જ્ઞાન મેળવવાનો અભીગમ હતો ખરો. તેની ચર્ચા, સ્પષ્ટતા કરીશું.

ધર્મ, ફીલસુફીના બોધ, આદેશો બારોબાર સ્વીકારી લેવાને બદલે ઘટનાનો પ્રત્યક્ષ, વાસ્તવીક અનુભવ, તપાસ કર્યા બાદ જ સાચા ઉકેલ મેળવી શકાય એ વૈજ્ઞાનીક પદ્ધતીનો પીતા ફ્રાન્સીસ બેકન (1561–1626) કહેવાય છે. ફ્રાન્સીસ બેકને સર્વ પ્રથમ ભારપુર્વક કહ્યું કે કોઈ પણ સમસ્યા ઉકેલ માટે ધર્મગ્રન્થોના પાનાં કે તત્ત્વજ્ઞાનીઓ વીદ્વાનોના કથનોની ઉપર આધાર રાખવાને બદલે જાત અનુભવ–ઈન્દ્રીયો દ્વારા થતા અનુભવ ઉપર જ આધાર રાખવો. અનુભવ દ્વારા મળેલી માહીતીની સત્યતા, વીશ્વવસનીયતા નક્કી કરવા માટે આવા અનેક અનુભવોથી માહીતી મેળવો. આ અનુભવો દ્વારા મેળવેલી માહીતી દ્વારા સમસ્યાને કારણ–કાર્યના સમ્બન્ધથી સમજવા, સુલઝાવવા માટે માહીતીનું વીશ્લેષણ કરી જુદાં જુદાં પરીબળો વચ્ચેનો સમ્બન્ધ તપાસો. જેમ કે મચ્છર કરડવાથી તાવ આવે અને આ સમ્બન્ધ તપાસ્યા પછી ફરી તેની કસોટી, પરીક્ષણ કરો અને અન્તે બે ઘટકો વચ્ચેનો કારણ–કાર્ય સમ્બન્ધ નીરપવાદ સાબીત થાય તો જ તે એક વૈજ્ઞાનીક સત્ય, નીયમ તરીકે સ્થાપીત થઈ શકે.

ધર્મપુરુષો, ઋષી–મુનીઓ કે એરીસ્ટોટલ–પ્લેટો જેવા દાર્શનીકોએ કરેલાં કથનો, આપેલા ઉકેલો એ મહદ્અંશે તેમની બૌદ્ધીક વીચારણા, કલ્પના, અંગત સુઝ ને સમજણમાંથી ઉપજેલા છે. તેમનાં કથનો કોઈ તપાસ, પરીક્ષણ, સાચા–ખોટાંની તપાસમાંથી પસાર થયેલાં નથી. એ કથનો, સીદ્ધાંતો તો માત્ર પરમ્પરાગત ચાલી આવતા હોવાના કારણે કે ધર્મકથનની અવગણના ન થાય તે ડરના કારણે સ્વીકારાતા હોય છે.

એક વાસ્તવીક સત્ય આપણે ગાંઠ વાળીને સમજવું સ્વીકારી લેવાનું હોય કે, ‘આ વીશ્વ, પ્રકૃતી, કુદરતમાં બનતી કોઈ પણ ઘટના ઉપજવા માટેનાં પરીબળો આ પ્રકૃતીમાં જ રહેલાં છે અને એ ઘટનાની સમજણ–ઉકેલ આ પ્રકૃતીમાં રહેલાં પરીબળો શોધી–તપાસીને તેમનો અભ્યાસ કરવાથી જ મળે. કોઈ પણ ઘટના કદાચ આપણને તાત્કાલીક ન સમજાય કે આ શું થઈ ગયું? કેમ થયું? તો પણ આ ઘટના કંઈ ઈશ્વરની ઈચ્છા, દૈવી કે ભુત–ડાકણનું કે કોઈ અગોચર તત્ત્વનું કર્તૃત્વ નથી જ, નથી જ. આ વીશ્વમાં બનતી દરેક ઘટના પ્રાકૃતીક છે અને તેનો ઉકેલ પ્રકૃતીની તપાસમાંથી જ મળે.

જ્ઞાનનો વીકાસ અને વીજ્ઞાન યુગનો આરમ્ભ

જ્ઞાન (Knowledge) તો એક સાર્વત્રીક ઘટક, રચના છે; પરન્તુ આ વીશાળ પ્રકૃતીનાં તમામ પ્રકારનાં પાસાંઓ આપણા નાનકડાં મગજમાં એકી સાથે તેમ જ તમામ પાસાંઓનો અભ્યાસ એક સાથે, એક જ માણસ કરી શકે નહીં. એટલે, આ જ્ઞાન–વીજ્ઞાનની શાખાઓ બનાવી છે. તે શાખાઓ તે જાતજાતના વીજ્ઞાનોના નામે ઓળખીએ છીએ. જેમ કે ભૌતીક વીજ્ઞાન, રસાયણ વીજ્ઞાન, જીવ વીજ્ઞાન, વનસ્પતી વીજ્ઞાન, મનોવીજ્ઞાન વગેરે વગેરે. આ તમામ વીજ્ઞાનો આમ તો એક જ વીશાળ વૃક્ષની ડાળીઓ છે, એટલે આ વીજ્ઞાનો વચ્ચે પણ આંતર સમ્બન્ધો તો હોય જ, અને છે. જેમ કે જીવ રસાયણશાસ્ત્ર, ભૌતીક રસાયણશાસ્ત્ર, ખગોળ ભૌતીકશાસ્ત્ર, મનો ભૌતીકશાસ્ત્ર વગેરે. કોઈ પણ સમસ્યા, ઘટના વીશે પુરેપુરું, તલસ્પર્શી જ્ઞાન, સમજણ મેળવવા માટે વીજ્ઞાનીને એક કરતાં વધારે વીજ્ઞાન શાખાઓ વીશે પુરી સમજણ હોવી જરુરી છે.

બીજું એ પણ સમજવું અત્યંત આવશ્યક છે કે આજે જે જ્ઞાન–વીજ્ઞાનની સ્થીતી છે તે તો તેની પુર્વે જુદા જુદા યુગોમાં, ચીન્તક, વીદ્વાન, જીજ્ઞાસુ માણસોએ કરેલું ચીન્તન, વીચારો, સુચવેલા સાચા–ખોટા, વાસ્તવીક–કાલ્પનીક ઉકેલોમાંથી ક્રમશ: પ્રગત્યાત્મક રીતે વીકાસ પામેલું જ્ઞાન છે. એટલે આજના વીજ્ઞાનને સમજવા માટે આપણા પુર્વજોએ જુદાં જુદાં દેશોમાં પોતાની રીતે પ્રકૃતી વીશે કરેલું નીરીક્ષણ, અનુભવ અને તે રીતે તેમણે મેળવેલું જ્ઞાન એ આજના વીજ્ઞાનના મુળમાં છે તેમ કહેવાય. ભલે એ જ્ઞાન અવીજ્ઞાન (nonscience) હતું; પરન્તુ તેમાંથી જ સાચું જ્ઞાન, વીજ્ઞાન વીકસ્યું છે. આપણા પુર્વજોએ સંગ્રહીત કરેલું જ્ઞાન પુરું ચકાસેલું સીદ્ધ કે સાબીત થયેલું ન હતું; કારણ તેમની પાસે જેને આજે વૈજ્ઞાનીક પદ્ધતી કહીએ છીએ એવી સુઝ ન હતી. એટલે આ પુર્વજોએ મેળવેલી માહીતી ને પુરેપુરી વૈજ્ઞાનીક કે વીજ્ઞાન ન કહીએ તેને પુર્વ–વૈજ્ઞાનીક–અવૈજ્ઞાનીક (Prescientific) કહીએ. પન્દરમી સદીમાં વૈજ્ઞાની તપાસ પદ્ધતી સ્થાપીત થઈ, તે પુર્વેનું તમામ જ્ઞાન–શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં, જ્ઞાન પુર્વવૈજ્ઞાનીક જ કહેવાય.

વીશ્વના ઘણા વીસ્તારો, દેશોમાં આ વીજ્ઞાન યુગ શરુ થયો તે પહેલાં વીદ્વાનો જ્ઞાની, જીજ્ઞાસુ માણસોએ પોતપોતાની રીતે જાતજાતના ક્ષેત્રોમાં જ્ઞાન પ્રદાન કરેલું છે. તે સમયમાં મુખ્યત્વે ખગોળ, ગણીત, વૈદક, તબીબી–રોગોપચાર, જાતજાતનાં કૌશલો, ખેતી, ધાતુકામ, બાંધકામ, સ્થાપત્ય વગેરે ક્ષેત્રોમાં પ્રદાનો થયાં છે.

આ વીશ્વમાં સૌથી પહેલું વીજ્ઞાન ખગોળ તેમ જ રોગોપચાર સમ્બન્ધી છે એમ કહેવાય. કારણ કે પહેલાં માણસ તો ખુલ્લા આકાશ નીચે જ જીવન વીતાવતો, રોજ રાત્રે તેની નજર ઉપર આકાશ પ્રત્યે જ હોય. ત્યાં તેને સુર્ય, ચન્દ્ર, તારા, નક્ષત્રો, ગ્રહો, ગ્રહણો વગેરે દેખાય. અનુભવાય અને આ બધું શું છે? શાથી છે? તે વીશે કલ્પનાઓ ઉપજતી હશે. આજના ખગોળશાસ્ત્રનું મુળ આ અતી પ્રાથમીક કક્ષાની જીજ્ઞાસા અને પછી મેળવેલી માહીતીમાં રહેલું છે. માણસને જંગલમાં રઝળતાં રઝળતાં ઈજા થઈ હોય, ઘા થયા હોય, માંદગી આવી હોય અને અકસ્માત કોઈ વનસ્પતી, ઝાડ–પાન ખાવાના ઉપયોગમાં લેવાય, તે ઉપરથી વનસ્પતીના ઔષધીય ગુણોનો ખ્યાલ આવ્યો હશે, આ અતી ઋક્ષ, પ્રાથમીક ખ્યાલમાં આયુર્વેદ, તબીબી વીજ્ઞાનનાં મુળ રહ્યાં છે એમ કહેવાય. આવું જ મુળ તમામ શાસ્ત્રો વીશે.

બૌદ્ધ સમયની ગુફાઓ–અજંટા
ઈ.સ. પુર્વે 4થી સદી, જલગાંવ(મહારાષ્ટ્ર)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 –મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ બીજો લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13/05/2019

6 Comments

  1. Paschim ma Alopathy vikashyu… je aaje pan ayurved ne mahadanshe swikrut kartu nathi . Astrophysics ma pane pachhe eaapana karata ghanu agal nikali gayu.Ne aapne therna ther itihash ne vagolata !!!

    Liked by 2 people

  2. આજના વીજ્ઞાનને સમજવા માટે આપણા પુર્વજોએ જુદાં જુદાં દેશોમાં પોતાની રીતે પ્રકૃતી વીશે કરેલું નીરીક્ષણ, અનુભવ અને તે રીતે તેમણે મેળવેલું જ્ઞાન એ આજના વીજ્ઞાનના મુળમાં છે તેમ કહેવાય. ભલે એ જ્ઞાન અવીજ્ઞાન (nonscience) હતું; પરન્તુ તેમાંથી જ સાચું જ્ઞાન, વીજ્ઞાન વીકસ્યું છે. આપણા પુર્વજોએ સંગ્રહીત કરેલું જ્ઞાન પુરું ચકાસેલું સીદ્ધ કે સાબીત થયેલું ન હતું; કારણ તેમની પાસે જેને આજે વૈજ્ઞાનીક પદ્ધતી કહીએ છીએ એવી સુઝ ન હતી. એટલે આ પુર્વજોએ મેળવેલી માહીતી ને પુરેપુરી વૈજ્ઞાનીક કે વીજ્ઞાન ન કહીએ તેને પુર્વ–વૈજ્ઞાનીક–અવૈજ્ઞાનીક (Prescientific) કહીએ. પન્દરમી સદીમાં વૈજ્ઞાની તપાસ પદ્ધતી સ્થાપીત થઈ, તે પુર્વેનું તમામ જ્ઞાન–શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં, જ્ઞાન પુર્વવૈજ્ઞાનીક જ કહેવાય.

    વીશ્વના ઘણા વીસ્તારો, દેશોમાં આ વીજ્ઞાન યુગ શરુ થયો તે પહેલાં વીદ્વાનો જ્ઞાની, જીજ્ઞાસુ માણસોએ પોતપોતાની રીતે જાતજાતના ક્ષેત્રોમાં જ્ઞાન પ્રદાન કરેલું છે. તે સમયમાં મુખ્યત્વે ખગોળ, ગણીત, વૈદક, તબીબી–રોગોપચાર, જાતજાતનાં કૌશલો, ખેતી, ધાતુકામ, બાંધકામ, સ્થાપત્ય વગેરે ક્ષેત્રોમાં પ્રદાનો થયાં છે.

    આ વીશ્વમાં સૌથી પહેલું વીજ્ઞાન ખગોળ તેમ જ રોગોપચાર સમ્બન્ધી છે એમ કહેવાય. કારણ કે પહેલાં માણસ તો ખુલ્લા આકાશ નીચે જ જીવન વીતાવતો, રોજ રાત્રે તેની નજર ઉપર આકાશ પ્રત્યે જ હોય. ત્યાં તેને સુર્ય, ચન્દ્ર, તારા, નક્ષત્રો, ગ્રહો, ગ્રહણો વગેરે દેખાય. અનુભવાય અને આ બધું શું છે? શાથી છે? તે વીશે કલ્પનાઓ ઉપજતી હશે. આજના ખગોળશાસ્ત્રનું મુળ આ અતી પ્રાથમીક કક્ષાની જીજ્ઞાસા અને પછી મેળવેલી માહીતીમાં રહેલું છે. માણસને જંગલમાં રઝળતાં રઝળતાં ઈજા થઈ હોય, ઘા થયા હોય, માંદગી આવી હોય અને અકસ્માત કોઈ વનસ્પતી, ઝાડ–પાન ખાવાના ઉપયોગમાં લેવાય, તે ઉપરથી વનસ્પતીના ઔષધીય ગુણોનો ખ્યાલ આવ્યો હશે, આ અતી ઋક્ષ, પ્રાથમીક ખ્યાલમાં આયુર્વેદ, તબીબી વીજ્ઞાનનાં મુળ રહ્યાં છે એમ કહેવાય. આવું જ મુળ તમામ શાસ્ત્રો વીશે.

    Liked by 1 person

  3. વિજ્ઞાનમા ‘ Einstein’s mass-energy equation (E=mc^2) to be inadequate as it was only valid under specific conditions and proper study had not been carried out. Einstein took the opportunity of his work not being peer reviewed to publish the work of other men of science, namely Galileo (1632, Principle of Relativity), Fitzegerald (1889, Length Contraction), Larmer (1897, Time Dilation), Poincare (1898, Constancy of Velocity of Light) and Lorentz (1892, Variation of Mass etc) in his own name. સામે પણ બીજા પુરાવા આપી સુધારવા પડ્યા છે છતા બન્નેને નોબલ પ્રાય્ઝ મળ્યા.
    ખગોળ અને આરોગ્ય માટે વિજ્ઞાન મુખ્ય છે.ખગોળ વિજ્ઞાનમા પુરાવા આપી સત્ય સમજાવવાનું સરળ રહ્યું પણ તબીબી મા સ્થાપિત હીતોએ ફાયદો ઉઠાવવા ખોટા પ્રચારથી બદનામ કર્યું;આયુર્વેદ ના સિધ્ધાંતોન્ને તોડી મરોડી તેની શાસ્ત્રીય પધ્ધતિ બદલી ભળતા જ મિશ્રણથી સારવાર કરી બદનામ કર્યું તો એલોપથીના સિધ્ધાંતો મા ફેરફાર કરી લાભ ઉઠાવ્યો અને તેના પરીણામ સ્વરુપ અત્યારે મૃત્યુના કારણોમા તબીબી ભુલોનો ત્રીજો નંબર આવે છે અને હવે દરેકે દરેક દવાઓ ,તબિબો પર શંકા લાવી જાતે અભ્યાસ કરી અથવા બીજો અભિપ્રાય જરુરી બન્યો છે !આવી સ્થીતીમા રેશનલોનો રેશનલ પ્રચારને બદલે પોતાનું જ સત્ય લાગુ કરવા કેટલીક જગ્યાએ જુલ્મનો સહારો લીધો !
    આમા w holistic holistic રેશનલ સંતો સાચો માર્ગ બતાવી શકે..

    Liked by 1 person

  4. ડો. બી.અે.પરીખનો આ લેખ ખૂબ સરસ છે. વિજ્ઞાન અને તેના સંશોઘનોને કેવી રીતે મુલવાય તેની વાત સરળ શબ્દોમાં સમજાવી. આનંદ થયો. અભિનંદન.
    તેમણે ખગોળ વિજ્ઞાનના સંશોઘન માટેના તે સમયના વાતાવરણનિ અસર કહી…સાથે સાથે મેડીકલ વિજ્ઞાનની શરુઆતના કારણોની વાત સરસ રીતે સમજાવી. ગમ્યું.
    થોડો ઉમેરો કરતાં પહેલાં તેમણે જે વૈજ્ઞાનિક વિચારોના દર્શક ફ્રાન્સીસ બેકરની વાત કરી તે પણ ગમી.
    આ બઘું જ્ઞાન કયા સમયે અને કેવી રીતે માનવીને મળવા લાગ્યુ તેને માટે પણ સાબિત થયેલા જ્ઞાનની વાત કહેવાનું મન થયું.
    શબ્દો…અને વ્યાકરણ…અને મળેલા નોલેજને સંગ્રહવાની વિચાર પઘ્ઘતિ સૌથી પ્રથમ શોઘ હતી…સાબિતી સાથેનું જ્ઞાન. આકાશની નીચે ખુલ્લામાં સૂઇ રહેલા ‘ જંગલી ‘ કહેવાતા…માણસને તે જે કાંઇ જોઇ રહ્યો છે તે શું છે અને તેનું તેના જીવનમાં શું મહત્વ છે તેને સમજાવવા શબ્દો…લખાણની પઘ્ઘતિ….વિગેરેની શોઘ…..ના હોત તો ?
    પ્રાણિ જન્મે જ વિજ્ઞાની હોય છે. તેના જીવનમાં બનતી દરેક ક્રિયાઓને તે આશ્ચર્યથી જોતો અને તેને મૂલવવાના પ્રયત્નો પણ કરતો….જેમ જેમ મગજનો વિકાસ થતો ગયો તેમ તેમ સીક્રેટ ખોલવાના પ્રયત્નો કરતો ગયો…..પરંતું બેઝીક શોઘ, શબ્દો…ભાષા…પછી ઘણા ઘણા દૂરના સમયે..વ્યકરણ….અને તેણે આપ્યુ રેફરન્સનું જ્ઞાન…..
    ફરી અેકવાર……પ્રાણિ જન્મે જ વિજ્ઞાની હોય છે…તેને વિશ્વની સીક્રેટ ખોલવાની લગણી જન્મથી જ લાગેલિ હોય છે અને તેને કારણે જ વિજ્ઞાને ૨૦૧૯ના વરસ સુઘીમાં બીજા ગ્રહો અને સાયબર સાયંસ સુઘીના વિકાસમાં અેક હરણફાળ ભરી છે.
    ડો. પરીખનો ખૂબ ખૂબ આભાર. મઝા આવી ગઇ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. Prani to na kahevay pan manusya janm thi jignashu hoy chhe. panBhai…ema aapane shun ukalyu?!..Aapne bhanya toy pokal dharmikata ne j ravade chadhya ne?Vigyan lenara ketla??Ne vaigyanik abhigam vala emanthi ketla?! Baki tumhari bhi jay ne hamari bhi jay jay no koi arth nathi.

      Liked by 1 person

Leave a comment