ધર્મ, આસ્થાના નામે ધન્ધો કરનારા સન્તોથી ચેતો…!

આશારામ અને નારાયણ સાઈ જેવા ઢોંગી સાધુ–સંતો–ગુરુઓ લોકોના તારણહાર બની ને અવતરે છે? ઈશ્વરના સ્થાને બીરાજી ધમધોકાર ધન્ધો કરતા આશારામના ગ્રહો કેવી રીતે ફરી ગયા? મંગલયાન મોકલનારા આપણે અન્ધશ્રદ્ધાને સાઈડ લાઈન કરી, વાસ્તવીક દૃષ્ટીકોણ સાથે ઢોંગી સાધુ–સંતો–ગુરુઓથી ક્યારે આઝાદ થઈશું?

ધર્મ, આસ્થાના નામે
ધન્ધો કરનારા સન્તોથી ચેતો…!

–તન્ત્રી લેખ (ગુજરાતમીત્ર)

ધર્મને માધ્યમ બનાવીને પોતાને ઈશ્વરના સ્થાને બેસાડી દેવાનો ટ્રેન્ડ આજકાલ ખુબ જોવા મળે છે. પોતે સંકટમોચક તરીકે લોકોનું ભલું કરવા માટે જ અવતરીત થયા છે એવો આભાસ ઉભો કરવામાં આવી રહ્યો છે. પોતે સીસ્ટમ અને સમાજથી પણ ઉપર છે એવું માનીને આરોપી હોવા છતાં પણ કાયદો હાથમાં લેવાની કોશીશ કરે છે. તેઓ લાગણીઓનો ધોધ વહાવડાવીને લોકોની બુદ્ધીને ધારવીહીન બનાવી દે છે. હવે નવાઈની વાત તો એ છે કે લોકો હોંશે હોંશે આવી નૌટંકીઓની જાળમાં ફસાઈ જાય છે અને એને જ પોતાના તારણહાર માની બેસે છે. આવું બનવા પાછળનું કારણ એ છે કે આપણે ધાર્મીકતાના અફીણી ઘેનમાં બેહોશ થઈને જીવી રહ્યાં છીએ. જ્યાં સુધી ધર્મને ખરા અર્થમાં નહીં સમજીએ ત્યાં સુધી આવા લોકોની દુકાનો ધમધોકાર ચાલતી રહેશે.

મંગલયાન મોકલનારા આપણા દેશની બીજી બાજુ જે ધાર્મીક જડતા રહેલી છે તે શરમની વાત છે. ધર્મની સાથે ચેડાં કરનારા બાબાઓ હમ્મેશને માટે પોતાની માયા સંકેલી લે એ જરુરી છે. અન્ધશ્રદ્ધાને સાઈડ લાઈન કરી, વાસ્તવીક દૃષ્ટીકોણ સાથે આગળ વધશું તો ચોક્કસ સફળતા મળશે.

તા. 30-04-2019ના દીવસે આવા જ એક બની બેઠેલા બાબાની લીલા પર વીરામ લાગી ગયો અને એ છે નારાયણ સાઈ, કોર્ટનો આ નીર્ણય ખરેખર આવકારદાયક છે કેમ કે, આ ચુકાદા પછી લોકો સમક્ષ એવો દાખલો બેસશે કે જેઓ એવું માને છે કે તેઓ આસ્થાના નામે બચી જશે, કે પોતે કાયદાથી ઉપર છે એવું કશું જ નથી. આ દેશમાં જે ગુનો કરશે એને સજા મળશે જ. મુદ્દો માત્ર બાબાઓના બળાત્કાર જેવા ગમ્ભીર અપરાધોમાં દોષીત હોવા પુરતો જ સીમીત નથી; પરન્તુ સીસ્ટમમાં તેમની સ્વીકૃતી અને સીસ્ટમને જ પોતાના પ્રભાવમાં લઈ લેવાની તેમની તાકાતનો છે.

ગુજરાત અને ભારતની પ્રજા આ આશારામ અને નારાયણ સાઈ જેવા લોકોને ભગવાન કઈ રીતે બનાવ્યા કે કઈ રીતે ભગવાન બન્યા એ પણ જાણવા જેવું છે. પાકીસ્તાનથી અમદાવાદ આવેલા સીંધી પરીવારના આસુમલ/આશારામ વીશે, સાધુ થયા પહેલાંની અનેક વાર્તાઓ છે; પરન્તુ પોલીસના ચોપડે એક પણ વાર્તા નોંધાઈ નથી. માત્ર ચર્ચાઓ જ છે. કહેવાય છે કે 1960 સુધી અમદાવાદના મણીનગરમાં રહેતા આશારામ વીશે કોઈ પુરાવા સાથેની ચોક્કસ માહીતી નથી; પણ આશારામ ઉર્ફે આસુમલ માટે એવું કહેવાય છે કે એક સન્તે એને દીક્ષા આપી; પછી એ આબુની ગુફાઓમાં સાધના કરવા ગયા અને 1972માં પરત ફર્યા. અમદાવાદમાં આવીને સાબરમતીના કીનારે આશારામે એક ઝુંપડીમાં આશ્રમ શરુ કર્યો હતો. આશારામ ભક્તોને પ્રવચનની સાથે સાથે જડીબુટ્ટી અને પ્રસાદ આપતા. હવે ધીરેધીરે તેમના ભક્તોની સંખ્યા વધવા લાગી હતી. કારણ કે ગરીબોને આશારામે પ્રસાદ સાથે ભોજન આપવાનું પણ શરુ કરી દીધું હતું. આશારામના ભક્તોમાં ગરીબો સાથે મધ્યમવર્ગના લોકો અને પછીથી ઉચ્ચ મધ્યમવર્ગના લોકો પણ જોડાતા ગયા. ઝુંપડી ધીમેધીમે મોટા આશ્રમમાં ફેરવાઈ ગઈ.

દાન પેટે અઢળક રુપીયા આવવા લાગ્યા અને આશ્રમનો વ્યાપ વધવા લાગ્યો. અમદાવાદના મોટેરા આશ્રમની સાથે સાથે આશારામે આસપાસની જમીન પર ગેરકાયદે કબજો કરવા માંડ્યો હતો. 80ના દાયકામાં આશારામના ભક્તોની સંખ્યા વધવા લાગી અને તેણે ધીમેધીમે જમીનો પર ગેરકાયદે બાંધકામ કરવા માંડ્યું. 90ના દશકમાં ભુતપુર્વ ગૃહમન્ત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રબોધભાઈ રાવલનાં પત્ની દ્વારા ચલાવવામાં આવતા આશ્રમની જમીન પચાવી પાડવા પ્રયાસ કર્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો.

આશારામના કરમની કઠણાઈ 2008માં શરુ થઈ. એમના આશ્રમમાં ભણતા બે બાળકો દીપેશ અને અભીષેક મૃત્યુ પામ્યાં હતાં. જેના માટે ગુજરાત બન્ધ રહ્યું અને અમદાવાદમાં ઉહાપોહ શરુ થયો. બાળકોનાં મોત પર સવાલો ઉઠ્યા. છેવટે બન્ને બાળકોનાં મૃત્યુની તપાસ શરુ થઈ ગઈ. લોકોનો આક્રોશ શાન્ત પાડવા માટે દીપેશ અને અભીષેકનાં મૃત્યુની તપાસ કરવા માટે ‘ડી. કે. ત્રીવેદી પંચ’ની રચના કરવામાં આવી હતી. ધીમેધીમે લોકોની હીમ્મત ખુલવા માંડી. આશારામના અત્યાચારનો શીકાર બનેલા લોકો તેની વીરુદ્ધ ખુલીને બહાર આવવા લાગ્યા. 2013માં જયપુરમાં સગીર છોકરી પર બળાત્કાર કર્યાનો કેસ થયો. 15 ઓગસ્ટ, 2013માં થયેલા બળાત્કારની ફરીયાદ દીલ્હીમાં ઝીરો નમ્બરથી 20 ઓગસ્ટ, 2013માં દાખલ થઈ. 31 ઓગસ્ટ સુધી આશારામે કાયદાને હાથતાળી આપી, છેવટે રાજસ્થાન પોલીસે 31 ઓગસ્ટ, 2013ના દીવસે મધ્યપ્રદેશમાંથી એની ધરપકડ કરી.

મન્ત્ર–તન્ત્રથી લોકોનાં દુ:ખ દુર કરવાનો દાવો કરતા આશારામના ગ્રહો એવા ફર્યા કે, 6 ઓક્ટોબર, 2013ના દીવસે આશારામ અને તેના દીકરા નારાયણ સાઈ સામે બે બહેનોએ સુરતમાં ઝીરો નમ્બરથી બળાત્કારની ફરીયાદ દાખલ કરાવી. નારાયણ સાઈએ પૈસા આપીને સુરત રેપ કેસને દબાવી દેવાનો પ્રયાસ કર્યો. આ માટે 13 કરોડ રુપીયા એકઠા કરવામાં આવ્યા હતા; પરન્તુ આશારામના અનુયાયીઓ રોકડ સાથે ઝડપાઈ ગયા. આ ઘટનાને પગલે તત્કાલીન તપાસ અધીકારી શોભા ભુતડાએ અમદાવાદ આશ્રમ તથા આશારામના ભક્તોને ત્યાં દરોડા પાડીને 42 બોક્સ ભરીને પ્રોપર્ટીના દસ્તાવેજ, શેરબજારમાં રોકાયેલાં નાણાંના કાગળો, વ્યાજે ફેરવાતા પૈસાની ચીઠ્ઠીઓ જેવા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એ પછી જે થયું એ બધાને ખબર જ છે. નારાયણ સાઈ સુરતની લાજપોર જેલમાં છે, ને કોર્ટે એને કસુરવાર ઠેરવી દીધા છે. આખી ઘટના જુઓ તો ખ્યાલ આવશે કે જેટલો દોષ નારાયણ સાઈ કે આશારામનો છે એટલો જ દોષ એમના ભ્રમને માનનાર લોકોનો પણ છે. કાયદો હાલ આ લોકોનો ન્યાય કરશે, જે થવું હોય એ થશે; પણ ઘટના અહીં પુરી થતી જ નથી, એક આશારામ જશે તો બીજો કોઈક આવશે, એ જશે ત્યાર પછી ત્રીજો કોઈક આવશે. જ્યાં સુધી ભારતના લોકો આવી અન્ધશ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાને પોષનારા લોકો પર ભરોસો કરશે, જ્યાં સુધી આવા ઢોંગી સન્તોને ભગવાનનો દરજ્જો આપીને એમની પુજા કરશે, ત્યાં સુધી આ સીલસીલો રોકાવાનો નથી. ધર્મ અને અન્ધશ્રદ્ધામાં આસમાન જમીનનો ફરક છે. ધર્મના નામે લોકોની આસ્થા સાથે રમતો રમીને, પોતાનો ધન્ધો કરતા ઢોંગી સાધુઓથી જ્યાં સુધી ભારતના લોકો આઝાદ નહીં થાય; ત્યાં સુધી આવા બાવાઓ આવતા રહેશે, લોકોને ઠગતા રહેશે, સરવાળે આપણે આજથી અત્યારથી ચેતી જવાની જરુર છે…

    –તન્ત્રી લેખ (ગુજરાતમીત્ર)

તા. 01લી મે, 2019ના ‘ગુજરાતમીત્ર’ દૈનીક (ગુજરાતમીત્ર ભવન, સોની ફળીયા, સુરત – 395003 ઈ.મેઈલ : mitra@gujaratmitra.in)માં પ્રગટ થયેલો આ તન્ત્રીલેખ છે.. તન્ત્રીશ્રીના અને ‘ગુજરાતમીત્ર’  દૈનીકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 17–05–2019

10 Comments

 1. આપ ની જાણ માટે
  મન્ત્ર–તન્ત્ર થી લોકોનાં દુ:ખ દુર કરવાનો દાવો કરવાવાળાઓ અન્ય ધર્મ માં પણ અસ્તિત્વ ધરાવે છે. અહીં ઉત્તર અમેરિકામાં આવોજ એક ઢોંગી મુલ્લા, જે વઝીફા (મન્ત્ર–તન્ત્ર)થી લોકોની ગમે તેવી મુશ્કેલીઓ અને વિટંબણાઓને દૂર કરવાના દાવા કરતો હતો, અલબત્ત દાનના નામે ડોલરની શરત રાખતો હતો. મુશ્કેલીઓમાં ઇમિગ્રેશન ગ્રીન કાર્ડ જેવી મુશ્કેલીને વઝીફા (મન્ત્ર–તન્ત્ર)થી દૂર કરવાના પણ દાવા કરતો હતો. ઉત્તર અમેરિકાના ઉર્દુના અખબારોમાં પૈસા આપીને પોતાની કોલમ લખતો હતો. કોલમનું નામ પણ ધાર્મિક રાખેલ હતું.
  આ વિષે મેં પોતે અહીંના ઉર્દુના અખબારોમાં વારંવાર લખી ને તેની પોલ ખોલેલ, જેથી તેને ગ્રાહકો મળવા મુશ્કેલ થઈ ગયા અને તેને પોતાની કોલમ બંધ આ કરવી પડી. એક વાર અંગ્રેજી માં પણ લખેલ હતું જેનો પણ નીચે આપની જાણ માટે આપેલ છે.
  નીચે તેની પ્રગટ થયેલી ઉર્દુની કોલમના ફોટાઓ આપી રહ્યો છું. દરેક કોલમમાં અતિશયોક્તિ ભરેલ દાવા કરતો હતો. અત્યારે છેલ્લા બે વરસથી તેની કોલમ બંધ છે.
  Qasim Abbas

  Note; Attachments sent to Mr. Govind Maru on his e-mail address.

  Liked by 2 people

  1. વહાલા કાસીમભાઈ,
   અમેરીકામાં વઝીફા (મન્ત્ર–તન્ત્ર)થી લોકોની ગમે તેવી મુશ્કેલીઓ અને વીટમ્બણાઓને દુર કરવાના દાવા કરનાર એક ઢોંગી મુલ્લાની પોલ ખોલવા માટે ઉર્દુ અખબારોમાં વારંવાર લખી, તમે સમાજની ઘણી સુન્દર સેવા કરી રહ્યા છો. આવા લેભાગુઓ લગભગ દરેક ધર્મમાં અસ્તીત્વ ધરાવે છે. જે તે ધર્મના લોકો પોતાના ધર્મમાં રહેલા દુષણો અને ધતીંગોની પોલ ખોલી, પ્રજામાં જાગૃતી લાવશે તો જ તે રોકી શકાશે.
   આભાર સહ અભીનનદન..
   –ગો. મારુ

   Like

 2. Unless and until people don’t understand the difference between True Religion, Traditions and Blind Faith, these types of incidents will continue. This is not restricted to only Hinduism, it is vastly prevalent in major World Religions too.
  The only suggestion I can make is to start Educationg children from a very young age and it should be a compulsory Subject of Study, in all the Schools.
  Have a great thinking Day!

  Liked by 2 people

 3. Bhai aakma to evu chhe ke Gujaratmitra na varsho thi ava sanistha prayaso sathe satyasodhak sabha na pan evaj prayno છતાંય, me joyu chhe ke varsho na varsho thi Dakshin Gujarat par ek nahi to bija baba e kayam raj karyu chhe. E durbhagyapurn chhe.

  Liked by 1 person

 4. ગુજરાતમિત્ર ન્યુઝપેપર વરસોથી ચાલે છે. તેનો વ્યાપ પણ ઘણો મોટો છે. આજે તંત્રી લેખ લખીને તેના વાચકોને જગાડવાનો પ્રયત્ન આશ્ચર્યજનક લાગ્યો. સુરતમાં સત્યશોઘક સભા કાર્યરત છે. ……વગર થાક્યે કાર્યરત છે. ગુજરાતમિત્ર પેપરે અેક કોલમ આ વિષય ઉપર રોજે અથવા દરવિકે છાપવા માટે તેના વાચકોને આમંત્રણ આપવું જોઇઅે. આ સારામાં સારો રસ્તો બને તેમ છે..સુંદર અભિયાન બને તેમ છે. લોકજાગૃતિ તો પેપરોના સહયોગથી સર્વશ્રૈષ્ઠ બની શકે. આવા બાબાઓના અનુભવમાંથી પસાર થયેલાઓને બોલાવો…લખાવો. સૌથી મોટું દુ:ખ ભારતમાં અે છે કે તેના બઘા જ પોલીટીશીયનો આવા ઢોંગી બાબાઓના ચેલા હોય છે. આશારામના ચેલાઓમાં અડવાણીજીનું નામ મોખરે રહેતું હતું . આશારામના કૌભાંડો ખુલ્યા ત્યારે સ્ટેટ કે સેન્ટરલ ગવર્નમેંટે આખ આડા કાન કરેલાની વાતો પણ બહાર આવેલી. આશારામના ચેલાઓ અમેરિકામાં ન્યુયજર્સીમાં પણ છે. બીજે પણ હશે. તેમને પકડેલા ત્યારે આ લોકોઅે વિરોઘ પણ બતાવેલો. ભારતને હજી ખબર નથી કે ‘ હિન્દુઇક્ઝમ ‘ અે હિન્દુઘર્મ નથી…તે હિન્દુ કલ્ચર છે. ઇન્ડસવેલીનું કલ્ચર. ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ તેની વસ્તી અને વસ્તીવઘારો છે. અને લોકોને જોઇતી વસ્તુઓનો સપ્લાઇ ઓછો છે. અને ડાર્વિન અહિ સાચો પડે છે. આને કારણે ભારત હંમેશા ફૂલ ઓફ પ્રોબ્લેમ્સ જ રહેશે….તેના પ્રબ્લેમો વઘતા જશે….અને તે સીચ્યુઅેશનનો લાભ લેનારા જન્મ્યા કરશે. ચીને અેકવાર વસ્તીવઘારાને અટકાવવા ખૂબ કડક કાયદા અમલમાં મુકેલા અને જીતેલા. ભારતે પણ અમે બે અમારા બેનો અભિગમ કરેલો…કાયદો ન્હોતો બનાવ્યો….ભારત હારી ગયુ…આજે પ્રોબ્લેમોનો ઢગલો પડેલો છે અને જે હોશીયાર છે તે બીજાઓને ઉલ્લુ બનાવીને ફાયદો ઉઠાવે છે. ઢોંગી બાવાઓ…બાબાઓ, કથાકારો, સીચ્યુઅેશનનો લાભ ઉઠાવતા રહેશે….ઘર્મ નામના વિષયમા જે લોકો જેને તેઓ ‘શ્રઘ્ઘા ‘ કહે છે તે ‘ અંઘશ્રઘ્ઘા ‘ તેમને ડૂબાડીને મઝા કરતા રહેશે. આ તો પ્રોબ્લેમોનો સર્જક વિષય છે…..તુરંત ચૂકાદો આપનાર કોર્ટ ક્યાં છે ? કાયદાના અટપટા વળાંકો આ ઢોંગીઓને આરામથી પોતાનું વહાણ ચલાવવા મદદ કરે છે….કારણ કે પોલીટીશીયનો લોતે ચોર છે.
  સત્યશોઘક સભાને સાથ આપવા માટે ન્યુઝપેપરો ઘારે તો વઘુ સરસ સાથ આપી શકે છે. શાળાઓમાં પાંચમાં ઘોરણથી બે વર્ગો આ અંઘશ્રઘ્ઘાને ખૂલ્લી પાડવાન અને ફરજીયાત હોવા જોઇઅે. તે વિષયની પરીક્ષા પણ હોવી જોઇઅે…શું આ શક્ય છે ? અેજ્યુકેશન મીનીસ્ટરનામાં આટલું કરવાની આવડત છે ? પ્રાઇમ મીનીસ્ટર તેના અેજ્યુકેશન ડીપાર્ટમેંટ પાસે આટલું નહિ કરાવી શકે ? તેણે તો ઓર્ડર જ કરવાનો અને પ્ૈસા છૂટા કરવાના. જે પોતે ખરડાયેલા હોય તે બીજાને ક્યાં સાફ કરવાના ?
  રીકવેસ્ટ……ચર્ચા ચાલુ રાખો….કોઇક મદદગાર મળશે જે આવા વિચારો પ્રાઇમ મીનીસ્ટર સુઘી પહોંચાડશે….અેક દિન જરુરથી આવશે…..
  અમૃત હઝારી

  Liked by 1 person

  1. Mari comment upar vanchsho to paristhiti tadrashya thai jashe.Rahi rajkaranio ni vat to..e badha to jyan mottu tolu dekhay ke emana baba ne vote mate undha padi aave.Ne aapana PM pan aaj jati na chhe!..Etle ebadha aa badhu jane j chhe ne eno bharpur durupyog kare chhe.

   Liked by 2 people

 5. ખુબ સાદી અને સરળ ભાષા માં લેખ જે ખાસ ગ્રામ્ય કક્ષા એ ઉપયોગી બની રહેશે …
  બીજા ગ્રુપ માં ઉપરોક્ત લેખ મુકવા માટે કોપી પેસ્ટ કરવું પડે છે તો સાહેબ શ્રી જો આપશ્રી શક્ય હોય તો હવે ના લેખ મને વોટ્સ એપ નંબર પર પણ મોકલવા નમ્ર વિનંતી
  નંબર -9408533281

  Liked by 1 person

 6. Khub a j saras tantri lekh pan taqalif a chhe ke aj chhapa walao hazaro rupiya laeene tantrik ni jaherato jevike, 24 kalak maj nikal, aghor tantrik, aamaru karyu koee tode nahin, love problem, gharkankash, muth, chot, lagna Jeevan thi nirash, ek taraf prem ne aavi badhi jaherato aapta hoy chhe ane valee pachho vachak ne vivek-budhdhi no upyog nirnay levama karva a janata hoy chhe. Aavi be dhari nity barabar nathi. Avi andha shraddha felavti jaher khabaro levanu j bandh karavavu joishe. Toj aavo tantri lekh lakhelo safal ganashe.
  -Govind Nagar, Ahmedabad. 9979894057

  Liked by 2 people

 7. ‘ધર્મ, આસ્થાના નામે ધન્ધો કરનારા સન્તોથી ચેતો…!’ આદિ કાળથી આ અંગે જાગરણ માટે અનેકોએ આ રીતે ઢ્ંઢોળ્યા છે જ ‘ પાખંડ કરનારા ધુતારા જ હોય. સંત ન હોય—હા, સંતનો વેશ ધારણ કયો હોય. આ બધાથી બચેતે જ સંતને પામી શકે અને તેમનો ઉપદેશ પચાવી શકે. જે સાચા હોય તે દંભી ન હોય. તે કશો દાવો ન કરે. તે દીન થઈને રહે. જે સાચા હોય તે ઢોંગી ન હોય. ‘ સામાન્ય જનતા સંતનો વેશ ધારણ કરનારને પારખી ન શકે તેમાં તેમનો પણ વાંકે છે જ. ધુતારા માટે ખોટા સંત પણ ન વપરાય ! જેમ આતંકવાદીને કોઇ જાતી નથી તે આતંકવાદી જ છે…માનનીય શ્રી કાસીમભાઈને ધન્યવાદ કે બીજા ધર્મમા પણ ધુતારા હોય તે સમજાવ્યું.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s