બાવાઓ, ધર્મગુરુઓ અને જ્યોતીષીઓ : આ દુનીયા આટલી દુ:ખી કેમ?

છેલ્લાં ઘણાં વર્ષથી ગુજરાતમાં યોજાતા કથા, સપ્તાહો કે પારાયણોને ધ્યાનમાં લઈએ તો ગુજરાતના લોકો નીતીમાન, સદાચારી, કામગરા અને દેશપ્રેમી કે માનવતાવાદી છે? પરન્તુ એને બદલે આપણે વધુમાં વધુ કામચોર, દમ્ભી, ઈર્ષાખોર અને સ્વાર્થી બન્યા નથી?

બાવાઓ, ધર્મગુરુઓ અને જ્યોતીષીઓ :
આ દુનીયા આટલી દુ:ખી કેમ?

–ભગવાનજી રૈયાણી

કોઈ પણ દીવસે સવારના સાડાછ–સાત વાગ્યે ટીવી શરુ કરો તો તમને અડધો ડઝન ચૅનલો પર કથાકાર–બાવાઓ ચોંટેલા જોવા મળશે.

મારા–તમારા કરતાં તેઓ ઘણા વધુ વાક્પટુ હોય છે. ભગવાન, ધર્મ, કર્મ, નીતીમત્તા, માનવસેવા, પાપ, પાખંડ, પુજા, કર્મકાંડ, દેવ, દાનવ અને સ્વર્ગ–નરકની ભેળસેળીયા ભાષામાં પૌરાણીક કથાઓને તેઓ ટુચકાઓના મરીમસાલા દ્વારા એવી રસાળ શૈલીમાં રજુ કરે છે કે ભલભલા બૌદ્ધીકોને ‘ભક્તીરસ’ના નશામાં ડોલાવી દે.

એક સાંજે એક ચૅનલ પર એક કથાકાર હજારો શ્રોતાઓને પોતાની ‘અમૃતવાણી’માં રસતરબોળ કરી રહ્યા હતા. ઑડીયન્સ લંડનનું લાગ્યું. થોડુંક આવું સંભળાયું.

‘ભક્તજનો, તાંડવ કરતા શીવના ખરી પડેલા એક વાળમાંથી પૃથ્વી પરના ઐશ્વર્ય (સુખ–સમૃદ્ધી)નો આવીષ્કાર થયો છે. મન્દીરમાં પાઠપુજા કરીને કથાશ્રવણ કરનારનાં દુ:ખો ભગવાન દુર કરે છે અને એને આ લોકનાં અને પરલોકનાં તમામ સુખોની પ્રાપ્તી થાય છે.’ વગેરે વગેરે.

ત્યાં ઑડીયન્સમાંથી એક ચીઠ્ઠી આવે છે. મહારાજ વાંચે છે :

‘મહારાજ, લંડનમાં મન્દીર બાંધવામાં કરોડો રુપીયા વાપરવાને બદલે એ રકમ ગુજરાતનાં ગરીબગુરબાંઓના લાભાર્થે કે હૉસ્પીટલો કે સ્કુલો–કૉલેજો બાંધવામાં કે એવાં જ વીકાસકામોમાં વાપરીએ તો કેમ?’

‘ચીઠ્ઠી લખનાર ભાઈની ઈચ્છા મુજબ તો દાતાઓના ધનનો સદુપયોગ થઈ જ રહ્યો છે; પણ અહીં બંધાનારા મન્દીરમાં ઈશ્વરપુજા, ભજન, ર્કીતન અને સત્સંગ ઉપરાંત ભક્તજનોના કૌટુમ્બીક, સામાજીક અને અન્ય પ્રશ્નો પણ ઉકેલાશે એટલે મન્દીરનું બાંધકામ તો અનીવાર્ય છે.’ મહારાજ ઉવાચ અને તાળીઓ.

પ્રો. અશ્વીન કારીઆ તેમના પુસ્તક ‘તમને અવકાશી ગ્રહો નહીં, પુર્વગ્રહો નડે છે’માં લખે છે : ‘કથા, સપ્તાહો કે પારાયણોએ તો આ દેશમાં આડો આંક વાળી દીધો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ગુજરાતમાં જે રીતે ઉપરાછાપરી કથાઓ, સપ્તાહો યોજાવા લાગ્યાં છે એ જ ધ્યાનમાં લઈએ તો ગુજરાતના તમામ લોકો નીતીમાન, સદાચારી, કામગરા અને દેશપ્રેમી તેમ જ માનવતાવાદી જ હોવા જોઈએ; પરન્તુ એને બદલે આપણે વધુમાં વધુ કામચોર, દમ્ભી, ઈર્ષાખોર અને સ્વાર્થી બનતા જઈએ છીએ.’

સ્વાતન્ત્ર્યસૈનીક અને ગુજરાતના પ્રખર સમાજસુધારક ઈશ્વર પટેલ તેમના ‘ઈશ્વરનો ઈનકાર’ નામના પુસ્તકમાં લખે છે : મનુષ્યને ક્લોરોફૉર્મ કે તેના કોઈ અંગને કોકેન વડે મુર્છીત–જડ કરી મુકીને વૈદ્ય તેના પર શસ્ત્રક્રીયા બહુ સુખેથી કરી શકે. તે મનુષ્ય બીલકુલ વીરોધ ઉઠાવે નહીં, કેવળ જડ–શાંત રહે. માનવીને શ્રદ્ધાધર્મના નશાથી મુર્છીત–જડ કરી મુકીને ધર્મગુરુ પોતાને સુખેથી વશ રાખી શકે. ક્લોરોફૉર્મ કે નશો ઉતરે ત્યારે માનવીને સાચું ભાન આવે, પણ શ્રદ્ધાનશો ભાગ્યે જ ઉતરે.’

તેઓ ગઝનવી, અલ્લાઉદ્દીન ખીલજી અને ઔરંગઝેબ જેવા મુર્તી–મન્દીરભંજકોના દાખલા સાથે કહે છે કે એ વખતે કાં પુરુષો ઘરમાં ભરાઈ ગયા. મન્દીર–મુર્તીની અન્દર બેઠેલા ઈશ્વર પણ આત્મરક્ષણ ન કરી શક્યા? અન્ધશ્રદ્ધા અને ઈશ્વરના અસ્તીત્વ સામેનો બળવો બહુ પુરાણો છે. એ ભ્રમજાળ તોડવા માટે બૃહસ્પતી, ચાર્વાક, આજીવક, ગોશાલ, બુદ્ધ અને મહાવીરે ઉઠાવેલાં બંડોનો ઈશ્વરભાઈ નીર્દેશ કરે છે. બે વર્ષની બાળકી અને સાત વર્ષની પુત્રી પર બળાત્કાર કરતા નરાધમોના સમાચારો તાજેતરમાં જ વાંચવા મળ્યા. આપણે બધા જ ઈશ્વરનાં સન્તાનો હોઈએ તો

માણસ–માણસ વચ્ચે ઈશ્વર ભેદભાવ શા માટે કરે છે? કોઈને ઝુંપડીમાં અને કોઈને મહેલમાં જન્મ અપાવે? શ્રદ્ધાળુ કહેશે કે એ તો કર્મનાં ફળ છે, પણ ઈશ્વરપીતા કોઈ સન્તાન પાસે ખોટાં કામ કરાવે જ શા માટે? સામાન્ય માનવી પણ પોતાના કોઈ સન્તાનને ખોટાં કામ કરવા પ્રેરશે નહીં. આ ગણીત પ્રમાણે તો માનવીને ઈશ્વર (જો હોય તો) કરતાં મહાન ગણવો જોઈએ. પોતાનાં જ સન્તાનોને દુ:ખી કરવા માટે કોઈ બાપ યુદ્ધ, ત્રાસ, દમન, દુષ્કાળ અને વાવાઝોડાં કરાવે? આ ઉત્પાતોમાં દુ:ખો ભોગવનાર અને મરનાર માનવો, પશુઓ, પંખીઓ અને વૃક્ષો બધાં જ પાપીઓ અને તેમને ઈશ્વરપીતાની આ સામુહીક શીક્ષા? આ તો કેવો નર્દીય બાપ?

પ્રાચીન સંસ્કૃતી અને સભ્યતામાં જ્ઞાનત્રીવેણી એની સોળે કળાએ ખીલી. વેદો, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતાનાં સર્જનોની તોલે આવે એવાં સાહીત્યો ત્યાર પછી વીશ્વમાં ક્યાંય સર્જાયાં નથી. એ પછી હજારેક વર્ષ બાદ અવતરેલા મધ્યયુગીન ભારતીય સાહીત્યકારો જેવા કે કાલીદાસ, શુદ્રક, ભાસ, ભારવી, ભવભુતી, બાણ, માઘ વગેરેએ રચેલું સાહીત્ય પણ અદ્ભુત રહ્યું છે. આ મહાબ્રાહ્મણો ખરા અર્થમાં અકીંચન સાહીત્યકારો હતા. તેમને પોતાનાં રાજ્યોમાં વસાવવા સાહીત્ય અને સંસ્કારના જતન માટે હમ્મશાં સતર્ક રહેતા રાજાઓ વચ્ચે હોડ ચાલતી. જોકે આર્યાવર્તમાં વસેલા હજારો–લાખો બ્રાહ્મણોમાંથી આવા ગજાના કેટલા? તેમને શારીરીક શ્રમ તો કરવો નહોતો. તેઓ ભણતા પણ વીદ્વાન નહોતા થઈ શકતા. તેમણે ઉપજાવી ઈશ્વરની એક ગળચટ્ટી કલ્પના અને સાથે–સાથે મન્દીરો, મુર્તીઓ, કથા, વાર્તા, સેવાપુજા, પાપ, પ્રાયશ્ચીત, સ્વર્ગ–નરકની ભ્રમણા, ભુતપ્રેત, ગ્રહનડતર વગેરે ધતીંગો ચલાવ્યાં. અન્ધશ્રદ્ધાળુઓને આવા નશાને રવાડે ચડાવી દીધા. એક વાર એક લગ્નમાં એક ધનીક સદ્ગૃહસ્થ મળી ગયા. સાંતાક્રુઝમાં થનારી ભાગવત સપ્તાહમાં તેઓ એકલા જ દસ–વીસ લાખ (અલબત્ત બે નમ્બરના) ખર્ચવાના હતા. કથાનું પ્રયોજન શું એમ પુછતાં કહે કે પંદર કરોડ રામનામ લખવાનાં છે, બાર કરોડ તો લખાઈ ગયાં છે. બીજું કંઈ સામાજીક કામ થશે? તો કહે કે છ અન્ધબધીર યુગલોને પરણાવવાનાં છે અને ડઝન વીદ્યાર્થીઓને સ્કૉલરશીપ અપાશે. અગીયારસો બ્રાહ્મણો અને અગીયારસો દમ્પતીઓની પોથીઓ (એક પોથીનો ભાવ દસ–વીસ હજાર હોઈ શકે) નોંધાઈ ગઈ છે. કરોડનો ધુમાડો કર્યા પછી લાખનું દાન કરી દેવાનું એ છે આપણો ધરમ.

હોનારતો વખતે કેટલા બાવા–બાપુ, સાધુ–સંતો, મઠાધીશો, જગદ્ગુરુઓ અને ધર્મપ્રચારકો મદદે આવે છે? મન્દીરના ભંડારોમાં સડતા અબજો રુપીયા કોને કામ લાગ્યા? અત્યારે તો ચાલાક અને લુચ્ચા ધર્મોપદેશકો ભક્તગણો વધારવાની હોડમાં લાગી ગયા છે. ધર્મગુરુઓ એક્સપોર્ટ કરવાનો આંતરરાષ્ટ્રીય બીઝનેસ જોરમાં છે. દેશ હોય કે પરદેશ, તેમનું પાંડીત્ય પોતપોતાને ભગવાન તરીકે સ્થાપીત કરવા સુધી પણ પહોંચી શકે છે. તેમનું સમગ્ર સામ્રાજ્ય અન્ધશ્રદ્ધાના વીચલીત પાયા પર બેરોકટોક સમૃદ્ધ થઈ રહ્યું છે. તેઓ વીશ્વશાંતી માટે યજ્ઞો અને પદયાત્રાઓ કરે છે, પણ ક્યાં છે શાંતી?

ચાર્વાક ઋષીના પુરાણકાળથી અન્ધશ્રદ્ધા વીરુદ્ધની લડતનાં મંડાણ મંડાઈ ચુક્યાં છે. એના લડવૈયાઓ સમગ્ર દેશમાં રહીને યથાશક્તી લડત આજે પણ આપી રહ્યા છે. તેમની પાસે જોમ અને જુસ્સો છે, પણ નાણાં નથી; જ્યારે અન્ધશ્રદ્ધાળુઓની જબરદસ્ત જમાત પાસે બેસુમાર નાણાં છે. પરીણામે લડવૈયાઓ હારતા અને શહીદ થતા આવ્યા છે; પણ તેમણે હથીયાર હેઠાં મુક્યાં નથી. તેઓ છુટાંછવાયાં વતુર્ળો છે, બહુ સંગઠીત થયાં નથી.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી. ભારતભરમાં સૌથી વધુ 106 ‘જનહીતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં તેઓએ દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક પણ પ્રકાશીત કરે છે. (વેબસાઈટ : http://fastjustice.org ) આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું. ..ગોવીન્દ મારુ..

મીડ ડે દૈનીક, મુમ્બઈમાં પ્રગટ થતી એમની કટાર ‘ભારત મહાન! મગર કભી કભી’માં તા. 08 જાન્યુઆરી, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મીડ ડે’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  

Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–06–2019

7 Comments

  1. બાવાઓ, ધર્મગુરુઓ અને જ્યોતીષીઓ : આ દુનીયા આટલી દુ:ખી કેમ?

    ઉત્તર:

    દુનીયા ના દુ:ખી લોકો ના પૈસે તાગડ ધીન્ના કરનારા આ પાખંડીઓ સુખી છે, અને તેમને સુખી કરવા માટે પૈસા નું આંધણ કરવા વાળા દુઃખી જ રહેવાના.

    Liked by 2 people

    1. એકદમ સાચી વાત છે… કાસીમભાઈ,

      Like

  2. મા.ભગવાનજી રૈયાણી નું તારણ ‘ચાર્વાક ઋષીના પુરાણકાળથી અન્ધશ્રદ્ધા વીરુદ્ધની લડતનાં મંડાણ મંડાઈ ચુક્યાં છે. એના લડવૈયાઓ સમગ્ર દેશમાં રહીને યથાશક્તી લડત આજે પણ આપી રહ્યા છે. તેમની પાસે જોમ અને જુસ્સો છે, પણ નાણાં નથી; જ્યારે અન્ધશ્રદ્ધાળુઓની જબરદસ્ત જમાત પાસે બેસુમાર નાણાં છે. પરીણામે લડવૈયાઓ હારતા અને શહીદ થતા આવ્યા છે; પણ તેમણે હથીયાર હેઠાં મુક્યાં નથી. તેઓ છુટાંછવાયાં વતુર્ળો છે, બહુ સંગઠીત થયાં નથી. ‘ તેમના અન્નુભવો અને અભ્યાસપૂર્ણ માહિતી બદલ ધન્યવાદ આ સમય પહેલા પણ અંધશ્રધ્ધા અને ઢોંગી -ધુતારા અંગે ઘણા એ બલીદાન આપ્યા છે.ચાર્વાકના તત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે આલેખનારું કોઈ સાહિત્ય ઉપ્લબ્ધ નથી. ચાર્વાકના નાસ્તિક તત્વજ્ઞાનને જાણવા માટે તેના વિરોધીઓના પુસ્તકોનો સહારો લેવામાં આવે છે. શું ચાર્વાકે કોઇ પુસ્તક નહીં લખ્યું હોય? કે પછી તેના પુસ્તકોનો વિરોધ કરવામાં આવ્યો હોય અને તેના પુસ્તકોનો નાશ કરી દેવામાં આવ્યો હોય?
    બીજી તરફ ધર્મના નામ પર માણસ પાસે મોટામાં મોટો ત્યાગ કરાવવો શક્ય છે. માણસને સૌથી પ્રિય પોતાનો જીવ છે. ધર્મ પાસે એ શક્તિ છે કે તે માણસને પોતાનો જીવ પણ ત્યાગવા માટે તત્પર કરી શકે છે – તે પણ મજબુરીની ભાવનાથી નહીં પણ પ્રેમ અને સંતોષની લાગણી સાથે! માણસને ઊશ્કેરવાવાળા બીજા પણ ઘણા તત્વો છે. જેમકે, પરિવાર, જાતી, કુળ, દેશ, સંસ્થા, સંપ્રદાય વગેરે. આમાં માણસોને સૌથી વધુ ઊસ્કેરવાવાળા બે તત્વો છે – દેશ અને ધર્મ. ધર્મ તત્વનો પ્રભાવ દેશ તત્વના પ્રભાવ કરતા પણ વ્યાપક છે. દેશને ભૌગોલિક સિમાઓ છે, પરંતુ ધર્મને તેવી કોઈ સિમાનું બંધન નથી.
    અંતે આ એક તરફી લડત છે અને તેમા સુકા ભેગું લીલુ પણ સાફ ન થાય તેની કાળજી રેશનલાસ્ટોએ રાખવી જરુરી છે.

    Liked by 1 person

  3. Mandironi murti manthi ishavre pragat thai kyarey rakshan nathi karyu.Murtipujamate aa karane vando uthavavo vyajbi chhe .Pam vigyan ne name jem dhamiko have taravano prayas kari rahya chhe.Em rationalists pan vigyan na name isvarna astitva no inkar kari rahya chhe FAKT 2 DIVAS dISCOVRY CHANNELS tv MA MAGAJ KHULLU RAKHI NE JOSHO TO ISVAR IY SHAKTI NO INKAR NAHI KARI SHAKO DUKH E CHHE KE JADATA BANNE TARAF CHHE,

    Liked by 2 people

  4. મોટાભાગના કથાકારોનાં પ્રવચનો (?)માં ગુરુવાદ પર વધુ સમય અપાતો હોય છે. કેટલાકો તો મુળ કથા કરતાંય આડીઅવળી ને મનરંજક વાતો વધુ કરીને – ક્યારેક તો ‘ડાયરા’નું વાતાવરણ ઉભું કરી દેતા હોય છે ! ગીતાની વાત એ લોકો ભાગ્યે જ કરતા હોય છે. ગીતા ભલભલાને મુંઝવી દેનારી છે.

    Liked by 1 person

  5. શ્રી ભગવાનજી રૈયાણિજીઅે સરસ લેખ લખ્યો છે. આખો લેખ સચોટ દાખલાઓના સાથ સાથે તેમને જે કહેવું છે તે કહિને છેલ્લો પેરેગ્રાફ આખા લેખનું ‘ માખણ ‘ તારવેલું છે. ગમ્યું.
    અખાજી પણ આ બઘી વાતો બે ચાર લીટીના ચાબખાઓમાં લખી ગયેલાં……..
    ગુરુ કીઘા મેં ગોરખનાથ
    ઘરડાં બળદને શાલિ નાથ
    ઘન હરે, ઘોકો નવ હરે,
    અેવો ગુરુ કલ્યાણ શું કરે ?
    અને…
    પોતે હરિને જાણે લેશ
    અને કાઢી બેઠો ગુરુનો વેશ !
    જ્યમ સાપને ઘેર પરોણો સાપ,
    મુખ ચાટી વળ્યો ઘેર આપ.
    અને મુરખ લોકો જ આ ગુરુઓને મોટા પદો આપે છે….બઘા પ્રશ્નોને જન્મ આપનાર તો સામાન્ય લોકો છે…..બની બેઠેલા ગુરુઓ નહિ….તેઓ તો જાણે છે કે લોકોને મુરખ બનવું છે….તો અજમાવો કરતુત……
    અખાજીનું આ જ્ઞાન સાચી વાત કહે છે….કોને પાળવું છે ?
    કહે છે…….
    પણ જ્ઞાન તો છે આતમસૂઝ,
    અખા અનુભવ હોય તો બૂઝ.
    આ બઘી વાતો દરેક મોઢે સાંભળવા મળે છે…..બોલનાર પોતે કેટલું પાળે છે ?
    આદર્શ અેક ‘ ગોલ ‘ હોય છે. …..પ્રેક્ટીકલ જીવન…….??????…….આદર્શ જો ૧૦૦ ટકા હોય તો ….પ્રેક્ટીકલ જીવન….૫૦ ટકાથી પણ નીચું હોય છે…..
    સદીઓથી ચાલતી આવતી ગેરરિતીઓને દામવા ગાજરની પીપુડી વાગે અેટલી વગાડો….વાગતી બંઘ થાય ત્યારે ખાઇ જાવ……
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. I congratulate Shri Bhagvanjibhai Raiyani ji for his excellent article that can serve as ‘Eye Opener; to many who are still blind folded with religious belief and go the shelter of Babas who are no more than professionals having expertise to mesmerize people with religious preaching, till they are exposed. We have a number of examples who till not caught are highly respected Babas and Swamis but once caught, they are ASHARAMS, NITYANAND, RAMRAHIM, RAMLAL and others. We have seen how Nirmal Baba advised people who pay to attend his programs and go home with silly advise to eat ‘SAMOSA’ or offer roti to Cow and so on. What is surprising is that those students who have studied science are also going to the shelter of such Babas who are no more than professionals who exploit mindset of crowd. Larger the size of crowd, higher is the charges that runs on average Rs 50 lakhs.

    Another interesting thing is that the कथाकार and वार्ताकार take hefty charges who are overbooked for a year or so in advance. People go crazy to attend such religious assemblies to listen रामकथा शिव पूरण, etc despite every one knows about it. But still people leave a side their routine work and attend such programs, donate heftily but do not do any social service in reality. Those champions or contractors of religion try to establish their superiority by creating fear in the minds of their disciples and then advise them the solution that आप रामकथा का आयोजन करिए, सब दुःख दूर हो जायेगा. and like wise.

    Bhagvanjibhai has done an excellent service to the society by touching an issue that is just like taking fire in his hand by authoring this article.

    Liked by 1 person

Leave a comment