ઝુપડીમાં રહેતાં ઉષાબહેન, બીજાને મકાન સુખ કઈ રીતે અપાવતા હતાં?
ઉષાબહેન કહે એટલે માતાજી દોડીને કામ કરી આપે?
શું માતાજી બકરાની બલી માંગે?
શું માતાજી વાંઢાને પત્ની અપાવી શકે?
શું માતાજી બાળકોને કલેક્ટર કે ડૉક્ટર બનાવી શકે?
આખરે ઉષાબહેને કેમ માફી માંગી?
આખી પોસ્ટ માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી જ રહી…
બકરાંની આહુતી માંગે છે!
– રમેશ સવાણી
તારીખ 23 જુલાઈ, 2002ને મંગળવાર. સાંજના ચાર વાગ્યા હતા.
“ઉષામાતાજી! મકાનસુખ મળે એવી વીધી કરો!”
“તમારું નામ?”
“મારું નામ સીદ્ધાર્થભાઈ છે. ભાડેથી રહું છું. સુરતમાં અડાજણ વીસ્તારમાં પોતાનું મકાન થઈ જાય તે માટે અહીં આવ્યો છું!”
“સીદ્ધાર્થભાઈ, નડતર છે! દુર કરવું પડશે!”
“કયું નડતર છે?”
“કોઈ જ્યોતીષીએ તમારી ઉપર મુઠ મારેલી છે! એટલે તમને મકાનસુખ મળતું નથી! મુઠને પાછી વાળવી પડશે. વીધી કરવી પડે!”
“ઉષામાતાજી! વીધી માટે હું તૈયાર છું!”
ઉષામાતાજીએ શરીર ધ્રુજાવ્યું. એના શરીરમાં માતાજીની સવારી આવી! સીદ્ધાર્થભાઈના ઉપર મોરપીંછની સાવરણી ફેરવી ઉષામાતાજીએ કહ્યું : “માતાજી રાજી થયા છે! તમારું કામ થઈ જશે. મુઠ મારનાર જ્યોતીષીને જ નડતર નડશે! તમને નહીં નડે. મકાનસુખ મળશે; પણ બે બકરાંની આહુતી માતાજી માંગે છે!”
“આહુતી એટલે?”
“સીદ્ધાર્થભાઈ, બે બકરાંની બલી ચડાવવી પડશે!”
“ઉષામાતાજી! બલી ચડાવવાનું કાયદાથી પ્રતીબન્ધીત છે. ગુજરાત એનીમલ્સ એન્ડ બર્ડસ સેક્રીફાઈસ (પ્રોહીબીશન) એક્ટ–1972ની કલમ–૩ મુજબ તમને છ મહીના સુધીની કેદ અને પાચસો રુપીયા સુધીનો દંડ થાય! અને કલમ–4 તથા 5 હેઠળ મને ત્રણ માસ સુધીની કેદ અને ત્રણસો રુપીયાનો દંડ થાય!”
“સીદ્ધાર્થભાઈ, કાયદો કોણે બનાવ્યો છે?”
“વીધાનસભાએ!”
“વીધાનસભાએ બનાવેલ કાયદો માતાજીને લાગુ પડે?”
“ઉષામાતાજી! તમને અને મને પણ લાગુ પડે!”
“તમારી ગેરસમજ થાય છે! માતાજી કલેજી માંગે છે! હું નથી માંગતી. માતાજીનો હુકમ થયો છે!”
“ધાર્મીક વીધી માટે મન્દીરમાં કે અન્ય જગ્યાએ પશુ–પક્ષીની બલી ચડાવવામાં આવે તો આ કાયદો લાગુ પડે. લોકો વીધીના નામે, ધર્મના નામે, માતાજીના નામે બલી ચડાવે છે. આ ક્રુર પ્રવૃત્તી અટકાવવા માટે જ કાયદો બન્યો છે!”
“સીદ્ધાર્થભાઈ, ચીંતા ન કરો, મેં માતાજીને પુછી લીધું છે. માતાજીએ કહ્યું છે કે, માણસોએ બનાવેલો કાયદો માતાજીને લાગુ ન પડે! બલી ચડાવ્યા વીના નડતર જશે નહીં, મકાન સુખ નહીં મળે!”
સુરતની લક્ષ્મી ટોકીઝના કમ્પાઉન્ડ પાછળ ઝુંપડામાં ઉષાબહેન બાબુભાઈ (ઉમ્મર : 35) રહેતા હતા. ઉષાબહેનના પતી લક્ષ્મી થીયેટરમાં ડૉરકીપર તરીકે નોકરી કરતા હતા. કોઈ પણ સમસ્યાનો નીકાલ–ઉકેલ માટે ઉષાબહેન પ્રખ્યાત હતા. તેના શરીરમાં માતાજીની સવારી આવતી હોવાથી લોકો તેને ઉષામાતાજી તરીકે ઓળખતા! ઉષાબહેન ધુણતા અને શ્રદ્ધાળુ લોકોને માટલાનું પાણી પીવા આપતા, ફુલ આપતા અને માથા ઉપર મોરપીંછની સાવરણી ફેરવતા! આટલી સાદી વીધી પછી માતાજીની આજ્ઞા મુજબ મરઘાં કે બકરાંની બલી ચડાવવાનું કહેતા.
સીદ્ધાર્થભાઈના મનમાં ગડમથલ થતી હતી. તેમની સાથે પાંચ–છ માણસો હતા. તેમાંથી મધુભાઈએ કહ્યું : “ઉષામાતાજી! મારી મુંઝવણ દુર થશે?”
“તમારું નામ?”
“તમારા શરીરમાં માતાજીની હાજરી છે. તેથી હું કોણ છું, એ તમે જાણી જ ગયા હશો!”
“તમે કોણ છો, એ માતાજી ત્યારે જ જાણી શકે, જ્યારે તમે એક બકરાંની બલી ચડાવો!”
“ઉષામાતાજી! મારું નામ મધુભાઈ છે. નામ જાણવા જેવી નાની વીધી માટે એક બકરાંનો જીવ લેવો ઉચીત નથી!”
“બોલો! મધુભાઈ! તમારી મુંઝવણ જણાવો!”
“ઉષામાતાજી! હું દસ બકરાંની બલી ચડાવવા માંગુ છું! જો મારી મુંઝવણ દુર થાય તો. સુરતમાં હજારો લોકો પાસે પોતાનું મકાન નથી. લોકો ઝુંપડામાં કે ફુટપાથ ઉપર રહે છે. આવા દરેક માણસને મકાન સુખ મળે એવી કોઈ વીધી છે?”
ઉષા માતાજી, મધુભાઈને તાકી રહ્યા, કહ્યું : “મધુભાઈ, આવી મુંઝવણ પ્રથમ વખત રજુ થઈ છે, માતાજીની મંજુરી લેવી પડે!”
“અત્યારે જ પુછી લ્યો!”
ઉષા માતાજીએ શરીર ધ્રુજાવ્યું. અડદના દાણા આઘાપાછા કર્યા. ગુગળનો ધુપ કર્યો. અગરબત્તી પેટાવી. મધુભાઈના માથા ઉપર મોરપીંછની સાવરણી ફેરવી. તેના જમણા હાથમાં પીળું ફુલ આપ્યું અને કહ્યું : “મધુભાઈ! માતાજી તમારી મુંઝવણનો જવાબ પંદર દીવસ પછી આપશે. માતાજી આગળ પુછીને મને જણાવશે!”
“માતાજી બીજા કોને પુછશે?”
“એ માતાજીની અંગત બાબત છે. એમાં હું દખલ કરી શકું નહીં! તમે પંદર દીવસ પછી અહીં આવજો. ત્યાં સુધી તમારી મુંઝવણ કઈ વીધી કરવાથી દુર થાય તેનો ઉકેલ માતાજી મને જણાવી દેશે!”
“ઉષામાતાજી! મારી એક નાની મુંઝવણ છે! સારું મોળું કરવામાં ઉમ્મર થઈ ગઈ. વાંઢો છું. પત્ની સુખ મળે એવી વીધી કરો!”
“મધુભાઈ! તમને પત્ની સુખ મળી શકે તેમ નથી!”
“શા માટે?”
“મધુભાઈ! પુર્વ જનમમાં તમે એક મહીલાનું ખુન કરેલું હતું. તેથી માતાજી નારાજ છે. તમારે આ જનમમાં વાંઢા જ રહેવું પડશે!”
“માતાજીની નારાજગી દુર થાય તેવી કોઈ વીધી નથી?”
“વીધી છે. પંદરસો રુપીયાનો ખર્ચ થશે.”
“ઉષા માતાજી! આવો ખર્ચ હું કરી શકું તેમ નથી!”
મધુભાઈ અને સીદ્ધાર્થભાઈ સાથે ઝેહરાબેન આવ્યા હતા, તેમણે કહ્યું :
“ઉષા માતાજી! મારે બે દીકરા છે. બન્નેને કલેકટર બનવું છે, હું બન્નેને ડૉકટર બનાવવા ઈચ્છું છું. મારા દીકરાઓ કલેકટર બનશે કે ડૉક્ટર?”
“તમારા બન્ને દીકરાઓ રાજકીય નેતાઓ બનશે!”
“ઉષામાતાજી! આ તમે કઈ રીતે કહો છો?”
“માતાજીની સુચનાથી!”
“એનો અર્થ એ થયો કે માતાજી તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે!”
“તમે શું કહેવા માંગો છો?”
“ઉષામાતાજી! તમે તરકટ કરો છો! ગપ્પાં મારી લોકોને છેતરો છો! માતાજીની સવારી આવે છે, એવું કહીને ધાર્મીકતાનો ઢોંગ કરો છો! તમે ત્રીકાળજ્ઞાની હો તે રીતે વાતો કરો છો! મારું નામ ઝેહરા સાયકલવાળા છે. મેં લગ્ન જ નથી કર્યા, બે દીકરાનો પ્રશ્ન જ નથી. આ મધુભાઈ કાકડીયા છે, તે વાંઢા નથી, બે સન્તાનો છે! આ સીદ્ધાર્થભાઈ દેગામીને પોતાનું મકાન છે! અમારી સાથે જગદીશભાઈ વક્તાણા, ગુણવંત ચૌધરી, વીનોદ વામજા, અજીત ઝીંઝુવાડીયા, ભરત સોનાવાલા છે. અમે બધા ‘સત્યશોધક સભા’ના કાર્યકર છીએ. અમે પાખંડનું ‘પગેરું’ મેળવવાનું કામ કરીએ છીએ!”
“ઝેહરાબહેન, તમે મારી સાથે બનાવટ કરી છે! માતાજીની મશ્કરી કરી છે! તમારું ધનોતપનોત નીકળી જ જશે!”
“ઉષામાતાજી! તમારા કહેવાથી કોઈ વસ્તુ થાય નહીં. તમારા કહેવાથી કંઈ થઈ જતું હોય તો તમે શ્રદ્ધાળુઓને મકાન સુખ આપવા બકરાંની બલી ચડાવો છો, તો પછી તમે પોતે શા માટે ઝુંપડામાં રહો છો?”
ઉષાબહેને લેખીતમાં માફી માંગી!
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (07, જુન, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 14–06–2019
hamesha khud par ane mahashakti par bharoso rakho tame j tamara bhagya vidhata chho tame j tamara sukh data chho koi par vishvas rakhva karta khud par bharoso rakho .
LikeLike
ઝેહરાબહેન જેવા સમજાવટથી કામ લેતા રેશનાલીસ્ટ વધુ સારી રીતે સેવા કરી શકે…
ધન્યવાદ
LikeLiked by 1 person
મિત્રો,
આપણે પ્રશ્નોની જ ચર્ચા કરતા રહેવાના. વાતોના વડા કરતાં રહેવાના. પ્રશ્નોના હલ શાંમા છે તેની ચર્ચા કરીે. સુરતની સત્યશોઘક સભાને મદદ કરીઅે. વઘુ સત્યશોઘક સભાસદો ઉભા કરીઅે. શાળાઓમાં કંમ્પલસરી ક્લાસો…ભણાવવાના વર્ગો ચાલુ કરાવીઅે. બાળપણથી જ બાળકોને અંઘ+ઘ્ઘાના પાઠો શીખવીઅે. સરકારને જાગૃત કરીઅે. મુખ્યપ્રઘાનને જાગૃત કરીઅે. તે પોલીટીક્સ રમે તો, તેના છોકરાઓને કે ગ્રાંડ છોકરાઓને જાગૃત કરીઅે……
પોલીટીશીયનો કાોઇ મદદ નથી કરવાના કારણ કે તેમ,ના ગાડાઓ અંઘશ્રઘ્ઘાના વ્હીલો ઉપર જ ચાલે છે. તેઓ પણ બલીદાનો આપનારાઓમાંના અેક હોય છે.
તેઓ જમણા હાથની રીસ્ટ ઉપર લાલ દોરા બાંઘીને ફરતા હોય છે.
જે ચોર છે તેની પાસે શાહુકારી ના શીખાય !.
અમૃત હઝારી.
LikeLiked by 1 person