ગરુડપુરાણ – એક બકવાસ

ગરુડપુરાણ એક જાડો ‘મહાગ્રંથ’ છે જેમાં 16 અધ્યાય છે અને સ્વર્ગ તથા નરકની સ્ટુપીડ કપોળકલ્પીત વાતો છે. આ બધું વાંચીને મને પ્રશ્ન એ થાય છે કે સ્વયં વીષ્ણુ ભગવાન, પુરાણ લખનાર બ્રાહ્મણ પાસે ગયા હતા કે બ્રાહ્મણને સ્વર્ગમાં આ બધુ લખાવ્યું હતું? તમને લાગે છે કે વીષ્ણુ ભગવાન પક્ષપાતી હશે?

ગરુડપુરાણ એક બકવાસ

–નવીન બેન્કર

હું જ્યારે બાળક હતો ત્યારે અમારી પોળમાં કોઈને ઘેર મરણ થયું હોય ત્યારે ગરુડપુરાણ બેસાડવાનો રીવાજ હતો. પોળ તો સાંકડી અને ઘરો પણ ગીચ. એટલે પોળના ચોકઠામાં જ, કોઈ બ્રાહ્મણ પાટ નાંખીને બેસે અથવા ‘હાંકુમા’ના ઓટલે બ્રાહ્મણ બેસે અને મોટાભાગે ગંગાસ્વરુપ ડોશીમાઓ ગરુડપુરાણ સાંભળે. હું પણ મારા દાદીમા સાથે, એ ગરુડપુરાણ સાંભળવા બેસતો. સાત–આઠ દીવસ સાંભળવું પડે તો જ, મૃતાત્માનો જીવ ગતીએ જાય એવું બધું બ્રાહ્મણ સમજાવતા. ત્યારથી મારા મનમાં સ્વર્ગ અને નરકની કપોળકલ્પીત વાતો ઘુસી ગયેલી અને હું ડરપોક બની ગયેલો.

હવે આ ગરુડપુરાણ શું છે એની વાત કરું :

ગરુડપુરાણ એક જાડો ‘મહાગ્રંથ’ છે જેમાં 16 અધ્યાય છે અને સ્વર્ગ તથા નરકની સ્ટુપીડ કપોળકલ્પીત વાતો છે. વીષ્ણુ ભગવાન અને ગરુડ નામના એક વીશાળકાય પક્ષી વચ્ચેના સંવાદમાં, આ બધુ પીષ્ટપીંજણ કરેલું છે. નરકમાં કોણ જાય છે, સ્વર્ગના સુખો શું છે, નરકનું વર્ણન, વૈતરીણી નદી, પુનર્જન્મ, ને.. એવું બધું હીન્દુઓના મગજમાં ઘુસાડી દેવાયું છે.

જે લોકો બ્રાહ્મણને દાન ન આપે, એમને બ્રહ્મભોજન ન કરાવે, ગાયત્રીમન્ત્રનો જાપ ન કરે એ બધા નરકમાં જાય છે. જે શુદ્ર જાતીનો માણસ, વેદ ભણે, ગાયનું દુધ પીએ, જજ બનીને કોઈ બ્રાહ્મણને સજા કરે એ બધા નરકમાં જાય છે. બ્રાહ્મણોનું અપમાન કરવાવાળા, એમની સાથે વાદવીવાદ કરવાવાળા, રાક્ષસ કહેવાય અને સાત પેઢી સુધી નીર્વંશ રહે છે. (આ શબ્દ હમણાં મને શ્રી. વીજય શાહના ઈ.મેઈલમાં જોવા મળેલો એટલે યાદ આવી ગયો.)

તમને લાગે છે કે વીષ્ણુ ભગવાન આવી પક્ષપાતપુર્ણ વાત કરે?  ગરુડપુરાણમાં તો બ્રાહ્મણો યજ્ઞના નામે ગાયનું માંસ ખાઈ શકે છે. હીન્દુ ગ્રંથોમાં સ્વર્ગની કલ્પના કરીને વીષ્ણુલોક, ઈન્દ્રલોક, દેવલોક વૈકુંઠના ચાંદતારા દેખાડીને સાધુસન્તો અને કર્મકાંડી બ્રાહ્મણો ધર્મભીરુ અને અન્ધવીશ્વાસુ હીન્દુઓને ઠગતા આવ્યા છે.

ગરુડપુરાણમાં, બ્રાહ્મણોનું પુજન કરવાની, ભોજન કરાવવાની, ગાય, બળદ, ઘર, જમીન સોનુ, ચાંદી, અનાજ અને વસ્ત્રનું દાન કરવાની વાત એટલી બધી વાર કહી છે કે જો એ વાતોને ડીલીટ કરી દેવામાં આવે તો આખુ ગરુડપુરાણ માત્ર 10 પાનાનું રહી જાય.

અને… સ્વર્ગના દરવાજાની ચાવી, કર્મકાંડી બ્રાહ્મણોના હાથમાં, વીષ્ણુ ભગવાને આપી છે. મરણાસન્ન અવસ્થામાં કે શ્રાધ્ધ કરતી વખતે જે ઉત્તરાધીકારી, બ્રાહ્મણોને દાન આપે છે, માલપુડા ખવડાવે છે, સોનાનું દાન કરે છે એમના પુર્વજોને ભગવાનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ‘ચીત્રગુપ્ત’ મૃતાત્માના સર્વ પાપોને ખારીજ કરી દઈને સ્વર્ગમાં સ્થાન આપે છે.

ગરુડપુરાણ ના આઠમા અધ્યાયના શ્લોક 70, 71, 72માં જણાવ્યું છે કે– ગાયનું દાન કઈ રીતે કરવું?

ગાયના બન્ને શીંગડા સોનાથી મઢવા, ગાયના પગની ખરીઓને ચાંદીથી મઢવી, ગાય દોહવા માટે કાંસાનું વાસણ આપવું. ગાયને બાંધવા માટે લોઢાનો ખુંટો, તથા સોનાની મઢેલી યમરાજાની મુર્તી તાંબાના પાત્ર સહીત, ગાયનું દાન કરવું.

વધુ રસપ્રદ શ્લોકો તો, એ જ આઠમા અધ્યાયના 78, 79 પર પણ છે. 11માં અધ્યાયના 13માં શ્લોકની વાત પણ એટલી જ રસપ્રદ અને હાસ્યપ્રેરક છે.

પુરાણકારનું મગજ કેટલું ચાલાક છે કે મરણાસન્ન અથવા મૃત વ્યક્તીના પરીવારના ભોગે, કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાના પરીવારની આજીવીકાની વ્યવસ્થા કરી નાંખી છે.

આ વાંચીને તમને નથી લાગતું કે જે રીતે આજના ભ્રષ્ટ પ્રધાનો અને લાંચીયા ઑફીસરો લાંચ લઈને ગુનેગારોને છોડાવી દે છે કે એમને અબજોના કોન્ટ્રાક્ટ્સની લહાણી કરે છે એ જ રીતે, પુરાણકાળમાં, ધર્મરાજ, અને ચીત્રગુપ્ત આ જ ધન્ધા કરતા હતા?

આ બધું વાંચીને મને પ્રશ્ન એ થાય છે કે સ્વયં વીષ્ણુ ભગવાન, પુરાણ લખનાર બ્રાહ્મણ પાસે ગયા હતા કે બ્રાહ્મણને સ્વર્ગમાં આ બધુ લખાવ્યું હતું?

ગરુડપુરાણ લખનારે તો વીષ્ણુ ભગવાનને પક્ષપાતી બનાવી દીધા છે. વીષ્ણુ ભગવાન ગરુડપુરાણમાં કહે છે કે બ્રાહ્મણની પુજા એ જ મારી પુજા છે. મને સમજાતું નથી કે આવા ગરુડપુરાણો હજુય, વંચાય છે?

એક મન્દીરના પુજારીને મેં આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે નામ જાહેર ન કરવાની શરતે, જણાવ્યું કે ‘હા.. પણ હવે લોકો એટલા સુધર્યા છે કે હવે ગીતાનો પાઠ એક જ દીવસ કરાવી લઈને પતાવી દે છે. આમેય એમને હવે ગરુડપુરાણ આઠ આઠ દીવસ બેસાડવું મોંઘુ પડે છે અને અહીં તો કોની પાસે એટલો સમય જ છે? અમેય હવે કલાકના હીસાબે ચાર્જ કરીએ છીએ ને!’

સમય છે, હવે આવા અન્ધવીશ્વાસુ ‘મહાગ્રંથો’ વીશે કોમ્યુનીટીમાં જાગૃતી આણવાનો. જાગો… અને સુધરો…

     –નવીન બેન્કર

લેખક સમ્પર્ક : NAVIN BANKER, HOUSTON,TX – 77001 – USA Phone: 001-713-818-4239 E-Mail: navinbanker@yahoo.com  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–07–2019

31 Comments

  1. નવીનભાઇ બેન્કર, ખુબ જ આભાર આ લેખ માટે. આ અને આવા અનેક ધતિંગ દરેક ધર્મના નામે લોકો ને ધૂતવા માટે જોવા મળે છે. આપણા પૂર્વજોએ પણ નિર્ભેળ બકવાસમાં સિંહફાળો નોંધાવ્યો હતો અને આવા અનેક તકવાદી ઢોંગીઓ ‘ધરમ-કરમ’ના નામે ઊંઠા ભણાવે છે.

    Liked by 4 people

    1. તમારે ગુજરાતી કી-બોર્ડ (Google – Gujarati Input Tools) install કરવું પડે – એવું જો કરો તો તમે અંગ્રેજીમાં ટાઈપ કરીને ગુજરાતીમાં લખી શકો…જે તમે અત્યારે કરી રહ્યા છો મુ. શ્રી પ્રભુદાસભાઈ ગોંડલીયા .. https://www.google.com/inputtools/

      Liked by 1 person

    2. વહાલા વડીલ પ્રભુદાસજી,
      આપના પ્રતીભાવનું સ્વાગત છે. ધન્યવાદ…
      જો તમે રસ લેશો તો ઝટ ગુજરાતીમાં લખતા થઈ જશો એવો મને વીશ્વાસ છે.. ‘લખે ગુજરાતી’ની લીંક http://lakhe-gujarat.weebly.com/index.html તથા ત્રણ પીડીએફ્સ ડોક્યુમેન્ટ (ઈ.મેઈલ દ્વારા તમને મોકલી છે) થકી તમે ઝટ ગુજરાતીમાં લખતા થઈ જશો.
      સુરતના મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ શ્રી ઉત્તમભાઈ ગજ્જર (ઈ.મેઈલ: uttamgajjar@gmail.com) ને આ મેઈલની નકલ મોકલું છું. નીચે નીર્દેશેલ સરનામે લખશો/ફોન કરશો તો તમે લખતા શીખી જાઓ ત્યાં સુધી તેઓ તમારી સાથે જ રહેશે…

      Shri Uttam & Madhu Gajjar, 53-Gurunagar, Varachha Road, SURAT-395 006-INDIA. Phone-(0261)255 3591 મેઈલ: uttamgajjar@gmail.com
      ફરીથી ધન્યવાદ..
      –ગોવીન્દ મારુ

      Like

    3. આ સાધન વાપરશો
      Speech to Text Gujarati
      First Ever in the History Speech to Text typing in Gujarati Language. Just Set your Mic and Press the mic button and start speaking the software will recognize your voice and type automatically in Gujarati text. You can save this typed text and use any where. Now you can give rest to your hand and just type by speak as long as you like. Worlds First Gujarati Voice To Text Converter Free.

      Liked by 1 person

  2. ગરુડ પુરાણ વિષે સરસ માહિતી આપી.સરસ લેખ

    Liked by 2 people

  3. આ સિવાય અનેક પુરાણો, ખાસ કરીને “મનુસ્મૃતિ” મુખ્યત્વે બ્રામ્હણો દ્વારા અને બ્રામ્હણો માટે જ લખાયેલું હોય તેમ લાગે છે.

    Liked by 2 people

  4. It is a very good and truthful article for all of us. The all rituals were decided or drafted by brahmin community for their benefits only.
    According to me, it is nonsense and humbug . Anyway, thanks a lot to Navinbhai Banker for such a nice article.

    Pradeep H. Desai
    USA

    Liked by 2 people

  5. One sided opinion though. Wikipedia has more balanced information about Garuda Purana:

    https://en.wikipedia.org/wiki/Garuda_Purana

    These texts should NOT be seen as a “spiritual” or “religious” – but more like historic texts. Wealth creation and education would stop stupid followers eventually — no need to boil your blood on it. Instead, work towards wealth creation of society.

    Liked by 1 person

    1. Pravinkant Shastri
      To:
      Pragna Vyas
      Jul 5 at 3:21 PM
      જ્યાં ભાવના, માન્યતા કે શ્રદ્ધાની વાત હોય ત્યાં કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી. મને પોતાને પણ ખબર નથી કે હું રેશનાલિસ્ટ છું કે ધાર્મિક માણસ છું. હું પુરાણોને ઉચ્ચ સાહિત્યમાનું છું. જે માનવ સર્જીત નથી એ પ્રકૃત્તિ એ જ મારે માટે ઈશ્વર છે. જે માનવમાં અદ્ભૂત વિશિષ્ટ શક્તિ છે અને જનસમાજના હીતમા વપરાય છે એ લોકોને માટે દેવ કે ભગવાન બની રહે છે. જેમનામાં દેવ જેવી જ કે એમનાથી પણ વધુ શક્તિ છે પણ એ શક્તિનો જન સમાજને માટે વિનાશકારી હોય તે દાનવ છે એમ સહેજે માની શકાય. ધર્મને નામે પ્રજાને અવળે માર્ગ્રે દોરતા ધર્મગુરુઓ, વાક્ચાતુર્ય કથાકારો દોરા ધાગા વાળાપાખંડીઓ થી મારા જેવા અનેકો છે જેઓ દૂર રહીને પણ એક કે બીજા સ્વરૂપે ઐશ્વરિક શક્તિને સ્વીકારે છે. આજે કેટલાક મિત્રો રેશનાલિસ્ટ હોવા છતાં રેશનલ નથી. વિવેક ચૂનીને પોતાના કરતાં જૂદી માન્યતા વાળાઓનું અપમાન ને નિંદા કરતાં હોય છે. મારું માનવું એ છે તમે તમારી રીતે જીવો બીજાને તેમની રીતે જીવવા દો. હું કહેતો ફરું છું. ભલે તમે ધર્મગુરુ હો કે રેશનાલિસ્ટ ગુરુ હો. મારે તમારા શિક્ષણની જરૂર નથી. પ્લીઝ સ્ટે અવે ફ્રોમ મી.
      …………………………………………..
      ધન્યવાદ
      મા પ્રવીણભાઇશ્રી
      આપના વિચાર જેવો જ વિચાર આ જયપ્રકાશ નારાયણજીને આવ્યો અને સર્વોદયના પ્રવચન – ‘ગાંધીજીના અગિયાર વ્રત પણ સામાજિક મૂલ્ય હતા, નહિ કે વ્યક્તિગત ગુણ.’ અને શાતીસેનામાં ‘આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઈના નથી’ની પ્રાર્થનાની નૉસ્ટાલજીક યાદો

      Like

  6. શ્રી નવીનભાઇ બેન્કર ના પોતામા અનુભવો અને અભ્યાસપૂર્ણ લેખ માટે ધન્યવાદ
    ઈશ્વરના નામે ધતીંગો અને પાખંડો ચાલે છે તેમનો વિરોધ કરવો તે ઠીક છે પરંતુ ઈશ્વર નથી જ એવો આગ્રહ રાખવો તે કાંઈ રેશનાલીઝમ નથી તે અંગે જેમણે સાધના કરી સત્ય દર્શન કરાવ્યું છે તે વિષે પણ ચિંતન કરવું જરુરી છે. વિશ્વમાં ‘ઈન્ડીયન માઈથોલોજી’ના પ્રતિકો ઉકેલનાર તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર દેવદત્ત પટ્ટનાયક સંસ્કૃતિ અને પુરાણના પ્રતિકો ખોલીઆપનારા એ વિચારક, અંતરની જ્યોતના સાધક હતા એટલે તેના માટે પુસ્તક કરવાનું કર્તાપણું ગૌણ હતુ. ‘ગરુડ પુરાણ – તાત્વિક અર્થઘટન’ આ નામનું પુસ્તક છે. તેમાંથી કેટલાક વિચારો જાણીએ
    આ જે ગરુડ છે તે ક્યાંય બહાર નથી – આપણો જે પ્રાણ, તે જ ગરુડ છે
    આપને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં ગરુડપુરાણની કથા કરવામાં આવે છે, તો તિબેટમાં જે ‘બુક ઓફ ધ ડેડ’ (Tibetan Book Of the Dead) છે તેમાં આવી જ કથા છે.
    ગરુડ અમૃત લઈ આવે છે, તેમ ગરુડની કથા એટલે મૃત્યુ લોકમાંથી અ-મૃત લોક તરફનું ઉડ્ડયન.
    શરીરમાં પણ આધિમાં, વ્યાધિમાં, ઉપાધિમાં સંતુલન માટે સંવાદિતા માટે આ ગતિ થઈ રહી છે. (પ્રાણની ગતિ).
    આ પુસ્તકમાં એડગર મિશેલ નામના વિજ્ઞાનીની ચંદ્ર યાત્રાનો ઉલ્લેખ છે તેમાં પૃથ્વી અવકાશમાં કેવી લાગે છે તેનો ઉલ્લેખ છે જીવનમાં ચંદ્ર પર ન જઈ શકો તો એ વર્ણન તો વાંચવા જેવું છે.
    ગરુડ પુરાણમાં પ્રાણની કથા આવે છે. તેમાં કહ્યું છે કે પ્રાણ જાય ત્યારે કેવી રીતે જાય.
    જ્યારે પોતાના અને અન્યોનાં કાર્યોનો આપણને ભાર લાગે, આપણી પ્રાણ શક્તિને દબાવી દે – વિષાદની ખાઈમાં, વિરૂપતાના રણમાં, ઊંડા એકાંત રુદનમાં – ત્યારે આપણા અંતરની પ્રાર્થના, અભીપ્સાનો અગ્નિ, દિવ્ય તત્વોની સહાય આપણને ઊંચકી લેશે; વિશાળ આકાશમાં, નિર્દોષ દર્શનમાં, નિર્મળ આનંદમાં આપણા પ્રાણ-ગરુડને પાંખો મળશે.
    કાર્ય પૂરતું બોલવાથી, ખપ પૂરતું સાંભળવાથી, જરૂર પૂરતું જોવાથી, રોજપૂરતા વિચારથી, સાધક ઈન્દ્રિયો, મન, બુદ્ધિને શક્તિસંપન્ન કરે છે.
    શ્રાદ્ધ અને કાગડા વિશેનું ચિંતન ખરેખર શ્રાદ્ધના દિવસોમાં જાણી લેવા જેવું છે. આપણી શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા ફરતે એક આછી રેખા છે તે દૂર કરવા પણ વાંચવું રહ્યું.
    પુરાણમાં ત્રણ પ્રકારના જ્ઞાન છે વિજ્ઞાન, સંજ્ઞાન અને પ્રજ્ઞાન. આના અર્થ માટે તો મકરંદ ભાઈને જ વાંચવા પડે…
    આ યમદૂતો; બીજા કોઈ પણ, બીજે ક્યાય પણ નથી. (બહારનો) કોઈ ભય નથી; આનંદ જ છે. મારી ઊભી કરેલી પ્રતિભાવના એ જ મારું કેદખાનું. એ મારું કારાગાર. હું જ મારો કેદી. હું જ મારો જેલર.
    જ્યાં મૃત્યુનો સત્કાર થાય છે, ત્યાં યમરાજ પણ શું કરવાનો? મહત્વનું છે મૃત્યુનો સત્કાર કેવી રીતે થાય છે.
    વૈતરણી એટલે વિતરણ કરો વહેંચો – વહેંચીને ખાવો તો પછી આ નદી તરવામાં મુશ્કેલ નહીં પડે.
    ચિત્રગુપ્ત વિશે મકરંદ ભાઈ કહે છે કે ચિત્રગુપ્ત એટલે ગુપ્ત ચિત્ર આપણા મનની અંદર એક મેમરી બેંક છે જે આપણને સિક્રેટ રીતે આપણા કર્મોને બતાવતો રહે છે જો તે આ કર્યું, જો તે આ કર્યું…આ વાતને મનોવિજ્ઞાનિક એંગલ આપતા મકરંદ ભાઈ સરસ વાત કરે છે અને આપણા અર્ધચેતન મનને ચિત્રગુપ્ત કહે છે અને શ્રવણો જે યમદ્વારના દ્વારપાળો છે તેને ડીએનએ કહે છે આમ પુરાણ એ માત્ર પોથી જ્ઞાન નથી તેમાં શાસ્ત્રીયતા છે તેની પ્રતિતિ થાય છે.
    આ શરીર માત્ર મૂઠ્ઠી ભર રાખ નથી એમ આમાં વૈકુંઠ છે. આ માટીના ખોળીયામાં વિષ્ણુ છે. આ વિષ્ણુને હું આદર આપી શકું તો મારા જીવનમાં, વર્તનમાં બહુ મોટી ક્રાંતિ થઈ જશે.
    બાલકૃષ્ણ – લડ્ડુગોપાલની મૂર્તિના પ્રતિકને પણ મકરંદ ભાઈ સરસ રીતે ખોલી આપે છે અને તેને માનસમાં કઈ રીતે ઉપસાવવાથી તેની સાધના-પૂજા સાચી કહેવાય તે પણ વાત સ્પષ્ટ કરે છે.
    સત્યને ધારણ કરે તે શ્રદ્ધા અને શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ.
    યમ આપણને ધર્મ બતાવતો આપણા મનમાં જ સમાયેલો છે.
    ‘ગરુડ પુરાણનું મહત્વ મને એટલું જ સમજાયું છે કે એ મને આ પળે, આ ક્ષણે જાગૃત કરે છે.’ – મકરંદ દવે
    આ પુસ્તકમાં ડો. ભરતભાઈ જોષી જે શ્રાદ્ધની કર્મકાંડીય ક્રિયા અને તેના સાચા અર્થ વિશે કહે છે તે પણ શ્રાદ્ધ વિશે આપણામાં શાસ્ત્રીય સમજ ઉભી કરી શકે છે.
    જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદવા માટે અવકાશયાનની જરૂર પડે છે તેમ જીવાત્માને મુક્તિ માટે થઈને પિંડદાન અને પ્રાર્થનાનું બળ આપવું જોઈએ, જેથી તે પ્રેતમાંથી શુદ્ધ થઈ ઉપર ગતિ કરી શકે.
    આપણા જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે કે જે જીવનને સુખી બનાવે છે. ગરુડપુરાણ મુજબ આપણી પરંપરાઓમાં ૬ વસ્તુઓ એવી છે જેથી જીવન ધન્ય થઇ જાય છે.
    ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરના જુદા-જુદા ભાગમાં તમામ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવ તુલ્ય માનીને તેની પૂજા-અર્ચના કરે છે તેની તમામ પરેશાનીઓનો અંત થઈ જાય છે. સાથે જ ગાયની પૂજા કરવા અને તેને ભોજન કરાવવાથી મનુષ્યને જાણતા-અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળે છે.
    તુલસી ભગવાનનું જ એક રૂપ છે. તુલસીને તમારા ઘરમાં વાવવી રોજ જળ ચઢાવવું અને તેની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. બધાએ દરરોજ ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસી રાખવી જોઈએ અને વિષ્ણુ પૂજા પછી તુલસી પૂજા કરવી જોઈએ.
    ગરુડપુરાણ મુજબ ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુઃખો ખતમ કરીને તેમના જીવનમાં સુખ-શાંતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના સાથે કરે છે તેને દરેક કામમાં સફળતા મળી શકે છે. ધ્યાન રાખો ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન વગેરે કરીને શુદ્ધ થઈ જાઓ.
    ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાણો મુજબ જે મનુષ્ય દરેક એકાદશીના સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત રાખે છે તેને ચોક્કસ જ તેનું શુભ ફળ મળે છે. એકાદશીના દિવસે જુગાર રમવો દારૂ પીવી હિંસા કરવી વગેરે કામ વર્જિત છે. એટલે એકાદશી પર વ્રત કરવાની સાથે જ આ કામથી દૂર રહો.
    પંડિતો અથવા જ્ઞાની મનુષ્યને સન્માન પાત્ર સમજવું જોઈએ. ઘણા લોકો તેમનો મજાક ઉડાવતા હોય છે જે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે અને તેમની જણાવેલી વાતોનું પાલન કરે છે તે દરેક પરેશાનીનો સામનો સરળતાથી કરી લે છે અને દરેક કામમાં સફળ થાય છે.
    ગંગા નદીને તમામ નદીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બધાએ ગંગા નદીને દેવ તુલ્ય માની કાયમ તેની પૂજા-અર્ચના કરવી જોઈએ. કોઈ પણ રૂપમાં ગંગાનું અપમાન ન કરવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખનારા મનુષ્ય ચોક્કસ દરેક કામમાં સફળતા મેળવે છે.
    ગરુડપુરાણ મુજબ આપણી પરંપરાઓમાં ૬ વસ્તુઓ આપણા જીવનને ધન્ય બનાવે છે. ઉપર જણાવેલ પરંપરાઓ મુજબ જો તમે ચાલશો તો તમને સફળ થતા કોઇ નહીં રોકી શકે.

    Like

  7. દરેક મહાગ્રંથોનો અર્થ કઈ કક્ષાના લોકો કઈ રીતે સમજે અને સમજાવે છે, તેટલી તેની મહત્તા દેખાય છે. નાનપણમાં આ વાર્તાઓ સાંભળી મોટી ઉંમરે તેનો ખરો અર્થ સમજવો તે વ્યક્તિગત છે. જ્ઞાન અને અંધઅભ્યાસનો તફાવત પ્રજ્ઞાબેનના પ્રતિભાવમાં દેખાય છે.
    સારો ચર્ચાસ્પદ વિષય નવિનભાઈએ આપ્યો. સરયૂ પરીખ.

    Liked by 3 people

  8. આ પુરાણે અભણો ને ભણેલાઓને ભરમાવી દીધા! કોણ હોશિયાર પુરાણૉ લખનારા કે સાંભળનારા? ગામડાઓ આ ચાલ્યું અને હજુ ચાલે છે! એટલુંજ નહિ, પણ પરદેશોમાં ચાલે છે.., પરદેશોમાં મંદિરો તો વઘતા જાય છે એ શાને કારણે? ભણેલા ને ગણેલા આનો વિચાર કરી શકે છે, પણ આંખની શરમે ખેંચાય છે. એક જુની કહેવત હજુ પણ લાગુ પડૅ છે, જે છે; “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે!” બેજ શબ્દોપર જરા વિચારીએ; (૧) લોભિયા (૨) ધુતારા! ભણેલા ગણેલા અને સારું કમાતાને શો લોભ હોઈ શકે? મંદિરોમાં મફત જમવાનું બંધ કરી વ્યક્તિ દીઠ ચાર્જ કરી એક વર્ષ માટે જોઈ જૂઓ કે પૂણ્ય મેળવનારા સાચા કેટલા નિકળે છે? આમ આપણે લખતા રહીશું, પણ ફેર પડવાનો છે? આ લખવા માટે હું નવિનભાઈને શાબાશી આપું છું. અણશ્રંધાના મૂળ ઊંડા છે! એને મૂળમાંથી કેમ કાઢવા એની કલ્પના જ કરવાની રહી! આ દિશામાં કોઈ ફરક પડવાનો નથી!! પગ તળે રેલો આવે તો પગ ધોવાયા એમ માનનારા હશે ત્યાં સુધી આ જુના તમાસા જોયા કરો અને પોતપોતાના પાકિટ સાચવ્યા કરો! ચેત મચ્છંદર….પોતપોતાની રીતે!

    Liked by 4 people

    1. આપની વાત – ધુતારા-ઠગ જે રીતે લુંટે છે તે દ્રુષ્ટિએ સત્ય છે
      પણ તેથી
      ‘ ગરુડપુરાણ – એક બકવાસ’ કહેવું યોગ્ય નથી.

      Like

  9. chandrakant desai
    Fri, Jul 5, 9:20 AM (1 day ago)
    to me

    Dear Shri Govindbhai Maru/NavinBankar

    I have a very high opinion about your articles of rational thinking. I appreciate.Your most of the Writings relate to Hindu scriptures, Hindu beliefs etc.Hindus being either liberal or coward(?), they will respect your freedom of thinking, you may keep writing your free rational thinking, no one will bother you,and you may feel proud of it.

    But Muslims are next to Hindus in India., and Muslims have also superstitious scriptures and beliefs and thinking. I request you to now stop writing about Short comings of Hindu scriptures and beliefs etc. and do some service of writing of Muslims superstitious beliefs. ,Kuran etc. I have heard that people have no courage to oppose them. And easy to keep writing anything about Hindus, as they feel safe and get respect for their writing.

    Regards

    Chandrakant Desai
    Note: Salman Rashdi had courage to write.

    Sent from my iPhone

    Like

    1. વહાલા દેસાઈ સાહેબ,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકોમાં દેશ–વીદેશના અખબારના તન્ત્રી, લેખક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા પ્રબુદ્ધ મુસ્લીમ બીરાદરો પણ છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકવામાં આવતા લેખ આપણા ધર્મના જ હોય છે છતાં; ઉપરોક્ત પ્રબુદ્ધ મુસ્લીમ બીરાદરો તેઓના ધર્મમાં રહેલી અન્ધશ્રદ્ધાની વાતો અને તેમના ધર્મગુરુઓ અને મૌલવીઓ દ્વારા આચરવામાં આવતા પાખંડ વીશે અવારનવાર તેઓના પ્રતીભાવોમાં વ્યક્ત કરે છે. તે પ્રતીભાવો ઓનલાઈન છે જ અને જે તે સમયે તમે વાંચ્યા પણ હશે જ… મારી વીવેકબુદ્ધી કહે છે કે, ‘દરેકે પોતાની થાળી પરથી માખી ઉડાડવી જોઈએ. બીજાના ભોજનની થાળીમાંથી માખ ઉડાડવાની ન હોય.’
      જે લોકો અભણ છે તેઓ મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવાના નથી એટલે તેઓ અન્ધશ્રદ્ધા અને કર્મકાંડમાંથી મુક્ત થવાના નથી; પરન્તુ જેઓ જજ, ડૉક્ટર, વૈજ્ઞાનીક, એન્જીનીયર, IAS/IPS ઑફીસર, કુલપતી, પ્રૉફેસર, શીક્ષક, વીદ્યાર્થી તથા લેખક વગેરે ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાંચકોને ધર્મમાં રહેલી અન્ધશ્રદ્ધા અને કર્મકાંડના વળગણમાંથી મુક્તી અપાવવાનો મારો વીનમ્ર પ્રયાસ છે. 5,82,000થી વધુ મુલાકાતીઓએ મારા આ પ્રયાસને આવકાર્યો છે.
      ધન્યવાદ.
      –ગોવીન્દ મારુ

      Liked by 1 person

  10. ગરુડ પુરાણ બકવાસ છે.
    ભક્તોની ફરિયાદ છે કે ‘હિન્દુધર્મની ટીકા કરો છો, ઈસ્લામની કરી જૂઓ !’
    મુસ્લિમ કોમ્યુનિટીમાં જે ઈરેશનલ બાબતો હશે તેનો વિરોધ મુસ્લિમો કરશે; તેની ઝનૂનપૂર્વક ચિંતા આપણે કરીએ તે ઈરેશનલ કૃત્ય કહેવાય.
    ધર્મ આખરે તો અધોગતિ તરફ જ લઈ જાય. કોઈ પણ ધાર્મિક દેશમાં પ્રગતિ શક્ય નથી. પોતાના ભાણાની ચિંતા પહેલા કરાય.પોતાની ભોજનની થાળી પર બેઠેલી માંખો પોતે જ ઉડાડવાની હોય,પડોશીની થાળી પર બેઠેલી માંખો પાડોશીને ઉડાડવા દો.
    ‘ભક્ત’ નહી સમજદાર બનો; રેશનલ બનો.
    કાસીમ અબ્બાસ કહે છે “ધર્મશાસ્ત્ર કે ઈસ્લામ ધર્મમાં તાવીજ જેવી કોઈ વસ્તુ માટે કશું જ સ્થાન નથી. 
ધાગા, દોરા, ઝાડ ફુંક વગેરે આ સર્વે ધતીન્ગ સિવાય બીજું કશું નથી. 
મુલ્લા, મોલવી, આમીલ, તાંત્રિક, બાબા વગેરે માટે આ ધતીન્ગ નોટો છાપવાનું મશીન છે.
”

    Liked by 2 people

    1. મુ. રમેશભાઈ…. હું પણ ક્યારની રાહ જોવું છું કે….. કોઈ વિધર્મી ના પાખંડ ખુલ્લા પાડે!!! લેખ એક નહી… જેમ અહીં હિંદુઓ ના જ લેખો આવે છે તેમ અન્યો ના કેમ એટલા બધા નથી આવતા?????????????? આ હિંદુ સહિષ્ણુતા વાળા છે જયારે અન્ય ધર્મો માટે લખો તો ખબર પડી જાય…. ઘર ની બાહાર નીકળવાનું પણ ભારે પડે!!!!!!! કાશ હું જે અભિપ્રાય લખું છું તે બહુજ ઓછા પાસ થાય છે… allow થાય છે… હું કઈ ખરાબ શબ્દો નથી લખતો પણ… અન્ય ધર્મો વિષે લાખો ને થોકડા ધતીંગો તેમાં પણ છે… કેમ આ “બ્લોગ” માં તેવા લેખો આવતા નથી??? અને મારા અભિપ્રાય પણ પ્રસિદ્ધ થતા નથી.. લાગે છે કે ફક્ત લેખક ના લેખ માં “””હજી હા””” કરનાર ના જ અભિપ્રાય પ્રગટ થાય છે…. આમ પણ ઈતિહાસ સાક્ષી છે… કે સનાતાનીઓ હિંદુઓ કોઈ દિવસ એક થયા નથી બીજાના ઘરે કે તેમના આરાધ્ય સિવાય બીજાના સ્થાનકો માં કઈ થાય તો મારે શું?? મારે કેટલા ટકા?? અને એટલે જ વિદેશીઓ ભારત પર આટલો જુલમ અને રાજ કરી ગયા…..!!!!!! અને હજુ પણ ભવિષ્ય માં આમ જ થશે!!!!!! હમણાજ “વીર હમીરજી” સોમનાથ ની સખાતે મુવી જોયું.. મારી વિનંતી છે કે દરેક હિંદુઓ આ જોય. પણ……………………………ખાટલે મોટી ખોડ એજ કે આ મારો અભિપ્રાય પાસ થશે કે કેમ????? પછી ક્યાંથી સત્ય ખબર પડે…. જ્યાં હા જી હા જ લેખક ના લેખો ની જી હજુરી જ થતી હોય તો….!!!!!! ( મારી પાસે એક લેખ છે “સોમનાથ આમ લુટાયું”) તેમાં પણ હિંદુઓ ની એકતાની જ વાત કરી છે.. જે ભૂતકાળ માં ઈતિહાસ માં બની ગયું… પણ અહીં કેવી રીતે પોસ્ટ કરું???? તેની Pdf પણ બનાવી છે અને સેકંડો ને મેં તે વિતરિત કરી છે.. ગાંઠ ના ગોપીચનદન કરીને.. જય હિન્દ!!! હરીઓમ…

      Like

      1. ‘ભક્તો’ અને કેટલાક અર્ધજાગૃત લોકોની ફરિયાદ હોય છે કે “તમે હિન્દુ ધર્મના દોષો બતાવો છો, ખરાબી દર્શાવો છો; પણ મુસ્લિમ ધર્મની બૂરાઈઓ તરફ કેમ ચૂપ રહો છો ? હિન્દુધર્મની ટીકા કરો છો, ઈસ્લામધર્મની કરી જૂઓ ! વિધર્મીના પાખંડ ખુલ્લા પાડી જૂઓ ! જેમ હિંદુધર્મની ટીકા કરતા લેખો લખો છો તેમ અન્યધર્મ વિશે લેખો કેમ લખતા નથી? હિંદુ સહિષ્ણુતા વાળા છે, જયારે અન્ય ધર્મો માટે લખો તો ખબર પડી જાય; ઘરની બહાર નીકળવાનું પણ ભારે પડે !”

        આ માનસિકતા બરાબર નથી. આપણે જયાં ઊભા છીએ તેની આસપાસ પ્રથમ જોવું જોઈએ. પોતાના ભાણાની ચિંતા પહેલા કરાય.પોતાની ભોજનની થાળી પર બેઠેલી માંખો પોતે જ ઉડાડવાની હોય,પડોશીની થાળી પર બેઠેલી માંખો પાડોશીને ઉડાડવા દો.‘ભક્ત’ નહી સમજદાર બનો; રેશનલ બનો. વિવેકી બનો.

        મુસ્લિમ કોમ્યુનિટીમાં જે ઈરેશનલ બાબતો હશે તેનો વિરોધ મુસ્લિમો કરશે; તેની ઝનૂનપૂર્વક ચિંતા આપણે કરીએ તે ઈરેશનલ કૃત્ય કહેવાય. જાગૃત મુસ્લિમો ચિંતા કરે જ છે. કેનેડા નિવાસી લેખક કાસિમ અબ્બાસ કહે છે “ધર્મશાસ્ત્ર કે ઈસ્લામ ધર્મમાં તાવીજ જેવી કોઈ વસ્તુ માટે કશું જ સ્થાન નથી. ધાગા, દોરા, ઝાડ ફુંક વગેરે ધતિન્ગ સિવાય બીજું કશું નથી. મુલ્લા, મોલવી, આમીલ, તાંત્રિક, બાબા વગેરે માટે આ ધતિન્ગ નોટો છાપવાનું મશીન છે.”

        ધર્મ આખરે તો અધોગતિ તરફ જ લઈ જાય. કોઈ પણ ધાર્મિક દેશમાં પ્રગતિ શક્ય નથી. વિનોબાજીએ કહ્યું છે : “આજે એક પણ ધર્મ સુસંગત રહ્યો નથી, ધર્મ એક જ હોવો જોઈએ, તે છે માનવધર્મ.”

        રેશનાલિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલની કાયમી ફરિયાદ છે :”આપણે ધાર્મિક બહુ છીએ; પણ નૈતિક બિલકુલ નથી.” આ ફરિયાદમાં તથ્ય ભારોભાર છે. ઉદાહરણ તરીકે પોલીસ સ્ટેશનમાં દેવી-દેવતાઓના ફોટાઓ હોય છે; સવાર-સાંજ ધૂપદીપ થાય છે, પરંતુ માનવઅધિકારનું ઉલ્લંઘન સૌથી વધુ ત્યાં થાય છે, વિક્ટિમ સાથે અન્યાય ત્યાં થાય છે; દેવી-દેવતાની હાજરીમાં જ. દેવી-દેવતાનું લોહી ઊકળતું નથી; એ પણ અન્યાયકર્તાને ‘પરચો’ આપતા નથી.

        સારું થયું કે રાજા રામ મોહનરાયે મુસ્લિમધર્મની બૂરાઈઓ તરફ ધ્યાન ન આપ્યું; અને સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પીતી કરીને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક દૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો… નહી તો સતીપ્રથા હજુ ચાલુ હોત, એટલું જ નહી આપણે આ પ્રથાને ‘પવિત્ર’ ઘોષિત કરી હોત !

        સારું થયું કે સ્વામિ દયાનંદ સરસ્વતીએ લોકોને મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતા વગેરે અનિષ્ટોનો ત્યાગ કરવા જણાવ્યું. તેમણે ‘સત્યાર્થ પ્રકાશ’ નામનો ગ્રંથ લખી સાબિત કર્યું કે વેદોમાં આમાંના કોઇ પણ અનિષ્ટોનો ઉલ્લેખ નથી.          

        સારું થયું કે સર સૈયદ અહમદખાને હિન્દુ ધર્મની બૂરાઈઓને બદલે મુસ્લિમ સમાજની બૂરાઈઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મુસ્લિમોને અંગ્રેજી કેળવણી લેવાનો તેમજ રૂઢિચુસ્તતા અને સંકુચિતતા ત્યજી દેવાનો અનુરોધ કર્યો. મુસ્લિમોને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવા તેમણે ઇ.સ.૧૮૭૫ માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે પાછળથી ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ તરીકે વિકાસ પામી. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કરી, મુસ્લિમોને જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે બાળલગ્નપ્રથાનો / બુરખાપ્રથાનો વિરોધ કર્યો અને કેળવણી લેવાનો અનુરોધ કર્યો. તેમણે વિધવાવિવાહની તરફેણ કરી.

        સારું થયું કે જ્યોતિબા ફૂલેએ લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ ઉત્પન્ન કરવા ઇ.સ. ૧૮૫૭ માં મહિલાશિક્ષણ માટે પુણેમાં કન્યાશાળા અને દલિત વર્ગોનાં બાળકો માટે શાળા શરૂ કરી. તેમણે સ્ત્રીઓ અને દલિત વર્ગોના ઉદ્ધારના કાર્યો હાથ ધર્યાં. તેમણે વિધવાઓને પુનલગ્ન કરવા માટે સહાય કરી. તેમણે વર્ણવાદી આધિપત્ય સામે પડકાર ફેંકયો.

        સારું થયું કે સંત ગાડગે મહારાજ ‘શ્રીરામ’ના ચક્કરમાં ન પડ્યા અને કહ્યું કે “થાળી વેચી દેવી પડે, તો એ વેચીને પણ ભણો; હાથમાં રોટી લઈને ખાઈ શકાશે; પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી.”

        સારું થયું કે સ્વામિ વિવેકાનંદે લોકોને દીનદુઃખી માનવોની સેવા થકી ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાનો ઉપદેશ આપ્યો.

        સારુ થયું કે કરસનદાસ મૂળજીએ પોતાની થાળી ઉપરની માંખ ઉડાડી; નહી તો જદુનાથજી મહારાજો હજુ વ્યભિચારનું પ્રદૂષણ ફેલાવતા હોત.

        સારું થયું કે ઠક્કરબાપાએ ઇજનેરીની નોકરી ગાંધીજીના પ્રભાવને કારણે છોડી અને સમાજના નીચલા સ્તરના લોકોની જીવનપર્યત સેવા કરી. ઠક્કરબાપા, પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી પ્રદેશોમાં રહેતા આદિવાસી ભીલોના જીવનમાં મોટું પરિર્વત લાવ્યા. તેમણે ભીલોને દારૂ જેવાં વ્યસનો, કુટેવો અને વહેમમાંથી મુકત કર્યા. તેમનાં બાળકો માટે તેમણે એમના વિસ્તારોમાં શાળાઓ ખોલી. તેઓને અનેક કુટિર ઉદ્યોગો પણ શીખવ્યા. દલિતોના ઉત્કર્ષમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. તેમણે રેલસંકટ, દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આફતો વખતે લોકોને રાહત પહોંચાડી.

        ટૂંકમાં પોતાની થાળી ઉપરની માંખ ઉડાડવામાં જ લાભ થાય છે.rs

        Liked by 2 people

      2. ભાઈ. અંધશ્રદ્ધા ના ઘણા વિરોધીઓ છે…. હું શ્રદ્ધા માં માનું છું… એ મારું પોતાનું અગંત છે. અને આ બ્લોગ માં તમે ઉત્તર આપ્યો મેં વાંચ્યો.. સાચેજ સમાજના દુષણો સામે વિરોધ થવો જ જોઈએ…. પણ હજુ સુધી કદાચ કોઈક લેખ અન્ય ધર્મો ના પાખંડ વિષે આવ્યો હશે..!!..? બાકી હું તો જ્યારથી વાંચું છું ત્યારથી ફક્ત & ફક્ત સનાત્નીઓ હિંદુ ના …….જ……..??? એટલે. હશે હવે….!!!! બાકી મને મૃત્યુપર્યંત અફસોસ રેહશે કે સનાતાનીઓ હિંદુઓ કોઈ દિવસ એક થવાના નથી……!!!!! અને પેહલા ના ઈતિહાસ નું કદાચ પુનરાવર્તન થશે …????? બાકી આગળ તો આપણ ને ખબર જ છે.. કે કોની તાકાત વધતી જશે…….તે.!!!..?

        Like

  11. મિત્રો,
    ગરુડ પુરાણ…..સ્વર્ગ અને નર્કના રસ્તા બતાવનાર હિન્દુઓનું ઘાર્મિક પુસ્તક…..તે પણ મરણબાદ……તે મરેલાના કર્મોનો સરવાળો બાદબાકી કરનાર ચિત્રગુપ્તના રીપોર્ટ ઉપર આઘારીત.
    બે ત્રણ મિત્રોઅે પોતાના પ્રેમને વશ થઇને આપણા…હિન્દુઓના ઘાર્મિકગ્રંથ ની થતી ટીકાને ઘ્યાનમાં લઇને મુસ્લીમ ઘર્મને ચર્ચામાં ઉતાર્યો છે. પ્રેમ અેવી ચીજ છે જે મગજને કામમાં નથી લેતો….તે તો હૃદયના કાયદાઓથી ચાલતો રહે છે. કહેવાયુ છે કે…‘ સબ સબકી સમ્હાલો…મેં મેરી ફોડતા હું…… હું મારું સંભાળું…બીજાના કામમાં માથુ નહિ મારું….હું મારી જાતને પહેલાં સુઘારું….બીજાના કામમાં માથુ નહિ મારું…..‘ ( મુસ્લીમના જીવન કાયદાઓને આપણે શા માટે ચર્ચામાં લાવીઅે ?)આપણી ભૂલોને …ખોટા રીવાજોને પહેલાં સુઘારું…..આજે આપણે ૨૧મી સદીમાં જીવીઅે છીઅે…..દુનિયા જે કહેવાય છે કે ૫૦૦૦ વરસો પહેલાં હતી તે આજે નથી. આપણા જીવનના દૈનિક રીત રીવાજો અને કાયદાઓ ઇલેક્ટરોનીક અેજમાંના બની રહ્યા છે. સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક…‘ વર્ણવ્યવસ્થા ‘ વાંચવા વિનંતિ છે. સચ્ચાઇની તરફેણ કરીઅે….પોતાની જાતને છેતરવાનું બંઘ કરીઅે. સાચી વાત કબુલ કરી લઇઅે. મનુ મહારાજે તેમના હિન્દુઓના જીવનના કાયદાઓ તેમના ગ્રંથમાં લખેલા છે તે કાયદાઓ સ્ત્રીઓ અને શુદ્રો માટે લખેલાં છે તેનો સાચો અભ્યાસ કરવા વિનંતી છે . દરેક ઘરની સ્ત્રી અે વાંચીને કેવા રીઅેક્શન આપશે તેનો વિચાર કરવા વિનંતિ છે. વર્ણવ્યવસ્થા કોઇ કહેશે કે સારા ભાવ સાથે કરવામાં આવેલી. પરંતું સ્વાર્થી માણસે તેનો દુરુપયોગ કરય્ો છે….ફાઇન….તો તે દુરુપયોગને અટકાવો તેને તેના સાચા અર્થમા જીવીત કરો. છે કોઇની તાકાત ? દુરુપયોગને સુઘારો અને જીવતા જીવત…સ્વર્ગનો માહોલ રસજો. મરણ પછી સ્વર્ગ કે નરક કોણે જોયા છે ?

    નવીનભાઇની વાત સાથે હું તો સહમત છું.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  12. એકંદરે અંધશ્રદ્ધા દરેક ધર્મમાં અસ્તિત્વ ધરાવે છે. આ પહેલા મેં શ્રીમાન ગોવિંદ ભાઈને ખ્રિસ્તી ધર્મમાં અંધશ્રદ્ધાળુઓ ને ભરમાવવા માટે દેવળ (ચર્ચ) ના પાસ્ટરો કેવી કેવી ધતિંગ રીતો અજમાવે છે તે વિષે એક લેખ મોકલેલ હતો. તે ઉપરાંત અવાર નવાર હું અમારા મુસ્લિમ ધર્મમાં પણ અસ્તિત્વ ધરાવતી અંધશ્રદ્ધાઓ વિષે પણ લખતો રહ્યો છું. લખવાનો હેતુ એ જ કે અંધશ્રદ્ધા દરેક ધર્મ માં ફેલાયેલી છે.

    Liked by 2 people

  13. મિત્રો,
    મેં ભૂલથી મારા વર્ણવ્યવસ્થાના બીજા વિચારો… વૈજ્ઞાનિક અભિગમવાળા લેખમાં લખી દીઘા છે. તો તેને ત્યાં વાંચવા રીક્વેસ્ટ છે.
    આભાર.
    અમૃત હઝારી

    Like

  14. ધાર્મિકો-આસ્તિકો કહે છે કે આ પુરાણો કે બીજા જુના હિન્દ્/સનાતની સાહિત્યોમાં ગૂઢાર્થ છે. જેવું લખ્યુ છે એ જેમનું તેમ જ સમજીએ/માનીએ તો એ વિચિત્ર, કલ્પનાતીત, જુઠું, ગપ્પા લાગે. ચલો માની લઇએ કે એવું જ હશે. પણ સવાલ એ છે કે આ બધામાં ગૂઢાર્થ છે એ કેટલા લોકો માને/સમજે છે? લોકો તો આ બધી જ વાર્તાઓ સાચી માને છે! ગૂઢાર્થ જાણનારા લોકો ખરેખર કેટલા? ૧% લોકો પણ નહી જાણતા હોય. જો આવા જ હાલ હોય તો આ શાસ્ત્રો/સાહિત્યો નકામા સાબિત થાય છે.

    Liked by 1 person

Leave a comment