પાંચ વર્ષની બાળકીને ચીકની ચમેલી કોણ બનાવે છે?

ચાઈલ્ડ આર્ટીસ્ટ પાસે દીવસના અમુક જ કલાક કામ કરાવી શકે એવો કાનુન છે; પણ ડેઈલીશોપમાં કામ કરતાં બાળકલાકારો દીવસના દસથી બાર કલાક સેટ પર હોય છે. શું એમની મમ્મીઓ ત્યાં બેઠીબેઠી ફોન પર ટાઈમ પાસ કરે છે? શું એમના પપ્પાજી પૈસા ગણે છે? રીયાલીટી શોમાં ચીકની ચમેલી પર કમર હલાવતી છોકરીની મમ્મી કયા સપના જુએ છે? આવા શોમાં આવતાં બાળકો શું હકીકતમાં મોટેરાંનો સ્વાર્થ પુરો કરવાનું સાધન છે?

પાંચ વર્ષની બાળકીને
ચીકની ચમેલી કોણ બનાવે છે?

–વર્ષા પાઠક

આપણે ત્યાં એક યા બીજી ટીવી ચેનલ પર બાળકોના (બાળકો માટેના નહીં) ડાન્સ રીયાલીટી શો ખાસ્સા પોપ્યુલર હોવાનું કહેવાય છે. લીટલ ડાન્સીંગ સ્ટાર્સ તરીકે ફેમસ થઈ જતા બાળકોને એવા પ્રોગ્રામ્સમાં નાચતા જોઈને દર્શકો મોઢામાં આંગળા નાખી જાય છે. જો તમે એવો કોઈ શો, એમાંનો એકાદ એપીસોડ પણ જોયો હોય તો મોઢામાં આંગળા નાખવાને બદલે મોઢામાંથી હાયકારો, અરેરાટી નીકળી જાય, એવી લાગણી કોઈવાર અનુભવી છે? પાંચ સાત વર્ષની છોકરીને કેટરીના કૈફ કે મલઈકા અરોરા જેવા કપડાં પહેરીને એ સીનીયર આર્ટીસ્ટ જેવી અદામાં, એમના જેવા હાવભાવ સાથે કોઈ ડબલ મીનીંગ ધરાવતા ગીત પર ડાન્સ કરતી જોઈ છે? અને આવો કોઈ પરફોર્મન્સ જોઈને અસ્વસ્થતા અનુભવવાને બદલે વાહ વાહ કર્યું હોય તો માફ કરજો; પણ એ કીસ્સામાં તમારી અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોઈને મોઢામાંથી લાળ ટપકાવતી વ્યક્તી વચ્ચે કેટલો ફરક કહેવો?

હમણાં આવાજ એક રીયાલીટી શોમાં હીન્દી ફીલ્મોના આઈટેમ સૉન્ગ પર સેક્સી (કે વલ્ગર) સ્ટાઈલમાં ડાન્સ કરતા બાળકોને જોઈને થોડા દર્શકોએ કેન્દ્રના માહીતી અને પ્રસારણ ખાતા (I & B ministry)ને ફરીયાદ કરી. એના પગલે હમણાં સરકારી ખાતાએ દરેક પ્રાઈવેટ ચેનલને સુચના મોકલી છે કે નાની ઉમ્મરના બાળકોને અશ્લીલ, અભદ્ર, સુચક અને અયોગ્ય લાગે એવી રીતે બતાવવાથી દુર રહેવું. અહીં ખાસ નોંધવાનું કે મીનીસ્ટ્રીએ આવા કાર્યક્રમ પ્રદર્શીત કરતી ચેનલ્સ સામે કાનુની પગલાં ભરવાની ધમકી નથી આપી, અરે એવું નહીં કરવાની કડક સુચના પણ નથી આપી. આપી છે માત્ર advisory. તોફાની બાળકને ડાહ્યું થઈ જવા માટે નરમ માબાપો આપે એવી હળવી સુચના. અને તમને લાગે છે કે એની કોઈ અસર થશે? આની પહેલા વર્ષ 2012માં બ્રોડકાસ્ટીંગ કન્ટેન્ટ કમ્પ્લેઈન્સ કાઉન્સીલ (BCCC) તરફથી ટીવી પ્રોગ્રામ્સમાં બાળકોને સેક્સ ઓબ્જેક્ટ્સ તરીકે દર્શાવવા સામે ટીવી ચેનલોને આવી જ એડવાઈઝરી મોકલાઈ હતી; પણ ઈન્ડીયન ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરતા માંધાતાઓ એને ઘોળીને પી ગયા, અને છેલ્લા સાત વર્ષમાં પરીસ્થીતીમાં કોઈ ફરક નથી પડ્યો. પ્રાઈમરી સ્કુલમાં ભણતી હોય એ ઉમ્મરની છોકરીઓ હજીયે આપણી ટીવી સ્ક્રીન પર વલ્ગર લટકા ઝટકા કરે છે, ત્યાં બેઠેલાં આદરણીય જજીસ, જે મોટેભાગે ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં હોય છે, એ આફરીન આફરીનના પોકારો પાડે છે. જો કે મીનીસ્ટ્રી તરફથી આવેલી એડવાઈઝરીને લગભગ તમામ જજીસ તરફથી આવકાર મળ્યો છે. એ બધાંએ એક યા બીજી રીતે બાળકોના વલ્ગર કહેવાય એવા પ્રદર્શન સામે કચવાટ દાખવ્યો છે. જો કે પછી પોતાનો બચાવ પણ કર્યો છે કે એમને તો બાળકો પરફોર્મ કરવા આવે ત્યારે જ ખબર પડે છે અને ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. ફીલ્મમેકર અનુરાગ બાસુના કહેવાનુસાર એણે જો કે એક રીયાલીટી શો વખતે કોઈ બાળકીનો આવો ડાન્સ જોયા બાદ કહી દીધેલું કે હું મારી પોતાની દીકરીને ક્યારેય આવી રીતે સ્ટેજ પર પરફોર્મ ન કરવા દઉં.

અનુરાગ બસુનો આ આભીપ્રાય ટેલીકાસ્ટ થયો કે નહીં, એ હું નથી જાણતી; પરન્તુ એણે સેટ પર જે કહ્યું એ પેલી ટચુકડી પરફોર્મરના માતાપીતાએ તો જરુર સાંભળ્યું હશે. એમને ત્યારે શરમ આવી હશે કે પછી અનુરાગ પર ગુસ્સો આવ્યો હશે, કે પછી આશ્ચર્ય થયું હશે કે લે, મારી બેબીએ આમા શું ખરાબ કર્યું? અને માસુમ બાબા–બેબીને તો સારાનરસાનું ભાન જ ન હોય. થોડા વર્ષ પહેલા આવો કોઈ રીયાલીટી શો જીતી ગયેલા ફૈઝલ ખાનને જો કે લાગે છે કે ઑલ ઈ ઝ વૅલ. એણે હમણાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચેનલો અને આવા પ્રોગ્રામ બનાવનારા બહુ ધ્યાન રાખે જ છે. રીહર્સલ વખતે બાળકોના માબાપ હાજર રહે છે અને એમને પોતાના બાળકોની ચીંતા હોય જ છે. ક્યાંક ખોટું થતું લાગે તો એ વચ્ચે પડી શકે છે.

ફૈઝલે કરેલો આ બચાવ જો કે વધુ ચીંતા ઉપજાવે એવો છે. રીહર્સલ વખતે કોરીયોગ્રાફર એમની પાંચસાત વર્ષની નીર્દોષ દીકરીને ચીકની ચમેલી કે અફઘાન જલેબીની ધુન પર કોઈ સેક્સી આઈટેમ ગર્લની જેમ નચાવી રહ્યો છે એ જોઈને સગાં માબાપ વીરોધ કરી શકે તોયે નથી કરતા. જે વાત પારકાં લોકોને આઘાતજનક લાગે છે, એ એમને બહુ સારી લાગતી હશે? એમને ભાન નથી પડતી કે એમની માસુમ દીકરીને વલ્ગર ચેનચાળા કરતી જોઈને દર્શકોના દીમાગમાં શું શું આવતું હશે, એટલું જ નહીં નાની ઉમ્મરે એ બાળકનું માનસ પણ કઈ દીશામાં વળી જતું હશે?

આપણે ત્યાં માબાપને ભગવાનનો દરજ્જો અપાયો છે, તો સન્તાનના રક્ષણની પહેલવહેલી જવાબદારી કોની? નાના બાળકોના સીધા કે આડકતરા શોષણ માટે ટીવી ચેનલ્સને જવાબદાર ઠેરવાય છે, સરકાર એમને એડવાઈઝરી મોકલે છે; પણ માબાપોનો કોઈ દોષ નહીં? અને કડવી વાસ્તવીકતા એ છે કે આ માબાપો માત્ર અને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. બાળકલાકારોના રક્ષણ માટે જે કાયદા બન્યા છે, એનો ભંગ ટીવી પ્રોડ્યુસર્સ અને ચેનલ્સવાળા ખુલ્લેઆમ કરે છે અને માબાપો એમાં સાથ આપે છે. ચાઈલ્ડ આર્ટીસ્ટ પાસે દીવસના અમુક જ કલાક કામ કરાવી શકે એવો કાનુન છે; પણ ડેઈલીશોપમાં કામ કરતાં બાળકલાકારો દીવસના દસથી બાર કલાક સેટ પર હોય છે. એમની મમ્મીઓ ત્યાં બેઠીબેઠી ફોન પર ટાઈમ પાસ કરે છે અને પપ્પાજી પૈસા ગણે છે. રીયાલીટી શોમાં ચીકની ચમેલી પર કમર હલાવતી છોકરીની મમ્મી સપના જુએ છે કે કોઈ ફીલ્મ પ્રોડ્યુસર એની બેબીને સ્ટાર બનાવી દેશે અને પોતે પછી જલસા કરશે. આવા શોમાં આવતાં બાળકો ભલે લીટલ સ્ટાર્સ કહેવાય પણ હકીકતમાં એ માત્ર મોટેરાંનો સ્વાર્થ પુરો કરવાનું સાધન બનીને રહી જાય છે.

–વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 26 જુન, 2019ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર આપણી વાતમાંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠકઈ.મેઈલ : viji59@msn.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ    ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–07–2019

6 Comments

 1. માં બાપો એટલી નાની ઉંમરથીજ બાળકો ને એટલા ટ્રેન કરવા માંડ્યા છે કે બાળકો નું બાળપણ જાણે આવતુજ નથી.બાળપણ નો આનંદ કરવાને બદલે સીધા જ મોટા સ્ટાર,મોટા અધિકારી બનાવી દેવા માંગે છે.હજુ બરાબર બોલતા ન શીખે ત્યાં private સ્કૂલો માં મૂકી દે,આવા શૉ ની નિતનવી ટ્રેનિંગ આપવા માંડે.એટલે બધા ને સારા માણસ કરતા કંઈક મોટા માણસ બનાવી દેવા છે બાળકો ને.

  Liked by 1 person

 2. પેલા થ્રિ ઇડિયાટ્સ પિકચર માં આવે ને એવું થઈ ગયું છે.દુનિયા એક રેસ નું મેદાન છે જન્મતા ની સાથેજ કે છે ભાગો નહીં તો પાછળ રહી જશો એટલે પછી બાળકો ન દોડાવ છે કલા છે.બાળક ન સેમાં રસ છે એ શું કરવા માંગે છે એ પ્રમાણે એને ભણવા દેવું જોઈએ.પિક્ચર માં પેલા ફરહાન નું આવે છે ને એને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું હોય છે એમ એનું ટેલેન્ટ હોય છે અને એના બાપા એન્જિનિયરિંગ કોલેજ માં મોકલી દે છે.એવું ના હોવું જોય બાળક પર ઠોકી ના દેવાય તારે આ બનવાનું છે પણ એનામાં ક્યુ ટેલેન્ટ છે રસ છે એ પ્રમાણે એને કરવાની છૂટ આપવી જોઈએ તો એમાં એ કંઈક કરી બતાવશે.લિયોનારદો દ વિંચી ને માં બાપ જ નહોતા તોય કેટલું ટેલેન્ટ બતાવ્યું એમ બાળક માં જે હોય એને વિકસવા દેવું જોઈએ

  Liked by 1 person

 3. I guess some parents rob the childhood of their little children. But why?
  They wish to be rich and famous very quickly at the expense if their children who should be enjoying their life. Play!
  Childhood is the foundation as well as the golden period in children’s lives.
  Bollywood culture is brainwashing many minds and the result won’t be so good. Instead, these parents should take their children play in the parks and open spaces. It’s all free too!
  I wonder what will the World look like in 20 years time?
  I say no more.
  Enjoy the time!
  Urmila

  Liked by 1 person

  1. Materialism and Materialism prevailing our society is the cause of all such unethical things going every where . No easy solution.

   Liked by 1 person

 4. ખાસ ભલામણ. આજકાલ દરેક છોકરીઓ/દીકરાઓ ૧૨ થી ઉપરની ઉમરના મોબાઈલ વ્હાટસ અપ વાપરતાજ હોય છે. આમાં મા -બાપનો દોષ છે. જે છોકરીઓ ટયુશનમાં રીક્ષામાં જાય છે તેમને વ્હાટસ અપ થી ઘરે રીક્ષાનો નંબર પેલા મોકલાવો અત્યંત જરૂરી છે. છોકરીને આવતા મોડું થાય તો પોલીસ ખાતામાં તુરત તપાસ કરવી પડે. આ એક સુચન છે. રિક્શાવાલા ખાત્રીવાલા હોય તો ફિકર નાં હોય.

  Liked by 1 person

 5. પાંચ વરસની દિકરી.
  આર્ટીસ્ટ બને…. સ્વાનંદ માટે બને. અને તે થવામાં જો મા બાપ સજ્જનતાનો રોલ ભજવે તો તો દૈવી આશિર્વાદ ગણાય.
  ફિલ્મલાઇનને ઘ્યામાં રાખીને તે બાળકીને…. કે જેને પોતાના શરીરને માટેનું જ્ઞાન, પુરતું નથી હોતું તે બાળકીને તેના મા બાપ ‘ચીપ‘ રસ્તે દોરી રહેતા હોય છે. અચકોમચકો કારેલીની લાઇનમાં બેસાડી દેતા હોય છે. સજ્જનતાનું ઉલ્લંઘન થઇ રહે છે. ફિલ્મીલાઇનના માહોલમાં તે બાળકી ક્યાં તો ખોટુ શીખે છે અથવા તેનો ગેરલાભ ઉઠાવનારા પણ કદાચ મળી રહતા હોય છે. મા બાપની હાજરી મીનીટે મીનીટની દેખભાળ નથી રાખી શકતી.
  સંસ્કૃતિને ઘ્યાનમાં રાખીને આર્ટીસ્ટ બનાવો. સારા ઉમદા અને સમાજમાં નામઘારી ગુરુઓ પાસે સંગીત શીખવો. ભારતનાટયમ્ કે બીજા સાંસ્કૃતિક નૃત્યકળા શીખવો.
  ફિલ્મમાંથી પૈસા કમાવાના ઇરાદા સાથે પાંચ વરસની દિકરીને ખરાબ માહોલમાં ના ઢકેલી દો.

  અમૃત હઝારી

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s