‘ભારતીય વીજ્ઞાન કોંગ્રેસ’ની શરુઆત હનુમાન ચાલીસાના પાઠથી થાય? ભૌતીક વીજ્ઞાન પરની ચર્ચા ગાયત્રી મન્ત્રથી કરાય? શું ઈતીહાસની જેમ વીજ્ઞાનને પણ ફરીથી લખી શકાય? શીક્ષણને આભીજાત્ય, સુવીધાભોગી, કુલીનવર્ગ સુધી સીમીત રાખીને સામાન્ય માનવીની ચેતના અને પ્રતીભાને કચડી નાંખવાનું કાવતરું કોણ કરી રહ્યું છે?
‘વીજ્ઞાન પરીષદ’માં કેટલું વીજ્ઞાન છે?
લેખક : અખીલેશ ચન્દ્ર પ્રભાકર
અનુવાદક : કશ્યપ કાછીઆ
મારા જીવનની તે એક મહત્ત્વની ક્ષણ હતી; જ્યારે હું પંજાબના જાલંધરમાં યોજાયેલી 106મી ‘ભારતીય વીજ્ઞાન કોંગ્રેસ’ (Indian Congress of Science)માં ઉપસ્થીત રહ્યો. અહીં મને એકસાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામેલ ત્રણ નોબેલ પુરસ્કૃત વૈજ્ઞાનીકો પ્રૉફેસર થોમસ સુડોક, પ્રૉફેસર અવરામ હર્ષકો અને પ્રૉફેસર ડંકન હલદાનેને જોવા–સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. બે મહીના પહેલા પ્રૉફેસર અશોક મીત્તલે જ્યારે આ ‘સાયન્સ કોંગ્રેસ’ના આયોજન વીશે મને જણાવ્યું હતું ત્યારથી હું તેમાં ભાગ લેવા બહુ ઉત્સાહીત હતો. મને આશા હતી કે મારી અત્યારની વીજ્ઞાન વીશેની અધુરી સમજને વીકસીત કરવામાં આ હાજરી મદદ કરશે. મને અપેક્ષા હતી કે દેશના જાણીતા વૈજ્ઞાનીકો ‘સાયન્સ કોંગ્રેસ’માં ભાગ લેશે. જો કે અહીં તો કેટલાય લોકોને કેટલીક યુનીવર્સીટીઓમાંથી વૈજ્ઞાનીકોના નામે બોલાવાયા હતા.
મને સૌથી વધારે દુ:ખ ત્યારે થયું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદઘાટન ભાષણ પહેલાં જાહેરાત થઈ કે ‘સાયન્સ કોંગ્રેસ’ની શરુઆત હનુમાન ચાલીસાના પાઠથી થશે! ભૌતીક વીજ્ઞાન પરની ચર્ચા, ધનબાદ આઈ.આઈ.ટી.ના ડૉ. રોયે, ગાયત્રી મન્ત્રથી કરી. હું તેમના ચાલુ ભાષણે જ ઉભો થઈ ગયો કેમ કે મને ખુબ અકળામણ થતી હતી. ભાઈ, ‘વીજ્ઞાન ફક્ત વીજ્ઞાન છે…’ આર.એસ.એસ. ઈતીહાસની જેમ વીજ્ઞાનને પણ ફરીથી લખી ન શકે.
‘સાયન્સ કોંગ્રેસ’ના અઠવાડીયાના આયોજન પર અંદાજે રુપીયા 17 કરોડ ખર્ચ થયો છે. દસ હજાર લોકો આ ઈવેન્ટની તૈયારીમાં જોડાયેલા છે. પછી આ સાયન્સ કોંગ્રેસની મજાક ઉડાવી શકાય નહીં. આપણામાં સ્પષ્ટ દૃષ્ટીકોણ છે કે, ભૌતીક પદાર્થથી બનેલા આ સંસારમાં સાબીત થઈ ચુકેલું જ્ઞાન જ વીજ્ઞાન છે. હવે સમય આવી ગયો છે કે, વીજ્ઞાને જનઆંદોલનનું રુપ ધારણ કરવું પડશે અને તમામ પ્રકારની રુઢીચુસ્તતા, પાખંડ, વહેમ, પુર્વગ્રહો, કુરીતીઓ, ખોટી ધાર્મીક માન્યતાઓ અને અન્ય અવૈજ્ઞાનીક વીચારધારાઓ સામે લડવા માટે જનઆંદોલન કરવું પડશે.
વડાપ્રધાન મોદીએ આ સાથે ચોથી વખત ‘અખીલ ભારતીય કોંગ્રેસ’નું ઉદઘાટન કર્યું છે. દરેક વખતે એ જ વાત થતી રહી છે : વીશ્વગુરુ, વૈશ્વીક મહાસત્તા, ડીજીટલ ભારત, શ્રેષ્ઠ ભારત, આધુનીક ભારત… આ સમયે નવું સુત્ર આપ્યું ‘જય જવાન, જય કીસાન, જય વીજ્ઞાન, જય સંશોધન’; પણ તેઓએ કે તેમની સરકારે સંશોધન પર બે ટકાથી ઓછું બજેટ શા માટે આપ્યું છે? કેન્દ્રના વીજ્ઞાન મન્ત્રી ડૉ. હર્ષવર્ધને પોતાના પ્રવચનના70 ટકા હીસ્સામાં વડાપ્રધાનના વખાણ કર્યા. તેમની પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ નથી કે આ આધુનીક તેમ જ પ્રગતીશીલ ભારત દેશના નીર્માણ માટે વૈજ્ઞાનીક વીચારસરણી, વૈજ્ઞાનીક ચીન્તન, વૈજ્ઞાનીક પરીપ્રેક્ષ્ય, વૈજ્ઞાનીક ચેતનાની જરુરીયાત માટે વૈજ્ઞાનીક શીક્ષણ પદ્ધતીની આવશ્યકતા છે. આર.એસ.એસ.ની મોદી સરકાર પોતે જ શીક્ષણને આભીજાત્ય, સુવીધાભોગી, કુલીનવર્ગ સુધી સીમીત રાખીને અને કથીત રામ મન્દીર વીશે આન્દોલન દ્વારા સામાન્ય માનવીની ચેતના અને પ્રતીભાને કચડી નાંખવાનું કાવતરું કરી રહી છે.
લેખક : અખીલેશ ચન્દ્ર પ્રભાકર
અનુવાદક : કશ્યપ કાછીઆ
વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’(નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027)ના 16 જુન, 2019ના અંકના પાન 13થી 14 ઉપરથી, લેખક, અનુવાદકના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 09–08–2019
લેખકે સત્ય રજૂ કર્યું છે.
LikeLiked by 2 people
દેશનું દુર્ભાગ્ય કે હજુ પણ- ચંદ્રયાન 2 છોડ્યા પછી પણ- આ લેખમાં જણાવાયું છે તે મનોવૃત્તી જોવા મળે છે. ઉદ્ઘાટન માટે પણ વીજ્ઞાન પ્રતી પ્રેમ જગાડી શકે તેવી કોઈ વ્યક્તી એ લોકોને મળી શકતી નથી. બધાં ઉદ્ઘાટન વડાપ્રધાને જ કરવાનાં હોય? “આધુનીક તેમ જ પ્રગતીશીલ ભારત દેશના નીર્માણ માટે વૈજ્ઞાનીક વીચારસરણી, વૈજ્ઞાનીક ચીન્તન, વૈજ્ઞાનીક પરીપ્રેક્ષ્ય, વૈજ્ઞાનીક ચેતનાની જરુરીયાત માટે વૈજ્ઞાનીક શીક્ષણ પદ્ધતીની આવશ્યકતા છે. ”
હાર્દીક આભાર ગોવીન્દભાઈ તથા એના લેખકનો.
LikeLiked by 1 person
મિત્રો,
અખીલેશ પ્રભાકરજીની વાત તો આપણને ગમે તેવી છે. સાચી પણ છે. કશ્યપ કાછીઆજીનો અનુવાદ કે ભાવાનુવાદ પણ ગમે તેવો છે.
પ્રભા…તેજ…..પાથરનારા…પ્રભાકર જનજાગૃતિની વાત કરે છે…જનઆંદોલનની વાતો કરે છે. થોડું અશક્ય લાગે છે.
જ્યાં ૭૦ ટકા લોકો અભણ છે. લગભગ ૯૦ ટકા લોકો ઘર્માંઘ છે….જેમાં ડોક્ટરો, વકીલો, પ્રફેસરો..અને વિજ્ઞાનીઓ પણ…બઘા જ ઘર્મમાં માને…અને …જેમના લોહીમાં ઘર્મ વહેતો હોય તેને કેવી રીતે સુઘારવા ? પરદેશી વિજ્ઞાનીઓ તો માની લેશે કે આ લોકો આ પ્રકારની કોઇ પૂજા કરતા હશે….ચલાવી લો…..જ્યાં સુઘી તેમને લાગે વળગે છે તે છે….વૈજ્ઞાનીક સંશોઘન અને તેના દ્વારા મળેલું પોઝીટીવ પરિણામ. ભારતીય યુવા વિજ્ઞાનીઓની પરદેશમાં મોટી માંગ છે…તેની ઇન્ટેલીજન્સ માટે…..
આજે મેં મારા વિચારોમાં થોડી છૂટ મુકી છે જે વઘું મનનનું પરિણામ છે. હું પણ આ ઘર્મોની હાજરી…ને માનતો નથી….પણ આંખમીચામણા કરી લેવા તૈયાર છું.
અમુક વખતે આંખમિચામણા કરી લેવા હિતાવહ બને છે. પોતાનું લોહી ઉકાળવાથી કોઇ ફાયદો નથી થતો…..ચલાવી લો….આંખમીચામણા કરો….પણ વૈજ્ઞાનિક સફળ પરિણામો દુનિયાને આપો. અવકાશ વિજ્ઞાનમાં ભારતની પ્રગતિ બેમિસાલ છે….તેના સાઉથ ઇન્ડીયન વિજ્ઞાનીકો ઘર્મમાં માનતા હોય છે. નવી સ્ટીમરના સમુદ્રમાં તરતી મુકવાના પ્રસંગે હાર ચઢાવીને નારિયેળ પણ ફોડે છે….
આપણા વિજ્ઞાનિકોમાં બન્ને….વિજ્ઞાન અને ઘર્મ….સમાયેલા છે. …..અેવું માનીને તેમને વૈજ્ઞાનિક સંશોઘનમાં પ્રગતિ કરવાની શુભેચ્છા આપીઅે.
LikeLiked by 1 person
Rss वाला शीतला सातम ना ठंडु खावाथी वीटामीन B12 वधे तेवा अवैज्ञानिक पेमप्ट छपावे , देश आनाथी बचावे
LikeLiked by 1 person
દેશના pm જ જો અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતા હોય અને વાતો મહાસત્તા બનવા ની કરે એ ક્યાથી બને.. ખરેખર તો દેશમાં જે પ્રતિષ્ઠિત જન પ્રતિનિધિ ઓ હોય તે ઓ એ જ અંધશ્રધ્ધા, વહેમ જેવી બદીઓને ખુલ્લા પાડી આમ પબ્લિક માટે દાખલો બેસાડવો જોઈએ, લોકો પણ નેતા, અભિનેતા, ગુરૂઓ, બાવાઓ, મોલવીઓ પાદરીઓની વાતો માં વિશ્વાસ રાખે છે. જેથી દેશની બરબાદી માટે તેઓ જ ભારોભાર જવાબદાર છે.
❤️🙏❤️
ધન્યવાદ સાહેબ.
LikeLiked by 1 person