એક વ્યક્તીમાં જેકીલ અને હાઈડ હોઈ શકે?

શું એક જ માણસ એકથી વધુ વ્યક્તીત્વો લઈને જીવતો હોય? તે દરેક વ્યક્તીત્વને પોતપોતાની અલગ ટેવો, ઓળખો… પોતપોતાના અલગ વીચારો, વ્યવહારો હોય? શું તે દરેક વ્યક્તીત્વની એક અલગ જ ‘આઈડેન્ટીટી’ હોય? [……………………]

ડૉ. મુકુલ ચોકસી છેલ્લા ત્રણ દાયકાથી સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ તરીકે પ્રૅક્ટીસ કરી રહ્યા છે. ડૉ. મુકુલભાઈનું પુસ્તક આ મનપાંચમના મેળામાં દ્વારા સુજ્ઞ વાચકમીત્રોને મનોવૈજ્ઞાનીક સુઝ અને જાણકારી મળે તેમ જ બહુજન સમાજનું માનસીક સ્વાસ્થ્ય જળવાય તેવા હેતુસર આ પુસ્તકની લેખમાળા શરુ કરવા અંગે વાચકમીત્રોના પ્રામાણીક પ્રતીભાવોની મને પ્રતીક્ષા રહેશે. –ગોવીન્દ મારુ

એક વ્યક્તીમાં જેકીલ અને હાઈડ હોઈ શકે?

–ડૉ. મુકુલ ચોકસી

‘પપ્પા! આ ડૉ. જેકીલ ઍન્ડ મી. હાઈડની વાર્તા સત્યઘટના ઉપર આધારીત છે? શું વાસ્તવીક જીવનમાં આવું બની શકે ખરું? ટી. વાય. બીએસ. સી.માં ભણતો મારો એકવીસ વર્ષનો પુત્ર મને પુછી રહ્યો હતો.

‘કેમ નહીં, દર્પણ?’

મેં કહ્યું, ‘વાસ્તવીક જીવનમાં તો આનાથીય વધુ રોચક બનાવો બનતા હોય છે. ડૉ. જેકીલને ‘મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર’ નામનો એક માનસીક રોગ થયો હતો, જેને લીધે તે વારાફરતી બે અલગ અલગ વ્યક્તીત્વો ધારણ કરનાર વ્યક્તી બની જતી. અલબત્ત, આ તો નવલકથા હતી; પરન્તુ વાસ્તવીક જગતમાં આ રોગનો ભોગ બનનાર વ્યક્તીઓ ઘણી વાર ત્રણ કે ચાર અને ક્યારેક તો પાંચ, સાત જુદા જુદા વ્યક્તીત્વો ધરાવતી હોય છે; પણ દર્પણ! તારે આ જાણવાની જરુર કેમ પડી?

‘મારા અભ્યાસક્રમમાં આ નોવેલ છે પપ્પા! મારા સર કહેતા’તા કે તારા પપ્પા સાઈકીઆટ્રીસ્ટ છે. તો તેમની પાસેથી જાણી લાવજે કે આવી વાતમાં કેટલું તથ્ય હોય!’

અચાનક મારા મનમાં એક ઝબકારો થયો. મને દસેક વર્ષ પહેલા મારી મુલાકાત લેનાર એક બંગાળી છોકરો ઋષીકેશ અને એની પત્ની વીશાખા યાદ આવ્યા. ઋષીકેશને જેકીલ ઍન્ડ હાઈડવાળો આ રોગ થયો હતો. તેની સારવાર અર્થે અમારા સાઈકોલૉજીસ્ટ અને બીહેવીયર થેરાપીના નીષ્ણાત સહુ એક મહીના સુધી અત્યન્ત વ્યસ્ત અને ત્રસ્ત રહ્યા હતા.

મેં દર્પણ સામે જોયું અને કહેવાનું શરુ કર્યું. ‘સાંભળ! હું તને વાસ્તવીક જીવનમાં બનેલો અને મેં જાતે જોયેલો ‘મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર’નો એક કીસ્સો કહું છું. એનું નામ ઋષીકેશ. 30 વર્ષનો ફુટડો યુવાન પણ સ્વભાવે ખુબ શાંત અને એકલપટો. તેની લાગણીઓ તે ક્યારેય ખુલ્લા દીલે વ્યક્ત ન કરી શકતો. તે ક્યારેક હસતો કે રડતો જોવા મળે. એટલું જ નહીં, તે કોઈને બે વાક્ય પણ નહીં કહી શકતો. ક્યારેક એવું લાગે કે જાણે તેનામાં આત્મવીશ્વાસનો અભાવ છે, તો ક્યારેક લાગે કે તેનામાં કોઈ આવડત જ નથી. સત્ય એ હતું કે તેનામાં બન્ને નહોતા.

‘મારી અને ઋષીકેશની પહેલી મુલાકાત વીશાખા દ્વારા થઈ. વીશાખા ઋષીકેશની પત્નીનું નામ. તેઓનાં લગ્નને પાંચેક વર્ષ થયાં હશે. વીશાખાની ઉમ્મર 28 જ વર્ષની હતી; પરન્તુ એની પરીપકવતા અનેક ગણી વધારે હતી. તેણે મને ઋષીકેશના વર્તન માટે કન્સલ્ટ કર્યો અને તેઓના લગ્નજીવનની દુ:ખદ ઘટનાઓ મારી સમક્ષ વર્ણવી.

વીશાખાએ મને જે કંઈ કહ્યું તે સાંભળીને શરુઆતમાં તો કોઈને પણ એમ જ થાય કે તેનો પતી પણ આજકાલના બીજા પતીઓ જેવો જ હશે, જેઓ દારુ પીને, ગાળગલોચ કરીને ગામનો ગુસ્સો પત્ની પર કાઢતા હોય અને અત્યાચાર કરતા હોય; પણ વીશાખાનો પતી કંઈક જુદો જ હતો.

તેનું વર્તન ઘણી વાર ઓચીતું જ બદલાઈ જતું આવું મોટે ભાગે રાત્રીના સમયે બનતું. ઋષીકેશ અચાનક પથારીમાંથી ઉભો થઈ જતો અને બીજા રુમમાં જઈ કપડાં બદલીને નવા કપડાં પહેરી આવતો. અને તે ક્ષણથી જ, તેનો અવાજ, તેનો ચહેરો, તેની આંખો, તેના હાવભાવ, ચાલ–ચલગત, સ્વભાવ બધું જ બદલાઈ જતું. અચાનક તે એકદમ રુઆબભેર જુસ્સાથી બોલવા માંડતો : ‘હું તારો પ્રેમી છું વીશાખા, હું ઋષીકેશ નથી. હું ઈન્દ્ર છું અને તું મારી અપ્સરા છે. આજે હું તને પારાવાર પ્રેમ કરીશ. આજે તું સમ્પુર્ણપણે મારી છે.’

જો વીશાખા જરા પણ આનાકાની કરવા જાય તો તે એકદમ ગુસ્સે થઈ જતો અને આવેશમાં આવી જતો. તે એવો આગ્રહ રાખતો કે વીશાખા તેને ‘ઈન્દ્ર’ કહીને બોલાવે. પછી તે વીશાખાને કઠોર રીતે સ્પર્શતો. તેને પોતાની ભીંસમાં ગુંગળાવી દેતો અને બેફામ આવેગપુર્વક ચુંબનો કરતો. એકવાર વીશાખા તેના આ વર્તનથી ત્રાસીને દુર ખસી ગઈ તો ઋષીકેશે તેને બરડા પર જોરથી લાત મારી દીધી, વાત આટલેથી અટકતી નહોતી. ઋષીકેશનું ગાંડપણ, તેનો ઉન્માદ ધીમે ધીમે વધતા અને ચરમ સીમાએ પહોંચતા. જ્યારે તે વીશાખાને પ્રેમાળ શબ્દોથી નવાજતો, એ સાથે જ તેના તીક્ષ્ણ નખથી વીશાખાની કોમળ ત્વચા પર ઉઝરડા પાડતો અને છેવટે વીશાખાની ઈચ્છા વગર તેની સાથે શરીરસુખ માણતો અથવા બીજા શબ્દોમાં કહીએ તો બળાત્કાર કરતો.

પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે આમ થયા બાદ તરત જ તેનું સ્વરુપ બદલાઈ જતું. સમ્ભોગની ક્ષણ પહેલાનો હીંસક, પાશવી, ક્રુર, જડ અને પોતાને ‘ઈન્દ્ર’ કહેવડાવનાર ઋષીકેશ અચાનક એકદમ ઋજુ, કોમળ અને લાગણીશીલ બની જતો. પોતાના પર થયેલા અત્યાચારને કારણે ડુસકા ભરતી વીશાખાને છાની રાખતો અને આશ્વાસન આપતો. તેને વાંસે હળવેકથી હાથ પસરાવતો તે ત્યાં જ બેસી રહેતો અને ક્યારેક ધીમે અવાજે કહેતો, ‘રડ નહીં વીશા! આમ જો! હું આવ્યો છું! તારો દેવતા ગણેશ! હું તારું દુ:ખ દુર કરવા આવ્યો છું. વહાલી! ચાલ રડવાનું બન્ધ કરી દે જોઉં!’ પછી તે વીશાખાના ઉઝરડા પર મલમ લગાડી આપતો અને તેને પોતાના ખોળામાં, મા બાળકને ઉંઘાડે તેમ ઉંઘાડી દેતો.

વીશાખાના કહેવા પ્રમાણે આવું પહેલી વાર ત્યારે બન્યું હતું જ્યારે તે ચાર મહીનાની લાંબી માંદગી પછી હૉસ્પીટલમાંથી ઘરે આવ્યો હતો. ત્યારે તેને ખબર પડી હતી કે તે ગાળામાં વીશાખા કોઈ અન્ય પુરુષ સાથે લાગણીનો સમ્બન્ધ બાંધી બેઠી હતી. અલબત્ત, એ પુરુષ તો તે જ મહીને કાયમ માટે વીદેશ ચાલ્યો ગયો હતો; પણ એની સાથેના વીશાખાના ટુંકા સમ્બન્ધની માહીતી મળતા જ તે આઘાતથી મુઢ થઈ ગયો હતો. બરાબર તે જ રાતે તેણે પહેલી વાર આવું વીચીત્ર વર્તન કર્યું હતું. ત્યાર બાદ જ્યારે જ્યારે તે પોતાનું સ્વમાન ઘવાય એવી સ્થીતીમાં મુકાઈ જતો હોય ત્યારે એને આવા વર્તનના હુમલાઓ આવતા. ઉપરાંત જ્યારે જ્યારે વીશાખા સાથે શરીરસુખ માણ્યા વગરના લાંબા ગાળાઓ પસાર થતા ત્યારે પણ તેનું વર્તન વીચીત્ર થઈ જતું.

અને આ પ્રકારનું વર્તન તેના જીવનનો એક ભાગ બની ગયું. જ્યારે તે વ્યક્તીગત કે જાતીય તાણથી મુક્ત રહેતો ત્યારે હરહમ્મેશ જેવો ઋષીકેશ હતો : એકાકી, દબાયેલો, ભીરુ, શાંત, અન્તર્મુખી. જ્યારે તે તાણ અનુભવતો ત્યારે ઈન્દ્ર બની જતો : વાચાળ, જટીલ, પાશવી, અનવરુદ્ધ, નીર્બંધ, અસહ્ય. અને જ્યારે તેનો ગાળો પુરો થતો કે તરત તે ગણેશમાં ફેરવાઈ જતો : ઉદાર, સહનશીલ, માયાળુ, ભાવુક, પરોપકારી, પોતીકો, સ્વજન.’ આટલું બોલીને હું એક પળ અટક્યો; પછી દર્પણ સામે જોઈ બોલ્યો. ‘તારા સરને કહેજે કે ડૉ. જેકીલ ઍન્ડ મી. હાઈડ વાસ્તવીક જીવનમાં પણ શક્ય છે.’

પરન્તુ દર્પણને હજુય કંઈક જાણવાની ઈચ્છા બાકી હોય તેમ લાગ્યું. તે બોલ્યો, ‘તાણ તો ઘણા માણસોને હોય છે! તેઓ બધા કંઈ ઋષીકેશની જેમ થોડા વર્તે છે?’

‘અમે પણ એ જ વીચાર્યું હતું.’ હું બોલ્યો ને પછી ઉમેર્યું, ‘ઋષીકેશમાં એવું કંઈક હોવું જોઈએ જે એને બીજા બધાથી જુદો પાડે અને તેના વર્તનના પૃથ્થકરણથી અમે એવા તારણ પર આવયા કે તે પોતાની લાગણીઓને બરાબર વ્યક્ત નહોતો કરી શકતો. તેનામાં એસર્ટીવનેસનો અભાવ હતો. તેણે પોતાની તીવ્ર ઉર્મીઓને દબાવી રાખવી પડતી હતી. તેના વર્તન ઉપરાંત તેના ભુતકાળમાં પણ કેટલીક વસ્તુઓ એવી મળી આવી જે તેની આ ‘મલ્ટીપલ પર્સનાલીટી’ (બદલાતા વ્યક્તીત્વો) માટે કારણભુત હોય. દા.ત.; તેના શોખો. ઋષીકેશને મનોવીજ્ઞાનના અભ્યાસનો શોખ હતો. તે પોતે સાઈકોલોજીના વીષયમાં સ્નાતક થયો હતો. આથી ‘મલ્ટીપલ પર્સનાલીટી’ જેવા ભાગ્યે જ થતા રોગોનો તેને પરીચય હતો. આ ઉપરાંત ‘થ્રી ફેઈસીસ ઑફ ઈવ’ (ઈવના ત્રણ ચહેરા) નામનું એક પુસ્તક તેને ખુબ પ્રીય હતું. જેમાં ‘મલ્ટીપલ પર્સનાલીટી’નું વીસ્તૃત વર્ણન છે.

અને એટલે જ તેના જીવનમાં જ્યારે પહેલીવાર અસહાયપણા અને લાચારીની મનોદશા આવી ત્યારે તેની બધી લાગણીઓ એકમેકથી અલગ થઈ (ડીસોસીએશન). તેના વ્યક્તીત્વના ઉદ્વેગ–આવેશ જાહેર કરવો, સામનો કરવો, સખતાઈ દાખવવી, બળવાખોર વૃત્તીઓ પ્રદર્શીત કરવી– વગેરે એકઠા થઈ એક નવા જ મજબુત, બેપરવા, નીર્દય વ્યક્તીત્વમાં એકત્ર થયા; જે વ્યક્તીનું નામ તેણે ‘ઈન્દ્ર’ આપ્યું. હવે આ ‘ઈન્દ્ર’ નામ પણ એટલા માટે સુચક છે કે પહેલું તો તે નામ દેવોના રાજાનું છે અને બીજું એ કે વીશાખાનો જેની સાથે સમ્બન્ધ થયો હતો તે યુવાનનું નામ પણ ઈન્દ્રજીત હતું. આમ ઋષીકેશ પોતે જે વીશ્વાસ ને આક્રમકતાપુર્વક નહોતો વર્તી શકતો તે હવે ‘ઈન્દ્ર’નું મહોરું ધારણ કરીને વર્તવા માંડ્યો.

આમ કરવાથી તેને બે ફાયદા થતા. એક તો પોતાના મનમાં દબાયેલી તમામ અસન્તોષની નીર્બળતાની અને પ્રણય–વૈફલ્યની વેદનાને તે સ્પષ્ટ સ્વરુપે તેની પત્ની સમક્ષ વ્યક્ત કરી શકતો થયો અને સાથોસાથ બીજો ફાયદો એ થયો કે અલગ વ્યક્તીત્વ જ ઉભું કરી દેવાથી તેને વીશાખાના પ્રતીકારનો ડર ન રહ્યો. જો વીશાખાએ પોતાના આવા પાસાઓનો વીરોધ કરવો હોય તો તે ઋષીકેશ પ્રત્યે નહીં બલકે ‘ઈન્દ્ર’ પ્રત્યે પોતાનો રોષ કે તીરસ્કાર દેખાડતી. આથી ઋષીકેશને વીશાખાનાં પ્રેમ તથા સહાનુભુતી ગુમાવવાનો વારો ન આવ્યો. અને એટલે જ ઋષીકેશનું ત્રીજું વ્યક્તીત્વ પણ નવા જ નામ ધરાવતા માણસ તરીકે પ્રગટ થયું. જે દ્વારા ઋષીકેશ પોતાના વીશાખા પ્રત્યેના તમામ અવ્યક્ત પ્રેમ, કરુણા, હુંફ, નીષ્ઠા વગેરે દર્શાવી શકતો. જેમાં તેને વીશાખા તરફથી કોઈ પણ પ્રકારના અનાદર કે ઉપેક્ષાનો ડર નહીં રહેતો.’ આટલું બોલીને હું અટક્યો. મારો પુત્ર દર્પણ એકચીત્તે મનોજગતની આ સંકુલતાઓ સાંભળતો બેઠો હતો.

‘છેલ્લો પ્રશ્ન.’ તે બોલ્યો.

અને હું બોલી ઉઠ્યો, ‘મને ખબર છે તું શું પુછવા માગે છે. એ જ ને કે ઋષીકેશનું શું થયું? તો સાંભળ–

‘ઋષીકેશને અમે ‘સોશીયલ સ્કીલ્સ’ અને ‘એસર્ટીવનેસ’ ટ્રેઈનીંગ આપવાનું નક્કી કર્યું. પોતાની દરેક સારી અને માઠી લાગણીઓ તે વ્યક્ત કરતો થાય તેવું તેને શીખવાડવામાં આવ્યું અને વીશાખાને શીખવાડવામાં આવ્યું કે તેનો પતી લાગણીઓ વ્યક્ત કરતો હોય ત્યારે કઈ રીતે ધ્યાનપુર્વક સાંભળવું અને કઈ રીતે તેની પ્રતીક્રીયા અને પ્રતીભાવ આપવા. આ બધી જ ટ્રેઈનીંગ ચોક્કસ આયોજન અને સ્પષ્ટ સમજ સહીત લેવાની હતી.’

‘તું માનશે દર્પણ? આ પ્રકારની થેરાપીના થોડા જ અઠવાડીયાઓ બાદ તેઓના જીવનમાં એકદમ ફેરફાર આવી ગયો. ઋષીકેશને આવતા હુમલાઓ બન્ધ થઈ ગયા. તે ‘ઈન્દ્ર’ અને ‘ગણેશ’ને ભુલી ગયો. હવે તે વધુ સ્વસ્થતા અને સરળતાથી પોતાની જાતને અભીવ્યક્ત કરતો હતો. વીશાખા પણ નીરાશામાંથી બહાર આવી ગઈ હતી. અને સૌથી વધુ મહત્ત્વનું તો એ કે તેઓનું અંગત જીવન વધુ રસપ્રદ બન્યું હતું. જાતીય જીવનમાંથી ઉડી ગયેલો આનન્દ તેઓએ ફરી પાછો મેળવ્યો અને અમારામાંથી છુટા પડાયાના નવ વર્ષ સુધી તેઓને ફરીથી કોઈ મુશ્કેલી પડી નહોતી.’

એકવીસ વર્ષના દર્પણને આ બધું સમજવાનું અઘરું પડતું હતું; પણ તેને એટલું જરુર સમજાયું કે માણસોને તરહતરહની સમસ્યાઓ હોય છે અને તેના તરહતરહના ઉકેલ પણ હોય છે.

‘મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર’

એક જ માણસ એકથી વધુ વ્યક્તીત્વો લઈને જીવતો હોય છે. ક્યારેક બે, ત્રણ, પાંચ, દસ અને ક્યારેક તો એથીય વધારે. એક વ્યક્તીત્વ ‘રમણભાઈ’, બીજું ‘જ્હોન’ અને ત્રીજું ‘યુસુફ’ હોય તો દરેકને અલગ નામો હોય એટલું જ નહીં, દરેક વ્યક્તીત્વને પોતપોતાની અલગ ટેવો, ઓળખો… પોતપોતાના અલગ વીચારો, વ્યવહારો હોય છે. ટુંકમાં દરેક વ્યક્તીત્વની એક અલગ જ ‘આઈડેન્ટીટી’ હોય છે.

ઘણી વાર રમણભાઈને ‘જ્હોન’ કે ‘યુસુફ’ વીશે ખબર નથી હોતી; પણ ક્યારેક ‘જ્હોન’ને ‘યુસુફ’ વીશે ખબર હોય (છતાં ‘યુસુફ’ને ‘જ્હોન’ વીશે ખબર ન હોય) એવું બની શકે.

‘થ્રી ફેસીસ ઑફ ઈવ’થી જાણીતા થયેલા આ ‘ડીસોસીએટીવ’ પ્રકારના રોગમાં વ્યક્તી એટલી હદે બદલાઈ જતી હોય છે કે ક્યારેક તો ‘રમણભાઈ’માંથી ‘જ્હોન’ કે ‘યુસુફ’ થતી વખતે સરનામા, હસ્તાક્ષરો, ચશ્માના નમ્બરો વગેરે સુદ્ધાં બદલાઈ જતાં હોય છે અને આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તીત્વમાંથી બીજું બદલાતા આંખના પલકારા જેટલોય સમય નથી લાગતો.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 3જો લેખ, પુસ્તકનાં પાન 29થી 33 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30–08–2019

18 Comments

 1. સરસ.
  મેચ્યોર વિશાખા અને પ્રેમીવાળી વિશાખા ? આ વાત કારણભૂત બની…ઋષિકેશના મલ્ટીપલ પર્સનાલીટી ડીસઓર્ડર રોગનું બનવુંા માટેનું. જ્ે પુરુષ પત્નિ પ્રત્યે ઓનેસ્ટ હોય…બીજા લફરાવાળો ના હોય તે તેની સ્ત્રીના બદચલનને કેવી રીતે સહન કરી શકે ? તે પોતાનો ગુસ્સો વિશાખા ઉપર…રાતના જ કાઢતો…કેમ ? પતિ પત્નિના પ્રેમના કલાકોનો જ તે સમય હોય છે. તે દ્વિઘામાં છે….બેવફા પત્નિ અને તેની પ્રેમાળ પત્નિના બે જુદા જુદા વ્યક્તીત્વમા. અને તે પોતાની બેવફા પત્નિને મારઝુડ કરતો….
  રામાયણમાં દસ માથાવાળો રાવણ કોઇ દસ માથા લઇને ફરતો ન્હોતો…તેના પણ દસ જુદા જુદા વ્યક્તિત્વો હતાં…મલ્ટીપલ પર્સનાલિટી ડીસઓર્ડરના રોગના બનેલા….રામાયણના સમયમાં આ રોગને કોઇ જાણતુ નહિ હોય. નિદાન ક્યાંથી થાય ?
  મારું માનવું છે કે હરકોઇ માનવી સ્ત્રી કે પુરુષ તેના જીવનમાં આ રોગથી પીડીત હોય જ છે…કદાચ તેની માત્રા અેટલી ના હોય કે તેને રોગ કહી શકાય.
  દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન પહેલાં અને લગ્ન બાદ તેના સગાઓને…બદલાયેલા લાગે છે…પીયરમા જુદા અને સાસરામાં જુદા.

  ાઋષિકેશના રોગનું મુખ્ય કારણ તેની બેવફા પત્નિ હતી. વિશાખાઅે જો તેના પતિના પગ પકડીને પોતાની ભૂલ સ્વિકારીને હૃદયપૂર્વક માફી માંગી હોત તો કદાચ ઋષિકેશની આ હાલત થઇ નહિ હોત.

  કોઇપણ આઘાતજનક કારણ વિના આ રોગ નું થવું શક્ય નહિ જ હોય.

  વિશાખા જો ઇન્દ્રના પ્રેમમાં પડી જ ના હોત તો ઋષિકેશને આ રોગ થયો જ નહિ હોત….તેની ખાત્રી હું આપું છું.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. સરસ વિષય અને અમૃતભાઈની સરસ કોમેન્ટ. ખાતરી આપવી વધુ પડતું ન કહેવાય અમૃતભાઈ ?☺️😊

  Liked by 1 person

 3. સ્નેહી મૂળજીભાઇ,
  આભાર.
  સ્ત્રીની બેવફાઇ ભલભલાના ઘર બરબાદ કરી દેતી હોય છે. તેની સામે પતિપ્રત્યે વફાદારી જીવનનૈયાને સરસ રીતે આનંદથી પાર કરાવે છે. આટલું તો લોકચલણમાં છે. સ્ત્રીની બેવફાઇ ખૂનખરાબા સુઘી પહોંચી જતી હોય છે અહિં બીચારો, સામાન્ય લોકોની બોલીમાં…ગાંડો થઇ ગયો……

  મને લાગે છે કે જીવનનૈયા પાર પાડવા સ્ત્રીની વફાદારી જરુરી છે. ( આ પુરુષપ્રઘાન દેશ કે દુનિયા છે.)

  શ્રી રામે કોઇકના કહેવાથી સીતાજીનો ત્યાગ કર્યો હતો…..સેઇમ સાયકોલોજી……..

  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. વિશાખા જો ઇન્દ્રના પ્રેમ ચક્કરમાં પડી જ ના હોત તો આ ઋષિકેશ બદલાયેલો જ નહિ હોત. સવાલ જ ઉભો થયો નહિ હોત. કેસ જ બન્યો નહિ હોત.
   અમૃત હઝારી.

   Like

 4. હવે તો વિચાર અવી ગયો હશે કે હું નજીકમાં ક્યાંક છું. યસ, હું અત્યારે Philly ma chhu.

  Liked by 1 person

 5. સ્નેહી મુળજીભાઇ,
  ઘણા લાંબા સમયે તમારા તરફથી સાંભળવા મળ્યું. કેમ છો ? તબીયત કેમ છે ? બાળકો કુશળ હશેં
  ગુજરાત દર્પણમાં શ્રી સુભાષ શાહનો કોન્ટેક કરશો. મળવાનું ગોઠવી શકાય કે કેમ , તેની વાત થઇ શકે. ઉનાળો બીઝી બીઝી રહે છે. ભૂપેન્દ્રસિહ રાઓલ, તેમના દિકરાઓને બીઝનેસમાં મદદ કરે છે અને પોતાના વિચારોની આપ લે ફેસબુક ઉપર મિત્રો સાથે કરતાં રહે છે.
  આભાર. તંદુરસ્તી ઇચ્છું છું.
  અમૃત હઝારી.

  Like

 6. આભાર, પણ મળવાનું શક્ય નથી લાગતું. 2 તારીખના પાછા જઈએ છીયે. ફોન નંબર મોકલો તો ફોન કરું.

  Like

  1. Muljibhai,
   Subhash Shah. Gujarat Darpan. Ph: 732-404-0096. And 732-983-9286.
   Thanks. Regards.
   Amrut Hazari.

   Like

 7. થ્રી ફેસીસ ઑફ ઈવ’થી જાણીતા થયેલા આ ‘ડીસોસીએટીવ’ પ્રકારના રોગમાં વ્યક્તી એટલી હદે બદલાઈ જતી હોય છે કે ક્યારેક તો ‘રમણભાઈ’માંથી ‘જ્હોન’ કે ‘યુસુફ’ થતી વખતે સરનામા, હસ્તાક્ષરો, ચશ્માના નમ્બરો વગેરે સુદ્ધાં બદલાઈ જતાં હોય છે અને આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તીત્વમાંથી બીજું બદલાતા આંખના પલકારા જેટલોય સમય નથી લાગતો…………….શું આ શક્ય છે?
  આંખના નંબર એ ફિઝિકલ બાબત છે. અને આપણે જે રોગ ની વાત કરીયે તે સંપૂર્ણ પણે માનસિક છે. તો શું માનસિકતા બદલાય એમ શારીરિક ફેરફાર શક્ય છે?
  સવાલ ઉત્સુકતાવશ. કોઈ પ્રકાશ પાડે તો જાણકારી માં વધારો થાય

  Liked by 1 person

 8. મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર ની બીમારી ને રેશનાલીઝમ ની સાથે કશો સંબંધ હોઈ શકે?

  જેમ મલ્ટીપલ પર્સનાલીટી ડીસઑર્ડર ની બીમારી નો ઈલાજ એક સાઈકીઆટ્રીસ્ટ જ કરી શકે તેવી જ રીતે અંધ્ધશ્રદ્ધા ની બીમારી નો ઈલાજ એક રેશનાલિસ્ટ જ કરી શકે. ખરી રીતે જોતા અંધ્ધશ્રદ્ધા મૂળ “કહેવાતા ચમત્કાર” નો ભાંડો એક રેશનાલિસ્ટ જ ફોડી શકે.

  Liked by 1 person

 9. Really interesting psychological case. Dr.Mukul Choksi is an experienced psychiatrist. Treatment he applied on Rhushikesh is quite appropriate and he has done cent percent diagnosis of the patient. Multiple personality disorder is the outcome of SUPPRESSED EMOTIONS which has resulted in outburst of the mental disease.
  We have many such mental patients but due to social stigma people do not come forward for treatment from psychiatrist, which results in such mental disorder or any other psychosomatic disease. Suppressed emotions are required to be burst out.Women only are not expected to be loyal to their husbands, it should be mutual and reciprocal. Since our society is male dominated, we expect women to be SITA but men do not think to be RAM, and hence such tragic episodes take place.
  It is quite appropriate that sometimes such different subjects are discussed on this forum apart from rationalism.
  It is good that Govindbhai has come with a new subject which will increase general knowledge of readers of this forum and may inspire mental patients to consult psychiatrist by throwing away fear of social stigma.

  Liked by 1 person

  1. વહાલા રવીન્દ્રભાઈ,
   સામાજીક કલંકનો ડર છોડી, માનસીક દર્દીઓ મનોવૈજ્ઞાનીક સુઝ અને જાણકારી મેળવે તેવા ઉમદા હેતુથી ડૉ. મુકુલભાઈનું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ની લેખમાળા મહીનામાં બે વખત પ્રગટ કરવામાં આવશે.
   ધન્યવાદ..
   –ગોવીન્દ મારુ

   Like

   1. Dear Govindbhai,
    I appreciate your initiative to come with mental illness subject on this forum.You are welcome to come with from Dr.Mukul Choksi.Readers will come to know much more about mental illness and many may get benefit or inspiration.
    Thanks for responding my views.
    Ravindra Bhojak

    Liked by 1 person

 10. Dinesh Panchal
  to me

  My dear Govindbhai,
  We are eager to read Dr. Mukul Choksi. Please..!
  -Dinesh Panchal

  Like

 11. મિત્રો,
  ડો. મુકુલ ચાકસીને માટે અેક ઓળખ આપવાનું મન થયું.
  ડો. ચોકસીના પિતાશ્રી મનહરલાલ ચોકસી અેક ઉચ્ચકક્ષાના કવિ હતાં. સુરતના કવિગણમાં તેઓ અગરેસર કહેવાતા. ગુજરાતમિત્ર પેપર સાથે અને તેની સાથેના સર્જકોમાં તેમની દોસ્તી. સાથે સાથે તેઓ જ્યોતિષ પણ જોતા. ડો. કિશોર મોદી, ડો. દિલિપ મોદી, ભગવતીકુમાર શર્મા, આદિલ મનસુરી, વિ. નું સર્કલ હતું. ડો. મુકુલ ચોકસી પોતે પણ સારા કવિ છે. જાણિતા સાહિત્યકાર ડો. શરદ ઠાકરના લેખો, રણમાં ખીલ્યું ગુલાબ, માં ટાંકેલી કાવ્યપંક્તિઓ, ડો. મુકુલ ચોકસીના કાવ્યોની ઉપજ હોય છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 12. સ રસ વિષયની આ વાત સફળતા પૂર્વક અજમાવેલી …
  .
  અમે ‘સોશીયલ સ્કીલ્સ’ અને ‘એસર્ટીવનેસ’ ટ્રેઈનીંગ આપવાનું નક્કી કર્યું. પોતાની દરેક સારી અને માઠી લાગણીઓ તે વ્યક્ત કરતો થાય તેવું તેને શીખવાડવામાં આવ્યું અને વીશાખાને શીખવાડવામાં આવ્યું કે તેનો પતી લાગણીઓ વ્યક્ત કરતો હોય ત્યારે કઈ રીતે ધ્યાનપુર્વક સાંભળવું અને કઈ રીતે તેની પ્રતીક્રીયા અને પ્રતીભાવ આપવા. આ બધી જ ટ્રેઈનીંગ ચોક્કસ આયોજન અને સ્પષ્ટ સમજ સહીત લેવાની હતી.’
  ધન્યવાદ.

  Liked by 1 person

 13. HAVING READ THE INCIDENT, OF MENTAL DISORDER AS JEKYL AND HYDE, SHOWING
  TWO DIFFERENT PERONALITIES CHANGES OF RISHIKESH EXISTED DUE TO AS EXPLAINED,
  WAS VISHAKHA.
  HOWEVER HE WAS CURED AFTER RECEIVING THE THEROPY IS AMAZING AND I WOULD LIKE
  TO CONGRAULATE YOU FOR YOUR DECISION !!!
  SO IT WAS HAPPY DAYS………..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s