ધર્મનો મુળ અર્થ આપણે ભુલી ગયા છીએ…

ધર્મ આપણી રગેરગમાં ભળી ગયો છે. શું ધર્મનો મુળ અર્થ આપણે ભુલી ગયા છીએ? સત્ય, મોરાલીટી, સદવર્તનને આપણે ધર્મ કહીએ છીએ? શ્રીમન્તો હવે ફૅમીલી ડૉક્ટરની જેમ ફેમીલી ગુરુ રાખે છે. આ ગુરુઓ આશીર્વાદ આપીને તમને  સટ્ટામાં જીતાડી આલે છે? નીયોગ એટલે વેદોમાં વર્ણવાયેલી સન્તાનપ્રાપ્તી માટેની એક ક્રીયા જેમાં દમ્પતીમાંથી જે બીનફળદ્રુપ હોય તેણે બીજી ફળદ્રુપ વીજાતીય વ્યક્તીને ગર્ભધારણ માટે સ્વીકારવી રહી. મહાભારતમાં આવી પદ્ધતીનો ઉલ્લેખ આવે છે?

ધર્મનો મુળ અર્થ આપણે ભુલી ગયા છીએ…

–હસમુખ ગાંધી

ભારતીય સમાજ 1992ની સાલમાં અજીબ રીતે વર્ણસંકર મનોવૃત્તી ધરાવે છે. કન્સલ્ટંટો, ઉચ્ચ ન્યાયાધીશો, બૅન્ક મેનેજરો, આઈ.એ.એસ. અમલદારો, તન્ત્રીઓ, પ્રૉફેસરો, વીજ્ઞાનીઓ, ઈજનેરો અને બૌદ્ધીકો એકબાજુથી સાયન્ટીફીક ટેમ્પરની વાતો કરે છે અને બીજી બાજુથી તેઓ બાબાઓ, દાદાઓ, બાપુઓ, શાસ્ત્રીઓ, ભગવાનો અને સન્તોના પગના અંગુઠાને સ્પર્શે છે. કેટલાક તો એ અંગુઠો એક થાળીમાં ઘોઈને પછી પેલું પાણી (ભુલ્યા, ચરણામૃત) ગટગટાવી જાય છે. સોમનાથના મન્દીરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે ત્યારના રાષ્ટ્રપતી ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 32 બ્રાહ્મણોના પગ ધોઈને એ ચરણોદક જાહેરમાં ગટગટાવ્યું હતું. આ સાંભળીને જવાહરલાલ નહેરુનો પીત્તો ગયો હતો. નહેરુ જોઈ ગયા હોત ( ત્યારે ટીવી ન હતું) તો તેમનું શું થાત? ભારતીય સમાજ એટલે વીરોધાભાસનું બંડલ, બી. એસસી.ના અને મેડીસીનના વીદ્યાર્થીઓ ઉત્તરવહીઓ ઉપર અચુક ૐ કે શ્રીજી લખે છે. હજી વૈષ્ણવ મહારાજોને (આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની વીસમી પેઢીના તીલકાયતોને) પુષ્ટીમાર્ગી વૈષ્ણવો ભગવાન ગણીને પુજે છે. હતુતુતુ રમતી વખતે લાલજી જો ટપલી મારે તો વૈષ્ણવજનનું બાળ ઘેલું ધેલું થઈ જાય છે. જે વૈષ્ણવ ધર્મ વીશે સાચું છે અને એ જ જૈન ધર્મ વીશે સાચું છે. જૈનાચાર્યો શ્રાવકોની બહોળી વગ ધરાવે છે. મુલ્લાંઓ અને મૌલવીઓ મુસ્લીમ યુવકો ઉપર વગ ધરાવે છે. શુક્રવારના મજહબી ભાષણમાં ગર્ભીત રીતે ગૈરકોમની અને કરન્ટ પોલીટીક્સની વાતો આવી જાય છે.

ધર્મ આપણી રગેરગમાં ભળી ગયો છે. કમનસીબે ધર્મનો મુળ અર્થ આપણે ભુલી ગયા છીએ. સત્ય, મોરાલીટી, સદવર્તન એને આજે આપણે ધર્મ નથી કહેતા. શ્રાવકો ઘી બોલી આવે છે. વૈષ્ણવો ઠૉર કે પાતળનાં નાણાં ભંડારાજીને ચુકવે છે. લાલ તીલક કે કેસરી બીંદી ધર્મનું પ્રતીક બની ગઈ છે. અમે અલગ સમ્પ્રદાય કે કલ્ટ નથી ચલાવતા એમ કહેનારા બાબાઓના ભક્તો (મહાદેવ કરતાં પોઠીયા શાણા)એ બાબાનો કલ્ટ ઉભો કરે છે. ભાજપે અને વીશ્વ હીન્દુ પરીષદે હનુમાન, સુમીત્રા વગેરેનો એકડો કાઢી નાખ્યો છે. મોટા દેવતાઓ વીઆઈપી છે. સેકન્ડ ક્લાસ દેવતાઓનાં મન્દીર યુપીની ભાજપી સરકારના મુખ્ય પ્રધાન કલ્યાણસીંહ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આજે જમાનો બાબાઓનો અને બાપુઓનો છે. રામ, કૃષ્ણ કે શંકર કદી તમને શૅરબજારની ટીપ આપતા નથી. પછીને સ્તરે અમ્બાજી અને દુર્ગા જેવી માતાઓ આવે છે. ત્રીજા ટાયરમાં સત્ય સાંઈબાબા અને શીરડીના સાંઈબાબા અને શંકરાચાર્યો તથા સુરીશ્વરજીઓ આવે છે. એ પછીના તબક્કે ગુરુપુર્ણીમાને દહાડે બીલાડીના ટોપની જેમ ફુટી નીકળતા બાબાઓ આવે છે. શ્રીમન્તો હવે ફૅમીલી ડૉક્ટરની જેમ ફેમીલી ગુરુ રાખે છે. આ ગુરુઓ આશીર્વાદ આપીને તમને  સટ્ટામાં જીતાડી આલે છે, બોલો.

આવા વાતાવરણમાં કોચી (કેરળ)માં બીજી મેએ એક કરોડ રુપીયાને ખર્ચે આઠ દીવસ સુધી ચાલનારો પુત્રકામેષ્ટી યજ્ઞ યોજાય તેમાં શી નવાઈ? ઑર્ગેનાઈઝર છે ધ સેન્ટર ફૉર ઍસ્ટ્રૉલૉજીકલ રીસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ. ઑર્ગેનાઈઝરો ગૅરન્ટી આપે છે કે આ યજ્ઞમાં ભાગ લેનાર વંધ્ય દમ્પતીને સન્તાન થશે જ અને સન્તાન પાછું નર (પુલ્લીંગ) હશે. માદા નહીં. પાંચ હજાર દમ્પતીઓએ ઍપ્લાય કર્યું હતું. એક હજાર બડભાગી દમ્પતીને આ યજ્ઞમાં ઍડ્મીશન મળ્યું છે. ભારતના તમામ પ્રાંતોનું ઉચીત પ્રતીનીધીત્વ જાળવવામાં આવ્યું છે. ભારતની ક્રીકેટ ટીમમાં અને રેડીયો, ટીવીના ન્યુઝરીડરોમાં જેમ બહોળા પ્રમાણમાં સરદારજીઓ હોય છે તેમ આ યજ્ઞના યાજ્ઞીકોમાં બહોળા પ્રમાણમાં સવર્ણો હશે. અનામતોને અહીં પણ સ્થાન છે. કેરળમાં આ પુત્રકામેષ્ટી યજ્ઞ યોજાઈ રહ્યો છે તે વીશ્વની એક વક્રતા છે. કેરળ ભારતનું સૌથી શીક્ષીત રાજ્ય છે. ત્યાં 100 ટકા સાક્ષરતા છે. કેરળમાં વહેમ અને અન્ધશ્રદ્ધાને પડકારતી અનેક રૅશનાલીસ્ટ અને વૈજ્ઞાનીક સંસ્થા છે. 1,000 બડભાગી દમ્પતી યજ્ઞમાં શ્રદ્ધા ધરાવે છે. પુજામાં શ્રદ્ધા ધરાવે છે. એક પા ટૅસ્ટ–ટ્યુબ બેબીની  ટેકનોલૉજી, બીજી પા પુત્રકામેષ્ટી યજ્ઞ. વીમેન્સ લીબવાળીઓ, સાંભળો. પુત્રીકામેષ્ટી યજ્ઞ કોઈ નથી કરતું.

ભારતીય સમાજમાં માબાપો એકબાજુથી બાળકને ઍન્ટી–બાયોટીક્સ આપે છે. અને બીજી બાજુથી નજર ઉતારવા માટે દીવાલ ઉપર છુટ્ટી વાટ ફેંકવાના અને મરચાં ગરમ કરવાના ટુચકા કરે છે. સ્નાતકો આધાશીશી મટાડવા માટે બોરીવલીના બાબાનું મન્ત્રેલું પાણી ટૅસથી પી જાય છે. હાડકું ભાંગે ત્યારે લોકો હજી હાડવૈદ પાસે જાય છે. ઑર્થોપેડીક સર્જનનો વારો છેલ્લે આવે છે. પેલાં 5,000 વંધ્ય દમ્પતીએ સન્તાનો પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનીક પદ્ધતી પણ અજમાવી હશે અને તેઓ યજ્ઞને પણ અજમાવશે. તેમને વીજ્ઞાનની છોછ નથી, અન્ધશ્રદ્ધાનીય તેમને છોછ નથી. મુમ્બઈના શીક્ષીત કીશોરો બડવા થઈને અને મામાની પીદુડી કાઢીને જનોઈ કે યજ્ઞોપવીત સંસ્કાર પ્રાપ્ત કરે છે અને તરત જ તેઓ વીડીયો ઉપર સ્ટારવૉર્સ જોવા બેસી જાય છે. નર્મદના જમાનામાં પહેલવહેલું રેલ્વે એન્જીન નર્મદા નદીનો પુલ ઓળંગવાનું હતું ત્યારે લોકો કહેતા કે જોજોને, નર્મદામૈયા એ દુષ્ટ રાક્ષસ (લોકોમોટીવ)ને પાડી નાખશે. એન્જીન તો ટ્રેનના ડબ્બા સાથે પુલ ઉપર થઈને નદી પાર કરી ગયું. લોકોએ તરત જ નાળીયેર વધેરીને એન્જીનદેવની પુજા કરી. અગાઉ લોકો સુર્યને, સમુદ્રને, વરસાદને અને નાગને પુજતા. કોચીના યજ્ઞના ઑર્ગેનાઈઝરો ક્વૉલીટી કૉન્ટ્રોલમાં માને છે. તેમણે શુદ્ધ ઘી તથા શુદ્ધ સુખડનો યજ્ઞમાં ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. બ્રાહ્મણોના મન્ત્રોચ્ચારમાં અને લાકડાના ચમચાથી યાજ્ઞીકો દ્વારા અગ્નીમાં રેડાનારા શુદ્ધ ઘીમાં વંધ્ય દમ્પતીઓને શ્રદ્ધા છે.

પુત્રકામેષ્ટી યજ્ઞ વીશે કેરળમાં વીવાદ ભભુકી ઉઠ્યો છે. પુત્રકામેષ્ટી યજ્ઞ એ ની:સન્તાન દમ્પતીઓ માટેની પ્રાચીન વેદીક વીધી છે એમ કહેવાય છે. ઘણા બુદ્ધીજીવીઓ, સ્ત્રીઓ અને વેદીક જુથો ઘણાંબધાં કારણોસર આ યજ્ઞનો વીરોધ કરી રહ્યાં છે. આયોજકોનો દાવો એવો છે કે રાજા દશરથને આ યજ્ઞથી લાભ થયો હતો.

બુદ્ધીજીવીઓ આ યજ્ઞના આયોજનને અર્થહીન કહે છે. તેમનું કહેવું છે કે આ યજ્ઞ ની:સન્તાન દમ્પતીઓની અન્ધશ્રદ્ધાને વધુ વકરાવશે. જ્યારે કેટલાક વેદીક પંડીતોનું એવું માનવું છે કે આયોજકો યજ્ઞ યોજવા માટે સક્ષમ અને સમર્થ નથી. આટલા બધા વીરોધ છતાં 5,000 ની:સન્તાન દમ્પતીઓએ યજ્ઞ માટે નામ નોંધાવ્યા છે. ગરજવાનને અક્કલ હોતી નથી. આયોજકોનો દાવો છે કે ભારતના એક કરોડ 50 લાખ દમ્પતીઓ બાળક વીનાનાં છે તેમના મત મુજબ પુત્રકામેષ્ટી યજ્ઞ વેદીક કાળની એક પવીત્ર અને પરીણામલક્ષી વીધી છે.

આયોજકોનું કહેવું છે કે તેઓ ઋગ્વેદ અને રામાયણમાં વર્ણવેલી પ્રાચીન વીધી મુજબ જ યજ્ઞ કરી રહ્યા છે. જેમણે ગર્ભાશય સમ્બન્ધી કોઈ જ શસ્ત્રક્રીયા કરાવી ન હોય તેવાં તથા પ્રજનન વયમાં હોય તેવાં દમ્પત્તીઓનો જ તેમણે સમાવેશ કર્યો છે. આ યજ્ઞમાં ભાગ લેનારાં દમ્પતીઓ વેદો મુજબ પુત્રની જ આશા સેવી શકે, પુત્રીની નહીં.

યજ્ઞની સફળતા માટે આ સબ્જેક્ટ્સ ને પરમ્પરાગત વીધીઓમાં, સુચીત આહારમાં અને યાજ્ઞીકોમાં શ્રદ્ધા હોવી જોઈએ એવો આગ્રહ આયોજકો રાખે છે. સંકલ્પ જો શુદ્ધ હોય તો આ દમ્પતીઓને માત્ર પુત્રજન્મનો જ નહીં, અન્ય આનુષંગીક લાભ પણ મળશે. વીવીધ ગ્રહોની શરીર પર પડતી ખરાબ અસરો પણ આ યજ્ઞથી નીવારી શકાય એમ આયોજકો છાતી ઠોકીને કહે છે (તેમની છાતી ઘણી જ મજબુત હોવી જોઈએ). તેઓ પુત્ર આપવા ઉપરાંત ગ્રહોની માઠી અસર દુર કરવાનું બોનસ પણ આપે છે.

આયોજકો કોચીના દરબાર હૉલ ગ્રાઉન્ડ ખાતે યજ્ઞાશાળા અને પ્રેક્ષાગારનું બાંધકામ કરાવી રહ્યા છે. ટનબન્ધ લાકડાં, ત્રીસ હજાર જેટલા માટીના ઘડા, એક ક્વીન્ટલ શુદ્ધ ઘી અને સંકડો કીલો ચોખા આ યજ્ઞમાં વપરાશે. ચેરુમુક્કુ, વાસુદેવન આક્કીત્રીપદ નામના પંડીતોના નેતૃત્વ હેઠળ 200 પંડીતો આ યજ્ઞની વીધી પાર પાડવા પોતાના પીતાંબરોને કસી રહ્યા છે. દુધ અને ઘી માટે ઉચ્ચ કક્ષાની સેંકડો ગાયો મેળવવામાં આવી છે. ગોદાન આપનારાઓનો આ દેશમાં તોટો નથી. પંડીત ઈદામાયુકુનું કહેવું છે કે માત્ર યજ્ઞ દ્વારા ઈચ્છીત પરીણામ પ્રાપ્ત થાય એમ માનવું ભુલભરેલું છે. તેમના કહેવા મુજબ વેદમાં જણાવાયેલી નીયોગ નામની વીધી કરવામાં ન આવે ત્યાં સુધી યજ્ઞનું ફળ ન મળે. નીયોગ એટલે વેદોમાં વર્ણવાયેલી સન્તાનપ્રાપ્તી માટેની એક ક્રીયા જેમાં દમ્પતીમાંથી જે બીનફળદ્રુપ હોય તેણે બીજી ફળદ્રુપ વીજાતીય વ્યક્તીને ગર્ભધારણ માટે સ્વીકારવી રહી. મહાભારતમાં આવી પદ્ધતીનો ઉલ્લેખ આવે છે. નીયોગ માટેની બહારની વ્યક્તી જાતીય ક્રીયા વખતે આંખે કાળા પાટા બાંધે છે. જશ કોને મળશે? કોચીના યજ્ઞને? કે નીયોગને? નીયોગ એટલે લાઈવ સ્પર્મ બૅન્ક. રાઈટ? સંકુચીત રાષ્ટ્રપ્રેમીઓ કહે છે, પ્રાચીન ભારતમાં રૉકેટો અને અવકાશયાનો ઉડતાં હતાં. પશ્ચીમના દેશો આપણું બધું જ ચોરી ગયા છે. શાબાશ.

–હસમુખ ગાંધી

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 6ઠ્ઠો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09/09/2019

9 Comments

  1. Thank you Hasmukhbhai for such a mind provoking article.
    I feel disgusted when some couples go through such vigorous rituals to get a ‘son’ They don’t want a daughter?
    I believe they are BLIND!
    They themselves are born of a woman, right? If every human being is a male how will life continue on this Earth?
    So here we go, educated people are involved too.
    The true Religion is out of the window! All these rituals have been highjacked by the priests all in the name of fake propaganda.
    Where is the morality in all this?
    I feel bad for the cows because their milk and ghee is going to be wasted just because some clever clog can perform magic to increase the ‘male population.’
    I am out of here…
    Have a nice day!

    Liked by 2 people

  2. “જૈનાચાર્યો શ્રાવકોની બહોળી વગ ધરાવે છે. મુલ્લાંઓ અને મૌલવીઓ મુસ્લીમ યુવકો ઉપર વગ ધરાવે છે.”

    આ એકવીસમી સદીમાં ધર્મના નામે અધર્મ થઈ રહયા છે. ખાસ કરી ને ત્રણ મુખ્ય ધર્મો માં. એટલે કે હિન્દૂ, મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મમાં. હિન્દૂ તથા મુસ્લિમ ધર્મોમાં વારે તહેવાર અબજો રૂપિયા નો ધુમાડો ધર્મ ના નામે કરી દેવામાં આવે છે. સત્ય તો એ છે કે ધર્મનો અસલ અર્થ આ અંધશ્રધ્ધ્ધાળુઓ સમજી શક્યા નથી. આ અંધશ્રધ્ધ્ધાળુઓ એમ જ સમજે છે કે ધર્મ એટલે જે વિધિઓ તેમના પૂર્વજો કરતા હતા અને અત્યારે પંડિતો અને મુલ્લાઓ જે કહે તે જ ધર્મ છે. આ પાખંડી પંડિતો અને મુલ્લાઓ અંધશ્રધ્ધ્ધાળુઓ ના પૈસે પોતાનું ગુજરાન ચલાવે છે.

    આ છે એકવીસમી સદીમાં ધર્મ ની વ્યાખ્યા.

    Liked by 3 people

  3. This article is very good. Educated people are more involved in this types of rituals. Scientist are also following so called religious rituals when they are launching new project or readerch. This is ridiculous.

    Liked by 1 person

  4. હસમુખ ગાંઘીજીનો આ લેખ પૂર્ણ છે સંપૂર્ણ છે. ટૂંકો અને બઘું…જે કાંઇ કહેવાનું છે તે બઘુ જ કહી દીઘું છે…સમજાવી દીઘું છે.

    સમજદારોં કો ઇસારા કાફી હોય છે. ના સમજે વો અનાડી હોય છે.

    તેમની વાત સાચી છે. કહેવાતો…હાં…કહેવાતો ઘર્મ ભારતીય…હિન્દુઓના લોહીનો અેક ગુણ બનીને બેઠો છે. મરેલા શરીરના અગ્નિસંસ્કારની સાથે જ તેનો દ્વંસ થશે….

    .કદાચ આવતી પાંચ છ પેઢીના લોહીમાંથી પણ ઘરમ નહિ જાય…રોજ અેક નવો સાઘુડાનો જન્મ થાય છે. અને તેને હજારો આંઘળા…જીવનથી ગુંચવાયેલા ચેલાઓ મળતા રહે છે.

    જ્યાં સુઘી પોતાના પ્રશ્નોને પોતે સોલ્વ કરતાં નહિ થાય…પોતાનામાં વિશ્વાસ નહિ જન્માવે ત્યાર સુઘી પારકા નાકે શ્વાસ લેનારા ઓછા નહિ થાય અને તેમના અંઘાપાનો ગેરલાભ ઉઠાવવાવાળા ઓછા નહિ થાય….

    જ્યાં તમને આવું કહેવાવાળો મળે…કે….ભલુ થયું ભાંગી જંજાળ…સુખે ભજીશું શ્રી ગોપાળ…ત્યાં સુઘી કાંઇ નહિ બને….

    અેક સરસ વાત….શિક્ષક અને કુદરત , બન્ને શીખવે…..શિક્ષક શીખવીને પછી પરીક્ષા લે….અને કુદરત…પહેલાં પરીક્ષા લે…( ઠોકર મારીને…)…અને તેના વડે શીખવે….

    તો…કુદરત ઉપર બઘુ છોડી દઇઅે તો કેવું ?

    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. અત્યારે એકબે દીવસ પહેલાં જ ચંદ્રયાન 2 બાબત સમાચાર વાંચવા મળ્યા હતા, જેમાં વૈજ્ઞાનીકની આ પ્રકારના કહેવાતા ધર્મમાં શ્રદ્ધા બાબત કોઈકે ટીકા કરેલી તેનો ઉહાપોહ થયો હતો. એ ટીકા બદલ એમની પાસે માફી માગવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. વૈજ્ઞાનીકને પણ પોતાના જ્ઞાન પર વીશ્વાસ હોવાને બદલે કોઈ અજ્ઞાત શક્તી પર શ્રદ્ધા હોય છે એ બહુ જ આશ્ચર્યજનક જ નહીં ખરેખર દયાજનક બાબત કદાચ ગણાય.

    Liked by 2 people

  6. This is absolutely correct.
    In USA many Indians (there are technocrats highly qualified in their profession ) bring their new cars at Temples for Puja by priests. Even today when we take pride in sending CHANDRAYAN TO MOON.
    The old belief that the life is incomplete without the heirs.
    I do not know when we will come out of hypocracy.
    The right education and just not for earning wages will help to come out of thia.

    Liked by 1 person

  7. This is not Shraddhaa. This is not bad religion or misunderstanding of religion. We say that because we have no courage to tell the real truth. The real truth is : This is plain old stupidity and orthodoxy. — Subodh Shah

    Liked by 1 person

  8. I wholeheartedly agree with the author and also with the comment by Subodhbhai. Before sending Chandrayan, they performed puja. this is utter stupidity and sheer nonsense. when scientists have no scientific attitude, mind set and aptitude then what do we expect from non science common people?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s