બાળકોને સાચવવાની પહેલી જવાબદારી એનાં માતાપીતાની છે. વડીલો એમાં માર્ગદર્શન, થોડો ટેકો અને મદદ આપી શકે છે. પરન્તુ તમને પૌત્રપૌત્રી બહું વહાલાં છે, એવું કહીને તેને સાચવવાની દાદાદાદીને ફરજ પડાય? મોટી ઉમ્મરે દાદાદાદી ‘બેબીસીટર’ તરીકે કામ કરવા બંધાયેલાં છે?
દાદાદાદીએ ‘બેબીસીટીંગ’ કરવું ફરજીયાત છે?
–વર્ષા પાઠક
આપણે ત્યાં એક જુની કહેવત છે કે ‘મુડી કરતા વ્યાજ વધુ વહાલું લાગે’. પૈસાની બાબતમાં તો ચોક્કસ આવું થાય; પણ કહેવતમાં સંતાનોના સંતાનની વાત છે. દીકરો તો વહાલો હોય જ, પણ દીકરાના સંતાનો પર વધુ પ્રેમ ઉપજે પણ ખરેખર આવું હશે?
પહેલા તો મને આવું સાંભળીને નવાઈ લાગતી કે જેને જન્મ આપ્યો હોય એનાથી વધુ વહાલું બીજું કોણ હોઈ શકે? પણ પછી લોકોને જોઈજોઈને સમજાવા લાગ્યું કે પોતાના સંતાનો માટે ભલે ગમે તેટલો પ્રેમ હોય; પણ જુના જમાનામાં એ દર્શાવવાનો સમય કે મોકો કદાચ ઓછા મળતાં હતા. ખાસ કરીને જ્યાં સંયુક્ત કુટુમ્બની પ્રથા મજબુત હતી ત્યારે આવું થતું. માતાપીતા પોતપોતાના કામમાં સખત વ્યસ્ત રહેતા. વળી એક પછી એક છોકરું જન્મ્યા કરે, એટલે બધાં પર કેવી રીતે સરખું ધ્યાન અપાય? નાનું આવે એટલે મોટાએ ખસવું પડે. એ બધાં પછી દાદાદાદી પાસે કે આડાઅવળાં રમ્યાં કરે. પીતાઓ તો બાળઉછેરને માત્ર સ્ત્રીની જવાબદારી સમજતા. એવા કીસ્સા પણ સાંભળ્યાં છે જ્યાં પીતાને ખબર પણ ન હોય કે એમના સંતાનો સ્કુલમાં કયા ધોરણમાં ભણે છે.
એ દીવસોમાં માતા પાસે બાળક માટે ટાઈમ ન હોય તો દાદીમા સાચવે. દાદીમાને ખાસ વાંધો નહોતો; કારણકે એ પણ આવા સંજોગોમાંથી પસાર થઈ ચુકી હોય. વળી એને ઘરમાં ખાસ બીજું કોઈ કામ કે આઉટડોર એક્ટીવીટી ન હોય. એ સમયે નોકરી કરવા બહાર જવાનું નહોતું, ટાઈમ પાસ કરવા માટેના ખાસ કોઈ સાધન પણ નહોતા. મન્દીરમાં કેટલો સમય બેસી રહેવાય? એટલે પછી દાદાદાદી એમના પૌત્રપૌત્રીની કમ્પનીમાં મન વાળે. એમનાં પર પુષ્કળ પ્રેમ વરસાવે. કોઈ પણ ઘરમાં સહુથી વધુ નવરાશ બે પ્રકારની વ્યક્તી પાસે હોય– બહુ મોટાં અને બહુ નાનાં. સ્વાભાવીક રીતે જ એ બન્ને એકમેકની કમ્પનીમાં વધુ સમય ગાળે. પોતાના સંતાન પર જે વહાલ ઢોળવાનો સમય ન મળ્યો હોય એ બધું બમણું ત્રણગણું થઈને સંતાનના સંતાનો પર વરસે. સામેથી પણ એટલો જ બીનશરતી નીર્દોષ સ્નેહ મળે. એટલે પછી કહેવાય કે મુડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય.
અફકોર્સ ઉપર કહ્યું એ મારી સમજણ છે. કહેવતના બીજા સુચીતાર્થ હોઈ શકે. એનીવે, ક્યારેક એવું પણ થાય છે કે, વહાલની સાથે જવાબદારી પણ આવી જાય. દાદા દાદીને સીધી કે આડકતરી રીતે કહી દેવાય કે પૌત્રપૌત્રી બહુ વહાલાં છે તો એમને સાચવવાની ડ્યુટી પણ તમારી છે. અને પ્રૉબ્લેમ અહીં શરુ થાય છે. કોઈ કામ પ્રેમથી થતું હોય અને કોઈ કરવા માટે ફરજ પડે, એ બન્ને વચ્ચે બહુ મોટું અન્તર હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ, એટલે કે દાદીમાઓ માટે આ પ્રૉબ્લેમ ઉભો થતો હોય છે. દીકરોવહુ માત્ર આશા ન રાખે પણ મક્કમપણે માની લે કે એ લોકો બહુ બીઝી હોય ત્યારે એમના બાળકને સાચવવાની જવાબદારી મમ્મીજીની છે અને છે જ. અને આ માટે એણે ગમે તે ભોગ આપવો પડે તો એ પણ એની પવીત્ર ફરજ છે. આજે જયારે આપણે કહીએ કે સમય અને સંજોગો બદલાયા છે, ત્યારે આવી અપેક્ષા રાખવાનું કેટલી હદે યોગ્ય છે? ધારો કે કોઈ દાદીમા કહી દે કે ભૈ, મેં તમને સાચવ્યાં, હવે તમારાં છોકરાં તમે સાચવો, મારાથી થાય એટલું કરીશ, બાકી મને પાછલી ઉમ્મરે શાંતીથી જીવવા દો, તો એ ખરાબ ગણાઈ જાય?
આ પ્રકારના એક કીસ્સામાં હમણાં પુણેની ‘ફૅમીલી કૉર્ટે’ એની સામે આવેલી ગૃહીણીને કહેવું પડ્યું કે બહેન, ‘બાળકોને સાચવવાની પહેલી જવાબદારી એનાં માતાપીતાની છે. વડીલો એમાં માર્ગદર્શન, થોડો ટેકો અને મદદ આપી શકે; પણ મોટી ઉમ્મરે એ કંઈ તમારા માટે ‘બેબીસીટર’ તરીકે કામ કરવા બંધાયેલાં નથી.’ આ કેસમાં મુળ ઝઘડો પતીપત્ની વચ્ચે હતો. બન્ને જુદા રહેતા હતા. સ્ત્રીની ફરીયાદ મુજબ પતીએ આર્થીક જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખેલા એટલે એને નોકરી કરવી પડી અને સાસુ સસરા થોડો સમય સાથે રહ્યા પછી બહારગામ જતા રહ્યાં એટલે એણે પોતાના બાળકને ‘બેબીસીટર’ પાસે મુકવું પડ્યું, એનાથી એને બહુ તકલીફ થઈ વગેરે. કોર્ટે સ્ત્રીને થયેલી તકલીફ સ્વીકારીને પતીને તતડાવ્યો, પૈસા આપવાનું કહ્યું; પણ સાથેસાથે વૃદ્ધ સાસુસસરાને ‘બેજવાબદાર’ ઠરાવી રહેલી ગૃહીણીને ઠપકો આપ્યો કે, ‘એ લોકોને ઘરડે ઘડપણ પોતાની રીતે જીવવાનો અધીકાર છે, એ તમારા બાળકોની સારસંભાળ લેવા માટે બંધાયેલા નથી.’ જજ સ્વાતી ચૌહાણે કહ્યું કે, ‘ભારતીય પરીવારોમાં ગ્રાન્ડપેરેન્ટ્સને પગારદાર નાની/આયાના વીકલ્પ તરીકે જોવાની જાણે પ્રથા થઈ ગઈ છે. મોટી ઉમ્મરે બધી જવાબદારી પુરી કર્યા પછી એમને આરામ કરવાનો, બહારગામ ફરવાનો, મનોરંજન મેળવવાનો સમય મળે ત્યારે ‘બેબીસીટર’ તરીકેની જવાબદારી એમના માથે નાખી દેવાનો અધીકાર કોઈને નથી.’ જજે એ પણ કહ્યું કે, નોકરી કરતી લાખો સ્ત્રીઓ પોતાના સંતાનોને ‘બેબીસીટર્સ’ પાસે મુકીને જાય છે. એમાં હવે કંઈ નવું નથી રહ્યું.
જજે કરેલું નીરીક્ષણ વર્તમાન સંજોગોમાં બહુ મહત્ત્વનું છે. હવે પહેલા જેટલા સંયુક્ત કુટુમ્બો નથી રહ્યાં, સાસુઓ પણ નોકરી કરવા જાય છે, ઘરની બહાર એની પણ સોશીયલ લાઈફ હોય છે. અનેક સ્ત્રીઓ હવે સ્પષ્ટ શબ્દોમાં કહેતી થઈ છે કે અડધી પોણી જીન્દગી સખત કામ કર્યાં પછી હવે એને નીરાંતે પોતાની રીતે મુક્તપણે જીવવું છે. ત્યારે એના ગળામાં પ્રેમના નામે જવાબદારીનો ગાળીયો નાખવાનો? અરે સીત્તેર વર્ષની ઉમ્મરે પણ મમ્મીજીને રોજ બહાર જવું હોય, કીટ્ટી પાર્ટી કરવી હોય, પતી કે મીત્રો સાથે બહારગામ ફરવું હોય તો એની ટીકા શું કામ કરવી જોઈએ? પ્રેમપુર્વક, પોતાની મરજીથી એને જેટલું કરવું હોય એ ભલે કરે અને કરવાની જ છે. પોતાના પૌત્રપૌત્રી સાથે રમવું કોને ન ગમે? પણ પછી એના માટે આ ડ્યુટી બનાવી દો, એ કેમ ચાલે? વધુ ત્રાસ તો ત્યારે થાય જયારે દાદાદાદીએ બાળકના કૅરટેકર તરીકે તો કામ કરવાનું; પણ એમાં પાછા દીકરાવહુએ આપી રાખેલા સુચનો પાળવાના. પોતાની રીતે કઈ કરવા જાય તો બે વાત સાંભળવી પડે. બાળઉછેરમાં જુના જમાનાની વાતો હવે નહીં ચાલે એવું સુણાવી દેવાય. એ વડીલો ‘આવું અમને નહીં આવડે’ કહીને ચાલવા માંડે તો?
જોકે બધી ભારતીય માતા આવું બોલી નથી શકતી અને બોલે તોયે પછી એટલી કડક નથી રહી શકતી આખરે સંતાનોની માંગણી, વીનન્તી, ઈમોશનલ અત્યાચારો સામે ઝુકી જાય છે. ક્યારેક ડરે છે કે લોકો શું કહેશે. પોતાનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે એ જાણ્યા પછીયે આખરે માતાનું દીલ પીગળી જાય. નવરાત્રી જેવા તહેવારોમાં પોતાને બહાર જવાનું મન થાય તો પણ દીકરાદીકરીના સંતાનોને સાચવવા માટે ઘરમાં બેસી રહેતી અનેક મમ્મીજીઓને જોઈ છે ને? કેટલાં સંતાનો મમ્મીને સાથે લઈ જવાનો આગ્રહ કરે છે? બાબો કોની પાસે રહે, કે બાબા માટે ‘બેબીસીટર’નો ખર્ચ કોણ કરે?
–વર્ષા પાઠક
‘ફેસબુક.કોમ’ પર સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકની પ્રગટ થતી પોસ્ટ (તા. 25 મે, 2018)માંથી.. લેખીકાના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
વર્ષાબેન પાઠક. આ લેખનો મતલબ શું છે? દાદા દાદી ક્યારેય એવો વિચારજ ના કરી શકે કે દાદાદાદીએ ‘બેબીસીટીંગ’ કરવું ફરજીયાત છે. મુડી કરતા વ્યાજ વધુ વહાલું લાગે એ હકીકત છે. એમાં દાદા દાદી કોઈ ઉપકાર નથી કરતા. પોતાના પૌત્રપૌત્રી સાથે રમવું કોને ન ગમે? પણ પછી એના માટે આ ડ્યુટી નથી બનતી. મને લાગે છે કે આ લેખ યથા યોગ્ય ના ગણાય. અમે સામે થઈને દીકરા વહુને તમારે જ્યાં જવું હોય તો જાજો એમ કહીએ છીએ . અમારા પૌત્રપૌત્રી ની જર્રાય ચિંતા કરતા નહિ. દીકરા વહુ કેટલા રાજી થાય છે કે આવા મા બાપ મળ્યા જે પૌત્રપૌત્રી ને વહાલ પ્રેમ આપી શકે. જય જીનેન્દ્ર
LikeLiked by 1 person
Thank you Varshaben.
Read the article with interest. Also read some comments. Some of the points made could be debatable.
The pros:
1. If Grandparents are happy to take care of their grandchildren then there should no problems because it helps all parties.
In this age of ‘child abuse’ this type of arrangements would keep the little ones ‘safe and secure .’
2. It will save a lot of child minding money from the parents’ perspective.
3. These little children will keep the older generation happy, active and busy.
4. There will be less cases of illness like Dementia, Loneliness, and Mental health.
5. Grandparents will be able to pass on their Culture and Values to the younger generation.
6. All three generations will live a happy life. They don’t need to live in the same household. They can all have their own independence by living separately.
The cons:
1. Too many arguments
2. Grandparents would be just ‘baby sitters’
3. Lack of respect
4. Parents could take advantage of grandparents physically and financially
5. Grandparents won’t have time to enjoy their lives
6. Parents could have a selfish behaviour
And so on
On the whole, it depends on each and very family. They need to lay out some boundaries on how to deal with this situation because it won’t be fair on the little children if grown ups end up feeling unhappy with each other.
During my Research on ‘Ageing Together’ last year, I have recorded some cases where grandparents have been ignored completely by their own children.
In other cases, many families live a very happy, contented life because they respect each other, give space and time to breath.
So why do we have ‘Old Peoples’ homes everywhere nowadays?
What has gone wrong with our ‘Indian Sanskar?’
The Governmnet here in the UK are trying to work out a policy where grandparents can:
1. Stay in their own homes
2. Get special allowance for taking care of grandchildren
3. Go to College to learn on choice of their subjects
4. Get special care and support
5. Discounted fares on Public transport
Etc etc
The percentage of Older Population is increasing Worldwide and we humans must learn to keep ourselves occupied doing different things in life. The choice is in our hands. And
We have only one LIFE so let’s make the most of it.
Let’s grow old happily together.
With Best Wishes …
LikeLike
યુવાન સંતાનોને એમનાં બાળકોના ઉછેરમાં ઘરડાં મા -બાપ બહુ મદદ કરતા નીવડે છે. આ પ્રેમનો શ્રમ છે જે તેઓ ખુશીથી કરે છે.આથી એમનો સમય પણ સારી રીતે પસાર થાય છે.જો કે ઘણીવાર સમાજમાં દુખ અને આશ્ચર્યની વાત એ જોવામાં આવે છે કે સંતાનો કોઈવાર સ્વાર્થી બને છે અને બાળકો મોટાં થાય એટલે મા-બાપ તરફના વર્તનમાં ફેરફાર જોવામાં આવે છે.રોગ મટ્યો એટલે વૈદ વેરી !
LikeLiked by 1 person
very true picture of our society agree on all points-thx
LikeLiked by 1 person
Thank you Varshaben.
Read the article with interest. Also read some comments. Some of the points made could be debatable.
The pros:
1. If Grandparents are happy to take care of their grandchildren then there should no problems because it helps all parties.
In this age of ‘child abuse’ this type of arrangements would keep the little ones ‘safe and secure .’
2. It will save a lot of child minding money from the parents’ perspective.
3. These little children will keep the older generation happy, active and busy.
4. There will be less cases of illness like Dementia, Loneliness, and Mental health.
5. Grandparents will be able to pass on their Culture and Values to the younger generation.
6. All three generations will live a happy life. They don’t need to live in the same household. They can all have their own independence by living separately.
The cons:
1. Too many arguments
2. Grandparents would be just ‘baby sitters’
3. Lack of respect
4. Parents could take advantage of grandparents physically and financially
5. Grandparents won’t have time to enjoy their lives
6. Parents could have a selfish behaviour
And so on
On the whole, it depends on each and very family. They need to lay out some boundaries on how to deal with this situation because it won’t be fair on the little children if grown ups end up feeling unhappy with each other.
During my Research on ‘Ageing Together’ last year, I have recorded some cases where grandparents have been ignored completely by their own children.
In other cases, many families live a very happy, contented life because they respect each other, give space and time to breath.
So why do we have ‘Old Peoples’ homes everywhere nowadays?
What has gone wrong with our ‘Indian Sanskar?’
The Governmnet here in the UK are trying to work out a policy where grandparents can:
1. Stay in their own homes
2. Get special allowance for taking care of grandchildren
3. Go to College to learn on choice of their subjects
4. Get special care and support
5. Discounted fares on Public transport
Etc etc
The percentage of Older Population is increasing Worldwide and we humans must learn to keep ourselves occupied doing different things in life. The choice is in our hands. And
We have only one LIFE so let’s make the most of it.
Let’s grow old happily together.
With Best Wishes …
WordPress.com / Gravatar.com credentials can be used.
LikeLiked by 1 person
લેખ વાંચ્યો. ફરી વાંચ્યો.
દરેક વખતે કાંઇક અઘુરું લાગ્યુ.
કોઇપણ પ્રશ્નને દસ દિશા હોય છે. કદાચ વઘારે. જ્યારે પ્રશ્નની છણાવટ કરીઅે ત્યારે તેની બઘીઅે દિશાના સંદર્ભમાં અને અેકબીજાના સંબંઘમાં વિચારીઅે તો સાચા ઉકેલ તરફ જવાય.
ઉર્મિલાબેને આ રસ્તે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગ્યું. ખૂબ ઉંડાણમાં વિચારેલો લાગ્યો.
લેખ ઇમોશન્સ અને આજની ભૌતિક પરિસ્થિતિના સંદર્ભમાં વઘારે ભાર દઇને લખાયેલો લાગ્યો. થોડો આર્થિક.
આ સામાજીક પ્રશ્ન વઘુ હ્યુમન સાયકોલોજીના સંદર્ભમાં અને પછી બીજા વ્યવહારીક સંદર્ભમાં ચર્ચાવો જોઇઅે અેવું લાગે છે.
ત્રણ પેઢીનો, સામાજીક, કૌટુંબિક, આર્થિક, ઇન્ટર્નલ પોલીટીક્સને જન્મ આપતા હ્યુમન નેચરનો , સમતોલ વિચાર સાચે રસ્તે દોરી શકે. આ અેક ગુઢ પ્રશ્ન છે. જો વિચાર સમતોલ અને સર્વમાન્ય નહિ હોય તો પેઢીઓ મનથી અને તનથી છુટી પડે છે. પેલું નવું અવતરેલું બાળક ….બીચારું બની જાય….મોટાઓના વિચારયુઘ્ઘમાં.
અેક દાખલો : અેક ભણેલા, ગણેલાં આર્થિક રીતે સંપન્ન કુટુંબના દિકરાઅે સર્વસંમતિથી બીજી ન્યાતની છોકરી સાથે પ્રેમલગ્ન કરેલાં. હવે બન્ને …દિકરો અને વહુ… જુદા જુદા રીત રીવાજો અને કૌટુંબીક વિચારઘારામાંથી આવેલાં. પહેલો પ્રશ્ન અે છે કે આ ચાર વ્યક્તિઓના મનમેળ શરુથી જ પ્રેમભરેલો અને પુરી સમજવાળો અેકતાના સૂરવાળો હોવો જોઇઅે. અહિં જ કુટુંબભાવનાનો બેઝ ચણાય છે. પાયો નંખાય છે. પછી…..બઘા બીજા પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિનો પણ અહિ ઉકેલ મળે છે. ચારે વ્યક્તિ પોતપોતાની ફરજોના જ્ઞાન સાથે સુખી કુટુંબના આદર્શ સાથે જીવવાની જવાબદારી સ્વિકારી લે છે. સાસુ અને વહુ જો ઘરમાં ‘ સાસુ વહુ ‘ના નાટકો ઉભા કરે તો પછી ???????
ઘરની પ્રગતિ માટે ચારે વ્યક્તિઅે ‘ બાંઘ છોડ ‘ કરીને જીવવું રહ્યું. પોતાની ફરજ કય્ાં છે અને કેટલી છે તે સમજીને જીવવાની છે…કોણ સમજીને વઘુ જવાબદારી સ્વિકારી શકે તે નફાની વાત બની જાય છે.
કોર્ટ કે બહારના વડીલો આ સબ્જેક્ટમાં જે સોલ્યુશન આપશે તે કચવાતે મને સ્વિકારવાની ફરજ પડે તો આવેલા નવા કુટુંબીજન…બાળકની જીંદગી તેની સમજ બહાર જુદી રીતે ઘડાતી જશે…..
ટૂંકમાં આ પ્રશ્ન, મને લાગે છે કે, કૌટુંબિક અને સાયકોલોજીકલ સમજનો વઘુ બને છે. સર્વસંમતિથી પોતપોતાની ફરજોને સ્વિકારો…જરુરત પડે ત્યાં પોતાની મદદ ઓફર કરો અને પ્રશ્નને સોલ્વ કરો….સૌને સુખી કરો…આનંદ આપો…થોડું સહન કરીને પણ સામેવાળાને હેપી કરવાની તેયારી રાખો.
આટલું થશે તો તે કુટુંબ સ્વર્ગ બની જશે.
વકીલની અદાથી જો સવાલો જ કરતાં રહીશું તો…..કદાચ કહેવાશે કે…‘ આ બાળકે આપણને મા..બાપ તરીકે નથી શીલેક્ટ કરેલાં….આપણે તેની મરજી જાણીયા વિના આપણા ઘરમાં લઇ આવેલાં છીઅે. ‘
અથવા
સિનિયર મા બાપ ઇન્ડીપેન્ડન્ટ સ્વભાવના હોય તો કદાચ તેમના દિકરા વહુને કહેતે કે , ‘ તમે બાળકને આ બાળકને આ દુનિયામાં લાવ્યા છો તો તેના પાલન પોષણની જવાબદારી તમારી….‘
જ્યારે ક્લોઝ રીલેશન દિવાલોથી જુદા પડીને અૌપચારીક બની જાય ત્યારે પ્રેમ, લાગણી, જવાબદારી…બું જ મરણશરણ થઇ જાય છે.
આવા પ્રશ્નો ખુલ્લા મનથી…અેકબીજાને માટે કાંઇક કરી છુટવાની હૃદયપૂર્વની તૈયારી સાથે જ સોલ્વ કરી શકાય. સ્વાર્થી વલણ હંમેશા નુકસાન કરે છે. સ્વાર્થ ઘાટક હોય છે.
અમુત હઝારી.
LikeLiked by 1 person
After a age Grand parents have boredom in life. They do not know how to fill the vaccum in life. Most of they have no extra hobby or resources to spend time. The grand children plays important role to fill this vaccum. So this whole aspect of raising grand children is to be seen in totality. most of grand parents enjoy company of children as a good pass time as well extending their love to their children.
LikeLiked by 1 person