આ ધરતી કોણે બનાવી? માણસનો જન્મ કેમ થાય છે? અજવાળું કેમ થાય છે? અન્ધારું કેમ થાય છે? તમારા જીવનમાં સારું શું કે નરસું શું છે? તમને તે અંગે જાતે વીચારતા નથી આવડતું નથી? તમે વૈચારીક રીતે માનસીક–લંગડા કેમ છો?
પપ્પાને ભુલ સમજાઈ ગઈ…
– હીતેશ રાઈચુરા
પપ્પા, આ ધરતી કોણે બનાવી? –ભગવાને.
માણસનો જન્મ કેમ થાય છે? – ભગવાનની કૃપાથી.
અજવાળું કેમ થાય છે? – ભગવાન કરે છે.
અન્ધારું કેમ થાય છે? – ભગવાનની મરજીથી.
બસ બેટા, હવે વધુ સવાલ નહીં અને એટલું સમજી લે કે દુનીયામાં અને બ્રહ્માંડમાં જે કાઈ પણ થાય છે એ ભગવાન જ કરે છે.
થોડા દીવસ પછી સ્કુલેથી બાળકના વાલીને બોલાવવામાં આવ્યાં અને કહ્યું કે તમારો દીકરો ભણવામાં બહુ જ કમજોર છે. જુઓ આ એનું પેપર.
રોશની કોણે બનાવી તો લખે છે ભગવાને.
ટેલીફોનની શોધ કોણે કરી તો એમાં પણ ભગવાન…
ઉત્તરવહી જોઈને પોતાના બાળક પર પપ્પા ખુબ જ ખીજાયા.
બાળક નીર્દોષ ભાવે બોલ્યો કે ‘પપ્પા તમે જ તો આ બધુ કહ્યું હતું યાદ કરો.’ પપ્પાને ભુલ સમજાઈ ગઈ.
મીત્રો, તમે પણ જો બાળકોને આવી વાતો શીખવશો તો એ જીન્દગીની દરેક પરીક્ષામાં નાપાસ જ થશે.
બાળકને ભગવાનની કાલ્પનીક વાર્તાઓ કરવા કરતાં વીજ્ઞાનની શોધો વીશે જણાવો અને જો તમે એ સમજણ આપવા સક્ષમ/લાયક ન હો તો કમ સે કમ એને આવી કાલ્પનીક કથાઓ તો ના જ કહો. જેથી એ પછાત રહી જાય…!!!
દેવી–દેવતા, સ્વામી, બાબા કરતાં ‘વીજ્ઞાન’ને ધર્મ બનાવો તો તમારું બાળક ચોક્કસ પ્રગતી કરશે જ.
મીત્રો, તમે વૈચારીક રીતે માનસીક–લંગડા કેમ છો?
તમારા જીવનમા ઘટતી ઘટના વીશે ગુરુ, બાબા જેવા લપોડશંખો શું કહે છે એવું તમારે જાણવાની શા માટે જરુર પડે છે?
‘તમારા જીવનમાં સારું શું કે નરસું શું છે?’ તે અંગે તમને જાતે વીચારતા નથી આવડતું નથી?
તમે માનસીક રીતે આળસુ છો, જેથી આવા બાબા, સ્વામીઓના રેડીમેઈડ અને ઉધાર વીચારોથી તમે કામ ચલાવો છો અને એનાથી આજ સુધી કોઈ ઉકેલ આવ્યો પણ નથી; છતાંય તમે ઢસરડો કર્યે રાખો છો.
વર્ષ 1936માં ગાંધીજીએ અનુસુચીત જાતીને મન્દીરમાં પ્રવેશ અપાવવાની ઝુમ્બેશ ઉપાડી આંદોલન શરુ કર્યું ત્યારે કોઈ એક પત્રકારે કૃષ્ણમુર્તીને આ અંગે તેમના વીચાર જણાવવા કહ્યું હતું.
કૃષ્ણમુર્તીએ જવાબ આપ્યો કે, ‘‘ભગવાન મન્દીરમાં રહેતા જ નથી. ત્યારે મન્દીરમાં કોણ પ્રવેશ કરે છે, કોણ નહીં– એ વાતથી શો ફરક પડે છે?”
લગભગ 60–70 વરસ કૃષ્ણમુર્તીએ સાર્વજનીક ચર્ચાઓ, વ્યક્તીગત વાર્તાલાપો લોકો સાથે કર્યાં હશે. કૃષ્ણમુર્તીએ ભાગ્યે જ ‘ભગવાન, ગૉડ, અલ્લાહ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હશે. ઋષીવેલીમાં એક નાના બાળકે તેમને જ્યારે સવાલ કર્યો કે, લોકો ઈશ્વરની પુજા કેમ કરે છે? તો તેમણે જવાબ આપ્યો કે, ‘‘આપણને ઈશ્વરનો ડર છે એટલે આપણે તેની પુજા કરીએ છીએ.’’ આ ડર બીજા કોઈ નહીં; પણ આ પાખંડી સન્તો, સ્વામીઓ, બાબાઓ, ગુરુઓએ બેસાડ્યો છે.
ચમત્કારીક શક્તીઓ ધરાવતા હોવાની ખોટી અફવાઓ ફેલાવીને ભુવા–ભારાડીઓ, તાન્ત્રીકો, બાબાઓ, સ્વામીઓ, સન્તો, મહન્તો, ગુરુઓ અને ધ.ધુ.પ.પુ.ઓ લોકોના દરેક દુ:ખનું નીવારણ કરી આપવાની વાતો કરી, ઠગાઈ કરીને પોતાના ધન્ધો ધમધોકાર ચલાવે છે. તેઓ ખુદના અન્તીમ સમયમાં પોતાનો જીવ બચાવવા હૉસ્પીટલમા દાખલ થઈ, મેડીકલ સાયન્સના આશરે શા માટે જાય છે? એ વીચાર કરો.
– હીતેશ રાઈચુરા
રાજકોટના ફેસબુકમીત્ર હીતેશ રાઈચુરાની તા. 17/08/2019ની પોસ્ટ (https://www.facebook.com/photo.php?fbid=2413473658733304&set=a.191322894281736&type=3&theater)માંથી.. લેખક–ફેસબુકમીત્રના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ભાઈ હીતેશ રાઈચુરા,
ખરેખર સમજવા જેઓ લેખ છે. બાળકોને નાનપણથી સમજાવતી વખતે ભલે ધર્મની વાર્તા કરો એમાં નાં નહિ. પણ જેમજેમ મોટા થાય ત્યારે વિજ્ઞાનનું જ્ઞાન શું છે. એ સમજાવવું જરૂરી છે. જોકે આ જમાનામાં દીકરા દીકરી સ્માર્ટ ફોન વાપરતા શીખી ગયા છે. એટલે હવે યુવા પેઢીને કઈ પણ શિખામણ આપવાની જરૂર લાગતી નથી. બાપસે બેટા સવાઈ જમાનો આવી ગયો છે.
સરોજબેન ચીમનભાઈ ના જય જીનેન્દ્ર .
LikeLiked by 1 person
જ્યાં સુઘી ફાઘર…સોનના વિચારોની આપ લે વાંચી ત્યાં સુઘી ગમ્યું. લેખ જ્યારે શ્રી કૃષ્ણમૂર્તીના વિચારોને આઘારિત થયો પછી પરાવલંબી લાગવા માંડયો. ભારતમાં આજે પણ, ખાસ કરીને હિંદુઓમાં મંદિરો જ તેમના તારણહાર હોય તેવા વિચારો ૭૫ ટકાથી પણ વઘારે લોકો માને છે અને આજની પેઢીને પણ તે જ વિચારોથી મોટા કરે છે. પરદેશમાં આજે ( અમેરિકામાં) દરેક…લગભગ દરેક રાજ્યમાં મંદિરો બંઘાયા છે અને નવા બંઘાઇ રહ્યા છે. છોકરાંઓ અંગ્રેજી શાળાઓમાં ભણે છે…પરંતું ઘરમાં કહેવાતા ઘર્મનું જ રાજ ચાલતું હોય છે. થોડા વિદ્યાર્થીઓ Why, Who, What ના સવાલો પૂછે છે.
લેખમાંના ફાઘર અને ચાઇલ્ડ જેવી જ પરિસ્થિતિ પ્રેક્ટીશમાં છે.
શ્રી કૃષ્ણમૂર્તીજી પણ ઘર્મના પ્રચારક જ છે ને ? ગીતાના શ્લોકોની સમજ પોતાની રીતે કરીને પોતાનું શિષ્યગણ મોટું કરે છે ને ? ગીતાના શ્લોકોની સમજ હજાર સાઘુઓઅે પોતાની રીતે કરી હશે…ઇન્ટરપ્રિટેશન……???????
લેખ મારા મત મુજબ ???????????????????????
અમૃત હઝારી.
LikeLiked by 1 person
I really appreciate sir kahrekhar bahu Saro vichar Che tamaro pan aa bhoot loko na Mann thi hatt tu nathi ne kon samje
LikeLiked by 1 person