બર્ટ્રાન્ડ રસેલના બરોબરીયા…..

ગુજરાતનો આ મહાન, વીરલ સપુત તે શ્રી. નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને તેઓનું અજોડ મુલ્યવાન પુસ્તક તે ‘ઈશ્વરનો ઈન્કાર!’ શ્રી. નરસીંહભાઈનો જન્મ 1874માં અને બર્ટ્રાન્ડ રસેલનો જન્મ ઈ.સ. 1872માં. કહેવાનો ભાવાર્થ એ જ કે, નરસીંહભાઈના આવા નીરીશ્વરવાદી ચીન્તન પર આ યુગના એક મહાનતમ રૅશનાલીસ્ટ વીચારક એવા રસેલનો કોઈ જ પ્રભાવ નથી. અને છતાં ઉભયના વીચારોમાં ઘણું સામ્ય છે. […………………….]

બર્ટ્રાન્ડ રસેલના બરોબરીયા…..

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

હમણાં હમણાં મીત્રો, પત્રકારો આદી મને ગુજરાતમાં રૅશનાલીઝમનો ભીષ્મપીતમહ કહી ઉલ્લેખે છે, એની સામે મારા પરમ મીત્ર તથા સાચા સ્નેહી સાહીત્યશ્રીનીધી નરેન્દ્ર દવેનો સખ્ત વીરોધ છે, તેને યોગ્ય તેમ જ સત્યનીષ્ઠ જ ગણવો ઘટે; પરન્તુ એ સાથે તેઓ જે મહાન, પુર્વજોને ‘રૅશનાલીસ્ટ’ તરીકે ઓળખાવે છે એ, મારા વીનમ્ર મતે યોગ્ય નથી, કારણ કે નર્મદ આદીને રૅશનાલીસ્ટ કહેવાય નહીં, અને જો તેઓને રૅશનાલીસ્ટ કહેવા હોય તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ વીસ્તારવી રહે, જે આપણા હાથની વાત નથી. જેઓ આત્મા–પરમાત્મામાં માને, તેઓ કમસે કમ રૅશનાલીસ્ટ તો નહીં જ. બાકી તેઓ મહાન, અતીમહાન, પ્રકાંડ સમાજસુધારકો અને ધર્મસુધારકો જરુર, મનુષ્ય તરીકેનાં તેઓનાં કાર્યો તથા પ્રદાન અતીમુલ્યવાન, ઉચ્ચતર તેમ જ ભવ્ય, તેઓ સાથે મારી તુલના હોય જ નહીં. ક્ષમસ્વ!

તો પછી પ્રશ્ન ઉદભવે કે, હું શા માટે મીત્ર નરેન્દ્ર દવેના વીરોધને સત્યનીષ્ઠ કહું છું? તો એનું કારણ છે જ, ઘણું સબળ કારણ છે : મતલબ કે, મારી પુર્વે ગુજરાતમાં કમસે કમ એક મહાન, સમર્થ રૅશનાલીસ્ટ, હકીકતે નીરીશ્વરવાદી પુરુષ થઈ ગયા છે, જેઓએ ભલે મારા જેટલું વીપુલ લખાણ નથી કર્યું અને રૅશનાલીઝમનાં સર્વ પાસાંને સ્પર્શવાનો એ યુગ પણ નહોતો. આમ છતાં, તેઓએ પોતાની પ્રકાંડ વીદ્વતા વડે, એ તો સીદ્ધ કર્યું જ છે કે, આત્મા નથી, પરમાત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી, પુનર્જન્મ પણ નથી જ ઈત્યાદી. અને આ કાંઈ તેઓની છોકરમત યા યુવાનીનો તૉર નથી, પુરાં અભ્યાસ, અનુભવ, વ્યાપક ચીન્તન, મન્થન પછી જ તેઓએ પોતાની આવી ઠરેલ પ્રતીતી વ્યક્ત કરી છે. જુઓ તેઓ લખે છે :

‘તેત્રીસ વર્ષના ગમ્ભીર મનન અને મન્થનને પરીણામે, મારી ઉમ્મરનાં ઓગણસાઠ વર્ષ પુરા કરી સાઠમા વર્ષમાં પ્રવેશ કર્યા પછી નીરીશ્વર ધર્મના મારા વીચારો આજે પુસ્તક રુપે વીચારક સમાજની સમક્ષ મુકું છું, એટલે કોઈ એમ ના માને કે એની જુવાનીના જોરમાં ને તૉરમાં આવું બધું લખી નાંખ્યું છે!’ (પ્રસ્તાવના ‘મંગલાચરણ’ પૃષ્ઠ : 14)

ગુજરાતના આ પ્રથમ સમર્થ નાસ્તીક પુરુષ, કેવળ નાસ્તીકતાનો જ પ્રચાર કરે છે એવું નથી, તેઓના પુસ્તકમાંથી રૅશનાલીઝમવીવેકબુદ્ધીવાદી અભીગમનો પણ આછો અણસાર મળે જ છે, જેમ કે તેઓ ડાર્વીનવાદને પુરસ્કારે છે, ઉપરાંત પાપપુણ્યની તેઓની વ્યાખ્યા, શ્રદ્ધાનો વીરોધ, સમાજ, ધર્મ તેમ જ વીશ્વધર્મની હીમાયત વગેરે અભીગમ વીવેકબુદ્ધીવાદનો સુચક છે. વીવેકબુદ્ધી’ એવો શબ્દપ્રયોગ પણ પ્રથમ વાર ગુજરાતના આ પ્રથમ જાહેર નાસ્તીકે જ કર્યો છે. અલબત્ત રૅશનાલીઝમના પર્યાયરુપે ‘વીવેકબુદ્ધીવાદ’ શબ્દ મેં આપ્યો એમ કોઈ ચાહકમીત્ર કહે, તો ઐતીહાસીક દૃષ્ટીએ એ સાચું જ. આજે અત્રે જે પુસ્તકનો પરીચય હું આપવા ઈચ્છું છું, એ પુસ્તકમાં ક્યાંય ‘રૅશનાલીઝમ’ શબ્દ પ્રયોજાયલો મારા જોવામાં આવ્યો નથી. લેખકનો પ્રધાન હેતુ, આપણે જે જુઠી ધાર્મીક માન્યતાઓ સેવીએ છીએ, એનું સબળ ખંડન કરવાનો જ છે અને રૅશનાલીઝમનું સર્વપ્રથમ કાર્ય તો એ જ છે ને?

આનન્દ તથા સુખદ આશ્ચર્યની હકીકત તો એ કે આજથી લગભગ સો વર્ષ પુર્વે આ વીચારનીષ્ઠ, સજાગ પુરુષે ધર્મવીષયક સત્યાસત્યનું ચીન્તન આદરી દીધું હતું. તેઓ લખે છે, ‘1899માં પચીસ વર્ષની વયે શીવાલયમાં ઘીનો દીવો કરી આવ્યા વીના જમ્પતો નહીં; પણ એ જ વર્ષે વડોદરામાં આર્યસમાજનાં પુસ્તકો વાંચવા પામ્યો. અને મારા શાંત ધર્મવીચારમાં સળવળાટ થયો.’ એ પછી છેક 1933માં તેઓનું આ સમર્થ–સમૃદ્ધ પુસ્તક પ્રગટ થાય છે. આ ઘટનાને જો કે અત્રે મેં આનન્દની તેમ જ સુખદ આશ્ચર્યની હકીકત કહી; પરન્તુ પરીણામની દૃષ્ટીએ તો આ હકીકતને દુ:ખ તેમ જ કમનસીબ જ ગણવી રહી; કારણ કે આવા નાસ્તીકો તથા પ્રકાંડ ધર્મસુધારકો તેમ જ સમાજસુધારકોના અથાક ભગીરથ પુરુષાર્થ છતાંય, આજે આપણું દુર્ભાગી ગુજરાત અન્ધશ્રદ્ધામાં ગળાડુબ છે, ધર્મઘેલછા તથા દેવદેવીઓની ઘેલછાએ માઝા મુકી છે, ધર્મગુરુઓ દ્વારા થતાં શોષણ અને લખલુટ ભવ્યતાવાળાં મન્દીરો તેમ જ આશ્રમો બાબતમાં ગુજરાતનો જોટો જડવો લગભગ અસમ્ભવ છે.

ગુજરાતનો આ મહાન, વીરલ સપુત તે શ્રી. નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને તેઓનું અજોડ મુલ્યવાન પુસ્તક તે ‘ઈશ્વરનો ઈન્કાર! શ્રી. નરસીંહભાઈનો જન્મ 1874માં અને બર્ટ્રાન્ડ રસેલનો જન્મ ઈ.સ. 1872માં. કહેવાનો ભાવાર્થ એ જ કે, નરસીંહભાઈના આવા નીરીશ્વરવાદી ચીન્તન પર આ યુગના એક મહાનતમ રૅશનાલીસ્ટ વીચારક એવા રસેલનો કોઈ જ પ્રભાવ નથી. અને છતાં ઉભયના વીચારોમાં ઘણું સામ્ય છે. રસેલે કરેલી કેટલીક મક્કમ દલીલો નરસીંહભાઈએ પણ નીજી મૌલીક સુઝથી કરી છે જે તેઓના ચીન્તન અભ્યાસના વ્યાપનું સુચક છે. અને મનુષ્યને જે નક્કર સત્ય લાધે એ તો સરખું જ હોય ને? ધર્મમાં અપરમ્પાર મતભેદો હોય છે જ; પરન્તુ નીરીશ્વરવાદ યા વીવેકબુદ્ધીવાદમાં મતભેદને અવકાશ જ ક્યાંથી સમ્ભવે? Great men think alike! અને આ તો સત્ય અને કેવળ સત્યની જ આરાધના છે.

હવે, નરસીંહભાઈના આ સત્યસુવીચારોની થોડી ઝલક પણ માણી લઈએ. તેઓ લખે છે : ‘ઈશ્વરે માનવીને માટે જગત રચેલું કે રચાયેલા જગતનો માનવીએ ઉપયોગ કરી લીધો?’ (પૃષ્ઠ : 14) આના સમર્થનમાં આપણે અત્રે વોલ્ટેરની પેલી સચોટ, કટાક્ષપ્રધાન દલીલ ટાંકીએ : ‘માણસ ચશ્માં પહેરી શકે, એટલા માટે જ ઈશ્વરે નાકનો આવો આકાર બનાવ્યો!’ નરસીંહભાઈ લખે છે કે, ‘આપણને અનાજ મળે અને એ ખાઈને આપણે જીવીએ, એટલા માટે ઈશ્વર વરસાદ મોકલાવે છે, એવી માન્યતા સાવ નાપાયેદાર છે.’

વરસાદે તો એક સ્વતન્ત્ર ઘટના છે; જેનો મનુષ્ય પોતાના લાભાર્થે ઉપયોગ કરી લે છે. બાકી જો અનાજ પકવવા જ પ્રભુ વરસાદ વરસાવતા હોય, તો સમુદ્રમાં તથા શહેરોની સડકો ઉપર વરસાદ શા માટે પડે?

 ●

‘ઈશ્વરનો ઈન્કાર’

સ્મરણીય નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલે છેક 1932માં ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક લખેલું, જેનું પુન:પ્રકાશન 1988 અને 1999માં થયું હતું. બે દાયકાઓથી આ પુસ્તક પ્રાપ્ત કરવું મુશ્કેલ હતું. સ્મરણીય ગુલાબભાઈ ભેડાની દીકરી પ્રા. હર્ષાબહેન બાડકર (મુમ્બઈ) પાસેથી મને આ પુસ્તક પ્રાપ્ત થયું છે. સોશીયલ મીડીયામાં વ્યસ્ત યુવાપેઢીની બુદ્ધીને હચમચાવી મુકે, વીચાર કરતી કરે તેવા ઉદ્દેશથી આ પુસ્તકની ‘ઈ.બુક’ બનાવવી છે. જે કોઈ સન્મીત્ર‘ઈ.બુક’ના ‘સ્પોન્સર’ થશે, તેમની તસવીર સાથે તેમનું ‘ઈ.બુક’માં સૌજન્ય સ્વીકારવામાં આવશે. આ ‘ઈ.બુક’ તદ્દન મફ્ત વહેંચવામાં આવશે. ‘સ્પોન્સર’ થવાની ઈચ્છા ધરાવતા સન્મીત્ર મને govindmaru@gmail.com પર લખવા વીનન્તી છે. –ગોવીન્દ મારુ

 

માણસે ભય તથા કુતુહલથી પ્રેરાઈને ઈશ્વરની કલ્પના કરી; સ્વપ્નાદીની આશ્ચર્યવત્ ઘટનાઓ ન સમજાતાં, આત્માની કલ્પના કરી; એ જ રીતે કર્મ, કર્મફળ, પુનર્જન્મ, મુર્તીપુજા, ભુતપ્રેત વગેરે અર્થહીન કલ્પનાઓની ભરમાર માનવીએ ચલાવી– એ બધું સુપેરે સમજાવતાં, તેઓ લખે છે, ‘આદીમાનવે ઈશ્વરને જન્મ આપ્યો, ત્યાર પછીના વીચારકોએ તેને પાળીપોષીને ઉછેર્યો – મોટો કર્યો. (પૃષ્ઠ : 31) અત્રે સ્થળસંકોચવશ, નરસીંહભાઈના સમર્થ તેમ જ તર્કબદ્ધ, વીવેકનીષ્ઠ ચીન્તનનો વીગતે પરીચય આપી શકાય તેમ નથી; પરન્તુ આ પુસ્તકમાં તેઓ તત્ત્વનું સ્વયંભુપણું; પ્રકૃતીના અન્ધ તથા અફર નીયમો; ઉત્ક્રાંતી, જેને માટે તેઓ ‘વીકાસક્રમ’ એવો શબ્દ પ્રયોજે છે; આત્માના અમરત્વની તથા એની સ્વતન્ત્રતાની કલ્પના; નીતી, પાપ, પુણ્ય આદીની રૅશનલ વીભાવના; શ્રદ્ધા તથા પ્રાર્થનાનું મીથ્યાત્વ; ભ્રમણાઓ; બુદ્ધી તેમ જ વીવેકનું મહત્ત્વ– એમ લગભગ તમામ આનુષંગીક વીષયોની પુરી ચર્ચા કરી, ધાર્મીક માન્યતાઓનું સાધાર ખંડન કરે છે. તેઓ સારાંશ તારવે છે કે, ‘ઈશ્વરની જરુર છે જ નહીં, માણસે શ્રદ્ધાજડતાનો વીનાશ કરી, બુદ્ધીવીવેકનો વીકાસ કરતા જવું; એ જ માનવીનો ઉન્નતીનો ધર્મ છે. માનવી સત્યની અનન્તયાત્રાનો પ્રવાસી છે.’ (પૃષ્ઠ : 172 )

પુસ્તક 1933ના અરસામાં લખાયેલું હોઈ, વીજ્ઞાનની તે સમય સુધીની જ શોધોનો ઉલ્લેખ એમાં મળે એ સ્વાભાવીક છે. વળી, વીજ્ઞાનની વધુ પ્રગતીએ કેટલીક વાત ખોટી પણ ઠરાવી હોય.

દા.ત.; પ્રકૃતી અને પુરુષ, અર્થાત્ મેટર અને એનર્જીનો મુળભુત ભેદ. હવે આપણે જાણીએ છીએ કે મેટર અને એનર્જી ભીન્ન ભીન્ન તત્ત્વો નથી. એ જ રીતે અવકાશ ઈથરથી ભરેલો નથી… વગેરે.

પરન્તુ એથી તેઓના મુળભુત ધ્યેયને સીદ્ધ કરનારી સચોટ–સબળ દલીલોને ભાગ્યે જ હાની પહોંચે છે.

આ પુસ્તક હવે જોરાવરનગરના જોરાવર જણ જમનાદાસ કોટેચા અને પ્રખર એક્ટીવીસ્ટ અબ્દુલભાઈ વકાણી ગુજરાતને ફરી પ્રાપ્ય કરાવી આપે છે અને એમાં ઈશ્વરભાઈ પટેલ જેવા અમેરીકાવાસી સદમીત્ર સહાયરુપ થાય છે એ હકીકત ઘણી જ ઉત્સાહપ્રેરક છે. તેઓ બન્નેને અને સંકળાયેલા સૌને અભીનન્દનઆવકાર.

–રમણ પાઠક (વાચસ્પતી)

‘ઈશ્વરનો ઈન્કાર’પુસ્તક (પ્રકાશક : સ્મરણીય જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી) અને શ્રી. અબ્દુલ વકાની, ‘કોવુર હાઉસ’, ચૌટા બજાર, અંકલેશ્વર – 393 001; ત્રીજી આવૃત્તી : 1999; પાનાં : 176  મુલ્ય : રુપીયા 60/-)ની ‘પ્રસ્તાવના’નાં પૃષ્ઠ ક્રમાંક  : 05થી 08 ઉપરથી, લેખક અને સમ્પાદકોના સૌજન્યથી સાભાર

લેખકસમ્પર્ક : અફસોસ,  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

6 Comments

  1. સ્નેહી શ્રી ગોવિંદભાઈ,
    શ્રી ઈશ્વરભાઈ લિખિત “ઈશ્વરનો ઇન્કાર” છપાવવા માટે અંદાજી ખર્ચની માહિતી મને
    મળી શકે?
    રકમની વ્યવસ્થા થઈ જશે તેની જવાબદારી અમે મિત્રો લઈશુ .

    Liked by 1 person

    1. વહાલા મુકેશભાઈ,
      ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક છપાવવાના ખર્ચની જવાબદારી આપશ્રી અને આપના મીત્રો લેવાના છો તે વાંચીને આનન્દ થયો. આભાર..
      હું ફક્ત ઈ.બુક્સનું પ્રકાશન કરું છું. સોશીયલ મીડીયામાં વ્યસ્ત યુવાપેઢી માટે ‘ઈ.બુક’ બનાવવાની જાહેરાત કરી હતી. પુસ્તક પ્રકાશનની મને કોઈ જાણકારી નથી; પરન્તુ આદરણીય શ્રી. રમેશભાઈ સવાણી સાહેબ સાથે પહેલી ડીસેમ્બરે આપણે રુબરુ મળીશું ત્યારે પુસ્તક છપાવવા અંગે વીગતે ચર્ચા કરીશું.
      ફરીથી આભાર..
      -ગોવીન્દ મારુ

      Like

  2. Govindbhai,
    My congratulations for finding this book.

    Narasinhbhai Patel wrote, way back in 1932 :
    “આજે આપણું દુર્ભાગી ગુજરાત અન્ધશ્રદ્ધામાં ગળાડુબ છે, ધર્મઘેલછા તથા દેવદેવીઓની ઘેલછાએ માઝા મુકી છે.
    ધર્મગુરુઓ દ્વારા થતાં શોષણ અને લખલુટ ભવ્યતાવાળાં મન્દીરો તેમ જ આશ્રમો બાબતમાં ગુજરાતનો જોટો જડવો લગભગ અસમ્ભવ છે.”

    Such a thoughtful book by an unknown thinker in Gandhian Gujarat ?
    And hardly a few persons know about him. Very unfortunate.
    How can I purchase this book? —Subodh Shah — USA.

    Liked by 1 person

  3. નમસ્તે ગોવીન્દભાઈ,
    નરસીંહભાઈ પટેલ અને એમણે લખેલા ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક વીશે મેં સાંભળ્યું હતું, પણ એની કોઈ વીગતો જાણવામાં આવી ન હતી. આ લેખ દ્વારા આ વીગતો જાણી આનંદ થયો. હાર્દીક આભાર.
    ઈ-બુક બનાવવામાં કોઈ સ્પોન્સરની જરુર પડે? મેં આઝાદીની ચળવળ અંગેની મુ. શ્રી.દયાળભાઈ કેસરીની અને મુ. શ્રી ગોસાંઈભાઈ છીબાની એમ બે બુક મારા બ્લોગ પર મુકી છે- એ બંને મહાનુભાવોની પરવાનગી લઈને. જો કે હવે એ બંને આપણી વચ્ચે નથી.

    Liked by 2 people

  4. ‘અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.’ પણ તેઓ અમારા હ્રુદયમા અમર છે. બારડોલીમા સુ શ્રી સરોજબેન અને રમણભાઇ સાથે ચર્ચા વિચારણા કરવાનો લ્હાવો મળ્યો છે. તેઓ ઉમદા સજ્જન હતા અમારી દીકરીએ તો તેઓના સાહિત્ય ને અંજલી સ્વરુપ નાટકો લખ્યા અને ભજવ્યા હતા. છેલ્લે તેમને મળ્યા ત્યારે લાકડી ભેટ આપી તો તે વિષે પણ રમણભ્રમણમા લેખ લખ્યો હતો!
    તેઓ રેશનલ વાત કરતા સાચા રૅશનાલીસ્ટ હતા.તેઓ અને જનકભાઇના મૃત્યુ બાદ બધાએ આનંદપૂર્વક તેમને યાદ કરી અંજલી આપી હતી.
    રસેલના પુસ્તકો વાંચ્યા છે .ઈશ્વરનો ઈન્કાર માણવાનું ગમશે.
    લેખ બદલ ધન્યવાદ

    Liked by 1 person

  5. It was a great pleasure to read about Narsinhbhai Patel by an equally rationalist Rqmanlal Pathak. Narsinhbhai wrote this book in 1933, in Gujarat. Can you imagine how much courage it must have required for him and the publisher and printer to bring about this book, Ishwarno Inkaar. this is out of print, but we obtained it a few years ago and I read the whole book. Was surprised that somebody could write like this in 1932/33 almost 85 years ago. When even nowadays many of us do not know about Mormon sect, he wrote several paragraphs about it. Another surprise was , he was only a high school graduate and could not go to college due to family circumstances, but he was an avid reader and gained all his knowledge from vast reading and discussion with learned friends. He was the founder publisher/editor of Patidar magazine a monthly discussing social problems and questions mostly in Patidar community of Gujarat, Kheda district, from Anand and later on handed over to Ishwar Petliker, which was published for many years and the name was changed from Patidar to Sansar as broader social issues were discussed pertaining to Gujarati communities.
    HE was contemporary of Sardar Vallabhbhai Patel born almost same time and in same area.
    I congratulate you for bringing out an article regarding this almost forgotten son of Gujarat, a true rationalist. Thank you.

    Liked by 1 person

Leave a comment