વાસ્તુશાસ્ત્ર જ્યોતીષશાસ્ત્રનો જોડકો ભાઈ છે. તો ફેંગશુઈનું પણ પોતાનું આગવું જ્યોતીષશાસ્ત્ર છે. આ અવીદ્યાઓને સુડોસાયન્સ ફરેબી વીજ્ઞાન કહીએ તો તેમાં અલ્પોક્તી થઈ જાય. આને વીદ્યા કે વીજ્ઞાન કહીએ તો વીદ્યા અને વીજ્ઞાનનું અવમુલ્યન થઈ જાય. આ તો ભોળા લોકોને છેતરવાનો એક ઠગારું તરકટ છે.
પ્રકરણ–1
વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?
–લક્ષ્મીદાસ ખટાઉ
વાસ્તુશાસ્ત્ર એટલે સ્થાપત્ય શાસ્ત્ર, શીલ્પ કલા, મકાનોના ચણતરની વીદ્યા, જેને અંગ્રેજીમાં આર્કીટેક્ચર કહેવમાં આવે છે. ચીની ભાષામાં આ શાસ્ત્રને ફેંગશુઈ કહેવામાં આવે છે. વીશ્વભરમાં, ચીન અને ભારતમાં બન્ધાયેલ ભવ્ય મન્દીરો, મસ્જીદો, ચર્ચ, રાજમહેલો, તાજમહેલ, કુતુબમીનાર તથા આધુનીક અનેક મજલાવાળા ભવ્ય મકાનો, હૉસ્પીટલો, નહેરુ પ્લેનેટોરીયમ વગેરે બધા વાસ્તુશાસ્ત્ર એટલે કે આર્કીટેક્ચર વીદ્યાના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતો છે. પ્રાચીન સમયથી ભારતમાં વાસ્તુશાસ્ત્ર બહુ સારા પ્રમાણમાં વીકાસ પામ્યું. આપણે ગૌરવ લઈ શકીએ તેવા ભવ્ય, કલામય, નયનરમ્ય મન્દીરો, મસ્જીદો, રાજમહેલો અને શીલ્પકલાના ઉત્કૃષ્ટ દૃષ્ટાંત રુપ તાજમહેલ આપણને વાસ્તુશાસ્ત્રમાં રહેલા વીજ્ઞાન અને કલાના દર્શન કરાવે છે. આ પ્રકારના વાસ્તુશાસ્ત્ર માટે કોઈ મતભેદ હોઈ ન શકે. જેઓ વાસ્તુશાસ્ત્રની આલોચના કરે છે તે આ પ્રકારનાં વાસ્તુશાસ્ત્રની આલોચના કરતા નથી પણ લફંગાઓએ વાસ્તુશાસ્ત્રના નામે લોકોને મુર્ખ બનાવી પૈસા કમાવા આ શાસ્ત્રને તદ્દન વીકૃત બનાવેલ છે. આવા ફરેબી શાસ્ત્રની આલોચના થવી જ જોઈએ અને તેવો પ્રયાસ આ પુસ્તીકામાં કરવામાં આવ્યો છે.
આજ કાલ વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ ઉપર અખબારોમાં જે લેખો પ્રસીદ્ધ થાય છે તથા પુસ્તકો પ્રસીદ્ધ થાય છે, તેમાં વાસ્તુશાસ્ત્રનાં સીદ્ધાંતો નીયમો, માન્યતાઓ વીશે જે કાંઈ લખવામાં આવે છે તેમને વીજ્ઞાન, આર્કીટેક્ચર, એન્જીનીયરીંગ સાથે સ્નાનસુતકનો પણ સમ્બન્ધ નથી. અન્ધમાન્યતાઓથી ભરપુર આ અવીદ્યાને વીજ્ઞાન તરીકે ખપાવવાનો પ્રયાસ થાય છે. બૌદ્ધીકો આ બીજા પ્રકારના ઉપજાવી કાઢેલા વાસ્તુશાસ્ત્રનો વીરોધ કરે છે. આમાં વીજ્ઞાનનો તો છાંટો પણ નથી પણ એક પ્રકારની કલા તો તેમાં જરુર છે, પણ તે કલા સંગીત, સાહીત્ય, નૃત્ય, ચીત્રકલા પ્રકારની લલીત કલા નથી. લોકોને અને ખાસ કરીને શ્રીમન્ત અને ભોળા લોકોને મુર્ખ બનાવી પૈસા કમાવાની કલા કહી શકાય.
વાસ્તુશાસ્ત્ર જ્યોતીષશાસ્ત્રનો જોડકો ભાઈ છે. તો ફેંગશુઈનું પણ પોતાનું આગવું જ્યોતીષશાસ્ત્ર છે. આ અવીદ્યાઓને સુડોસાયન્સ ફરેબી વીજ્ઞાન કહીએ તો તેમાં અલ્પોક્તી થઈ જાય. આને વીદ્યા કે વીજ્ઞાન કહીએ તો વીદ્યા અને વીજ્ઞાનનું અવમુલ્યન થઈ જાય. આ તો ભોળા લોકોને છેતરવાનો એક ઠગારું તરકટ છે.
નૈતીક ધોરણોનું અવમુલ્યન, ભ્રષ્ટાચાર, છેતરપીંડી જીવનના બધા ક્ષેત્રોમાં થોડા યા વધુ પ્રમાણમાં પ્રચલીત છે. વાસ્તુશાસ્ત્ર, જ્યોતીષશાસ્ત્ર પણ એક પ્રકારના વ્યવસાયો છે; પરન્તુ તે વૈજ્ઞાનીક સીદ્ધાંતો ઉપર આધારીત છે એવો દાવો કરવામાં આવે તો તે ચલાવી ન લેવાય. વકીલાત, એસ્ટેટ એજન્સી, શેરદલાલી વગેરેની જેમ વાસ્તુશાસ્ત્ર પણ એક વ્યવસાય છે. આ શાસ્ત્ર વૈજ્ઞાનીક છે એવો પ્રચાર આ લોકો બન્ધ કરે તો પછી વીવાદને સ્થાન રહેતું નથી. અન્ય વ્યવસાયોની જેમ વાસ્તુશાસ્ત્રીઓ પણ ચુપચાપ રીતે કામ કરે, વૈજ્ઞાનીક હોવાનો દાવો ન કરે તો પછી તેમની વીરુદ્ધ ખાસ કાંઈ લખવાનું રહેતું નથી; કારણ કે ભ્રષ્ટાચાર અને છેતરપીંડીથી તો હવે આપણે ટેવાઈ ગયા છીએ.
– લક્ષ્મીદાસ ખટાઉ
રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’ (પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર –363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નો પ્રકરણ : 01નાં પૃષ્ઠ ક્રમાંક : 18થી 19 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
‘વીજ્ઞાન અને કલાના દર્શન કરાવે છે. આ પ્રકારના વાસ્તુશાસ્ત્ર માટે કોઈ મતભેદ હોઈ ન શકે. જેઓ વાસ્તુશાસ્ત્રની આલોચના કરે છે તે આ પ્રકારનાં વાસ્તુશાસ્ત્રની આલોચના કરતા નથી’ અને ‘બીજા પ્રકારના ઉપજાવી કાઢેલા વાસ્તુશાસ્ત્રનો વીરોધ કરે છે’ વા તે સૌ સંમત થાય.ઘણી સુકા ભેગુ લીલુ પણ ન બળે તેનુ ધ્યાન રાખવાનુ રેશનલ છે;મા લક્ષ્મીદાસ ખટાઉને ધન્યવાદ
LikeLiked by 2 people
સરસ લેખ. ધન્યવાદ લક્ષ્મીદાસભાઈ અને ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
ખુબ સરસ લેખ! વિશ્વમાંં ઘણા એવા શિલ્પકલાના ઉત્તમ નમૂના છે, જેમાં કલા અને વિજ્ઞાનના દર્શન થાય છે. વાસ્તુકલાના નામે લૂંટ્તા લુટારુંઓથી સાવધાન રહેવું જોઇએ.
આભાર.
LikeLiked by 1 person