વાસ્તુશાસ્ત્રના મુળભુત સીદ્ધાંતો

ઈશાન દીશામાં ઈશનો એટલે ઈશ્વરનો વાસ છે એમ કહીને તો વાસ્તુશાસ્ત્રે ધર્મની માન્યતાને પણ પડકાર્યો છે. બધા ધર્મો કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે જ્યારે વાસ્તુશાસ્ત્રી કહે છે કે ઈશ્વર ફક્ત ઈશાન દીશામાં જ વસે છે. જેઓ ઈશ્વરના અસ્તીત્વમાં માને છે અને ઈશ્વર સર્વવ્યાપી છે તેમ માને છે તેમના માટે તો વાસ્તુશાસ્ત્ર અસ્વીકાર્ય ગણવો જોઈએ.

પ્રકરણ–2

વાસ્તુશાસ્ત્રના મુળભુત સીદ્ધાંતો

–લક્ષ્મીદાસ ખટાઉ

(આ પુસ્તીકાના પ્રથમ લેખ https://govindmaru.com/2019/12/06/khatau/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

ભારતના ખગોળશાસ્ત્ર મુજબ પૃથ્વીની આસપાસની મુખ્ય ચાર દીશાઓને પુર્વ, પશ્ચીમ, ઉત્તર અને દક્ષીણ દીશાના નામે ઓળખવામાં આવે છે. આ ચાર દીશાઓની વચ્ચેના ખુણાઓને અગ્ની, વાયવ્ય, નૈઋત્ય અને ઈશાન દીશાઓના નામે ઓળખવામાં આવે છે. પશ્ચીમના ખગોળશાસ્ત્ર મુજબ ચાર મુખ્ય દીશાઓને ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ દીશાઓ કહેવામાં આવે છે; પણ પેટાદીશાઓને આવા નામ આપવામાં આવ્યા નથી. પેટા દીશાઓને નોર્થ–ઈસ્ટ, સાઉથ–ઈસ્ટ, નોર્થ–વેસ્ટ, સાઉથ–વેસ્ટના નામે ઓળવામાં આવે છે.

જે દીશામાં સુર્ય ઉગે તેને પુર્વ–ઈસ્ટ, આથમે તેને પશ્ચીમ–વેસ્ટ કહેવામાં આવે છે. તે ઉપરથી પુર્વની જમણી બાજુ દીશાને દક્ષીણ અને ડાબી બાજુની દીશાને ઉત્તર કહેવામાં આવે છે. આ આઠે દીશાઓનો ઉપયોગ તો ખગોળશાસ્ત્રમાં અને પૃથ્વી ઉપર ભૌગોલીક સ્થાન નકકી કરવા માટે તથા અવકાશમાં તારાઓ, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરવા માટે કરવામાં આવે છે. તે સીવાય આ દીશાઓનું બીજું કંઈ મહત્ત્વ નથી. કંઈ અર્થઘટન નથી. આ દીશાઓના શુભ–અશુભ પ્રભાવ જ્યોતીષ અને વાસ્તુશાસ્ત્રે ઉપજાવી કાઢ્યા છે. વીજ્ઞાન કે ખગોળશાસ્ત્ર આવા શુભ–અશુભ પ્રભાવને માન્યતા આપતું નથી. આ તો અન્ધમાન્યતાઓ છે.

પરન્તુ વાસ્તુશાસ્ત્રની માન્યતા મુજબ અગ્ની દીશામાં અગ્નીનો, વાયવ્યમાં વાયુનો, નૈઋત્યમાં જલનો અને ઈશાનમાં ઈશનો વાસ છે. આ કલ્પીત સ્થાનો જ્યોતીષ અને વાસ્તુશાસ્ત્રે ઉપજાવી કાઢેલા છે. આ માન્યતા માટે કોઈ વૈજ્ઞાનીક આધાર નથી. અગ્ની એટલે સુર્યનો પ્રકાશ તથા ગરમી અને તારાઓનો પ્રકાશ એ પ્રકારની પ્રાકૃતીક ઉર્જા એવો અર્થ કરીયે તો સુર્ય પ્રકાશ તથા ગરમી અને તારાઓના પ્રકાશ તો પૃથ્વીની આઠે દીશાઓમાં પથરાયેલો છે. પૃથ્વી ઉપરના ફક્ત અગ્ની દીશામાં આવેલા અવકાશમાંથી સુર્યનો પ્રકાશ અને ગરમી તથા તારાઓનો પ્રકાશ આવતો હોત કે પડતો હોત તો જરુર એ દીશાને અગ્ની દીશા કહી શકાય. જો ગરમી અને પ્રકાશ બધી દીશાઓમાંથી પ્રસરતા હોય તો પછી અગ્નીનો વાસ ફક્ત અગ્ની દીશામાં છે તેમ કહેવા માટે કંઈ વૈજ્ઞાનીક કારણ ખરું? વાસ્તુશાસ્ત્રીને આ સવાલ પુછશો તો માથુ ખંજવાળશે. તેની પાસે કંઈ જવાબ નહીં હોય. વીશ્વાનલ તો સમસ્ત બ્રહ્માંડ વ્યાપ્ત છે. તેને પૃથ્વી ઉપરથી નક્કી કરેલ એક દીશામાં સ્થાન આપી દેવું એ તો બાલીશતા અને અજ્ઞાનતા છે.

તે જ પ્રમાણે વાયવ્ય દીશામાં વાયુનું સ્થાન છે તેમ કહેવા માટે પણ કંઈ વૈજ્ઞાનીક કારણ નથી. વાયુ તો પૃથ્વીની ચારે બાજુ વ્યાપ્ત છે અને અવકાશમાં પણ પૃથ્વીથી થોડા માઈલના અન્તરે વ્યાપ્ત છે, તો પછી વાયુનો વાસ ફક્ત વાયવ્ય દીશામાં છે એમ કહેવા માટે કંઈ વૈજ્ઞાનીક કારણ ખરું? કંઈ જવાબ નથી. પૃથ્વી ઉપર બધા દેશોમાં ઋતુ ઋતુ પ્રમાણે અલગ અલગ દીશાઓમાંથી પવન ફુંકાય છે. ફક્ત વાયવ્ય દીશામાંથી સમસ્ત પૃથ્વી ઉપર વાયુ ફુંકાતો હોય તો જ એમ કહી શકાય કે વાયવ્ય દીશામાં વાયુનું સ્થાન છે.

જળ ફક્ત નૈઋત્ય દીશામાં જ વાસ કરે છે. તે માન્યતા માટે પણ કંઈ વૈજ્ઞાનીક આધાર નથી. વરાળ રુપે જળ તો વાયુમાં પૃથ્વીની ચારે બાજુ હોય છે. ઉપરાંત વરસાદ પણ ફક્ત નૈઋત્ય દીશામાં આવેલા પ્રદેશો ઉપર પડતો નથી. એ તો પૃથ્વી ઉપરની બધી દીશાઓમાં આવેલા દેશોમાં ઓછા યા વધુ અંશે પડે છે. સમુદ્રમાં રહેલ જળ પણ ફક્ત નૈઋત્ય દીશામાં નથી. સમુદ્રોનું જળ તો પુર્વથી પશ્ચીમ અને ઉત્તરથી દક્ષીણ બધા પ્રદેશોમાં વ્યાપ્ત છે તો પછી જળનું સ્થાન ફક્ત નૈઋત્ય દીશામાં સીમીત કરવા માટે કઈ વૈજ્ઞાનીક કારણ ખરું? કંઈ જ નહીં. કોઈ દેશમાં નૈઋત્ય દીશામાંથી વર્ષાનો પવન ફુંકાય અને વાદળાં આવે તેથી જળનું સ્થાન નૈઋત્ય દીશામાં છે એવું સ્થાપીત થઈ જતું નથી. અન્ય દેશોમાં વર્ષાનો પવન અને વાદળા અન્ય દીશાઓમાં પ્રસરતાં હોય છે.

અને છેવટે ઈશાન દીશામાં ઈશનો એટલે ઈશ્વરનો વાસ છે એમ કહીને તો વાસ્તુશાસ્ત્રે ધર્મની માન્યતાને પણ પડકાર્યો છે. બધા ધર્મો કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે જ્યારે વાસ્તુશાસ્ત્રી કહે છે કે ઈશ્વર ફક્ત ઈશાન દીશામાં જ વસે છે. જેઓ ઈશ્વરના અસ્તીત્વમાં માને છે અને ઈશ્વર સર્વવ્યાપી છે તેમ માને છે તેમના માટે તો વાસ્તુશાસ્ત્ર અસ્વીકાર્ય ગણવો જોઈએ અને જેમની પાસે વૈજ્ઞાનીક વીષયમાં વચ્ચે ઈશ્વરને લાવવાની જરુર પણ રહેતી નથી. વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન નથી તેમ સાબીત કરવા વધારે કાંઈ લખવાની જરુર નથી. પ્રકૃતીના ત્રણ મુળભુત તત્વો તથા ઈશ્વર ફક્ત કોઈ એક ચોક્કસ દીશામાં સ્થાન ધરાવે છે તે વાત અવૈજ્ઞાનીક છે, અન્ધમાન્યતા છે એટલે પછી વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન છે એ દાવો તદ્દન જુઠો સાબીત થઈ જાય છે.

એક વાર એમ સાબીત થઈ જાય કે દીશાઓ વીશેની વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ તદ્દન પાયા વગરની છે એટલે વાસ્તુશાસ્ત્રનો પાયા વગરનો આખો માળખો પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જાય છે. વધારે ચર્ચા કે દલીલોની જરુર રહેતી નથી. છતાં પણ ટુંકમાં વાસ્તુશાસ્ત્રના બીજા નીયમો ઉપર જરા વીચારણા કરીએ. આ શાસ્ત્રની માન્યતા મુજબ દરેક મકાનના બારી–બારણાં પુર્વ કે પશ્ચીમ દીશામાં હોવા જોઈએ. આમાં કંઈ ખોટું વીજ્ઞાન નથી. સામાન્ય બુદ્ધીની વાત છે. ઘરમાં સુર્યનો પ્રકાશ આવે, તાજા પવનની હેરફેર થાય તે તન્દુરસ્તી માટે લાભદાયક છે. પરન્તુ તન્દુરસ્ત રહેવા માટે ફક્ત સુર્યનો પ્રકાશ અને તાજી હવા ઉપરાંત સમતુલ ખોરાક, શુદ્ધ હવા–પાણી–ખોરાક, કસરત, માનસીક શાંતી વગેરે બીજા અનેક પરીબળો કામ કરે છે એટલે ફક્ત યોગ્ય દીશામાં બારી–બારણાં મુકવાથી ઘરમાં રહેનારાઓને તન્દુરસ્તીની ગેરંટી મળી જતી નથી. ઉપરાંત મોટાં શહેરોમાં તો દરેક મકાનમાં યોગ્ય દીશામાં બારી–બારણાંનું આયોજન પણ શક્ય નથી.

વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન છે એમ સાબીત કરવા વાસ્તુશાસ્ત્રીઓ સુર્યના પ્રકાશ અને પવનની દીશા મુજબ બારી–બારણાં મકાનમાં હોવા જોઈએ તે માન્યતાને ખુબ ચગાવે છે. પરન્તુ આ તો એક સામાન્ય બુદ્ધીની વાત છે. ગામડાનો સલાટ, કડીયો પણ આ હકીકત જાણે છે અને તે પ્રમાણે ઘર બાંધે છે.

(ક્રમશ:)

– લક્ષ્મીદાસ ખટાઉ

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’(પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર –363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નું  પ્રકરણ : 01નાં પૃષ્ઠ ક્રમાંક : 20થી 22 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

6 Comments

 1. શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો વાસ્તુશાસ્ત્રના મુળભુત સીદ્ધાંતો અંગે સ રસ લેખ તેના આ વાત ‘વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન છે એમ સાબીત કરવા વાસ્તુશાસ્ત્રીઓ સુર્યના પ્રકાશ અને પવનની દીશા મુજબ બારી–બારણાં મકાનમાં હોવા જોઈએ તે માન્યતાને ખુબ ચગાવે છે.’ તર્ક બરોબર નથી તેની મુળ વાત સમજીએ
  વાસ્તુ શબ્દ સંસ્કૃતની “વસ” ધાતુ પરથી આવ્યો છે. વસ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન. આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન. અન્ય મત મુજબ વાસ્તુ શબ્દ “વસ્તુ” શબ્દમાંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર.
  સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે. આ પાંચ તત્વો છે – અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે. કોઈ પણ નિવાસસ્થાનમાં પણ આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. જે રીતે માનવ શરીરમાં આ પાંચ તત્વોનું અસંતુલન પેદા થવાથી વિકાર ઉત્પન થાય છે તે જ રીતે કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું અસંતુલન તેમાં રહેનારાં લોકો માટે મૂશ્કેલીઓ પેદા કરી શકે છે. નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું ઉચિત સંતુલન તેમાં રહેનાર મનુષ્યોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્રનાં નિયમો મુજબનું નિર્માણ આ પાંચ તત્વોનું સંતુલન બનાવી રાખે છે. વાસ્તુશાસ્ત્રની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છૂપાયેલો છે. તેમાં સૂર્યના કિરણો, પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવે છે.
  તેમા જે ઠગ વાસ્તુ વાળા પોતાના લાભ માટે કરે તેથી શાસ્ત્ર ખોટૂ ન ગણાય

  Liked by 1 person

 2. જો કે હું વાસ્તુશાસ્ત્રમાં માનતો નથી. અમેરિકામાં એક વાસ્તુશાસ્ત્રી મહિલા, પલ્લવી છેલાવડા દરેક ઈન્ડિઅન ટીવી પર દર દશ મિનિટે દર્શન આપે છે. એના એડવર્ટાઈઝ બજેટ નીકલ્પના કરીએ અને આવકનું પ્રમાણ ધારીએ તો ભારતના રૂપિયાની ગણત્રીએ સેંકડો કરોડો કમાતી હશે. એની વે તમારા મારા ઘર ખોટી દિશામાં હશે. એનું ઘર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ હોવું જોઈએ. એનો બિચારીનો પણ ધંધો છે. અને ગેરકાયદેસરનો નથી. એટલે લેખકશ્રી કે પ્રવીણ શાસ્ત્રી ભલે વાસ્તુશાસ્ત્રમાં ન માનતા હોય આપણાંથી એના પેટ પર પગ ના મુકાય.
  ઘર એવી રીતે બાંધવું જોઈએ કે જે તે સ્થળના હવામાન, જમીન, પ્રમાણે હોય. પવનની દિશા; ઉજાશ એટલે કે પ્રકાશ માટેનો અવરોધ ના હોવો જોઈએ એ સામાન્ય સમજની વાત છે. ઈન્ડિયાની વાત ખબર નથી પણ અમેરિકામાં ફાલતુશાસ્ત્ર પ્રમાણે નહિ પણ કાયદાપ્રમાણે જ બાંધકામ કરવું પડે. ફર્નિચર પોતાની સામાન્ય બુદ્ધિ અને સગવડ પ્રમાણે જ મુકાય. એમાં વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.
  આમ છતાં જેને જે કરવું હોય તે કરવા દેવું. પૈસાદાર વ્યક્તિએ જરૂર વાસ્તુશાસ્ત્રમાં માનવું જ જોઈએ. એનાથી નાણાં વહેતા રહે. વિચાર અભિવ્યક્તિ એક વાત છે. કન્વર્ટિગ માઈન્ડ એ અલગ વાત છે. હું તો જેને સ્વેચ્છાએ બકરો બનવું હોય તેને બકરો થવાની સ્વતંત્રતા આપવામાં માનું છુ,
  ખટાઉસાહેબના લેખ વાંચવો ગમ્યો.
  ધન્યવાદ ગોવિંદભાઈ

  Liked by 2 people

 3. One may not take it in right way as the truth ( cultural truth in this context ) is bitter to taste and one has to go into details of Vastushashtra. If one reads Kautilya’s Arthshastra one may find town planning as per Vastushashtra. This is was clandestinely beautiful idea of town planning under Sanatan Dharma (Brahminism). As per the scheme Brahmins were provided location of village northern side. The Sudras were given the Western side of village. While the untouchables (contemporary scheduled castes) were not entitled to accommodate within the village. Later on anyhow the untouchables were allowed to build their houses in a pocket of village. This pocket is known as Maharwada,Chamarwada, Dhedhwada,Harijanwas or simply Waas, Bhangiwada and so on. Down the centuries the untouchables were not entitled to participate in either material culture or non-material culture of so called Sanatan Dharma. With the arrival of the industrial revolution in Europe and and the beginning of cotton mills, spinning mills and weaving mills in India the untouchables got an opportunity to shift towards urban areas and the efforts of trade unions made it possible to provide low cost accommodation in the forms of chawls in Ahmedabad,Surat,Bharuch, Bhavnagar and a few more cities in Gujarat,Maharashtra and other states. With the independence and affirmative action by the government the untouchables of the gone era are now able to live in modern civilized world with their political and constitutional assertion. Now let’s think critically when and how the so called Vastushashtra made our emancipation possible right from beginning. There is a class within us who try to establish all those beliefs and system in our own caste associations ( Samaj) in the name of God, religion, culture and this may be out of fear or out of strong desire to be in harmony with Hindu Samaj. On both counts the idea is incorrect. We must assert modern living. Modern living includes housing pattern. Never ever try to follow any housing pattern based on Vastushashtra if it is based on superstitions. Cross ventilation, morning sun rays in the house are welcome ideas but direction of kitchen, bathroom, main doors etc are nonsensical ideas. Think critically how the socio-economic development is possible. If it is with Vastushashtra then somewhere we are going wrong analytically in evaluating our own progress.
  Think over it.
  Good day.
  -Rabhdia H. V.
  WhatsAapp friend

  Like

 4. Friends,
  My computer has a problem with writing in Gujarati language. I liked views expressed by Pravinbhai Shashtri. writer Laxmidas Khatau tried to explain the truth behind the so called ” VASTUSHASHTRA “. I do not believe in this ” SHASHTRA “.
  Let me express my thinking about the planet Earth on which the LIFE started millions of millions of years ago. All living life since then died and the Earth has become a burial place. That is how the millimeter of the whole Earth has been a burial place and is still the process is continuing….even this moment…Plants or animals…
  We are living on the burial place of ” LIFE “. We are eating vegetables grown on this earth which has been a burial place and is still a burial place of “LIFE “…..IS it “PAVITRA ” or ” APAVITRA ” ?
  NO BODY question, whether the vegetable food that we are eating is grown in the soil which has been a burial land or not ?
  OR the house that we are building on the soil…land….has been a burial land or not ?

  Recently I have seen a place in VALSAD., my hometown…,was a burial land…” BAL-SMASHAN “…years ago….say 60 years ago….got converted into a society land…with big buildings and children playing….May be that they have a water source ..a water well.Residents of
  those buildings are using water supplied from the same water well.

  Man with brain , thinking, logical arguments and a capacity to cheat him or herself , believe in the cheats and submit themselves to earn something in selfish motives.

  Man is in fact is a self centered fool.

  Amrut Hazari.

  Liked by 1 person

 5. ફેઈસબૂક મારા એક મિત્ર હતા, ધુરંધર વાસ્તુશાસ્ત્રી અને અને મોટી મોટી આગાહી કરનાર પ્રખર જ્યોતિષ.

  એઓ એમને Vedic Astrologer & VastuShashtra Tajagya. (expert) તરીકે ઓળખાવે.

  હવે આ Vedic Astrologer પણ એક ગતકડું જ છે..

  એક વાર મેં એમના વાસ્તુશાસ્ત્ર વિશે સાચી પણ એમને મન અઘટિત કોમેન્ટ કરી તો એમને બહુ ખોટું લાગી આવ્યું. મને ફેઈસબૂક પરથી મિત્ર તરીકે હઠાવી દીધો. જોકે હાલે હું ફેઈસબૂક પરથી વેકેશન માણી રહ્યો છું.

  મારા કેટલાંક ફેઈસબૂક મિત્રો, સ્ત્રી મિત્રોને એ નેંંગે વિવિધ નંગો પણ પહેરાવ્યા છે. અને એમણે ખાસા પૈસા પણ લીધા છે એ મિત્રો પાસે. જો કે એનો કોઈ ફાયદો થયો હોય એવું મને જાણવા મળ્યું નથી.

  આવા ધુતારાઓનો ધંધો ધમધોકાર ચાલતો રહેવાનો જ.. જ્યાં સુધી વિજ્ઞાનિક વિચારસરણી ન અપનાવાય ત્યાં સુધી..

  લોભિયા હોય ત્યાં ધુતારાઆનો ધંધો ધમધોકાર ચાલવાનો જ..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s