ભગતસીંહ : શાસકોના હાથનું હથીયાર છે ધર્મ…

આપણને ભગતસીંહના રાજકીય વીચારો વીષે ખબર છે ખરી? શું તેમના ક્રાંતીકારી દૃષ્ટીકોણ વીશે કંઈ ખ્યાલ છે? સ્વતન્ત્ર ભારત વીશે તેમનો મનસુબો શો હતો? ભગતસીંહ અને તેમના સાથી કયા મુળભુત મુદ્દાઓને લઈને સજાગ હતા? શાસનના વૈકલ્પીક ઢાંચા માટે ભગતસીંહે શું વીચાર્યું હતું?

ભગતસીંહ : શાસકોના હાથનું હથીયાર છે ધર્મ…

–ઈરફાન હબીબ

નીસંદેહ ભગતસીંહ ભારતીય સ્વતન્ત્રતા સંઘર્ષના સુપ્રસીદ્ધ શહીદોમાં એક છે; પરન્તુ મોટાભાગના લોકો તેમને ગોળી ચલાવનાર યુવા રાષ્ટ્રવાદીની રોમેન્ટીક છબીથી નથી જોતા. તેનું કારણ કદાચ એ છે કે તેમની એ છબી અનૌપચારીક રીતે સરકારી દસ્તાવેજોમાં સામેલ થઈ ગઈ છે. લોકો ભગતસીંહને એક એવા શખ્સના રુપમાં જુએ છે, જેણે પોતાના હીંસાત્મક કારનામાંથી બ્રીટીશ સાશનને ચકીત કરી દીધા હતા. તેમની જબરદસ્ત હીમ્મતે તેમને એક પ્રતીષ્ઠીત વ્યક્તી બનાવી દીધા. ભગતસીંહને આજે પણ પ્રેમ અને શ્રદ્ધાની નજરથી જોવામાં આવે છે; પરન્તુ શું આપણને તેમના રાજકીય વીચારો વીષે ખબર છે ખરી? શું તેમની હીંસા અને આતંકમાં વીશ્વાસની શરુઆતની દૃષ્ટી વીશે કંઈ ખ્યાલ છે (જે હાલની આતંકવાદી હીંસાથી અલગ વસ્તુ હતી); જેને તેઓએ તરત જ એક ક્રાંતીકારી દૃષ્ટીકોણમાં બદલી નાખી? જે સ્વતન્ત્ર ભારતને એક ધર્મનીરપેક્ષ, સમાજવાદી અને સમતાવાદી સમાજમાં બદલવાનો મનસુબો રાખે છે.

ભગતસીંહને જનતા તરફથી આ પ્રકારનું સમર્થન કેમ મળ્યું, જ્યારે તેમની પાસે તો પહેલાથી જ નાયકોની કોઈ કમી ન હતી? આ પ્રશ્નનો જવાબ આપવો આસન નથી. જ્યારે દેશના સૌથી મોટા નેતાઓનું લક્ષ્ય ઝડપથી સ્વતન્ત્રતા મળે તે હતું; એ સમયે ભગતસીંહ પોતાની કીશોરાવસ્થાથી બહાર આવ્યા હતા. તેમની પાસે આ તાત્કાલીક લક્ષ્યને પારખવાની દીર્ઘદૃષ્ટી હતી. તેમનો દૃષ્ટીકોણ એક વર્ગવીહીન સમાજની સ્થાપનાનો હતો અને તેમનું અલ્પકાલીન જીવન આ આદર્શને સમર્પીત રહ્યું. ભગતસીંહ અને તેમના સાથી બે મુળભુત મુદ્દાઓને લઈને સજાગ હતા. જે તાત્કાલીન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરીપ્રેક્ષ્યમાં પ્રાસંગીક હતા. એક, વધતી જતી ધાર્મીક અને સાંસ્કૃતીક વૈમનસ્યતા અને બે, સમાજવાદી આધાર પર સમાજનું પુન:ગઠન. સપ્ટેમ્બર, 1928માં દીલ્હી સ્થીત ફીરોજશાહ કોટલાના મેદાનમાં ક્રાંતીકારીઓની મહત્ત્વપુર્ણ બેઠકમાં આ મુદ્દે વીચારવીમર્શ પછી ‘હીન્દુસ્તાન રીપબ્લીકન એસોસીએશન’ (એચઆરએ)માં સોશ્યાલીસ્ટ શબ્દ જોડીને ‘એચએસઆર’એ બનાવી દેવામાં આવ્યો.

ભગતસીંહ પોતાના સાથીઓને એ સમજાવવામાં સફળ રહ્યા કે ભારતની મુક્તી ફક્ત રાજકીય આઝાદીમાં નહીં; પરન્તુ આર્થીક આઝાદીમાં છે. સમાજવાદ પ્રત્યે તેમની પ્રતીબદ્ધતા 8 એપ્રીલ, 1929ના રોજ તેમના દ્વારા એસેમ્બલીમાં બોંબ ફેંકવાની કાર્યવાહીમાંથી પ્રગટ થઈ. ભગતસીંહ ખરેખર 1920માં સાંપ્રદાયતામાં થતાં વધારાના ખતરા પ્રત્યે સજાગ થયા. આ દશકમાં આરએસએસ અને તબ્લીગી જમાતનો ઉદય થયો. તેમણે સાંપ્રદાયીકવાદી પ્રતીસ્પર્ધામાં વધારો કરવાની નીતી પર સવાલ ઉઠાવ્યો.

એક રાજકીય વીચારકના રુપમાં તે ત્યારે પરીપકવ થયા જ્યારે પોતાની શહીદી પહેલાં તેમણે બે વર્ષ જેલમાં વીતાવ્યા. તેમની જેલની ડાયરી સ્પષ્ટપણે રાજકીય વીચારધારાના વીકાસને દર્શાવે છે. જેલમાં જ તેમણે પોતાનો પ્રસીદ્ધ લેખ હું નાસ્તીક કેમ છું લખ્યો. આ લેખ તાર્કીકતાની દૃષ્ટીએ અન્ધવીશ્વાસનું પુરજોશમાં ખંડન કરે છે. ભગતસીંહ માનતા હતા કે શાસકોના હાથનું હથીયાર ધર્મ છે, જેનો ઉપયોગ જનતામાં ઈશ્વરનો ભય ફેલાવી શોષણ કરવા માટે કરવામાં આવે છે.

ભારતમાં એ સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી મુઠ્ઠીભર શોષક આમ જનતાનું શ્રમશોષણ કરતા રહેશે. એનો કોઈ અર્થ નથી રહેતો કે શોષણ બ્રીટીશ કરે છે કે ભારતીય. બન્ને સમ્મીલીત રુપથી છે અથવા વીશુદ્ધ ભારતીય છે.’ આપણે ભગતસીંહની જન્મશતાબ્દીના અવસર પર તેમના દ્વારા વીચારેલ શાસનના વૈકલ્પીક ઢાંચા પર પ્રકાશ પાડવો જોઈએ. જેમાં આતંક અથવા હીંસા નહીં; પરન્તુ સામાજીક અને આર્થીક ન્યાય સર્વોપરી રહેશે.
(સૌજન્ય : ‘ગુજરાત ટુડે’ તા. 21 ઓક્ટોબર, 2007)

ભગતસીંહના કેટલાક વીચારો

જે એમ માને છે કે મારા પાર્થીવ શરીરનો નાશ કરીને પોતે દેશમાં સુરક્ષીત રહેશે તેઓ ભીંત ભુલે છે. તેઓ મને મારી શકશે; પરન્તુ મારા વીચારોને નહીં મારી શકે. મારા શરીરને કચડી શકશે; પરન્તુ મારી ભાવનાઓને નહીં કચડી શકે.

આંદોલનની ભરતી–ઓટના વાતાવરણમાં ક્યારેક એવી પણ ક્ષણ આવે છે જ્યારે એક–એક કરતા સાથી વીખુટા પડતા જાય. એ સમયે આશ્વાસનના બે શબ્દોની ઝંખના જાગે છે. આવી ક્ષણોમાંય જે લોકો ક્રાંતીકારી માર્ગ છોડતા નથી; બુલન્દ ઈમારતોનો બોજ ઉઠાવતા હોવા છતાં જેમના પગલાં લથડતાં નથી; અને ક્રાંતીની જ્યોતનો પ્રકાશ ઓછો ન થાય એ માટે જેઓ જાતને બાળતા રહે છે; એવા લોકો મારાં સ્વપ્નોને સાકાર કરશે.

નવજુવાનોએ સ્વતન્ત્રતાપુર્વક, ગમ્ભીરતાપુર્વક વીચારવું જોઈએ. એમણે પોતાના જીવનના એકમાત્ર ધ્યેય તરીકે ભારતનું સ્વાતન્ત્ર્ય ગણવું જોઈએ. એમણે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ. અન્યોના પ્રભાવોથી મુક્ત રહીને તથા બેઈમાન લોકોના હાથના રમકડાં નહીં બનીને જીવવું જોઈએ. પ્રસંગ આવ્યે આદર્શને બાજુએ મુકી દેનારા બેઈમાનોને પારખી લેવા…

ભારત દેશની હાલની દશા ખુબ દયનીય છે. (આ ફકરો જુન, 1928ના ‘કીર્તી’ સામયીકમાં છપાયેલા ભગતસીંહના લેખનો પ્રથમ ફકરો છે; પરન્તુ એકવીસમી સદીમાં પણ સ્થીતી બદલાઈ નથી –યશ.) એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીના કટ્ટર દુશ્મન છે. હવે તો જાણે એક ધર્મના હોવું એ જ બીજા ધર્મના કટ્ટર દુશ્મન હોવા બરાબર બની ગયું છે. અમારી આ વાત માન્યામાં ન આવતી હોય તો તાજેતરનાં લાહોરનાં રમખાણો જુઓ… કેવી રીતે મુસલમાનોએ નીર્દોષ શીખો અને હીન્દુઓને માર્યા છે અને શીખોએ પણ વળતા હુમલા કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ મારકાપ એટલે નહોતી થઈ કે ફલાણો માણસ દોષી છે; પરન્તુ એટલા માટે થઈ હતી કે ફલાણો માણસ હીન્દુ છે, શીખ છે કે મુસલમાન છે. કોઈ વ્યક્તીની મુસલમાનો દ્વારા હત્યા થવામાં એનું હીન્દુ કે શીખ હોવું જ બસ હતું. તો એવી જ રીતે કોઈ વ્યક્તીનો પ્રાણ લેવા માટે તે મુસલમાન છે એ જ પુરતો તર્ક હતો. જો આવી જ સ્થીતી ચાલુ રહે તો…

આવી સ્થીતીમાં હીન્દુસ્તાનનું ભાવી અન્ધકારમય દેખાય છે. ધર્મોએ હીન્દુસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. આ રમખાણોએ દુનીયાની નજરમાં ભારતને બદનામ કરી દીધું છે… અમે જોયું છે કે કોમી હુલ્લડો પાછળ સામ્પ્રદાયીક નેતાઓ અને અખબારોનો હાથ હોય છે… અમારે કાને ખુશીના સમાચાર આવ્યા છે કે ભારતના નવજુવાનોએ પરસ્પર લડવાનું અને ઘૃણા કરવાનું શીખવે એવા ધર્મોને કંટાળીને છોડવા માંડ્યા છે… 1914-15ના શહીદોએ ધર્મને રાજકારણથી અલગ કરી દીધો હતો. તેઓ માનતા હતા કે ધર્મ વ્યક્તીગત બાબત છે. એમાં બીજા કોઈની દખલગીરી નહીં જોઈએ અને રાજકારણમાં ધર્મને પ્રવેશવા દેવો નહીં જોઈએ.
[યશવન્ત મહેતા કૃત ‘ભગતસીંહ’ પરીચય પુસ્તીકામાંથી સાભાર]

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ નવમો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

5 Comments

 1. હા, જરુરથી ઘર્મ વ્યક્તિગત બાબત કહેવાય, પણ જેમ વ્યક્તિગત બાબત વ્યક્તિ સુધી સિમિત રહે છે તેમ ઘર્મ પણ રહેવો જોઈએ, પણ તેમ થતું નથી, ઘર્મ એક સંગઠનનું રુપ પકડે છે, પછી રોડ પર આવે છે, શક્તિ પ્રદર્શન થાય છે અને ટોળા નું રુપ લે છે, ટોળા ને વિવેકબુદ્ધિ નથી હોતી તે જગજાહેર વાત છે…. તેથી ટોળાનો હિસ્સો ના બનો, ઘર્મ પાળો પણ ઘરની ચાર દિવાલોમાં, ઘરની બહાર મનુષ્ય બની ને નીકળો, ઘર્મનો હાથો ના બનો તે સમજવું રહ્યું.

  Liked by 1 person

 2. મા યશવન્ત મહેતા એ ભગતસીંહના કરાવેલ પરિચયથી ઘંણી વાતો જાણવા મળી.તેઓએ કહ્યું તે પ્રમાણે અહિંસા પરમો ધર્મ એ અધુરો શ્લોક છે તેમા સિફતપૂર્વક ભુલાવી દીધેલો અર્ધો શ્લોક
  ધર્મ હિંસા તથૈવ ચ .. ‘લોકો ભગતસીંહને એક એવા શખ્સના રુપમાં જુએ છે, જેણે પોતાના હીંસાત્મક કારનામાંથી બ્રીટીશ સાશનને ચકીત કરી દીધા હતા.’ પણ ત્તે આતંક ન હતો તેઓ માનતા
  ‘નવજુવાનોએ સ્વતન્ત્રતાપુર્વક, ગમ્ભીરતાપુર્વક વીચારવું જોઈએ. એમણે પોતાના જીવનના એકમાત્ર ધ્યેય તરીકે ભારતનું સ્વાતન્ત્ર્ય ગણવું જોઈએ ‘

  Liked by 2 people

 3. મિત્રો,
  શહિદ ભગતસિંહની તો વાત જુદી જ છે. આજના કે તે દિવસોના સેલ્ફીસ પોલીટીશીયનોને જેટલી નીચતા કરવી હશે તેથી પણ વઘુ પોલીટીક્સ તેઓ રમી ચૂક્યા .
  સાચા દેશભક્ત ભગતસિંહ જેવા બીજા પણ હતાં જેમને નામના કમાયેલાં પોલિટીશીયનોઅે હેરાન કરેલાં તેમને બચાવવા પણ કોઇ કાર્ય ન્હોતું કર્યુ.
  ભગતસિંહ પોતે સાચા લેખક હતાં જેમણે સચ્ચાઇના પાઠો અને દશભક્તિના તેમના વિચારો વિશે પણ લખેલું છે.
  શહિદ ભગતસિંહજીને મારા હ્રદયના પ્રણામ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s