ફેંગશુઈ – ગપગોળા ફેંકતું શાસ્ત્ર

ફેંગશુઈશાસ્ત્ર ત્રણ હજાર વર્ષ પુરાણું છે? વાસ્તુશાસ્ત્ર કરતાં ફેંગશુઈ વધારે વૈજ્ઞાનીક અને સચોટ છે? ચીનમાં આ વીદ્યાનો પ્રારમ્ભ થયો અને તે જ દેશમાં તેના પર પ્રતીબન્ધ છે? વાસ્તુશાસ્ત્રને ફાલતુંશાસ્ત્ર કહી શકાય, તો ફેંગશુઈને ફેંકશુંશાસ્ત્ર કહી શકાય?

પ્રકરણ–4

ફેંગશુઈ ગપગોળા ફેંકતું શાસ્ત્ર

–લક્ષ્મીદાસ ખટાઉ

(આ પુસ્તીકાના તૃતીય લેખ https://govindmaru.com/2020/01/03/khatau-3/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

વાસ્તુશાસ્ત્રનો જોડકો ભાઈ ફેંગશુઈશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રને ફાલતુંશાસ્ત્ર કહી શકાય, તો ફેંગશુઈને ફેંકશુંશાસ્ત્ર કહી શકાય, વીજ્ઞાનનો તો તેમાં ક્યાંય છાંટો પણ નથી. વાસ્તુશાસ્ત્ર કરતાં ફેંગશુઈવાળાઓની અન્ધમાન્યતાઓ તો બહુ જ જબરદસ્ત. ફેંગશુઈશાસ્ત્રીઓ કહે છે કે વાસ્તુશાસ્ત્ર કરતાં ફેંગશુઈ વધારે વૈજ્ઞાનીક અને સચોટ છે તો વાસ્તુશાસ્ત્રીઓ તેનાથી ઉલટું કહે છે. આ તો એક ચોર એક લુંટારાને કહે છે કે હું તારા કરતાં વધારે પ્રમાણીક છું, તેના જેવી વાત થઈ; હકીકતમાં તો ચોરનો ભાઈ ઘંટીચોર જેવી સ્થીતી આ બન્ને અવીદ્યાના કહેવાતા શાસ્ત્રીઓની છે. ચીની ભાષામાં ફેંગશુઈનો અર્થ હવા અને પાણી થાય છે; પણ ઠગોએ ફેંગશુઈને માવા–મલાઈ મેળવવાનો ધન્ધો બનાવી દીધો.

ચીનમાં કોમ્યુનીસ્ટો સત્તા ઉપર આવ્યા પછી ફેંગશુઈને છેતરપીંડીનો ધન્ધો જાહેર કરીને તેના ઉપર પ્રતીબન્ધ મુકી દીધો. એટલે પછી ત્યાંથી ફેંગશુઈરુપી માનસીક પ્રદુષણ, સફેદ ઠગોની છેતરપીંડી ભારતમાં અને વીશ્વભરમાં ફેલાઈ. અસલ સ્વરુપમાં તો ચીનમાં ફેંગશુઈ મરેલાઓને દાટવા માટેની એક કર્મકાંડી વીધી હતી; પણ છેવટે તેનો વીસ્તાર કરીને મકાનો બાંધવાની પ્રક્રીયામાં ઘુસાડી દીધી અને હવે તો તેને તમારા પ્રારબ્ધ બદલી દેવાની વીદ્યા તરીકે ઠોકી બેસાડવા પ્રયાસ થાય છે. ફેંગશુઈ તો ફેંગશુઈની દફનવીધી પ્રમાણે જેટલું વહેલું દફન થાય તેટલું પ્રજાના હીતમાં છે; પણ જ્યાં સુધી અખબારો તેને પ્રોત્સાહન અને પ્રસીદ્ધી આપતા રહેશે ત્યાં સુધી તેનું દફન થવાનું નથી. એ તો ચીનના ડ્રેગનની જેમ ફુંફાડા મારતું રહેશે. વીધીની વીચીત્રતા તો જુઓ જે દેશ(ચીન)માં આ વીદ્યાનો પ્રારમ્ભ થયો તે જ દેશમાં આ વીદ્યાને ગેરકાયદેસર ઠરાવવામાં આવી, તે જ વીદ્યાને ભારતના અખબારો વૈજ્ઞાનીક કહે છે, અને તેનો વીરોધ કરનારને ‘ગધેડા’ કહેવામાં આવે છે.

દાવો કરવામાં આવે છે કે ફેંગશુઈશાસ્ત્ર ત્રણ હજાર વર્ષ પુરાણું છે. ત્રણ હજાર વર્ષ પહેલાં તો લોકોને એની પણ જાણ ન હતી કે પૃથ્વી ગોળ છે, સુર્યની આસપાસ ફરે છે. ગુરુત્વાકર્ષણ કઈ બલા છે તેની પણ જાણ ન હતી, શરીરના અંગોની રચના અને તેના અટપટાં કાર્યો વીશે પ્રાથમીક કક્ષાની પણ જાણકારી ન હતી ત્યારે ફેંગશુઈશાસ્ત્ર રચાયું હોય તો તેમાં આજના વીજ્ઞાનના સન્દર્ભમાં ફેંગશુઈમાં વૈજ્ઞાનીકતાની કેટલી અપેક્ષા રાખી શકે? આ શાસ્ત્રને વીજ્ઞાન સાથે સ્નાન સુતકનો પણ સમ્બન્ધ નથી. આ તો તક સાધુઓએ પૈસા કમાવા ઉભું કરેલું તુત છે.

ફેંગશુઈની ઉર્જાની વ્યાખ્યા કે સમજણ અને આધુનીક વીજ્ઞાનની ઉર્જાની વ્યાખ્યા કે સમજણ વચ્ચે ગધેડા અને ઘોડા વચ્ચેના તફાવતથી પણ વધારે તફાવત છે. ફેંગશુઈની ઉર્જા તો જાણે મનુષ્ય દેહધારી હાથ, પગ, આંખોવાળી દેવી હોય તે પ્રમાણે ઉર્જાનું વર્ણન થાય છે. ત્યારે આધુનીક વીજ્ઞાનની ઉર્જા એટલે ઈલેક્ટ્રો મેગ્નેટીક તરંગો, અણુશક્તી, રેડીયો–માઈક્રોવેવ, એક્ષ–રેના તરંગોની લમ્બાઈ – Wave Length – freemaness વગેરે. ફેંગશુઈને વીજ્ઞાન કહેવા કરતાં સમ્પ્રદાય કહેવી યથાર્થ ગણાય; કારણ કે સમ્પ્રદાયમાં શ્રદ્ધા કે વીશ્વાસ ધરાવવા માટે તેને કોઈ વૈજ્ઞાનીક આધારની જરુર રહેતી નથી. તે માટે શ્રદ્ધા કહો તો શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા કહો તો અન્ધશ્રદ્ધાની જરુર રહે છે. વાસ્તુ–ફેંગશુઈ અન્ધશ્રદ્ધા વગર પોતાનું અસ્તીત્વ ટકાવી ન શકે.

(ક્રમશ:)

– લક્ષ્મીદાસ ખટાઉ

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’ (પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર –363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નું  પ્રકરણ : 04નાં પૃષ્ઠ ક્રમાંક : 28થી 29 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

11 Comments

  1. Pallavi Chelavada is making killing on this FengShui GupGola!
    There are many greedy stupid folks fall for this!
    Lobhiya hoi tya Dhutara makes a lots of money fooling them!

    Liked by 1 person

  2. આ વિષય ઉપર હું/અમે સંપૂર્ણ સહમત છીએ. વાસ્તુ શાસ્ત્ર એટલે શું? રસોડું પૂર્વ તથા દક્ષિણના ખૂણામા જ હોવી જોઈએ એવું માણનારા કેટલા સુખી થયા છે? ઘરમાં મંદીરની દિશા દક્ષીણ તરફ ના હોવી જોઈએ એનો અર્થ શું? ટુકમાં વાસ્તુશાત્ર એક હમ્બગ છે.
    તમાર કર્મને આધીન વસ્તુ સ્થિતિ છે. લોભિયા હોય ત્યાં ધુત્તારા ભૂખ્યા ના મરે. સુતી વખતે પગ દક્ષીણ દિશા તારક ના હોવું જોઈએ . આવી દરેક માન્યતામાં આપણે પોતાને ગેર માર્ગે દીરી રહ્યા છે. શ્રી ગોવીન્દભાઈ મારું, લેખ પસ્સીધ કરવા બદ્દલ ખુબ ધન્યવાદ.- ચીમનભાઈ નાં જયજીનેન્દ્ર

    Liked by 1 person

  3. પ્રેક્ટીસ કરનારને ઠગ કહેવા કરતાં તેને સ્માર્ટ કહેવો જરુરી છે. કારણકે તે બીજા બઘાને ઉલ્લુ બનાવવામાં પાવરઢો છે.
    મુરખો તો ત જે સમજ કે જ્ઞાન વિના પેલા સ્માર્ટ પ્રેક્ટીશનરની જોલમાં સામેથી ચાલીને જાય છે.
    પૃથ્વિ પોતે પોતાની અેક અેક સેન્ટીમીટરની જગ્યામાં મરેલાને દાતવાની કે દફનાવવાની જગ્યા બની ગયેલી છે. કરોડો વરસોથી મરેલા જીવો…પ્રાણિઓ, …વનસ્પતિઓ….જમિનમાં દતાયેલા છે. ઘરો બાંઘવાની શરુઆત ક્યારે થઇ હશે ?
    જીવતો દાખલો લઇઅે……
    વલસાડમાં મારા બાળપણના સમયે જોયેલું અેક ‘ બાળ શ્મશાન ‘ હતું જ્યા મરેલાં બાળકોને દફનાવવામાં આવતાં હતાં. ૨૦૧૯ના વરસમાં મારી વલસાડ વિઝીત દરમ્યાન મેં તે શ્મશાનની જગ્યામાં મકાનો બંઘાંયેલાં જોયા. બાળકોને રમતા જોયા. જીવનને ચાલતું જોયું.
    ત્યાં રહેવા આવનારને કદાચ ખબર ના હોય કે જે મકાનોમાં તેઓ રહે છે તે મકાનો તો અેક બાળ શ્મશાન ની જગ્યા ઉપર બંઘાયેલા છે.
    આજ રીતે આજે આપણે જે મકાનોમાં રહીઅે છીઅે તે જગ્યાઓ તો કરોડો વરસોનું બનેલું અેક દફનસ્થાન છે. જે માટી વાપરીને કે જે માટી વાપરીને બનાવાયેલી ઇંટો પણ કરોડો વરસોથી બનેલા અેક શ્મશાનની માટી છે ?
    વિજ્ઞાનને સમજીને તેનું સત્ય જાણીને જીવતાં કેટલાં માણસો હશે ?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. “ફેંગશુઈ – ગપગોળા ફેંકતું શાસ્ત્ર”
    શિર્ષકમાં બધું જ સમાઈ ગયેલ છે આ ‘ટૂંકું ને ટચ’ ફેંગ્સૂઈની પોકળતા ઉજાગર કરી
    દે છે.

    Liked by 1 person

  5. ફેન્ગસૂઈના સાથેજ વાસ્તુશાસ્તર્ને એક લાકડીયે ન ઠપકારાય. જોએમ જ હોય તો પ્રાચીન ભારતના બધા મંદિરો ,મહેલો
    કલાભવનો ભવ્ય ગુફાઓ, સ્તૂપ ,સૂર્ય મંદીર પાણી સાચવતી વાવ એક સે બડકર એક રાજ મહેલો આ બધુ કડીયા મજુરો ની કમાલ સમજો છો?
    મને લાગે છે વૈચારિક દેવાડુ અને વઘુ પડતા બુદ્ધિશાળી નો શ્રમ બંધ કરવો જોઈએ. કોઈ પણ શાશ્ત્ર વિના સત્ય જાણ્યે ઉતારી પાડવુ હુ માનતો નથી.
    ફેઅંસ્અંગસૂઈ.યોગ્ય નથી તે બરાબર પણ ભારતવર્ષ કૃતીઓ જાણીએ.
    ઈશ્વર પુરોહિત મીરારોડ

    Liked by 1 person

  6. કદાચ એમ પણ બને કે ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રીઓ પોતે જાણતા પણ હોય કે એ લોકો-સમાજને ઉલ્લુ બનાવીને ધંધો કરી રહ્યા છે.
    ખુબ સરસ લેખ ગોવીન્દભાઈ. હાર્દીક આભાર આપનો તથા લક્ષ્મીદાસ ખટાઉનો.

    Liked by 2 people

  7. “ફેંગશુઈને વીજ્ઞાન કહેવા કરતાં સમ્પ્રદાય કહેવી યથાર્થ ગણાય; કારણ કે સમ્પ્રદાયમાં શ્રદ્ધા કે વીશ્વાસ ધરાવવા માટે તેને કોઈ વૈજ્ઞાનીક આધારની જરુર રહેતી નથી. તે માટે શ્રદ્ધા કહો તો શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા કહો તો અન્ધશ્રદ્ધાની જરુર રહે છે. ” all very true and circulating link. thx

    Liked by 2 people

  8. આપણે આવી કોઇ વાત હોય તો ચર્ચા કર્યા કરે ત્યારે ‘ચીનમાં કોમ્યુનીસ્ટો સત્તા ઉપર આવ્યા પછી ફેંગશુઈને છેતરપીંડીનો ધન્ધો જાહેર કરીને તેના ઉપર પ્રતીબન્ધ મુકી દીધો.’જેવી પ્રેરણાદાયી વાતથી પ્રેરણા લઇ આવા ચોક્કસ પગલા લેવા જોઇએ.ચીનમા આતંકી હુમલા નથી થતા અને આવી વાતોનો અભ્યાસ કરી ચોક્કસ પગલા લેવાથી લાભ થાય છે

    Liked by 1 person

    1. ++I have written Two monographs in Gujarati-(1) Jyotishi Bano ane Lokone Lunto (2) Vastushstra and Fengsui Nava Vahemo. Jyotish has gone into two editions.
      My Residence is built ignoring all laws of Vastu and Fengsui. e.g.Entrance, Staircase, Kitchen, Bed room, Toilet etc.
      Once a well known Vastushatri from Jaipur came across me. I asked him please answer my one question. In your old house at village what was the location of Laterine? Was it as per Vastu? Now in villages and small towns where there was no drainage system the laterines were located out side on the varandah of the house or in the open place at the backyard where the Safai kamdar could enter and clean. Now where is the toilet in your house?. It may be in bed room, near kitchen or at some common place. Why? Because It is convenient. So design of the residence is not as per Vastu but as per need and comfort and convenience and the size and direction of your plot. -B.A.Parikh

      Liked by 1 person

  9. કોઈ પણ શાસ્ત્ર કે વિદ્યા જો વિજ્ઞાન સમંત નથી. તો તે વાહીયાત છે. નકામી છે. ખૂબ જ સરસ લેખ
    ડૉ.હિતેશ શાક્ય, આણંદ

    Liked by 1 person

Leave a comment