કુદરત એટલે શું?

સીનીયર લેખક અને રૅશનાલીસ્ટ મુરજીભાઈ ગડાના 47 લેખો ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રગટ થઈ ગયા છે. સુજ્ઞ વાચકમીત્રો તેઓની વીદ્વતાથી સુપેરે પરીચીત છે. લેખકની પુસ્તીકા કુદરતને સમજીએમાં જનસામાન્યને લાગુ પડતી, બધા દ્વારા અનુભવાતી એવી થોડી કુદરતી રચનાઓને અને ઘટનાઓને સમજાવી ને વાચકોની કલ્પનાને બ્રહ્માંડની સફરે લઈ જવાની તેઓએ કોશીશ કરી છે. સદર પુસ્તીકાનો પહેલો મણકો ‘કુદરત એટલે શું?’ પ્રસ્તુત છે. –ગોવીન્દ મારુ

પ્રકરણ : 01

કુદરત એટલે શું?

                                                                   – મુરજી ગડા

સાવ સાદી ભાષામાં કહેવું હોય તો, આપણી આસપાસ જે પણ કંઈ દેખાય છે એમાંથી જે માનવસર્જીત નથી તે બધું કુદરતી છે. આપણા જીવનમાં કુદરતી કેટલું છે અને માનવસર્જીત કેટલું છે એની વાત કરીએ તે પહેલાં કુદરત વીશે વધુ જાણવું જરુરી છે. અહીં કુદરત એટલે ભૌતીક જગતની ચર્ચા કરવામાં આવી છે. અતીભૌતીક (Metaphysical) એટલે ભૌતીક ન હોય એવા આધ્યાત્મીક જગતની ચર્ચા કરવામાં આવી નથી.

કુદરતને આપણે ઓછામાં ઓછા ચાર સ્વરુપે તો જાણીએ અને અનુભવીએ છીએ. પહેલું સ્વરુપ પદાર્થનું છે. એમાંથી ઘણું આપણને દેખાય છે અને ઘણું દેખાતું નથી; ન દેખાવાનું કારણ આપણી દૃષ્ટીમર્યાદા છે. અતી સુક્ષ્મ હોય કે અતી દુર હોય તે પદાર્થ આપણી દૃષ્ટીમર્યાદાની બહાર હોવાથી આપણા માટે તે અદૃશ્ય બની જાય છે. જો કે નવા શોધાયેલા યન્ત્રો વડે ઘણી અદૃશ્ય વસ્તુઓ હવે દૃશ્ય બની રહી છે; છતાં ઘણી વસ્તુઓ આપણા માટે હજી પણ અદૃશ્ય છે. બીજું સ્વરુપ ઉર્જાનું છે. એમાંથી એક પ્રકાશ દૃશ્ય છે. જ્યારે ગરમી, અવાજ, વીજ–ચુમ્બકીય વગેરે ઉર્જાના બીજા સ્વરુપ છે જે દૃશ્ય નથી; પણ અનુભવી શકાય છે. જનસામાન્યમાં ઓછા જાણીતા કુદરતના બીજા સ્વરુપો છે પદાર્થો અને ઉર્જાના ગુણધર્મ, કુદરતના નીયમો, એને લીધે સર્જાતા બળ વગેરે. આ બધું ભૌતીક જગત છે. આ સીવાય હજી થોડા કુદરતી તત્ત્વો અને શક્તીઓ છે એમાં આપણે અત્યારે ન જઈએ.

ભારતમાં ઘર કરી ગયેલી બેહદ અન્ધશ્રદ્ધા પાછળનું મુખ્ય કારણ વૈજ્ઞાનીક માહીતી અને એને લીધે આવતી વૈજ્ઞાનીક વીચારસરણીનો અભાવ છે. વીજ્ઞાન એ કુદરતને, એમાં નીયમીત, અવારનવાર તેમ જ કવચીત બનતી કુદરતી ઘટનાઓને તેમ જ એમની પાછળના કારણોને, એની શક્તીને, એના અનાદરના પરીણામોને સમજવાનું શાસ્ત્ર છે. એ બધું જ્યારે બરાબર સમજાઈને મગજમાં ઉતરવા લાગે છે ત્યારે આપણામાં વૈજ્ઞાનીક અભીગમ આવ્યો એમ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે અન્ધશ્રદ્ધા આપોઆપ ઓછી થતી જાય છે અને આપણી આસપાસની ભૌતીક દુનીયા સાચે જ કેવી છે, શું છે વગેરે સમજાવા લાગે છે. એનું સૌથી પહેલું એક શુભ પરીણામ એ આવે છે કે દૈવી શક્તીઓ ધરાવવાના દાવા કરતા લેભાગુઓથી આવી વ્યક્તી પોતાને બચાવી શકે છે.

પ્રાચીન અને મધ્યયુગમાં આ ભૌતીક જગત વીશે બહુ ઓછી જાણકારી હતી. જે નરી આંખે દેખાતું હતું તેના પરથી જે દેખાતું નહોતું એના વીશે જાતજાતની, સાચી ઓછી અને ખોટી વધુ એવી કલ્પનાઓ કરવામાં આવી હતી. બ્રહ્માંડની વીશાળતાનો ખ્યાલ ન હોવાથી એ બધી કલ્પનાઓ માણસની ત્યારની સમજ પુરતી મર્યાદીત હતી. વીજ્ઞાનના વીકાસ પછી આ બધું બદલવા લાગ્યું છે. ખાસ કરીને છેલ્લા સો વરસમાં ભૌતીક જગત વીશે ઘણું વધારે જાણવા મળ્યું છે. એમાંનો એક નાનો અંશ અત્રે રજુ કર્યો છે.

આપણે જેવી રીતે મહાપુરુષોના જન્મ દીવસ ઉજવીએ છીએ; પણ એમના કાર્ય અને ઉપદેશ વીશે જાણવાની ખાસ ઈચ્છા રાખતા નથી એવી જ કંઈક કુદરતની જાણકારી વીશે માનવ સમુદાયની વૃત્તી રહેલી હતી. થોડા વર્ષો પહેલાં ‘ઈશ્વરીય કણ’ (God Particle)ના અયોગ્ય નામે ઓળખાયેલ, બ્રહ્માંડની ઉત્પત્તી સાથે સંકળાયેલ, ‘હીગ્ઝ બોઝોન કણ’નું અસ્તીત્વ વીજ્ઞાનીઓને હાથ લાગ્યું ત્યારે ટુંક સમય માટે પ્રસાર માધ્યમો તેમ જ જનસામાન્યમાં એ ચર્ચાનો વીષય બની ગયો હતો. આ સાથે લોકોને બ્રહ્માંડ વીશે વધુ જાણવાની ઈચ્છા જાગી હશે એ અનુમાને એની ભવ્યતા, વીશાળતા અને વીવીધતાની આછી પાતળી માહીતી આપતા આ પુસ્તીકાના કેટલાક લેખો વડે વાચકોની કલ્પનાને બ્રહ્માંડની સફરે લઈ જવાની કોશીશ છે.

તે ઉપરાંત જનસામાન્યને લાગુ પડતી, બધા દ્વારા અનુભવાતી એવી થોડી કુદરતી રચનાઓને અને ઘટનાઓને પણ સમજાવવાની કોશીશ કરી છે. આ બધી તો શરુઆત માત્ર છે. કુદરતમાં એટલું બધું સમાયેલું છે કે કોઈને એની વીશાળતાનો સમ્પુર્ણ ખ્યાલ નથી.

વાંચકો દરેક પ્રકારના હોય છે. કોઈ ઓછા ભણેલા હોય, તો કોઈ ઘણું ભણેલા વીદ્વાન હોય. ઓછું ભણેલાને કેટલીક વાતો સમજવી અઘરી લાગશે, જ્યારે જે તે વીષયના વીદ્વાનને એ બાબતો જાણતા હોવાથી વાંચવામાં રસ ન પડે એટલે આ પુસ્તીકામાં વીવીધ પ્રકારના લેખ સમાવી બધા પ્રકારના વાંચકોને કંઈક વધુ જાણવા મળે અને કોઈ નીરાશ ન થાય એવી કોશીશ કરી છે.

–મુરજી ગડા

લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું  પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ પહેલો લેખ, પુસ્તકનાં પાન 5થી 7 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

7 Comments

 1. In my long practice as a child specialist, I have come across mother,who purposefully make her child sick and then take him to hospital where she poses as a very concerned. caring, loving mother, taking part in therapy and try to get attention and appreciation of doctors and family members.This is call Manchausan syndrome by proxy.

  Liked by 1 person

 2. શ્રીમાન મુરજી ગડા ની ક્ષમા ની સાથે

  સામાન્ય રીતે પ્રથા છે કે કોઈ વિષય પર લેખ હોય તો ઍ વિષય અથવા તો ઍના શબ્દ નો મૂળ અર્થ લેખ મા આપવાની જરૂરત હોય છે. આ લેખ નું મથાળુ છે “કુદરત એટલે શું?”

  કુદરત એટલે શું? મારો પ્રયાસ છે કે આ વાક્ય મા હું “કુદરત” શબ્દ નો સાદી ભાષા મા મુળ અર્થ બતાવી રહ્યો છુ.

  “કુદરત” શબ્દ અરબી ભાષા નો શબ્દ છે. મૂળ શબ્દ કદીર અને કાદીર છે, જેનો અર્થ “સર્વ શક્તિમાન” થાય છે.

  આ રીતે જોવા જઈઍ તો દરેક ધર્મ ના અનુયાયીઑ પોતે જેની પૂજા, ભક્તિ, આરાધના, ઉપાસના, ઈબાદત કરે છે તેને સર્વ શક્તિમાન માને છે અને બીજા શબ્દો મા તેને કુદરત પણ કહી શકાય.

  આ છે “કુદરત” શબ્દ ની વ્યાખ્યા કે મુળ અર્થ.

  Liked by 1 person

 3. કાસીમભાઇઅે ‘ કુદરત ‘ શબ્દને વ્યાખ્યાના રુપે સરસ સમજાવ્યો. ‘ સર્વશક્તિમાન. ‘
  ઉર્દુ ભાષાના આ શબ્દ માટે માન થયું.
  મારા વિચારો…..
  આપણા સૌને માટે..
  .‘ જે કોઇ અજાણ શક્તિઅે કરેલા બ્રહમાંડના અને ખાસ કરીને પૃથ્વિ અને તેની ઉપરના જીવિત અને અજીવોના સર્જન માટે, આપણને હજી સુઘી કોઇ પણ સમજ પડી નથી, તેના સર્જક આપણે સૌને માટે ‘ સર્વશક્તિમાન.‘
  ‘ જે બઘુજ કરવાને માટે શક્તિમાન છે….પરંતું ‘ તે ‘ કોણ છે ? તેનું સ્વરુપ કેવું છે ? તે ક્યાં રહે છે ? અને તે આપણને દેખાતા કેમ નથી ? સર્જક છે તો સર્જન કેવી રીતે કરે છે ? કયા ઇરાદાથી કરે છે ?
  આજ સુઘી તે સર્જકની સમજ માનવ સમાજને પડી નથી અને હું માનુ છું કે પડશે પણ નહિ. વિજ્ઞાન ગમે તેટલી શોઘ કરશે…પરંતું તે શોઘને વિજ્ઞાન ‘ કુદરત ‘ સાથે અેકાત્મતા અર્પી નહિ શકશે.

  પૃથ્વિ ઉપર ચાલતા અને ઉગતા દરેક સજીવ, કુદરતનું સર્જન છે. માણસ પોતે મૂળેથી કુદરતનું જ સર્જન છે. વિજ્ઞાને શોઘ કરીને કહ્યુ છે અને સાબિત પણ કર્યુ છે કે પૃથ્વિ ઉપર પાણિમાં સર્વપ્રથમ અેકકોષી જીવ પેદા થયો હતો. તે બાદ કરોડો…અબજો વરસોમાં ઘીમે ઘીમે બહુકોષી જીવો પેદા થયા…..અને છેલ્લે માનવ.
  માનવ શરીરની ડીઝાઇન કોણે કરી હશે ? સ્ત્રી અને પુરુષ ????? અને તેની પ્રજનનની શક્તિની ડીઝાઇન કોણે કરી હશે ???? તેજ રીતે વનસ્પતિ જગત માટે પણ સવાલ ઉઠે છે . અેડવાન્સ ડીઝાઇનની વનસ્પતિમાં પણ સ્ત્રી અને પુરુષ વિના વંશવેલો વઘારી નહિ શકાય !!!!!!!

  આ જે શક્તિ છે….જે ‘ સર્વશક્તિમાન ‘ છે તે જ ‘ કુદરત ‘ અને તેને કોઇ સમજી શક્યુ નથી અને સમજી શકશે પણ નહિ.
  માણસ અને તેની બુઘ્ઘિશક્તિને પણ લીમીટેશન્સ છે.

  ‘ બ્રહ્માંડ ‘ ??????????? અને ‘ સર્વશક્તિમાન ‘ કે ‘ પૃથ્વિ ‘ કે ‘ માનવજાત ‘ જેવા દુનિયાની ડીક્શનરીઓમાં મળતા શબ્દો માણસે કદાચ હજારો વરસો પહેલાં જ બનાવ્યા છે. તે પહેલાં તો ફક્ત….પ્રશ્નો , ચેનચાળાઓથી જ …….જીવન ચાલતું હતું

  ‘ કુદરત ‘ અેટલે તે ‘ સર્વશક્તિમાન જેને માણસ હજી સમજી શક્યો નથી. અને પોતાની નાસમજને દર્શાવવા જે શબ્દને વાપરે છે તે શબ્દ અેટલે ‘ કુદરત ‘.

  મિત્ર મુરજીભાઇ ગડાનો ખૂબ ખૂબ આભાર. સરસ વિષય ચર્ચા માટે લાવ્યા. અને આભાર ગોવિંદભાઇનો કે તે શબ્દને અભિવ્યક્તિને પાને લાવ્યા.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. “વિજ્ઞાને શોઘ કરીને કહ્યુ છે અને સાબિત પણ કર્યુ છે કે પૃથ્વિ ઉપર પાણિમાં સર્વપ્રથમ અેકકોષી જીવ પેદા થયો હતો.”
  —- શ્રી અમૃત હઝારી.

  “આ જે શક્તિ છે….જે ‘ સર્વશક્તિમાન ‘ છે તે જ ‘ કુદરત ‘ અને તેને કોઇ સમજી શક્યુ નથી અને સમજી શકશે પણ નહિ.
  માણસ અને તેની બુઘ્ઘિશક્તિને પણ લીમીટેશન્સ છે.”
  —- શ્રી અમૃત હઝારી.

  મારો પ્રતિભાવ :—–

  હું અરબી ભાષા જાણતો હોવાથી હું જાણુ છુ કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન, જે અરબી ભાષા મા છે, અને ૧,૪૦૦ વર્ષ પહેલા નુ છે, તેમા આ પ્રમાણે ઍક શ્લોક છે:–

  “…………. આ આકાશ અને ધરતી ઍક બીજા સાથે જોડાયેલ હતા, પછી અમે તેમને અલગ કર્યા, અને પાણી વડે દરેક સજીવ વસ્તુ પેદા કરી………….. (કુરાન – પ્રકરણ ૨૧, શ્લોક ૩૦)

  ખરેખર “સર્વશક્તિમાન” “કુદરત” તેને કોઇ સમજી શક્યુ નથી અને સમજી શકશે પણ નહિ. આ સત્ય મા દરેક ધર્મ ના અનુયાયીઓ ની દઢ માન્યતા છે.
  .

  Liked by 1 person

 5. શ્રી કાસીમભાઇ,
  ખૂબ ખૂબ આભાર. કુરાનના પ્રકરણ ૨૧, શ્લોક : ૩૦. ને ટાંકીને તે શ્લોકની સમજ આપવા માટે. ૧૪૦૦ વરસો પહેલાં કુરાનમાં લખેલું હતું કે પાણીમાં દરેક સજીવ વસ્તુ પેદા કરી…..
  આ નોલેજ માટે ખૂબ ખૂબ આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s