ફેંગશુઈના મુળભુત સીદ્ધાંતો

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ કયા પ્રભાવને માન્યતા આપે છે? આ પ્રભાવને ભૌતીકશાસ્ત્ર, આરોગ્ય, મેડીકલ સાયન્સ, બાયોલૉજી, રસાયણશાસ્ત્રના નીયમો, ખગોળશાસ્ત્રની જાણકારી અને સીદ્ધાંતો સાથે કંઈ સમ્બન્ધ છે? શું વાસ્તુશાસ્ત્રને ફાલતુંશાસ્ત્ર કે ફેંગશુઈને ‘ફેંકશુશાસ્ત્ર’ કહી શકાય?

પ્રકરણ–5

ફેંગશુઈના મુળભુત સીદ્ધાંતો

–લક્ષ્મીદાસ ખટાઉ

(આ પુસ્તીકાના ચતુર્થ લેખ https://govindmaru.com/2020/01/27/khatau-4/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

વાસ્તુશાસ્ત્ર વાયુ, જલ, અગ્ની અને આકાશના ચાર પ્રાકૃતીક મુળ તત્ત્વોના પ્રભાવને માન્યતા આપે છે. તો ફેંગશુઈશાસ્ત્ર જળ, પૃથ્વી, અગ્ની, ધાતુ અને વૃક્ષના પ્રભાવને માન્યતા આપે છે. વાયુને બદલે વૃક્ષ અને ઈશને બદલે ધાતુને મુકવામાં આવે છે. એક શાસ્ત્રમાં વાયુને સ્થાન નથી, તો બીજા શાસ્ત્રમાં વૃક્ષ તથા ધાતુને સ્થાન નથી; છતાં પણ વૈજ્ઞાનીકતા અને સચોટ તો બન્ને શાસ્ત્રોની સો ટચની!

વાસ્તુશાસ્ત્રની આઠ દીશાઓના પ્રભાવને પડખે મુકી, ફેંગશુઈ કોઈ પણ મકાનને નવ ખંડમાં વહેંચી અને દરેક ખંડને એક અલગ પ્રભાવ હોય છે એમ ઠોકી બેસાડવામાં આવ્યું છે તે નીચે મુજબ છે.

સમ્પત્તીભાગ્ય

પ્રતીષ્ઠા

લગ્ન સમ્બન્ધ

વડીલકૃપા

તન્દુરસ્તી

રચનાત્મક સંતતી

જ્ઞાન

કારકીર્દી

મદદકર્તા મીત્રગણ

ઉત્તર દીશાના મધ્ય ભાગમાં પ્રતીષ્ઠાના પ્રભાવની સ્થાપના કરી છે તે જ પ્રમાણે બાકીના આઠ ખંડોમાં જુદા જુદા ગુણ, પ્રભાવોની સ્થાપના કરવામાં આવી છે તે માટે કોઈ વૈજ્ઞાનીક કારણ શું છે એમ ફેંગશુઈશાસ્ત્રીને પુછવામાં આવશે તો તે માથું ખંજવાળશે. પ્રતીષ્ઠાના ખંડને તમે તંદુરસ્તીનો ખંડ કહો અને તંદુરસ્તીના ખંડને તમે પ્રતીષ્ઠાનો ખંડ કહો અથવા કોઈ પણ ખંડને બીજું નામ આપો તો તેથી કંઈ ફરક ન પડે. આ ખંડો તો ફળદ્રુપ ભેજાવાળા ફેંગશુઈના ઉસ્તાદોએ ઉપજાવી કાઢ્યા છે. ફેંગશુઈના નીયમો મુજબ ભાગ્યના ખુણામાં તીજોરી–કબાટ મુકવામાં આવે તો કુટુમ્બની સમૃદ્ધીમાં વધારો થાય અને તીજોરી અન્ય ખંડમાં મુકવામાં આવે તો સમૃદ્ધી ઘટે. વડીલોને બેસવા, શયન માટે વડીલકૃપા ખંડમાં ગોઠવણ થાય તો વડીલકૃપા ઉતરે. જ્ઞાન મેળવવું હોય, પરીક્ષામાં પાસ થવું હોય તો અભ્યાસખંડ, જ્ઞાનખંડના ખાંચામાં હોવો જોઈએ. આ બધી પગમાથા વગરની માન્યતાઓ હસ્તરેખાશાસ્ત્રમાં ભાગ્યરેખા, જીવનરેખા, તન્દુરસ્તીરેખા, જ્ઞાનરેખા વગેરેની કલ્પના કરવામાં આવી છે. તેવી કલ્પનાઓથી વધારે કંઈ નથી.

આ નવ ખંડના પ્રભાવને ભૌતીકશાસ્ત્રના ગુરુત્વાકર્ષણના નીયમો, આરોગ્ય, મેડીકલ સાયન્સના નીયમો, બાયોલૉજી, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્રની જાણકારી અને સીદ્ધાંતો, નીયમો સાથે કંઈ પણ સમ્બન્ધ નથી. મનમાં તુક્કા ઉભા થયા તે પ્રમાણે મન ફાવે તેમ મકાનને નવ ખંડોમાં વીભાજન કરી દીધું અને પછી કહ્યું કે જે ઘરમાં આ નવ ખંડોના પ્રભાવની માન્યતા મુજબ રચના અને સજાવટ થયેલ હશે તે ઘરમાં સુખ, શાંતી, સમૃદ્ધી અને આરોગ્ય જળવાશે અને જે ઘરમાં એક અથવા વધારે ખંડોમાં આ શાસ્ત્રની માન્યતા મુજબ રચના, સજાવટ નહીં થયા હોય તો તે ઘરમાં રહેતા કુટુમ્બના સભ્યોને શુભ પ્રભાવથી વંચીત રહેવું પડશે અને અશુભ પ્રભાવનો ભોગ બનવું પડશે. દાખલા તરીકે ઘરના મધ્યભાગમાં તંદુરસ્તી ખંડની જોગવાઈ નહીં હોય તો બધા સભ્યો માંદગી ભોગવતા રહેશે. શયનખંડ રચનાત્મક સંતતીવાળા ખુણામાં નહીં હોય તો ની:સંતાન રહેશો અથવા ખંડનાત્મક સંતતી પેદા થશે.

ફેંગશુઈ, વાસ્તુશાસ્ત્રના નીષ્ણાતને એવો પ્રશ્ન પુછવામાં આવે કે એવાં અનેક દૃષ્ટાંતો આપી શકાય કે લગભગ મોટાભાગનાં ઘરોની રચના સજાવટ આ શાસ્ત્રોના સીદ્ધાંતો, નીયમો, માન્યતા મુજબ નથી હોતાં; છતાં પણ કેટલાંય ઘરોમાં રહેતાં કુટુમ્બોમાં એકંદરે સુખ, શાંતી, સમૃદ્ધી, આરોગ્ય, પ્રતીષ્ઠા, શીક્ષણ વગેરેનું ધોરણ ઉંચું હોય છે. આમ કેમ બને છે? તો જવાબ આપશે કે એ તો તેમનાં નસીબ હમણાં સારાં છે. જ્યારે નસીબ અવળાં થશે ત્યારે બધું છીનવાઈ જશે. જોઈ લેજો. આ વીદ્યાના વાંદરાઓની ગુલાંટ મારવાની આવડત એકવાર સુખ, શાંતી, સમૃદ્ધી આરોગ્ય માટે તમે નસીબને વચ્ચે લાવો એટલે ફેંગશુઈ, વાસ્તુના સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ અર્થહીન બકવાટ બની જાય. જો નસીબમાં હોય તો આ શાસ્ત્રોની માન્યતાઓની તદ્દન અવગણના કરો તો પણ સુખ–શાંતી વગેરે મળી રહેશે અને નસીબમાં ન હોય તો પછી ફેંગશુઈ, વાસ્તુશાસ્ત્ર કંઈ નસીબમાં ન હોય તો પણ સુખ–શાંતી વગેરે મળી રહેશે અને નસીબમાં ન હોય તો પછી ફેંગશુઈ, વાસ્તુશાસ્ત્ર કંઈ નસીબ તો ફેરવી ન શકે; પણ આ શાસ્ત્રીઓ તો કહે છે કે નસીબમાં ન લખાયું હોય તો પણ; અમે તમારા નસીબમાં સુખ, શાંતી વગેરે લખી આપશું. જો અમારી સલાહ લેશો અને તે માટે દક્ષીણા આપશો તો. આ નસીબની ચર્ચા ચાલે છે એટલે ગેરસમજ ન થાય એટલા માટે સ્પષ્ટ કરવા દો કે નસીબ કે પ્રારબ્ધ પહેલેથી લખાયેલું હોતું નથી. પુરુષાર્થથી પ્રારબ્ધ બને છે. પુરુષાર્થ તો આ ઠગવીદ્યાના બધા નીયમો તોડીને સમ્પતી, પ્રતીષ્ઠા, જ્ઞાન મેળવી શકે છે.

એકવાર એમ સાબીત થઈ જાય કે ફેંગશુઈના નવ ખંડોના સીદ્ધાંતો, માન્યતાઓ માટે કોઈ વૈજ્ઞાનીક આધાર નથી અને મનુષ્ય પુરુષાર્થથી બધી સંસારી સીદ્ધીઓ પ્રાપ્ત કરી શકે છે. એટલે પછી વાસ્તુશાસ્ત્ર ફાલતું શાસ્ત્ર બની જાય અને ફેંગશુઈ ફેંકશુંશાસ્ત્ર બની જાય; પરન્તુ સુખ, શાંતી, સમૃદ્ધી, પ્રતીષ્ઠા મેળવવા માટે ફાંફાં મારતાં લોકોમાંથી જેમને પુરુષાર્થ કરવો નથી અને જેઓ ભોળા અથવા અન્ધશ્રદ્ધાળુ છે તેઓ ઠગવીદ્યાના ભોગ બને છે. સાથેસાથે એ પણ કહી લેવા દો કે ફક્ત ગામડાંઓમાં રહેતા આપણા લોકો જ ભોળા, અન્ધશ્રદ્ધાળુ હોય છે, એવું નથી શહેરોમાં વસતા સુશીક્ષીત લોકો પણ ભોળા અને અન્ધશ્રદ્ધાળુ હોય છે. કેટલાક સાયન્સ ગ્રેજ્યુએટો, રોટરી–લાયન્સ ક્લબોના સભ્યો કે અખબારોનાં તન્ત્રીઓ પણ અન્ધશ્રદ્ધાળુ હોય છે. વાસ્તુ–ફેંગશુઈ, જ્યોતીષ ઉંટવૈદો આવા લોકોને ભરમાવીને કમાણી કરે છે.

આ પ્રકરણ લખાઈ રહ્યું છે ત્યારે એક અખબારમાં આવેલ અહેવાલ ઉપરોક્ત મન્તવ્યને સમર્થન આપે છે. કોંગ્રેસ પક્ષની હાલ પડતી દશા છે. કોંગ્રેસને ફરી મજબુત બનાવવા જે પ્રયાસો થાય છે તેમાં સફળતા મળતી નથી. સોનીયા ગાંધીની નેતાગીરી ઉપર રાખેલ અપેક્ષા પણ ફળીભુત ન થઈ. ડુબતો માણસ તરણાનો ઓથ લે તેમ હવે કોંગ્રેસી નેતાઓ આ પક્ષને ફરી સક્ષમ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રનું તરણું પકડ્યું છે. કોંગ્રેસની દીલ્હીની ઑફીસમાં વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી રીતે બુદ્ધીશાળી દેખાતા રાજકારણીઓ પણ એમ માનતા થઈ જાય છે કે વાસ્તુશાસ્ત્ર તેમના પક્ષને ફરી સક્ષમ અને લોકપ્રીય બનાવશે. જ્યારે જવાહરલાલ નહેરુથી લઈને ઈન્દીરા ગાંધી સુધી કોંગ્રેસનો સુર્ય મધ્યાહને તપતો હતો ત્યારે પણ કોંગ્રેસની દીલ્હીની ઑફીસ તો એ જ હતી; છતાં પણ શા માટે કોંગ્રેસ સત્તારુઢ બની રહેલ? કોંગ્રેસી મુર્ખ નેતાઓને કોણ સમજાવે કે ધરખમ ફેરફાર દીલ્હીની ઑફીસમાં કરવા જરુરી નથી; પણ હાઈકમાન્ડની નેતાગીરીમાં કરવા જરુરી છે.

(ક્રમશ:)

– લક્ષ્મીદાસ ખટાઉ

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’ (પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર–363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નું  પ્રકરણ : 05નાં પૃષ્ઠ ક્રમાંક : 30થી 33 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

7 Comments

  1. જીસ ગાંવ જાના નહિ….ઉસ ગાંવ કા રાસ્તા ક્યોં પૂછે ?

    અમૃત હઝારી

    Liked by 1 person

  2. Agreed with the above comment. If the whole thing is bogus, then what’s the point in going into this much detailed analysis.

    Liked by 1 person

  3. મિત્રો,
    જ્યોતીષી અને આ વાસ્તુશાસ્ત્રના વિષય ઉપર અગાઉ બે કે ત્રણ વખત ચર્ચા અભીવ્યક્તિ ઉપર કરી જ છે. આપણા વાચક મિત્રો વાકેફ થયેલા જ છે. સમજદાર કો ઇસારા કાફી હોતા હૈ. જાગૃતી બે રીતે આવે છે. અેક શિક્ષક કે કોઇ લખાણ મારફતે અને બીજી રીત છે…અણસમજવાળા કુદરતી ઠોકર ખાઇને શીખે છે. અેકવારમાં શીખે તો ઠીક છે….
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s