જે અંગ, જે પ્રક્રીયા, જે હોર્મોન, જે સ્રાવ, જે લોહી કુદરતે આપ્યું હોય, એના માટે સ્ત્રીઓને શરમાવું શું કામ પડે? એ વૈજ્ઞાનીક અને તબીબી જગતની સમજ બહાર છે. એ અત્યારની સૌથી મોટી ‘આઈરની’ છે કે ઈરાદાપુર્વક બીજા કોઈના શરીરમાંથી વહેવડાવેલા લોહી માટે આપણે શરમ નથી અનુભવતા અને કુદરતે આપેલી શારીરીક રચના અને ફીઝીયોલૉજી સાથે જન્મેલી દીકરીઓને દર મહીને લોહી વહાવવા માટે આપણે ‘ગુનેગાર’ માનીએ છીએ. Strange! Isn’t it?
સમજદાર બનો અને સ્ત્રીત્વનો આદર કરો
(વ્યંગ્યચીત્ર સૌજન્ય : ‘ગુજરાતમીત્ર’ દૈનીક)
–ડૉ. નિમિત્ત ઓઝા
પ્રાઈવેટ પાર્ટને ‘પ્રાઈવેટ’ શું કામ કહેવાય છે? બહુ સીમ્પલ છે. શરીરનાં જે અંગો આપણા કંટ્રોલમાં નથી, એ અંગો સાથે આપણે બહુ કમ્ફોર્ટેબલ ફીલ નથી કરતા. રાધર, આપણા એ અંગો વીશે આપણે ‘કોન્ફીડન્ટ’ નથી. અને એટલે જ આપણે એનું ‘પબ્લીક ડીસ્પ્લે’ નથી કરતા. એ ભાગને ‘પ્રાઈવેટલી’ હેન્ડલ કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે ‘અન્ડર–ગારમેન્ટ ટેરીટરી’માં રહેલા શરીરનાં અંગો કાં તો ‘રીફ્લેક્સ’ પર કામ કરે છે અને કાં તો ‘હોર્મોન્સ’ પર. અને બેમાંથી એક પણ આપણા કાબુમાં નથી.
હું હાર્ડ–કોર વીજ્ઞાનનો માણસ છું, એટલે હું ‘બીલીફ સીસ્ટમ’માં નથી માનતો. જે અંગ, જે રસ્તો, જે સ્થળ આ પૃથ્વી પર કોઈ નવા જીવને અવતરવાનું, એક નવું સર્જન કરવાનું સામર્થ્ય ધરાવતું હોય, એ અપવીત્ર કઈ રીતે હોઈ શકે? આટલા લાંબા સમયથી ‘મેન્સીસ’ને આટલો મોટો ‘ઈસ્યુ’ શા માટે બનાવવામાં આવે છે? એ આપણા ‘સીવીલાઈઝ્ડ’ સમાજે વીચારવાની જરુર છે.
જે અંગ, જે પ્રક્રીયા, જે હોર્મોન, જે સ્રાવ, જે લોહી કુદરતે આપ્યું હોય, એના માટે સ્ત્રીઓને શરમાવું શું કામ પડે? એ વૈજ્ઞાનીક અને તબીબી જગતની સમજ બહાર છે. એ અત્યારની સૌથી મોટી ‘આઈરની’ છે કે ઈરાદાપુર્વક બીજા કોઈના શરીરમાંથી વહેવડાવેલા લોહી માટે આપણે શરમ નથી અનુભવતા અને કુદરતે આપેલી શારીરીક રચના અને ફીઝીયોલૉજી સાથે જન્મેલી દીકરીઓને દર મહીને લોહી વહાવવા માટે આપણે ‘ગુનેગાર’ માનીએ છીએ. Strange! Isn’t it?
મન્દીરે જવું કે ન જવું, એ ચર્ચામાં પડ્યા વગર, મુદ્દો એ છે કે જસ્ટ બીકોઝ એક મનુષ્યને, કુદરતે બક્ષેલી સર્જનાત્મક શક્તી ધરાવતા અંગને કારણે ‘શરમ’ શું કામ અનુભવવી પડે? મેન્સીસ વખતે દીકરીઓને ‘આઈસોલેશન’માં રાખવાનું એક વેલીડ અને વૈજ્ઞાનીક કારણ તો આપો. જો તમને ‘મેન્સીસ’ના લોહીથી ઈન્ફેક્શનનો ડર લાગે છે, તો લેટ મી ટેલ યુ, માસીકના લોહી કરતાં અનેક ગણાં અને લાખો બેક્ટેરીયા આપણા ‘સ્ટુલ’ (મળ)માં હોય છે. અને એ બેક્ટેરીયા તો દરેક મનુષ્ય દ્વારા દરરોજ નીકાસ પામે છે. એ લૉજીક પ્રમાણે તો આપણે દરેકે ‘આઈસોલેશન’માં રહેવું જોઈએ અને ફક્ત ચાર દીવસ નહીં; દરરોજ. 365 દીવસ આપણા શરીરમાં રહેલા બેક્ટેરીયા સ્ટુલ મારફતે કાઢતી વખતે જો આપણને શરમ નથી આવતી, તો એના જેવી જ અન્ય કોઈ કુદરતી ક્રીયા માટે કોઈપણ ‘જેન્ડરે’ શરમાવાનું કે ‘અલગ પડવાનું’ શું કામ?
જો ‘આઈસોલેશન’ પાછળનું લૉજીક ‘આરામ મળે’ એવું હોય, તો લેટ ધ ગર્લ્સ ડીસાઈડ કે એ દીવસોમાં એમને આરામ કરવો છે કે નહીં? એમને બદલે બીજું કોઈ કઈ રીતે નીર્ણય લઈ શકે? અને કોઈ ‘મેન્સીસ’માં છે કે નહીં, એ ચેક કરવા માટે એમનાં કપડાં ઉતરાવવાં… આપણે કયા લેવલના ઓબ્સેશનમાં પહોંચી ગયા છીએ?
વીજ્ઞાન કે લૉજીકમાં આપણને વીશ્વાસ ન હોય એ તો સમજાય; પણ કપડાં ઉતરાવવાનો અર્થ એ છે કે હવે આપણને આપણી દીકરીઓમાં પણ વીશ્વાસ નથી? અને આ સંસ્થાઓને આપણે ‘શૈક્ષણીક સંસ્થાઓ’ કહીએ છીએ? ‘સીવીલાઈઝેશન’ના ચહેરા પાછળ ‘ગેરમાન્યતાઓ’ અને ‘મુર્ખતા’થી પીડાતા આપણે મોડર્ન ‘હોમો સેપીયન્સ’ છીએ.
યુરીન કે સ્ટુલ આપણે આપણી મરજી પ્રમાણે પાસ કરી શકીએ છીએ (જ્યાં સુધી કરી શકીએ છીએ, ત્યાં સુધી નસીબદાર છીએ, પછી ડાયપર કે કેથેટર તો આપણી રાહ જુએ જ છે.) કારણ કે, મળ અને મુત્રના ભાગમાં ‘વૉલન્ટરી સ્ફીન્ક્ટર’ આવેલા હોય છે, જે જાહેરમાં આપણી આબરુ બચાવી લે છે; પણ યુટરસમાં એવા કોઈ ‘વૉલન્ટરી સ્ફીન્ક્ટર’ નથી હોતા, જે માસીકસ્રાવને પોતાની મરજી અને સમય પ્રમાણે મુક્ત કરી શકે. શું ફક્ત એટલા જ કારણથી આપણે ‘મેન્સીસ’ને હજુ સુધી ‘taboo’ ગણીએ છીએ?
It’s time for us to grow up! કુદરતે આપેલું કોઈ અંગ કે કોઈ ક્રીયા ક્યારેય વાંધાજનક કે અપવીત્ર ન હોઈ શકે. અપવીત્ર આપણી માનસીકતા હોય છે; કારણ કે એ આપણે જાતે ‘ઈન્વેન્ટ’ કરેલી છે. Let me conclude it this way, જો કોઈને લોહી સામે વાંધો હોય, તો એ જ લોહી (Same composition) એમનામાં પણ છે અને જો કોઈને એ જગ્યા સામે વાંધો હોય જ્યાંથી એ લોહી આવી રહ્યું છે, તો બોસ… એ જગ્યાને કારણે જ તમે ‘મેન્સીસ’ સામે વાંધો ઉઠાવવા સમર્થ બન્યા છો; કારણ કે એ જગ્યા જ ન હોત, તો વાંધો ઉઠાવનારનું અસ્તીત્વ પણ ન હોત.
Let’s be sensible and let’s respect the womanhood!
–ડૉ. નિમિત્ત ઓઝા
લેખક–સમ્પર્ક : Dr. Nimit oza,
VRUSHTI UROLOGY CLINIC
Sameep, 3rd Floor,
Opp. Sir T. Hospital Bus Stand,
Kalubha Road, Kalanala,
Bhavnagar.
Phone: 0278-251 4045. Mobile: 9723369933
eMail: vrushtiurologyclinic@yahoo.com
facebook: https://www.facebook.com/drnimit.oza
ભાવનગરના ફેસબુકમીત્ર અને તબીબ ડૉ. નિમિત્ત ઓઝાની તા. 14 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રગટ થયેલ પોસ્ટમાંથી.. લેખકશ્રીના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારા રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
Prasangouchit writeup.
LikeLiked by 1 person
He who spoke in public was a sex hungry person. And those school teachers were perverts.The human body , for a man and a woman is designed by someone called ” Almighty ” whom man has not seen, not known, not understood,. Only one differance is the design of “Reproduction system.” Here man is donor and Woman is receiver….who become mother giving birth to a child. The knowledge of difference was planted by Manu who wanted to establish male dominance. In the cast system, Manu has prohibited women and Shudras from education. Then all Prists who leave married life…after attack of sex hormon the crave for woman companionship, they become perverted. These Prists carried on the preaching….The truth is almost all the God’s were married and the Rishi Munising were also married. The western world is enlightened in this aspect. Uneducated and their Blind belief has ruined ruined India. The philosophy of life that is being taught to a common man has made the blind believers ruining their life. The human race before 10,000 years didn’t know about women….because they have they have M. Period every month, they become ” Unsacred.”.. LAST question:Why that priest pocked his NOSE into the system of human life which is designed by the Almighty ?.
LikeLiked by 1 person
Almighty ઍટલે કે મહાશક્તિશાળિ , ઍ જે કોઈ પણ હોય, તેણે નર અને નારી ની રચના જે રીતે કરેલ છે, તે દાદ દેવાને પાત્ર છે. શું અત્યારનુ આધુનિક વિજ્ઞાન આવું સર્જન કરી શકે છે? આ અનુસાર અત્યારે women empowerment (નારી ને અધિકાર આપવા / શક્તિશાળી બનાવવી) તથા gender diversity (જાતિ વૈવિધ્ય) પણ નારી ને તેનો ખરેખર નો દરજ્જો – સ્ત્રીત્વ – આપવા નો ઍક પ્રયાસ છે.
LikeLike
Very learned article by Dr Nimit Oza – and as this school clicked this shameful issue – let it be discussed & later become a law so no one in future can interfere with this natural phenomena & ladies should have equal rights as man .
LikeLiked by 1 person
Good work
Nice Post
LikeLiked by 1 person
સમજદાર બનો અને સ્ત્રીત્વનો આદર કરો ડૉ. નિમિત્ત ઓઝાનો ખૂબ અગત્યની માહિતી આપતો જન જાગરણ કરતો લેખ .
આ વિષય અંગે અમે પણ પ્રયત્ન કર્યો છે પણ હજુ ખૂબ પ્રચારની જરુર છે
LikeLike
Reblogged this on RKD-रंग कसुंबल डायरो.
LikeLiked by 1 person
‘સમજદાર બનો અને સ્ત્રીત્વનો આદર કરો’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike