વીજ્ઞાનની તૌહીન કરીને વીજ્ઞાન–સદી કેમ ઉજવાય?

આજકાલ આપણા દેશમાં વીજ્ઞાન–વીજ્ઞાનની ધુન તો ખુબ બોલાય છે; પરન્તુ વૈજ્ઞાનીક વીચાર જાણે ક્રમશ: પાછળ પડતો જણાય છે. આજે વીજ્ઞાન દીવસ (તા. 28 ફેબ્રુઅરી) છે ત્યારે આપણો સમાજ વૈજ્ઞાનીક રીતે વીચારતો થાય તે માટે વીજ્ઞાનની તૌહીન કરીને વીજ્ઞાનસદી કેમ ઉજવાય?’ લેખ પ્રસ્તુત છે.

વીજ્ઞાનની તૌહીન કરીને
વીજ્ઞાન–સદી કેમ ઉજવાય?

–યશવંત મહેતા

અમે નાના હતા ત્યારે, પડોશમાં એક ડૉક્ટર રહેતા હતા. મોટા ડૉક્ટર હશે, એટલે કે માત્ર એમ.બી.બી.એસ. નહીં હોય; કારણ કે એક મેડીકલ કૉલેજમાં એ અધ્યાપક પણ હતા. જેઓ તબીબી વીદ્યાઓમાં માસ્ટર ડીગ્રી ધરાવતા હોય તેઓને જ મેડીકલ કૉલેજમાં અધ્યાપકપદ મળે છે.

હવે, આટલી બધી તબીબી વીદ્યા જાણતા અને અન્યોને પણ ભણાવતા માણસમાં તબીબી વીજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા હોય એવું જ સૌ કોઈ માને. વીજ્ઞાનનો જે મુળભુત સીદ્ધાંત છે કાર્યકારણનો એ તો એમણે પચાવ્યો જ હોય એમ પણ બધા માને. કોઈ પણ કાર્ય કે પરીણામ કારણ વગર નીપજતું નથી અને જો કારણને જાણી લઈએ તો પરીણામનીય પરખ થાય. આટલી સાદી વાત હવે પ્રાથમીક ધોરણોનાં બાળકોય જાણે છે. કોઈ પણ રોગ કારણ વગર નથી થતો એટલું પણ પ્રાથમીક શાળાનાં બાળકો તમને કહી શકે. એટલે તબીબી વીજ્ઞાનના માસ્ટર ડીગ્રીધારી ડૉક્ટર તો એ જાણે જ! અને છતાં… અને છતાં જ્યારે અમારા પડોશી આ ડૉક્ટરના દીકરાને એક વાર ટાઈફોઈડ થયો અને કેટલાક દીવસ સુધી એ ન મટ્યો ત્યારે ડૉક્ટરે નજર બાંધવાનો ટુચકો કર્યો.

કેમ, આ શબ્દો વાંચતાં વાર ઉબકો આવી ગયો ને? અભણ–અજ્ઞાન ગ્રામીણ પ્રજાને જ્યારે વહેમ આવતો કે અમારા સંતાનને કોઈકની ‘નજર લાગી છે’ ત્યારે એ પ્રજા ‘નજર બાંધવાનો’ ટુચકો કરતી. એક થાળીમાં કેટલુંક પાણી ભરવામાં આવતું. પછી એક વાડકામાં અગ્ની ભરીને એના પર સુકાં મરચાં, મીઠું વગેરે નાખવામાં આવતાં અને એ સળગતા અગ્ની સહીત વાડકાને પેલી થાળીમાં ઝડપથી ઉંધો વાળવામાં આવતો. આ પછી એ વાડકો ઉપાડવો અઘરો થતો. આજે તો વીજ્ઞાન ભણનાર દરેક બાળક કહેશે કે વાડકાની અંદર ગરમીને કારણે હવા ખુબ પાતળી અને હલકી થઈ ગઈ હતી. એ વાડકાની કીનાર ફરતું પાણી આવી જતાં ત્યાં શુન્યાવકાશ સર્જાયો. વાડકાની અંદર પણ ઘણે અંશે શુન્યાવકાશ થયો. પરીણામે વાડકા પર બહારના વાતાવરણનું વજન આવ્યું અને એ ઉપાડવો અઘરો થયો. વહેમીજને માન્યું કે અન્દર કોઈકની ‘ભુંડી નજર’ બન્ધ થઈ ગઈ! આમ બાળક પણ જે ટુચકાની અર્થહીનતા સમજે છે એ ટુચકો તબીબી વીજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી ધરાવનારે કર્યો હતો.

આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે આજકાલ આપણા દેશમાં વીજ્ઞાન–વીજ્ઞાનની ધુન તો ખુબ બોલાય છે; પરન્તુ વૈજ્ઞાનીક વીચાર જાણે ક્રમશ: પાછળ પડતો જણાય છે. વીસમી સદી વીજ્ઞાનની સદી હતી અને એકવીસમી સદી ટૅકનોલૉજીકલ વીજ્ઞાનની હશે એવું કહેવાય છે. એકવીસમી સદીમાં જીવનપદ્ધતી પર, સામાજીક સમ્બન્ધો પર, અર્થતન્ત્ર પર, સાહીત્ય અને સંસ્કાર પર વીજ્ઞાનની કેવી અસર હશે, એ અંગે ખુબ વાતો થાય છે. કેટલાક દીવસ અગાઉ અમદાવાદમાં એકવીસમી સદીના ગુજરાતી બાળસાહીત્ય વીશે પરીસંવાદ યોજાયો. એના 25 જેટલા વક્તાઓમાંથી વીસે તો વીજ્ઞાન ઉપર જ ભાર મુક્યો. વીજ્ઞાન શું શું કરશે, શું માગશે અને શાને શાને અર્થહીન બનાવી દેશે વગેરે વીશે ખુબ વાતો થઈ; પરન્તુ વીજ્ઞાનની શીસ્ત, વીજ્ઞાનની નીતીમત્તા અને વીજ્ઞાનવાદી વીચારસરણીની કોઈકે જ વાત કરી. જ્યારે જુનવાણી ધર્મદત્ત નીતીમત્તા કડડભુસ થઈ ચુકી છે, ધર્મે બાંધેલી સદ્વ્યવહારની આડ ભુંસાઈ ચુકી છે, ત્યારે નવી નીતીમત્તા વીજ્ઞાને યોજી આપવી પડશે, એ વાતનો જુજ ઉલ્લેખ થયો.

આપણા સમાજે વીજ્ઞાનની દેણગી તો અપનાવી છે, વીજ્ઞાને આપેલાં સાધનો તો ભરપટ્ટે વાપરવા માંડ્યાં છે; પરન્તુ ખુદ વીજ્ઞાનને અછુત ગણ્યું છે. હીન્દી સમાજની ખાસીયતમાંથી આ પરીસ્થીતી જન્મી જણાય છે. આ સમાજને દલીત વણકરોના કાપડનો ખપ હતો, દલીત મોચીનાં જુતાંનો ખપ હતો, દલીત ખેતમજુરે ઢગલો કરેલા અન્નને ખપમાં લેવું હતું; પરન્તુ ખુદ દલીત એને મન અછુત અને તીરસ્કરણીય હતો. સમાજમાં ‘નીમ્ન’ ગણાયેલા અનેક અન્ય વર્ગો વીશે પણ આ જ સાચું હતું. આ સમાજે એ જ રીત વીજ્ઞાન માટે અપનાવી છે. વીજ્ઞાન એને મન ઉત્તમ મજુરી કરી આપનાર અછુત છે. આ સમાજ વીજ્ઞાનને વૈજ્ઞાનીક રીતે અપનાવવા તૈયાર નથી.. એનું એક વરવું ઉદાહરણ વૈજ્ઞાનીક સાધનોની પુજા છે. વાહન, ટ્રેક્ટર, ઉત્પાદક યન્ત્રો તબીબી કામગીરીમાં ઉપયોગી યન્ત્રોથી માંડીને ટેલીસ્કોપ કે અવકાશી રોકેટ–લૉન્ચર્સને સુદ્ધાં ટીલાંટપકાં અને મન્ત્રજાપ કરવામાં આવે છે; એ જ સીદ્ધ કરે છે કે એમને વાપરનારા અને વસાવનારા એમના વીજ્ઞાન કરતાં કોઈક અન્ય પરાશક્તીમાં વધારે વીશ્વાસ ધરાવે છે. એમને વીજ્ઞાનમાં શ્રદ્ધા નથી, વીજ્ઞાનની પાછળ પણ કોઈક અજાણી શક્તી હશે એવી શ્રદ્ધા છે. જ્યાં સુધી સમાજ સમસ્ત વીજ્ઞાનમાં શ્રદ્ધા નહીં કેળવે, વીજ્ઞાનની શક્તીને નહીં પીછાને ત્યાં સુધી વૈજ્ઞાનીક મીજાજ કેળવાઈ શકશે નહી.

સૌથી શોચનીય સ્થીતી તો એ છે કે વીજ્ઞાનને ભુંડું ગણનારા, વીજ્ઞાનના જ્ઞાનને ગાળ દેનારા જ પાછા વીજ્ઞાને આપેલાં સાધનોનો ભરપેટ ઉપયોગ કરે છે!

મને યાદ આવે છે કે આપણા ગુજરાતના જ એક કથાકારશ્રીએ પોતાના એક પુસ્તકમાં ગજબનાક રજુઆત કરી છે. એમણે એક દર્દી ભાઈની વાત લખી છે. એ માણસને કશુંક એવું દર્દ થયું કે એમનાથી પરખાયું નહીં. છ–બાર મહીના જાતે ઓસડ–ઔષધ કર્યા પણ રોગ ન પરખાયો, ન મટ્યો. એ પછી ભાઈ એક હકીમને શરણે ગયા. હકીમે પણ છ–બાર મહીના દવા–દારુ કર્યા; પણ રોગ ન પરખાયો કે ન મટ્યો. એટલે એલોપથીક ડૉક્ટર પાસે દોડ્યા. ડૉક્ટરથી પણ કાંઈ ન વળ્યું. એ જ રીતે હોમીઓપથી, નેચરોપથી આદી અનેક ચીકીત્સાપદ્ધતીઓ નીષ્ફળ ગઈ અને ભાઈ મરણમુખ થઈ ગયા ત્યારે જ એક મહાત્મા રસ્તામાં મળ્યા. ભાઈને જોતાંવાર કહે કે તમે નકામા અહીંતહીં દોડા કર્યા. નકામો સમય અને સમ્પત્તીનો વ્યય કર્યો. અરે ભાઈ, તમારી દવા છે અમુક (આ કથાકારને પ્રીય એવા દેવત્વનું નામ)નું નામસ્મરણ! એ દર્દી બંધુએ એ દેવનું નામસ્મરણ શરુ કર્યું અને અઠવાડીયામાં તો એમનાં નખમાંય રોગ ન રહ્યો! એ તરોતાજા અને સાજાનરવા બની ગયા!!

આ વાત કદાચ વીસમી સદીના એંસીના દાયકાના પ્રારમ્ભની છે. હું આ લખું છું ત્યારે વીસમી સદી પુરી થવા આવી છે. હજુ આજ સુધીય એક પણ વૈદ્ય, હકીમ, ડૉક્ટર કે અન્ય ચીકીત્સકે આ કથાકારશ્રીના વીધાનને પડકાર્યું નથી; એની વીરુદ્ધ અદાલતમાં કેસ કર્યો નથી કે અખબારી નીવેદન પણ કર્યું નથી. આવા ભયંકર અવૈજ્ઞાનીક વીધાનનો સજ્જડ વીરોધ નથી થયો એ જ સાબીત કરે છે કે આપણો સમાજ વૈજ્ઞાનીક રીતે હજુય વીચારતો નથી.

અને મઝાની વાત એ છે કે વીજ્ઞાનનો આવો ઘોર વીરોધ કરનાર એ કથાકાર શ્રીમાન વીજ્ઞાનને આપેલા લાઉડસ્પીકરનો, વીજ્ઞાને આપેલા પંખા અને એરકંડીશનરનો, વીજ્ઞાને આપેલા કુલરનો ભરપેટ ઉપયોગ કરે છે. વીજ્ઞાને બનાવેલી મોટરકાર અને વીમાનમાં ઘુમતાં એમને વાંધો નથી આવતો. વીજ્ઞાને બનાવેલા વીમાનમાં એમણે કથા કરી છે. વીજ્ઞાને બનાવેલી આગબોટમાં કથા કરી છે. કદાચ સબમરીનમાંય કથા કરી છે અને સાંભળવા તો એવું મળ્યું કે અવકાશયાનમાં પણ કથા કરવાની ખ્વાહીશ રાખે છે!

વીજ્ઞાનની આટલી તૌહીન કરીને વીજ્ઞાનની એકવીસમી સદીમાં જવા માગતા સમાજને શું કહીશું?

 [‘ગુજરાત ટુડે’ તા. 02-07-1999]

–યશવંત મહેતા

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 17મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

8 Comments

  1. Very nice article.
    We Indians only talk about science and try to find it somehow in our ancient books and religious literature.
    We don’t have scientific mindset, temperament, attitude and aptitude.
    The glaring example is of that MD doctor.
    Here in USA also there is a special parking spot for Puja of new car at most of the Hindu Temples! Quite laughable and at same time serious situation in 21st century.
    Many thanks to the learned author and to Govindbhai also for bringing this out on his blog.

    Liked by 1 person

  2. agree completely–even chanting of certain mantra at distance can bring miraculous relief and now a days in west even numbers writing on diseased part or in air can heal tou–they call healing codes- or divine healing codes-and so many frequency also cure.

    Liked by 1 person

  3. As a Muslim, according to my observation, majority of Muslims do believe in science. However, there is exception as well, that many of these Muslims, despite believing in science, are following blind faith upto some extent.

    About Muslim religion and science, I have read a book in English (whose Gujrati translation is also published from Karachi) “The Bible, The Quran and Science”. I have met its French author Dr. Maurice Bucaille as well. After reading this book, as a regular columnist, I have written an article/column in two part in Gujarati “Quran and Modern Science” ( કુરાન અને આધુનિક વિજ્ઞાન ). This article/column is in two part and will appear in Canada’s Gujarati weekly “Swadesh” ( સ્વદેશ ) in forthcoming issues of 6 March and 13 March 2020.

    Quran was revealed 1,400 years ago. In my article, I have given reference of the above book of Dr. Maurice Bucaille. My article contains many things mentioned in Quran re: modern science e.g. big bang, expansion of universe, planets between earth and sky/heaven, formation of yet to be born child in womb of mother and many other things, which have been mentioned in Quran, and are in accordance with modern science.

    Those who are interested to read my this Gujarati article can log on below web site of “Swadesh” next week and then click the particular issue of 7 March and again next week on 13 March and can read my half page article/column, which usually appears on page 16 or about.

    The web site of Gujarati weekly “Swadesh” of Canada:

    https://swadesh.news/e-paper

    Liked by 1 person

  4. શ્રી યશવંત મહેતાઅે સરસ વાત કહી. પેલા કથાકારને મને લાગે છે કે હું તો ઓળખી ગયો. તેઓ પણ કોઇ અેક સમયમાં ટીચર હતાં….
    વિજ્ઞાને આપેલી સુવિઘાની દરેક શોઘો માટે વિરોઘી વાતો કરનાર કે પછી આંખમીચામણા કરનાર ,વાપરનારને માટે અેક જ વાત કહેવાય…‘ તે માણસ પોતાની જાતને છેતરીને જીવે છે.‘ સત્યને જાણીને પણ અજાણ થનારને શું કહેવું ?….
    અંઘશ્રઘ્ઘાના વાહકોને માટે કદાચ કહીઅે કે તે કદાચ અભણ હશે. પરંતું ડોક્ટર કે વિજ્ઞાની કે ઇન્જીનીયર જ્યારે ટીકા ટપકા કરે ત્યારે તે ડીગ્રી હોલ્ડરને માટે કહેવાય કે તેની પાસે ફક્ત પેપર પર લખેલી ડીગ્રી જ છે.
    ભારતમાં ઘર્મને નામે ‘ ઘેટાં ‘ બનેલાઓનો હિસાબ નથી.
    It is said, ” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.”
    Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.”

    કોઇપણ સારી ઇચ્છાથી કે આશયથી બનાવેલી સારી વાતને પોતાના સ્વાર્થને લઇને જ્યારે કોઇ જુદા સ્વરુપમાં લોકોને સમજાવીને દુરુપયોગ કરે ત્યારે જ અંઘશ્રઘ્ઘાનો ફેલાવો થાય છે….દા.ત. ગીતાના ૩જા અઘ્યાયમાં , ૧૩મા શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે ,..‘.ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે.‘……….‘પછી મનુ મહારાજે હિન્દુઓને માટે નિયમો બનાવ્યા..જેમાં સ્ત્રીઓ અને શુદ્રોને ભણવાની મનાઇ ફરમાવી…બ્રાહ્મણોને બઘી છૂટ આપી…( સ્વામી સચ્ચિદાનંદજીની બુક..‘ વર્ણવ્યવસ્થા, અઘોગતીનું મૂળ…‘ વાંચજો.).પછી પૂજા પાઠ શરુ થયા….વેપાર શરુ થયા. અંઘશ્રઘ્ઘાના પાઠો શરુ થયા………અને આજે પણ નરક અને સ્વર્ગ….આજન્મ અને પરજન્મ…અને મરેલાને સ્વર્ગે પહોંચાડવાના નુસ્ખાઓ શરુ થયા. પાપના પરિણામો બીજા જન્મમાં ભોગવવાની બીક ભલભલાને ગભરાવી મારે છે….
    પરણેલાં કહેવાતા ભગવાનો, દેવીઓ…દેવતાઓ…ઋષિ મુનીઓ પણ પરણેલા હતાં પરંતું મોર્ડન ઋષિ..મુનીઓ…પરણવાની ના કહીને પોતે સ્ત્રીસંગની મઝા માણે….
    સ્વાર્થ…જ્યારે વેપારમાં કન્વર્ટ થાય ત્યારે….ફસાવવાના ચક્કરો શરુ થાય….અને તે પણ અંઘશ્રઘ્ઘાના મજબુત પાયા ઉપર……જે નથી તેની બીક બતાવીને અંઘશ્રઘ્ઘાના પાયા ઊભા કરવામાં આવે છે.
    જ્યારે ઉલ્લુ બનવાવાળા લાખોમાં હોય ત્યારે થોડા સ્માર્ટ સ્વાર્થી લોકો અંઘશ્રઘ્ઘાળુઓનો ગેરલાભ ઉઠાવે છે.
    ભારતના મોટેભાગના ઘરમો….અંઘશ્રઘ્ઘા ના વાહકો છે. ભારતના પોલીટીશીયનો પણ પોતાનો સ્વાર્થ સાઘવા અંઘશ્રઘ્ઘાને વાહન બનાવે છે.

    અંઘશ્રઘ્ઘા….સાચી સમજ નથી હોતી તેનું ફળ છે અને વેપારનું સાઘન છે જે અંઘશ્રઘ્ઘાળુંની અઘોગતીનું કારણ બને છે.
    આ ખૂબ મોટો વિષય છે. બહુ ચર્ચા માંગી લે……
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. ‘ વીજ્ઞાનની તૌહીન કરીને વીજ્ઞાન–સદી કેમ ઉજવાય?’ શ્રી –યશવંત મહેતાનો સુંદર લેખ
    ‘એ ટુચકો તબીબી વીજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી ધરાવનારે કર્યો હતો…’ વાતે અમારા અનુભવની વાત યાદ આવે…બાળરોગના એક નિષ્ણાત ડૉકટરનું બાળક રડતું હતુ..તેમણે તેની સારવાર કરતા રાહત ન લાગતા પડોશના માજી આવ્યા…તે બાળકને ઉંચકી તેના બરડા પર થપથપાટ કરતા ઓડકાર આવ્યો અને બાળક રડતુધ થયું આવા ડોશી વૈદ્યાને અંધશ્રધ્ધા કેમ કહેવાય ” વર્તમાન સમયમાં તે જરૂરી થઈ ગયું છે કે આપણે વેદોના શાસ્ત્રીય જ્ઞાનનું અધ્યયન તેમજ અનુસંધાન કરીને આને આધુનિક યુગમાં વ્યાવહારીક તેમજ પ્રાસંગિક બનાવીએ અને વેદ વિજ્ઞાનને એક આધુનિક વિજ્ઞાનના એક પૂરક વિષયના રૂપમાં સમજીએ અને જે પ્રશ્નોના ઉત્તર આધુનિક વિજ્ઞાનામાં નથી મળતાં તેમને વેદોનું અધ્યયન કરીને પ્રાપ્ત કરીએ. જે પ્રાકૃતિક તેમજ ભૌતિક ઘટનાઓના કારણોની જાણકારી આધુનિક વિજ્ઞાન પાસે નથી તે કારણોની વિવેચના વેદોમાં અપાયેલ રીતથી સ્વીકારીને કરી શકાય છે.

    Liked by 1 person

  6. શ્રી પ્રજ્ઞનાજુ,
    સરસ વાત તમે કરી.
    તમારી વાત,…જ્યાં સુઘી અનુભવે સાબિત થઇને વપરાતું ડોસીવૈદુને લાગે વળગે છે ત્યાં સુઘી તે પણ વિજ્ઞાન જ છે. સાબિત થયેલું.
    મેડીકલ લાઇનમાં પણ જે કોઇ નોલેજ છે તે સર્વે પ્રેક્ટીકલી સાબિત થયેલું જ્ઞાન છે. જ્યાં તેમની પાસે નોલેજ નથી ત્યાં તેઓ કબુલ કરશે કે અમારી પાસે આ વિષયની સારવાર નથી. દા.ત. વિટીલીગો…જેને બીજા નામ છે…ગુજરાતીમાં તેને જૂનીપેઢી ‘ કોઢ ‘ કહે છે. સફેદ ડાઘા.અંગ્રેજીમાં. ડી પીગ્મેન્ટેશન પણ કહે છે. મેડીકલ સાયન્સે કહી જ દીઘુ છે કે તેમની પાસે આને માટે દવા કે સારવાર નથી.
    આઘુનિક વિજ્ઞાન પાસે હજી ઘણા રોગોની ઓળખ નથી કે તેને માટે સારવાર પણ નથી… ઘીમે ઘીમે રીસર્ચ કરતાં રહે છે અને સોલ્યુશન મેળવવાના હરેક પ્રયત્ન કરતાં રહે છે. ઘણી ઘણી દવાઓ ઝાડ..પાનના અર્કોથી બનતા જેમ આયુર્વેદ કે હોમીયોપથી…..મળેલી દવાને લેબોરેટરીમાં સીન્થેટીક રીતે બનાવવાની કોશીષ કરવામાં આવે છે.

    ડોસીવૈદુ અેક પ્રેક્ટીકલી સફળતા પામેલું જ્ઞાન છે. જેને હાડવૈદની કળા સાથે પણ સરખાવી શકાય. સર્જરીની બાબતે કહેવાતું કે શરુઆતમાં નાની નાની સર્જરી કરનાર ગામનો નાઇ કે હજામ હતો. ( હસવા માટે…)…ચરકની વાત પણ માની શકાય.

    ટૂંકમાં અેલોપથીનું વિજ્ઞાન સાચુ બોલે છે. અને તેણે જ તે વિજ્ઞાનને ખૂબ સફળતા મળી છે.

    હવે અંઘશ્રઘ્ઘાની વાત કરીઅે. જેનો ઉલ્લેખ આ આર્ટીકલમાં છે. જે વિજ્ઞાનની તૌહીન કરવા બરાબર કર્મ છે.
    મંદિરોમાં જઇને માનતા માનવી.
    ભગત ભૂઆ પાસે દોરાઘાગા કરાવવા. ઘૂણાવવા.
    દરગાહમાં જઇને પીંછીં નંખાવવી.
    ઉપવાસ કરવાં. જૂના જમાનામાં બાળકની બગડેલી તબીયત માટે માતાઓ ખાસ કરીને ઊંઘી ચોળી પહેરતી. કાળા ટીકા લગાવતી…બાળકને પણ.
    કોઇની નજર લાગી છે તેને ઉતરાવવી. રસ્તાની વચ્ચે ઓવાળેલું નારીયેળ મૂકવું. વિ…વિ…
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  7. મિત્રો,
    યાદ આવ્યું.
    આ વિશ્વ અને તેના ગ્રહો અને ઉપગ્રહો બઘુ જ વિજ્ઞાનની પ્રક્રિયાઓ થકી જન્મેલી છે.
    વિજ્ઞાનની, પૃથ્વિ ઉપરની ક્રિયા પ્રક્રિયાઓના પરિણામ સ્વરુપ જ પૃથ્વિ ઉપરની જીવિત અને નિર્જીવ વસ્તુઓ જન્મેલી છે.
    વિજ્ઞાનની પ્રક્રિયાઓ દ્વારા જ પ્રાણિ અને વનસ્પતિ અેક બીજાના પુરકો અને સંચાલકો બનીને ‘ જીવ ‘ ને આગળ વઘારી રહ્યા છે.
    માણસ..પ્રાણિરુપ જન્મયો ત્યારે તેની બુઘ્ઘિશક્તિ અેટલી વિકાસ ન્હોતી પામી. પ્રૃથ્વિ ઉપર થતાં વાતાવરણના અને બીજા ફેરફારોને તે આદિમાનવ સમજી ન્હોતો શકતો. તે કારણે તેણે કોઇ અજાણ શક્તિને ઘારી લીઘી જે આ બઘા ફેરફારો કરે છે.
    બુઘ્ઘ્િશક્તિનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસે વિજ્ઞાનની પ્રક્રિયાઓની કડી શોઘી…અને આજના યુગમાં આવી પહોંચ્યા.
    પેલી ઘારી લીઘેલી શક્તિ જેને કોઇક શક્તિ આ સંસાર ચલાવનાર તરીકે માની લીઘી હતી તે માણસને માટે ‘કહેવાતો ભગવાન બની ગયો.‘

    ………આપણે સૌ પૃથ્વિ ઉપર આદિમાનવ તરીકે આવ્યા તે પહેલેથી વિચાનની પ્રક્રિયાઓજ આ વિશ્વસંચાર કરતી આવી છે અને આજે પણ કરે છે.
    ………..
    અમૃત હઝારી.

    Liked by 2 people

Leave a comment