‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’

સાઈકીઆટ્રીક ઈલનેસ ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ એ વળી કઈ વ્યાધી છે? આ વ્યાધીના લક્ષણો, પ્રકારો અને એનું નીદાન અંગે જાણકારી મેળવવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’

–ડૉ. મુકુલ ચોકસી

‘શું કહે છે મારા દર્દી? બહુ તકલીફમાં છે?’ મેં ખુબ જ સ્વાભાવીક રીતે પુછ્યું અને ડૉ. નૌતમ ચોંક્યા.

‘તમારા દર્દી? શું એ તમારી દવા પણ લે છે? મને તો એમણે એવી કોઈ વાત ન કરી!’

‘જી, ના તેઓ મારી ટ્રીટમેન્ટ નથી લેતા. ઈન ફેક્ટ, હું તો તેમને ઓળખતોય નથી, આ તો તેમને જોઈને મને એવું લાગ્યું કે તેમને સાઈકીઆટ્રીક ઈલનેસ હશે.’ આટલું કહીને હું અટક્યો અને મારા યુવાન ફીઝીશીયનમીત્ર ડૉ. નૌતમ વધારે ચોંક્યા.

રવીવારની એક રીલેક્સ્ડ સવારે અમે ડૉ. નૌતમના ડ્રોઈંગરુમમાં બેઠા બેઠા ચાહ–નાસ્તો કરતા હતા ત્યારે આ પ્રસંગ બન્યો. ડોરબેલ વાગ્યો અને બારણું ઉઘડતાની સાથે જ એક પાંત્રીસેકની આસપાસની સ્ત્રી રુમમાં દાખલ થઈ. તેણીએ ડૉ. નૌતમ પાસે જઈ વાત કરવાની શરુ કરી. દસેક મીનીટ બાદ તેણે વીદાય લીધી અને ડૉ. નૌતમ પાછા મારી સાથે જોડાયા ત્યારે અમારી વચ્ચે આ વાતચીત થઈ.

‘પણ તમે કઈ રીતે કહી શકો કે એને સાઈકીઆટ્રીક ઈલનેસ છે? તમે અમારી વાતોય નથી સાંભળી. સાઈકીઆટ્રીમાં તો સાંભળ્યું છે કે લાંબા લાંબા ઈન્ટરવ્યુ લેવા પડતા હોય છે. દર્દીને જોતાવેંત જ કરવામાં આવતા નીદાન (સ્પોટ ડાયાગ્નોસીસ)ની પદ્ધતી તમારી બ્રાન્ચમાં થોડી ચાલે?’ ડૉ. નૌતમ થોડા મુંઝાયેલા જણાતા હતા.

‘સાચી વાત છે. અમારે દર્દીઓ સાથે કલાકો સુધી વાતચીત કરવી પડતી હોય છે; પણ ક્યારેક દર્દીને જોતાવેંત તેની બીમારી અંગે ધારણા બાંધી શકાતી હોય છે; જે ખોટી પણ પડી શકે.’ મેં કહ્યું. તરત જ ડૉ. ગૌતમ બોલી ઉઠ્યા, ‘આ આવ્યા તે અનસુયાબહેન હતાં. તેમાં તમે શું જોયું? જો વાંધો ન હોય તો મને કહો.’

‘ઘણું બધું ડૉ. નૌતમ,’ મેં કહેવાનું શરુ કર્યું. ‘સૌ પ્રથમ તો એ કે જે તમે તરત જ નોંધ્યું હશે. અનસુયાબહેન ખુબ જ વ્યગ્ર, ચીંતાતુર, દ્વીધાગ્રસ્ત અને વ્યાકુળ જણાતાં હતાં. તેમનો અવાજ જરુર કરતા વધારે ઝડપી અને મોટો હતો. તેમના કપાળ ઉપર કરચલીઓ પડી જતી હતી. તેઓ મુઠ્ઠીઓ વાળીને અને આંખો ઝીણી કરીને વાત કરતાં હતાં.’

‘પણ એટલા ઉપરથી એવું થોડું કહી શકાય કે તેમને માનસીક બીમારી છે?’ ડૉ. ગૌતમે સોંસરો સવાલ કર્યો. ‘ઑફકોર્સ નહીં,’ મેં કહ્યું, અને ઉમેર્યું, ‘ઘણી બધી ગમ્ભીર શારીરીક બીમારીઓમાં દર્દીઓ ત્રસ્ત, ગભરાયેલા, અસ્તવ્યસ્ત અને ચીંતીત જણાતા હોય છે. એ વ્યવસ્થા ક્ષણીક પણ હોઈ શકે. એનો અર્થ એવો તો ન જ કરાય કે તેઓ માનસીક વ્યાધીના રોગીઓ છે.’

‘તો પછી અનસુયાબહેન અંગે તમને એવો વીચાર કેમ આવ્યો?’ ડૉ. ગૌતમના મનનું સમાધાન નહોતું થયું.

‘એ જ તો કહી રહ્યો છું, ડૉ. નૌતમ! તમે એ નોંધ્યું કે અનસુયાબહેન રજાના દીવસે, એપોઈંટમેન્ટ લીધા વગર, તમને મળવા આવ્યાં? જે કંઈ થોડા ઘણા શબ્દો મારે કાને પડ્યા તેના ઉપરથી હું અનુમાન કરું છું કે તેઓ તમને એક્સ–રે રીપોર્ટ બતાવવા આવ્યાં હતાં; પરન્તુ તમારી વચ્ચે અગાઉ વાત થયા મુજબ એ રીપોર્ટસ તો તેમણે તમને સોમવારે બતાવવાના હતા! બીજું તમે એ માર્ક કર્યું હશે કે તેઓ તેમની બીમારી કરતાં તેમના પતીની રીતભાત, હીલચાલ અને ટેવ–કુટેવો વીશે વધારે વાત કરતાં હતાં. અને હું માનું છું કે તમારી વચ્ચે એવા કોઈ વ્યક્તીગત સમ્બન્ધો નથી જેમાં પતીના વર્તન અંગે ફરીયાદ કરવી વાજબી હોય! વળી, તમે એમને, એમના લગ્નજીવન અંગે આ તબક્કે કંઈ પણ પુછ્યું હોય એ શક્ય નથી.

અને તમે જોયું! કે આટલી બધી ફરીયાદો, તકલીફો, પરેશાનીઓ વર્ણવતી વખતે પણ તેઓ કેટલાં નાટકીય થઈ જતાં હતાં? તેમની આંખમાંથી આંસુઓ દડી પડ્યાં તે વખતે તમે અડીને જરાક સાંત્વન આપ્યું કે તરત તેઓ ખડખડાટ હસતાં પણ થઈ ગયાં!

બીજું અગત્યનું નીરીક્ષણ એ છે કે એમની આ ટુંકી મુલાકાત દરમીયાન એમને કારણે તમારા વર્તનમાં પણ ફેરફાર જોવા મળ્યો. તમારી ચેમ્બરમાં તમે જે ‘ઈમ્પર્સનલ’ વર્તન કરો છો તેનાથી જુદી રીતે અહીં તમે વ્યક્તીગત રીતે પ્રતીભાવ આપતા; રીફ્લેક્ટીવ, રીએક્શનરી રીતે વર્તતા જોવા મળ્યા. અને ખાસ તો એ કે તમે કોઈ ચોક્કસ રીતે, ચોક્કસ કારણસર નહોતા વર્તતા તેના કારણમાં અનસુયાબહેનના રોગનું નીદાન નહોતું થઈ શકતું, તે જ નહીં, બલકે તેમનું અણધારી રીતે બદલાતું વર્તન પણ એટલું જ જવાબદાર હતું.

આ બધાં છતાં સૌથી મહત્ત્વની વાત મને એ લાગી કે અનસુયાબહેનના હાથમાં સારી એવી મોટી, જાડી એક ફાઈલ હતી. જેમાં ઘણા બધા એક્સ–રે, રીપોર્ટસ, કાર્ડીયોગ્રામ, પ્રીસ્ક્રીપ્શન હશે.’

‘એટલે? એના ઉપરથી શું કહી શકાય? હું સમજ્યો નહીં, તમે શું કહેવા માંગો છો તે!’ ડૉ. નૌતમે મને અટકાવીને પુછ્યું.

‘એ જ તો સૌથી મોટો મુદ્દો છે’ મેં કહેવાનું ચાલુ રાખ્યું : ‘વર્ષો પહેલાં બ્રીક્વેટ નામના સાઈકીઆટ્રીસ્ટે એક માનસીક રોગનું વર્ણન કરેલું. એ રોગમાં દર્દી વારંવાર ડૉક્ટરો બદલ્યા કરતો હોય છે. જુદી જુદી લેબોરેટરીઓમાં લોહી, પેશાબની તપાસ કરાવતો રહેતો હોય છે. એનું કારણ એ હોય છે કે કોઈ ડૉક્ટર તેની બીમારીનં સાચું નીદાન નથી કરી શકતો હોતો. આથી કંટાળીને હારેલો, થાકેલો દર્દી નવા ડોક્ટર પાસે જતો હોય છે. તેના આંતરડા, જઠર, પેટ વગેરે તમામ અવયવોની તપાસ નળીઓ નાખીને (ગેસ્ટ્રોસ્કોપી, કોલોનોસ્કોપી, લેપ્રોસ્કોપી) થઈ ગઈ હોય છે. એ બધા રીપોર્ટસ નોર્મલ આવવાથી છેલ્લે ડૉક્ટરો કહી દેતા હોય છે, ‘ચીંતા ન કરો, તમને કંઈ નથી.’

પણ છતાં પોતાની પીડાઓ, વેદનાઓ ઓછી ન થતી હોવાથી દર્દી પાસે એક જ ઉપાય બાકી રહેતો હોય છે. નવા ડૉક્ટરને બતાવવાનો. એલોપથી નાકામીયાબ છે? તો આયુર્વેદ, નેચરોપથી, હોમીયોપથી કે છેલ્લે સ્વમુત્ર, એક્યુપ્રેશર કે ચુમ્બકીય સારવાર કરાવવાનો. આમ સરવાળે એક જ વસ્તુ થાય છે. દર્દ એનું એ જ રહે છે અને ઈલાજો બદલાયા કરે છે. પરીણામે દર્દી પાસે જે પ્રીસ્ક્રીપ્શન્સ, રીપોર્ટસ સાચવવાની ફાઈલ હોય છે તે મોટી ને મોટી થયા કરે છે. એમાં નવી નવી દવાઓ, તપાસો, ડૉક્ટરોની યાદીઓ ઉમેરાતા જાય છે. આને કહેવાય છે : ફેટ ફાઈલ સીન્ડ્રોમ બ્રીક્વેટે વર્ણવેલા રોગનું જ આ બીજું નામ છે.’ હું જરાક અટક્યો.

‘તો શું અનસુયાબહેનને ફેટ ફાઈલ સીન્ડ્રોમ છે? પણ એના લક્ષણો શું? એનું નીદાન કઈ રીતે કરવું?’ ડૉ. નૌતમે તરત જ પુછ્યું.

‘ગયે વર્ષ માનસીક રોગોના નીદાન અંગેના સ્પષ્ટ મુદ્દાઓ જણાવતાં સત્તાવાર અમેરીકન પુસ્તક ડી.એસ.એમ. (ડાયાગ્નોસ્ટીક ઍન્ડ સ્ટેટીસ્ટીકલ મેન્યુઅલ ફોર મેન્ટલ ડીસઑર્ડરસ)ની ત્રીજી રીવાઈઝ્ડ આવૃત્તી પ્રગટ થઈ છે. જેમાં દર્શાવ્યા પ્રમાણે આ રોગનું સર્વસ્વીકૃત નામ ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ છે. જે દર્દી આ યાદીમાં જણાવેલાં 27 લક્ષણોમાંથી ઓછામાં ઓછા 13 લક્ષણ ધરાવતું હોય તેમાં જ આ રોગનું ચોક્કસ નીદાન કરી શકાય છે. ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ના દર્દીઓને જુદાં જુદાં અવયવોને લગતી અનેક શારીરીક ફરીયાદો હોય છે. જેવી કે પેટમાં દુખાવો, હાથ–પગ, ગળા, માથામાં દુખાવો, ગભરામણ, શ્વાસોચ્છ્વાસમાં તકલીફ, ઝાડા–ઉલટી, કબજીયાત, આંખો બળવી, ખાલી ચડવી, યાદશક્તી ઓછી થઈ જવી, ગળવામાં–અવાજમાં તકલીફ, છાતીમાં–પીઠમાં દુખાવો, જાતીય આનન્દમાં– માસીકસ્ત્રાવમાં વધારો, ઓછપ અથવા પીડા અનુભવવી વગેરે વગેરે.

અને આ તમામ તકલીફો હોવા છતાં, દર્દીની શારીરીક અને લેબોરેટરી તપાસ દ્વારા દર્દીને કોઈ ચોક્કસ શારીરીક રોગ હોવાનું નક્કી કરી શકાતું નથી. વળી, આવા દર્દીઓના જીવનમાં દારુનું સેવન, ડ્રગ એડીક્શન, લગ્નજીવનમાં તીરાડ, કૌટુમ્બીક ઉથલપાથલો, બાળજીવનમાં કરવામાં આવેલું જાતીય શોષણ, હીંસાત્મક શીક્ષાઓ, પતી કે માતા–પીતા દ્વારા અત્યાચાર, આત્મહત્યાના પ્રયત્નો, છુટાછેડા વગેરે પ્રકારના બનાવોનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. પચ્ચીસેક વર્ષની ઉમ્મરે શરુ થતો આ રોગ વર્ષો સુધી ચાલે છે. તેમાં ક્યારેક વધઘટ થાય છે; પરન્તુ મોટેભાગે દર્દી સમ્પુર્ણપણે સારો ભાગ્યે જ થાય છે. દર્દીની એકધારી ફરીયાદોથી તેના સગાવહાલાંઓ ઉબાઈ જાય છે અને દર્દીને તરછોડે છે. દર્દી કંટાળીને થાકી જાય છે અને ડૉક્ટરો પોતે કોઈ પણ પ્રકારની રાહત પુરી પાડી શકવાની સ્થીતીમાં ન હોવાને પરીણામે લાચારી, નીરાશા અનુભવતા થઈ જાય છે.

કેટલાક ડૉક્ટરો આવા દર્દીઓને ‘અસ્પષ્ટ લક્ષણોવાળા’ ગણીને તેમની અવગણના કરે છે. તો વળી કેટલાક ડૉક્ટરો, દર્દીને સારા ન કરી શકવા બદલ પોતે જવાબદારી સ્વીકારી શકવાની ક્ષમતા ન ધરાવતા હોવાથી દર્દીઓના રોગને માટે તેમને જ દટાવે છે. તો કેટલાક ડૉક્ટરો દર્દીઓને ટોનીક, વીટામીન્સ, સ્લીપીંગ પીલ્સ, કહેવાતી શક્તીવર્ધક દવાઓ વગેરે અનેક પ્રયોગાત્મક ધોરણે આપી જુએ છે. ક્યારેક સાથે થતા ‘એન્કઝાઈટી’ અને ‘ડીપ્રેશન’માં દવાઓથી થોડીક રાહત જરુર થાય છે; પરન્તુ ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ની પોતાની કોઈ દવા નથી હોતી.’

‘તમે કદાચ સાચું કહો છો.’ ડૉ. નૌતમે થોડીક ખામોશી પછી મૌન તોડ્યું, ‘અનસુયાબહેનને તેર શું ત્રેવીસ ફરીયાદો છે! આ તેમનાં ત્રીજા લગ્ન છે. તેઓના માતાપીતા નાની ઉમ્મરે જ ગુજરી ગયાં હતાં. અને તેઓને ત્રણ વાર પેટના ઑપરેશન કરાવવા પડ્યા છે. તેઓના અત્યાર સુધીના તમામ રીપોર્ટસ નોર્મલ છે અને તેઓને કોઈ દવા અસર નથી કરતી. તમે કહ્યું તે પ્રમાણે તેમને કદાચ ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ જ હશે; પરન્તુ તમારા કહેવા પ્રમાણે જો આ રોગની કોઈ દવા જ ન હોય તો સાઈકીઆટ્રીસ્ટની સલાહ લેવાની અથવા દર્દીની સારવાર માટેના પ્રયત્નો કરવાની કોઈ જરુર ખરી?

‘કેમ નહીં?’ મારે ખરી વાત તો હવે કરવાની હતી. ‘આપણે આ રોગ અંગે જે જાણીએ, સમજીએ છીએ તે દર્દીને તેમની ભાષામાં સમજાવવું જરુરી છે. તો જ તેઓ તપાસો અને દવાઓની માયાજાળથી બચી શકે છે. તેઓને જે આધાર, હુંફ, કાળજીની જરુર હોય છે તેને માટે ડૉક્ટરો બદલ્યા કરવાની જરુર નથી હોતી. આથી ઉલટું સાઈકીઆટ્રીસ્ટ જો તેને સમજવાની અને સમજાવવાની કાળજી તથા તૈયારી દર્શાવે, તો દર્દી સાથે સ્થપાયેલો સમ્બન્ધ જ દર્દીને એટલી સલામતી પુરી પાડે છે, કે જેથી દર્દીને પોતાના દર્દોની જુદે જુદે સ્થળે રજુઆત કરતા ફરવાની, મદદ માંગતા રહેવાની તથા પીડાતા રહેવાની જરુર જ નથી પડતી. દર્દીને સમજાવવામાં આવે કે કયા સાઈકોલોજીકલ કારણોસર તેને પોતાની પીડાને ‘હાઈલાઈટ’ કરવાની તથા એના પ્રત્યે સૌનું ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર પડે છે, તો તેના વર્તનમાં ખાસ્સો એવો ફરક પડતો જોઈ શકાતો હોય છે.’

હું અટક્યો કે તરત ડૉ. નૌતમ બોલી ઉઠ્યા, ‘તો મારા, આઈ મીન તમારા આ દર્દીને હવે તમે ક્યારે જોવા માંગો છો તે કહેશો?’

‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’

શરીર અને મન વચ્ચેની ભેદરેખા આપણે ધારીએ છીએ એટલી સ્પષ્ટ નથી હોતી. તેઓ બન્ને એકબીજાથી તદ્દન જુદા છે એ વાત (માઈન્ડ–બોડી ડ્યુઆલીઝમ) હકીકત કરતાં આપણી સમજને સરળ બનાવવા માટેની વીભાવના માત્ર હોય એવી શક્યતા વધુ છે. અને એટલે જ આ ભેદરેખાને ભુંસતા બનાવો વારંવાર બનતા જોવા મળે છે.

મારા ડીઝર્ટેશનનો વીષય હતો : ‘મેડીકલ ઓ.પી.ડી.માં સાઈકીઆટ્રીક બીમારીનું પ્રમાણ, 500 પેશન્ટોનો અભ્યાસ’ તેમાં એવું જણાયું હતું કે મેડીસીન ડીપાર્ટમેન્ટમાં સારવાર માટે જતાં વીસ ટકાથીય વધારે દર્દીઓને માનસીક બીમારી હતી. એનો અર્થ એ કે એ દર્દીઓને બીમારી માનસીક હતી; પણ તેના લક્ષણો શારીરીક હતાં જેને લીધે તેઓ મેડીકલ ડીપાર્ટમેન્ટમાં સારવાર લેવા ગયા.

માનસીક ચીંતાઓ, અવ્યક્ત મુંઝવણો, અજાગ્રત સંઘર્ષો જ્યારે શારીરીક લક્ષણો ધારણ કરીને બહાર આવે (જેવા કે જુદા જુદા અવયવોમાં દુખાવો, પીડા) ત્યારે તેને ‘સોમેટાઈઝેશન’ કહેવાય છે. જે રોગોમાં માનસીક રોગ શારીરીક ચીહ્નોરુપે પ્રગટે તેવા રોગોને ‘સોમેટોફોર્મ ડીસઑર્ડર’ કહેવાય છે.

‘સોમેટોફોર્મ ડીસઑર્ડર’ પાછા ઘણા પ્રકારના હોય છે. ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ તેમાંનો એક છે. બીજો એક પ્રકાર ‘હાઈપોન્ડ્રીઆસીસ’ તરીકે ઓળખાય છે જેમાં પોતાને કોઈ મોટો રોગ તો નથી થઈ ગયો ને! એવો ભય લાગવા માંડે છે. બીજા પ્રકારોના નામ ‘કન્વર્ઝન ડીસઑર્ડર’ તથા ‘બોડી ડીસમોર્ફીક ડીસઑર્ડર’ છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 14મો લેખ, પુસ્તકનાં પાન 100થી 104 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

4 Comments

 1. સરસ.
  ડો. મુકુલ ચોકસીઅે સોમાટાઇઝેશન નામના સાયકોલોગી…માનસિક રોગ વિષયે સરસ માહિતિ અને સમજણ આપ્યા.
  દરેક વાચક પોતાના વર્તુળમાં આ અભ્યાસનો ઉપયોગ લઇ શકે.
  ગોવિંદભાઇ અને ડો. મુકુલ ચોકસીને અભિનંદન અને તેમનો હાર્દિક આભાર.
  ભારત કદાચ સાયકોલોજીના સબ્જેક્ટમાં જોઇઅે અેટલી પ્રગતિ કરી શક્યુ નથી.
  રેગ્યુલર મેડીકલ પ્રેક્ટીસ કરનાર ડોક્ટરનું, સાયકોલોજીના આ સબ્જેક્ટમાં ઓછું જ્ઞાન, આજના લેખમાં છતું થાય છે.
  M.B;B.S અભ્યાસક્રમમાં હ્યુમન સાયકોલોજીનો વિષય તો ભણવાનો આવતો જ હશે ને ?
  આવા રેગ્યુલર …જનરલ….મેડીકલ પ્રેક્ટીસ કરનાર ડોક્ટરે … ‘બેચલર ઓફ ઓલ‘ બનવાનું હોય છે તેવી મારી માહિતી છે. ઓબ્ઝર્વેશન, ફેસ રીડીંગ, બીહેવીયર પેટર્ન વિ. વિ. વાંચવું જ જોઇઅે. હસતાં હસતાં દર્દીની વાતો કઢાવી લેવાની આવડત પણ જોઇઅે. મીકેનીકલ કામ કરવાથી ફાયદો નહિ થાય.
  સરસ આર્ટીકલ.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. This is fact in our medical practice.Few patients do spend money by going many spealists like shopping & make many files. I think patient having multiple complaints with more than five files has this type of disorder & he should be advised to take opinion of psychiatrists.I feel sorry as many times he is not advised & still there is more stigma in society for mental diseases
  Dr Ashwin Shah kharel

  Liked by 1 person

  1. Mental Health Stigma
   Most people who live with mental illness have, at some point, been blamed for their condition. They’ve been called names. Their symptoms have been referred to as “a phase” or something they can control “if they only tried.” They have been illegally discriminated against, with no justice. This is the unwieldy power that stigma holds.
   Stigma causes people to feel ashamed for something that is out of their control. Worst of all, stigma prevents people from seeking the help they need. For a group of people who already carry such a heavy burden, stigma is an unacceptable addition to their pain. And while stigma has reduced in recent years, the pace of progress has not been quick enough.
   All of us in the mental health community need to raise our voices against stigma. Every day, in every possible way, we need to stand up to stigma. If you’re not sure how, here are nine ways our Facebook community responded to the question: “How do you fight stigma?”
   Talk Openly About Mental Health
   “I fight stigma by talking about what it is like to have bipolar disorder and PTSD on Facebook. Even if this helps just one person, it is worth it for me.” – Angela Christie Roach Taylor
   Educate Yourself And Others
   “I take every opportunity to educate people and share my personal story and struggles with mental illness. It doesn’t matter where I am, if I over-hear a conversation or a rude remark being made about mental illness, or anything regarding a similar subject, I always try to use that as a learning opportunity and gently intervene and kindly express how this makes me feel, and how we need to stop this because it only adds to the stigma.” – Sara Bean
   Be Conscious Of Language
   “I fight stigma by reminding people that their language matters. It is so easy to refrain from using mental health conditions as adjectives and in my experience, most people are willing to replace their usage of it with something else if I explain why their language is problematic.” – Helmi Henkin
   Encourage Equality Between Physical And Mental Illness
   “I find that when people understand the true facts of what a mental illness is, being a disease, they think twice about making comments. I also remind them that they wouldn’t make fun of someone with diabetes, heart disease or cancer.” – Megan Dotson
   Show Compassion For Those With Mental Illness
   “I offer free hugs to people living outdoors, and sit right there and talk with them about their lives. I do this in public, and model compassion for others. Since so many of our homeless population are also struggling with mental illness, the simple act of showing affection can make their day but also remind passersby of something so easily forgotten: the humanity of those who are suffering.” – Rachel Wagner
   Choose Empowerment Over Shame
   “I fight stigma by choosing to live an empowered life. To me, that means owning my life and my story and refusing to allow others to dictate how I view myself or how I feel about myself.” – Val Fletcher
   Be Honest About Treatment
   “I fight stigma by saying that I see a therapist and a psychiatrist. Why can people say they have an appointment with their primary care doctor without fear of being judged, but this lack of fear does not apply when it comes to mental health professionals?” – Ysabel Garcia
   Let The Media Know When They’re Being Stigmatizing
   “If I watch a program on TV that has any negative comments, story lines or characters with a mental illness, I write to the broadcasting company and to the program itself. If Facebook has any stories where people make ignorant comments about mental health, then I write back and fill them in on my son’s journey with schizoaffective disorder.” – Kathy Smith
   Don’t Harbor Self-Stigma
   “I fight stigma by not having stigma for myself—not hiding from this world in shame, but being a productive member of society. I volunteer at church, have friends, and I’m a peer mentor and a mom. I take my treatment seriously. I’m purpose driven and want to show others they can live a meaningful life even while battling [mental illness].” – Jamie Brown
   This is what our collective voice sounds like. It sounds like bravery, strength and persistence—the qualities we need to face mental illness and to fight stigma. No matter how you contribute to the mental health movement, you can make a difference simply by knowing that mental illness is not anyone’s fault, no matter what societal stigma says. You can make a difference by being and living

   Liked by 1 person

 3. ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ અંગે –ડૉ. મુકુલ ચોકસીનો સરળ ભાષામા સમજાવતો સ રસ લેખ
  આવા માનસિક વ્યાધીવાળા ઘણા જોવામા આવે છે પણ યોગ્ય સમજ વગર લાંબા સમય સુધી પીડા ભાગવે છે.
  યાદ આવે અમારા સ્નેહીની દિકરી-તેની ફરિયાદમા દુ ખાવા થાય અને એની જાતે જ ગાયબ થઇ જાય અને બધા જ બ્લડ રિપોર્ટસ, સોનોગ્રાફીના રિપોર્ટસ અને સ્કેનીંગ રિપોર્ટસ નોર્મલ આવે. ઓર્થોપેડિક સર્જન, ન્યુરોલોજીસ્ટ તેમજ બીજા અનેક ઓલ્ટરનેટીવ ઉપાયો કરી જાયા. પણ કાયમી રાહત ક્યાંય ન થાય !માનસિક રોગના તબિબને બતાવવાની વાત આવે અને તેને લાગે કે તેને બધા ગાંડી સમજે છે.
  આખરે એક નિષ્ણાતને સામાન્ય અનુભવી ડૉકટર છે કહી તપાસ કરાવી તો તરત પરખાયું કે તેને વિકૃત ચિંતા છે ! દર્દ પાછળની એકલતા છે!! ‘ભ્રમ’ નથી.તેને સાયકોલોજીસ્ટ ની સારવારથી રાહત થઇ !તેમના કહેવા પ્રમાણે તેની વાતોને પતિ રોજે પંદરેક મિનિટ ધ્યાનથી સાંભળે તો એ પણ મોટી ટ્રીટમેન્ટ જ છે !જ્યારે ફરિયાદ શબ્દના સ્વરૂપમાં હોય ત્યારે ઉકેલાય તો રોગના સ્વરૂપ સુધી પહોંચવાનો વખત ના આવે.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s