(1) કુદરતનો આભાર શા માટે માનવો જોઈએ? અને (2) તર્કહીન તર્ક

કુદરતનો આભાર માનવા અંગેના લેખક શ્રી. રમેશભાઈ સવાણી સાહેબ અને સૃષ્ટી ચલાવી રહેલા ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારવા અંગેના લેખક શ્રી. રોહીતભાઈ શાહ સાહેબના તર્ક શું છે? આવો… આ તર્ક વાંચીએ, વીચારીએ અને સમજીએ…

(1)

કુદરતનો આભાર શા માટે માનવો જોઈએ?

–રમેશ સવાણી

2019નું ચોમાસું સારું ગયું. ફેબ્રુઆરી, 2020ની ઠંડી ઓછી થઈ એટલે હાલમાં મારી વાડીએ ઉનાળુ મગફળીનું વાવેતર ચાલે છે. ઉભા કપાસમાં ટ્રેક્ટર સાથે થ્રેડર ચાલે છે; કપાસના છ ફુટ ઉંચા છોડના ઝીણાઝીણા કટકા થઈ જાય છે. શ્રેડરની પાછળ પાછળ સફેદ બગલાઓનું ટોળું ફરે છે. નાની જીવાંતને શોધી શોધીને ગળી જાય છે. શ્રેડર પછી ભોથા–થડીયા કાઢવા ત્રાસી રાપ ચાલે, દાંતી ચાલે, રોટોવેટર ચાલે, પછી મગફળી વાવવા વાવણીયો ચાલે. દરેક વખતે ટ્રેક્ટરની પાછળ પાછળ બગલાઓનું ઝુંડ ચાલે. બગલાને જીવાંત ગળી જવાની મોજ પડે! બીજા પક્ષીની જેમ બગલો પણ સેક્યુલર છે; દરેકના ખેતરમાં જાય; તેને આભડછેટ ન લાગે! મગફળીનો કોઈ દાણો બહાર રહી ગયો હોય તો બગલો તેને ન ખાય. બગલો બીનઉપયોગી જીવાંત જ ખાય છે; તેથી ખેડુતને બહુ ઉપયોગી છે. કાગડા, કાબર, ગીધ પણ ખુબ ઉપયોગી છે; પણ તે હવે ગામડામાં જોવા મળતા નથી. તેના માટે જંતુનાશક દવાઓનો અવીચારી ઉપયોગ જવાબદાર છે. પર્યાવરણની અસમતુલતા વીપરીત પરીણામો આપશે. પુજાપાઠ/યજ્ઞ/પ્રાર્થના/દુઆ/દેવ–દેવીઓની સ્તુતી કશું જ કામમાં નહીં આવે.

કુદરત બીલકુલ સેક્યુલર છે. વરસાદ મુસ્લીમના ખેતરમાં પડે એટલો જ હીન્દુના ખેતરમાં પડે! ચીકુ, કેરી, જમરુખ, દાડમ, પપૈયા, ઘઉં, બાજરો, જુવાર, ડાંગર વગેરે ધર્મ આધારીત પાકતા નથી; પરન્તુ કેળવણી/માવજત મુજબ થાય છે. કપાસમાં ગુલાબી ઈયળ હીન્દુ–મુસ્લીમના ખેતરમાં આવે છે. કુદરત ધર્મ આધારીત ભેદભાવ કરતી નથી. દુષ્કાળ/અતીવૃષ્ટી/ભુકંપ/કુદરતી હોનારતોમાં સૌનો ભોગ લેવાય છે; એમાં હીન્દુ બાકાત રહે, અને મુસ્લીમોનો ભોગ લેવાય, એવું કુદરત કરતી નથી. સારું છે કુદરતને ધર્મનો નશો ચડતો નથી!

કુદરત વચ્ચે રહેવાથી માણસ સેક્યુલર બને છે; ખેડુતો સૌથી વધુ સેક્યુલર હોય છે. રાત્રે આકાશદર્શન કરવાથી ખ્યાલ આવે છે કે બ્રહ્માંડ અનન્ત છે, અનેક આકાશગંગા છે. માણસના હીન્દુ–મુસ્લીમપણાનો કોઈ અર્થ નથી! માણસ–માણસ વચ્ચે ભેદભાવનો કોઈ અર્થ નથી! કુદરતનો અભ્યાસ કરવાથી માણસ સમજદાર બને છે; કુદરત માણસને સેક્યુલર બનાવે છે. કુદરતથી દુર રહેનાર માણસ આતંકવાદી બને છે, ક્રુર બને છે!

–રમેશ સવાણી

(2)

તર્કહીન તર્ક

© રોહીત શાહ

એક ભાઈ કહેતા હતા કે વીમાનમાં પ્રવાસ કરતી વખતે આપણને પાયલોટ દેખાતો નથી પરન્તુ એ વીમાન ચલાવે છે, એ આપણે સ્વીકારી લઈએ છીએ. એ જ રીતે સૃષ્ટી ચલાવી રહેલા ઈશ્વરના અસ્તીત્વને પણ શ્રદ્ધાપુર્વક સ્વીકારવું જોઈએ.

આ તર્ક અર્થહીન છે.

પાયલોટ માત્ર વીમાન ચાલતું હોય ત્યારે જ નથી દેખાતો, વીમાન ઉપડે તે પહેલાં અને ઉતર્યા પછી તો દેખાય જ છે ને! આપણે તેની સાથે વાતો પણ કરી શકીએ છીએ. સહેજ પ્રયત્ન કરીએ તો આપણે કોકપીટમાં જઈને પાયલોટની વીમાન ચલાવવાની રીતનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. એટલું જ નહીં, પાયલોટ ક્યારેય વીમાન ચલાવવાની બાબતને ચમત્કાર નથી કહેતો, એ તો વીજ્ઞાનની એક સીદ્ધી ગણાવે છે. વળી, વીમાન ચલાવવા માટે આપણે પાયલોટને પ્રાર્થના કરવી પડતી નથી.

–રોહીત શાહ

‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’ ગ્રુપમાં તા. 8, ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રગટ થયેલ લેખક શ્રી. રમેશ સવાણીની પોસ્ટ (https://www.facebook.com/groups/apnaaddagujarati/)માંથી તેમ જ તા. 21, માર્ચ, 2020ના રોજ લેખક શ્રી. રોહીત શાહની ‘ફેસબુક’ પોસ્ટ (https://www.facebook.com/profile.php?id=100012319322210)માંથી, બન્ને લેખકોના અને ‘ફેસબુક’ ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :

(1) શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com

(2) શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : writer@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ :  govindmaru@gmail.com

 

8 Comments

 1. કુદરત એ અરબી ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે “મહા શક્તિશાળી” (Almighty). એ જે પણ સ્વરૂપમાં હોય, મનુષ્ય, રેશનાલિસ્ટો સહીત અવાર નવાર તેનો આભાર માને છે. દાખલા તરીકે કાળ ઝાર ગરમી માં જયારે વરસાદ પડે છે , તો આપણે રાહત નો શ્વાસ લઈએ છીએ અને વરસાદ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ, જે ખરી રીતે કુદરત તરફ આભાર હોય છે .

  કુદરત એ એટલી મહા શક્તિશાળી છે કે અત્યાર સુધી વિજ્ઞાન મનુષ્ય જેવી ચીજ બનાવી શકી નથી. અત્યારે કોરોનાવાઈરસ જે ખરી રીતે કુદરત તરફ થી જ છે, તેની આગળ જગત નો દરેક દેશ લાચાર થઈ ગયેલ છે. માટે કુદરત, જે કોઈ પણ સ્વરૂપ માં હોય, તેનો આભાર જરૂર માનો.

  Liked by 1 person

 2. આશ્ચર્ય !
  આપણે બઘા, લખી વાંચી શકતા અને તેની ઉપર વિચારો કરી શકતા…તે લખાણના સારા કે નરસા સંદેશાઓ સમજી શકતા માણસો, અેટલું તો સમજીઅે છીઅે કે કુદરતનો જન્મ તો અબજો કે ખરજો વરસો પહેલાં થયેલો…( આપણા વિજ્ઞાને સમજાવેલું છે. )….બુઘ્ઘિશાળી મગજવાળું પ્રાણિ…જેને માણસ કહીઅે છીઅે તે ઘણા સમય પછી પૃથ્વિ ઉપર ચાલતો થયેલો. ત્યારે તેની પાસે ભાષા પણ ન્હોતી. ભાષા ક્યારે જન્મી હશે તેનો અંદાજ કોઇને નથી…….
  હિંદુ, મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, શીખ, બનાવવાવાળો તો બુઘ્ઘિશાળી મગજવાળો માણસ….હિન્દુ કહેવાય છે કે ૫૦૦૦ વરસો જૂનો છે. મુસ્લમાન ઘર્મ અેટલો જૂનો નથી ….ટૂકમાં ઘર્મોનું સર્જન માણસે જ કરેલું છે. જન્મે માણસ …માણસ જ હતો….ભાગલા પાડવાવાળો પણ માણસ જ ….અને ૨૦૨૦ના વરસમાં પણ હજી વઘુ ને વઘુ ભાગલા પાડી રહ્યો છે.

  હિન્દુઓમાં પણ કોઇક માણસે જ ચાર વર્ણો પાડેલા હશે ને ! આ ભાગલાં ‘ ભાષા ‘ ના જન્મ પછી જ પડેલા હશે ને ?
  જેને આ કોઇક ભાષાઅે બ્રહ્માંડ કહય્ુ, તે પણ ભાષાના જન્મ પછી જ ઓળખાયુ ને ?
  ‘કુદરત.‘….શ્રી કાસીમભાઇના કહેવા મુજબ ઉર્દુભાષામાં ‘સર્વશક્તિમાન‘ કહેવાય છે…જેને કોઇ જોઇ શકતું નથી, સ્પર્શી સકતું નથી..જેની હાજરી સાબિત કરી શકતું નથી…તેને સમજવાની માણસજાતિની અશક્તિને કબુલ કરી લઇને તે ‘ અજાણ ‘ ને આશ્ચર્યચકિત થઇને જરુરથી યાદ કરીઅે.

  કુદરત કે જેને માનવ પોતાની બનાવેલી ભાષામા…સર્વશક્તિમાન સમજે છે તેને જ ( હાં ! તેને જ ) આશ્ચર્યચકિત થઇને યાદ કરીઅે.

  આભાર.
  અમુત હઝારી.

  Liked by 1 person

 3. ‘ કુદરતનો અભ્યાસ કરવાથી માણસ સમજદાર બને છે; કુદરત માણસને સેક્યુલર બનાવે છે. કુદરતથી દુર રહેનાર માણસ આતંકવાદી બને છે, ક્રુર બને છે!’
  મા .રમેશ સવાણીનુમ સુંદર તારણ
  કુદરત બહોળા અર્થમાં વાસ્તવિક વિશ્વ છે. “કુદરત” વિશ્વમાં બનતી ઘટના અથવા જીવન સાથે જોડાયેલ છે. કુદરતનો અભ્યાસ વિજ્ઞાનનો મુખ્ય હેતુ છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.મનુષ્ય કુદરતનો ભાગ હોવા થતાં મનુષ્ય દ્વારા થતી ક્રિયાઓ કુદરતી ક્રિયાઓ કે ઘટના કરતાં અલગ રીતે જોવામાં આવે છે.
  ………………………
  રોહીત શાહ-‘ એ જ રીતે સૃષ્ટી ચલાવી રહેલા ઈશ્વરના અસ્તીત્વને પણ શ્રદ્ધાપુર્વક સ્વીકારવું જોઈએ. આ તર્ક અર્થહીન છે.’
  આ અંગે વિસ્તારથી સમજવા પ્રયત્ન કરાયો છે.ઈશ્વરનાં અસ્તિત્વ અને સ્વરૂપ અંગેના પ્રશ્નો છે, પ્રયોગમૂલક નથી અને ધર્મશાસ્ત્રનું યોગ્ય સ્ત્રોત છે. ત્યારબાદ વિજ્ઞાનની પદ્ધતિઓનો, કુદરતી વિશ્વ અંગેના ધર્મવિષયક કોઈપણ પ્રશ્નોનો જવાબ આપવા ઉપયોગ કરવો જોઇએ અને ધર્મશાસ્ત્રનો ઉપયોગ અંતિમ અર્થ અને નૈતિક મૂલ્ય અંગેના પ્રશ્નોના જવાબ આપવા માટે કરવો જોઇએ. આ દૃષ્ટિએ, કુદરતી ઘટનાઓ પર સુપરનેચરલના આપખુદ શાસનમાંથી કોઇપણ ધર્મવિષયક પદ્મચિહ્નોનો સમજમાં આવેલો અભાવ, વિજ્ઞાનને કુદરતી વિશ્વમાં એકમાત્ર કર્તા બનાવે છે. રિચાર્ટ ડોકિન્સે રજૂ કરેલો બીજો અભિપ્રાય એવો છે કે, ઈશ્વરનું અસ્તિત્વ એ ધર્મવિષયક પ્રશ્ન છે, કેમ કે “ ઈશ્વર સાથેનું બ્રહ્માંડ તેના વિનાના બ્રહ્માંડ કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનું હશે, અને તે તફાવત વૈજ્ઞાનિક હશે. ” કાર્લ સાગને દલીલ કરી હતી કે બ્રહ્માંડના સર્જકનો સિદ્ધાંત સાબિત કરવો કે સામાન્ય કરાવવો મૂશ્કેલ હતું અને તેનો પ્રતિકાર કરી શકે તેવી એકમાત્ર ગળે ઊતરે તેવી વૈજ્ઞાનિક શોધ એ છે કે તે અનંત જૂનું બ્રહ્માંડ હશે.
  આવી વાતોમા સમન્વયાત્મક અભિગમ રાખવો જોઇએ

  Liked by 1 person

 4. માનવ જયારે સુપર ઈન્ટેલીજન્સ પ્રાપ્ત કરે અને નમ્રતા ,માનવતા ન છોડે ત્યારે તે મહામાનવ બને છે જેને ભકતો/ બંદે ભગવાન, ખુદા કે ગોડ કહેતા હોય છે.એવુ મને મારી સમજણ શકિત આવ્યા પછીના આ 40 વષઁમા લાગ્યુ છે.

  Like

 5. What is Nature? Nature is a product of Cosmos- a Mass from which the process of creation of various aspects of the Universe in phases started after Big Bang some 14 billions years ago. . Nature is nothing Divine, mysterious if we understand it. But because of the limitations of Human brain and intellect still we have not been able to analyse and understand and explain all aspects of Nature. The efforts of understanding, explaining the various aspects of Nature has started long back methodically from days of Galileo and still scientists are pursuing the task of revealing the characteristics of various aspects of of Nature. We have to be humble and patient.while studying Nature. We have been able to reveal and understand and explain and also make use of Nature for our advantage and welfare because Nature is not Divine , after our study of its secrets are no more secrets now. . They have become simple facts. Yes, respect Nature . Go before it for its study with clear, unprejudiced, open mind. In fact there is nohing like God or Divine. Those who believe in God, Divine are perhaps suffering from the Sanskaras, Impressions which have been imposed on their minds by their parents an the environment of their life. These Sanskaras have turned in to complexes, the knots in the mentality which obstructs open thinking and reasoning. Please try to get rid of these old Sanskars.

  Liked by 1 person

 6. ‘નોવેલ કોરોના (COVID–19)’ વાયરસે આજે ફરીથી આપણને ‘વીજ્ઞાન’ અને ‘ઈશ્વર’ની બરાબર વચ્ચે ખડા કરી દીધા છે. આપણે વીજ્ઞાનના ખોળામાં બેસવું કે ઈશ્વરના ભરોસે રહેવું – એ વીશે તાર્કીક રીતે વીચારવા મજબુર કરે એવી પરીસ્થીતી આજે છે. એક વાત તો સ્વીકારવી જ પડશે કે સાધુ–સન્તો અને કહેવાતા મોટા મોટા ભક્તો પણ કોરોના વાયરસથી બચવા માટે ‘ડૉક્ટર’ નામના ભગવાનની પ્રાર્થના કરવા માટે ‘હૉસ્પીટલ’ નામના મન્દીરમાં જવાનું પસન્દ કરે છે. સોશીયલ મીડીયા પર હજારો મેસેજ ફરતા થઈ ગયા છે કે આપણે ધર્મસ્થાનોમાં ડોનેશન આપવાને બદલે હૉસ્પીટલમાં આપવાની જરુર છે. કોઈકે એમ પણ કહ્યું કે મન્દીરના ઝુમ્મર કરતાં હૉસ્પીટલનું વેન્ટીલેટર વધારે મહત્ત્વનું છે! પલાંઠી વાળીને મન્ત્રજાપ કરનાર મહંતો અને મૌલવીઓ કરતાં મૌનપણે દર્દીની સારવાર કરી રહેલાં નર્સ–ડૉક્ટરમાં સૌને ઈશ્વરનાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે. નર્સ કે ડોક્ટરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આપણું આસ્તીક કે નાસ્તીક હોવું કશું જ અનીવાર્ય નથી… આપણું સમજણભર્યું માણસ હોવું જ ઈનફ છે.
  ઈશ્વરની ભક્તી કરીશું તો જીવનમાં કોઈ સંકટ નહીં આવે એવા ઘેનમાં સદીઓથી આપણને રાખવામાં આવ્યા છે; પરન્તુ જ્યારે ખરેખર કોઈ વીકટ સંકટ આવે છે ત્યારે આપણને કાં તો સુરક્ષાબળના સૈનીકોની સહાય મળે છે અથવા પોલીસ કે નર્સ–ડૉકટર વગેરેની સહાય મળે છે. જીવનભર જેમની પ્રેરક વાણી સાંભળીને આપણે ધર્મઘેલા બની જઈએ છીએ અને લાખો–કરોડો રુપીયાનાં ડોનેશનો જેમના ચરણે ધરી દઈએ છીએ, તેઓ આપણા સંકટ વખતે ક્યારેય આપણી સાથે હોતા નથી. સુનામી આવે ત્યારે કોઈ સન્ત આપણને બચાવતા નથી, વાવાઝોડું ફુંકાય ત્યારે કોઈ વૈરાગી આપણી વારે આવતો નથી, ધરતીકમ્પ થાય ત્યારે કોઈ ધર્મગુરુ આપણને બચાવતો નથી, કુદરતી કષ્ટ આવે ત્યારે કોઈ કથાકાર આપણી સમ્ભાળ લેતો નથી. દુષ્કાળ આવે ત્યારે કોઈ વેશધારી ‘મહાત્મા’ આપણને મદદ કરતા નથી. ઈશ્વરના નામે આપણને હમ્મેશાં માત્ર અને માત્ર ગુમરાહ જ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ કડવું સત્ય સંસારને સમજાવી દેવા બદલ થેંક્યુ, કોરોના!
  પૃથ્વીલોક પર આવ્યા પછી માણસે પોતાના અસ્તીત્વની પરવા કરી હોય કે ન કરી હોય, પણ ઈશ્વરના અસ્તીત્વની પરવા ભરપુર કરી છે. મેં અગાઉ એક લેખમાં લખ્યું હતું કે ઈશ્વરે માણસને બનાવ્યો છે કે નહીં એની કોઈ ખબર કે ખાતરી નથી; કીન્તુ માણસે ઈશ્વરને બનાવ્યો છે એ બાબતે કોઈ શંકા પણ નથી! મેં એમ પણ લખ્યું હતું કે ઈશ્વરની શોધ માણસે કરી છે એટલે ઈશ્વરનો આકાર પણ લગભગ માણસને મળતો આવે છે. સપોઝ, ઈશ્વરની શોધ હાથીએ કરી હોત તો આપણને સુંઢવાળો ઈશ્વર મળ્યો હોત. સપોઝ, કાનખજુરાએ ઈશ્વરની શોધ કરી હોત તો અનેક પગવાળો છતાં ક્યારેય ઉભો ન થઈ શકનારો ઈશ્વર આપણને મળ્યો હોત. સાપ અને અજગરે ઈશ્વરની કલ્પના કરી હોત તો પેટ વડે ઘસડાઈને ચાલનારો ઈશ્વર આ જગતને મળ્યો હોત. માછલીએ ઈશ્વરની શોધ કરી હોત તો માત્ર પાણીમાં જ એના અસ્તીત્વનો સ્વીકાર થયો હોત. ખેર, માણસે ઈશ્વરની શોધ કરી એટલે એણે પોતે બનાવેલી મુર્તી કે પ્રતીમાને વીવીધ વસ્ત્રો અને આભુષણો પહેરાવ્યાં. માણસને ખુદની ખુશામત ખુબ ગમતી હોય છે, એટલે એણે ઈશ્વરની ખુશામત માટે સ્તવનો–પ્રાર્થનાઓ, સ્તુતીઓ અને અઢળક ભજનો વગેરેની રચના પણ કરી! Rohit Shah..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s