આજની યુવા પેઢી માટે એલાર્મ : ‘કોરોના વાયરસ’

વૈશ્વીક સામ્પ્રત સમસ્યા ‘કોરોના વાયરસ’ના કારણે આપણને આ આંખ ઉઘાડનારો લેખ પ્રાપ્ત થયો છે. જો આ લેખ થકી આપણે આત્મચીંતન કરી, આપણી ભીતરના ‘ભેદભાવરુપી વાયરસ’માંથી મુક્ત થઈને, આપણા દીમાગમાં ઘુસી ગયેલા ‘ધર્માંધતાના વાયરસ’માંથી બચીને, વીજ્ઞાન અને ટૅકનોલૉજીને પ્રાધાન્ય આપીશું તો ‘ભારત’ અવશ્ય વીશ્વગુરુ બનશે…

આજની યુવા પેઢી માટે એલાર્મ :
કોરોના વાયરસ

–રાજેશ ઠાકર

તેત્રીસ કરોડ દેવી–દેવતાઓ ધરાવતા આપણા ભારત દેશને ‘કોરોના વાયરસ’થી બચાવવા એકપણ દેવી કે દેવતાએ દીવ્યરથ પર સવાર થઈ, ભારતવાસીઓની મદદે નથી આવ્યા. એકપણ યોગી કે સંત–મહાત્માએ પૌરાણીક કથાઓના વર્ણન મુજબ આ મહામારીથી પ્રજાને બચાવવા તપ કરીને ઉંઘતા ભગવાનને જગાડવા કે રીઝવવાનો પ્રયાસ નથી કર્યો. જીવનના સુખ માટે નીજ પરીશ્રમને યશ આપવાના બદલે ભગવાનને ‘થેન્ક્સ’ કહેતી પ્રજા માટે ભગવાનને મળવાના દરવાજા બન્ધ થઈ ગયા છે. જીવનના પ્રત્યેક દુ:ખ માટે પથ્થરોને ભગવાન સમજી ને પુજતી, કરગરતી, બાધા–આખડીઓમાં, દોરા–ધાગામાં જકડાતી ભક્તોની ભીડ વીવશ થઈ ગઈ છે. આપણા દેવી–દેવતાઓના એજન્ટો કે જેઓ મન્દીરના દરવાજા બન્ધ કરીને પોતાની જવાબદારીથી છટકી ગયા છે.

જો ઈન્દ્ર ઈચ્છે તો ‘કોરોના વાયરસ’ની મહામારીથી પ્રજાને બચાવવા પ્રત્યેક ચાર ભારતીય દીઠ એક દેવી કે દેવતાની ફાળવણી થઈ શકે એમ છે. આ ઉપરાંત અલ્લાહ અને ઈસામસીહનો પણ બીનસામ્પ્રદાયીક ધોરણે ઉપયોગ થાય તો સોનામાં સુગન્ધ ભળે. વળી, શંકરાચાર્ય, દાદા ભગવાન, સત્યસાંઈ, સ્વામીનારાયણ કે ઈશ્વરીય અવતારનો દાવો કરનાર સંતો–મહંતો અને સમ્પ્રદાયોના એજન્ટો આ મહામારીથી બચાવવા વીધી–વીધાન, તન્ત્રમન્ત્ર કે ટોટકા દ્વારા ચમત્કાર કરે, તો આજદીન સુધી એમના પર મુકેલો વીશ્વાસ ટકી રહેશે.

શું આમાંનુ કશું જ શક્ય છે ખરું? જો જવાબ ‘હા’ હોય તો ‘કોરોના વાયરસ’થી બચવાને બદલે દીમાગમાં ઘુસી ગયેલા ‘ધર્માંધતાના વાયરસ’થી બચવું એ પહેલો વીકલ્પ છે. કેટલાક દીમાગી દીવ્યાંગો આ મહામારીને ઈશ્વરીય કોપ કે અલ્લાહનો ક્રોધ હોવાનો દાવો કરી, ‘જે નથી એના હોવા વીશેનો’ ભ્રમ અકબન્ધ રાખવા મથી રહ્યા છે. શું આ દાવો કરીને તેઓ જેને દયાના સાગર અને કૃપાનીધાન તરીકે આજ સુધી જોતા આવ્યા છીએ એ પરમકૃપાળુ પરમાત્મા પર એક આતંકી કૃત્યનો અપરાધ નથી મઢી રહ્યા? પોતાની હાજરી કે શક્તી બતાવવા નરસંહાર પર ઉતરી આવે તે ભગવાન, જીસસ કે અલ્લાહ હોઈ શકે ખરા? મુળમાં ઉપરવાળાના નામે, ધર્મની હાટડીઓ ચલાવવાવાળા બની બેઠેલા એજન્ટો ‘કોરોના’ આગળ લાચાર થઈ, ધાર્મીક સ્થાનોના દરવાજા બંધ કરીને ક્યાંક એમના અસ્તીત્વ પર પુર્ણવીરામ ના મુકાય ન જાય એ માટે હવાતીયાં મારી રહ્યા છે.

જો પોલીયો, શીતળા અને ક્ષય જેવી જીવલેણ મહામારી સામે જે તે સરકારોએ મેડીકલ સાયન્સના બદલે મન્દીરોના શરણે જવાનું પસન્દ કર્યું હોત તો આજે ભારત અપંગો અને અશક્તોની બહુસંખ્યક વસ્તી ધરાવતો બીમાર દેશ હોત. ‘કોરોના વાયરસે’ આપણને કલ્પનાઓ અને કથાઓની અવાસ્તવીક દુનીયાથી વાસ્તવીકતાની ધરતી પર આવવાનો મોકો આપ્યો છે. મોડું થયું છે; પણ આજની યુવા પેઢી માટે આ એલાર્મ છે. દેશને જોઈએ છે શું? જનતા અને સરકારની પ્રાથમીકતા શી હોવી જોઈએ? તેનો જવાબ મેળવવા ‘વર્ક ટુ હોમ’ કરવું પડશે. સ્વયંને પ્રશ્ન પુછવા પડશે કે ભવ્યમન્દીરો જરુરી હતાં કે ‘એઈમ્સ’ જેવી હૉસ્પીટલો? જેટલાં મન્દીરો છે એના દસ ટકા જેટલી પણ હૉસ્પીટલો નીર્માણ થઈ હોત, તો આજે બચવા માટેના દરવાજા બન્ધ થવાના બદલે આપણી સેવામાં ખુલી ગયા હોત! ઉંચી અને ભવ્ય પ્રતીમાઓ પાછળ થતો કરોડોનો ખર્ચ જો દેશમાં તબીબીશીક્ષણ પાછળ થયો હોત તો લેખે લાગત. મન્દીરોની પેટીઓ અને ભંડારા છલકાવવાની ઘેલછા જો શીક્ષણ અને આરોગ્યલક્ષી પ્રકલ્પો માટે થઈ હોત તો તેનું વળતર આજે જરુર મેળવી શક્યા હોત. દેશમાં સાધુ, સંતો, જોગી, જોગટાઓ, યોગીઓ, બાવાઓ, મુલ્લાઓ, મૌલવીઓ અને પાદરીઓ જરુરી છે કે ડોક્ટર્સ? આજે આ તકસાધુઓની સરખામણીએ પચાસ ટકા જેટલી સંખ્યા ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફની હોત તો આરોગ્યનો કુમ્ભમેળો ‘કોરોના’ સામે બાથ ભીડી શક્યો હોત. ગલી–ગલીએ, શેરી–શેરીએ અને પ્રત્યેક ચાર રસ્તે બનેલી દેરીઓ કે મન્દીરોના બદલે જો એટલા આરોગ્યકેન્દ્રો દેશમાં હોત, તો તે આરોગ્યકેન્દ્રો આ મહામારીથી લડવામાં આજે ઉપયોગી થયા હોત.

અરે, ધર્મ જો ત્યાગ, સ્વાર્થહીનતા અને પ્રમાણીકતા કેળવવા પુરતો પણ કામે લાગ્યો હોત તો દેશના અરબો એકઠા કરીને બેઠેલા અભીનેતાઓ, ક્રીકેટર્સ, કલાકારો, ડાયરાબાજો અને કથીત સેલેબ્રીટી હાથ ધોવાની સલાહ આપી હાથ ખંખેરી નાંખવા જેવી કંજુસાઈ કરતા જોવા ના મળત. વીદેશોમાં કોઈએ ગીતા, રામાયણ, ઉપનીષદો કે વેદો નથી વાંચ્યા; છતાં જે રીતે ત્યાં સ્પોર્ટસમેન, એક્ટ્રેસો અને ધનપતીઓએ પોતાની તીજોરી ખોલીને કરોડો રુપીયા વહાવી દીધા તે કાબીલે તારીફ છે. સામે છેડે આપણે ત્યાં માસ્ક તથા સેનેટાઈઝરોના કાળાબજાર અને ટેસ્ટના પણ હજારો ઉઘરાવવાના ઉદાહરણો સાંભળવા મળે છે. લોકોને ધાર્મીકતાના પમ્પ મારી કરોડો રળી ખાનાર કથાકારોએ વગર પરીશ્રમે કમાયેલી તમામ મુડી –જે લોકોની છે– તે હાલની સ્થીતીમાં પરત કરવી જોઈએ; પણ એકેય વીરલો આ કરશે નહીં, હા, ટોકન જાહેરાત કરી ધર્મધુરંધર હોવાની પ્રસીધ્ધી પામવાનો યત્ન ચોક્કસ થતાં જોવા મળશે. પોથીઓ ઉંચકવા, કનૈયાના મામેરાં ભરવાં, પાટલા અંકે કરવા હજારો અને લાખોની ઉછામણી કરનારાઓએ પણ આત્મચીંતન કરવું જોઈએ કે આ નાણાં વેડફવાના બદલે એકાદ તેજસ્વી પણ ગરીબ વીદ્યાર્થીને ડૉક્ટર બનાવવા માટે વાપર્યા હોત તો દેશ માટે વધારે હીતાવહ હોત.

ખેર, વાંક સત્તાધીશોનો નહીં સર્વસત્તાધીશના નામે ધાર્મીકતાનાં ચશ્માં પહેરી સરકારો પસન્દ કરવાની આપણી મુર્ખતાનો છે. ધર્મ–જાતી સમ્પ્રદાયના નામે વહેંચાઈને નાગરીક ધર્મ વીસારે પાડી દેવાની આપણી માનસીકતા જ સરકારોની પ્રાથમીકતા સુનીશ્ચીત કરે છે. રામમન્દીરના નામે સરકાર બનાવવા અને હટાવવા ખર્ચેલા સમય શક્તી અને જીવન જો સરકાર પર સસ્તા શીક્ષણ અને આરોગ્યના હક્ક માટે દબાવ ઉભો કરવા ખર્ચાયા હોત તો આજે સ્થીતી જુદી હોત. જે ધર્મ વાસ્તવીકતાથી દુર લઈ જતો હોય એનાથી અંતર જાળવીને જ વીશ્વગુરુ બની શકાય. રાજનેતાઓ અને પ્રજા જેટલુ વહેલું સમજે તેટલું સારું છે. બાકી, જેમ કાલે પ્રધાનમન્ત્રી દેશની આરોગ્ય વ્યવસ્થા આગળ લાચાર બની જનતાને હાથ જોડવા ઘુંટણીયે પડતાં દેખાયા; એમ આવતીકાલે આખો દેશ બેબસ અને વીવશ થતો નજરે પડશે.

‘કોરોના’ બીનસામ્પ્રદાયીક, બીન રાજકીય, સર્વસમાનતાના સીદ્ધાંતને વરેલો વાયરસ છે. રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રવીરોધી સામે ‘કોરોના’ સમદૃષ્ટી ધરાવે છે માટે સમગ્ર ભારતીયો તથા ધર્મોએ એકજુટ થઈ ને લડવું પડશે. શક્ય છે આ ‘કોરોના’ વાયરસ આપણી ભીતરના ભેદભાવને મીટાવવા સકારાત્મક નીવડે.

ધર્મ જરુરી છે; પણ ધર્માંધતા નહીં. પ્રત્યક્ષને પ્રમાણની જરુર નથી હોતી. બન્ધ મન્દીરો અને ખુલ્લી હૉસ્પીટલો, ગાયબ ભગવાન અને ખડેપગે હાજર ડૉક્ટરો ઘણું કહી જાય છે… જો સંભળાય તો…!

–રાજેશ ઠાકર

તા. 25, માર્ચ, 2020ના રોજ લેખક શ્રી. રાજેશ ઠાકરની ‘ફેસબુક’ પોસ્ટ (https://www.facebook.com/profile.php?id=100006568756838)માંથી લેખક અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રાજેશ ઠાકર ફોન : +91 97143 50505 ઈ.મેલ : rajthaker207@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારા રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

7 Comments

  1. ” ધર્મ જરુરી છે; પણ ધર્માંધતા નહીં. પ્રત્યક્ષને પ્રમાણની જરુર નથી હોતી. બન્ધ મન્દીરો અને ખુલ્લી હૉસ્પીટલો, ગાયબ ભગવાન અને ખડેપગે હાજર ડૉક્ટરો ઘણું કહી જાય છે… જો સંભળાય તો…! ”

    –રાજેશ ઠાકર

    “ગાયબ ભગવાન” ? પણ એ “ભગવાન” ના પૃથ્વી પર ના એજન્ટો ગાયબ નથી તેનું શું? “કોરોના બાબા” તથા જુદી જુદી દુઆઓ (યાચિકાઓ) બતાવવા વાળા મુલ્લાઓ ગાયબ નથી થયા, પરંતુ તેઓ તથા બીજા બાબાઓ તથા “ગો મૂત્ર” પીનારાઓ તથા બીજાઓને પીવડાવનારાઓ તો વધારે લાઈમ લાઈટ (પ્રકાશ) માં આવી ગયેલ છે – કોરોના થકી.

    ઓછા માં ઓછું કોરોના એ વધુમતી ના આવા પાખંડી બાબાઓ તથા મુલ્લાઓ ને અમુક અંશે ઉઘાડા પાડી દિધેલ છે. તેમ છતાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પાખંડીઓ હવાતિયાં મારી રહ્યા છે..

    Liked by 1 person

  2. This Article needs to be debated on a grand scale. There are certain loops in the presentation of the opinion regarding the Beliefs v Reality v Blind Faith.
    So:
    The Places of Worship have shut their doors.
    Shops are closed.
    People can’t go out.
    The whole Country is at a standstill.
    The Whole World is in a worried situation.
    And…
    Our P M begged people to stay indoors. What else do you want him to do? Can you stop people going out to reduce the spread of the disease?
    Be in his shoes and you may understand his plea. Well, at least stop your Community to stay indoors. I bet there will be at least 5 or 6 or 10 who will not abide by the rule. This is total unfair. And please don’t blame ‘the poverty.’ Millions of people are poor the World over. I feel if they want to save their lives, they have to listen and stay safe.

    Modiji is much wiser than you and me. Why? Only because he wants his country to be safe. This Coronavirus needs us, humans, for transportation, all we need to do right now is not provide the transportation.
    Some people are thick minded who don’t understand the seriousness of the situation and many others around the World disobey the Rules because they are ignorant or selfish or can’t be bothered.
    All the Leaders of the World say the same words: Stay@Home to break the chain. We have to stop this virus spreading from person to person.

    And now the Beliefs v Reality.
    These Places sof Worship have accumulated lots of wealth, time to spend it on people. No need to blame the Maharaj or the Priest or the Moulvis. The followers of respected Faiths have encouraged them to be greedy. Right? People have to change their habits and open their eyes to see the facts.
    It’s simple: if a mother feeds a child with lots of food and the child becomes fat who is to blame? Not the child of course. The mother because she is the culprit in this game.
    Belief v Blind Faith , that should be the point of discussion.
    God or Superpower is still around: We, are the power! So let’s all turn the table around and Teach ‘how to use our WillPower’ to strengthen our Faith, to support the Professionals get rid of this Evil that’s upon the Humanity. Let’s help each other eradicate the Evil Within us.
    Let’s be Generous in whatever we do. We don’t need money to help others!
    Lend our ears to listen and make someone smile.
    I give my precious Time to support and help others.
    What will you give ?

    Please Stay @ Home and Be Safe !

    Liked by 2 people

  3. Couldn’t have said or written better than this. Thanks and congratulations to the writer and the publisher both. Many other countries are also very religious but they know the reality and not running after their religious leaders blindly. they have invested their resources in education and science and in developing scientific attitude and temperament. To combat this follow the advice given by medical personnels and health care experts, other wise Gods themselves are under mandatory lockdown, so they won’t be able to help you.
    In essence I totally agree with the writer.

    Liked by 2 people

  4. શંકરાચાર્ય, દાદા ભગવાન, સત્યસાંઈ, સ્વામીનારાયણ કે ઈશ્વરીય અવતારનો દાવો કરનાર સંતો–મહંતો અને સમ્પ્રદાયોના એજન્ટો – Few dugnitories like businessmen, Industrialists, politicians and of course today’s youth who have tremendous influence on such so called incarnation of GOD can easily pursue them to come forward , open their coffer for generous help in building hospitals, schools and colleges and pursue their followers to strictly follow the govt. orders, maintain discipline and help every one to maintain hygienic conditions. The so called incarnation of God have tremendous influence on Mass and Mass would to follow their verdicts. simply preaching ramayan, Mahabharat or Bhagavat will not help overcoming epidemics or calamities.

    Like

  5. શ્રી રાજેશ ઠાકરને હાર્દિક અભિનંદન. ખૂબ સરસ સમજ આપતો લેખ તમે લખ્યો છે.
    ૪૦૦૦ થી ૫૦૦૦ વરસોના ચકરડાંમાં ફર્યા કરતાં અંઘશ્રઘ્ઘાળુઓને ‘ અક્કલ ‘ કેવી રીતે અપાય ? અને અંઘશ્રઘ્ઘાળુઓની વસતી અેટલી મોટી છે કે તેનો લાભ લેનાર કહેવાતા ઘર્મના વાહકો, બચાવનારા, ઉલ્લુ બનાવવાવાળા જીત પામે છે.
    વિજ્ઞાન….વિશેષ જ્ઞાનને અમલમાં મુકીને જીવન જીવતાં જેને આવડતું ના હોય તેને કેવી રીતે સમજાવી શકાય ?
    લોકોને અંઘશ્રઘ્ઘાના ચક્કરમાંથી બહાર કાઢવા કેટલાંઅે સમાજસેવકો હારીને મરણસરણ થઇ ગયા પરંતું અંઘશ્રઘ્ઘા આજે વકરતી દેખાય છે. યુવા પેઢી પણ વઘુ રસ ઘરાવતી દેખાય છે.
    કોરોના વાયરસ શું છે તેની સમજ કોઇને નથી. તેની સમજ પણ આપવામાં આવે છતાં પેલા અંઘશ્રઘ્ઘાના રસ્તે જ જવાવાળા વઘુ છે.
    લોભીયા હોય ત્યાં ઘૂતારા ભૂખે ના મરે.
    આવી પરિસ્થિતિ પ્રવર્તે છે છતાં અેક સચા નાગરીક તરીકે સમાજસુઘારાના કાર્યો તો કરવા જ રહે. સ્વર્થી પૈસાવાળાઓ ભાષણો કરશે પરંતું દાન નહિ આપે.
    હાર્દિક શુભેચ્છાઓ.
    અમૃત હઝારી

    Liked by 1 person

    1. રાજેશ ઠાકરને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે એમ છે. ખુબ ખુબ ધન્યવાદ આભાર ધન્યવાદ…..

      Liked by 1 person

  6. આવા સમયે વિતંડાવાદ છોડી ગંભીરતા પૂર્વક ડબલ્યુએચઓ ઇચ્છે તેમ બધા દેશ આ પગલાં ભરે. કટોકટીની પ્રતિક્રિયા લાગુ કરાય અને તેની ક્ષમતા પણ વધારાય.લોકોને તેનાં જોખમ અને બચાવ અંગે જણાવવામાં આવે.
    કોરોના વાઇરસના ચેપના દરેક કેસને શોધો, ટેસ્ટ કરો, ઇલાજ કરો અને તેના સંપર્કમાં આવેલા બધા લોકોની ઓળખ કરો…આવા સમયે આમા જેટલી મદદ કરી શકો તે કરો

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s