સત્ય એક હોય તો ધર્મો ત્રણસો કેવી રીતે?

સત્ય એક હોય તો ધર્મો ત્રણસો કેવી રીતે?

–ઓશો

બધા ધર્મો – ખ્રીસ્તી, હીન્દુ, બૌદ્ધ, જૈન અને મુસ્લીમ એ એક જાતની વીચારધારા, મતાગ્રહો, પંથ કે સમ્પ્રદાય માત્ર છે. સાચા ધર્મને કોઈ નામ નથી. કોઈ નામ હોઈ શકે પણ નહીં. જીસસ અને બુદ્ધનું જીવન એ જ ધર્મ, હા, યાદ રાખો, જીસસ ખ્રીસ્તી નહોતા કે બુદ્ધ બૌદ્ધ નહોતા. આ વીભુતીઓએ ખ્રીસ્તી કે બૌદ્ધ ધર્મો જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા. સાચા ધાર્મીક લોકો માત્ર ધાર્મીક જ હોય છે. તેઓ કોઈ સીદ્ધાન્તમાં લપેટાયેલા નથી હોતા. આ જ દુનીયામાં ત્રણસો જેટલાં ધર્મો છે. આ તો કેવી વીચીત્રતા કહેવાય! જો સત્ય એક જ હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે હોઈ શકે? વીજ્ઞાન તો એક જ છે જ્યારે ધર્મો ત્રણસો!

વસ્તુલક્ષી સત્યની ખોજ માટે જો વીજ્ઞાન એક જ હોય તો આત્મલક્ષી સત્યની ખોજ માટે ધર્મ પણ એક જ હોવો જોઈએ. આત્મલક્ષી સત્ય એ વસ્તુલક્ષી સત્યની બીજી બાજુ છે. ધર્મનું કોઈ નામ કે તેના કોઈ મતાગ્રહો હોવા ન જોઈએ.

હું આવો ધર્મ શીખવાડું છું. તેને કારણે કોઈ તમને એમ પુછે કે ‘ધર્મ અંગેનો મારો શો ખ્યાલ છે તે ટુંકમાં સમજાવો’ તો તમે તેનો જવાબ નહીં આપી શકો; કારણ કે, હું કોઈ સીદ્ધાન્ત, વીચારધારા, માન્યતાઓ કે વાદ શીખવતો નથી. હું તમને ધર્મવીહોણો ધર્મ શીખવું છું અને તેનો સ્વાદ ચખાડું છું. હું ભગવત્તા કેવી રીતે ઝીલી લેવી તેની રીત શીખવાડું છું. હું તો તમને બસ, આટલું જ કહું છું, ‘આ રહી બારી, તેને ઉઘાડો એટલે તમને તારાજડીત રાત્રી દેખાશે.’ આ તારાજડીત રાત્રી અવ્યાખ્ય છે. એક વાર તમે ઉઘાડી બારીમાંથી જોશો તો આ તમને સમજાઈ જશે. જોવું એટલે જાણવું તેવો અર્થ થાય; પણ જોવું એટલે હોવું તેવો અર્થ પણ થવો જોઈએ. પછી બીજો કોઈ મત હોવો ન જોઈએ.

મારો બધો પ્રયાસ અસ્તીત્વગત છે, બુદ્ધી–ચાતુરીવાળો બીલકુલ નહીં. ખરો ધર્મ અસ્તીત્વગત છે. આવો ધર્મ બહુ જ થોડા લોકોને લાધ્યો છે અને આવા લોકોના નીધન સાથે એ ધર્મ પણ દુનીયા ઉપરથી અદૃશ્ય થઈ જાય છે. તેનું કારણ એ છે કે પછી બુદ્ધીશાળી લોકો તે ધર્મને પકડી લે છે અને તેમાંથી સાફસુથરી, તર્કયુકત, સુંદર સુંદર વીચારધારાઓ ઉપજાવવા માંડે છે. આવા પ્રયાસમાં જ આવા ધર્મનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. આવા લોકો ફીલસુફીઓ પેદા કરે છે અને તેને કારણે ધર્મનો લય થઈ જાય છે. પંડીતો, સ્કૉલરો અને અધ્યાત્મવાદીઓ આ રીતે ધર્મના દુશ્મનો છે.

તો યાદ રાખો. અહીં તમને કોઈ ધર્મની દીક્ષા આપવામાં આવતી નથી. તમને તો ફક્ત ધાર્મીકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે. આ ધાર્મીકતા વીશાળ, અગાધ અને અસીમ છે. આસમાન જેવડી છે.

ખરું પુછો તો આકાશ પણ તેની સીમા નથી. એટલા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારી પાંખો ફેલાવો. આ આખું અસ્તીત્વ આપણું છે. અસ્તીત્વ આપણું મન્દીર છે. અસ્તીત્વ આપણાં શાસ્ત્રો છે. અસ્તીત્વથી ઓછું જે કાંઈ છે તે બધું માણસની કૃતી છે. માણસના કારખાનાનું ઉત્પાદન છે. તેનું ઉત્પાદન કઈ જગ્યાએ થયું તે મહત્ત્વનું નથી. કારખાનામાં ઉત્પાદીત થયેલા ધર્મથી સાવધ રહો કે જેથી, સત્ય કે જે માનવ ઉત્પાદીત નથી તેને તમે જાણી શકો.સત્ય વૃક્ષોમાંથી, પહાડોમાંથી, નદીઓમાંથી, તારાઓમાંથી, તમારામાંથી કે તમારી આસપાસ રહેલા લોકોમાંથી – બધેથી પ્રાપ્ય છે.

–ઓશો

[‘મુક્ત ગગનનું મસ્ત પંખી’માંથી સાભાર, ભાષાંતર : શ્રી. એન. જી. વખારીયા]

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 21મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@gmail.com

6 Comments

 1. મિત્રો,
  ઓશોના પ્રવચનનું ભાષાંતર શ્રી અેન. જ.વખારીઆજીઅે કરેલું વાંચવાનો લાભ મળ્યો.
  મૂળ પ્રવચન કે લખાણ,નું હેડીંગ હતું, ‘ મુક્ત ગગનનું મસ્ત પંખી.‘ અને સવાલ પૂછવામાં આવ્યો છે..

  ‘ સત્ય જો અેક હોય તો ઘર્મો ૩૦૦ કેમ ? ‘

  આ સવાલનો જવાબ તો નહી હોય પરંતું લખાણમાં જ કાંઇક સમજાવવાની કોશીશ કરવામાં ાાવેલી દેખાઇ. તેઓ …ઓશો, કોઇ ઘર્મ નથી શીખવતાં કે તેની દીક્ષા આપતાં…..
  ‘ યાદ રાખો. અહીં તમને કોઇ ઘર્મની દીક્ષા આપવામાં આવતી નથી. તમને તો ફક્ત ઘાર્મિકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે. આ ઘાર્મિકતા વીશાળ, અગાઘ, અને અસીમ છે. આસમાન જેવડી છે.‘ ( શું અર્થ થાય ? )( તમને ફક્ત ઘાર્મિકતામાં દીક્ષીત કરવામાં આવી રહ્યા છે . ????) ( ઘર્મ હશે તો જ ઘાર્મિકતાનો જન્મ થશે ને ? )
  બીજું અેક વાક્ય…
  ‘ કારખાનામાં ઉત્પાદીત થયેલાં ઘર્મથી સાવઘ રહો કે જેથી સત્ય કે જે માનવ ઉત્પાદીત નથી તેને તમે જાણી શકો. આ સત્ય વૃક્ષોમાંથી, પહાડોમાંથી, તારાઓમાંથી, તમારામાંથી કે તમારી આસપાસ રહેલાં લોકોમાંથી ….બઘેથી પ્રાપ્ત થાય છે.‘ ( સમજ નહિ પડી. સત્ય ક્યાં છે ? ( અેવું તો નહિ ને કે …માણસ જે પોતે છે તે જ સત્ય છે. તેની હસ્તિ જ સત્ય છે. ????)

  કારખાના ? હજારો વરસોથી માણસ પોત પોતાના કુદરતને તેના સમજવાના પોતાના સવાલોના ફળ રુપે જે કોઇ નાના મોટા નિતિ નિયમો બનાવેલા…જુદા જુદા ઘર્મ તરીકેના નામો દઇને તેને તેણે ઘર્મ કહ્યો. કદાચ તેના વરસો પછિના ફોલોઅર્સે પોતાના સ્વાર્થમાં ઉપયોગમાં લેવા માંડયો હોય.

  સેંકડો મોઘીં મોઘી કારોનો સ્વીકાર કરવો. મસ્તીમાં જીવવું. હજારો ફોલોઅર્સને તેમના મનને ફાવે તેવી સ્વચ્છંદતામાં જીવવા દેવું, અેક સમાજ ઉઘ્ઘારક સાઘુ (?) નું જીવન કેવું હોવું જોઇઅે ( ?) અને તે પ્રકારના જીવન જીવવાના પોતે દાખલા બનીને જીવીને તેના ફળસ્વરુપ નીચી પડતીમાં પડનારના મોહ ઉપજાવનાર છબ્દોને ચિંતન, મનન કરીને સમજવાની કોશીશ કરવી જોઇે.
  હે પામર માનવી તું તારા પોતાના અસ્તિત્વમાં વિશ્વાસ રાખ. પોતે દુનિયાને અને તેના જન્મને સમજવાની કોશીશ કર…પોતે પોતાના મન અને હૃદયમાં ચીનગારી ઉપજાવ…

  ઓશોની જરુરત નહિ પડે…ઓશોના પતન પછી નું જીવન કેવી રીતે સમજવું ?

  સત્ય તે કે જે પોતાની જાતને છેતરીને નહિ જીવાય….બીજાનું શીખવેલું સત્ય કેવી રીતે હોઇ શકે?

  દા. ત. : હિંસાના તરફદારો પણ છે અને અહિંસાના તરફદારો પણ છે. રામના તરફદારો પણ છે અને રાવણના તરફદારો પણ છે.

  મને આ ગુજરાતીમાં કરાયેલું ભાષાંતર કાંઇક કોઇ જગ્યાઅે અઘુરું લાગ્યું.
  આ મારા વિચારો છે.. દરેકના વિચારો તેમના પોતાના હોય.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. શ્રી ગોવીન્દભાઈ મારૂ . હાલના સંજોગામાં આવા લેખો પ્રસિદ્ધ ના કરવા નમ્ર વિનંતી છે. સત્ય અને ધર્મ એક હોવા છતાં અનેક ધર્મ છે. . માટે સૌ પોતપોતાના ધર્મેને દ્રઢ માને છે.

  Liked by 1 person

 3. પુરા જગત માં ધર્મ એક જ છે, પરંતુ દરેક ધર્મ નું બ્રાન્ડ નામ જુદું જુદું છે, જેવી રીતે આપણે કોઈ વસ્તુ બજાર માં થી ખરીદીયે ( દાખ લા તરીકે ચોખા ) તો તે જુદી જુદી બ્રાન્ડ ના નામ હેઠળ બજાર માં હશે, પરંતુ વસ્તુ એક જ હશે એટલે કે તે ચોખા જ હશે. તેવીજ રીતે ધર્મ એક જ છે પરંતુ આ ૩૦૦ ધર્મો ના બ્રાન્ડ નામ
  જુદા જુદા છે. દરેક બ્રાન્ડ ના ધર્મ નો પાયો એક જ છે અને તે એ કે એક મહા શક્તિ શાળી સર્જનહાર ની ઉપાસના સ્તુતિ કરવી.

  આ ધર્મ નામની વસ્તુ નો ઇતિહાસ તો ક્યારે પણ લખાયેલ નથી કે અત્યારે મનુષ્ય ને ખબર પડે કે આ ૩૦૦ બ્રાન્ડ ના જુદા જુદા ધર્મો કેવી રીતે અસ્તિત્વ માં આવ્યા. પરંતુ એ સત્ય છે કે આ ૩૦૦ બ્રાન્ડો મનુષયો થકી જ બનેલ છે.

  એક રસપ્રસદ વાત એ છે કે મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મ ના ધર્મશાસ્ત્રો માં તેમના પયગંબરો ના નામ એક જેવા જ છે એટલે કે આ નામો ત્રણે ધર્મશાસ્ત્રો માં એક બીજા થી મળતા આવે છે.

  મુસ્લિમ ધર્મ ને “દિને ઇસ્લામ” Deen-e-Islam કહેવામાં આવે છે. એ અરબી ભાષા નો શબ્દ છે. દિન Deen નો અર્થ થાય છે કાયદો Law, રીત રિવાજ, Custom, Method, Style જીવન વિતાવવાનો રસ્તો Way of Life વગેરે , અને ઇસ્લામ Islam નો અર્થ થાય છે શાંતિ, સુલેહ વગેરે.

  ટૂંક માં એ પણ કહિ શકાય કે:

  “માનવતા કરતા કોઈ ધર્મ મોટો નથી”.
  No religion is grater than Humanity.

  “સત્ય કરતા કોઈ ધર્મ મોટો નથી”.
  No religion is greater than Truth.

  Liked by 1 person

 4. When in the process of evolution Man started to live a n group life naturally they had to think of some rules and regulations and a set way of life to keep the people together. In course of time that way of life, social rules, customs, ideals ways of thinking and several matters became organised and then called Religion. It is natural that in different geographical areas and environment of the world people living in different regions at different times thought differently and had different sets of rules and ways of life. Thus different religions.
  No religion is Godly or Divine. In course of time there were some wise people like Jesus, Budhha, Mahavir , several Rishis etc who worried about the agonies of people and thought out the ways to put the life in the right way as per their thinking and philosophy and wisdom. Thus religions are not the word or message of God, Allah but it is the people the followers gave it a divine form to make it more serious and acceptable by people.
  If you understand and practice this there should not be quarrels and animosity between religions and their followers. .

  Liked by 1 person

 5. સાંપ્રતસમયે સંવેદનશીલ ગણાતો વિષય પર પ્રતિભાવમા ગેરસમજ થવાનો સંભવ છે.આ મારા વિચારો છે તેમા મતભેદ હોય તે સ્વાભાવિક છે.
  આદિથી અનંત સુધી અખંડ હોય તે સત્ય , સત્ય ને અનુસરે તે સનાતન.. જ્ઞાન અને વિજ્ઞાન-અનુભવમાંથી ઉત્પન્ન થયેલું વિશેષ જ્ઞાન- બંનેનો એણે સમન્વય સાધવાનો છે. અનંત સત એટલે સનાતન એક જ ધર્મ છે બાકી બધા સંપ્રદાયો છે.સનાતન સત્ય પ્રેમ કહો કે ઈશ્કે હકીકી કે અનકંડીશનલ લવ આમ અનેક માને પણ ધર્મ એક જ સનાતન.સર્વશક્તિમાનનું અખંડ ગાનની સ્વચ્છ ધારા અનવરત વહેતી રહે, અને એ થકી સ્વ ઓગળી જાય અને આત્મા-પરમાત્માનું અદ્વૈત-સાયુજ્ય સ્થપાય એની આરત .
  શબોરોઝ એની મહકનો મુસલસલ,
  અજબ હાલ હો ને અનલહક હો આનક!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s