શું ધર્મશાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી છે?

હું શ્રીલંકામાં યુનાઈટેડ નેશન્સની સેવા બજાવતો હતો. કેન્ડી શહેરમાં એક વહેલી સવારે હું ચાલવા નીકળ્યો હતો. રસ્તામાં એક અજાણ્યા ભાઈ સામે મળ્યા. સફેદ ટી શર્ટ અને વાદળી ચડ્ડી પહેરેલા સોહામણા એ ભાઈ, આશરે 50 વરસ આસપાસના હશે. મને નમસ્તે કરી ઉભો રાખ્યો. આ ભાઈ મને કહે, “મારે આપને એક પ્રશ્ર્ન પુછવો છે.” મેં સમ્મતી આપી એટલે કહે, [……………………..]

શું ધર્મશાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી છે?

– પ્રા. જગદીશ બારોટ

આજે થોડી ગમ્ભીર વાત કરવી છે. આમ તો હું ધાર્મીક કે રાજકીય બાબતોની જાહેર ચર્ચામાં પડવાનું ટાળું છું. એ વાતથી પણ પુરતો સભાન છું કે, દરેક વ્યક્તીની સમજણ, શીક્ષણ, સંસ્કારો, આસ્થા, અભ્યાસ અને પસન્દગી અલગ અલગ હોય છે. તેથી કોઈની લાગણી દુભાવવાની કે મારા વીચારો કોઈની ઉપર લાદવાની સહેજ પણ ઈચ્છા નથી. વળી, કોઈ ધર્મશાસ્ત્રને ખોટું પુરવાર કરવાનો કે મારું જ્ઞાન પ્રદર્શીત કરવાનો પણ કોઈ ઈરાદો નથી.

આ તો મને પરદેશમાં એક વીધર્મીએ તેના ધર્મશાસ્ત્ર વીષે પુછેલા પ્રશ્ર્નનો મેં આપેલો જવાબ ‘કોરોના’ને કારણે ‘ઘરબન્ધી’ના કપરા સમયમાં શીષ્ટ વાચન, વીચાર અને તન્દુરસ્ત ચર્ચા અર્થે આપની સાથે વહેંચવો છે. બની શકે કે મારી સમજણ અધુરી હોય. જો એમ હોય તો મારી ભુલ સ્વીકારવાની અને સુધારવાની તૈયારી છે; પણ મને આ પ્રશ્નના જવાબમાં મારા અભ્યાસ, ચીંતન અને વીદ્વાનો સાથેની ચર્ચામાંથી જે કંઈ સમજાયું છે તેનો આ સાર છે.

એક સ્પષ્ટતા કરી લઉં કે, જીવનના આ વાનપ્રસ્થ આશ્રમમાં હું ધાર્મીક ઓછો; પણ આધ્યાત્મીક વધુ છું. નાસ્તીક તો ના કહેવાઉં; છતાં આસ્તીક પણ નથી. વીજ્ઞાન જ્યાં સુધી સાબીત ના કરે કે ભગવાન નથી ત્યાં સુધી હું કેવી રીતે કહું કે ભગવાન નથી. મારો ભગવાન એટલે પ્રકૃતી, કુદરત કે મારો આતમરામ. આટલી ચોખવટ પછી અને ધર્મશાસ્ત્રોએ માનવીને નીતી, સદાચાર, સભ્યતા, હીમ્મત તથા આશ્વાસન બક્ષવામાં આપેલા યોગદાનને વન્દન કરી મારી વાત રજુ કરુ છું.

શ્રીલંકાના બૌદ્ધ ધર્મના તીર્થક્ષેત્ર એવા કેન્ડી શહેરની આ વાત છે. જો કે આ વાતને બૌદ્ધધર્મ સાથે પણ કોઈ નીસ્બત નથી. સુનામી દરમીયાન હું શ્રીલંકામાં યુનાઈટેડ નેશન્સની સેવા બજાવતો હતો. આ પ્રસંગ છે પર્વતોની ટેકરીઓમાં આવેલા શ્રીલંકાના રમણીય શહેર કેન્ડીનો. જ્યાં તથાગત બુદ્ધનો એક દાંત સંગ્રહાયેલો છે એટલે બૌદ્ધ ધર્મનું મોટું તીર્થક્ષેત્ર છે. ત્યાં હું કોઈ જાત્રા કે હવા ખાવા નહીં; પણ સુનામી પુન:સ્થાપનની કામગીરી માટે રોકાયેલો હતો.

એક વહેલી સવારે હું ચાલવા નીકળ્યો હતો. રસ્તામાં એક અજાણ્યા ભાઈ સામે મળ્યા. સફેદ ટી શર્ટ અને વાદળી ચડ્ડી પહેરેલા સોહામણા એ ભાઈ, આશરે 50 વરસ આસપાસના હશે. મને નમસ્તે કરી ઉભો રાખ્યો. આ ભાઈ મને કહે, “મારે આપને એક પ્રશ્ર્ન પુછવો છે.” મેં સમ્મતી આપી એટલે કહે, “મારા ધર્મપુસ્તકમાં જણાવેલ બધી વાતો સાચી છે?” (અહીં હું એ ધર્મપુસ્તકનું નામ ઈરાદાપુર્વક નથી જણાવતો.) મેં નવાઈ પામતાં કહ્યું, “ભાઈ હું તો હીન્દુ છું. આપના ધર્મનો નથી. વળી, મને આપના ધર્મનો ગહન અભ્યાસ પણ નથી. એટલે મને આ ના પુછો તો સારું.” તો કહે મને લાગે છે કે, “આપ જવાબ આપી શકશો એમ લાગ્યું એટલે પુછું છું.” (કેમ લોકો મને આવું પુછતા હશે એનું કુતુહલ આજે પણ છે!) મેં કહ્યું, “ભાઈ, મારો જવાબ સાંભળીને કદાચ આપની લાગણી દુભાશે, માટે મને ના પુછો તો સારું.” છતાં જીદ કરી કહે, “ના મારે સાંભળવું છે. આપ કહો.”

પછી મેં આ વાત કહી : “આપ જેને આપના ધર્મપુરુષ કે પ્રભુનો અવતાર કહો છો, એ મહામાનવના મૃત્યુ પછી લગભગ બસો વરસ બાદ, આપનું આ પવીત્ર ધર્મપુસ્તક લખાયું હોવાનું મારી જાણમાં છે. આટલા સમય પછી તે અવતારની સાથેના કે તે સમયના કોઈ શીષ્યો કે વ્યક્તીઓ હાજર ના હોય તે સમજી શકાય તેમ છે. એ વખતે ઑડીયો કે વીડીયો રેકોર્ડીંગનાં કોઈ સાધનો કે ફોટોગ્રાફી પણ ઉપલબ્ધ નહોતા. લખવાની કે છાપવાની કળા પણ ત્યારે વીકસી નહોતી. કાગળ પણ હશે કે કેમ તે પ્રશ્ન છે. (લોકો ઝાડનાં પાંદડાં કે માટીની તક્તી ઉપર લખતાં એવું ઈતીહાસ કહે છે. જે લખાણ કેટલું ટકે એ પણ સવાલ છે.) આવા સમયે લોકોની યાદદાસ્ત કે પછી કર્ણોપકર્ણ જે વાતો થતી હશે તે લખાઈ હશે. રાજાશાહી કે સરમુખત્યારશાહી શાસન હતા એટલે રાજા નારાજ થાય તેવું તો આજે એકવીસમી સદીમાં પણ મીડીયાવાળા લખી કે બોલી શકતા નથી. તો તે વખતે તો કોણ હીમ્મત કરી શકે. વળી, કોઈ બંધારણ કે કાયદા પણ અસ્તીત્વમાં નહોતા, એટલે રાજા કહે એ જ કાયદા. ‘રાજા કદી ભુલ કે ખોટું કરે નહીં’ (King does no wrong) તેમ મનાવવાનો એ જમાનો હતો. રાજાને જ ઈશ્વરનો પ્રતીનીધી ગણવામાં આવતો. એટલે રાજા કહે કે લખાવે એ જ ભગવાને લખાવેલું ગણાય.

અભણ કે ઓછું ભણેલી પ્રજા જે મુખ્યત્વે પશુપાલન કે ખેતી/મજુરી કામ કરતી હતી તે દબાયેલી રહે, ગુના આચરે નહીં, ચોરી કે વ્યભીચાર કરે નહીં એટલે ‘સ્વર્ગ અને નરક’ની કલ્પના ઉભી કરવામાં આવી. (કોણ જોઈને પાછું કહેવા આવ્યું છે કે ‘સ્વર્ગ અને નરક’ છે કે કેમ અને ક્યાં છે.) ડરાવવા કે શીક્ષા કરવા ભુત–પીશાચ અને રાક્ષસો–ડાકણોનું સર્જન કરવામાં આવ્યું. અતી વર્ષા, પુર, વાવાઝોડું, વાદળના ગડગડાટ કે રોગને કુદરતનો કોપ કે પાપની શીક્ષા ગણવામાં આવી. પાપના નીવારણ માટે જુદાંજુદાં ભય, વ્રત, તપ વગેરે ઉભાં કરવામાં આવ્યાં. જેથી પ્રજા તેમાં વ્યસ્ત રહે. દુઃખ, ગરીબી, બીમારીને પુર્વજન્મનાં પાપ ગણવામાં આવ્યા; જેથી રાજાને કોઈ દોષ ના લાગે. ભગવાન માનવીથી વધુ શક્તીશાળી છે અને દંડ કે શીક્ષા કરવાને સર્વ શક્તીમાન છે તે બતાવવા ચમત્કારો (ચમત્કાર વીના નમસ્કાર નથી, માટે ભગવાન – જાદુગર હોય તેમ ચમત્કારો ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા) અને અશક્ય વાતો શક્ય થતી બતાવવામાં આવી. ભગવાનને રોગ મટાડનાર અને દુ:ખો દુર કરનાર તરીકે વર્ણવવામાં આવ્યા. જેને રીઝવવા અનેક ભોગો કે બલીદાનો ધરાવવાનું જણાવાયું. સામાન્ય બુદ્ધીથી જેનો ખુલાસો ના થઈ શકે તેવી બાબતોને ‘પ્રભુની લીલા’ જાહેર કરવામાં આવી. આ ભવ ગમે તેમ કરી, દુ:ખો વેઠી પુરો કરો અને આવતો ભવ સુધારી લેવાની વાતો ઉપજાવી કાઢવામાં આવી.

આમ, તે વખતની માન્યતાઓ, રીવાજો, જાણકારી અને જરુરીયાતો તથા રાજાની સત્તા સામે કોઈ પડકાર ઉભો ના થાય, તેવી વાતોને મસાલા નાખી વર્ણવવામાં આવી હોય તેવું મને લાગે છે. વળી, આ ધર્મપુસ્તકને વખતોવખત જે તે સમયના રાજાઓએ સમીતીઓ નીમી, જોઈએ તેવા સુધારાવધારા કરાવ્યા છે. જે પંડીતો કે પુરોહીતોએ આ લખ્યું છે તે બધા રાજ્યના આશ્રયે હતા. (આજે ‘કોરોના’ને કારણે આવા પંડીતોનો ધંધો બન્ધ છે તેથી સરકાર આર્થીક મદદ કરે તેવી માગણીઓ થઈ રહી છે.) એટલે રાજાની આજ્ઞા મુજબ જ બધું લખાય તે સમજી શકાય તેમ છે. માટે ભાઈ, હું એમ નહીં કહું કે આપના ધર્મપુસ્તકમાં છે તે બધું સાચું છે. આ બધું તે જમાનાની પરીસ્થીતી કે જરુરીયાતો માટે સાચું હોય શકે; પરન્તુ તે આજના જમાના માટે સાચું ના પણ હોય.”

મારો આ જવાબ સાંભળી એ ભાઈ ખુબ પ્રસન્ન થયા. મને કહે, “હું પણ આમ જ માનું છું. આજે મને સન્તોષ થયો કે હું સાચો છું. લો, આ મારું કાર્ડ. હું આ દેશનો એક મોટો ફીલ્મ ડાયરેક્ટર છું. આ સામે દેખાય તે ફાઈવ સ્ટાર હૉટલ મારી છે. આપને જ્યારે રહેવા આવવું હોય ત્યારે આપ મારા મહેમાન તરીકે રહી શકો છો.” હું તો યુ.એન.ના અધીકારી તરીકે એવી જ બીજી હૉટલમાં રોકાયેલો હતો; પણ એક દીવસ ખાતરી કરવા ગયેલો. તો તે ભાઈ શુટીંગ માટે વીદેશ ગયા હતા; પણ સ્ટાફે મારી સારી આગતા સ્વાગતા કરેલી.

બધા જ ધર્મના ધર્મપુસ્તકો વીષે આવું કહી શકાય તેમ છે. જે એ જમાના માટે સાચું હોય તે, આજે પ્રસ્તુત ના પણ હોય. આજની પરીસ્થીતીને અનુરુપ સુધારાવધારા કરવા જરુરી બને છે. અથવા ‘વીવેકબુદ્ધીના સ્વીકારે તેવી બાબતો સ્વીકારવી ના જોઈએ. આદી શંકરાચાર્યજી કહે કે, વેદ કહેતા હોય કે અંગારો ઠંડો છે; તો પણ માનશો નહીં.’’ આજ વાત તથાગત બુદ્ધના શબ્દોમાં કહીએ તો, ધર્મશાસ્ત્રો કહે છે માટે નહીં; પણ તમારી ‘વીવેકબુદ્ધી’ કહે તો જ સાચું માનજો. ગાંધીજી કહેતા ઈશ્ર્વર સત્ય નહીં; પણ સત્ય જ ઈશ્ર્વર છે. હીન્દુ ધર્મ શાસ્રો ભલે કહેતા હોય કે સંશયાત્મા વીનસ્યતી અને શ્રદ્ધાવાન લભતે નરઃ’. (એટલે જો શંકા કરી તો ગયા, એમ કહેવામાં આવે છે. એટલે કે ધર્મશાસ્ત્રો કહે તે કદી ખોટું હોય નહીં.). જ્યારે આદી શંકરાચાર્યજી તો કહે છે, વાદે વાદે જાયતે વીદ્યા. વાદવીવાદ (ચર્ચા) કરવાથી જ જ્ઞાન મળે છે.

તો આવો આપણે તન્દુરસ્ત વાદવીવાદ યાને કે ચર્ચા કરીએ. પુરાણા કાળમાં પણ શાસ્ત્રાર્થ થતા રહેતા. વીચારોનુ વલોણું કરતા રહીએ, તો જ નવનીત નીકળે. આપની શ્રદ્ધા(કે અન્ધશ્રદ્ધા) આપને મુબારક, તેને અકબન્ધ રાખજો.

ઈશ્વરનો ઈન્કાર’ કરનાર તથાગત બુદ્ધને હીન્દુ ધર્મે ઈશ્વરના દશ અવતારોમાં નવમો અવતાર ગણ્યા છે અને ‘વેદો તો નવરા માણસોનો બકવાસ છે’ એવું કહેનાર ‘નાસ્તીકવાદ’ના પ્રણેતા ચાર્વાકને મુની તરીકેનું સ્થાન આપ્યુ છે. (બ્રુનોની માફક સળગાવી નથી મુક્યા)

એ ઉદાર અને સર્વ વીચાર સમાવેશક હીન્દુ ધર્મના હે અનુયાયીઓ, મારા વીચારો આપને ના ગમે તો હસી કાઢવાની કે મગજમાંથી ડીલીટ કરવાની છુટ છે અને મને માફ કરી શકાય તો કરજો.

ફરીથી ધર્મશાસ્ત્રોની, ધર્મપુરુષોની અને શ્રદ્ધાવાનોની સૌની ક્ષમા યાચું છું. સત્યનો જય થાઓ, જુઠનો નાશ થાઓ. ધર્મનો જય થાઓ, વીજ્ઞાનનો જય થાઓ. મનના અન્ધકારનો નાશ થાઓ.

{‘અભીવ્યક્તી’ બ્લૉગમાં, લેખક પ્રા. જગદીશ બારોટના ખુબ જ વંચાયેલા અને ચર્ચાયેલા બે લેખો (1) ‘ધર્મે મને ખુબ વેદના આપી છે’ (સ્રોત : https://govindmaru.com/2014/08/22/jagadish-barot/ )ને 54 પ્રતીભાવો અને (2) ‘આપણું અવતારકાર્ય’ (સ્રોત : https://govindmaru.com/2016/02/05/jagadish-barot-2/ )ને 31 પ્રતીભાવો પ્રાપ્ત થયા હતા. ‘અભીવ્યક્તી’ સાથે નવા જોડાયેલા વાચકમીત્રોને તે બન્ને લેખો અને વાચકમીત્રોના વીદ્વત્તાસભર પ્રતીભાવો માણવા નીમન્ત્રણ છે.  –ગોવીન્દ મારુ}

– પ્રા. જગદીશ બારોટ

‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે પ્રા. જગદીશ બારોટ તરફથી તા. 25 એપ્રીલ 2020ના રોજ ખાસ લખેલ લેખલેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Prof. Jagdish Barot (Ph.D.), 1745, California Avenue, Windsor, Ontario state, Canada. Post code: N9B3T5 TEL: (001) 519 254 6869 eMail: jagdishbarot@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

9 Comments

 1. સ્વાગત,
  જે સત્યો શાસ્ત્રો દ્વારા હજ્જારો વર્ષો બાદ પણ શ્રુતિ/સ્મૃતિ દ્વારા આપણા સુધી પહોંચ્યા છે .. જો તે સત્ય ન હોત તો આપણા સુધી પહોંચત ?? !!
  આમ કો કાલે શું જમેલા તે પણ સાદ નથી રહેતું પણ આ સત્ય ઓછો માટે યાદ રહ્યા છે એટલે સ્વીકાર્ય હોવા ઘટે..
  તેની સમજણ માટે વિવાદ હોઈ શકે પણ તેના સાતત્ય માટે શંકા ને કોઈ સ્થાન નથી તેવું મારુ સ્પષ્ટ માનવું છે.
  અસ્તુ
  SP

  Liked by 1 person

  1. આદરણીય વલીભાઈ,
   આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘શું ધર્મશાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી છે?’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   –ગોવીન્દ મારુ

   Liked by 1 person

 2. All manso duniya na sastro dharm pustak ni bhulo kadhva ma hosyar 6e but bhagvan vise janm maran babat k dunya kone su kaam banavi ena upar pustak lakho khabar padi jase ketla hosyar 6o.. tippani karvi a koi moti babat nathi pan vicharo hazaro varso pela na abhan manso a god dunyA sanskar babte ketla pustko vicharo lakhya..j atyare b kaam to avej 6e …. or aapde only dharm k god bAbte bhuloj sodhi sakye biju kai ni🤣

  Like

 3. I fully agree with the observations of Prof. Jagdish Barot. There are conflicting views in almost all mythological writeups. There are no scientific shreds of evidence except that there are geographical places that can be found in stories of past and well as in recent times. On discussing the issue at length, it will open pandora’s box as there are many fundamentalists who will find it extremely difficult to even accept the hard facts. I congratulate Dr. Jagdish Barot for his candid and frank views expressed on a foreign soil.

  Liked by 1 person

 4. સ્નેહીશ્રી ગોવિદભાઇ,

  કુશળ હશો. કુટુંબના સર્વે સભ્યો પણ કુશળ રહો તેવી પ્રાર્થના.

  આજે ફરી પ્રયત્ન કરી જોયો. મારા ઇ.મેઇલ એડ્રસ અને નામની એન્ટરી પાસે કોઇ ચિન્હ જોયું, જે અગાઉ નહોતું. અને તેને કારણે મારી આ માહિતિઓ સ્વીકારાતી નહોતી. એટલે આ ઇ.મેઇલ દ્વારા મારા વિચારો મોકલું છું. તમારી રીતે યોગ્ય ઉપયોગ કરવા વિનંતિ છે.

  સચોટ સવાલ…. ‘શું ઘર્મશાસ્ત્રોમાં લખેલી બઘી વાતો સાચી છે?’ પ્રોફેસર શ્રી જગદીશ બારોટને તેમના વિચારોની ક્લેરીટી અને પ્રેઝન્ટેશનની સરળતા માટે હાર્દિક અભિનંદન. આજે વિક્રમ સંવંત ૨૦૭૫, (ઇસુ વરસ..૨૦૨૦)ના વરસમાં પણ અંઘશ્રદ્ઘાના બીજ એટલાં જ ઊંડા રોપાયેલાં છે જેને લીઘે ફોલોઅર્સ તે જ સદીઓ કે હજારો વરસના જૂના વિચારોના જંગલમાં ફરી રહ્યા છે. ૨૦૨૦ના વૈજ્ઞાનીક વરસમાં વૈજ્ઞાનિક ઉપલબ્ઘીઓના ઉપયોગથી જીવન જીવવાના આનંદને આંખમીચામણા કરીને જ્યાં ‘ઘર્મ‘નું નામ આવે ત્યાં ફરી તે જૂના વરસોમાં જીવન જીવતા થઇ જાય છે. એટલે કે બે પ્રકારના જીવન જીવે છે…. પ્રેક્ટીકલ લાઇફ… રોજીંદી પ્રેક્ટીકલ લાઇફ વૈજ્ઞાનિક ઉપલબ્ઘિઓના સહારે અને જ્યાં ઘાર્મિક વાત આવે ત્યાં જૂના જમાનામાં… જીવન જીવે…

  પ્રોફેસર બારોટ જે વાત સમજાવે છે તે સચોટ અને લોજીકલી સ્વીકાર્ય છે…. ‘આપ જેને આપના ઘર્મપુરુષ કે પ્રભુનો અવતાર કહો છો, એ મહામાનવના મૃત્યુ પછી લગભગ બસો વરસો બાદ, આપનું આ પવિત્ર ઘર્મપુસ્તક લખાયુ હોવાનું મારી જાણમાં છે. આખો ફકરો ઓરીજીનલ લેખમાં વાંચવા વિનંતિ. બઘા જ ઘર્મપુસ્તકો વીષે આવું કહી શકાય તેમ છે. જે એ જામાના માટે સાચુ હોય, તે આજે પ્રસ્તુત ના પણ હોય. આજની પરીસ્થીતીને અનુરુપ સુઘારા વઘારા કરવા જરુરી બને છે. અથવા ‘વિવેકબુઘ્ઘિ’ ના સ્વીકારે તેવી બાબતો સ્વીકારવી ના જોઇએ.’ (આખો ફકરો વાંચવા રીક્વેસ્ટ…)

  પ્રોફેસર જગદીશ બારોટને હાર્દિક અભિનંદન. તેમના લેખના એકેએક શબ્દ આજના જીવનને અનુરુપ અને જીવનમાં સમજીને બને ત્યાં જીવનમાં ઉતારવાને યોગ્ય છે. મારા વિચારો : આજે લગભગ બઘા જ ઘર્મોમાં સમય સમયે જુદા જુદા ફાંટાઓ પડેલા જોવા મળે છે. તેને માટે દરેક વાચકોએ પોતાના વિચારો ઘરાવવા રહ્યા.

  ગૌતમ બુદ્ઘના થોડા વિચારો લખું છું જે આજે જીવનમાં કેટલાં ટકા પળાય છે તેનો અભ્યાસ અટલો જરુરી છે જેટલો જ બીજા દરેક ઘર્મો માટે છે. (Buddha time was when his messages were recorded.)

  ( 1 ) “Do everything you can to helps others. if, that is, too difficult, at least do not harm others. Know that the truth as truth and untruth as untruth.”
  ( 2 ). “Your work is to discover your world and then with all our heart give yourself to it.”
  ( 3 ) “All that we are, is the result of what we have thought. The mind is everything. What we think, we become.”
  ( 4 ) “It is man’s own mind, not his enemy or foe, that lures him to evil ways. ”
  ( 5 ) MOST IMPORTANT : ” However many holy words you read, however many you speak, what good will they do you, if you do not act on upon them.” AND……finally…..
  ( 6 ) ” PHYSICAL CHARMS ATTRACT THE EYES, GOODNESS, ATTRACTS THE MIND. ”

  પ્રોફેસર બારોટનો અને ગોવિદભાઇનો હાર્દિક આભાર.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. પ્રા. જગદીશ બારોટનો સુંદર લેખ શું ધર્મશાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી છે?
  આદી શંકરાચાર્યજી તો કહે છે, ‘વાદે વાદે જાયતે વીદ્યા.’ વાદવીવાદ (ચર્ચા) કરવાથી જ જ્ઞાન મળે છે.
  તો આવો આપણે તન્દુરસ્ત વાદવીવાદ યાને કે ચર્ચા કરીએ. પુરાણા કાળમાં પણ શાસ્ત્રાર્થ થતા રહેતા. વીચારોનુ વલોણું કરતા રહીએ, તો જ નવનીત નીકળે. ‘ સટિક વાત…વાદવીવાદ આવકાર્ય નહીં વિતંડાવાદ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s