એક રૅશનાલીસ્ટનું મનોમન્થન

જેઓ માત્ર ઉમ્મરે જ મોટાં થયાં છે; પરન્તુ જેમનામાં સમજણ ઉગી નથી તેવી દુ:ખી વ્યક્તીઓ, ‘ઈશ્વર’ તરફ ઢળે તો તેની તરફનો આપણો અભીગમ કેવો હોવો જોઈએ? સીગારેટ અને માળા વચ્ચે, દારુ અને પ્રસાદ વચ્ચે અથવા ક્લબ અને મન્દીર વચ્ચે જ જો પસન્દગી કરવાની હોય તો શાની પસન્દગી થવી યોગ્ય છે? શું સુખની ભ્રમણા ભાંગીને તેને સત્યની કઠોરતા તરફ ધકેલવામાં રૅશનાલીટી છે? શું રૅશનાલીસ્ટ માનવતાવાદી નહીં; પરન્તુ કટ્ટરવાદી હોવા જોઈએ?

એક રૅશનાલીસ્ટનું મનોમન્થન

–વીક્રમ દલાલ

સામાન્ય રીતે એમ મનાય છે કે ‘ભ્રમ’ એ દુર કરવા લાયક પડદો છે; કારણ કે તે સત્યને ઢાંકે છે. આ જ કારણથી રૅશનાલીસ્ટો વહેમને દુર કરવા તથા કહેવાતા ચમત્કાર પાછળ કામ કરતાં વૈજ્ઞાનીક કારણો લોકોને આગળ રજુ કરવા પ્રયત્નશીલ રહે છે. ભ્રમનીરસન એ રૅશનાલીસ્ટોના કાર્યક્ષેત્રની અગત્યની પ્રવૃત્તી છે.

કોઈ પણ વ્યક્તી જાણી જોઈને દુ:ખી થવા ઈચ્છતી નથી તેવી ધારણા જો પાયાના સત્ય તરીકે સ્વીકારીએ તો, દુ:ખ ઉત્પન્ન થવાનાં કારણોને નીવારવા અને તે શક્ય ન હોય તો તેને સહન કરી શકાય તે માટેનાં ઉપાયો વીશે વીચારવું એ મનુષ્ય માત્ર માટે જરુરી બને છે;  કારણ કે દુ:ખનો અનુભવ સૌને થાય છે.

આપણે એક સાથે બે જગતમાં જીવીએ છીએ. એક છે બાહ્યજગત અને બીજું છે અંતર્જગત. બાહ્યજગત પ્રત્યક્ષ છે. બાહ્યજગતમાં રહેલાં પદાર્થો અને શક્તીઓને માપી શકાય છે અને કેટલીક વખત ઉપયોગમાં લઈ શકાય છે તથા તેની લેવડદેવડ થઈ શકે છે. પદાર્થો અને શક્તીનો ઉપયોગ કરીને જીવનને વધારે સગવડભર્યું બનાવવાની તેમાં ક્ષમતા રહેલી છે.

અંતર્જગતને જોઈ શકાતું નથી. તેમાં પ્રેમ અને ધીક્કાર, ગમો અને અણગમો તથા સુખ અને દુ:ખ જેવી લાગણીઓ, શાંતી જેવી મનની સ્થીતી તથા બુદ્ધી જેવી માપી ન શકાય; પણ અનુભવી શકાય તેવી અમુર્ત રાશીઓનો સમાવેશ થાય છે.

બાહ્યજગતનો પ્રભાવ અંતર્જગત ઉપર પડે છે; પરન્તુ માણસમાં જીવન વીશેની સમજણ જેમ વધે તેમ બાહ્યજગતનો પ્રભાવ ઘટે છે. જે વ્યક્તીમાં પુરતી સમજણ પેદા થઈ હોય તેનાં અંતર્જગત ઉપર બાહ્યજગતનો પ્રભાવ પડી શકતો નથી. બીજા અર્થમાં કહીએ તો આવા માનવીમાં સુખદુ:ખની લાગણી જન્માવવા માટે બાહ્યજગત અસમર્થ હોય છે.

બહુજન સમાજમાં આવા પ્રકારની સમજણનો અભાવ હોય છે. પરીણામે તેના અંતર્જગત ઉપર બાહ્યજગતનો ઘણો પ્રભાવ પડે છે. આવી વ્યક્તીઓ અગવડ અને દુ:ખ વચ્ચેનો ભેદ પારખી શકતી નથી. તેથી પ્રામાણીકપણે માને છે કે સગવડો ઉભી કરવાથી દુ:ખને દુર કરી શકાશે. સગવડો મેળવવા માટે નાણાંની જરુર પડે છે, એટલે સારાંનરસાંનો વીવેક રાખ્યા વગર કોઈ પણ રીતે નાણાં એકઠાં કરવાં એ એમનાં જીવનનું એક માત્ર ધ્યેય બની જાય છે.

દુ:ખ એટલે આવી પડેલી અણગમતી પરીસ્થીતીનો સ્વીકાર કરવાની મનની આનાકાની. ગમે તેવું દુ:ખ હોય; પણ અંતે તો મનને તે સ્વીકારવું જ પડે છે. તેથી કહેવત છે કે ‘દુ:ખનું ઓસડ દહાડા’. જેમ સમજણ વધારે તેમ આનાકાનીનો સમય ઓછો. જેનામાં પુરતી સમજણ પેદા થઈ છે તે પરીસ્થીતીને અત્યન્ત ઝડપથી સ્વીકારી શકે છે માટે તેને દુ:ખ થયું હોય તેમ બીજાને જણાતું નથી.

પરીક્ષામાં નપાસ થવાથી, પ્રેમમાં નીષ્ફળતા મળવાથી, વેપારમાં ખોટ આવવાથી, જીવનસાથીની બેવફાઈથી, આપ્તજનનાં મૃત્યુથી કે ધન મેળવવા આખી જીન્દગી સુધી ઢસરડો કર્યા પછી ધનથી સુખ નથી મળી શકતું તેનું ભાન જીવનનાં પાછલાં વર્ષોમાં થવાથી, માણસ દુ:ખી થાય છે.

દુ:ખી વ્યક્તીઓ ભાંગી પડે છે. મનોવીજ્ઞાનની ભાષામાં તેને ‘ડીપ્રેશન’ કહે છે. અમેરીકા, જાપાન અને સ્વીડન જેવાં સમૃદ્ધીમાં આળોટતા દેશોમાં પણ દુ:ખ ભુલવા માટે ફાંફાં મારતા સમાજથી આપણે અજાણ્યા નથી. દુ:ખ ભુલવા માટેના તેમના ઉપયોગમાં તમાકુ, દારુ, કે ચરસ જેવાં વ્યસનો, જુગાર અને ગુંડાગીરી જેવી અસામાજીક પ્રવૃત્તીઓ અથવા તો ગુઢવીદ્યા જાણતા હોવાનો દાવો કરતા લેભાગુ સન્તો, ચમત્કારો, ઈશ્વર કે આત્મહત્યા તરફ ઢળતા હોય છે.

દુ:ખ ખમી લેવા જેટલી સમજણ ઉગવી એ મનની ઉત્તમ સ્થીતી છે; પરન્તુ આવી સમજણ બહુ ઓછી વ્યક્તીઓમાં હોય છે. એક રૅશનાલીસ્ટ તરીકે હું વીચારું છું કે, જેઓ માત્ર ઉમ્મરે જ મોટાં થયાં છે; પરન્તુ જેમનામાં સમજણ ઉગી નથી તેવી દુ:ખી વ્યક્તીઓ, ઉપર જણાવેલા ઉપાયોમાંથી ‘ઈશ્વર’ તરફ ઢળે તો તેની તરફનો આપણો અભીગમ કેવો હોવો જોઈએ? સીગારેટ અને માળા વચ્ચે, દારુ અને પ્રસાદ વચ્ચે અથવા ક્લબ અને મન્દીર વચ્ચે જ જો પસન્દગી કરવાની હોય તો શાની પસન્દગી થવી યોગ્ય છે? શેનાથી વ્યક્તી અને સમાજને ઓછામાં ઓછું નુકસાન થાય તેમ છે? કઈ પ્રવૃત્તી શારીરીક અને આર્થીક રીતે પોષાઈ શકે તેમ છે? ‘ઈશ્વર’નો ભ્રમ દુર કરીને વ્યક્તીને બીજા નુકસાનકારક વીકલ્પો તરફ અભાનપણે પ્રેરવી એ રૅશનાલીસ્ટ માટે યોગ્ય કહેવાય? સુખની ભ્રમણા ભાંગીને તેને સત્યની કઠોરતા તરફ ધકેલવામાં રૅશનાલીટી છે? શું રૅશનાલીસ્ટ માનવતાવાદી નહીં; પરન્તુ કટ્ટરવાદી હોવા જોઈએ?

વળી રૅશનાલીસ્ટ શું ભ્રમ માત્રને ત્યજવા યોગ્ય ગણે છે ખરો? એસ્પીરીન અને અન્ય દર્દશામક દવાઓ હકીકતમાં શું છે? ગણીત જેવા માત્ર સત્યને જ વરેલા વીષયમાં પણ ‘બીન્દુ’‘અનંત’ અને ‘લીમીટ’ જેવી ભ્રમણાઓનો ઉપયોગ કરવો પડે છે. સીનેમા અને ટીવીમાં એક સેકન્ડમાં અનુક્રમે 24થી 25 તદ્દન સ્થીર ચીત્રો દ્વારા ઉભું કરાતું હલનચલન પણ ભ્રમણા જ છે ને? આ બધી ભ્રમણાઓ ‘ઉપયોગી’ હોવાને કારણે આપણે ચલાવી લઈએ છીએ.

છેલ્લાં કેટલાંક વખતથી (1990)થી ઉપરના વીચારો મારા મનમાં ઘોળાયા કરે છે. પરીણામે હમણાં સુધી ઈશ્વરવાદીઓની હું જે ઠેકડી ઉડાડતો હતો તેમાં મારી ભુલ હતી એમ મને લાગે છે. જેમ બોખા માણસો માટે દાંતનું ચોકઠું અને નબળા શરીર માટે લાકડી ઉપયોગી છે; તેમ માનસીક રીતે નબળી વ્યક્તીઓ માટે ‘ઈશ્વર’ એ ભ્રમ હોવા છતાં ‘ઉપયોગી’ છે. તેમને માટે એક ટેકો છે, એક સહારો છે. ‘નીર્બલ કે બલ રામ’ને આ સન્દર્ભમાં મુલવવું જોઈએ. લાકડીના ટેકે ચાલતા વૃદ્ધને જોઈને જેમ સહાનુભુતી પ્રકટે છે; તેમ ‘ઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ તરફ હવે મને સહાનુભુતી થાય છે. શું તેમને ‘મુર્ખ’ ને બદલે ‘બીચારા’ ગણવા વધારે યોગ્ય નથી?

મારા બદલાયેલાં અભીગમને મારી વધતી જતી વય સાથે સાંકળાવાનું કેટલાકને ગમશે; પણ મને કહેવા દો કે હું સૌ પ્રથમ માનવતાવાદી છું. દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસવો તેનું નામ જ રૅશનાલીટી. કટ્ટરતાને તેમાં સ્થાન હોઈ શકે જ નહીં. હજી પણ હું નાસ્તીક જ છું.

–વીક્રમ દલાલ

લેખક સમ્પર્ક : શ્રી. વીક્રમ દલાલ,2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 સેલફોન : 98253 28995 મેઈલ : inkabhai@gmail.com

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન… (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 23મો લેખ, પુસ્તકનાં પાન 66થી 68 ઉપરથી, લેખક, સમ્પા અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

12 Comments

 1. Good article. Thanks.
  A rationalist will use his REASON to understand that “જેમનામાં સમજણ ઉગી નથી તેવી દુ:ખી વ્યક્તીઓ” –they need God for their own psychological needs. They are not real believers. They only use the imaginary God as a selfish tool. We must not hate them. We must sympathize and try to bring them to their senses if they wish, but not through arguments alone. Mental disease is not cured through argument. Humanism works.

  There is no harm if such people understand that God is imaginary and we have created Him ourselves. But they hardly realize this. When they carry this “Kalpana” to the extreme and neglect the real world around them, they lose their Reasoning capacity. Over a long period of time, this destroys their common sense. They become credulous and believe in all kinds of rituals and silly stories too. This has happened in our society and in some others. The only cure is widespread propagation of Reason.
  — —Subodh Shah USA.

  Liked by 1 person

 2. I whole heartedly agree with both Vikrambhai and Subodhbhai.
  I don’t have problem with elder and less educated people who follow the centuries old traditions of mandir katha varta and Bhajans etc. my mother in law is 91 and I don’t argue with her. I have problem with highly educated not only graduates but with post graduate and doctoral level education in many fields including science and technology and applied science like medicine , to make them understand. They are engrossed so much in their respective faiths or cults or gurus and sad gurus that it’s very difficult to make them see through the light of Rationality. Ultimately I merely smile at them.
  This is a good article in somewhat different vein and also the comment by Subodhbhai after a long hiatus. Congratulations to both and also to Govindbhai.

  Liked by 1 person

  1. Dineshbhai,
   Just like you, I also used to be disappointed with highly educated people who are not rational. With more experience, now I know that they study science but do not develop a scientific attitude or “mindset”. Most people study to pass exams and collect degrees. Just remembering the facts of science does not make anyone a scientist.

   Only when we start believing in Cause and Effect, we stop believing in miracles. Then, we develop skepticism, reject credulity and Shraddha, and abandon guesswork like “life beyond life”. That is most difficult for most humans.
   Thanks for raising a very important point. — Subodh Shah

   Like

 3. સ્નેહીશ્રી વિક્રમભાઇ અને ગોવિંદભાઇ,

  આજનો વિષય સરસ છે. અને આ વિષયનો અંત કદાપી નહિ હોય. દરેક વ્યક્તિ, પેલા હાથીની પહેચાન કરે છે તે રીતે કરશે.

  જેઓ માત્ર ઉમ્મરે જ મોટા થયા છે, પરન્તુ જેમનામાં સમજણ ઉગી નથી તેવી દુ:ખી વ્યક્તિઓ ‘ઈશ્વર’ તરફ ઢળે તો તેની તરફનો આપણો અભીગમ કેવો હોવો જોઇએ? અહિં રેશનાલીઝમ ક્યાં બેસે ?

  …..જેમનામાં ‘સમજણ’ ઉગી નથી…… આ સવાલમાં કોઇ સમજ મને નહિ પડી. આ ‘સમજણ’ ને તમે શું ‘પોલીટીક્સ’ તરીકે ગણો છો? મંદબુઘ્ઘિ જ જો ગણતા હો તો તે બીચારામાં મોટી ઉમ્મરે પણ, દુનિયાના એક્ટીવ.. સ્માર્ટ લોકો જેવી સમજણ ના આવી હોય તો તે બીચારા મંદબુઘ્ઘિ જ કહેવડાવે ને ? અને આપણે તેમને માટે કેવી લાગણીઓ કેળવીએ? સ્માર્ટ, એક્ટીવ માણસો એટલે પોલીટીશીયન…. તે જ પોતાના રોજીંદા જીવનમાં કોઇ ને કોઇ રસ્તો ઘડે જે તેમને નુકશાનમાં પડતા બચાવે. જ્યારે મંદબુઘ્ઘિના લોકો સાચુ જ બોલે.. તેઓ કોઇ પણ વાતને પોલીટીકલી પોતાના ફાયદામાં ફેરવી ના શકે.

  હવે બીજી વાત…..

  સ્માર્ટ અને એક્ટીવ માણસને બે જગત હોય છે… (૧) બાહ્યજગત અને (૨) અંતર્જગત. (મંદબુઘ્ઘિના લોકોને જેને મોટી ઉમ્મરે પણ ‘સમજણ’ નથી ઉગતી તેને તો ફક્ત એક જ જગત હોય છે. તેના બાહ્ય અને અંત:જગતો બન્ને એક જ. અને …તે છે સાચુ જ બોલવું… જે જેવું છે તેને તેવું જ બતાવવું. એટલે કે પોલીટીક્સ વિનાનું અક જ જગત. સ્માર્ટ માણસને બે જગત હોય તે સાચી વાત છે.)

  આજનો લેખ પુસ્તકીયા જ્ઞાનનો નીચોડ જેવું કાંઇક લાગ્યું કારણ કે અહિ, ‘મંદબૂઘ્ઘિ’નો રેફરન્સ લેવાયો છે.

  મારા ઘરમાં જો એક મંદબુઘ્ઘિનું બાળક હોય અને તે મોટી ઉમ્મરે પણ સ્માર્ટ ના બની શકે તો મારે તેને કેવી રીતે ઉછેરવું? આ એક સામાજીક પ્રશ્ન બની રહે છે. હ્યુમન સાયકોલોજીનો વિષય બની રહે છે.

  આ મારા વિચારો છે. ઘણા વાચકો અને અભ્યાસુઓ જુદા પણ પડે; પરંતું આપણે ચર્ચા તો કરીએ… અને નવું નવું કાંઇક શીખીયે.

  ઘણા વખતે સ્નેહીશ્રી સુબોઘભાઇને વાંચીને ખુબ આનંદ થયો. કોરોનાના સમયમાં કાળજી લઇને સેફ રહેજો.

  અમૃત હઝારી.

  Like

  1. Amrutbhai,
   Several centuries ago, a great Sanskrit poet, Bhartruhari, has written like this:
   “Every disease has a medicine of some sort; but Stupidity has no medicine. ”

   So, let us be tolerant and show sympathy and even mercy to everyone. — Thanks. — Subodh Shah.

   Liked by 1 person

  1. આદરણીય વલીભાઈ,
   આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘એક રૅશનાલીસ્ટનું મનોમન્થન’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   –ગોવીન્દ મારુ

   Like

 4. આદરણીય શ્રી વિક્રમભાઇ અને ગોવિંદભાઇ,
  આજ નો આ લેખ વાંચવાની ખૂબ જ મજા પડી, માનવધર્મ એ જ સર્વ શ્રેષ્ઠ છે. ઉમર સાથે બુધ્ધિનો પણ વિકાસ થવો જ જોઈએ. વિશ્વના દરેક ધર્મગ્રંથો આપણને જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે. નહીં કે ચમત્કાર કે ખોટા ક્રિયા કાંડ કે અંધશ્રદ્ધા, મોટી ઉમરે માણસને મનની શાંતિ જોઈતી હોય છે. પરંતુ ઉમર વધ્યા પછી ભક્તિ તરફ જવા માટે બહુ ઓછા લોકોને સફળતા મળતી હોય છે. નાની વયથી જો ભક્તિની ટેવ કે રુચિ હોય તો ગઢપણમાં તે કયાં રહે છે. અને તે નીરસ નથી લાગતી.
  અસ્તુ,
  નીતિનકુમાર ભારદીયા

  Liked by 1 person

 5. I take the essence of the write up of Shri Vikaram Dalal who is right when he gives solace in religious-based activities for the aged persons but for the young and active persons, the same yardstick doesn’t apply. When Shri Dalal says that religion is like a support stick for the aged persons, there is no reason for disagreement. One of my rationalist friends while discussing the issue of suffering and pain of the migratory workers, he impressed upon me what Mahatma Gandhi said about God after Gandhi visited the Gora family at Vijaywada during the freedom struggle. Gandhi said, “ill now I believed that God is the truth “but now I realize that I was wrong., Truth is God.:

  Truth is that many aged persons feel comfortable by engaging with God may not be for the religious purpose only but to feel comfortable in engaging in religious activities, to pass the rest of life peacefully. However, those with a strong mindset with ability to evaluate what is going on in our society, engage themselves to serve mankind as a social worker and they not only keep them fit both physically and mentally. I am fortunate to have few persons above the age of 82, who travel long distances all alone and engage in live debates and take leading part in workshops sharing their valued life long experiences with young minds. I see it as a religion to serve our future generations showing them the right path.

  Liked by 1 person

 6. I am a student of Psychology and during my career of 43 years as a teacher i have more or less understood and digested the principles of Human behavior. And I can understand why a person behaves in this way. I
  do not hate him or angry with him. I simply feel pity, compassion for him.
  In my book on Ishwarni Sankalpana—- I have clearly stated that every person in the times of his great worries some times may not be able to think clearly and logically about his problems. This is not weakness but a normal behavior pattern, it is human. In our problems we seek some body wise man’s advice, support. And if you do not find your way, God the unknown entity is very handy. . This God does not take pity on you, does not laugh on your worries, does not make mockery of you. And so you request Him for help. God is not a logical concept , but a Psychological tool. God is a supporting stick for a blind man, lame man , for a man who cannot find his way, solution for his worries. problems.
  Understand this not as rational or irrational, but it is human, human nature.

  Liked by 1 person

 7. ‘ઈશ્વર’નો ભ્રમ દુર કરીને વ્યક્તીને બીજા નુકસાનકારક વીકલ્પો તરફ અભાનપણે પ્રેરવી એ રૅશનાલીસ્ટ માટે યોગ્ય કહેવાય? સુખની ભ્રમણા ભાંગીને તેને સત્યની કઠોરતા તરફ ધકેલવામાં રૅશનાલીટી છે? શું રૅશનાલીસ્ટ માનવતાવાદી નહીં; પરન્તુ કટ્ટરવાદી હોવા જોઈએ?
  દરેક માનવતાવાદીના મનમા ઉઠતા પ્રશ્નો
  ‘હમણાં સુધી ઈશ્વરવાદીઓની હું જે ઠેકડી ઉડાડતો હતો તેમાં મારી ભુલ હતી એમ મને લાગે છે. જેમ બોખા માણસો માટે દાંતનું ચોકઠું અને નબળા શરીર માટે લાકડી ઉપયોગી છે;’ મા વીક્રમ દલાલ જેવા સાચા રેશનાલીસ્ટનું માનવતાવાદી ચિંતન ..ધન્યવાદ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s