મોરારીબાપુને થોડાંક પ્રશ્નો

પ્રખ્યાત કથાકાર મોરારીદાસ હરીયાણી ગુજરાતના વરીષ્ઠ રૅશનાલીસ્ટ પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના સમ્પર્કમાં આવ્યા. ત્યાર પછી તેઓએ બારડોલીમાં ‘રામકથા’ કરી હતી. આ કથામાં હીન્દુ સમાજને સાચું માર્ગદર્શન મળે તે માટે તેઓને પુછવામાં આવેલાં પ્રશ્નો સાદર છે..

મોરારીબાપુને થોડાંક પ્રશ્નો

–સીદ્ધાર્થ શાક્ય

સુવીખ્યાત પત્રકાર અને લેખક–ચીન્તક શ્રી. નગીનદાસ સંઘવીએ વાલ્મીકી રામાયણ પર આધારીત પોતાના ગ્રન્થ ‘રામાયણની અન્તર્યાત્રા’માં લખ્યું છે કે રામ આટલા બધા મહાન રાજા હોય તો તેમના જમાનાના સીક્કાઓ, શીલાલેખો, તામ્રપત્રો કે નગરો આપણને મળ્યા નથી… જો કુદરતી પ્રલયમાં આ બધું નાશ પામ્યું હોય તો આવા વીનાશક ભુકમ્પ, જ્વાળામુખી કે પ્રલય–પુરની નીશાનીઓ હોવી જોઈએ તે પણ નથી. વૈદીક સાહીત્યમાં ‘રામકથા’ નથી, તેથી વાલ્મીકી જુની પરમ્પરાને આધારે લખી રહ્યા છે, એવું પણ કહી શકાય એમ નથી. (પાન : 46) વાલ્મીકીમાં રામના હાથે કે નામે પથરા તર્યાની બેવકુફ કથા નથી, વાલ્મીકીનો હનુમાન ઉડીને નહીં; પરન્તુ દરીયો ડહોળીને તરી જાય છે. (પાન : 51) રામે નર્મદા નદી પાર કર્યાનો ઉલ્લેખ વાલ્મીકીમાં નથી, જુની તમામ પોથીઓમાં પંચવટીની નજીકથી વહેતી નદીનું નામ ગોદાવરી નથી; પણ મંદાકીની છે… નાસીકમાં પંચવટી દેખાડવામાં આવે છે તે નર્યું ગપ્પું છે. (પાન : 53) વાલ્મીકીનો રામ શીવભક્ત નથી અને રામેશ્વરના શીવલીંગની સ્થાપના અંગે વાલ્મીકીમાં તો અક્ષર પણ લખાયો નથી (પાન : 58).

આ સંજોગોમાં પુ. મોરારીબાપુને પ્રથમ પ્રશ્ન એ છે કે રામના સમકાલીન એવા વાલ્મીકીની વાતો સાચી માનવી કે માત્ર 600 વર્ષ પહેલાં થઈ ગયેલા તુલસીદાસજીનાં રામચરીત માનસની?

બીજો પ્રશ્ન એ છે કે દરીયાના પાણીમાં આજે પણ રામસેતુના અવશેષોનું અસ્તીત્વ હોય તો ધરતી ઉપર રામ અને દશરથના મહેલોનું અસ્તીત્વ કેમ નથી? વળી, રાવણની લંકા તો અયોધ્યા કરતાં અનેક ગણી સમૃદ્ધ હોવાનું લખાયું છે. એ સંજોગોમાં શ્રીલંકામાં આજે રાવણનો મહેલ, અશોક વાટીકા આદીના અવશેષો તો હોવા જ જોઈએ તે કેમ નથી?

ત્રીજો પ્રશ્ન એ છે કે માત્ર પાંચ હજાર વર્ષ પુરાણા મોહનજો દડો અને હડપ્પન સંસ્કૃતીના અવશેષો જો ધરતીના પેટાળમાંથી નીકળતા હોય તો કહેવાતા લાખો વર્ષ પહેલાં ત્રેતાયુગમાં થઈ ગયેલા રામના સમયની અયોધ્યા, પંચવટી, રામેશ્વર અને રામસેતુ આદીના અવશેષો ધરતીની ઉપર કેવી રીતે હોઈ શકે?

આશા છે કે ગુજરાતના વરીષ્ઠ રૅશનાલીસ્ટ પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના સમ્પર્કમાં આવ્યા પછી બારડોલીની ‘રામકથા’માં રૅશનલ વાણી વહેવડાવનાર સંત શીરોમણી મોરારીબાપુ આજે ‘રામસેતુ’ વીશે પણ રૅશનલ વીચારો રજુ કરી હીન્દુ સમાજને સાચું માર્ગદર્શન અવશ્ય આપશે.

[શ્રી. યાસીન દલાલ સમ્પાદીત ‘સૌજન્ય : માધુરી’ માસીકના ઓક્ટોબર, 2007માંથી સાભાર…]

 –સીદ્ધાર્થ શાક્ય

લેખક સમ્પર્ક :  શ્રી. સીદ્ધાર્થ શાક્ય, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 63597 46102

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 26મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com

 

11 Comments

  1. આ બધા પ્રશ્નોના જવાબ તો સદ્દગત પાઠકસાહેબની હયાતીમાં આપ્યા હોય તો તે ‘રામ’ જાણે.  પરંતુ રામે સીતા સાથે જે નિષ્ઠુર વર્તન કરેલું તેનું શું?  વાલ્મીકિ રામાયણમાંથી તારવેલી નીચેની હકીકતો વિચારવા જેવી છે. પોતે જાણતા હતા કે સીતા ‘શુદ્ધ’ હતા છતાં કીર્તિસંપાદન હેતુથી તેમનો ત્યાગ કર્યો.  ગંગા નદી પાર કર્યા બાદ લક્ષમણે કહ્યું ત્યાં સુધી તો તેમને જાણ પણ નહોતી કે તેમનો ત્યાગ કરવામાં આવ્યો હતો.  લક્ષમણને પણ ત્યાં સુધી ખબર નહોતી કે સીતાજી સગર્ભા હતા.  એટલે દૂર, વાલ્મીકીના આશ્રમમાં નહિ પણ તેની બહાર, છોડવામાં આવ્યા કે અયોધ્યા પાછા જઈ ના શકે કે ત્યાં કોઈને ખબર ના પડે કે સીતાજી સગર્ભા હતા. ત્યક્તા તરીકે બાર વરસ સુધી મરેલા જેવું જીવન ગાળવું પડ્યું.  અશ્વમેધ યજ્ઞ પ્રસંગે વાલ્મીકિ ઋષિએ પણ સીતાની શુદ્ધતાને સમર્થન આપ્યું.  તો પણ વારંવાર ‘શુદ્ધતા’નો પુરાવો માંગી માંગીને સીતાને પૃથ્વીદેવીની પ્રાર્થના કરીને ભૂમિપ્રવેશ કરવા માટે વિવશ કર્યા.

    આ માણસને આપણે વિષ્ણુના અવતાર તરીકે પૂજીએ છીએ?

    Like

  2. Hearty congratulations to Shri Nagindas Sanghavi and Shri Siddharth Shakya for asking the above questions about the Ramayana.
    Everyone of us needs to ask such questions about our ancient scriptures. Most of the stories that our religious Puranas tell are contrary to common sense and historical facts.
    I also appreciate the good response of Shri Morari Bapu to the late Shri Ramanbhai Pathak. Thanks.
    — Subodh Shah, USA.

    Liked by 1 person

  3. So then I have a few questions:
    1. What is Ram Rajya?
    2. Why do people look up to Ram as a Super Hero?
    3. Did Lakshman actually cut off Suparnakha’s nose or is it just a phrase we use nowadays as an insult? Maru nak Kapil nakhyu. I am insulted.
    4. Why do people not ask questions to these Gurus about any evidence?
    5. Sita suffered a great deal and she is still a symbol of a good daughter, wife, daughter-in-law. Where is the justification?

    I understand Ramayan is considered to be a great Epic and I don’t wish to upset anyone’s feelings. However, there are very many questions need to be answered.

    A really thought provoking Article. Thank you for sharing.
    Have a Peaceful day.

    Liked by 1 person

  4. All the questions and issues did he give any satisfactory answers and explanation?
    Another thing is the total surprise that man and scholar of the caliber of Professor Nagindas Sanghvi the author of Ramayanni anter yatra, how could become his staunch devotee and a follower?
    Mind boggling isn’t it!

    Liked by 1 person

  5. DEAR FRIENDS, TO DISCUSS ABOUT RAMAYANA AND THE THE EXISTANCE OF THE HUMANS INVOLVED DURING THAT PERIOD. SO HOW FAR CAN WE GO AND SAY WHERE WE ARE COMING FROM ?LIFE WAS THERE, HOWEVER
    LIKE WITH LIKE THE FUTURE GENERATION TOO WILL ASK QUESTIONS.
    NOW HERE COMES THE REAL ISSUE. THE QUESTION WOULD BE WHO WAS
    GANDHIJI AND THINK HOW THE INDEPENCE WAS WON WITHOUT ARMS ?
    WHO WERE OUR FOR FATHERS ?THERE ARE THINGS THAT WE SEE IN OUR MODERN LIFE FOR E.G.TELEVISIONS, AEROPLANES. THE YOGIS HAD THE KNOWLEDGE. IT IS A VERY TABOO DISCUSSION AND AWARENESS OF OUR
    EARTH EXISTANCE IS A MYSTERY BY ITSELF. THE DEEPER YOU GO WE HAVE TO BE REBORN UNLESS WE STAY YOUNG FOREVER AND THAT IS A MIRACLE !!!

    Like

  6. બારડોલીમાં મોરારી બાપુએ ક્યારે કથા કરેલી? કઈ તારીખે એ કશું જણાવ્યું નહીં. એ કથા દરમ્યાન આ પ્રશ્નો પુછાયેલા? કથા દરમ્યાન પુછાયા હોય તો એના જવાબો કથામાં આપવામાં આવેલા? જો જવાબો આપ્યા હોય તો તે બધાંની જાણ માટે અહીં કેમ મુકવામાં આવ્યા નથી?

    Liked by 1 person

    1. લેખકશ્રીએ ફોન પર જણાવ્યું કે, ‘ઓક્ટોબર, 2007માં એટલે કે ‘રામકથા’ના 15 દીવસ પહેલાં આ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. બારડોલીમાં યોજાયેલ ‘રામકથા’ દરમીયાન કે તે પછી પણ કથાકારશ્રીએ ત્રણેય પ્રશ્નોના કોઈ પ્રત્યુત્તર આપ્યા નથી.’
      ધન્યવાદ…

      Like

  7. Very rational article.
    The COVID-19 Pandemic is a ‘boon’ for a rationalists.
    Thanks to Mr. Siddharth Shakya and Mr. Govind Maru

    Dinesh Parmar

    Liked by 1 person

  8. અમારા રપા હવે તો નથી…
    મા મોરારીબાપુને વિદ્વાનો -સાહીત્યકારો-કલાકારો અને સામાન્યજનો દ્વારા પ્રશ્નો પુછવામા આવે છે અને પ્ર્શ્નોના ઉતર અપાય છે.આ પ્રશ્નોના ત્યારે કે ત્યારબાદ ઉતર અપાયા છે કે નહીં તેની ચર્ચાને બદલે ફરીથી પુછાય તો સારું.

    Liked by 1 person

    1. પ્રશ્ન અને પ્રશ્નનું ક્ષેત્ર, પૂર્વ નિશ્ચિત ફક્ત મીડીયા-નેતા વચ્ચે નથી હોતું પણ સમાચાર પત્રોના કોલમોના લેખક અને ભૂતીયા વાચક વચ્ચે પણ હોય છે. આમાં લેખકશ્રી પાસે જવાબ પહેલાં હોય છે અને તે જવાબને અનુરુપ સવાલ બનાવી પૂછવામાં આવે છે. જો બધે આવું જ હોય તો મોરારી બાપુનો શો વાંક. આ બધું જવા દો.

      મૂળવાત એમ છે કે હમણાં મોરારી બાપુ ઉપર પસ્તાળ પડી.

      “કોણ છે આ મોરારી બાપુ?

      “અરે ભાઈ, … આ મોરારી બાપુ અમારે મહુવા (ભાવનગર)ના તલગાજરડાનું ઉત્પાદન છે. તેઓ બહુ જ રસપ્રદ રીતે રામ-કથા કહે છે. એટલે કે રામ-કથાકાર છે. એમણે કોઈ જગ્યાએ અલ્લા મુલ્લા ને પણ ભજનમાં નાખી દીધા. અને ધૂન બોલાવી. એટલે અમુક લોકોના કાન ઉંચા થઈ ગયા. અને એમણે દેકારો મચાવ્યો.

      “ ભારે કરી …. તો … તો … જેમના કાન ઉંચા થઈ ગયા તેમણે તોડ ફોડ પણ કરી હશે?

      “નારે ના … જેમના કાન ઉંચા થઈ ગયા તેઓ તો સભામાં ન હતા. પણ જ્યારે આ વાત તેમના સાંભળવામાં આવી ત્યારે તેમના કાન ઉંચા થઈ ગયા.

      “તો … તો … ઠીક …

      “ અરે … તો તો ઠીક શું? રામ – કથાકાર શેના વળી અલ્લા મુલ્લા ની ધૂન બોલાવે? શું મુસલમાનો રામની ધૂન બોલાવે છે? મોરારી બાપુ શેના ઘેલા થઈને મુસલમાનોના ભગવાનની ધૂન બોલાવે?

      “કેમ ! ગાંધીજી પણ એમની પ્રાર્થનામાં “અલ્લા ઈશ્વર તેરે નામ …” એવું એવું નહોતા ગવડાવતા?

      “આ ગાંધીજી એ જ દાટ વાળ્યો છે આપણા ભારતનો અને સનાતન ધર્મનો … આપણે હવે મોરારી બાપુનો બહિષ્કાર કરવો જોઇએ …

      ————————————-શ્રી શિરીષ મોહનલાલ દવેના લેખ પ્રમાણે

      Like

Leave a comment