રામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…

નવેમ્બર, 2004ના ‘અખંડ આનન્દ’ માસીકમાં દીવંગત રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીનું રૅશનાલીસ્ટ પાસું ઉજાગર કરતો લેખ પ્રગટ થયો હતો. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રોને સાદર છે…

રામપ્રસાદ બક્ષી :
‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…

(તસવીર સૌજન્ય : ગુજરાતી સાહીત્ય પરીષદ)

–ડૉ. પ્રજ્ઞા પૈ

સાચાખોટા અસ્પષ્ટ ઉચ્ચારમાં બોલાયેલા સંસ્કૃત શ્લોક અને દાન, સીધું, ભોજન કે દક્ષીણાની મદદથી મૃતાત્મા માટે આંગડીયાની ગરજ સારવાનો દાવો કરતા કર્મકાંડી બ્રાહ્મણોની વીધીમાં રામભાઈને શ્રદ્ધા નહોતી. આ ઉપરાન્ત જે વ્યક્તીને પેટ ભરીને જમી શકાય તેના કરતાં પણ વધારે સીધું, દાન અને ભરપુર દક્ષીણા મળતાં હોય, તેનું જ તરભાણું છલકાવવાને બદલે જેમ તેમ બે ટંક કાઢતાં અને કપરી પરીસ્થીતીનો સામનો કરતાં જરુરતમન્દ બાળકોને આમન્ત્રણ આપવું તેમને યોગ્ય લાગતું પોતાના મૃત્યુ પછી પણ ક્રીયાકાંડ ન કરવાની તેમની સ્પષ્ટ સુચના હતી. ઘરમાં કોઈ પ્રસંગે  જમણવાર હોય તો આમન્ત્રીત મહેમાનો ઉપરાન્ત માળી, સફાઈ કામદાર, ટપાલી અને હાજર હોય તો ફેરીયાને પણ જમવા બેસાડી દેતા. ‘तत् त्वम् असी’નું સચોટ ઉદાહરણ.

પ્રથમ પ્રસુતી વખતે કંચનબહેનને મૃત પુત્ર જનમ્યો. બીજી પ્રસુતીમાં પુત્ર થોડી જ મીનીટોમાં મૃત્યુ પામ્યો. ત્રીજી સગર્ભાવસ્થા દરમીયાન કોઈ વડીલે સલાહ આપી, ‘જામનગર નજીક માતાનું મન્દીર છે. આ મન્દીરમાં ઘંટ બાંધવાની માનતા બધાંને ફળતી હોવાથી મન્દીરમાં ઘણા ઘંટ બન્ધાયા છે. રામભાઈ, તમે પણ કંચનબહેનને દીકરો આવે તો એક ઘંટ બાંધવાની માનતા લઈ લ્યો. ભગવાનની ઈચ્છા અને માતાજીની કૃપાથી તમારે ઘેર દીકરો આવશે.’ રામભાઈએ જવાબ આપ્યો, ‘જો મારે ઘરે દીકરો આવશે તો હું બધા ઘંટ છોડી આવીશ એવી માનતા લેવા તૈયાર છું. મારે મન માતા અને સન્તાનનું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે.’ ઉપરછલ્લી દૃષ્ટીએ મશ્કરી જેવું લાગતું આ કથન ગેરસમજ ઉભી કરે તેવો સમ્ભવ છે. રામભાઈ નાસ્તીક હતા; પણ નીરીશ્વરવાદી નહોતા. ઈચ્છાપુર્તી માટે તેમની પુત્રીએ ભીડભંજન મન્દીરમાં દીપમાળા કરવાનો વીચાર કર્યો ત્યારે એને શાન્તીથી કહ્યું, ‘જો તું પુણ્યની અપેક્ષા રાખતી હોય તો મન્દીરમાં તેલનું દાન કરવાને બદલે, એટલા તેલનું દાન થોડાં ગરીબ કુટુમ્બોને કર. થોડાક કલાક માટેની મન્દીરની દીપમાળાને બદલે થોડાક દીવસ એની ઝુંપડીનાં કોડીયાં માટે તેલ પુરું પડશે. પ્રભુ ગરીબની ઝુંપડીમાં વસે છે. આથી જ મન્દીરમાં કરવામાં આવતા દુધના અભીષેક માટે, અન્નકુટ માટે કે મુર્તીના શણગાર માટે ફાળો આપવાને બદલે સારી એવી રકમ કે ચીજો જરુરીયાત હોય તેવાં કુટુમ્બોમાં પહોંચાડી, આરસપહાણની કે પથ્થરની મુર્તી કરતાં હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’, કહી તેઓ સન્તોષ અનુભવતા.

–ડૉ. પ્રજ્ઞા પૈ

લેખીકા સમ્પર્ક :
Dr. Pragna Pai, 11 /135, Prabhu Niwas, 2nd floor, Road No. 9/A, Wadala, Mumbai – 400 031. eMail: pramanpai@yahoo.co.uk

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 25મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ : govindmaru@gmail.com

9 Comments

 1. With turban on the head and senior scholar Ramprasad Baxi was a bridge between pandit and modern era of Gujarati literature. I enjoyed his Girjo Gor series in ‘Akhand Anand’ which propagated rationalistic view point in a lighter vein.
  Thanks for fine reminiscing of the fine scholar of the recent past era.

  Liked by 1 person

 2. મિત્રો,
  ડો. પ્રજ્ઞા પૈનો શ્રી રામપ્રસાદ બક્ષી માટેનો લેખ….ટૂંકો અને ટચ….જીવનનું મહાત્મય સમજાવે છે. કોઇ જાણે ક્યારે ભારતીઓ તેમને ઉંઘે રસ્તે દોરતા છલીઆઓથી છુટા પડશે અને અંઘશ્રઘ્ઘાના સાપના સકંજામાંથી છુટા પડશે ? શ્રી રામપ્રસાદ બક્ષીના જે વિચારો છે તે મારા પણ વિચારો છે. તેમના વિચારો સાથે હું અેક લાખ ટકા સહમત છું. દૂઘની થતી શીવલીંગ પરની બરબાદી ????? કેટલીઅે ગરીબ ગામોની શાળાઓના બાળકોને પૌષટીક ખોરાક પુરો પાડી શકે તેનો વિચાર કરવો રહ્યો. તે જ રીતે મંદિરોમાં થતાં ઉત્સવોમાં થતા પકવાનો ? મંદિરમાં અને સામાજીક જીવનમાં થતાં કર્મકાંડો, વિઘીઓ અને કેટલુંઅે બીજુ બઘુ અને મોટા પેટવાળાઓના પેટ વઘુ માટા કરવાના કહેવાતાભક્તોના ‘ વન વે ટરાફીક ‘ જેવા કર્મો ??? અજેને તે શ્રઘ્ઘા કહે છે તે સાચા અર્થમાં સંપૂર્ણ અંઘશ્રઘ્ઘા જ છે. શું સાબિતિ મળે છે કે જે ચીજ તેમની પૂજા, કે ભક્તિમાં અપેક્ષા રાખીને કરવામાં આવે છે તે તેમને રીટર્નમાં મળે જ છે ?
  હવે મારા બીજા વિચારો…..
  મંદિરોની પત્થરની મૂર્તિઓમાં ભગવાનને જોઇને ભક્તિ જન્માવીને જે લોકો પોતાના શ્રઘ્ઘાસુમનો ચઢાવે છે….કોઇ ને કોઇ અપેક્ષા સાથે….તે બઘું નકામું જાય છે. આપણા સમાજમાં દરેક ખરોમાં ઉમરને હિસાબે જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા રોગો થતાંજ હોય છે. કોરોના જેવા રાક્ષસી સંહારના દિવસોમાં ડોક્ટરો, નર્સીસ, અને બીજા મેડીકલ સેવાર્થીઓ પોતાની કે પોતાના ફેમીલીના સભ્યોની ચિંતા કરતાં કરતાં લોકસેવા કરે છે. જીવો બચાવે છે…..તેઓમાં ભગવાન કેમ નથી જોતા ? પત્થરની મૂર્તી કે પછી….યદા યદા હી ઘર્મશ્ય…ગ્લાનિ…….વાળા વચનો હજી સુઘી પુરા થયા નથી. ૨૦૨૦નું વરસ સારી પૃથ્વિ પરના જીવો માટે મારક નીવડયુ છે. હજી સુઘી કોઇ દૈવિક મદદ મળી નથી. મ્યુનીસીપાલીટીના ઓફીસરો મદદ કરવાને બદલે….પૂજા પાઠમાં બીઝી રહે છે. હોસ્પીટલોને ‘ મંદિર ‘ માનો તેને ચલાવવાની મદદ કરો. ડોક્ટરો અને બીજા કર્મચારીઓને દેવ, દેવી ગણો અને તેઓ તમારા ખરાબ દિવસોમાં તમારી સાથે હશે….બઘી જ શક્ય મદદ લઇને. પતથરની મુર્તિ જીવિત થવાની નથી. ખૂબ લખાય અેવું છે…પણ કહેવત છે ને કે ,‘ ભેંસ આગળ ભાગવત…‘ અંઘશ્રઘ્ઘાની જાળને ‘ શ્રઘ્ઘાનું નામ આપીને વેપાર કરનારાઓથી સમજીને દૂર રહો. …

  અને પોતાના જીવનનું સૂત્ર બનાવો…‘ હું જીવતા જાગતા દેવોની સેવા કરવામાં માનું છું.‘
  આભાર…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. મા રામપ્રસાદ બક્ષી :અંગે ડૉ. પ્રજ્ઞા પૈ અંગે પ્રેરણાદાયી લેખમા
  આ વાતો ખૂબ ગમી
  ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…
  અને
  ‘तत् त्वम् असी’નું સચોટ ઉદાહરણ.
  ધન્યવાદ

  Liked by 1 person

 4. Dr. R. P. Baxi was a great teacher, a man of letters, who inspired many scholars in Gujarat and Bombay in his day.
  We were lucky to have several good scholars and thinkers in Gujarat before and after him. The above thoughts were published in 2004. Are we any different today? How much progress have we made in 16 years?
  Actually, blind faith and superstition have gone up and are increasing every day.
  Let us think: WHY are we not able to change? What is it that has been holding us back for a thousand years?
  Thanks for sharing such excellent views with all of us. — –Subodh Shah , USA.

  Liked by 1 person

 5. પ્રભુ ગરીબની ઝુંપડીમાં વસે છે.

  ઍક ભુખ્યો દરિદ્ર મસ્જીદ કે મંદિર પાસે ભીખ માગી રહ્યો હતો. બહાર નીકળતા ઍક પણ માણસે તેની તરફ બિલકુલ ધ્યાન ન આપ્યુ. તે નીંરાશ થઈ ને ત્યાથી ચાલી નીકળ્યો. થોડે દૂર ઍક જુગારખાનુ કે શરાબ ખાનુ હતુ. તે ત્યા ઉભો રહી ગયો. ત્યાથી બહાર નીકળતા માણસો પાસેથી તેને પૈસા મળેલ. તેણે આકાશ તરફ જોઈને કહ્યુ કે “મસ્જીદ મંદિર વાળાઑઍ તારુ ખોટુ સરનામુ આપેલ. તારુ સાચુ સરનામુ તો આ છે.”

  Liked by 1 person

 6. No one has ever known for sure anything about who / how many, 0, 1 2, ….. / where / how / when etcetera with respect to the creator of Universe. But guesswork is unlimited.

  One thing is sure. Self-centeredness covers everything without exception. Religions are developed to limit its degree so that people can have harmony in communal living. Without religions mankind could not have progressed. Many many setbacks but Perception of Brahman / God / Allah …… is the best discovery to have peace in society.

  We live simultaneously in multiple modes. Physical – Psychological – are main two. All inter- connected.
  Cultural activities, music, art, intoxication, smoking, many religious activities , good or bad many others serve as food for the second mode. Enjoyable for many . Personal choice. Time, money, efforts are spent for self – ignoring others’ advice.

  The perfect religionist is one who tries to give much more back to the society compared to what is taken for self. Gandhiji tried to change his life style after noticing what the unprivileged person was getting.

  Ohm- Shantihi Shantihi Shantihi.

  Like

 7. છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહયલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે

  Liked by 1 person

 8. મિત્રો,
  સરસ ચર્ચા ચાલી રહી છે. મારા વાંચવામાં સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક, ‘ નવા વિચારો ‘ ( પુન:મુદ્રણ : ૧૯૯૨, પ્રકાશન : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, ) ( કોપી રાઇટ : સ્વામી સચ્ચિદાનંદ. ) આવ્યું. પોતાની બુકને માટેની પ્રસ્તાવનામાં તેઓ ઇતિહાસના પાનાઓને ટચ કરીને જે લખે છે તેમાંથી થોડું…….( ગુજરાતી જનતાને ઘાર્મિક જાગૃતિનિ સાચી દિશા સુઝાડવા માટે….)
  ‘ સત્ય અને ન્યાયના સરવાળાનું નામ ઘર્મ છે. જો સત્ય અને ન્યાયનું અસ્તિત્વ જ ના હોય અથવા બહુ અલ્પ પ્રમાણમાં હોય તો તેવો ઘર્મ, તેના ઘારણ કરનારને ડુબાડતો હોય છે……
  ………અેક અમેરિકને મને પ્રશ્ન પૂછયો કે ‘ વિશ્વમાં અેવો કયો દેશ છે જ્યાં પ્રચંડ બહુમતી ઘરાવતી પ્રજા બિચારી થઇને, રાંક થઇને, ભયભીત થઇને, ભવિષ્યનિ ચિંતા સાથે જીવે છે ? હું સમજી ગયો, તે મને જ કહેવા માંગે છે કે અેવો અેકમાત્ર દેશ ભારત છે. ‘ તમે અમને અઘ્યાત્મ, યોગ, સંસ્કૃતિ અને ફિલસૂફીની દિવ્ય વાતો સંભળાવવા દોડી આવો છો, પણ તમારી વાસ્તવિક દશાનો વિચાર કરો. તમારી પ્રજા અંઘશ્રઘ્ઘા, ભય, અપ્રમાણિકતા અને અનિશ્ચિત ભાવિ જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકતી નથી, લાવી શકવાની પણ નથી, કારણ કે તમારું નાવ જ પથ્થરનું બનેલું છે. ( મારી નોઘ : જીવતા જાગતા દેવોને પૂજવાને બદલે પથ્થરોની પૂજામાં જીવન વેડફે છે. ) જ્યાં સુઘી આ પથ્થરનૌકા ( ઘર્માભાસ ) પ્રત્યેનો મોહ નહિ ઊતરે ત્યાં સુઘી તમે આંતરિક અને બાહ્ય બન્ને ક્ષેત્રે દુર્બળ રહેવાના જ ‘
  હવે સ્વમીજીના વિચારો…..
  ‘ આટલાં વર્ષોના અનુભવો પછી મને પણ લાગે છે કે ભારતીય પ્રજાનાં અમાપ કષ્ટોનું મૂળ તેના ઘર્મો ( ઘર્માભાસ ) છે. ઘર્મજીવી વ્યક્તિઓનું બહુ મોટું જૂઠ આ ઘર્માભાસનું પોષક છે, કારણ કે તેનાથી તેને પૈસો અને પ્રતિસ્ઠા મેળવીને અંતે તો પેલી પથ્થરનૌકાનો જ જયજયકાર કરે છે, જેમાં તે પોતે પણ બેઠેલા છે. નૌકા ડૂબી રહી છે તેવું હવે ઘણાને સમજાવા લાગ્યું છે, પણ તેનાં સાચાં કારણો શોઘવા કે સ્વીકારવાની હિંમત નથી. ધાર્મિક ક્ષેત્રના ચિંતનને ભૂતકાળની કાલ્પનિક ભવ્યતાનો ભોરીંગ અેવા જોરથી ડસ્યો છે કે વાસ્તવિક ચિંતન કરી જ નથી શકાયું જે મહાપુરુષો નથી તેમને મહાપુરુષ માનવામાં આવ્યા છે. જે પદભ્રસ્ટ છે તેઓને સાચા પથદર્શક માનવામાં આવ્યા છે. જે કદી પાણીમાં ઊતર્યા જ નથી તેઓ તારનારા તરવૈયા બન્યા છે. જો આવી સ્થિતિ ના હોત તો આ પ્રજાની આવી ચિંતાજનક દશા ના થઇ હોત. ‘
  આ વિચારો અને તે વિચારો ઉપરની ચર્ચા વાચકને ઘણા બીજા પ્રશ્નો ઉપર વિચાર કરવાને પ્રેરે છે.
  જીવતા જાગતા દેવોની પૂજા કે માન્યતા…..જ ભારતની પરિસ્થિતિને બદલી શકે તેમ છે.. પથ્થરો જીવતા થઇને ભક્તોની વહારે આવવાના નથી. આપેલા વચનો પાળવા આજ સુઘી કોઇ દેવ બીચારાની સહારે કોઇ આવ્યુ નથી.. મંદિરો આજે બીઝનેસ હાઉસ બની ગયા છે. કોઇ પુજારી માનવતાથી ભરેલો દેખાતો નથી.. દરેક મંદિરોને હોસ્પિટલમાં બદલી નાંખો. ડોકટરો અને હોસ્પીટલોમાં કામ કરતાં લોકો …..દેવોનું કર્મ કરે છે. ( જો કે આજે હોસ્પિટલો પણ બીઝનેસ હાઉસીસો જ મની ગયા છે. ) સ્વયંસેવકો પણ જીવતા જાગતા સેવકો જ છે પરંતું આ કહેવાતા લોકસેવકો માટે કહેવાય છે કે………………..
  ‘ બસ એક બાત કા મતલબ મુઝે આજ તક સમજ નહી આયા હૈ !
  જો ગરીબ કે હક કે લીયે લડતે હૈ,…વો લડતે લડતે અમીર કૈસે હો જાતે હૈ ?.
  આભાર,
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. સૂતો એ સળવળ્યો નહિ. બેઠો ઇ બોલ્યો નહી.
   ઊભા એ કીધું નહિ આવ,.
   આમાં કોને લાગુ પાય.

   Liked by 1 person

Leave a Reply to Jayshree Tilva Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s