ભારેલા અગ્નીના તણખા

વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતી પ્રા. જે. પી. મહેતાની પુસ્તીકા ‘ભારેલા અગ્નીના તણખા’માંથી તા. 20/07/2020ના રોજ 30 રૅશનલ પંક્તીઓ રજુ કરી હતી. તેને અનહદ અને અનપેક્ષીત આવકાર સાંપડ્યો. આ પુસ્તીકા માટે ઉઘરાણીઓ આવી; પરન્તુ તે આઉટ ઓફ પ્રીન્ટ છે. જેથી આ પુસ્તીકાની અન્ય 50 રૅશનલ પંક્તીઓ સાદર છે…

ભારેલા અગ્નીના તણખા
(રૅશનલ પંક્તીઓ)

–પ્રા. જે. પી. મહેતા

1

ધર્મ નહીં ઈશ્વર નહીં, ના કોઈ ક્રીયાકાંડ,
જ્યોતીષ – પુજા – પ્રાર્થના, આગ ગણીને છાંડ.

2

જાતે જાગૃતી કેળવી, ગુરુ થા તારો તું જ,
માને પેટે અવતર્યો કોઈ ન પ્રકાશ પુંજ.

3

ઈશ્વર દીવા સ્વપ્ન છે, ઈશ્વર છે એક ભ્રમ,
તારું જીવન તું જ ઘડ, સતત કરીને શ્રમ.

4

સમ્પ્રદાયના વાદથી રોજ વીતંડાં થાય,
લડી લડી ધર્માંધ સૌ અન્તે પાળીયા થાય.

5

‘વીવેકબુદ્ધી’ શ્રેષ્ઠ છે, વીજ્ઞાનવાતો સત્ય,
ધર્મો તણી ભવાઈમાં, ભારોભાર અસત્ય.

6

માનવતાને માનવી માને જીવન સાર,
નીર્દમ્ભી નીશ્ચીંત થઈ કરશે બેડો પાર.

7

જડમુર્તી તો જડ છે, તેની પુજા કેમ?
મુર્ખ માનવી ક્યાં સુધી પાળીશ, ભ્રમ અને વહેમ?

8

ખાઈ – પીઈને મોજ કર, મર્યા પછી છે રાખ,
જપ – તપ, ધ્યાન – સમાધીને ઉંડા કુવામાં નાંખ.

9

સુર્ય પ્રકાશીત વીશ્વમાં કારણ વીના ન કર્મ,
પુર્વગ્રહોથી પર થઈ વીચાર જીવન મર્મ.

10

આત્મા ને પરમાત્મા કેવળ મનો તરંગ,
કોઈએ જોયો – જાણ્યો ના તેનો એકેય રંગ.

11

ધર્મકથાથી સુધરે તો આખુ ભારત સંત,
ધર્મકથા કરી લુંટતા, ઢોંગી પાપી મહંત.

12

કોઈ કોઈનો ગુરુ નથી, નથી કોઈ ચેલો,
ગુરુવાદનું તુત આ ક્ષણથી હડસેલો.

13

એકેય બાવા બાપુના નહીં જ બ્રહ્મજ્ઞાને,
વીશ્વમાં સુખ સાધનો દીધાં વીજ્ઞાને.

14

માને પેટે અવતર્યો નથી કોઈ ભગવાન,
સાદી સીધી વાતને શાણા, સમજે સાન.

15

તું ઘેટું તો છે નહીં, કોઈને ના અનુસર,
તારી ‘વીવેકબુદ્ધી’ કહે, તેવું જ તું આચર.

16

કરોડ કીમતી મગજને કોઈને ચરણે ન ધર,
વૈજ્ઞાનીક વીચારથી તું જ નીર્ણય કર.

17

કહે કબીર પથ્થર પુજે પ્રભુ જો મળી શકે,
તો તો પર્વત પુજીને સ્વર્ગ જ મળી શકે.

18

મન્દીર – મસ્જીદ છોડીને ઝુંપડપટ્ટીમાં જા,
માનવની સેવા કરી, મહામાનવી થા.

19

માટી – પથ્થર – ધાતુની જડમુર્તી તે જડ,
તેની સ્વૈચ્છીક ગુલામીની બબાલમાં ન પડ.

20

નાસ્તી ઈશ્વર, ઢોંગી ગુરુને કદી નહીં નમજે,
સીધા સાદા સત્યને કેમ નહીં સમજે?

21

ગઈ કાલ તે ભુત છે, આવતી કાલ સપનું,
આજનું સુખાનન્દ તો તારે છે, ખપનું.

22

નથી બોધ કે આગ્રહો, આ છે વીચાર કણ,
તારામાં ઉછેરીને તેને બનાવ મણ.

23

વાંચી, વીચારી અમલ કર, તો જ બનીશ માણસ,
નહીં તો ખુણે પડ્યો રહી, બુઝાયેલું ફાનસ.

24

તારી પાસે કોડીયું, તેલ અને છે વાટ
મારા દીપક – સ્પર્શથી ઉજાળ જીવન વાટ.

25

શ્રેષ્ઠ દીવસ – તીથી – વારમાં રામસીતા પરણ્યાં,
તો પણ દુખી દુખી થઈ વનમાં ભટક્યાં?

26

યજ્ઞ કર્યે વરસાદ હો, તો કર ભર ઉનાળે,
એક ટીપે વાદળું નહીં જ પલાળે!

27

તીર્થધામની બસ ઘણી ઉથલી, ખીણમાં પડે,
ત્યારે પરમકૃપાળુ પ્રભુ બચાવવા શું કરે?

28

કુમ્ભમેળે શ્રદ્ધાળુઓ કચડાઈ ને મરે,
તેને બચાવવા કદી પ્રભુ શું વ્હારે ચડે?

29

ભુત – પીશાચ – ચુડેલ – ખવીસ નબળાં ને કનડે,
મક્કમ મનના માનવીના રસ્તે પણ ન ચડે.

30

નંગ – વીંટીથી ફાયદો તને કદી નહીં થાય,
સોનીડો લુંટી તને ઘી ને કેળાં ખાય.

31

અન્ધશ્રદ્ધાની બહેન તે શ્રદ્ધાને કહેવાય,
સત્ય શબ્દ ‘વીશ્વાસ’ છે, હવે એમ કહેવાય.

32

સોક્રેટીસ, એપીક્યુરસ ને મહર્ષી ચાર્વાક,
મહામાનવોને સ્મરો, વીશ્વ તણું એ નાક.

33

જે બુદ્ધે ઈશ્વર તણો કર્યો નર્યો ઈન્કાર,
ખુદ તેને ઈશ્વર ગણી, મુર્તી બનાવી યાર!

34

જે મહાવીરે ત્યાગથી વસ્ત્રો પણ છોડ્યાં,
તેની આરસ મુર્તી પર હીરામોતી જડ્યાં!

35

અખંડ ધુન – જપ – મન્ત્રથી કશું જ નહીં વળે,
કર્મ કરીશ તો જીવનમાં સીદ્ધી તને મળે.

36

તાળીયો પાડી ધુન કર, તો મગજ જશે કટાઈ,
કચરો વાળજો હાથથી, તો જ થશે સફાઈ.

37

રાત–રાતભર જાગીને ભજન કર્યે નહીં સાર,
દીવસ–દીવસભર કર્મથી કુટુમ્બ–દેશને તાર.

38

બાળવયે ચેલા મુંડી કુકર્મો કરવાં,
પાપ બાળહત્યા તણું કરો છો, શું કરવા?

39

ચમત્કારથી ‘સંત’ની પદવી પ્રાપ્ત જો થાય,
પૉપ ચમત્કારો કરી રોગ મુક્ત ના થાય?

40

ધર્મગ્રંથ જો શ્રષ્ઠ છે, તો વીજ્ઞાનગ્રંથ નીચ?
પુર્ણ પ્રગતી વીજ્ઞાનમાં, આટલું તો ભાઈ શીખ.

41

‘રામાયણ – મહાભારતે’ ચમત્કાર ભરમાર,
યુદ્ધ, અપહરણ, અપકૃત્યો ભર્યા છે ભારોભાર.

42

સત્ય ભલે કડવું દીશે, અંતે વીજય થશે,
આગામી નવ પેઢીઓ, જીવન વીજેતા હશે.

43

કોઈ કહે તે માન ના, ‘વીવેકબુદ્ધી’થી વીચાર,
સ્વનીર્ભર બન, તો જ તું પામીશ જીવનસાર.

44

શહેંશાહ અકબર તણી નહોતી આ તાકાત,
સ્વીચ દબાવી, લાઈટથી ઝળહળ કરે પ્રકાશ.

45

ઈતીહાસોનાં શબ સડ્યાં, તેની મુક દુર્ગંધ,
ભાવીના વીજ્ઞાનની માણી લે સુગંધ.

46

વીવેકબુદ્ધી વીચારણા, સત્ય જીવનનો મર્મ,
પુર્ણપણે અપનાવશે, તે જીવતે જીવત સ્વર્ગ.

47

કથાકારના ટાંટીયા કેમ પુજો, હે મુઢ!
તેના જીવનભેદ તો ઘણા ગુપ્ત ને ગુઢ.

48

‘રામાયણ’ એવી કહે, જાણે પોતે રામનો મીત્ર,
મુર્ખોને ભરમાવવાં, ઉભાં કરે ભ્રમ ચીત્ર.

49

કથા રામ વનવાસની કરતા, ત્યારે રડે,
કથા પુરી કરી બાપજી, મીષ્ટાનો ભાચડે.

50

ધર્મ – ધર્મગુરુ – ધર્મગ્રંથ નહીં દાખવે પંથ,
જાતે વીચારી જીવશે તો જ બને બળવંત

–પ્રા. જે. પી. મહેતા

સર્જક–સમ્પર્ક : પ્રા. જીતેન્દ્ર પી. મહેતા, બી/4, ‘પંચશીલ’, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર (ઈસ્ટ), મુમ્બઈ – 400 077 સેલફોન : 93210 29015 

‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ) પુસ્તીકા (પ્રકાશક : પ્રા. જે. પી. મહેતા બી/4, ‘પંચશીલ’, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર (ઈસ્ટ) મુમ્બઈ – 400 077 સેલફોન : 93210 29015 પાનાં24, મુલ્ય : રુપીયા 10/–)માંથી, સર્જક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

4 Comments

  1. Nothing more to say. Fantastic! This I am writing is also possible due to science.
    Thank you Professor J. P. Mehta and thank you Govindbhai.

    Liked by 1 person

  2. મિત્રો,
    પ્રા. જે. પી. મહેતાઅે પોતાના વાંચનો અને જીવનના અનુભવોને ‘ મંથન ‘ કરીને જે ‘ માખણ ‘ માણયું , તે તેમણે આ લખાણમાં પ્રસ્તુત કર્યું છે.
    સુંદર.
    હવે દડો વાચકના હાથમાં છે…..વાંચીને પોતાના જીવનમાં અમલમાં મુકવા માટે.
    મહેતા સાહેબનાં અમૂલ્યો અખાની યાદ અપાવે છે…કબીરની યાદ અપાવે છે…લોકોક્તિઓની યાદ અપાવે છે…નરસિંહ અને મીરાંની યાદ અપાવે છે…કુન્દનીકા કાપડીઆના પુસ્તક…‘ પરમ સમીપે ‘ની યાદ અપાવે છે…..
    ઉત્તર ભારતની લોકોક્તિ….
    ં ‘ભગત જગત કો ઠગત હે, ભગતહિં ઠગૈ સો સંત,
    જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.‘
    કોઇ અનામીના મનની વાત…..
    ‘ ચહેરો જોઇને માણસ ઓળખવાની કળા હતી સાહેબ,
    તકલીફ તો ત્યારે પડી, જ્યારે માણસો પાસે ઘણા ચહેરા હતાં.‘
    અેક વાક્ય ગમી ગયું તો લખી દીઘું….
    ‘ જો શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતાં, પોતાની જાતને બદલો,
    કાંકરાંથી બચવા ચમ્પલ પહેરવા જોઇઅે….
    આખી દુનિયામાં જાજમ ના પથરાય…‘

    ‘ જે આપણે નથી જાણતાં તે આપણે નથી જાણતા, અેટલું કબૂલ કરીઅે……અેનું નામ, જ્ઞાન…‘
    ગાલીબ…કોને નહિ ગમે ?…
    ‘ જરુરત તોડ દેતી હૈ,
    ઇન્સાં કે ગરુર કો, ગાલીબ,
    ન હોતી મજબુરી…
    તો હર બંદા ખુદા હોતા…‘
    માનવતાની વાત મહેતા સાહેબે કરી છે……કદાચ કવિ જનક દેસાઇની કળીઓ છે….
    ‘ ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….પણ….
    આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં….‘
    કવિ સાહિલ કહે છે કે….
    ‘ ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
    ભગવાન સે મિલને કી આરઝું પૈ હંસી આતી હૈ…‘

    કબીરજી……કહત કબીર સુન ભાઇ સાઘુ………..
    ‘ માટી કા અેક નાગ બનાકે, પુજે લોગ લુગાયા !
    જીંદા નાગ જબ ઘરમેં નિકલે, લે લાઠી ઘમકાયા !!
    જીંદા બાપ કોઇ ના પૂજે, મરે બાદ પુજવાયા !
    મુઠ્ઠી ભર ચાવલ લે કે, કૌવે કો બાપ બનાયા !!
    અને છેલ્લે….
    જનક દેસાઇ……
    ‘ આભ લગ લાવ્યો નમન, કર માન્ય તું,
    તુંય કર સાબિત પ્રભુત્વ: ઊતરીને. ‘
    યદા યદા હી ઘર્મશ્ય, ગ્લાનિર્ભવતી ભારત…..નું ગુજરાતી સ્વરુપ….વીસમી સદીનું……
    ખૂબ લખી શકાય…
    મહેતા સાહેબે ટૂંકું….નાનુ, તે પણ ગુણોથી ભરેલું જ્ઞાન પીરસ્યું છે. સુંદર કર્મ…..
    આભાર, મહેતા સાહેબ,
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. પ્રા. જે. પી. મહેતાના ભારેલા અગ્નીના તણખાની પ્રેરણાદાયક ૫૦ રૅશનલ પંક્તીઓ બદલ ધનવાદ

    Liked by 1 person

  4. Excellent post…I remember that Prof.J.P.Mehta had delivered a lecture at the Devavrat Pathak Memorial Trust as chief guest few years back at Gujarat Vidyapith, Ahmedabad.
    Best regards
    Abhijit
    Get Outlook for Android
    ________________________________

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s