કલ્પીત ઈશ્વરના નાદમાં સમય ગાળવો એ અજ્ઞાન અને આળસની નીશાની છે. જ્ઞાનથી, શ્રમથી, સત્તાથી અને ધનથી ‘માનવસેવા’ કરવી એ જ ‘માનવધર્મ’ છે. માણસને માનવતા જ દેખાવી જોઈએ. માનવહીત વીરુદ્ધની કોઈ ચેષ્ટા ન હોવી જોઈએ. જગતમાં ન્યાયની જ યોજના કરે એ જ ‘સ્વસ્થ માનવ’.
(2)
માનવ ધર્મ
–સ્વપુર્ણ મહારાજ
આપણે માનવો છીએ. એકબીજાનાં ઈશારા, ભાષા, આદતો અને ઈચ્છાઓ, બીજા પ્રાણીઓની અપેક્ષાએ માનવજીવનમાં વધુ બંધ બેસતા આવે છે. તેથી હું મારા વીચારોનું મુખ્ય કેન્દ્ર ‘માનવધર્મ’ રાખું છું.
‘માનવતા’નો અર્થ વીશ્વના કોઈ પણ માણસને અવગણવો નહીં; તેને સમાજ બંધારણ, યોજનામાં પુરો ભાગીદાર, સાથીદાર સમજવો અને રાખવો, એની મરજી વીના આપણું ધાર્યું જ કરવું નહીં. સીદ્ધાંત અને નીતી સંપીને નક્કી કરવા.
માનવનું જીવન આદીમાનવથી જ પ્રયત્નશીલ, પુરુષાર્થી રહ્યું છે. શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે, ઋષભદેવ પહેલો આદમી બહાર આવ્યો. પુરાણોની કલ્પનાઓનો પાર આવે તેમ નથી. જે ગ્રંથો છે, શાસ્ત્રો છે તે વ્યક્તીના વીચારો, અખતરા અને કલ્પનાઓ છે.
સુર્યને હનુમાનજી ગળી ગયા, અગસ્ત્ય ઋષી સમુદ્રને પી ગયા, દેવોએ સમુદ્રમંથન કર્યું. હીરણ્યકશ્યપ સુર્ય–ચન્દ્ર અને તારાઓને જ્યાં લઈ જવા ધારે ત્યાં લઈ જતો, ગણપતીને હાથીનું મસ્તક ફીટ બેસી ગયું– આ બધું કેટલું અને કેવી રીતે વ્યવહારમાં શક્ય બન્યું હશે? એ કલ્પનાઓનો પરીપાક છે, એ સત્ય હોઈ શકે જ નહીં એ પણ સ્પષ્ટ છે.
જે વાત વ્યવહારમાં આવી શકે અને સીદ્ધ થઈ શકે તે સત્ય, બાકી જે વ્યવહારમાં ન આવી શકે, સાબીત ન થઈ શકે તે વાતોને હું વ્યક્તીગત કલ્પનાઓ ગણું છું.
ઠીક, સારું અને શ્રેષ્ઠ શું છે? કોને ગણવું? અને એ કોણ નક્કી કરે?
આપણે બધાએ મળીને સર્વસામાન્ય યોજના ઘડવી જોઈએ, જેથી એ યોજના વર્તમાન અને ભવીષ્યમાં પણ ઉપયોગી બને.
આપણે પ્રથમ તો ભ્રાંતી અને અજ્ઞાનથી નીવૃત્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એનાથી બચવાનો ઉપાય શોધી કાઢવો જોઈએ.
જીવનમાં જ્યાં સુધી અજ્ઞાન–ભ્રાંતી હોય ત્યાં સુધી કાંઈ થવાનું નથી. જે કાંઈ કરીએ તે દૃઢ નીશ્ચય, દૃઢ મનોબળ અને શંકા રહીત હોય તો જ કાયમ સુખ, શાંતી, સન્તોષ અને આનન્દ મળી શકે. કોઈને પુછીને કરવું પડે કે કર્યા પછી કોઈને પુછવા જવું પડે કે ‘મેં આ ઠીક કર્યું કે કેમ?’ તો એમાં બરકત ન આવે.
મેં જે નીશ્ચય કર્યો છે તે હું તમને કહી દઉં : મુળ પદાર્થ રસરુપે છે. એમાં ઈચ્છા કે ઉપાધીથી રુપ–આકાર બને છે અને આ રુપ, આકાર જ આ સૃષ્ટી છે.
જેને નામ–રુપમાં રસ–મઝા ન લાગે તે વીસ્મૃત થઈને અનન્તમાં મળે અને નામ–રુપમાં જેને રસ મઝા આવે તે નામરુપે વીલસે.
નામ–રુપની કલ્પના જ જીવન છે અને વીસ્મૃતી તે નીર્વાણ, એકતા છે. જેમ ફાવે તેમ રહેવું. તમે સ્વતન્ત્ર છો.
વીશ્વચૈતન્ય સર્વત્ર સભર છે. એમાં સંકલ્પથી પીંડ બને છે. ઈચ્છા જ સંકલ્પ છે, ઈચ્છા જ ચેતના છે, ઈચ્છા જ આકાર બને છે અને ઈચ્છા જ નીર્વાણ માંગી લે છે એમ ઈચ્છા સ્વરુપ જ આત્મા છે. ઈચ્છા એ જ શક્તી.
વીશ્વસેવા એ જ ‘માનવધર્મ’ છે. કલ્પીત ઈશ્વરના નાદમાં સમય ગાળવો એ અજ્ઞાન છે અને આળસની નીશાની છે. જ્ઞાનથી, શ્રમથી, સત્તાથી અને ધનથી ‘માનવસેવા’ કરવી એ જ ‘માનવધર્મ’ છે.
જેને બોધ થઈ ગયો અને માનવતા સુધી પહોંચી ગયો એને મારે કાંઈ કહેવાનું નથી.
જેને કાંઈ સમજાતું નથી, જેઓ ભ્રાંતી અને શંકાઓમાં જ ધેરાયેલા રહેતા હોય તથા વીક્ષેપમાં જ સમય વીતાવતા હોય એમના હીતાર્થે આ લખવાની ચેષ્ટા છે.
આસક્તી, ઈચ્છા અને વાસના દુ:ખનાં મુળ છે. અમર થવાની, મોક્ષ મેળવવાની, કલ્યાણ થઈ જવાની ઈચ્છા પણ પાપ જ છે. તમારી સામે જે પરીસ્થીતી આવી છે એને અનુકુળ કરી લ્યો અને હવે પછી જે જે સ્થીતી આવશે એને પણ વધાવવી જ પડશે; બીજો ઉપાય છે જ નહીં.
પોતાના સ્વરુપમાં સ્થીર રહેવું એ એક નશો છે.
સર્વ માનવોનું હીત કરવું એ જ પરમ ધર્મ છે.
પોતાના સ્વાર્થ માટે કાંઈ જ નહીં અને સર્વ માનવોના હીતનું બધું જ કરવું આ ‘માનવધર્મ’ છે.
મારો વીલાસ છે ‘માનવતા’. માનવતા એટલે નીર્વ્યસનતા, જેની જેટલી નીર્વ્યસનતા એટલી જ માનવતા એમાં દાખલ થાય છે.
(3)
સ્વસ્થ માનવ
ઓશો રજનીશ ત્રણ શબ્દોનો ઉપયોગ વધારે કરે છે : ધ્યાન, પ્રેમ અને ઉત્સવ.
હું તમને બીજા ત્રણ શબ્દો યાદ કરાવું : મૃત્યુ, ધંધો અને સ્વતન્ત્રતા.
મૃત્યુને કોઈ જીત્યું જ નથી.
અન્ન કોઈએ છોડ્યું જ નથી.
પરાધીનતા કોઈને ગમતી જ નથી.
આપણી સામે જે પરીસ્થીતી આવે છે, એનો સામનો આપણે જ કરવાનો હોય છે. સાવધાન રહીને જે કરવું ઘટે એ કર્યા કરવું.
વ્યસન, આસક્તી અને વાસના એ જ અધોગતી છે.
આ વીશ્વમાં નીર્વ્યસનીથી કોઈ મોટો–મહાન થયો નથી અને ભવીષ્યમાં થશે પણ નહીં.
બુદ્ધ, મહમદ, મહાવીર, રજનીશ, રસેલ અને ડૉ. કોવુર જેવા લાખો પ્રબુદ્ધ પુરુષો અને અવતારો આ જગતમાં આવ્યા અને ગયા, તમે નીર્વ્યસની બનો.
કામ કરો અને સ્વતન્ત્ર રહો!
તમારે માથે કોઈ ધણી છે જ નહીં, દરેક નીરાકારમાંથી આકારવાળા થયા છે અને કર્મ અનુસાર ગતી કર્યા કરે છે.
તમે પરીવર્તનરુપે અમર છો. કર્તવ્ય કર્યા કરો.
જુના અને નવા ઘણા સન્તો–મહન્તો, રાજનેતાઓ અને ધર્મપ્રચારકોને હું મળ્યો છું. ખુબ વાંચ્યું છે અને એથીય વધારે વીચાર્યું છે. તમારી પાસે આવી સગવડ થાય ત્યારે એમ કરજો; પરન્તુ મારી ફરજ તમારી સમક્ષ હકીકત રજુ કરવાની છે.
પુરો માણસ ત્યારે જ બને, જ્યારે એને કાંઈ બન્ધન ન હોય, કોઈ વ્યક્તી કે વસ્તુમાં આસક્તી ન હોય, કાંઈ જ ઈચ્છા કે વાસના ન હોય.
સ્વતન્ત્ર, ન્યાયી, પ્રેમી અને નીડર જ સારો, સુખી અને ડાહ્યો માણસ બની શકે.
જે કોઈના પણ ઋણમાં ન હોય, સાવ જ કરજ મુક્ત હોય, એ જ ઉપર કહેલા ગુણવાળો હોઈ શકે.
જગતના માનવો માટે થઈને મરવા અને જીવવા તૈયાર હોય, એ જ માનવ, એ જ મહાત્મા અને એ જ સંત.
શરીરમાં ભૌતીક રીતે પીડા ન હોય, માનસીક ઈચ્છા, મહત્ત્વકાંક્ષા સતાવતી ન હોય, આવી પડેલા પ્રસંગનું હવે કેમ કરવું એવું આવરણ કે મુંઝવણ ન સતાવતાં હોય, અજ્ઞાન અથવા અસમજણ ન ખટકતાં હોય અને પોતાને પણ વીશેષ વ્યક્તી સમજીને પોતાની વીશેષતામાં જ આનન્દી રહેવાતું હોય; તો જ તે ‘સ્વસ્થ માણસ’ કહેવાય.
‘સ્વસ્થ’ શબ્દ, શબ્દની વીભુતી માંહેનો એક છે. ભાષામાં ઘણા બધા શબ્દો એવા છે, જેમાં ઘણું બધું સમાયેલું હોય છે; જેમ કે : ‘પુર્ણતા’, ‘મોક્ષ’, ‘કૃતકૃત્ય’, ‘સ્વસ્થ’, ‘જાગૃત’ આવા ઘણા શબ્દો પુર્ણતાવાચક છે.
સ્વસ્થ વ્યક્તીના દર્શન દુર્લભ હોય છે. જેને કશી ચીંતા, ઉપાધી, ઘટ ન હોય અને અભય હોય એ જ ‘સ્વસ્થ માનવ’ છે.
ટુંકમાં, જેને જીવન–મરણ, સુખ–દુ:ખ સમાન છે એ જ સ્વસ્થ છે.
જગતમાં જે માનવ સ્વસ્થ હોય એ જગતનાં બધાં કાર્યો પુરા ખન્તથી કરે છે, એને ત્યાગ અને ભોગ સાથે કશી લેવા–દેવા રહેતી નથી.
સ્વસ્થ માનવને એની મઝા માટે કોઈ વસ્તુ કે વ્યક્તી પાસે જવાનું રહેતું નથી.
માણસને માનવતા જ દેખાવી જોઈએ. માનવહીત વીરુદ્ધની કોઈ ચેષ્ટા ન હોવી જોઈએ. કોઈ વ્યક્તીને અન્યાય ન કરવો તેમ જ કોઈ વ્યક્તીનો અન્યાય સહન પણ ન કરવો. જગતમાં ન્યાયની જ યોજના કરે એ જ ‘સ્વસ્થ માનવ’.
તા.ક. : સ્વપુર્ણ મહારાજનું પુસ્તક ‘માનવતા’ના બે મણકાઓ ‘પુર્ણ માનવ’ અને ‘માનવ સમાજમાં આપણું કર્તવ્ય’ તા. 02 ઓક્ટોબર, 2020ના રોજ અત્રે પ્રગટ થશે..
–સ્વપુર્ણ મહારાજ
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.
ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આ પુસ્તક ઉપલબ્ધ નથી)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
ખુબ ગમ્યું. સરસ લેખ. હાર્દીક આભાર સ્વપુર્ણ મહારાજનો અને આપનો ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
excellent sachot lekh chhe . apno lekh vachine ekdam j koi ne pan heartly sukhad anubhav thase . thank you very much
LikeLiked by 1 person
સુંદર સુવાક્યો અને સંદેશ…
LikeLiked by 1 person
મા સ્વપુર્ણ મહારાજ ચિંતન મનન કરવા જેવા સુવાક્યો અને સંદેશ
આભાર
LikeLiked by 1 person
મિત્રો,
“ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….પણ…
આખરે ઇશ્વર દેખાયો મને….સહાનુભૂતિમાં…‘
માણસ…અને …માનવી…અને માનવતા…..
નરસિંહ મહેતાઅે માનવ અને માનવતાની વ્યાખ્યા આ શબ્દોમાં આપી હતી…
‘ વૈષણવજન તો તેને રે કહીઅે, જે પીડ પરાઇ જાણે રે….
પર દુ:ખે ઉપકાર કરે તોઅે મન અભિમાન ન આણે રે….
ઘણું ઘણું લખવાનું છે….
પણ….
આટલાથી સુખ….
અમૃત હઝારી.
LikeLiked by 1 person